01-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - ગરીબ નિવાઝ બાપ તમને કોડી થી હીરા જેવાં બનાવવા આવ્યાં છે તો તમે સદા એમની શ્રીમત પર ચાલો

પ્રશ્ન :-
પહેલાં-પહેલાં તમારે બધાં ને કયું એક ગુહ્ય રહસ્ય સમજાવવું જોઈએ?

ઉત્તર :-
બાપ-દાદા નું. તમે જાણો છો અહીંયા આપણે બાપદાદા ની પાસે આવ્યાં છીએ. આ બંને સાથે છે. શિવની આત્મા પણ આમનામાં છે, બ્રહ્માની આત્મા પણ છે. એક આત્મા છે, બીજી પરમ આત્મા. તો પહેલાં-પહેલાં આ ગુહ્ય રહસ્ય બધાં ને સમજાવો કે આ બાપદાદા સાથે છે. આ (દાદા) ભગવાન નથી. મનુષ્ય ભગવાન હોતા નથી. ભગવાન કહેવાય છે નિરાકાર ને. એ બાપ છે શાંતિધામ માં રહેવા વાળા.

ગીત :-
આખિર વાહ દિન આયા આજ

ઓમ શાંતિ!
બાપ, દાદા દ્વારા અર્થાંત્ શિવબાબા બ્રહ્મા દાદા દ્વારા સમજાવે છે, આ પાક્કું કરી લો. લૌકિક સંબંધ માં બાપ અલગ, દાદા અલગ હોય છે. બાપ થી દાદા નો વારસો મળે છે. કહે છે દાદા નો વારસો લઈએ છીએ. એ છે ગરીબ નિવાઝ. ગરીબ નિવાઝ એમને કહેવાય છે જે આવીને ગરીબ ને સિરતાજ (તાજધારી) બનાવે. તો પહેલાં-પહેલાં પાક્કો નિશ્ચય હોવો જોઈએ કે આ કોણ છે? જોવામાં તો સાકાર મનુષ્ય છે, આમને આ બધાં બ્રહ્મા કહે છે. તમે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છો. જાણો છો આપણ ને વારસો શિવબાબા થી મળે છે. જે સર્વ નાં બાપ આવ્યાં છે વારસો આપવા માટે. બાપ વારસો આપે છે સુખ નો. પછી અડધાકલ્પ બાદ રાવણ દુઃખ નો શ્રાપ આપે છે. ભક્તિમાર્ગ માં ભગવાન ને શોધવા માટે ધક્કા ખાય છે. કોઈને પણ મળતાં નથી. ભારતવાસી ગાએ છે તુમ માત-પિતા... પછી કહે છે તમે જ્યારે આવશો તો અમારા એક જ આપ હશો, બીજું ન કોઈ. બીજા કોઈની સાથે અમે મમત્વ નહીં રાખીશું. અમારા તો એક શિવ બાબા. તમે જાણો છો આ બાપ છે ગરીબ નિવાઝ. ગરીબ ને સાહૂકાર બનાવવા વાળા, કોડી ને હીરાતુલ્ય બનાવે છે અર્થાંત્ કળયુગી પતિત કંગાળ થી સતયુગી સિરતાજ બનાવવા માટે બાપ આવ્યાં છે. આપ બાળકો જાણો છો અહીંયા આપણે બાપદાદા ની પાસે આવ્યાં છીએ. આ બંને સાથે છે. શિવ ની આત્મા પણ આમાં છે, બ્રહ્મા ની આત્મા પણ છે, બંને થયાં ને. એક આત્મા છે, બીજા પરમ આત્મા. તમે બધાં છો આત્માઓ. ગવાય છે આત્માઓ પરમાત્મા અલગ રહે બહુકાળ.. પહેલાં નંબર માં મળવા વાળી છો આપ આત્માઓ અર્થાત્ જે આત્માઓ છે તે પરમાત્મા બાપ થી મળે છે, જેમનાં માટે જ પોકારે છે ઓ ગોડ ફાધર. તમે એમનાં બાળકો થયાં. ફાધર થી જરુર વારસો મળે છે. બાપ કહે છે ભારત જે સિરતાજ હતો તે હમણાં કેટલો કંગાળ બન્યો છે. હવે હું ફરી આપ બાળકોને સિરતાજ બનાવવાં આવ્યો છું. તમે ડબલ સિરતાજ બનો છો. એક તાજ હોય છે પવિત્રતા નો, તેમાં લાઈટ આપો છો. બીજો છે રતન જડિત તાજ. તો પહેલાં-પહેલાં આ ગુહ્ય રહસ્ય બધાને સમજાવવાનું છે કે આ બાપદાદા સાથે છે. આ ભગવાન નથી. મનુષ્ય ભગવાન હોતા નથી. ભગવાન કહેવાય છે નિરાકાર ને. એ બાપ છે શાંતિધામ માં રહેવા વાળા. જ્યાં તમે બધી આત્માઓ રહો છો, જેને નિર્વાણધામ અથવા વાનપ્રસ્થ કહેવાય છે પછી આપ આત્માઓએ શરીર ધારણ કરી અહીંયા પાર્ટ ભજવવાનો હોય છે. અડધોકલ્પ સુખનો પાર્ટ, અડધોકલ્પ છે દુઃખ નો. જ્યારે દુઃખ નો અંત થાય છે ત્યારે બાપ કહે છે હું આવું છું. આ ડ્રામા બનેલો છે. આપ બાળકો અહીંયા આવો છો ભઠ્ઠીમાં. અહીંયા બીજું કંઈ બહારનું યાદ ન આવવું જોઈએ. અહીંયા છે જ માત-પિતા અને બાળકો. અને અહીંયા શૂદ્ર સંપ્રદાય છે નહીં. જે બ્રાહ્મણ નથી તેમને શૂદ્ર કહેવાય છે. તેમનો સંગ તો અહીંયા છે જ નહીં. અહીંયા છે જ બ્રાહ્મણો નો સંગ. બ્રાહ્મણ બાળકો જાણે છે કે શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને નર્ક થી સ્વર્ગ ની રાજધાની નાં માલિક બનાવવાં આવ્યાં છે. હમણાં આપણે માલિક નથી કારણકે આપણે પતિત છીએ. આપણે પાવન હતાંં પછી ૮૪ નું ચક્ર લગાવી સતો-રજો-તમો માં આવ્યાં છીએ. સીડી માં ૮૪ જન્મો નો હિસાબ લખેલો છે. બાપ બેસી ને બાળકોને સમજાવે છે. જે બાળકો થી પહેલાં-પહેલાં મળે છે પછી તેમને જ પહેલાં-પહેલાં સતયુગ માં આવવાનું છે. તમે ૮૪ જન્મ લીધાં છે. રચતા અને રચના નું પૂરું નોલેજ એક બાપની પાસે જ છે. એ જ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. જરુર બીજ માં જ નોલેજ હશે કે આ ઝાડ ની કેવી રીતે ઉત્પત્તિ, પાલના અને વિનાશ થાય છે. આ તો બાપ જ સમજાવે છે. તમે હવે જાણો છો આપણે ભારતવાસી ગરીબ છીએ. જ્યારે દેવી-દેવતા હતાં તો કેટલાં સાહૂકાર હતાં. હીરાઓથી રમતા હતાં. હીરા નાં મહેલો માં રહેતાં હતાં. હવે બાપ સ્મૃતિ અપાવે છે કે તમે કેવી રીતે ૮૪ જન્મ લો છો. બોલાવે પણ છે - હેં પતિત-પાવન, ગરીબ-નિવાઝ બાબા આવો. અમને ગરીબોને સ્વર્ગનાં માલિક ફરી થી બનાવો. સ્વર્ગ માં સુખ ઘનેરા (ભરપુર) હતાં, હવે દુઃખ ઘનેરા છે. બાળકો જાણે છે આ સમયે બધાં પૂરા પતિત બની ગયાં છે. હમણાં કળયુગ નો અંત છે ફરી સતયુગ જોઈએ. પહેલાં ભારત માં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, હવે તે પ્રાય:લોપ થઇ ગયો છે અને બધાં પોતાને હિન્દુ કહે છે. આ સમયે ક્રિશ્ચિયન ઘણાં થઈ ગયાં છે કારણ કે હિન્દુ ધર્મ વાળા ઘણાં કન્વર્ટ (બદલી) થઈ ગયાં છે. આપ દેવી-દેવતાઓનાં અસલી કર્મ શ્રેષ્ઠ હતાં. તમે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ વાળા હતાં. હવે રાવણ રાજ્ય માં પતિત પ્રવૃત્તિ માર્ગવાળા બની ગયાં છો, એટલે દુઃખી છો. સતયુગ ને કહેવાય છે શિવાલય. શિવબાબા નું સ્થાપન કરેલું સ્વર્ગ. બાપ કહે છે હું આવીને આપ બાળકોને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવી તમને સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની નો વારસો આપું છું. આ બાપદાદા છે, આમને ભૂલો નહીં. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણ ને સ્વર્ગનાં લાયક બનાવી રહ્યાં છે કારણ કે પતિત આત્મા તો મુક્તિધામ માં જઈ ન શકે, જ્યાં સુધી પાવન ન બને. હવે બાપ કહે છે હું આવીને તમને પાવન બનવાનો રસ્તો બતાવું છું. હું તમને પદમપતિ સ્વર્ગ નાં માલિક બનાવીને ગયો હતો, બરાબર તમને સ્મૃતિ આવી છે કે અમે સ્વર્ગનાં માલિક હતાંં. તે સમયે આપણે ખુબ થોડાં હતાં. હમણાં તો કેટલાં બધાં મનુષ્ય છે. સતયુગ માં ૯ લાખ હોય છે, તો બાપ કહે છે હું આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના, શંકર દ્વારા વિનાશ કરાવી આપું છું. તૈયારી બધી કરી રહ્યાં છે, કલ્પ પહેલાં માફક. કેટલાં બોમ્બસ બનાવે છે. ૫ હજાર વર્ષ પહેલાંં પણ આ મહાભારત લડાઈ લાગી હતી. ભગવાન એ આવીને રાજયોગ શીખવાડી મનુષ્ય ને નર થી નારાયણ બનાવ્યાં હતાં. તો જરુર કળયુગી જૂની દુનિયાનો વિનાશ થવો જોઈએ. આખાં ભંભોર ને આગ લાગશે. નહીં તો વિનાશ કેવી રીતે થાય? આજકાલ બોમ્બસ માં આગ પણ ભરે છે. મુશળધાર વરસાદ, અર્થક્વેક્સ (ધરતીકંપ) વગેરે બધું થશે ત્યારે તો વિનાશ થશે. જૂની દુનિયા નો વિનાશ, નવી દુનિયા ની સ્થાપના થાય છે. આ છે સંગમયુગ. રાવણ રાજ્ય મુર્દાબાદ થઈ રામરાજ્ય જિંદાબાદ થાય છે. નવી દુનિયા માં કૃષ્ણનું રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણ નાં બદલે કૃષ્ણ નું નામ લઇ લે છે કારણ કે કૃષ્ણ છે સુંદર, સૌથી પ્રિય બાળક. મનુષ્યો ને તો ખબર નથી ને. કૃષ્ણ અલગ રાજધાની નાં, રાધા અલગ રાજધાની ની હતી. ભારત સિરતાજ હતો. હમણા કંગાળ છે, ફરી બાપ આવીને સિરતાજ બનાવે છે. હવે બાપ કહે છે પવિત્ર બનો અને મામેકમ્ યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો. પછી જે સર્વિસ કરી આપ સમાન બનાવશે, તે ઉંચ પદ પામશે, ડબલ સિરતાજ બનશે. સતયુગ માં રાજા-રાણી અને પ્રજા બધાં પવિત્ર રહે છે. હમણાં તો છે જ પ્રજા નું રાજ્ય. બંને તાજ નથી. બાપ કહે છે જ્યારે આવી હાલત થાય છે ત્યારે હું આવું છું. હમણાં હું આપ બાળકોને રાજયોગ શીખવાડી રહ્યો છું. હું જ પતિત-પાવન છું. હવે તમે મને યાદ કરો તો તમારી આત્માથી ખાદ નીકળી જાય. પછી સતોપ્રધાન બની જશો. હમણાં શ્યામ થી સુંદર બનવાનું છે. સોનામાં ખાદ પડવાથી કાળું થઈ જાય છે તો હવે ખાદ ને નીકાળવાની છે. બેહદ નાં બાપ કહે છે તમે કામ ચિતા પર બેસી કાળા બની ગયાં છો, હવે જ્ઞાન ચિતા પર બેસો અને બધાથી મમત્વ મિટાવી દો. તમે આશિક છો મુજ એક માશૂક નાં. ભગત બધાં ભગવાન ને યાદ કરે છે. સતયુગ-ત્રેતા માં ભક્તિ હોતી નથી. ત્યાં તો છે જ્ઞાન ની પ્રાલબ્ધ. બાપ આવીને જ્ઞાન થી રાત ને દિવસ બનાવે છે. એવું નથી કે શાસ્ત્ર વાંચવાથી દિવસ થઈ જશે. તે છે ભક્તિ ની સામગ્રી. જ્ઞાન સાગર પતિત-પાવન એક જ બાપ છે, એ આવીને સૃષ્ટિ ચક્રનું જ્ઞાન બાળકો ને સમજાવે છે અને યોગ શીખવાડે છે. ઈશ્વર ની સાથે યોગ લગાવવા વાળા યોગ યોગેશ્વર અને પછી બને છે રાજ રાજેશ્વર, રાજ રાજેશ્વરી. તમે ઈશ્વર દ્વારા રાજાઓનાં રાજા બનો છો. જે પાવન રાજાઓ હતાં પછી એ જ પતિત બને છે. જાતે જ પૂજ્ય પછી જાતે જ પૂજારી બની જાય છે. હવે જેટલું થઈ શકે યાદ ની યાત્રા માં રહેવાનું છે. જેમ આશિક માશૂક ને યાદ કરે છે ને. જેમ કન્યા ની સગાઈ થવાથી પછી એક-બીજા ને યાદ કરતાં રહે છે. હમણાં આ જે માશૂક છે, એમનાં તો ઘણાં આશિક છે ભક્તિમાર્ગ માં. બધાં દુઃખ માં બાપ ને યાદ કરે છે - હેં ભગવાન દુઃખ હરો, સુખ આપો. અહીંયા તો ન શાંતિ છે, ન સુખ છે. સતયુગ માં બંને છે.

હમણાં તમે જાણો છો આપણે આત્માઓ કેવી રીતે ૮૪ નો પાર્ટ ભજવીએ છીએ. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનીએ છીએ. ૮૪ ની સીડી બુદ્ધિમાં છે ને. હવે જેટલું થઈ શકે બાપ ને યાદ કરવાનાં છે તો પાપ કપાઈ જાય. કર્મ કરતાં પણ બુદ્ધિમાં બાપની યાદ રહે. બાબા થી આપણે સ્વર્ગ નો વારસો લઇ રહ્યાં છીએ. બાપ અને વારસાને યાદ કરવાનું છે. યાદ થી જ પાપ કપાતાં જશે. જેટલું યાદ કરશો તો પવિત્રતાની લાઈટ આવતી જશે. ખાદ નીકળતી જશે. બાળકો ને જેટલું થઈ શકે સમય નીકાળી યાદ નો ઉપાય કરવાનો છે. સવારે-સવારે સમય સારો મળે છે. આ પુરુષાર્થ કરવાનો છે. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, બાળકોની સંભાળ વગેરે કરો પરંતુ આ અંતિમ જન્મ પવિત્ર બનો. કામ ચિતા પર નહીં ચઢો. હમણાં તમે જ્ઞાન ચિતા પર બેઠાં છો. આ ભણતર ખુબ ઉંચું છે, આમાં સોનાનું વાસણ જોઈએ. તમે બાપ ને યાદ કરવાથી સોનાનું વાસણ બનો છો. યાદ ભુલવાથી પછી લોખંડનું વાસણ બની જાઓ છો. બાપ ને યાદ કરવાથી સ્વર્ગનાં માલિક બનશો. આ તો ખુબ સહજ છે. આમાં પવિત્રતા મુખ્ય છે. યાદ થી જ પવિત્ર બનશો અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરવાથી સ્વર્ગ નાં માલિક બનશો. તમને ઘરબાર છોડવાનું નથી. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. બાપ કહે છે ૬૩ જન્મ તમે પતિત દુનિયામાં રહ્યાં છો. હવે શિવાલય અમરલોક માં ચાલવા માટે તમે આ એક જન્મ પવિત્ર રહો તો શું થયું. ખુબ કમાણી થઇ જશે. ૫ વિકારો પર જીત પામવાની છે ત્યારે જ જગતજીત બનશો. નહીં તો પદ પામી નહીં શકશો. બાપ કહે છે મરવાનું તો બધાએ છે. આ અંતિમ જન્મ છે પછી તમે જઈ નવી દુનિયામાં રાજ્ય કરશો. હીરા-ઝવેરાત ની ખાણો ભરપૂર થઈ જશે. ત્યાં તમે હીરા-ઝવેરાતો થી રમતાં રહેશો. તો એવાં બાપ નાં બનીને એમની મત પર પણ ચાલવું જોઈએ ને. શ્રીમત થી જ તમે શ્રેષ્ઠ બનશો. રાવણ ની મત થી તમે ભ્રષ્ટાચારી બન્યાં છો. હવે બાપની શ્રીમત પર ચાલી તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ ને યાદ કરવાના છે બીજી કોઈ તકલીફ બાપ નથી આપતાં. ભક્તિમાર્ગ માં તો તમે ઘણાં ધક્કા ખાધાં છે. હવે ફક્ત બાપ ને યાદ કરો અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનો તો તમે ૨૧ જન્મોનાં માટે ચક્રવર્તી રાજા બની જશો. અનેક વખત તમે રાજ્ય લીધું છે અને ગુમાવ્યું છે. અડધોકલ્પ છે સુખ, અડધોકલ્પ છે દુઃખ. બાપ કહે છે - હું કલ્પ-કલ્પ સંગમ પર આવું છું. તમને સુખધામ નાં માલિક બનાવું છું. હમણાં તમને સ્મૃતિ આવી છે, અમે કેવી રીતે ચક્ર લગાવીએ છીએ. આ ચક્ર બુદ્ધિમાં રાખવાનું છે. બાપ છે જ્ઞાનનાં સાગર. તમે અહીંયા બેહદનાં બાપ ની સામે બેઠાં છો. ઊંચે થી ઊંચા ભગવાન પ્રજાપિતા બ્રહ્મા દ્વારા તમને વારસો આપે છે. તો હવે વિનાશ થવાનાં પહેલાં બાપ ને યાદ કરો, પવિત્ર બનો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. નિરંતર બાપ ની યાદ માં રહેવાનાં માટે બુદ્ધિ ને સોનાનું વાસણ બનાવવાનું છે. કર્મ કરતાં પણ બાપ ની યાદ રહે, યાદ થી જ પવિત્રતાની લાઈટ આવશે.

2. મુરલી ક્યારેય મિસ નથી કરવાની. ડ્રામાનાં રહસ્ય ને યથાર્થ સમજવાનું છે. ભઠ્ઠીમાં કાંઈ પણ બહાર નું યાદ ન આવે.

વરદાન :-
સ્વયં પર બાપદાદા ને કુરબાન કરાવવા વાળા ત્યાગમૂર્ત , નિશ્ચયબુદ્ધિ ભવ

બાપ મળ્યાં બધુંજ મળ્યું આ ખુમારી કે નશામાં બધુંજ ત્યાગ કરવા વાળા જ્ઞાન સ્વરુપ, નિશ્ચયબુદ્ધિ બાળકો બાપ દ્વારા જ્યારે ખુશી, શાંતિ, શક્તિ કે સુખની અનુભૂતિ કરે છે તો લોકલાજ ની પરવાહ ન કરી, સદા કદમ આગળ વધારતાં રહે છે. તેમને દુનિયાનું બધું તુચ્છ, અસાર અનુભવ થાય છે. એવાં ત્યાગમૂર્ત, નિશ્ચયબુદ્ધિ બાળકો પર બાપદાદા પોતાની સર્વ સંપત્તિ સહિત કુરબાન થાય છે. જેમ બાળકો સંકલ્પ કરે બાબા અમે તમારા છીએ તો બાબા પણ કહે છે જે બાપ નું સો તમારું.

સ્લોગન :-
સહજયોગી તે છે જે પોતાનાં દરેક સંકલ્પ અથવા કર્મ થી બાપનાં સ્નેહનાં વાયબ્રેશન ફેલાવે છે.