01-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - અનેક દેહધારીઓ થી પ્રીત નિકાળી એક વિદેહી બાપ ને યાદ કરો તો તમારાં બધાં અંગ શીતળ થઇ જશે

પ્રશ્ન :-
જે દૈવીકુળ ની આત્માઓ છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
દૈવીકુળ વાળી આત્માઓ ને આ જૂની દુનિયાથી સહજ જ વૈરાગ્ય હશે. ૨-તેમની બુદ્ધિ બેહદમાં હશે. શિવાલયમાં ચાલવા માટે તેઓ પાવન ફૂલ બનવાનો પુરુષાર્થ કરશે. ૩-કોઇ આસુરી ચલન નહીં ચાલશે. ૪-પોતાનો પોતામેલ રાખશે કે કોઇ આસુરી કર્મ તો નથી થયું? બાપને સાચું સંભળાવશે. કંઈ પણ છુપાવશે નહીં.

ગીત :-
ન વો હમ સે જુદા હોંગે ..

ઓમ શાંતિ!
હમણાં આ છે બેહદ ની વાતો. હદ ની વાતો બધી નીકળી જાય. દુનિયા માં તો અનેકોને યાદ કરાય છે, અનેક દેહધારીઓ સાથે પ્રીત છે. વિદેહી એક જ છે, જેમને પરમપિતા પરમાત્મા શિવ કહેવાય છે. તમારે હવે એમની સાથે જ બુદ્ધિનો યોગ જોડવાનો છે. કોઈ દેહધારી ને યાદ નથી કરવાનાં. બ્રાહ્મણ વગેરે જમાડવા આ બધી થઈ કળયુગ ની રીત-રિવાજ. ત્યાં ની રીત-રિવાજ અને અહીંયા ની રીત-રિવાજ બિલકુલ અલગ છે. અહીંયા કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. જ્યાં સુધી તે અવસ્થા આવે ત્યાં સુધી પુરુષાર્થ ચાલતો રહે છે. બાપ કહે છે જેટલું થઈ શકે જૂની દુનિયાનાં જે થઈને ગયાં છે, કે જે છે તે બધાને ભૂલી જવાનું છે. આખો દિવસ બુદ્ધિમાં આજ ચાલે, કોને શું સમજાવાનું છે. બધાને બતાવવાનું છે કે આવીને વિશ્વનાં ભૂત, વર્તમાન, ભવિષ્ય ને સમજો, જેને કોઈ પણ નથી જાણતું. પાસ્ટ (ભૂતકાળ) અર્થાત્ ક્યારથી શરૂ થયું. પ્રેઝન્ટ (વર્તમાન) હમણાં શું છે. શરૂ થયું છે સતયુગ થી. તો સતયુગ થી લઈને હમણાં સુધી અને ફ્યુચર (ભવિષ્ય) શું થવાનું છે - દુનિયા બિલકુલ નથી જાણતી. આપ બાળકો જાણો છો એટલે ચિત્ર વગેરે બનાવો છો. આ છે મોટું બેહદ નું નાટક. તે જુઠ્ઠા હદનાં નાટક ખૂબ બનાવે છે. સ્ટોરી (કથા) બનાવવાવાળા અલગ હોય છે અને નાટકની સીન સીનેરી બનાવવાળા બીજા હોય છે. આ બધું રહસ્ય હમણાં તમારી બુદ્ધિમાં છે. હમણાં જે કંઈ જુઓ છો તે નહીં રહેશે. વિનાશ થઇ જશે. તો તમારે સતયુગી નવી દુનિયાની સીન સીનેરી ખૂબ સારી દેખાડવી પડે. જેમ અજમેરમાં સોનાની દ્વારિકા છે, તો તેમાંથી પણ સીન સીનેરી લઈને નવી દુનિયા અલગ બનાવીને પછી દેખાડો. આ જૂની દુનિયાને આગ લાગવાની છે, આનો પણ નકશો તો છે ને. અને આ નવી દુનિયા ઈમર્જ (પ્રગટ) થઈ રહી છે. એવાં-એવાં વિચાર કરી સારી રીતે બનાવવી જોઈએ. આ તો તમે સમજો છો. આ સમયે મનુષ્યોની બુદ્ધિ બિલકુલ જ જેમ પત્થરબુદ્ધિ છે. કેટલું તમે સમજાવો છો તો પણ બુદ્ધિમાં બેસતું નથી. નાટક વાળા સુંદર સીન સીનેરી બનાવે છે, એવાં કોઈથી મદદ લઇ સ્વર્ગની સીન સીનેરી ખૂબ સારી બનાવવી જોઈએ. તે લોકો આઈડિયા (અભિપ્રાય) સારી આપશે. યુક્તિ બતાવશે. તેમને સમજાવીને એવી સરસ બનાવવી જોઈએ જે મનુષ્ય આવીને સમજે. બરાબર સતયુગ માં તો એક જ ધર્મ હતો. આપ બાળકોમાં પણ નંબરવાર છે જેમની ધારણા હોય છે. દેહ-અભિમાની બુદ્ધિને છી-છી કહેવાય છે. દેહી-અભિમાની ને ગુલ-ગુલ કહેવાય છે. હમણાં તમે ફૂલ બનો છો. દેહ-અભિમાની રહેવાથી કાંટાનાં કાંટા રહી જાય. આપ બાળકોને તો આ જૂની દુનિયાથી વૈરાગ્ય છે. તમારી છે બેહદની બુદ્ધિ, બેહદ નો વૈરાગ્ય. આપણને આ વેશ્યાલય થી બહુજ નફરત છે. હમણાં આપણે શિવાલય જવા માટે ફૂલ બની રહ્યાં છીએ. બનતાં-બનતાં પણ જો કોઈ એવી ખરાબ ચલન ચાલે છે તો સમજાય છે આમનામાં હમણાં ભૂતની પ્રવેશતા છે. એક જ ઘરમાં પતિ હંસ બની રહ્યો છે, પત્ની નથી સમજતી તો ડિફિકલ્ટ (મુશ્કેલી) થાય છે. સહન કરવું પડે છે. સમજાય છે આમની તકદીરમાં નથી. બધાં તો દૈવીકુળનાં બનવા વાળા નથી, જે બનવા વાળા હશે તેજ બનશે. ઘણાંની ખરાબ ચલનની રિપોર્ટ આવે છે. આ-આ આસુરી ગુણ છે એટલે બાબા રોજ સમજાવે છે, પોતાનો પોતામેલ રાતનાં જુવો કે આજે કોઈ પણ આસુરી કામ તો અમે નથી કર્યું? બાબા કહે છે આખાં જીવનમાં જે ભૂલો કરી છે, તે બતાવો. કોઈ કઠોર ભૂલ કરે છે તો પછી સર્જનને બતાવવામાં લજ્જા આવે છે કારણ કે ઈજ્જત જશે ને. નહીં બતાવવાથી પછી નુકસાન થઈ જાય. માયા એવો થપ્પડ મારે છે જે એકદમ સત્યાનાશ કરી દે છે. માયા ખૂબ જબરજસ્ત છે. ૫ વિકારો પર જીત પામી નથી શકતા તો બાપ પણ શું કરશે.

બાપ કહે છે - હું રહેમદિલ પણ છું, તો કાળો નો કાળ પણ છું. મને બોલાવે જ છે પતિત-પાવન આવીને પાવન બનાવો. મારું નામ તો બંનેવ છે ને. કેવો રહેમદિલ છું, પછી કાળો નો કાળ છું, તે પાર્ટ હમણાં ભજવી રહ્યો છું. કાંટા ને ફૂલ બનાવે છે તો તમારી બુદ્ધિમાં તે ખુશી છે. અમરનાથ બાપ કહે છે તમે બધી પાર્વતીઓ છો. હમણાં તમે મામેકમ યાદ કરો તો તમે અમરપુરી માં ચાલ્યા જશો. અને તમારા પાપ નાશ થઈ જશે. તે યાત્રા કરવાથી તમારા પાપ નાશ તો થતાં નથી. આ છે ભક્તિમાર્ગની યાત્રાઓ. બાળકો થી આ પ્રશ્ન પણ પૂછે છે કે ખર્ચો કેવી રીતે ચાલે છે. પરંતુ એવાં કોઈ સમાચાર આપતા નથી કે અમે આ રેસ્પોન્ડ કર્યો. આટલાં બધાં બાળકો બ્રહ્માની ઔલાદ (સંતાન) બ્રાહ્મણ છે તો આપણે જ પોતાનાં માટે ખર્ચો કરશું ને. રાજાઈ પણ શ્રીમત પર આપણે સ્થાપન કરી રહ્યાં છે પોતાનાં માટે. રાજ્ય પણ આપણે કરીશું. રાજ્યોગ આપણે શીખીએ છીએ તો ખર્ચો પણ આપણે કરશું. શિવબાબા તો અવિનાશી જ્ઞાન રત્નોનું દાન આપે છે, જેનાથી આપણે રાજાઓનાં રાજા બનીએ છીએ. બાળકો જે ભણશે તેજ ખર્ચો કરશે ને. સમજાવવું જોઈએ અમે પોતાનો ખર્ચો કરીએ છીએ, અમે કોઈ ભીખ કે ડોનેશન (દાન) નથી લેતાં. પરંતુ બાળકો ફક્ત લખી દે છે કે આ પણ પૂછે છે એટલે બાબાએ કહ્યું હતું જે જે આખાં દિવસમાં સર્વિસ (સેવા) કરે છે તે સાંજે પોતામેલ બતાવવો જોઈએ. તેની પણ પીઠ હોવી જોઈએ. બાકી આવે તો અનેક છે. તે બધી પ્રજા બને છે, ઊંચું પદ પ્રાપ્ત કરવાવાળા ખૂબ થોડાં છે. રાજાઓ થોડાં હોય છે, સાહૂકાર પણ થોડાં બને છે. બાકી ગરીબ ખૂબ હોય છે. અહીંયા પણ એવું છે તો દૈવી દુનિયામાં પણ એવું હશે. રાજાઈ સ્થાપન થાય છે, તેમાં નંબરવાર બધાં જોઈએ. બાપ આવીને રાજ્યોગ શીખવાડી આદિ સનાતન દૈવી રાજધાની ની સ્થાપના કરાવે છે. દૈવી ધર્મની રાજધાની હતી, હમણાં નથી. બાપ કહે છે હું ફરી સ્થાપના કરું છું. તો કોઈને સમજાવવાં માટે ચિત્ર પણ એવાં જોઈએ. બાબાની મુરલી સાંભળશે, કરશે. દિવસ-પ્રતિદિવસ કરેક્શન (સુધાર) તો થતી રહે છે. તમે પોતાની અવસ્થા ને પણ જોતા રહો કેટલી કરેક્ટ (સુધાર) થતી જાય છે. બાપ આવીને ગંદકી થી નીકાળે છે, જેટલું જે અનેકોને નીકાળવાની સર્વિસ કરશે એટલું ઊંચ પદ પામશે. આપ બાળકોએ તો એકદમ ક્ષીરખંડ થઇને રહેવું જોઈએ. સતયુગ થી પણ અહીંયા બાપ તમને ઊંચા બનાવે છે. બાપ ઈશ્વર ભણાવે છે તો તેમને પોતાનાં ભણતરનો જલવો (પ્રદર્શન) દેખાડવાનો છે ત્યારે તો બાપ પણ કુરબાન જશે. દિલ માં આવવું જોઈએ - બસ, હવે તો અમે ભારતને સ્વર્ગ બનાવવાનો ધંધો જ કરશું. આ નોકરી વગેરે કરવી, તે તો કરતા રહેશો. પહેલાં પોતાની ઉન્નતિનો તો કરીએ. છે ખુબ સહજ. મનુષ્ય બધુજ કરી શકે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા રાજાઈ પદ પામવાનું છે એટલે રોજ પોતાનો પોતામેલ નીકાળો. આખાં દિવસનો ફાયદો અને નુકસાન નીકાળો. પોતામેલ નથી નીકાળતા તો સુધરવું ખૂબ મુશ્કેલ છે. બાપ નું કહેવું માનતા નથી. રોજ જોવું જોઈએ - કોઈને અમે દુઃખ તો નથી આપ્યું? પદ ખૂબ ઊંચુ છે, અથાહ કમાણી છે. નહીં તો પછી રડવું પડશે. રેસ (હરીફાઈ) હોય છે ને. કોઈ તો લાખો રૂપિયા કમાઈ લે છે, કોઈ તો કંગાળ ના કંગાળ રહી જાય છે.

હમણાં તમારી છે ઈશ્વરીય રેસ, આમાં કોઈ દોડ વગેરે નથી લગાવવાની ફક્ત બુદ્ધિથી પ્યારા બાબા ને યાદ કરવાનાં છે. કાંઈ પણ ભૂલ થાય તો ઝટ બતાવવું જોઈએ. બાબા અમારા થી આ ભૂલ થઇ. કર્મેન્દ્રિયો થી આ ભૂલ કરી. બાપ કહે છે રોંગ-રાઈટ (ખરું-ખોટું) તો વિચારવાની બુદ્ધિ મળી છે તો હવે રોંગ કામ નથી કરવાનું. રોંગ કામ કરી દીધું - તો બાબા તોબા-તોબા, ક્ષમા કરજો કારણ કે બાપ હમણાં અહીંયા બેઠાં છે સાંભળવા માટે. જે પણ ખોટું કામ થઈ જાય તો તરત બતાવો કે લખો - બાબા આ ખોટું કામ થયું તો તમારું અડધું માફ થઈ જશે. એવું નહીં કે હું કૃપા કરીશ. ક્ષમા કે કૃપા પાઈ ની પણ નહીં થશે. બધાએ પોતાને સુધારવાનાં છે. બાપની યાદથી વિકર્મ વિનાશ થશે. પાસ્ટ નું પણ યોગબળ થી કપાતું જશે. બાપનાં બનીને પછી બાપની નિંદા નહીં કરાવો. સદ્દગુરુ નાં નીંદક ઠોર ન પામે. ઠોર તમને મળે છે - ખૂબ ઊંચી. બીજા ગુરુઓની પાસે કોઈ રાજાઈની ઠોર થોડી છે. અહીંયા તમારું લક્ષ-હેતુ છે. ભક્તિમાર્ગમાં કોઈ લક્ષ-હેતુ હોતું નથી. જો હોય પણ છે તો અલ્પકાળ માટે. ક્યાં ૨૧ જન્મનું સુખ, ક્યાં પાઈ પૈસાનું થોડું સુખ. એવું નથી ધન થી સુખ હોય છે. દુઃખ પણ કેટલું હોય છે. અચ્છા - સમજો કોઈએ હોસ્પિટલ બનાવી તો બીજા જન્મમાં બિમારી ઓછી થશે. એવું તો નહીં ભણતર વધારે મળશે. ધન પણ વધારે મળશે. તેનાં માટે તો પછી બધુંજ કરો. કોઈ ધર્મશાળા બનાવે છે તો બીજા જન્મમાં મહેલ મળશે. એવું નહીં કે તંદુરસ્ત રહેશે. ના. તો બાપ કેટલી વાતો સમજાવે છે. કોઈ તો સારી રીતે સમજીને સમજાવે, કોઈ તો સમજતા જ નથી. તો રોજ પોતામેલ નીકાળો. આજે શું પાપ કર્યું? આ વાતમાં નાપાસ થયાં. બાપ સલાહ આપશે તો એવું કામ ન કરવું જોઈએ. તમે જાણો છો આપણે તો હવે સ્વર્ગમાં જઈએ છીએ. બાળકોને ખુશીનો પાર નથી ચઢતો. બાબા ને કેટલી ખુશી છે. હું વૃદ્ધ છું, આ શરીર છોડીને હું પ્રિન્સ (રાજકુમાર) બનવાનો છું. તમે પણ ભણો છો તો ખુશીનો પાર ચઢવો જોઇએ. પરંતુ બાપ ને યાદ જ નથી કરતાં. બાપ કેટલું સહજ સમજાવે છે, તે અંગ્રેજી વગેરે ભણવામાં માથું કેટલું ખરાબ થાય છે. ખુબ મુશ્કેલી થાય છે. આ તો ખૂબ સહજ છે. આ રુહાની ભણતર થી તમે શીતળ બની જાઓ છો. આમાં તો ફક્ત બાપ ને યાદ કરતા રહો તો એકદમ શીતળ અંગ થઈ જશે. શરીર તો તમને છે ને. શિવબાબા ને તો શરીર નથી. અંગ છે શ્રીકૃષ્ણ ને. તેમનાં અંગ તો શીતળ છે જ એટલે તેમનું નામ રાખી દીધું છે. હવે તેમનો સંગ કેવી રીતે થાય. તે તો હોય છે જ સતયુગમાં. તેમનાં પણ એવા શીતળ અંગ કોણે બનાવ્યાં? આ તમે હમણાં સમજો છો. તો હવે આપ બાળકોને પણ એટલી ધારણા કરવી જોઈએ. લડવાનું-ઝઘડવાનું બિલકુલ નથી. સાચું બોલવાનું છે. જુઠ્ઠું બોલવા થી સત્યાનાશ થઈ જાય છે.

બાપ આપ બાળકોને ઓલરાઉન્ડ બધી વાતો સમજાવે છે. ચિત્ર પણ સારા-સારા બનાવો જે પછી બધાની પાસે જાય. સારી ચીજ જોઈને કહેશે ચાલીને જુઓ. સમજાવવા વાળા પણ હોશિયાર જોઈએ. સર્વિસ કરવાનું પણ શીખવાનું છે. સારી બ્રાહ્મણીઓ પણ જોઈએ જે આપ સમાન બનાવે. જે આપ સમાન મેનેજર બનાવે છે તેમને સારી બ્રાહ્મણી કહેશું. તે પદ પણ ઊંચું પામશે. બેબી (બાળ) બુદ્ધિ પણ ન હોય, નહીં તો ઉઠાવીને લઈ જાય. રાવણ સંપ્રદાય છે ને. એવી બ્રાહ્મણીઓ તૈયાર કરો જે પાછળ સેવાકેન્દ્ર સંભાળી શકે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ ને પોતાનાં ભણતરનો જલવો દેખાડવાનો છે. ભારતને સ્વર્ગ બનાવવાનાં ધંધામાં લાગી જવાનું છે. પહેલાં પોતાની ઉન્નતિનો વિચાર કરવાનો છે. ક્ષીરખંડ થઇને રહેવાનું છે.

2. કોઈ ભૂલ થાય તો બાપ થી ક્ષમા લઈને સ્વયં જ સ્વયંને સુધારવાનું છે. બાપ કૃપા નથી કરતાં, બાપની યાદથી વિકર્મ કાપવાનાં છે. નિંદા કરાવવા વાળા કોઈ કર્મ નથી કરવાનાં.

વરદાન :-
પોતાની પાવરફુલ ( શક્તિશાળી ) સ્ટેજ ( અવસ્થા ) દ્વારા સર્વની શુભકામનાઓને પૂર્ણ કરવા વાળા મહાદાની ભવ

પાછળ આવવાવાળી આત્માઓ થોડામાં જ રાજી થશે, કારણ કે તેમનો પાર્ટ જ કણા-દાણા લેવાનો છે. તો એવી આત્માઓને તેમની ભાવનાનું ફળ પ્રાપ્ત થાય, કોઈ પણ વંચિત ન રહે, તેનાં માટે હમણાંથી પોતાનામાં સર્વ શક્તિઓ જમા કરો. જ્યારે તમે પોતાની સંપૂર્ણ પાવરફુલ, મહાદાની સ્ટેજ પર સ્થિત હશો, તો કોઈ પણ આત્માને પોતાનાં સહયોગ થી, મહાદાન આપવાનાં કર્તવ્યનાં આધાર થી, શુભ ભાવના ની સ્વીચ ઓન કરતાં જ નજર થી નિહાલ કરી દેશો.

સ્લોગન :-
સદા ઈશ્વરીય મર્યાદાઓ ઉપર ચાલતાં રહો તો મર્યાદા પુરુષોત્તમ બની જશો.