01-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સદા ઈશ્વરીય સેવા માં બીઝી ( વ્યસ્ત ) રહો તો બાપ સાથે પ્રેમ વધતો જશે , ખુશી નો પારો ચઢેલો રહેશે

પ્રશ્ન :-
નજર થી નિહાલ થવા વાળા બાળકો નાં દિલ માં કઈ ખુશી રહે છે?

ઉત્તર :-
એમનાં દિલ માં સ્વર્ગ ની બાદશાહી ની ખુશી રહે છે કારણ કે બાપ ની નજર મળી અર્થાત્ વારસા નાં અધિકારી બન્યાં. બાપ માં બધું સમાયેલું છે.

પ્રશ્ન :-
બાપ બાળકો ને રોજ ભિન્ન-ભિન્ન ઢંગ (રીતે) થી નવાં પોઈન્ટ (નવી વાતો) કેમ સંભળાવે છે?

ઉત્તર :-
કારણ કે બાળકો ની અનેક જન્મો ની ઈચ્છા પૂરી કરવી છે. બાળકો બાપ દ્વારા નવાં-નવાં પોઈન્ટસ સાંભળે છે તો બાપ પ્રતિ પ્રેમ વધતો જાય છે.

ગીત :-
તૂને રાત ગવાઈ સો કે.

ઓમ શાંતિ!
બાળકો બેઠાં છે નજર લગાવીને/તાકીને. બાપ પણ જોઈ રહ્યાં છે આત્મા ને અને આ શરીર ને. બાળકો પણ જોઈ રહ્યાં છે. જોવામાં મજા આવે છે કે સાંભળવામાં મજા આવે છે? કારણ કે સાંભળવાનું તો ઘણું થયું છે. ખૂબ જ્ઞાન વગેરે ઘણું બધું સાંભળ્યું છે. તમે નંબરવન ભગત છો. તમે જ બધાંથી વધારે ભક્તિ કરી છે. વેદ, શાસ્ત્ર, ગ્રંથ, ગીતા, ગાયત્રી, જપ, તપ વગેરે બધું વાંચેલું છે, ખૂબ સાંભળે છે. બાપ સમજાવે છે ક્યાર થી આ સાંભળ્યું છે? જ્યારથી આ નીકળ્યાં છે ખૂબ સાંભળ્યું છે. બાકી બાપ થી નજર મેળવવી તે હમણાં જ થાય છે. નજર થી નિહાલ થાય જ છે. આ એક શ્લોક પણ છે - નજર સે નિહાલ સ્વામી કીંદા સતગુરુ. ગુરુ પણ છે, સ્વામી પણ છે સજનીઓનાં. નજર ની સામે બેઠાં છે નજર થી જ બાપને જાણીએ છીએ કે એમનાંથી આપણને વિશ્વ નું માલિકપણું મળે છે. બાપ ને જોવાથી દિલ ખુશ થઈ જાય છે કારણ કે બાપ થી જ બધું મળે છે. બાપ માં જ બધું સમાયેલું છે. જ્યારે બાપ મળ્યાં, નજર ની સામે બેઠાં છો તો જરુર બાળકો ને સ્વર્ગ ની બાદશાહી નો નશો પણ ચઢશે. પહેલાં બાપ નો નશો, પછી બે બાદશાહી નો નશો. આપણે જાણીએ છીએ આપણે હમણાં બાપ નાં સામે બેઠાં છીએ. દેહ-અભિમાન હવે નીકળી રહ્યું છે. આપણે આત્માઓ આ શરીર સાથે ચક્ર લગાવી, પાર્ટ ભજવતાં-ભજવતાં હવે આપણા બાપ પણ સન્મુખ બેઠાં છે. બાપ સાથે ખુશી થાય જ છે વારસા ની. બાળકો જ્યારે મોટાં થાય છે તો બુદ્ધિ માં આવે છે હું બેરિસ્ટર નો, એન્જિનિયર નો, બાદશાહ નો બાળક છું. હું બાદશાહી નો માલિક છું. અહીં તમે જાણો છો બાપ થી આપણને સ્વર્ગ નો વારસો મળે છે. બાપ ને જોવાથી બાળકો ને સ્થાઈ ખુશી થવી જોઈએ, આને જ રુહરુહાન કહેવાય છે. જે સુપ્રીમ બાપ છે બધાનાં, એ આત્માઓ સાથે વાત કરે છે. આત્મા આ શરીર દ્વારા સાંભળે છે. આ એક જ વાર એવું થાય છે કે બાપ ને યાદ કરતાં-કરતાંં જ્યારે એ આવે છે અને નજર મેળવે છે તો ૨૧ જન્મો માટે વારસો આપી દે છે. આ આપ બાળકોને યાદ રહેવું જોઈએ. બાળકો જે છે તે ભૂલી જાય છે, ભૂલવું ન જોઈએ. બાબા ની નજર સામે હોવાથી જ સમજે છે અમે બાબાનાં સાથે બેઠાં છીએ. બાબા ને જોવાથી ખુશીનો પારો ચઢે છે અને બાપ બેસી નવાં-નવાં પોઈન્ટસ સમજાવે છે. બાપ સાથે બાળકો નો પૂરો પ્રેમ થઈ જાય. આત્મા પોતાની ઈચ્છા પૂરી કરી દે કારણ કે વિખૂટા પડેલાં છે. અનેક પ્રકાર નાં દુઃખ જોયાં છે. હવે સન્મુખ બેઠાં છે તો જોઈને હર્ષિત થવું જોઈએ. બાપ નાં સન્મુખ થવાથી હર્ષિત થાઓ છો કે બાપ થી દૂર થવાથી પણ એટલું હર્ષિતપણું રહે છે? વિવેક કહે છે બહાર તો ઘણી વાતો સાંભળીએ છીએ તો બુદ્ધિ બીજી તરફ ચાલી જાય છે. આ જે મધુબન માં બાળકો બેઠાં છે, સન્મુખ સાંભળે છે. બાબા પ્રેમ થી કશિશ કરે છે. જુઓ, તમારા કેટલાં મીઠાં, કેટલાં પ્યારા બાબા છે. તમને સ્વર્ગ માં જવાનાં લાયક બનાવી રહ્યાં છે. બાળકો સ્વર્ગ નાં માલિક હતાં. હવે ડ્રામા અનુસાર બધુંજ ગુમાવી દીધું છે. રાજ્ય ગુમાવવું અને મેળવવું આ તો મોટી વાત નથી. તમે જ આ વાત ને જાણો છો. દુનિયામાં કરોડો આત્માઓ છે, પરંતુ કોટો માં કોઈ મને ઓળખે છે. હું શું છું અને કેવો છું, હું જે છું, જેવો છું મારા દ્વારા શું મળે છે? આ સમજતાં પણ વન્ડર (આશ્ચર્ય લાગે) છે જે માયા ભુલાવી દે છે. એવું નથી કે સન્મુખ વાળાને માયા ભુલાવતી નથી. સન્મુખ વાળાને પણ માયા ભુલાવે છે. શિવબાબા માં પણ પૂરો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ કેવી રીતે વધે, જે બાબા થી આપણે ઊંચો વરસો લઈએ? બાપ કહેશે ખિદમત (સેવા) કરો. બાપ બાળકોની ખિદમત કરે છે. બાળકો જાણે છે, બાબા દૂરદેશ થી આવ્યાં છે. નિશ્ચયબુદ્ધિ બાળકોએ ક્યારેય ડગમગ ન થવું જોઈએ. મૂંઝાવું ન જોઈએ, પરંતુ માયા ખૂબ જબરજસ્ત છે. બાબા તો શૃંગારી રહ્યાં છે. મનુષ્ય ને દેવતા બનાવે છે. આ સ્કૂલ છે જ દેવતા બનવાની. પવિત્ર દુનિયાનાં માલિક બનવા માટે આ મહેનત છે. બાબા ફક્ત કહે છે મને યાદ કરો. મનુષ્ય જ્યારે મરે છે તો એમને કહે છે રામ ને યાદ કરો. પરંતુ રામ ને જાણતાં જ નથી તો યાદ થી કોઈ ફાયદો જ નથી. તમને તો બાપ ની પૂરી ઓળખ છે. તમે આવો જ છો શિવબાબા નાં પાસે. એ તો નિરાકાર છે, ક્રિયેટર (રચયિતા) છે. ક્રિયેટ (રચના) કેવી રીતે કરશે? પ્રજાપિતા બ્રહ્મા ને પણ ક્રિયેટર કહે છે, બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ નું સર્જન થાય છે, એટલે પ્રજાપિતા બ્રહ્મા કહેવાય છે. તમે હવે બ્રાહ્મણ બન્યાં છો. તમારી આત્મા હવે સારી રીતે જાણે છે કે અમે શિવબાબા નાં પોત્રા, બ્રહ્માનાં બાળકો બન્યાં છીએ. આપ બાળકો ઈચ્છો છો અમારા વિકર્મ વિનાશ થઈ જાય અને અમે વિજય માળામાં નજીક પરોવાઈ જઈએ, તો બાબાને ખૂબ યાદ કરવા પડે. પછી તમે કર્મયોગી પણ છો. ઘરબાર સંભાળતાં પવિત્ર રહેવાનું છે, કમળફૂલ સમાન. આ ઉદાહરણ કોઈ સંન્યાસીઓ ને નથી લાગતું. તેઓ ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહી નથી શકતાં. ન કોઈને કહી શકે છે. જે જેવાં છે, તે એવાં જ બનાવશે. સંન્યાસી એવું કહી નથી શકતાં કે કમળ સમાન પવિત્ર રહો. જે કહે બ્રહ્મ ને યાદ કરો, તે પણ થઈ નથી શકતું. કહેશે તમે તો ઘરબાર છોડ્યું છે, અમે કેવી રીતે છોડીએ? તમે જ ઘર ગૃહસ્થ માં રહી નથી શકતાં તો બીજાને કેવી રીતે કહી શકો. તેઓ રાજયોગ ની શિક્ષા આપી ન શકે. હવે તમે બધાં ધર્મ વાળાઓનાં રહસ્યને સમજી ગયાં છો. દરેક ધર્મે પછી પોતાનાં સમય પર આવવાનું છે. કળિયુગ થી પછી સતયુગ થવાનો છે. સતયુગ માટે જોઈએ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ બીજાં કોઈ ધર્મ વાળા મનુષ્ય ને દેવતા બનાવી નથી શકતાં. એમણે જવાનું જ મુક્તિ માં છે, સુખ છે જ સ્વર્ગ માં. જ્યારે આપણે દેવી-દેવતા બનીએ ત્યારે બીજા ધર્મ વાળા મુક્તિ માં જાય છે. જ્યાં સુધી આપણે જીવનમુક્તિ ધામ સ્વર્ગ માં નથી ગયાં ત્યાં સુધી કોઈ મુક્તિ માં જઈ નથી શકતું. સ્વર્ગ અને નર્ક સાથે રહી નથી શકતું. આપણે જીવનમુક્તિ નો વારસો મેળવીશું તો જીવનબંધ વાળા રહેવા ન જોઈએ. તમે જાણો છો આ સમયે છે સંગમ. તમે જ કલ્પ નાં સંગમ પર બાબા ને મળો છો, બીજાં કોઈ મળી ન શકે. બીજાં સમજે છે આ તો કળિયુગ છે. આપણે હવે કળિયુગ માં નથી. બાબા થી સ્વર્ગ માટે ફરીથી વારસો મેળવી રહ્યાં છીએ. આપણે જીવતે જીવ મરીને બાપનાં બન્યાં છીએ. જે એડોપ્ટ થાય (અપનાવાય) છે એમને બંને જહાન (દુનિયા) ની ખબર પડે છે. ફલાણા નાં હતાં, હવે ફલાણા નાં બન્યાં છીએ. તેઓ પોતાનાં મિત્ર સંબંધી વગેરે બધાંને જાણે છે, બંને તરફની ખબર રહે છે. આપ બાળકો જાણો છો આ દુનિયાથી આપણે લંગર ઉઠાવી લીધું છે. હવે આપણે જઈ રહ્યાં છીએ. એનાંથી આપણો કોઈ તાલુક (સંબંધ) નથી. આ ભગવાન પોતાનાં બાળકો થી એટલે પરમપિતા પરમાત્મા સાલિગ્રામ બાળકો સાથે વાત કરી રહ્યાં છે. ભગવાને આવવાનું છે, પરંતુ જાણતાં નથી. બાપ ને ન જાણવાનાં કારણે મૂંઝાઈ જાય છે. આટલી સહજ વાત કોઈ પણ નથી સમજતાં. યાદ કરે છે. તમે જાણો છો આપણે આત્મા શરીર લઈને પાર્ટ ભજવીએ છીએ. આપણે પરમધામ થી આવીએ છીએ. ત્યાં પરમપિતા પરમાત્મા પણ રહે છે. મનુષ્ય તો ન આત્મા ને, ન પરમાત્મા ને જાણે છે. કેવી રીતે ભગવાન આવીને મળશે? શું કરશે. કોઈ પણ નથી જાણતાં. ગીતા માં બધું ખોટું લખી દીધું (નાખ્યું) છે. નામ જ બદલી દીધું છે. બાપ પૂછે છે તમે મને જાણો છો ને? કૃષ્ણ થોડી એવી રીતે કહેશે - તમે મને જાણો છો? એમને તો આખી દુનિયા જાણે છે. એ જ્ઞાન આપી ન શકે. તો જરુર સમજાવવું જોઈએ, ભગવાન રુપ બદલે છે પરંતુ કૃષ્ણ નથી બનતાં. એ મનુષ્ય નાં તન માં આવે છે, કૃષ્ણ નાં તન માં નથી આવતાં. આ છે બ્રહ્મા. એ છે જ કૃષ્ણ ની આત્મા. ફક્ત થોડી એવી વાત માં ભૂલ્યાં છે. આ છે કૃષ્ણ નાં ૮૪ માં જન્મ નો આત્મા, જે પછી આદિ માં કૃષ્ણ બને છે. અંતિમ જન્મ માં કૃષ્ણ પદ મેળવવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છે. આ કેટલી ગુપ્ત વાતો છે. નાની એવી વાત ભૂલાઈ ગઈ છે, આમાં ખૂબ તિરકનબાજી છે.

તમે જાણો છો આપણે કૃષ્ણ નાં વંશજ નાં હતાં. હવે શિવબાબા થી ફરી રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છીએ. આપણી બુદ્ધિ માં કૃષ્ણ બેસતાં નથી. મનુષ્ય તો કહી દે છે કૃષ્ણ ભગવાનુવાચ. કાંઈ પણ સિદ્ધ નથી થતું. ગીતા માં દેખાડ્યું છે પાંચ પાંડવ જઈને બચ્યાં. કલ્પ ની આયુ લાખો વર્ષ આપી દીધી છે. આટલી સહજ વાત પણ મનુષ્ય નથી જાણતાં. તમે કેટલું ઈશારા થી સમજી શકો છો કે અમે જ સૂર્યવંશી વંશજ નાં હતાં, હવે સૂર્યવંશી થી શૂદ્રવંશી માં આવ્યાં છીએ. પછી બ્રાહ્મણ થી દેવતા બનીએ છીએ. વર્ણો ને પણ બુદ્ધિ માં રાખવા પડે છે. એમણે વર્ણો ને પણ અડધા કરી દીધાં છે. ચોટી બ્રાહ્મણ અને શિવબાબા ને ભૂલી ગયાં છે. બાકી દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર દેખાડી દીધાં છે. બ્રાહ્મણ તો જરુર જોઈએ ને. બ્રહ્મા નાં સંતાન ક્યાં ગયાં. આ કોઈની બુદ્ધિ માં નથી બેસતું. તમને બાપ સારી રીતે સમજાવે છે, તમારે બુદ્ધિ માં સારી રીતે ધારણ કરવાનું છે. જે જ્ઞાન બાપની બુદ્ધિમાં છે તે તમારામાં પણ રહેવું જોઈએ. હું આપ આત્માઓને આપ સમાન બનાવું છું. જે સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન મારા માં છે, તે તમારી બુદ્ધિ માં પણ છે. બુદ્ધિવાન જોઈએ. બાબા સાથે યોગ પણ હોય અને ઘડી-ઘડી વિચાર સાગર મંથન થતું રહે. તમે હવે સન્મુખ બેઠાં છો. સમજો છો બાબા તો બિલકુલ સહજ સમજાવે છે. કહે પણ છે આત્મા પરમાત્મા. સતગુરુ દલાલ નાં રુપ માં ભણાવે છે. દલાલ અથવા સોદો કરવા વાળા. બાપ આમનાં દ્વારા આવીને પોતાની સાથે સોદો કરાવે છે. તમે જાણો છો દલાલ ને યાદ નથી કરવાનાં. દલાલ દ્વારા આપણી સગાઈ થાય છે શિવબાબા સાથે. તમે બધાં વચ્ચે નાં દલાલ છો. કહો છો પરમપિતા પરમાત્મા થી તમારો શું સંબંધ છે? તમે સગાઈ કરવાની યુક્તિ રચો છો. પછી પ્રજાપિતા નું નામ પણ આપો છો. વારસો શિવબાબા થી મળે છે. સ્વર્ગ નાં રચયિતા જ એ છે. જીવ આત્માઓ ની પરમાત્મા ની સાથે સગાઈ થાય છે. સગાઈ કરી હતી, વારસો મેળવ્યો હતો ફરી થી મેળવો છો.

તમે જાણો છો આપણો કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગ નો આ જ ધંધો છે, બીજાં કોઈ પણ આત્માઓ ની પરમાત્મા સાથે સગાઈ નથી કરાવતાં. સગાઈ પણ એમનાંથી કરાવે છે જે વિશ્વ નાં માલિક બનાવે છે. આ છે ઊંચા માં ઊંચી રુહાની સગાઈ. રુહાની સગાઈ કરવાનું કલ્પ-કલ્પ બાપ થી જ શિખે છે. કલ્પ-કલ્પ એવું થાય છે. કલ્પ-કલ્પ મનુષ્ય થી દેવતા જરુર બને છે. દેવતા ફરી થી મનુષ્ય બને છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. પરંતુ કેમ લખ્યું છે - મનુષ્ય સે દેવતા કીયે. કારણ કે દેવતા ધર્મ સ્થાપન કરે છે. તમે પણ જાણો છો આ સગાઈ થી આપણે મનુષ્ય થી દેવતા બની રહ્યાં છીએ. બધાં કહે છે ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, પરંતુ બુદ્ધિ માં નથી આવતું. ભારત પહેલાં સ્વર્ગ હતું, હમણાં પણ કેટલાં મંદિર બનાવે છે. પરંતુ બધાંની ઉતરતી કળા છે. આપણી છે ચઢતી કળા. ચઢતી કળા માં એક સેકન્ડ લાગે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ કોઈ વાતમાં મુંઝાઈ ને નિશ્ચય માં ઉપર નીચે નથી થવાનું. ઘરબાર સંભાળતાં, કર્મયોગી થઈને રહેવાનું છે. વિજય માળા માં નજીક આવવા માટે પવિત્ર જરુર બનવાનું છે.

2. બુદ્ધિવાન બનવા માટે જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવાનું છે. સદા ખિદમત (સેવા) માં તત્પર રહેવાનું છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
બાબા શબ્દ ની સ્મૃતિ થી હદ નાં મારાપણા ને અર્પણ કરવા વાળા બેહદ નાં વૈરાગી ભવ

ઘણાં બાળકો કહે છે મારો આ ગુણ છે, મારી શક્તિ છે, આ પણ ભૂલ છે, પરમાત્મ દેણ ને મારું માનવું આ મહાપાપ છે. ઘણાં બાળકો સાધારણ ભાષા માં બોલી દે છે મારા આ ગુણ નો, મારી બુદ્ધિ નો ઉપયોગ નથી કરાતો, પરંતુ મારું કહેવું એટલે મેલુ થવું - આ પણ ઠગી છે, એટલે આ હદ નાં મારા-પણા ને અર્પણ કરી સદા બાબા શબ્દ યાદ રહે, ત્યારે કહેશે બેહદ નાં વૈરાગી આત્મા.

સ્લોગન :-
પોતાની સેવા ને બાપ આગળ અર્પણ કરી દો તો સેવાનું ફળ અને બળ પ્રાપ્ત થતું રહેશે.