01-02-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - આ શરીર રુપી વસ્ત્રને અહીંયા જ છોડવાનું છે , એટલે આમાંથી મમત્વ મટાવી દો , કોઈ પણ મિત્ર - સંબંધી યાદ ન આવે

પ્રશ્ન :-
જે બાળકોમાં યોગબળ છે, તેમની નિશાની કઈ હશે?

ઉત્તર :-
તેમને કોઈપણ વાતમાં થોડો પણ ધક્કો નહીં લાગશે, ક્યાંય પણ લગાવ નહીં હશે. સમજો આજે કોઈએ શરીર છોડ્યુ તો દુઃખ ન થઈ શકે, કારણ કે જાણે છે એમનો ડ્રામામાં આટલો જ પાર્ટ હતો. આત્મા એક શરીર છોડી જઈ બીજું શરીર લેશે.

ઓમ શાંતિ!
આ જ્ઞાન બહુજ ગુપ્ત છે, આમાં નમસ્તે પણ નથી કરવું પડતું. દુનિયા માં નમસ્તે અથવા રામ-રામ વગેરે કહે છે. અહીંયા આ બધી વાતો ચાલી ન સકે કારણ કે આ એક ફેમીલી (પરિવાર) છે. ફેમિલીમાં એક-બીજાને નમસ્તે કે ગુડમોર્નિગ કરે - એટલું શોભતું નથી. ઘરમાં તો ખાધું-પીધું ઓફિસમાં ગયાં, પાછાં આવ્યાં, આ ચાલતું રહે છે. નમસ્તે કરવાની દરકાર નથી રહેતી. ગુડમોર્નિગ ની ફેશન પણ યુરોપવાસી થી નીકળી છે. નહીં તો પહેલા કાંઈ ચાલતું ન હતું. કોઈ સત્સંગમાં પરસ્પર મળે છે તો નમસ્તે કરે છે, પગે પડે છે. આ પગે વગેરે પડવું નમ્રતા નાં માટે શીખવાડે છે. અહીંયા તો આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. આત્મા, આત્માને શું કરશે? છતાં પણ કહેવાનું તો હોય છે. જેમ બાબાને કહેશું-બાબા નમસ્તે. હવે બાપ પણ કહે છે-હું સાધારણ બ્રહ્મા તન દ્વારા તમને ભણાવું છું, આમનાં દ્વારા સ્થાપનાં કરાવું છું. કેવી રીતે? તે તો જ્યારે બાપ સમ્મુખ હોય ત્યારે સમજાવે, નહીં તો કોઈ કેવી રીતે સમજે. આ બાપ સમ્મુખ બેસી સમજાવે છે તો બાળકો સમજે છે. બંનેને નમસ્તે કરવું પડે-બાપદાદા નમસ્તે. બહારવાળા જો આ સાંભળે તો મુંઝાશે કે આ શું કહે છે બાપદાદા. બે નામ પણ ઘણાં મનુષ્યનાં હોય છે ને. જેમ લક્ષ્મી-નારાયણ અથવા રાધેકૃષ્ણ.પણ નામ છે. આ તો જેમ સ્ત્રી-પુરુષ ભેગાં થઈ ગયાં. હવે આ તો છે બાપદાદા. આ વાતોને આપ બાળકો જ સમજી શકો છો. જરુર બાપ મોટાં થયાં. તે નામ ભલે બે છે પરંતુ છે તો એકને. પછી બે નામ કેમ રાખી દીધા છે? હવે આપ બાળકો જાણો છો આ ખોટા નામ છે. બાબાને બીજા તો કોઈ ઓળખી ન શકે. તમે કહેશો નમસ્તે બાપદાદા. બાપ પછી કહેશે નમસ્તે શરીરધારી રુહાની બાળકો, પરંતુ આટલું લાંબુ શોભતું નથી. અક્ષર તો સાચાં છે. તમે હમણાં શરીરધારી બાળકો પણ છો તો રુહાની પણ છો. શિવબાબા બધી આત્માઓનાં બાપ છે અને પછી પ્રજાપિતા પણ જરુર છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન ભાઇ-બહેન છે. પ્રવૃત્તિ માર્ગ થઈ જાય છે. તમે છો બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ. બ્રહ્માકુમાર-કુમારીઓ હોવાથી પ્રજાપિતા પણ સિદ્ધ થઈ જાય છે. આમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. બોલો બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ ને બાપ થી વારસો મળે છે. બ્રહ્માથી નથી મળતો, બ્રહ્મા પણ શિવબાબાનાં બાળક છે. સુક્ષ્મવતનવાસી બ્રહ્મા, વિષ્ણુ, શંકર - આ છે રચના. તેમનાં રચયિતા છે શિવ. શિવનાં માટે તો કોઈ કહી ન શકે કે એમનાં રચયિતા કોણ? શિવનાં રચયિતા કોઈ હોતાં નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ છે રચના. તેમની પણ ઉપર છે શિવ, સર્વ આત્માઓનાં બાપ. હવે રચયિતા છે તો પછી પ્રશ્ન ઉઠે છે ક્યારે રચના રચી? ના, આ તો અનાદિ છે. આટલી આત્માઓની ક્યારે રચના રચી? આ પ્રશ્ન ન ઉઠી શકે. આ અનાદિ ડ્રામા ચાલ્યો આવે છે, બેઅંત છે. આનો ક્યારેય અંત નથી થતો. આ વાતો આપ બાળકોમાં પણ નંબરવાર સમજે છે. આ છે ખુબ સહજ. એક બાપનાં સિવાય બીજા કોઈથી લગાવ ન હોય, કોઇ પણ મરે કે જીવે. ગાયન પણ છે અમ્મા મરે તો ભી હલુઆ ખાના.સમજો કોઈપણ મરી જાય છે, ફિકરની વાત નથી કારણ કે આ ડ્રામા અનાદિ બનેલો છે. ડ્રામાનુસાર તેમને આ સમયે જવાનું જ હતું, આમાં કરી જ શું શકાય. જરા પણ દુઃખ થવાની વાત નથી. આ છે યોગબળની અવસ્થા. કાયદો કહે છે જરા પણ ધક્કા ન લાગવો જોઈએ. બધાં એક્ટર્સ છે ને. પોત-પોતાનો પાર્ટ ભજવતાં રહે છે. બાળકોને જ્ઞાન મળેલું છે.

બાપ થી કહે છે-હેં પરમપિતા પરમાત્મા આવીને અમને લઈ જાઓ. આટલાં બધાં શરીરો નો વિનાશ કરાવી બધી આત્માઓને સાથે લઈ જવું, આ તો બહુજ ભારે કામ થયું. અહીંયા કોઈ એક મરે છે તો ૧૨ મહીના રડતાં રહે છે. બાપ તો આટલી બધી અસંખ્ય આત્માઓને લઈ જશે. બધાનાં શરીર અહિયાં છૂટી જશે. બાળકો જાણે છે મહાભારત લડાઈ લાગે છે તો મચ્છરો જેમ જતાં રહે છે. નેચરલ કેલેમીટઝ (કુદરતી આપદાઓ) પણ આવવાની છે. આ આખી દુનિયા બદલાય છે. હમણાં જુઓ ઇંગ્લેન્ડ, રશિયા વગેરે કેટલાં મોટાં-મોટાં છે. સતયુગમાં આ બધાં હતાં શું? દુનિયામાં આ પણ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે આપણા રાજ્યમાં આ કોઈપણ હતાં નહીં. એક જ ધર્મ, એક જ રાજ્ય હતું, તમારામાં પણ નંબરવાર છે જેમની બુદ્ધિમાં સારી રીતે બેસે છે. જો ધારણા હોય તો તે નશો સદેવ ચઢ્યો રહે. નશો કોઈને બહુજ મુશ્કેલથી ચઢ્યો રહે છે. મિત્ર-સંબંધી વગેરે બધાં તરફથી યાદ નીકાળીને એક બેહદની ખુશીમાં રહી જાય, ખુબ કમાલ છે. હાં, આ પણ અંતમાં થશે. અંતમાં જ કર્માતીત અવસ્થાને પામી લે છે. શરીર થી પણ ભાન તૂટી જાય છે. બસ હવે અમે જઈએ છે, આ જેમકે સાધારણ થઇ જશે. જેમ નાટકવાળા પાર્ટ ભજવી પછી જાય છે ઘરે. આ દેહરુપી વસ્ત્ર તો તમારે અહીંયા જે છોડવાનું છે. આ વસ્ત્ર અહીંયા જ લો છો, અહીંયા જ છોડો છો. આ બધી નવી વાતો તમારી બુદ્ધિમાં છે, બીજા કોઈની બુદ્ધિમાં નથી. અલ્ફ અને બે. અલ્ફ છે સૌથી ઉપર માં. કહે પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, શંકર દ્વારા વિનાશ, વિષ્ણુ દ્વારા પાલના. સારુ, બાકી શિવનું કામ શું છે? ઊંચેથી ઊંચા શિવબાબાને કોઈપણ જાણતું નથી. કહી દે છે એ તો સર્વવ્યાપી છે. આ બધાં એમનાં જ રુપ છે. આખી દુનિયાની બુદ્ધિમાં આ પાક્કું થઈ ગયું છે, એટલે બધાં તમોપ્રધાન બન્યાં છે. બાપ કહે છે-આખી દુનિયા દુર્ગતિને પામેલી છે. પછી હું જ આવીને બધાને સદ્દગતિ આપું છું. જો સર્વવ્યાપી છે તો શું બધાં ભગવાન જ ભગવાન છે? એક તરફ કહે છે બધાં ભાઈ-ભાઈ, પછી કહી દે બધાં પિતા, સમજતાં નથી. હવે આપ બાળકોને બેહદનાં બાપ કહે છે, બાળકો, મને યાદ કરો તો તમારાં વિકર્મ વિનાશ થશે. તમારે આ દાદા ને કે મમ્માને પણ યાદ નથી કરવાનાં. બાપ તો કહે છે કે ન મમ્મા, ન બાબા કોઈની મહિમા કાંઈ પણ નથી. શિવબાબા ન હોત તો આ બ્રહ્મા પણ શું કરત? આમને યાદ કરવાથી શું થશે! હાં, તમે જાણો છો આમનાં દ્વારા અમે બાપથી વારસો લઇ રહ્યાં છીએં, આમનાથી નહીં. આ પણ એમનાથી જ વારસો લે છે, તો યાદ એમને કરવાનાં છે. આતો વચમાં દલાલ છે. બાળક અને બાળકીની સગાઈ થાય છે, તો યાદ તો એક-બીજાને કરશે ને. લગ્ન કરાવવા વાળા વચ્ચે દલાલ થયાં. આમનાં દ્વારા બાપ આપ આત્માઓની સગાઈ પોતાની સાથે કરાવે છે એટલે ગાયન પણ છે સદ્દગુરુ મળ્યાં દલાલનાં રુપમાં. સદ્દગુરુ કોઈ દલાલ નથી. સદ્દગુરુ તો નિરાકાર છે. ભલે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, કહે છે પરંતુ તે કોઈ ગુરુ છે નહીં. સદ્દગુરુ એક બાપ જ છે જે સર્વની સદ્દગતિ કરે છે. બાપએ તમને શીખવાડ્યું છે ત્યારે તમે બીજાને પણ રસ્તો બતાવો છો અને બધાને કહો છો કે જોવાં છતાં પણ નહીં જુઓ. બુદ્ધિ શિવબાબા થી જોડાયેલી રહે. આ આંખોથી જે કાંઈ જુઓ છો કબ્રદાખિલ થવાનું છે. યાદ એક બાપને કરવાનાં છે, ન કે આમને. બુદ્ધિ કહે છે આમનાથી થોડી વારસો મળશે. વારસો તો બાપ થી મળવાનો છે. જવાનું પણ બાપ ની પાસે છે. વિદ્યાર્થી, વિદ્યાર્થીને થોડી યાદ કરશે. વિદ્યાર્થીતો શિક્ષકને યાદ કરશે ને. સ્કૂલમાં જે હોશિયાર બાળકો હોય છે તે પછી બીજાને પણ ઉઠાવવાની કોશિશ કરે છે. બાપ પણ કહે છે એક-બીજાને ઊંચા ઉઠાવવાની કોશિશ કરો પરંતુ તકદીરમાં નથી તો પુરુષાર્થ પણ નથી કરતાં. થોડામાં જ રાજી થઇ જાય છે. સમજાવવું જોઈએ પ્રદર્શનની માં અનેક આવે છે, અનેકોને સમજાવવાથી ઉન્નતિ બહુ જ થાય છે. નિમંત્રણ આપીને મંગાવે છે. તો મોટાં-મોટાં સમજદાર વ્યક્તિઓ આવે છે. વગર નિમંત્રણ થી તો અનેક પ્રકારનાં લોકો આવી જાય છે. શું-શું ઉલટુ-સુલ્ટુ બોલતાં રહે છે. રોયલ મનુષ્યોની ચાલ-ચલન પણ રોયલ હોય છે. રોયલ વ્યક્તિ રોયલ્ટી થી અંદર આવશે. ચલનમાં પણ બહુજ ફરક હોય છે. તેમનાંમાં ચાલવાની, બોલવાની કોઈ સભ્યતા નથી હોતી. મેળામાં તો બધાં પ્રકારનાં આવી જાય છે. કોઈને મનાઈ નથી કરતાં એટલે ક્યાંય પણ પ્રદર્શનીમાં નિમંત્રણ કાર્ડ પર મંગાવશો તો રોયલ સારા-સારા લોકો આવશે. પછી તે બીજાઓને પણ જઈને સંભળાવશે. ક્યારેક ફીમેલ્સ (સ્ત્રીઓ) નો પ્રોગ્રામ રાખો તો ફક્ત ફીમેલ્સ (સ્ત્રીઓ) જ આવીને જુએ કારણકે ક્યાંક-ક્યાંક ફીમેલ્સ બહુજ પર્દે નશીન (પડદામાં) હોય છે. તો ફક્ત ફીમેલ્સનો જ પ્રોગ્રામ થાય. મેલ (પુરુષ) કોઈ પણ ન આવે. બાબા એ સમજાવ્યું છે પહેલાં-પહેલાં તમારે આ સમજાવવાનું છે કે શિવબાબા નિરાકાર છે. શિવબાબા અને પ્રજાપિતા બ્રહ્મા બંને બાબા થયાં. બંને એકરસ તો હોઈ ન શકે, જો બંને બાબા થી વારસો મળે. વારસો દાદાનો કે બાપનો મળશે. દાદાની મિલકત પર હક લાગે છે. ભલે કેવો પણ કપૂત બાળક હશે તો પણ દાદાનો વારસો મળી જશે. આ અહીંયા નો કાયદો છે. સમજે પણ છે આમને પૈસા મળવાથી એક વર્ષની અંદર ઉડાવી દેશે. પરંતુ ગવર્મેન્ટ (સરકાર) નો કાયદો એવો છે જે આપવું પડે છે. ગવર્મેન્ટ કાંઈ કરી નથી સકતી. બાબા તો અનુભવી છે. એક રાજાનો બાળક હતો, એક કરોડ રુપિયા ૧૨ મહિનામાં ખતમ કરી દીધાં. આવાં પણ હોય છે. શિવબાબા તો નહીં કહેશે કે મેં જોયું છે. આ (દાદા) કહે છે મેં બહુજ એવાં ઉદાહરણ જોયાં છે. આ દુનિયા તો બહુજ ગંદી છે. આ છે જ જૂની દુનિયા, જુનું ઘર. જૂનાં ઘરને હંમેશા તોડવાનું હોય છે. આ લક્ષ્મી-નારાયણનાં રાજાઈ ઘર જુઓ કેવાં ફર્સ્ટ ક્લાસ (સરસ) છે.

હવે તમે બાપ દ્વારા સમજી રહ્યાં છો અને તમે પણ નર થી નારાયણ બનો છો. આ છે જ સત્યનારાયણ ની કથા. આ પણ આપ બાળકો જ સમજો છો. તમારામાં પણ પુરા ફ્લાવર્સ (ફૂલ) હજી બન્યાં નથી, આમાં રોયલ્ટી બહુજ સારી જોઈએ. તમે ઉન્નતિને દિવસ-પ્રતિદિવસ પામતા રહો છો. ફ્લાવર્સ (ફૂલ) બનતાં જાઓ છો.

આપ બાળકો પ્રેમથી કહો છો બાપદાદા. આ પણ તમારી નવી ભાષા છે, જે મનુષ્યોનાં સમજમાં નથી આવી સકતી. સમજો બાબા ક્યાંય પણ જાય તો બાળકો કહેશે બાપદાદા નમસ્તે. બાપ રેસપોન્ડ (પ્રતિઉત્તર) દેશે રુહાની શરીરધારી બાળકોને નમસ્તે. એવું કહેવું પડે ને. કોઈ સાંભળશે તો કહેશે આ તો કોઈ નવી વાત છે, બાપદાદા સાથે કેવી રીતે કહે છે. બાપ અને દાદા બંને એક ક્યારેય હોય છે શું? નામ પણ બંનેનાં અલગ છે. શિવબાબા, બ્રહ્મા દાદા, તમે આ બંનેનાં બાળકો છો. તમે જાણો છો આમની અંદર શિવબાબા બેઠાં છે. અમે બાપદાદાનાં બાળકો છીએ. આ પણ બુદ્ધિમાં યાદ રહે તો ખુશીનો પારો ચઢ્યો રહે અને ડ્રામા પર પણ પાક્કું રહેવાનું છે. સમજો કોઈએ શરીર છોડ્યું, જઈને બીજો પાર્ટ ભજવશે. દરેક આત્માને અવિનાશી પાર્ટ મળેલો છે, આમાં કાંઈ પણ ખ્યાલ કરવાની દરકાર નથી. એમને બીજો પાર્ટ જઈને ભજવવાનો છે. પાછાં તો બોલાવી ન શકાય. ડ્રામા છે ને. આમાં રડવાની કોઈ વાત નથી. આવી અવસ્થા વાળા જ નિર્મોહી રાજા જઈને બને છે. સતયુગમાં બધાં નિર્મોહી હોય છે. અહીંયા કોઈ મરે છે તો કેટલું રડે છે. બાપને પામી લીધા તો પછી રડવાની દરકાર જ નથી. બાબા કેટલો સરસ રસ્તો બતાવે છે. કન્યાઓનાં માટે તો બહુજ સરસ છે. બાપ ફાલતુ પૈસા ખર્ચ કરે અને તમે જઈને નરકમાં પડો. એનાથી તો બોલો અમે આ પૈસાથી રુહાની યુનિવર્સિટી સાથે હોસ્પિટલ ખોલશું. અનેકોનું કલ્યાણ કરશું તો તમારું પણ પુણ્ય, અમારું પણ પુણ્ય થઇ જશે. બાળકો સ્વયં પણ ઉત્સાહમાં રહેવાવાળા હોય કે અમે ભારતને સ્વર્ગ બનાવવાનાં માટે તન-મન-ધન બધું ખર્ચ કરશું. આટલો નશો રહેવો જોઈએ. દેવું હોય તો દો, ન દેવું હોય તો નહીં દો. તમે પોતાનું કલ્યાણ અને અનેકોનું કલ્યાણ કરવા નથી ઇચ્છતાં? એટલી મસ્તી (ખુશી) હોવી જોઈએ. ખાસ કુમારીઓ એ તો બહુજ ઉભા થવું જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયંની ચાલ ચલન બહુજ રોયલ રાખવાની છે. બહુજ ફઝીલત (સભ્યતા) થી વાતચીત કરવાની છે. નમ્રતાનો ગુણ ધારણ કરવાનો છે.

2. આ આંખોથી જે કાંઈ દેખાય છે - આ બધું કબ્રદાખિલ થવાનું છે એટલે આને જોતાં પણ નથી જોવાનું. એક શિવબાબા ને જ યાદ કરવાનાં છે. કોઈ દેહધારી ને નહીં.

વરદાન :-
વિશેષતા રુપી સંજીવની બૂટી દ્વારા મૂર્છિતને સુરજીત કરવાવાળા વિશેષ આત્મા ભવ

દરેક આત્મા ને શ્રેષ્ઠ સ્મૃતિની, વિશેષતાઓની સ્મૃતિ રુપી સંજીવની બૂટી ખવડાવો તો તે મૂર્છિત થી સુરજીત થઇ જશે. વિશેષતાઓનાં સ્વરુપ નો દર્પણ તેમની સામે રાખો. બીજાઓને સ્મૃતિ આપાવવા થી તમે વિશેષ આત્મા બની જ જશો. જો તમે કોઈને કમજોરી સંભળાવશો તો તે છુપાવશે, ટાળી દેશે તમે વિશેષતા સંભળાવો તો સ્વયં જ પોતાની કમજોરી સ્પષ્ટ અનુભવ કરશે. આ જ સંજીવની બૂટી થી મૂર્છિતને સુરજીત કરી ઉડતાં ચાલો અને ઉડાવતાં ચાલો.

સ્લોગન :-
નામ-માન-શાન કે સાધનો નો સંકલ્પમાં પણ ત્યાગ જ મહાન ત્યાગ છે.