01-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારું આ જીવન દેવતાઓથી પણ ઉત્તમ છે , કારણ કે તમે હમણાં રચયિતા અને રચના ને યથાર્થ જાણી આસ્તિક બન્યા છો”

પ્રશ્ન :-
સંગમયુગી ઈશ્વરીય પરિવાર ની વિશેષતા કઈ છે, જે આખા કલ્પ માં નહીં હશે?

ઉત્તર :-
આ સમયે સ્વયં ઈશ્વર બાપ બનીને આપ બાળકોને સંભાળે છે, ટીચર બનીને ભણાવે છે અને સદ્દગુરુ બનીને તમને ગુલ-ગુલ (ફૂલ) બનાવીને સાથે લઈ જાય છે. સતયુગ માં દૈવી પરિવાર હશે પરંતુ આવો ઈશ્વરીય પરિવાર ન હોય શકે. આપ બાળકો હમણાં બેહદનાં સંન્યાસી પણ છો, રાજયોગી પણ છો. રાજાઈ માટે ભણી રહ્યા છો.

ઓમ શાંતિ!
આ સ્કૂલ અથવા પાઠશાળા છે. કોની પાઠશાળા છે? આત્માઓની પાઠશાળા. આ તો જરુર છે આત્મા શરીર વગર કંઈ સાંભળી નથી શકતો. જ્યારે કહેવાય છે આત્માઓની પાઠશાળા તો સમજવું જોઈએ - આત્મા શરીર વગર તો સમજી નથી શકતો. પછી કહેવું પડે છે જીવ આત્મા. હમણાં જીવ આત્માઓની પાઠશાળા તો બધી છે એટલે કહેવાય છે આ છે આત્માઓની પાઠશાળા અને પરમપિતા પરમાત્મા આવીને ભણાવે છે. તે છે શારીરિક ભણતર, આ છે રુહાની ભણતર, જે બેહદનાં બાપ ભણાવે છે. તો આ થઈ ગઈ ગોડ ફાધર ની યુનિવર્સિટી. ભગવાનુવાચ છે ને? આ ભક્તિમાર્ગ નથી, આ ભણતર છે. સ્કૂલ માં ભણતર હોય છે. ભક્તિ મંદિર ઠેકાણે વગેરેમાં હોય છે. આમાં કોણ ભણાવે છે? ભગવાનુવાચ. બીજી કોઈપણ પાઠશાળા માં ભગવાનુવાચ હોતું જ નથી. ફક્ત આ એક જ જગ્યા છે જ્યાં ભગવાનુવાચ છે. ઊંચામાં ઊંચા ભગવાન ને જ જ્ઞાન સાગર કહેવાય છે, એ જ જ્ઞાન આપી શકે છે. બાકી બધી છે ભક્તિ. ભક્તિ માટે બાપે સમજાવ્યું છે કે એનાથી કોઈ સદ્દગતિ નથી થતી. સર્વનાં સદ્દગતિ દાતા એક પરમાત્મા છે. એ આવીને રાજયોગ શીખવાડે છે. આત્મા સાંભળે છે શરીર દ્વારા. બીજા કોઈ નોલેજ વગેરેમાં ભગવાનુવાચ છે જ નહીં. ભારત જ છે જ્યાં શિવજયંતી પણ મનાવાય છે. ભગવાન તો નિરાકાર છે પછી શિવજયંતી કેવી રીતે મનાવે છે? જયંતી તો ત્યારે હોય છે જ્યારે શરીર માં પ્રવેશ કરે છે. બાપ કહે છે હું તો ક્યારેય ગર્ભ માં પ્રવેશ નથી કરતો. તમે બધાં ગર્ભ માં પ્રવેશ કરો છો. ૮૪ જન્મ લો છો. સૌથી વધારે જન્મ આ લક્ષ્મી-નારાયણ લે છે. ૮૪ જન્મ લઈને પછી શ્યામ, ગામડા નો છોકરો બને છે. લક્ષ્મી-નારાયણ કહો અથવા રાધે-કૃષ્ણ કહો. રાધે-કૃષ્ણ છે બાળપણ નાં. એ જ્યારે જન્મ લે છે તો સ્વર્ગમાં લે છે, જેને વૈકુંઠ પણ કહેવાય છે. પહેલો નંબર જન્મ આમનો છે, તો ૮૪ જન્મ પણ આ લે છે. શ્યામ અને સુંદર, સુંદર થી પછી શ્યામ. શ્રીકૃષ્ણ સૌથી પ્યારા લાગે છે. શ્રીકૃષ્ણ નો જન્મ તો હોય જ છે નવી દુનિયામાં. પછી પુનર્જન્મ લેતા-લેતા આવીને જૂની દુનિયામાં પહોંચે છે તો શ્યામ બની જાય છે. આ ખેલ જ એવો છે. ભારત પહેલાં સતોપ્રધાન સુંદર હતું, હવે કાળું થઈ ગયું છે. બાપ કહે છે આટલા બધાં આત્માઓ મારા બાળકો છે. હમણાં બધાં કામ ચિતા પર બેસીને બળીને કાળા થઈ ગયા છે. હું આવીને બધાને પાછા લઈ જાઉં છું. આ સૃષ્ટિનું ચક્ર જ આવું છે. ફૂલોનો બગીચો તે પછી કાંટાઓનું જંગલ બની જાય છે. બાપ સમજાવે છે આપ બાળકો કેટલાં સુંદર વિશ્વનાં માલિક હતાં? હવે ફરી બની રહ્યા છો. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. આ ૮૪ જન્મ ભોગવી પછી આવા બની રહ્યા છે અર્થાત્ એમનો આત્મા હમણાં ભણી રહ્યો છે.

તમે જાણો છો સતયુગ માં અપાર સુખ છે, જે ક્યારેય બાપ ને યાદ કરવાની દરકાર પણ નથી રહેતી. ગાયન છે - દુઃખ માં સિમરણ સૌ કરે… કોનું સિમરણ? બાપ નું. આટલાં બધાનું સિમરણ નથી કરવાનું. ભક્તિમાં કેટલું સિમરણ કરે છે. જાણતા કંઈ પણ નથી. શ્રીકૃષ્ણ ક્યારે આવ્યા? એ કોણ છે? કંઈ પણ જાણતા નથી. શ્રીકૃષ્ણ અને શ્રી નારાયણ નાં ભેદ ને પણ નથી જાણતાં. શિવબાબા છે ઊંચામાં ઊંચા. પછી એમની નીચે બ્રહ્મા, વિષ્ણુ, શંકર… એમને પછી દેવતા કહેવાય છે. લોકો તો બધાને ભગવાન કહેતા રહે છે. સર્વવ્યાપી કહી દે છે. બાપ કહે છે - સર્વવ્યાપી તો માયા પ વિકાર છે જે એક-એક ની અંદર છે. સતયુગ માં કોઈ વિકાર હોતા નથી. મુક્તિધામ માં પણ આત્માઓ પવિત્ર રહે છે. અપવિત્રતા ની કોઈ વાત નથી. તો આ રચયિતા બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે, આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવે છે, જેનાથી તમે આસ્તિક બનો છો. તમે એક જ વાર આસ્તિક બનો છો. તમારું આ જીવન દેવતાઓથી પણ ઉત્તમ છે. ગવાયેલું પણ છે મનુષ્ય જીવન દુર્લભ છે. અને જ્યારે પુરુષોત્તમ સંગમયુગ હોય છે તો હીરા જેવું જીવન બને છે. લક્ષ્મી-નારાયણ ને હીરા જેવા નહીં કહેવાશે. તમારો હીરા જેવો જન્મ છે. તમે છો ઈશ્વરીય સંતાન. આ છે દૈવી સંતાન. અહીં તમે કહો છો અમે ઈશ્વરીય સંતાન છીએ, ઈશ્વર અમારા બાપ છે, એ આપણને ભણાવે છે કારણ કે જ્ઞાન નાં સાગર છે ને? રાજયોગ શીખવાડે છે. આ જ્ઞાન એક જ વાર પુરુષોત્તમ સંગમયુગ પર મળે છે. આ છે ઉત્તમ માં ઉત્તમ પુરુષ બનવાનો યુગ, જેને દુનિયા નથી જાણતી. બધાં કુંભકરણ ની અજ્ઞાન નિદ્રા માં સુતેલા પડ્યા છે. બધાનો વિનાશ સામે ઉભો છે એટલે હવે કોઈથી પણ બાળકોએ સંબંધ નથી રાખવાનો. કહે છે અંતકાળે જે સ્ત્રી સિમરે… અંત સમય માં શિવબાબા ને સિમરશું તો નારાયણ યોની માં આવીશું. આ સીડી ખૂબ સારી છે. લખેલું છે - અમે સો દેવતા પછી સો ક્ષત્રિય, વગેરે. આ સમયે છે રાવણ રાજ્ય, જ્યારે કે આપણા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ને ભૂલી બીજા ધર્મ માં ફસાઈ પડ્યા છે. આ આખી દુનિયા લંકા છે. બાકી સોના ની લંકા કોઈ હતી નહીં. બાપ કહે છે તમે પોતાનાથી પણ વધારે મારી ગ્લાનિ કરી છે, પોતાના માટે ૮૪ લાખ અને મને કણ-કણ માં કહી દીધો છે. આવાં અપકારી પર હું ઉપકાર કરું છું. બાપ કહે છે તમારો દોષ નથી, આ ડ્રામા નો ખેલ છે. સતયુગ વગેરેથી લઈને કળિયુગ અંત સુધી આ ખેલ છે, જે ફરવાનો જ છે. આને સિવાય બાપ નાં કોઈ સમજાવી ન શકે. તમે બધાં બ્રહ્માકુમાર-કુમારીઓ છો. તમે બ્રાહ્મણ છો ઈશ્વરીય સંતાન. તમે ઈશ્વરીય પરિવાર માં બેઠા છો. સતયુગ માં હશે દૈવી પરિવાર. આ ઈશ્વરીય પરિવાર માં બાપ તમને સંભાળે પણ છે, ભણાવે પણ છે પછી ગુલગુલ બનાવીને સાથે લઈ પણ જશે. તમે ભણો છો મનુષ્ય થી દેવતા બનવા માટે. ગ્રંથ માં પણ છે માનુષ સે દેવતા કિયે… એટલે પરમાત્મા ને જાદુગર કહેવાય છે. નર્ક ને સ્વર્ગ બનાવવું, જાદુ નો ખેલ છે ને? સ્વર્ગ થી નર્ક બનવામાં ૮૪ જન્મ પછી નર્ક થી સ્વર્ગ ચપટી માં (સેકન્ડમાં) બને છે. એક સેકન્ડમાં જીવનમુક્તિ. હું આત્મા છું, આત્માને જાણી લીધો, બાપ ને પણ જાણી લીધાં. બીજા કોઈ મનુષ્ય આ નથી જાણતા કે આત્મા શું છે? ગુરુ અનેક છે, સદ્દગુરુ એક છે. કહે છે સદ્દગુરુ અકાળ. પરમપિતા પરમાત્મા એક જ સદ્દગુરુ છે. પરંતુ ગુરુ તો અસંખ્ય છે. નિર્વિકારી કોઈ છે નહીં. બધાં વિકાર થી જન્મ લે છે.

હમણાં રાજધાની સ્થાપન થઈ રહી છે. તમે બધાં અહીં રાજાઈ માટે ભણો છો. રાજયોગી છો, બેહદનાં સંન્યાસી છો. તે હઠયોગી છે હદ નાં સંન્યાસી. બાપ આવીને બધાની સદ્દગતિ કરી સુખી બનાવે છે. મને જ કહે છે સદ્દગુરુ અકાળમૂર્ત. ત્યાં આપણે ઘડી-ઘડી શરીર છોડી અને લેતા નથી. કાળ નથી ખાતો. તમારો આત્મા પણ અવિનાશી છે, પરંતુ પતિત અને પાવન બને છે. નિર્લેપ નથી. ડ્રામા નું રહસ્ય પણ બાપ જ સમજાવે છે. રચયિતા જ રચના નાં આદિ મધ્ય અંત નું રહસ્ય સમજાવશે ને? જ્ઞાનનાં સાગર એ જ એક બાપ છે એ જ તમને મનુષ્ય થી દેવતા ડબલ સિરતાજ બનાવે છે. તમારો જન્મ કોડી જેવો હતો. હવે તમે હીરા જેવા બની રહ્યા છો. બાપે હમ સો, સો હમ નો મંત્ર પણ સમજાવ્યો છે. એ કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા, હમ સો, સો હમ. બાપ કહે છે આત્મા સો પરમાત્મા કેવી રીતે બની શકે છે? બાપ તમને સમજાવે છે-આપણે આત્મા આ સમયે તો બ્રાહ્મણ છીએ પછી આપણે આત્મા બ્રાહ્મણ સો દેવતા બનીશું, પછી ક્ષત્રિય બનીશું, પછી શુદ્ર સો બ્રાહ્મણ. સૌથી ઊંચો જન્મ તમારો છે. આ છે ઈશ્વરીય ઘર. તમે કોની પાસે બેઠા છો? માતા-પિતા ની પાસે. બધાં ભાઈ-બહેન છે. બાપ આત્માઓને શિક્ષા આપે છે. તમે બધાં મારા બાળકો છો, વારસા નાં હકદાર છો, એટલે પરમાત્મા બાપ પાસેથી દરેક વારસો લઈ શકે છે. વૃદ્ધ, નાના, મોટા, બધાનો હક છે બાપ પાસેથી વારસો લેવાનો. તો બાળકોને પણ આ સમજાવો-પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો તો પાપ કપાઈ જશે. ભક્તિમાર્ગ વાળા આ વાતો ને કંઈ પણ સમજશે નહીં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રિક્લાસ:

બાળકો બાપ ને ઓળખે પણ છે, સમજે પણ છે કે બાપ ભણાવી રહ્યા છે, એમની પાસેથી બેહદનો વારસો મળે છે. પરંતુ મુશ્કેલ એ છે જે માયા ભુલાવી દે છે. કોઈ ન કોઈ વિઘ્ન નાખી દે છે જેનાથી બાળકો ડરી જાય છે. એમાં પણ પહેલાં નંબર નાં વિકાર માં પડે છે. આંખો દગો આપે છે. આંખો કોઈ કાઢવાની વાત નથી. બાપ જ્ઞાન નું નેત્ર આપે છે, જ્ઞાન અને અજ્ઞાન ની લડાઈ ચાલે છે. જ્ઞાન છે બાપ, અજ્ઞાન છે માયા. આની લડાઈ ખૂબ તીવ્ર છે. ઉતરે છે તો સમજ માં નથી આવતું. પછી સમજે છે હું ઉતરેલો છું, મેં પોતાનું ખૂબ અકલ્યાણ કર્યું છે. માયાએ એકવાર હરાવ્યા તો પછી ચઢવાનું મુશ્કેલ થઈ જાય છે. ઘણાં બાળકો કહે છે અમે ધ્યાન માં જઈએ, પરંતુ એમાં પણ માયા પ્રવેશ થઈ જાય છે. ખબર પણ નથી પડતી. માયા ચોરી કરાવશે, ખોટું બોલાવશે. માયા શું નથી કરતી? વાત નહીં પૂછો. ગંદા બનાવી દે છે. ગુલબુલ બનતા-બનતા પછી છી-છી બની જાય છે. માયા એવી જબરદસ્ત છે જે ઘડી-ઘડી પાડી દે છે.

બાળકો કહે છે બાબા અમે ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. તદબીર કરાવવા વાળા તો એક જ બાપ છે. પરંતુ કોઈની તકદીર માં નથી તો તદબીર પણ કરી નથી શકતાં. આમાં કોઈની પાસે ખાતરી પણ નથી થઈ શકતી. એક્સ્ટ્રા ભણાવે છે. એ ભણતર માં તો એક્સ્ટ્રા ભણાવવા માટે ટીચર ને બોલાવે છે. આ તો તકદીર બનાવવા માટે બધાને એકરસ ભણાવે છે. એક-એક ને અલગ ક્યાં સુધી ભણાવશે? કેટલા અસંખ્ય બાળકો છે? એ ભણતર માં કોઈ મોટા વ્યક્તિ નાં બાળકો હોય છે, વધારે ખર્ચ કરી શકે છે તો એમને એક્સ્ટ્રા પણ ભણાવે છે. ટીચર જાણે છે કે આ ડલ છે એટલે ભણાવીને એમને સ્કોલરશિપ લાયક બનાવે છે. આ બાપ આવું નથી કરતાં. આ તો બધાને એકરસ ભણાવે છે. તે થયો ટીચર નો એક્સ્ટ્રા પુરુષાર્થ કરાવવો. આ તો એક્સ્ટ્રા પુરુષાર્થ કોઈને અલગ કરાવતા નથી. એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે જ ટીચર કંઈ કૃપા કરે છે. ભલે એવી રીતે પૈસા લે છે. ખાસ સમય આપી ભણાવે છે જેનાથી તે વધારે ભણતર ભણીને હોશિયાર થાય છે. અહીં તો વધારે કંઈ ભણવાની વાત જ નથી. આમની તો વાત જ એક છે. એક જ મહામંત્ર આપે છે-મનમનાભવ નો. યાદ થી શું થાય છે? આ તો આપ બાળકો સમજો છો. બાપ જ પતિત-પાવન છે એમને યાદ કરવાથી જ આપણે પાવન બનીશું. અચ્છા-ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આખી દુનિયા જે હમણાં કબ્રદાખલ થવાની છે, વિનાશ સામે છે, એટલે કોઈ થી પણ સંબંધ નથી રાખવાનો. અંતકાળ માં એક બાપ જ યાદ રહે.

2. શ્યામ થી સુંદર પતિત થી પાવન બનવાનો આ પુરુષોત્તમ સંગમયુગ છે, આ જ સમય છે, ઉત્તમ પુરુષ બનવાનો, સદા આ જ સ્મૃતિમાં રહે સ્વયં ને કોડી થી હીરા જેવા બનાવવાનાં છે.

વરદાન :-
જ્ઞાન - ધન દ્વારા પ્રકૃતિ નાં બધાં સાધન પ્રાપ્ત કરવા વાળા પદમા - પદમપતિ ભવ

જ્ઞાન-ધન સ્થૂળ ધન ની પ્રાપ્તિ સ્વતઃ કરાવે છે. જ્યાં જ્ઞાન-ધન છે ત્યાં પ્રકૃતિ સ્વતઃ દાસી બની જાય છે. જ્ઞાન-ધન થી પ્રકૃતિ નાં બધાં સાધન સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે એટલે જ્ઞાન બધાં ધન નો રાજા છે. જ્યાં રાજા છે ત્યાં સર્વ પદાર્થ સ્વતઃ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન-ધન જ પદમા-પદમપતિ બનાવવા વાળું છે, પરમાર્થ અને વ્યવહાર ને સ્વતઃ સિદ્ધ કરાવે છે. જ્ઞાન-ધન માં એટલી શક્તિ છે જે અનેક જન્મો માટે રાજાઓ નાં રાજા બનાવી દે છે.

સ્લોગન :-
“કલ્પ-કલ્પ નો વિજયી છું” - આ જ રુહાની નશો ઈમર્જ રહે તો માયાજીત બની જશો.