01-03-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  02.12.85    બાપદાદા મધુબનબંધનોથી મુક્ત થવાની યુક્તિ - રુહાની શક્તિ
 


આજે બાપદાદા પોતાનાં રુહાની બાળકોની રુહાનિયત ની શક્તિ જોઇ રહ્યાં હતાં. દરેક રુહાની બાળકે રુહાની બાપથી રુહાની શક્તિનો સંપૂર્ણ અધિકાર બાળક હોવાનાં સંબંધે પ્રાપ્ત તો કર્યો જ છે. પરંતુ પ્રાપ્તિ સ્વરુપ ક્યાં સુધી બન્યાં છે, એ જોઈ રહ્યાં હતાં. બધાં બાળકો દરરોજ સ્વયંને રુહાની બાળક કહી, રુહાની બાપને યાદ-પ્યાર નું રિટર્ન (વળતર) મુખથી કે મનથી યાદ-પ્યાર કે નમસ્તે નાં રુપમાં આપે છે. રિટર્ન આપો છો ને! આનું રહસ્ય એ થયું કે રોજ રુહાની બાપ રુહાની બાળકો કહી રુહાની શક્તિનું વાસ્તવિક સ્વરુપ યાદ અપાવે છે કારણ કે આ બ્રાહ્મણ જીવનની વિશેષતા જ છે રુહાનિયત. આ રુહાનિયત ની શક્તિ થી સ્વયંને કે સર્વને પરિવર્તન કરો છો. મુખ્ય ફાઉન્ડેશન (પાયો) જ આ રુહાની શક્તિ છે. આ શક્તિથી જ અનેક પ્રકારનાં શારીરિક બંધનોથી મુક્તિ મળે છે. બાપદાદા જોઈ રહ્યાં હતાં કે હજી સુધી પણ કોઈ સૂક્ષ્મબંધન જે સ્વયં પણ અનુભવ કરે છે કે આ બંધનથી મુક્તિ થવી જોઈએ. પરંતુ મુક્તિ પામવાની યુક્તિ પ્રેકટિકલમાં લાવી નથી શકતાં. કારણ? રુહાની શક્તિ દરેક કર્મ માં ઉપયોગ કરતા નથી આવડતી. એક જ સમયે, સંકલ્પ, બોલ અને કર્મ ત્રણેય ને સાથે-સાથે શક્તિશાળી બનાવવાં પડે. પરંતુ ઢીલા શેમાં થઈ જાય છે? એક તરફ સંકલ્પ ને શક્તિશાળી બનાવે છે તો વાણીમાં કંઈક ઢીલા થઈ જાય છે. ક્યારેક વાણીને શક્તિશાળી બનાવે છે, તો કર્મમાં ઢીલા થઈ જાય છે. પરંતુ આ ત્રણેય રુહાની શક્તિશાળી એક જ સમય પર બનાવે તો આજ યુક્તિ છે મુક્તિની. જેમ સૃષ્ટિની રચનામાં ત્રણ કાર્ય - સ્થાપના, પાલના અને વિનાશ ત્રણેય આવશ્યક છે. એમ જ સર્વ બંધનોથી મુક્ત થવાની યુક્તિ મન્સા, વાચા, કર્મણા ત્રણેય માં રુહાની શક્તિ સાથે-સાથે આવશ્યક છે. ક્યારેક મન્સાને સંભાળે તો વાચા માં કમી પડી જાય. પછી કહે છે વિચાર્યુ તો એવું નહોતું, ખબર નહિ આ કેમ થઈ ગયું. ત્રણેય તરફ પૂરું એટેન્શન (ધ્યાન) જોઈએ. કેમ? આ ત્રણેય સાધન સંપન્ન સ્થિતિને અને બાપને પ્રત્યક્ષ કરવાવાળા છે. મુક્તિ પામવાં માટે ત્રણેય માં રુહાનિયત અનુભવ થવી જોઈએ. જે ત્રણેય માં યુક્તિયુક્ત છે તે જ જીવનમુક્ત છે. તો બાપદાદા સૂક્ષ્મ બંધનોને જોઈ રહ્યાં હતાં. સૂક્ષ્મબંધન માં પણ વિશેષ આ ત્રણેયનું કનેક્શન (સંબંધ) છે. બંધન ની નિશાની-

બંધનવાળા સદા જ પરવશ હોય છે. બંધનવાળા પોતાને આંતરિક ખુશી કે સુખમાં સદા અનુભવ નહીં કરશે. જેમ લૌકિક દુનિયા માં અલ્પકાળ નાં સાધન અલ્પકાળની ખુશી કે સુખની અનુભૂતિ કરાવે છે પરંતુ આંતરિક કે અવિનાશી અનુભૂતિ નથી થતી. એમ સૂક્ષ્મબંધન માં બંધાયેલી આત્મા આ બ્રાહ્મણ જીવનમાં પણ થોડાં સમય માટે સેવાનાં સાધન, સંગઠનની શક્તિનાં સાધન, કોઈને કોઈ પ્રાપ્તિનાં સાધન, શ્રેષ્ઠ સંગનું સાધન આ સાધનોનાં આધાર થી ચાલે છે, જ્યાં સુધી સાધન છે ત્યાં સુધી ખુશી અને સુખની અનુભૂતિ કરે છે. પરંતુ સાધન સમાપ્ત થયાં તો ખુશી પણ સમાપ્ત. સદા એકરસ નથી રહેતાં. ક્યારેક ખુશીમાં એવા નાચતાં રહેશે, તે સમયે જેમ કે એમનાં જેવાં કોઈ છે જ નહીં. પરંતુ રોકાશે પછી એવા જે નાનકડો પથ્થર પણ પહાડ સમાન અનુભવ કરશે કારણકે ઓરીજનલ (અસલી) શક્તિ ન હોવાનાં કારણે સાધનનાં આધાર પર ખુશીમાં નાચશે. સાધન નીકળી ગયાં તો ક્યાં નાચશે? એટલે આંતરિક રુહાની શક્તિ ત્રણેય રુપોમાં સદા સાથે-સાથે આવશ્યક છે. મુખ્ય બંધન છે - મન્સા સંકલ્પ ની કંટ્રોલિંગ પાવર (નિયંત્રણ શક્તિ) નથી. પોતાનાં જ સંકલ્પો નાં વશ હોવાનાં કારણે પરવશ નો અનુભવ કરે છે. જે સ્વયંનાં સંકલ્પો નાં બંધનોમાં છે તે લાંબો સમય એમાં જ બીઝી (વ્યસ્ત) રહે છે. જેમ તમે લોકો પણ કહો છો ને હવાઈ કિલ્લા બનાવે છે. કિલ્લા બનાવે અને બગાડે છે. ખૂબ લાંબી દીવાલ ઊભી કરે છે. એટલે હવાઈ કિલ્લો કહેવાય છે. જેમ ભક્તિમાં પૂજા કરી, સજાવી-ધજાવી ને પછી ડુબાડી દે છે ને, એમ સંકલ્પનાં બંધનમાં બંધાયેલી આત્મા ખૂબજ બનાવે અને ખૂબજ બગાડે છે. સ્વયં જ આ વ્યર્થ કાર્યથી થાકી પણ જાય છે, દિલશિકસ્ત પણ થઈ જાય છે. અને ક્યારેક અભિમાનમાં આવીને પોતાની ભૂલો બીજા પર પણ લગાવતાં રહે છે. તો પણ સમય વીતી જતાં અંદર સમજે છે, વિચારે છે કે આ ઠીક નથી કર્યુ. પરંતુ અભિમાનનાં પરવશ હોવાનાં કારણે, પોતાનાં બચાવ નાં કારણે, બીજાનાં જ દોષ વિચારતાં રહે છે. સૌથી મોટું બંધન આ મન્સાનું બંધન છે, જે બુદ્ધિને તાળું લાગી જાય છે, એટલે કેટલું પણ સમજાવવાની કોશિશ કરો પરંતુ તેમને સમજમાં નહિ આવશે. મન્સા બંધનની વિશેષ નિશાની છે, મહેસૂસતા શક્તિ સમાપ્ત થઈ જાય છે એટલે આ સૂક્ષ્મબંધન ને સમાપ્ત કર્યા વગર ક્યારેય પણ આંતરિક ખુશી, સદાનાં માટે અતીન્દ્રિય સુખ અનુભવ નહિ કરી શકશે.

સંગમયુગ ની વિશેષતા જ છે - અતીન્દ્રિય સુખમાં ઝૂલવું, સદા ખુશીમાં નાચવું. તો સંગમયુગી બનીને જો આ વિશેષતા નો અનુભવ નથી કર્યો તો શું કહેશું? એટલે સ્વયંની તપાસ કરો કે કોઈ પણ પ્રકારનાં સંકલ્પોનાં બંધનમાં તો નથી? ભલે વ્યર્થ સંકલ્પોનું બંધન, ભલે ઈર્ષા દ્વેષનાં સંકલ્પ, ભલે અલબેલાપણાનાં સંકલ્પ, ભલે આળસનાં સંકલ્પ, કોઈ પણ પ્રકારનાં સંકલ્પ મન્સા બંધનની નિશાની છે. તો આજે બાપદાદા બંધનોને જોઈ રહ્યાં હતાં. મુક્ત આત્માઓ કેટલી છે?

મોટી-મોટી દોરીઓ તો ખતમ થઈ ગઈ છે. હવે આ સુક્ષ્મ દોરા છે. છે નાજુક પરંતુ બંધનને બાંધવામાં હોશિયાર છે. ખબર જ નથી પડતી કે અમે બંધનમાં બંધાઈ રહ્યાં છીએ કારણ કે આ બંધન અલ્પકાળનો નશો પણ ચઢાવે છે. જેમ વિનાશી નશાવાળા ક્યારેય પોતાને નીચા નથી સમજતાં. હશે નાળામાં સમજશે મહેલમાં. હશે ખાલી હાથ, પોતાને સમજશે રાજા છે. એમ આ નશાવાળા પણ ક્યારેય પોતાને ખોટા નહિ સમજશે. સદા પોતાને જ રાઈટ (સાચાં) સિદ્ધ કરશે અથવા અલબેલા પણું દેખાડશે. આ તો થાય જ છે, આવું તો ચાલે જ છે એટલે આજે ફક્ત મન્સા બંધન બતાવ્યું. પછી વાચા અને કર્મનું પણ સંભળાવશે. સમજયાં!

રુહાની શક્તિ દ્વારા મુક્તિ પ્રાપ્ત કરતા જાઓ. સંગમયુગ પર જીવનમુક્તિ નો અનુભવ કરવો જ ભવિષ્ય જીવનમુક્ત પ્રાલબ્ધ પામવી છે. ગોલ્ડન જુબલી (સ્વર્ણિમ જયંતી) માં જીવનમુક્ત બનવું છે ને કે ફક્ત ગોલ્ડન જુબલી મનાવવી છે. બનવું જ મનાવવું છે. દુનિયાવાળા ફક્ત મનાવે છે, અહીં બનાવે છે. હવે જલ્દી-જલ્દી તૈયાર થાઓ ત્યારે બધાં તમારી મુક્તિથી મુક્ત બની જશે. સાઈન્સ (વિજ્ઞાન) વાળા પણ પોતાનાં બનાવેલાં સાધનોનાં બંધનમાં બંધાઈ ગયાં છે. નેતાઓ પણ જુઓ બચવા ઈચ્છે છે પરંતુ કેટલાં બંધાયેલાં છે. વિચારવાં છતાં પણ કરી નથી શકતાં તો બંધન થયું ને. બધી આત્માઓને ભિન્ન-ભિન્ન બંધનોથી મુક્ત કરાવવા વાળા સ્વયં મુક્ત બની બધાને મુક્ત બનાવો. બધાં મુક્તિ, મુક્તિ કહી બૂમો પાડી રહ્યાં છે. કોઈ ગરીબી થી મુક્તિ ઈચ્છે છે. કોઈ ગૃહસ્થી થી મુક્તિ ઈચ્છે છે. પરંતુ બધાનો અવાજ એક જ મુક્તિનો છે. તો હવે મુક્તિદાતા બની મુક્તિનો રસ્તો બતાવો અથવા મુક્તિનો વારસો આપો. અવાજ તો પહોંચે છે ને કે સમજો છો આ તો બાપનું કામ છે. અમારું શું છે. પ્રાલબ્ધ તમારે પામવાની છે, બાપને નથી પામવાની. પ્રજા કે ભક્ત પણ તમને જોઈએ છે. બાપને નથી જોઈતાં. જે તમારા ભક્ત હશે તે બાપનાં સ્વતઃ જ બની જશે કારણકે દ્વાપરમાં તમે લોકો જ પહેલાં ભક્ત બનશો. પહેલાં બાપની પૂજા શરુ કરશે. તો તમને લોકોને બધાં ફોલો (અનુકરણ) હમણાં કરશે એટલે હમણાં શું કરવાનું છે? પોકાર સાંભળો. મુક્તિદાતા બનો. અચ્છા!

સદા રુહાની શક્તિની યુક્તિથી મુક્તિ પ્રાપ્ત કરવાવાળા, સદા સ્વયંને સુક્ષ્મબંધનોથી મુક્ત કરી મુક્તિદાતા બનવાવાળા, સદા સ્વયંને આંતરિક ખુશી, અતીન્દ્રિય સુખની અનુભૂતિમાં આગળ થી આગળ વધારવાવાળા, સદા સર્વ પ્રતિ મુક્ત આત્મા બનાવવાની શુભભાવના વાળા, એવાં રુહાની શક્તિશાળી બાળકોને બાપદાદાની યાદ-પ્યાર અને નમસ્તે.

પાર્ટીઓ થી :- સાંભળવાની સાથે-સાથે સ્વરુપ બનવામાં પણ શક્તિશાળી આત્માઓ છો ને. સદેવ પોતાનાં સંકલ્પોમાં દરરોજ કોઈને કોઈ સ્વનાં પ્રતિ બીજાઓનાં પ્રતિ ઉમંગ-ઉત્સાહ નો સંકલ્પ રાખો. જેમ આજકાલનાં સમયમાં સમાચારમાં કે ઘણાં સ્થાનો પર આજનો વિચાર વિશેષ લખે છે ને. એમ રોજ મનનો સંકલ્પ કોઈને કોઈ ઉમંગ-ઉત્સાહનાં ઇમર્જ (જાગૃત) રુપમાં લાવો. અને એજ સંકલ્પથી સ્વયંમાં પણ સ્વરુપ બનાવો અને બીજાઓની સેવામાં પણ લગાવો તો શું થશે? સદા જ નવો ઉમંગ-ઉત્સાહ રહેશે. આજે આ કરશું, આજે આ કરશું. જેમ કોઇ વિશેષ પ્રોગ્રામ હોય છે તો ઉમંગ-ઉત્સાહ કેમ આવે છે? પ્લાન (યોજના) બનાવો છો ને-આ કરશું પછી આ કરશું. આનાંથી વિશેષ ઉમંગ-ઉત્સાહ આવે છે. એમ રોજ અમૃતવેલાએ વિશેષ ઉમંગ-ઉત્સાહ નો સંકલ્પ કરો અને પછી તપાસ પણ કરો તો પોતાનું પણ સદાનાં માટે ઉત્સાહ વાળું જીવન હશે અને ઉત્સાહ અપાવવા વાળા પણ બની જશો. સમજ્યાં - જેમ મનોરંજન પ્રોગ્રામ થાય છે એમ આ રોજનો મનનો મનોરંજન પ્રોગ્રામ હોય. અચ્છા!

૨. સદા શક્તિશાળી યાદમાં આગળ વધવાવાળી આત્માઓ છો ને? શક્તિશાળી યાદનાં વગર કોઈ પણ અનુભવ થઇ નથી શકતો. તો સદા શક્તિશાળી બની આગળ વધતા જાઓ. સદા પોતાની શક્તિ અનુસાર ઈશ્વરીય સેવામાં લાગી જાઓ અને સેવાનું ફળ પામો. જેટલી શક્તિ છે, એટલું સેવામાં લગાડતા જાઓ. ભલે તનથી, ભલે મનથી, ભલે ધનથી. એકનું પદમગુણા મળવાનું જ છે. પોતાનાં માટે જમા કરો છો. અનેક જન્મોનાં માટે જમા કરવાનું છે. એક જન્મમાં જમા કરવાથી ૨૧ જન્મનાં માટે મહેનત થી છુટી જાઓ છો. આ રહસ્યને જાણો છો ને? તો સદા પોતાનાં ભવિષ્યને શ્રેષ્ઠ બનાવતાં જાઓ. ખુશી-ખુશી થી પોતાને સેવામાં આગળ વધારતા રહો. સદા યાદ દ્વારા એકરસ સ્થિતિ થી આગળ વધો.

૩. યાદની ખુશીથી અનેક આત્માઓને ખુશી આપવાવાળા સેવાધારી છો ને. સાચાં સેવાધારી અર્થાત્ સદા સ્વયં પણ લગન માં મગન રહે અને બીજાઓને પણ લગન માં મગન કરવાવાળા. દરેક સ્થાન ની સેવા પોત-પોતાની છે. છતાં પણ જો સ્વયં લક્ષ રાખી આગળ વધે છે તો આ આગળ વધવું સૌથી ખુશી ની વાત છે. હકીકતમાં આ લૌકિક (દુન્યાવી) સ્ટડી (ભણતર) વગેરે બધું વિનાશી છે, અવિનાશી પ્રાપ્તિનું સાધન ફક્ત આ નોલેજ છે. એવો અનુભવ કરો છો ને. જુઓ, આપ સેવાધારીઓને ડ્રામામાં કેટલો ગોલ્ડન ચાન્સ (સોનેરી તક) મળેલો છે. આજ ગોલ્ડન ચાન્સને જેટલો આગળ વધારો એટલું તમારા હાથમાં છે. આવો ગોલ્ડન ચાન્સ બધાંને નથી મળતો. કોટોમાં કોઈને જ મળે છે. તમને તો મળી ગયો. એટલી ખુશી રહે છે? દુનિયામાં જે કોઈની પાસે નથી તે અમારી પાસે છે. એવી ખુશીમાં સદા સ્વયં પણ રહો અને બીજાઓને પણ લાવો. જેટલું સ્વયં આગળ વધશો એટલું બીજાઓને વધારશો. સદા આગળ વધવાવાળી, અહીં ત્યાં જોઈને ઉભા રહેવાવાળી નહીં. સદા બાપ અને સેવા સામે હોય, બસ. પછી સદા ઉન્નતિને પામતાં રહેશે. સદા પોતાને બાપનાં સિકીલધા છીએ, એવું સમજીને ચાલો.

નોકરી કરવાવાળી કુમારીઓથી
૧. બધાનું લક્ષ તો શ્રેષ્ઠ છે ને. એવું તો નથી સમજતી કે બંને તરફ ચાલતાં રહેશું કારણ કે જ્યારે કોઇ બંધન હોય તો બંને તરફ ચાલવું બીજી વાત છે. પરંતુ નિર્બન્ધન આત્માઓનું બંને તરફ રહેવું અર્થાત્ લટકવું છે. કોઈ-કોઈની પરિસ્થિતિ હોય છે તો બાપદાદા પણ રજા આપે છે. પરંતુ મનનું બંધન છે તો પછી આ લટકવું થયું. એક પગ અહીંયા થયો એક પગ ત્યાં થયો તો શું થશે? જો એક નાવ માં એક પગ રાખો, બીજી નાવ માં બીજો પગ રાખો તો શું હાલત થશે? હેરાન થશો ને એટલે બંને પગ એક નાવમાં. સદા પોતાની હિમ્મત રાખો. હિમ્મત રાખવાથી સહજ પાર થઈ જશો, સદા આ યાદ રાખો કે મારી સાથે બાબા છે. એકલી નથી, તો જે પણ કાર્ય કરવા ઈચ્છો કરી શકો છો

૨. કુમારીઓનો સંગમયુગ પર વિશેષ પાર્ટ છે, એવાં વિશેષ પાર્ટધારી પોતાને બનાવ્યાં છે? કે હજી સુધી સાધારણ છો? તમારી વિશેષતા શું છે? વિશેષતા છે સેવાધારી બનવું. જે સેવાધારી છે, તે વિશેષ છે. સેવાધારી નથી તો સાધારણ થઈ ગયાં. શું લક્ષ રાખ્યું છે? સંગમયુગ પર જ આ ચાન્સ (તક) મળે છે. જો હમણા આ ચાન્સ નહી લીધો હતો આખાં કલ્પમાં નહી મળશે. સંગમયુગ ને જ વિશેષ વરદાન છે. લૌકિક ભણતર ભણતાં પણ લગન આ ભણતરમાં હોય. તો તે ભણતર વિઘ્નરુપ નહીં બનશે. તો બધાં પોતાનું ભાગ્ય બનાવતાં આગળ વધો. જેટલો પોતાનાં ભાગ્ય નો નશો હશે, એટલાં સહજ માયાજીત બની જશો. આ રુહાની નશો છે. સદા પોતાનાં ભાગ્ય નાં ગીત ગાતા રહો તો ગીત ગાતા-ગાતા પોતાનાં રાજ્યમાં પહોંચી જશો.

વરદાન :-
સ્વયંની સર્વ કમજોરીઓને દાન ની વિધિ થી સમાપ્ત કરવાવાળા દાતા , વિધાતા ભવ

ભક્તિમાં આ નિયમ હોય છે કે જ્યારે કોઈ વસ્તુની કમી હોય છે તો કહે છે દાન કરો. દાન કરવાથી આપવું-લેવું બની જાય છે. તો કોઈ પણ કમજોરીને સમાપ્ત કરવાં માટે દાતા અને વિધાતા બનો. જો તમે બીજાઓને બાપનો ખજાનો આપવાનાં નિમિત્ત સહારો બનશો તો કમજોરીઓનો કિનારો સ્વતઃ થઇ જશે. પોતાનાં દાતા-વિધાતાપણા નાં શક્તિશાળી સંસ્કાર ને ઈમર્જ કરો તો કમજોર સંસ્કાર સ્વતઃ સમાપ્ત થઈ જશે.


સ્લોગન :-
પોતાનાં શ્રેષ્ઠ ભાગ્યનાં ગુણ ગાતા રહો - કમજોરીઓનાં નહીં.