01-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  13.12.90    બાપદાદા મધુબન


તપસ્યા નું ફાઉન્ડેશન ( પાયો ) બેહદ નો વૈરાગ્ય
 


આજે બાપદાદા સર્વ સ્નેહી બાળકો ને સ્નેહ નાં પુષ્પ અર્પિત કરતા જોઈ રહ્યાં છે. દેશ વિદેશ નાં સર્વ બાળકો નાં દિલ થી સ્નેહ નાં પુષ્પો ની વર્ષા બાપદાદા જોઈ રહ્યાં છે. બધાં બાળકોનાં મન નાં એક જ સાઝ અથવા ગીત સાંભળી રહ્યાં છે. એક જ ગીત છે - મેરા બાબા. ચારેય તરફ મિલન મનાવવાની શુભ-આશાઓ નાં દિપક ઝગમગી રહ્યાં છે. આ દિવ્ય દૃશ્ય આખાં કલ્પ માં સિવાય બાપદાદા અને બાળકોનાં કોઈ જોઈ નથી શકતું. આ અનોખા સ્નેહ નાં પુષ્પ અહીં આ જૂની દુનિયાનાં કોહિનૂર હીરા થી પણ અમૂલ્ય છે. આ દિલ નાં ગીત સિવાય બાળકોનાં બીજું કોઈ ગાઈ નથી શકતું. આવી દીપમાળા કોઈ મનાવી નથી શકતું. બાપદાદા ની સામે સર્વ બાળકો ઈમર્જ (હાજર) છે. આ સ્થૂળ સ્થાન માં બધાં બેસી નથી શકતાં. પરંતુ બાપદાદા નું દિલતખ્ત અતિ વિશાળ છે એટલે બધાંને ઈમર્જ રુપમાં જોઈ રહ્યાં છે. બધાનાં યાદપ્યાર અને સ્નેહભર્યા અધિકાર ની ફરિયાદ પણ સાંભળી રહ્યાં છે અને સાથે-સાથે દરેક બાળક ને રિટર્ન (વળતર) માં પદમગણા વધારે યાદપ્યાર આપી રહ્યાં છે. બાળકો અધિકાર થી કહે છે - અમે બધાં સાકાર સ્વરુપ માં મિલન મનાવીએ. બાપ પણ ઈચ્છે છે, બાળકો પણ ઈચ્છે છે. છતાં પણ સમય પ્રમાણે બ્રહ્મા બાપ અવ્યક્ત ફરિશ્તા રુપ માં સાકાર સ્વરુપ થી અનેક ગણી તીવ્રગતિ થી સેવા કરતા બાળકો ને પોતાનાં સમાન બનાવી રહ્યાં છે. ન ફક્ત એક બે વર્ષ, પરંતુ અનેક વર્ષ અવ્યક્ત મિલન, અવ્યક્ત રુપ માં સેવાનો અનુભવ કરાવ્યો અને કરાવી પણ રહ્યાં છે. તો બ્રહ્મા બાપે અવ્યક્ત હોવા છતાં પણ વ્યક્ત માં કેમ પાર્ટ ભજવ્યો? સમાન બનાવવા માટે. બ્રહ્મા બાપ અવ્યક્ત થી વ્યક્ત માં આવ્યાં, તો બાળકોએ રિટર્ન માં શું કરવાનું છે? વ્યક્ત થી અવ્યક્ત બનવાનું છે. સમય પ્રમાણે અવ્યક્ત મિલન, અવ્યક્ત રુપ થી સેવા હવે અતિ આવશ્યક છે. એટલે સમય પ્રતિ સમય બાપદાદા અવ્યક્ત મિલન ની અનુભૂતિ નો ઈશારો આપી રહ્યાં છે. એટલાં માટે તપસ્યા વર્ષ પણ મનાવી રહ્યાં છો ને. બાપદાદા ને હર્ષ છે કે મેજોરીટી (અધિકાંશ) બાળકોને ઉમંગ-ઉત્સાહ સારો છે. મૈનોરીટી (થોડાક) એવું વિચારે છે કે પ્રોગ્રામ પ્રમાણે કરવાનું જ છે. એક છે પ્રોગ્રામ થી કરવું અને બીજું છે દિલ નાં ઉમંગ-ઉત્સાહથી કરવું. દરેક પોતાનાથી પૂછો - હું શેમાં છું?

સમય ની પરિસ્થિતિઓ પ્રમાણે, સ્વ ની ઉન્નતિ પ્રમાણે, તીવ્ર ગતિ ની સેવા પ્રમાણે, બાપદાદા નાં સ્નેહ નું રિટર્ન આપવાનાં પ્રમાણે તપસ્યા અતિ આવશ્યક છે. પ્રેમ કરવો અતિ સહજ છે અને બધાં કરે છે - આ પણ બાપ જાણે છે પરંતુ રિટર્ન સ્વરુપ માં બાપદાદા સમાન બનવાનું છે. આ સમયે બાપદાદા એ જોવા ઈચ્છે છે. આમાં કોઈ માં કોઈ નીકળે છે. ઈચ્છા બધાંની છે પરંતુ ઈચ્છાવાળા અને કરવાવાળા - આમાં સંખ્યા નું અંતર છે કારણ કે તપસ્યા નું સદા અને સહજ ફાઉન્ડેશન છે - બેહદ નો વૈરાગ્ય. બેહદ નો વૈરાગ્ય અર્થાત્ ચારેય તરફ નાં કિનારા છોડી દેવા કારણ કે કિનારા ને સહારો બનાવી દીધો છે. સમય પ્રમાણે પ્યારા બન્યાં અને સમય પ્રમાણે શ્રીમત પર નિમિત્ત બનેલી આત્માઓનાં ઈશારા પ્રમાણે સેકન્ડ માં બુદ્ધિ પ્યારી થી પછી ન્યારી બની જાય, તે નથી થતું. જેટલાં જલ્દી પ્યારા બનો છો, એટલાં ન્યારા નથી બનતાં. પ્યારા બનવામાં હોશિયાર છો, ન્યારા બનવામાં વિચારો છો, હિંમત જોઈએ. ન્યારા બનવું જ કિનારો છોડવો છે અને કિનારો છોડવો જ બેહદ ની વૈરાગ્ય વૃત્તિ છે. કિનારા ને સહારો બનાવી પકડતા આવડે છે પરંતુ છોડવામાં શું કરો છો? લાંબુ પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દો છો. સેવા નાં ઇન્ચાર્જ (પ્રભારી) બનવાનું ખૂબ સારું આવડે છે પરંતુ ઇન્ચાર્જ ની સાથે-સાથે સ્વયં ની અને બીજાઓની બેટરી ચાર્જ કરવામાં મુશ્કેલ લાગે છે એટલે વર્તમાન સમયે તપસ્યા દ્વારા વૈરાગ્ય વૃત્તિ ની અતિ આવશ્યકતા છે.

તપસ્યા ની સફળતાનો વિશેષ આધાર અથવા સહજ સાધન છે - એક શબ્દ નો પાઠ પાક્કો કરો. બે-ત્રણ લખવું મુશ્કેલ થાય છે. એક લખવું ખૂબ સહજ છે. તપસ્યા અર્થાત્ એક નાં બનવું. જેને બાપદાદા એકનામી કહે છે. તપસ્યા અર્થાત્ મન-બુદ્ધિ ને એકાગ્ર કરવી, તપસ્યા અર્થાત્ એકાંત-પ્રિય રહેવું, તપસ્યા અર્થાત્ સ્થિતિ ને એકરસ રાખવી, તપસ્યા અર્થાત્ સર્વ પ્રાપ્ત ખજાના ને વ્યર્થ થી બચાવવા અર્થાત્ ઇકોનોમી થી ચાલવું. તો એક નો પાઠ પાક્કો થયો ને - એક નો પાઠ મુશ્કેલ છે કે સહજ છે? છે તો સહજ, પરંતુ - એવી ભાષા તો નહીં બોલશો ને.

ખૂબ-ખૂબ ભાગ્યવાન છો. અનેક પ્રકારની મહેનત થી છૂટી ગયાં. દુનિયા વાળા ને સમય કરાવશે અને સમય પર મજબૂરી થી કરશે. બાળકોને બાપ સમય ની પહેલાં તૈયાર કરે છે અને બાપ ની મહોબ્બત થી કરો છો. જો મહોબ્બત થી ન કર્યુ કે થોડું કર્યુ તો શું થશે? મજબૂરી થી કરવું જ પડશે. બેહદ નો વૈરાગ્ય ધારણ કરવો જ પડશે પરંતુ મજબૂરી થી કરવાનું ફળ નથી મળતું. મહોબ્બત નું પ્રત્યક્ષફળ ભવિષ્યફળ બને છે અને મજબૂરી વાળાને ક્યાંક થી ક્રોસ કરવું પડશે! ક્રોસ કરવું પણ ક્રોસ પર ચઢવા સમાન છે. તો શું પસંદ છે? મહોબ્બત થી કરશો. બાપદાદા ક્યારેક કિનારા નું લિસ્ટ (યાદી) સંભળાવશે. આમ તો જાણવામાં હોશિયાર છો. રિવાઈઝ (યાદ) કરાવશે કારણ કે બાપદાદા તો બાળકોની દરરોજ ની દિનચર્યા જ્યારે ઈચ્છે ત્યારે જોઈ શકે છે. એક-એક ને જોવાનો આખો દિવસ ધંધો નથી કરતાં. સાકાર બ્રહ્મા બાપ ને જોયા એમની નજર સ્વતઃ જ ક્યાં પડતી હતી. ભલે તમારો પત્ર હોય, ભલે પોતામેલ હોય, કે કોઈ ચાલ-ચલન હોય, કે કોઈ આઠ કાગળ નો પત્ર હોય પરંતુ બાપ ની નજર ક્યાં પડતી? જ્યાં ડાયરેક્શન (માર્ગદર્શન) આપવાનું હોય, જ્યાં આવશ્યકતા હશે. બાપદાદા જુએ પણ બધું છે, પરંતુ નથી પણ જોતાં. જાણે પણ છે, નથી પણ જાણતાં. જે આવશ્યક નથી - તે નથી જોતાં, નથી જાણતાં. ખેલ તો ખૂબ સારા જુએ છે, તે પછી ક્યારેક સંભળાવશે. અચ્છા.

તપસ્યા કરવી, બેહદ ની વૈરાગ્ય વૃત્તિ માં રહેવું સહજ છે ને. કિનારા ને છોડવો મુશ્કેલ છે? પરંતુ બનવાનું પણ તમારે જ છે. કલ્પ-કલ્પ ની પ્રાપ્તિ નાં અધિકારી બન્યાં છો અને અવશ્ય બનશો. અચ્છા. આ વર્ષે કલ્પ પહેલાં વાળા અનેક કલ્પ નાં જૂનાં અને આ કલ્પ નાં નવાં બાળકો ને ચાન્સ મળ્યો (તક મળી) છે. તો ચાન્સ મળવાની ખુશી છે ને? મેજોરીટી નવાં છે, ટીચર્સ જૂનાં છે. તો ટીચર શું કરશે? વૈરાગ્ય વૃત્તિ ધારણ કરશે ને? કિનારા છોડશે? કે તે સમયે કહેશે કે કરવાનું તો ઈચ્છીએ છીએ પરંતુ કેવી રીતે કરીએ? કરીને દેખાડવા વાળા છો કે સંભળાવવા વાળા છો? જે પણ ચારેય તરફ નાં બાળકો આવેલાં છે બધાંં બાળકો ને બાપદાદા સાકાર રુપ માં જોવાથી હર્ષિત થઈ રહ્યાં છે. હિંમત રાખી છે અને મદદ બાપ ની સદા છે જ, એટલે સદૈવ હિંમત થી મદદ નાં અધિકાર ને અનુભવ કરતા સહજ ઉડતાં ચાલો (જાઓ). બાપ મદદ આપે છે પરંતુ લેવાવાળા લે. દાતા આપે છે પરંતુ લેવાવાળા યથાશક્તિ બની જાય છે. તો યથાશક્તિ નથી બનવાનું. સદા સર્વશક્તિવાન બનજો. તો પાછળ આવવા વાળા પણ આગળ નંબર લઈ લેશે. સમજ્યાં. સર્વ શક્તિઓનાં અધિકાર ને પૂરો પ્રાપ્ત કરો. અચ્છા.

ચારેય તરફ નાં સર્વ સ્નેહી આત્માઓ, સદા બાપ નાં પ્રેમ નું રિટર્ન આપવા વાળા, અનન્ય આત્માઓ, સદા તપસ્વી મૂર્ત સ્થિતિ માં સ્થિત રહેવા વાળા, બાપ નાં સમીપ આત્માઓ, સદા બાપ સમાન બનવાનાં લક્ષ ને લક્ષણ રુપમાં લાવવા વાળા, એવાં દેશ-વિદેશ નાં સર્વ બાળકો ને દિલારામ બાપ નાં દિલ વ જાન, સિક વ પ્રેમ થી યાદપ્યાર અને નમસ્તે.

દાદીઓથી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત - અષ્ટ શક્તિધારી, ઇષ્ટ અને અષ્ટ છો ને. અષ્ટ ની નિશાની શું છે, જાણો છો? દરેક કર્મ માં સમય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, દરેક શક્તિ કર્મ માં લાવવા વાળા. અષ્ટ શક્તિઓ ઇષ્ટ પણ બનાવી દે છે અને અષ્ટ પણ બનાવી દે છે. અષ્ટ શક્તિધારી છો એટલે આઠ ભુજાઓ દેખાડે છે. વિશેષ આઠ શક્તિઓ છે. આમ છે તો ઘણીબધી, પરંતુ આઠ માં મેજોરીટી આવી જાય છે. વિશેષ શક્તિઓ ને સમય પર કાર્યમાં લાવવાની છે. જેવો સમય, જેવી પરિસ્થિતિ તેવી સ્થિતિ હોય, આને કહે છે અષ્ટ કે ઇષ્ટ. તો એવું ગ્રુપ તૈયાર છે ને? વિદેશ માં કેટલાં તૈયાર છે? અષ્ટ માં આવવા વાળા છે ને? અચ્છા.

(સવારે બ્રહ્મ મુહૂર્ત નાં સમયે સંતરી દાદીએ શરીર છોડ્યું ૧૩-૧૨-૯૦)

સારું છે, જવાનું તો બધાંએ જ છે. એવરરેડી (સદા તૈયાર) છો કે યાદ આવશે - મારું સેવાકેન્દ્ર, હવે જિજ્ઞાસુઓ નું શું થશે? મારું-મારું તો યાદ નહીં આવે ને? જવાનું તો બધાંએ છે પરંતુ દરેક નાં હિસાબ પોત-પોતાનાં છે. હિસાબ-કિતાબ ચૂક્તું કર્યા વગર કોઈ જઈ નથી શકતું, એટલે બધાંએ ખુશી થી છુટ્ટી આપી. બધાને ગમ્યું ને. આવી રીતે જવું સારું છે ને. તો તમે પણ એવરરેડી થઈને જજો. અચ્છા.

પાર્ટીઓ થી અવ્યક્ત બાપદાદા ની મુલાકાત

૧ . દિલ્હી અને પંજાબ બંનેવ સેવા નાં આદિ સ્થાન છે. સ્થાપના નાં સ્થાન સદા મહત્વપૂર્વક જોવાય છે, ગવાય છે. જેમ સેવા માં આદિ સ્થાન છે, તેમ સ્થિતિ માં આદિ રતન છો? સ્થાન ની સાથે-સાથે સ્થિતિ ની પણ મહિમા છે ને. આદિ રતન અર્થાત્ દરેક શ્રીમત ને જીવનમાં લાવવાની આદિ કરવા વાળા. ફક્ત સાંભળવા-સંભળાવવા વાળા નહીં, કરવા વાળા કારણ કે સાંભળવા-સંભળાવવા વાળા તો અનેક છે પરંતુ કરવાવાળા કોટો માં કોઈ છે. તો આ નશો રહે છે કે અમે કોટો માં કોઈ છીએ? આ રુહાની નશો, માયા નાં નશા થી છોડાવી દે છે. આ રુહાની નશો સેફ્ટી (સુરક્ષા) નું સાધન છે. કોઈપણ માયા નો નશો - પહેરવાનો, ખાવાનો, જોવાનો પોતાની તરફ આકર્ષિત નથી કરી શકતો. એવાં નાશા માં રહો છો કે માયા થોડાં-થોડાં આકર્ષિત કરે છે? હવે સમજદાર બની ગયાં છો ને. માયા ની પણ સમજ છે. સમજદાર ક્યારેય દગો નથી ખાતાં. જો સમજદાર ક્યારેક દગો ખાઈ લે તો એને બધાં શું કહેશે? સમજદાર અને દગો ખાઈ લીધો! દગો ખાવો અર્થાત્ દુઃખ નું આહવાન કરવું. જ્યારે દગો ખાઓ છો તો એનાંથી દુઃખ મળે છે ને. તો દુઃખ ને કોઈ લેવા ઈચ્છે છે શું? એટલે સદા આદિ રતન છો અર્થાત્ દરેક શ્રીમત ની આદિ પોતાનાં જીવનમાં કરવા વાળા. એવાં છો? કે જુઓ છો - પહેલાં બીજા કરે, પછી અમે કરીશું? એ નથી કરતાં તો અમે કેવી રીતે કરીએ! કરવામાં પહેલાં હું. બીજો બદલાય, પછી હું બદલાઉં. આ પણ બદલાય તો હું બદલાઉં. નહીં, જે કરશે તે મેળવશે, અને કેટલું મેળવશે? એક નું પદમગણું. તો કરવામાં મજા છે ને. એક કરો અને પદમ મેળવો. આમાં તો પ્રાપ્તિ જ પ્રાપ્તિ છે, એટલે પ્રેક્ટિકલ (વ્યવહારમાં) શ્રીમત ને લાવવામાં પહેલાં હું. માયા નાં વશ થવામાં પહેલાં હું નહીં, પરંતુ આ પુરુષાર્થ માં પહેલાં હું - ત્યારે સફળતા દરેક કદમ માં અનુભવ કરશો. સફળતા થયેલી જ છે. ફક્ત થોડો રસ્તો બદલી દો છો, બદલવાથી મંઝિલ દૂર થઈ જાય છે, સમય લાગે છે. જો કોઈ ખોટાં રસ્તા પર ચાલ્યાં જશે તો મંઝિલ દૂર થઈ જશે ને. તો એવું નહીં કરતાં. મંઝિલ સામે છે, સફળતા થયેલી જ છે. જ્યારે ક્યારેક મહેનત કરવી પડે છે તો મહોબ્બત નું પલડું હલકું હોય છે. જો મહોબ્બત હોય તો મહેનત ક્યારેય ન કરવી પડે કારણ કે બાપ અનેક ભુજાઓ સહિત તમારી મદદ કરશે. એ પોતાની ભુજાઓથી સેકન્ડ માં કાર્ય સફળ કરી દેશે. પુરુષાર્થ માં સદા ઉડતા રહેશો. પંજાબ વાળા ઉડો છો કે ડરો છો? પાક્કા અનુભવી થઈ ગયાં છો? કોઈ ડરવા વાળા છો? શું થશે, કેવી રીતે થશે! નહીં. એમને પણ શાંતિ નું દાન આપવા વાળા છો. કોઈ પણ આવે શાંતિ લઈને જાય, ખાલી હાથે ન જાય. ભલે જ્ઞાન ન આપો પરંતુ શાંતિ નાં વાઈબ્રેશન (પ્રકંપન) પણ શાંત કરી દે છે. અચ્છા.

૨ . ચારેય તરફ થી આવેલી શ્રેષ્ઠ આત્માઓ બધી બ્રાહ્મણ છો, નહીં કે રાજસ્થાની, ન મહારાષ્ટ્રીયન, ન મધ્યપ્રદેશ બધાં એક છો. આ સમયે બધાં મધુબન નિવાસી છો. બ્રાહ્મણ નું ઓરીજનલ (મૂળ) સ્થાન મધુબન છે. સેવા માટે અલગ-અલગ એરિયામાં (જગ્યાએ) ગયેલાં છો. જો એક જ સ્થાન પર બેસી જાઓ તો ચારેય તરફ ની સેવા કેવી રીતે થશે? એટલે સેવા અર્થ અલગ-અલગ સ્થાનો પર ગયાં છો. ભલે લૌકિક માં બિઝનેસમેન (વેપારી) છો કે ગવર્મેન્ટ સર્વન્ટ (સરકારી કર્મચારી) છો, કે ફેક્ટરી માં કામ કરવાવાળા છો. પરંતુ ઓરીજનલ ઓક્યુપેશન (સાચું કર્તવ્ય) ઈશ્વરીય સેવાધારી છો. માતાઓ પણ ઘર માં રહેતા ઈશ્વરીય સેવા પર છે. જ્ઞાન ભલે કોઈ સાંભળે કે ન સાંભળે, શુભ-ભાવના, શુભ-કામના નાં વાયબ્રેશન (પ્રકંપન) થી પણ બદલાય છે. ફક્ત વાણી ની સેવા જ સેવા નથી, શુભ-ભાવના રાખવી પણ સેવા છે. તો બંનેવ સેવાઓ કરવાનું આવડે છે ને? કોઈ તમને ગાળો (અપશબ્દ) પણ આપે તો પણ તમે શુભ-ભાવના, શુભ-કામના નહીં છોડો. બ્રાહ્મણ નું કામ છે - કાંઈ ને કાંઈ આપવું. તો આ શુભ-ભાવના, શુભ-કામના રાખવી પણ શિક્ષા આપવી છે. બધાં વાણી થી નથી બદલાતાં. કેવાં પણ હોય પરંતુ કાંઈ ને કાંઈ અંજલી જરુર આપો. ભલે પાક્કો રાવણ જ કેમ ન હોય. ઘણી માતાઓ કહે છે ને - અમારા સંબંધી પાક્કા રાવણ છે, બદલાવા વાળા નથી, એવી આત્માઓને પણ પોતાનાં ખજાના થી, શુભ-ભાવના, શુભ-કામના ની અંજલી જરુર આપો. કોઈ ગાળો આપે છે તો પણ તેમનાં મુખ થી શું નીકળે છે? આ બ્રહ્માકુમારીઓ છે. તો બ્રહ્મા બાપ ને તો યાદ કરે છે, ભલે ગાળો પણ આપે પરંતુ બ્રહ્મા તો કહે છે. છતાં પણ બાપ નું નામ તો લે છે ને. ભલે જાણે કે ન જાણે, તમે છતાં પણ એમને અંજલી આપો. એવી અંજલી આપો છો કે જે નથી સાંભળતા એમને છોડી દો છો? છોડતા નહીં, નહીં તો પછી તમારા કાન પકડશે, ફરિયાદ કરશે - અમે તો બેસમજ હતાં, તમે કેમ નહીં આપ્યું. તો કાન પકડશે ને. તમે દેતા જાઓ, કોઈ લે કે ન લે. બાપદાદા રોજ આટલાં ખજાના બાળકોને આપે છે. કોઈ પૂરાં લે છે, કોઈ યથાશક્તિ લે છે. પછી બાપદાદા ક્યારેય કહે છે - હું નહીં આપુ? કેમ નથી લેતાં? તો બ્રાહ્મણો નું કર્તવ્ય છે આપવું. દાતા નાં બાળકો છો ને. તેઓ સારું કહે, પછી તમે આપો તો આ લેવતા થયાં. લેવતા ક્યારેય દાતા નાં બાળકો હોઈ ન શકે, દેવતા નથી બની શકતાં. આપ દેવતા બનવા વાળા છો ને? દેવતાઈ વસ્ત્ર તૈયાર છે ને? કે હમણાં સિલાઈ થઈ રહી છે, ધુલાઇ થઈ રહી છે કે ફક્ત પ્રેસ (ઈસ્ત્રી) રહી ગઈ છે. દેવતાઈ વસ્ત્ર સામે દેખાવું જોઈએ. આજે ફરિશ્તા, કાલે દેવતા. કેટલીવાર દેવતા બન્યાં છો? તો સદૈવ પોતાને દાતા નાં બાળકો અને દેવતા બનવા વાળા છો - આ જ યાદ રાખો. દાતા નાં બાળકો લઈને નથી આપતાં. માન મળે, રીગાર્ડ (માન) આપે તો આપું - એમ નહીં. સદા દાતા નાં બાળકો દેવાવાળા. એવો નશો સદા રહે છે ને. કે ક્યારેક ઓછો થાય છે, ક્યારેક વધારે. હજી માયા ને વિદાય નથી આપી? ધીરે-ધીરે નહીં આપતાં - એટલો સમય નથી. એક તો આવ્યાં મોડેથી છો અને પછી ધીરે-ધીરે પુરુષાર્થ કરશો તો પહોંચી નહીં શકો. નિશ્ચય થયો, નશો ચઢ્યો અને ઉડો. હમણાં ઉડતી કળા નો સમય છે. ઉડવાનું ફાસ્ટ (તીવ્ર) હોય છે ને. તમે ભાગ્યશાળી છો - ઉડવાનાં સમય પર આવ્યાં છો. તો સદૈવ પોતાને એવાં જ અનુભવ કરો કે અમે ખૂબ-ખૂબ ભાગ્યવાન છીએ. આવું ભાગ્ય પછી આખાં કલ્પ માં નથી મળી શકતું. તો દાતા નાં બાળકો બનો, લેવાનો સંકલ્પ ન હોય. પૈસા આપે, કપડા આપે, ખાવાનું આપે. દાતા નાં બાળકો ને બધું સ્વતઃજ પ્રાપ્ત થાય છે. માંગવા વાળા ને નથી મળતું. દાતા બનો તો જાતેજ મળતું રહેશે. અચ્છા!

વરદાન :-
યથાર્થ યાદ દ્વારા સર્વ શક્તિ સંપન્ન બનવા વાળા સદા શસ્ત્રધારી , કર્મયોગી ભવ

યથાર્થ યાદ નો અર્થ છે સર્વ શક્તિઓ થી સદા સંપન્ન રહેવું. પરિસ્થિતિ રુપી દુશ્મન આવે અને શસ્ત્ર કામ માં ન આવે તો શસ્ત્રધારી ન કહેવાય. દરેક કર્મ માં યાદ હોય ત્યારે સફળતા થશે (મળશે). જેવી રીતે કર્મ વગર એક સેકન્ડ પણ નથી રહી શકતાં, તેવી રીતે કોઈ પણ કર્મ યોગ વગર નથી કરી શકાતું, એટલે કર્મ-યોગી, શસ્ત્રધારી બનો અને સમય પર સર્વ શક્તિઓ ને ઓર્ડર પ્રમાણે યુઝ કરો (હુકમ પ્રમાણે ઉપયોગ કરો) - ત્યારે કહેવાશે યથાર્થ યોગી.

સ્લોગન :-
જેનાં સંકલ્પ અને કર્મ મહાન છે તે માસ્ટર સર્વશક્તિમાન્ છે.