01-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 26.03.93
બાપદાદા મધુબન
અવ્યક્ત વર્ષ માં લક્ષ અને
લક્ષણ ને સમાન બનાવો
આજે નિરાકારી અને
આકારી બાપદાદા સર્વ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓને આકાર રુપ થી અને સાકાર રુપ થી જોઈ
રહ્યાં છે. સાકાર રુપ વાળા આપ સર્વ આત્માઓ પણ બાપ નાં સન્મુખ છો અને આકારી રુપધારી
બાળકો પણ સન્મુખ છે. બંને ને બાપદાદા જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. બધાનાં દિલમાં એક જ
સંકલ્પ છે, ઉમંગ છે કે અમે બધાં બાપ સમાન સાકારી સો આકારી અને આકારી સો નિરાકારી
બાપ સમાન બનીએ. બાપદાદા બધાનાં આ લક્ષ અને લક્ષણ ને જોઈ રહ્યાં છે. શું દેખાયું?
મેજોરીટી (અધિકાંશ) નું લક્ષ ખૂબ સારું દૃઢ છે પરંતુ ક્યારેક દૃઢ છે, ક્યારેક
સાધારણ છે. લક્ષ અને લક્ષણ માં સમાનતા આવવી, આ નિશાની છે સમાન બનવાની. લક્ષ ધારણ
કરવામાં ૯૯ ટકા પણ કોઈ છે, બાકી નંબરવાર છે. પરંતુ સદા, સહજ અને નેચરલ નેચર માં
લક્ષણ ધારણ કરવામાં ક્યાં સુધી છે, આમાં માઈનોરીટી (ઓછામાં ઓછાં) ૯૦ ટકા સુધી છે,
બાકી બીજા નંબરવાર છે. તો લક્ષ અને લક્ષણ માં અને લક્ષણ ને પણ નેચરલ અને નેચર
બનાવવામાં અંતર કેમ છે? સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, સંજોગો પ્રમાણે ઘણાં બાળકો
પુરુષાર્થ દ્વારા પોતાનાં લક્ષ અને લક્ષણ ને સમાન પણ બનાવે છે. પરંતુ આ નેચરલ અને
નેચર થઈ જાય, એમાં હજી વધારે અટેંશન (ધ્યાન) જોઈએ. આ વર્ષ અવ્યક્ત ફરિશ્તા સ્થિતિ
માં સ્થિત રહેવાનું મનાવી રહ્યાં છો. આ જોઈ બાપદાદા બાળકો નો પ્રેમ અને પુરુષાર્થ -
બંનેને જોઈ-જોઈ ખુશ થાય છે, “વાહ બાળકો, વાહ” નું ગીત પણ ગાય છે. સાથે-સાથે હજી
વધારે આગળ સર્વ બાળકોનાં લક્ષ અને લક્ષણ માં સમાનતા જોવા ઈચ્છે છે. તમે બધાં પણ આ જ
ઈચ્છો છો ને. બાપ પણ ઈચ્છે છે, તમે પણ ઈચ્છો છો, પછી વચ્ચે બાકી શું છે? તે પણ સારી
રીતે જાણો છો. પરસ્પર વર્કશોપ કરો છો ને!
બાપદાદાએ લક્ષ અને
લક્ષણ માં અંતર થવાની વિશેષ એક જ વાત જોઈ. ભલે આકારી ફરિશ્તા, કે નિરાકારી નિરંતર,
નેચરલ નેચર થઈ જાય - આનો મૂળ આધાર છે નિરહંકારી બનવું. અહંકાર અનેક પ્રકારનાં છે.
સૌથી વિશેષ કહેવામાં ભલે એક શબ્દ ‘દેહ-અભિમાન’ છે પરંતુ દેહ-અભિમાન નો વિસ્તાર ખૂબ
છે. એક છે મોટાં રુપ માં દેહ-અભિમાન, જે ઘણાં બાળકોમાં નથી, પણ ભલે સ્વયં નો દેહ,
કે બીજાનો દેહ, જો બીજા નાં દેહનું પણ આકર્ષણ છે, તે પણ દેહ-અભિમાન છે. ઘણાં બાળકો
આ મોટાં રુપમાં પાસ છે, મોટાં રુપથી દેહ નાં આકારમાં લગાવ તથા અભિમાન નથી. પરંતુ આની
સાથે-સાથે દેહ નાં સંબંધ થી પોતાનાં સંસ્કાર વિશેષ છે, બુદ્ધિ વિશેષ છે, ગુણ વિશેષ
છે, કોઈ કળાઓ વિશેષ છે, કોઈ શક્તિ વિશેષ છે એનું અભિમાન અર્થાત્ અહંકાર, નશો, રોબ -
આ સૂક્ષ્મ દેહ-અભિમાન છે. જો આ સૂક્ષ્મ અભિમાન માંથી કોઈ પણ અભિમાન છે તો નથી આકારી
ફરિશ્તા નેચરલ નિરંતર બની શકતાં, નથી નિરાકારી બની શકતાં કારણ કે આકારી ફરિશ્તા માં
પણ દેહભાન નથી, ડબલ લાઈટ છે. દેહ-અહંકાર નિરાકારી બનવા નથી દેતું. બધાએ આ વર્ષે
ધ્યાન સારું રાખ્યું છે, ઉમંગ-ઉત્સાહ પણ છે, ઈચ્છા પણ ખૂબ સારી છે, ઈચ્છો પણ છો
પરંતુ આગળ હજી ધ્યાન પ્લીઝ! ચેક કરો “કોઈ પણ પ્રકારનું અભિમાન કે અહંકાર નેચરલ
સ્વરુપ થી પુરુષાર્થી સ્વરુપ તો નથી બનાવી દેતું? કોઈ પણ સૂક્ષ્મ અભિમાન અંશ રુપમાં
પણ રહેલું તો નથી જે સમય પ્રમાણે અને ક્યાંક સેવા પ્રમાણે પણ ઈમર્જ (જાગૃત) થઈ જાય
છે?” કારણ કે અંશ માત્ર જ સમય પર દગો આપવા વાળો છે એટલે આ વર્ષ માં જે લક્ષ રાખ્યું
છે, બાપદાદા આ જ ઈચ્છે છે કે લક્ષ સંપન્ન થવાનું જ છે.
ચાલતાં-ચાલતાં કોઈ
વિશેષ સ્થૂળ રુપ માં એ દિવસે, એ સમયે કોઈ ભૂલ પણ નથી કરતા પરંતુ ક્યારેક-ક્યારેક એ
અનુભવ કરો છો ને કે “આજે અથવા હમણાં ખબર નહીં શું છે જે જેવી ખુશી હોવી જોઈએ તેવી
નથી, ખબર નહીં આજે એકલાપણું તથા નિરાશા કે વ્યર્થ સંકલ્પોનું અચાનક તોફાન કેમ આવી
રહ્યું છે! અમૃતવેલા પણ કર્યુ, ક્લાસ પણ કર્યો, સેવા પણ, જોબ પણ કરી પરંતુ આવું કેમ
થઈ રહ્યું છે?” કારણ શું હોય છે? મોટાં રુપ ને તો ચેક કરી લો છો અને એમાં સમજો છો
કે કોઈ ભૂલ નથી થઈ. પરંતુ સૂક્ષ્મ અભિમાન નાં સ્વરુપ નો અંશ સૂક્ષ્મ માં પ્રગટ થાય
છે એટલે કોઈ પણ કામમાં દિલ (મન) નહીં લાગે, વૈરાગ્ય, ઉદાસ-ઉદાસ ફીલ (અનુભવ) થશે.
કાં તો વિચારશો કોઈ એકાંત નાં સ્થાન પર ચાલ્યાં જઈએ, કે વિચારશો સૂઈ જઈએ, આરામમાં
ચાલ્યાં જઈએ અથવા પરિવાર થી કિનારો કરી લઈએ થોડા સમય માટે. આ બધી સ્થિતિઓનું કારણ
અંશની કમાલ હોય છે. કમાલ નહીં કહો, ધમાલ જ કહો. તો સંપૂર્ણ નિરંકારી બનવું અર્થાત્
આકારી-નિરાકારી સહજ બનવું. જેમ ક્યારેક-ક્યારેક દિલ નથી થતું કે શું સદા એક જ
દિનચર્યામાં ચાલવાનું છે, ચેન્જ (બદલાવ) તો જોઈએ ને? ન ઈચ્છવા છતાં પણ આ સ્થિતિ આવી
જાય છે.
જ્યારે નિરહંકારી બની
જશો તો આકારી અને નિરાકારી સ્થિતિ થી નીચે આવવાનું દિલ નહીં થાય. એમાં જ લવલીન (પ્રેમ
મગ્ન) અનુભવ કરશો કારણ કે તમારી ઓરીજનલ (મૂળ) અનાદિ સ્ટેજ (સ્થિતિ) તો નિરાકારી છે
ને. નિરાકારી આત્માએ આ શરીરમાં પ્રવેશ કર્યો છે. શરીરે આત્મામાં નથી પ્રવેશ કર્યો,
આત્માએ શરીરમાં પ્રવેશ કર્યો. તો અનાદિ ઓરીજનલ સ્વરુપ તો નિરાકારી છે ને કે શરીરધારી
છે? શરીરનો આધાર લીધો પરંતુ લીધો કોણે? આપ આત્મા એ, નિરાકારે સાકાર શરીર નો આધાર
લીધો. તો ઓરીજનલ શું થયું, આત્મા કે શરીર? આત્મા. આ પાક્કું છે? તો ઓરીજનલ સ્થિતિમાં
સ્થિત થવાનું સહજ કે આધાર લેવા વાળી સ્થિતિ માં સહજ?
અહંકાર આવવાનો દરવાજો
એક શબ્દ છે, તે કયો? ‘હું’. તો આ અભ્યાસ કરો જ્યારે પણ ‘હું’ શબ્દ આવે છે તો ઓરીજનલ
સ્વરુપ સામે લાવો ‘હું’ કોણ? હું આત્મા કે ફલાણા ફલાણી? બીજાઓને જ્ઞાન આપો છો ને
‘હું’ શબ્દ જ ઉડાવવા વાળો છે, ‘હું’ શબ્દ જ નીચે લઈ આવવા વાળો છે. ‘હું’ કહેવાથી
ઓરીજનલ નિરાકાર સ્વરુપ યાદ આવી જાય, આ નેચરલ થઈ જાય, તો આ પહેલો પાઠ સહજ છે ને. તો
આને જ ચેક કરો, આદત પાડો ‘હું’ વિચાર્યુ અને નિરાકારી સ્વરુપ સ્મૃતિમાં આવી જાય.
કેટલી વાર ‘હું’ શબ્દ કહો છો! મેં આ કહ્યું, ‘હું’ આ કરીશ, ‘હું’ આ વિચારું છું…
અનેકવાર ‘હું’ શબ્દ યુઝ (ઉપયોગ) કરો છો. તો સહજ વિધિ આ છે નિરાકારી તથા આકારી બનવાની
કે જ્યારે પણ ‘હું’ શબ્દ યુઝ કરો, તરત પોતાનું નિરાકારી ઓરીજનલ સ્વરુપ સામે આવે. આ
મુશ્કેલ છે કે સહજ છે? પછી તો લક્ષ અને લક્ષણ સમાન થયેલ જ છે. ફક્ત આ યુક્તિ
નિરહંકારી બનાવવાનું સહજ સાધન અપનાવીને જુઓ. આ દેહભાન નું ‘હું’ સમાપ્ત થઈ જાય.
કારણ કે ‘હું’ શબ્દ જ દેહ-અહંકાર માં લાવે છે અને જો હું નિરાકારી આત્મા સ્વરુપ છું
- આ સ્મૃતિ માં લાવશો તો આ ‘હું’ શબ્દ જ દેહ-ભાન થી પરે લઈ જશે. ઠીક છે ને. આખાં
દિવસમાં ૨૫-૩૦ વાર તો જરુર કહેતા હશો. બોલતા નથી તો વિચારતા તો હશો ‘હું’ આ કરીશ,
મારે આ કરવું છે…. પ્લાન પણ બનાવો છો તો વિચારો છો ને. તો આટલી વાર નો અભ્યાસ, આત્મા
સ્વરુપ ની સ્મૃતિ શું બનાવી દેશે? નિરાકારી. નિરાકારી બની, આકારી ફરિશ્તા બની કાર્ય
કર્યુ અને પછી નિરાકારી! કર્મ-સંબંધ નાં સ્વરુપ થી સંબંધ માં આવો, સંબંધ ને બંધન
માં નહીં લાવો. દેહ અભિમાન માં આવવું અર્થાત્ કર્મ-બંધન માં આવવું. દેહ સંબંધ માં
આવવું અર્થાત્ કર્મ-સંબંધ માં આવવું. બંનેમાં અંતર છે. દેહનો આધાર લેવો અને દેહ ને
વશ થવું બંનેમાં અંતર છે. ફરિશ્તા તથા નિરાકારી આત્મા દેહનો આધાર લઈને દેહનાં બંધનમાં
નહીં આવે, સંબંધ રાખશે પરંતુ બંધન માં નહીં આવે. તો બાપદાદા પછી આ જ વર્ષમાં રીઝલ્ટ
(પરીણામ) જોશે કે નિરહંકારી, આકારી ફરિશ્તા અને નિરાકારી સ્થિતિ માં લક્ષ અને લક્ષણ
કેટલાં સમાન થયાં?
મહાનતા ની નિશાની છે
નિર્માણતા. જેટલાં નિર્માણ એટલાં બધાનાં દિલ માં મહાન સ્વતઃજ બનશો. વગર નિર્માણતા
નાં સર્વનાં માસ્ટર સુખદાતા બની નથી શકતાં. નિર્માણતા નિરહંકારી સહજ બનાવે છે.
નિર્માણતા નું બીજ મહાનતા નું ફળ સ્વતઃજ પ્રાપ્ત કરાવે છે. નિર્માણતા બધાનાં દિલમાં
દુવાઓ પ્રાપ્ત કરાવવાનું સહજ સાધન છે. નિર્માણતા બધાનાં મન માં નિર્માણ આત્માનાં
પ્રતિ સહજ પ્રેમ નું સ્થાન બનાવી દે છે. નિર્માણતા મહિમા યોગ્ય સ્વતઃજ બનાવે છે. તો
નિરહંકારી બનવાની વિશેષ નિશાની છે - નિર્માણતા. વૃત્તિમાં પણ નિર્માણતા, દૃષ્ટિમાં
પણ નિર્માણતા, વાણીમાં પણ નિર્માણતા સંબંધ-સંપર્કમાં પણ નિર્માણતા. એવું નહીં કે
મારી વૃતિ માં નહોતું પરંતુ બોલ નીકળી ગયાં. ના. જે વૃત્તિ હશે તે દૃષ્ટિ હશે, જે
દૃષ્ટિ હશે તે વાણી હશે, જે વાણી હશે તે જ સંબંધ સંપર્ક માં આવશે. ચારેયમાં જ જોઈએ.
ત્રણ માં છે, એકમાં નથી તો પણ અહંકાર આવવાનું માર્જિન છે. આને કહેવાય છે ફરિશ્તા.
તો સમજ્યાં, બાપદાદા શું ઈચ્છે છે અને તમે શું ઈચ્છો છો? ‘ઈચ્છા’ બંનેની એક છે, હવે
‘કરવાનું’ પણ એક કરો. અચ્છા!
આગળ સેવા નાં નવાં-નવાં
પ્લાન શું બનાવશો? થોડા બનાવ્યાં છે, થોડા બનાવશો. ભલે આ વર્ષે, કે આગળનાં વર્ષે
જેમ બીજા પ્લાન વિચારો છો કે ભાષણ પણ કરીશું, સંબંધ-સંપર્ક પણ વધારીશું, મોટાં
કાર્યક્રમ પણ કરીશું, નાનાં કાર્યક્રમ પણ કરીશું આ તો વિચારો જ છો પરંતુ વર્તમાન
સમય ની ગતિ પ્રમાણે હવે સેવાની પણ ફાસ્ટ (તીવ્ર) ગતિ જોઈએ. તે કેવી રીતે થશે? વાણી
દ્વારા, સંબંધ-સંપર્ક દ્વારા તો સેવા કરી જ રહ્યાં છો, મન્સા-સેવા પણ કરો છો પરંતુ
હવે જોઈએ થોડા સમય માં સેવાની સફળતા વધારે થાય. સફળતા અર્થાત્ રીઝલ્ટ. એની વિધિ છે
કે વાણીની સાથે-સાથે પહેલાં પોતાની સ્થિતિ અને સ્થાન નાં વાઇબ્રેશન પાવરફુલ (શક્તિવાળી
પ્રકંપન) બનાવો. જેમકે તમારા જડચિત્ર શું સેવા કરી રહ્યાં છે? વાઇબ્રેશન દ્વારા
કેટલાં ભક્તોને પ્રસન્ન કરે છે! ડબલ વિદેશીઓએ મંદિર જોયા છે? તમારા જ તો મંદિર છે
ને! કે ફક્ત ભારતવાળા નાં મંદિર છે? તમારા ચિત્ર સેવા કરી રહ્યાં છે ને! તો વાણી
દ્વારા ભલે કરો પરંતુ હવે એવું પ્લાનિંગ કરો, વાણીની સાથે-સાથે વાયબ્રેશન ની એવી
વિધિ બનાવો જે વાણી અને વાઇબ્રેશન ડબલ કામ કરે. વાઇબ્રેશન લાંબોકાળ (લાંબો સમય) રહે
છે. વાણી થી સાંભળેલું ક્યારેક-ક્યારેક ઘણાઓને ભુલાઈ પણ જાય છે પરંતુ વાઇબ્રેશન ની
છાપ વધારે સમય ચાલે છે. જેમ તમે લોકો પોતાનાં જીવનમાં અનુભવો છો કે કોઈનાં ઉલ્ટા
વાઇબ્રેશન જો તમારા મનમાં કે બુદ્ધિમાં બેસી જાય છે, તો ઉલ્ટું કેટલો સમય ચાલે છે!
વાઇબ્રેશન અંદર બેસી જાય છે ને. અને બોલ તો એ સમયે ભુલાઈ જશે પરંતુ વાઇબ્રેશન નાં
રુપમાં મન અને બુદ્ધિ માં છાપ લાગી (પડી) જાય છે. અને કેટલો સમય એ જ વાઇબ્રેશન ને
વશ, એ વ્યક્તિ સાથે વ્યવહાર માં આવો છો? ભલે ઉલ્ટા હોય, કે સુલ્ટા હોય પરંતુ
વાઇબ્રેશન મુશ્કેલ થી ખતમ થાય છે.
પરંતુ આ રુહાની
વાઇબ્રેશન ફેલાવવા માટે પહેલાં પોતાનાં મનમાં, બુદ્ધિમાં વ્યર્થ વાઇબ્રેશન સમાપ્ત
કરશો ત્યારે રુહાની વાઇબ્રેશન ફેલાવી શકશો. કોઈનાં પણ પ્રતિ જો વ્યર્થ વાઇબ્રેશન
ધારણ કરેલા છે તો રુહાની વાયબ્રેશન નહીં ફેલાવી શકો. વ્યર્થ વાયબ્રેશન રુહાની
વાયબ્રેશન ની આગળ એક દિવાલ બની જાય છે. ભલે સૂર્ય કેટલો પણ પ્રકાશમય હોય, જો સામે
દીવાલ આવી ગઈ, વાદળ આવી ગયાં તો સૂર્ય નાં પ્રકાશ ને પ્રજ્વલિત થવા નથી દેતાં. જે
પાક્કા વાઇબ્રેશન છે તે છે દિવાલ અને જે હળવા વાઇબ્રેશન છે તે છે હળવા વાદળો અથવા
કાળા વાદળ. તે રુહાની વાઇબ્રેશન ને આત્માઓ સુધી પહોંચવા નહીં દે. જેમ સાગરમાં કોઈ
જાળ નાખીને અનેક વસ્તુઓને એક જ વાર ભેગી કરી દે છે કે ક્યાંય પણ પોતાની જાળ ફેલાવીને
એક સમય પર અનેકો ને પોતાનાં બનાવી લે છે, તો વાઇબ્રેશન એક જ સમય પર અનેક આત્માઓને
આકર્ષિત કરી શકે છે. વાઇબ્રેશન વાયુમંડળ બનાવે છે. તો આગળની સેવામાં વૃત્તિ દ્વારા
રુહાની વાઇબ્રેશન ની સાથે-સાથે સેવા કરો, ત્યારે ફાસ્ટ થશે. વાઇબ્રેશન અને વાયુમંડળ
ની સાથે-સાથે વાણી ની પણ સેવા કરશો તો એક જ સમય પર અનેક આત્માઓ નું કલ્યાણ કરી શકો
છો.
બાકી કાર્યક્રમ માટે
આગળ પણ બનેલાં સ્ટેજ નો પ્રયોગ હજી વધારો, તેને હજું વધારો. સંપર્ક વાળા દ્વારા આ
સહયોગ લઈને આ સેવાની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો. સહયોગીઓ નો સહયોગ કોઈપણ વિધિ થી
વધારતા ચાલો તો સ્વતઃજ સેવામાં સહયોગી બનવાથી સહજયોગી બની જશે. ઘણાં એવાં આત્માઓ
હોય છે જે સીધા સહજયોગી નહીં બને પરંતુ સહયોગ લેતા જાઓ, સહયોગી બનાવતા જાઓ. તો
સહયોગ માં આગળ વધતા-વધતા સહયોગ એમને યોગી બનાવી દે છે. તો સહયોગી આત્માઓ ને વધારે
સ્ટેજ પર લાવો, એમનો સહયોગ સફળ કરો. સમજ્યાં, શું કરવાનું છે? કોઈ એક આત્મા પણ
સહયોગી બને છે તો તે આત્મા પ્રેક્ટિકલ માં (ખરેખર) સહયોગ લેવાથી, આપવાથી, પ્રત્યક્ષ
દુવાઓથી સહજ આગળ વધે છે અને અનેકોની સેવા નાં નિમિત્ત બને છે.
સાથે-સાથે વર્ષમાં
માસ મુકરર (નિશ્ચિત) કરો થોડા માસ વિશેષ સ્વયં નાં પુરુષાર્થ તથા શ્રેષ્ઠ સ્થિતિ
ધારણ કરવાના અભ્યાસને, જેને તમે તપસ્યા, રિટ્રિટ કે ભઠ્ઠીઓ કહો છો. દરેક દેશનાં
પ્રમાણે બે-બે માસ નક્કી કરો, જેવી સીઝન હોય. બે માસ તપસ્યા નાં, બે માસ નાની-નાની
સેવાઓનાં, બે માસ મોટાં રુપ ની સેવાઓનાં એમ નક્કી કરો. એવું નહીં કે ૧૨ માસ સેવામાં
એટલાં વ્યસ્ત થઈ જાઓ જે સ્વયં ની પ્રગતિ માટે સમય ઓછો મળે. જેમ દેશની સિઝન હોય, કોઈ
સમય એવો હોય છે જેમાં બહારની સેવા નથી કરી શકતાં, તે સમય પોતાનાં પ્રગતિ પ્રતિ
વિશેષ રુપ થી રાખો. આખું વર્ષ સેવા ન કરો આ પણ નથી થઈ શકતું, આખું વર્ષ ફક્ત તપસ્યા
કરો આ પણ નથી થઈ શકતું, એટલે બંને ને સાથે-સાથે લક્ષ માં રાખતા પોતાનાં સ્થાન
પ્રમાણે નિશ્ચિત કરો જેમાં સેવા અને સ્વની પ્રગતિ બંને સાથે-સાથે ચાલે.
સારું. આ વર્ષ ની
સીઝન ની સમાપ્તિ છે. સમાપ્તિ માં શું કરાય છે? સમાપ્તિ માં એક તો સમારોહ કરાય છે અને
બીજું આધ્યાત્મિક વાતો માં સ્વાહા કરાય છે. તો હવે સ્વાહા શું કરશો? એક વાત વિશેષ
મન-બુદ્ધિ થી સ્વાહા કરો, વાણીથી નહીં, ફક્ત ભણી લીધું એમ નહીં, મન બુદ્ધિ થી સ્વાહા
કરો. પછી જુઓ, સ્વ અને સેવામાં તીવ્રગતિ કેવી રીતે થાય છે! તો આજ ની લહેર છે કોઈપણ
આત્મા પ્રતિ વ્યર્થ વાઇબ્રેશન ને સ્વાહા કરો. સ્વાહા કરી શકો છો? કે થોડું-થોડું
રહેશે? એવું નહીં સમજો કે આ છે જ એવાં તો વાઇબ્રેશન તો રહેશે ને! કેવાં પણ હોય પરંતુ
તમે નેગેટિવ વાઇબ્રેશન (નકારાત્મક પ્રકંપન) ને બદલી પોઝિટિવ વાઇબ્રેશન (સકારાત્મક
પ્રકંપન) રાખશો તો તે આત્મા પણ નેગેટીવ થી પોઝિટિવ માં આવી જશે, આવવાનું જ છે કારણ
કે જ્યાં સુધી આ વ્યર્થ વાઇબ્રેશન મન-બુદ્ધિમાં છે, તો ફાસ્ટ ગતિની સેવા થઈ નથી શકતી.
વૃત્તિ દ્વારા રુહાની
વાઇબ્રેશન ફેલાવવાનાં છે. વૃત્તિ છે રોકેટ, જે અહીં બેઠા-બેઠા જ્યાં પણ ઈચ્છો, જેટલું
પણ પાવરફુલ (શક્તિશાળી) પરિવર્તન કરવા ઈચ્છો તે કરી શકો છો. આ રુહાની રોકેટ છે. જ્યાં
સુધી જેટલાં ને પહોંચાડવા ઈચ્છો, એટલી પાવરફુલ વૃત્તિથી વાઇબ્રેશન, વાઇબ્રેશન થી
વાયુમંડળ બનાવી શકો છો. ભલે તેઓ હકીકત માં ખોટાં પણ હોય પરંતુ તમે એમનું ખોટું ધારણ
નહીં કરો. ખોટાં ને તમે કેમ ધારણ કરો છો? આ શ્રીમત છે શું? સમજવું અલગ વસ્તુ છે.
નોલેજફુલ (સમજદાર) ભલે બનો પરંતુ નોલેજફુલ ની સાથે-સાથે પાવરફુલ બનીને એને સમાપ્ત
કરી દો. સમજવું અલગ વસ્તુ છે, સમાવવું અલગ વસ્તુ છે, સમાપ્ત કરવું બીજી અલગ વસ્તુ
છે. ભલે સમજો છો આ ખોટું છે, આ સાચ્ચુ છે, આ આવાં છે. પરંતુ અંદર તે સમાવો નહીં.
સમાવતા આવડે છે, સમાપ્ત કરતા નથી આવડતું. જ્ઞાન અર્થાત્ સમજ. પરંતુ સમજદાર એને
કહેવાય છે જેમને સમજતાં પણ આવડે છે અને ખતમ કરતા પણ આવડે છે, પરિવર્તન કરતા પણ આવડે
છે.
આ વર્ષમાં મન અને
બુદ્ધિ ને બિલકુલ વ્યર્થ થી ફ્રી (મુક્ત) કરો. આ જ ફાસ્ટ ગતિ ને સાધારણ ગતિમાં લઈ
આવે છે એટલે આ સમાપ્તિ સમારોહ કરો અર્થાત્ સ્વાહા કરો. બિલકુલ ક્લીન (સ્વચ્છ). કેવાં
પણ છે, પરંતુ ક્ષમા કરો. શુભ ભાવના, શુભકામના ની વૃત્તિ થી શુભ વાઇબ્રેશન ધારણ કરો
કારણ કે લાસ્ટ (અંત) માં આગળ વધતા આ જ વૃત્તિ વાઇબ્રેશન તમારી સેવા વધારશે, ત્યારે
જલ્દી થી જલ્દી ઓછા માં ઓછા ૯ લાખ બનાવી શકશો. સમજ્યાં, શું સ્વાહા કરવાનું છે?
વ્યર્થ વૃત્તિ, વ્યર્થ વાઇબ્રેશન સ્વાહા! પછી જુઓ, નેચરલ યોગી અને નેચરમાં ફરિશ્તા
બનેલા જ છો. આ અનુભવ પર રિટ્રીટ કરો, વર્કશોપ કરો, “કેવી રીતે થશે, નહીં; આવી રીતે
થશે.” અચ્છા!
સદા સ્વયં ને વારંવાર
ઓરીજનલ સ્વરુપ માં ‘હું નિરાકારી છું’ - એવાં નિશ્ચય અને નશા માં ઉડવા વાળા, સદા
નિર્માણતા દ્વારા મહાનતા ની પ્રાપ્તિનાં અનુભવી આત્માઓ, એવા નિર્માણ, સદા મહાન અને
સદા આકારી નિરાકારી સ્થિતિ ને નેચર અને નેચરલ બનાવવા વાળા સર્વશ્રેષ્ઠ આત્માઓ ને
બાપદાદા નાં ખૂબ-ખૂબ યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
આ મરજીવા જીવન
માં સદા સંતુષ્ટ રહેવાવાળા ઈચ્છા માત્રમ્ અવિદ્યા ભવ
આપ બાળકો મરજીવા બન્યાં
જ છો સદા સંતુષ્ટ રહેવા માટે. જ્યાં સંતુષ્ટતા છે ત્યાં સર્વગુણ અને સર્વશક્તિઓ છે
કારણ કે રચયિતા ને પોતાનાં બનાવી લીધાં, તો બાપ મળ્યાં બધુંજ મળ્યું. સર્વ ઈચ્છાઓ
ભેગી કરો એનાંથી પણ પદમગણું વધારે મળ્યું છે. એની આગળ ઈચ્છાઓ એવી છે જેમકે સૂર્યની
આગળ દિપક. ઈચ્છા ઉઠવાની તો વાત જ છોડો પરંતુ ઈચ્છા થાય પણ છે - આ પ્રશ્ન પણ નથી ઉઠી
શકતો. સર્વ પ્રાપ્તિ સંપન્ન છો એટલે ઈચ્છા માત્રમ્ અવિદ્યા, સદા સંતુષ્ટમણિ છો.
સ્લોગન :-
જેનાં સંસ્કાર
ઈઝી (સરળ) છે તે કેવી પણ પરિસ્થિતિ માં સ્વયં ને મોલ્ડ (પરિવર્તન) કરી લેશે.