01-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પ્રાણ બચાવવા વાળા પ્રણેશ્વર બાપ આવ્યાં છે , આપ બાળકો ને જ્ઞાન ની મીઠી મુરલી સંભળાવીને પ્રાણ બચાવવાં

પ્રશ્ન :-
કયો નિશ્ચય તકદીરવાન બાળકોને જ હોય છે?

ઉત્તર :-
અમારી શ્રેષ્ઠ તકદીર બનાવવા સ્વયં બાપ આવ્યાં છે. બાપ થી અમને ભક્તિનું ફળ મળી રહ્યું છે. માયાએ જે પાંખો કાપી નાખી છે - તે પાંખ આપવાં, પોતાની સાથે પાછા લઈ જવાનાં માટે બાપ આવ્યાં છે. આ નિશ્ચય તકદીરવાન બાળકો ને જ હોય છે.

ગીત :-
યહ કોન આજ આયા સવેરે...

ઓમ શાંતિ!
સવારે-સવારે આ કોણ આવીને મુરલી વગાડે છે? દુનિયા તો બિલકુલ ઘોર અંધકાર માં છે. તમે હમણાં મુરલી સાંભળી રહ્યાં છો - જ્ઞાન સાગર, પતિત-પાવન પ્રાણેશ્વર બાપ થી. એ છે પ્રાણ બચાવવા વાળા ઈશ્વર. કહે છે ને હેં ઈશ્વર આ દુઃખ થી બચાવો. તે હદ ની મદદ માંગે છે. હમણાં આપ બાળકોને મળે છે - બેહદ ની મદદ કારણ કે બેહદ નાં બાપ છે ને. તમે જાણો છો આત્મા ગુપ્ત છે, બાપ પણ ગુપ્ત છે. જ્યારે બાળકો નું શરીર પ્રત્યક્ષ છે, તો બાપ પણ પ્રત્યક્ષ છે. આત્મા ગુપ્ત છે તો બાપ પણ ગુપ્ત છે. તમે જાણો છો બાપ આવેલાં છે, આપણને બેહદ નો વારસો આપવાં. એમની છે શ્રીમત. સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા પ્રસિદ્ધ છે ફક્ત તેમાં નામ બદલી કરી દીધું છે. હવે તમે જાણો છો શ્રીમત ભગવાનુવાચ છે ને. આ પણ સમજી ગયાં - ભ્રષ્ટાચારી ને શ્રેષ્ઠાચારી બનાવવા વાળા એક જ બાપ છે. એ જ નર થી નારાયણ બનાવે છે. કથા પણ સત્ય-નારાયણ ની છે. ગવાય છે અમરકથા, અમરપુરી નાં માલિક બનવાની અથવા નર થી નારાયણ બનવાની છે. વાત એક જ છે. આ છે મૃત્યુલોક. ભારત જ અમરપુરી હતું - આ કોઈને ખબર નથી. અહીંયા પણ અમર બાબાએ ભારતવાસીઓને સંભળાવ્યું છે. એક પાર્વતી કે એક દ્રૌપદી નથી. આ તો ખૂબ બાળકો સાંભળી રહ્યાં છે. શિવબાબા સંભળાવે છે બ્રહ્મા દ્વારા. બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા મીઠી-મીઠી રુહો ને સમજાવું છું. બાપે સમજાવ્યું છે બાળકોએ આત્મ-અભિમાની જરુર બનવાનું છે. બાપ જ બનાવી શકે છે. દુનિયામાં એક પણ મનુષ્ય માત્ર નથી જેમને આત્મા નું જ્ઞાન હોય. આત્મા નું જ જ્ઞાન નથી તો પરમપિતા પરમાત્મા નું જ્ઞાન કેવી રીતે હોઈ શકે છે. કહે છે આત્મા સો પરમાત્મા. કેટલી ભારે (મોટી) ભૂલ માં આખી દુનિયા ફસાયેલી છે. આ સમયે મનુષ્યો ની બુદ્ધિ કોઈ કામની નથી. પોતાનાં જ વિનાશ નાં માટે તૈયારી કરી રહ્યાં છે. આપ બાળકોને માટે આ કોઈ નવી વાત નથી. જાણો છો ડ્રામા અનુસાર તેમનો પણ પાર્ટ છે. ડ્રામા નાં બંધન માં બંધાયેલાં છે. આજકાલ દુનિયામાં હંગામા ખૂબ છે. હમણાં આપ બાળકો છો વિનાશ કાળે પ્રીત બુદ્ધિ, જે બાપ થી વિપરીત બુદ્ધિ છે, તેમનાં માટે વિનશન્તી ગવાયેલું છે. હવે આ દુનિયા બદલાવાની છે. આ પણ જાણો છો બરાબર મહાભારત લડાઈ લાગી હતી, બાપે રાજયોગ શીખવાડ્યો હતો. શાસ્ત્રો માં તો ટોટલ વિનાશ લખી દીધો છે. પરંતુ ટોટલ વિનાશ તો થતો નથી પછી તો પ્રલય થઈ જાય. મનુષ્ય કોઈ પણ ન રહે ફક્ત ૫ તત્વ રહી જાય. આવું તો થઈ ન શકે. પ્રલય થઈ જાય તો પછી મનુષ્ય ક્યાંથી આવે. દેખાડે છે કૃષ્ણ અંગૂઠો ચૂસતો પીપળા નાં પાન પર સાગર માં આવ્યો. બાળક એમ આવી કેવી રીતે શકે. શાસ્ત્રોમાં એવી-એવી વાતો લખી દીધી છે જે વાત નહીં પૂછો. હવે આપ કુમારીઓ દ્વારા આ વિદ્વાનો, ભીષ્મ પિતામહ વગેરેને પણ જ્ઞાન બાણ લાગવાનાં છે. તે પણ આગળ જઈને આવશે. જેટલું-જેટલું તમે સર્વિસ (સેવા) માં જોર ભરશો, બાપનો પરિચય બધાને આપતાં રહેશો એટલો તમારો પ્રભાવ પડશે. હાં, વિઘ્ન પણ પડશે. આ પણ ગવાયેલું છે, આસુરી સંપ્રદાય નાં આ જ્ઞાન યજ્ઞ માં ખૂબ વિઘ્ન પડે છે તમે શિખવાડી નહીં શકો. જ્ઞાન અને યોગ બાપ જ શિખવાડી રહ્યાં છે. સદ્દગતિ દાતા એક જ બાપ છે. એ જ પતિતો ને પાવન બનાવે છે તો જરુર પતિતો ને જ જ્ઞાન આપશે ને. બાપ ને ક્યારેય સર્વવ્યાપી માની શકાય છે શું! આપ બાળકો સમજો છો આપણે પારસબુદ્ધિ બની પારસનાથ બનીએ છીએ. મનુષ્યો એ મંદિર કેટલાં અસંખ્ય બનાવ્યાં છે. પરંતુ એ કોણ છે, શું કરીને ગયાં છે, અર્થ નથી સમજતાં. પારસનાથ નું પણ મંદિર છે. ભારત પારસપુરી હતું. સોના, હીરા, ઝવેરાત નાં મહેલ હતાં. કાલ ની વાત છે. તે તો લાખો વર્ષ કહી દે છે ફક્ત એક સતયુગ નાં. અને બાપ કહે છે આખો ડ્રામા જ ૫ હજાર વર્ષ નો છે એટલે કહેવાય છે આજે ભારત શું છે, કાલ નું ભારત શું હતું. લાખો વર્ષ ની તો કોઈને સ્મૃતિ રહી ન શકે. આપ બાળકોને હવે સ્મૃતિ મળી છે. જાણો છો ૫ હજાર વર્ષ ની વાત છે. બાબા કહે યોગ માં બેસો. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ જ્ઞાન થયું ને. તે તો છે હઠયોગી. પગ-પગ પર ચઢાવીને બેસે છે. શું-શું કરે છે. આપ માતાઓ તો એવી રીતે કરી ન શકો. બેસી પણ ન શકો. કેટલાં અસંખ્ય ચિત્ર ભક્તિમાર્ગ નાં છે. બાપ કહે છે મીઠા બાળકો આ કાંઈ કરવાની તમારે દરકાર નથી. સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) કાયદેસર તો બેસે છે. બાપ તે પણ નથી કહેતાં. જેવી રીતે ઈચ્છો તેવી રીતે બેસો. બેસીને થાકી જાઓ તો સારું સુઈ જાઓ. બાબા કોઈ વાતમાં ના નથી પાડતાં. આ તો બિલકુલ સહજ સમજવાની વાત છે, આમાં કોઈ તકલીફ ની વાત નથી. ભલે કેટલાં પણ બીમાર હોવ, હોઈ શકે છે સાંભળતાં-સાંભળતાં શિવબાબા ની યાદ માં રહેતાં-રહેતાં પ્રાણ તન થી નીકળી જાય. ગવાય છે ને - ગંગાજલ મુખ મેં હો.. તબ પ્રાણ તન સે નીકલે. તે તો બધી છે ભક્તિમાર્ગ ની વાતો. હકીકત માં છે આ જ્ઞાન અમૃત ની વાતો. તમે જાણો છો સાચે જ એવી રીતે જ પ્રાણ તન થી નીકળવાનાં છે. આપ બાળકો આવો છો તો મને છોડીને જાઓ છો. બાપ કહે છે હું તો આપ બાળકોને સાથે લઈ જઈશ. હું આવ્યો જ છું - આપ બાળકોને ઘરે લઈ જવાનાં માટે. તમને ન પોતાનાં ઘર ની ખબર છે, ન આત્મા ની ખબર છે. માયાએ બિલકુલ જ પાંખ કાપી નાખી છે એટલે આત્મા ઉડી ન શકે કારણ કે તમોપ્રધાન છે. જ્યાં સુધી સતોપ્રધાન ન બને ત્યાં સુધી શાંતિધામ માં જઈ કેવી રીતે શકે. આ પણ જાણો છો - ડ્રામા પ્લાન અનુસાર બધાએ તમોપ્રધાન બનવાનું જ છે. આ સમયે આખું ઝાડ જડજડીભૂત થઈ ગયું છે. અહીંયા કોઈની સતોપ્રધાન અવસ્થા હોઈ ન શકે. અહીંયા આત્મા પવિત્ર બની જાય તો પછી અહીંયા રહે નહીં, એકદમ ભાગી જાય. બધાં ભક્તિ કરે જ છે મુક્તિ નાં માટે. પરંતુ કોઈ પણ પાછાં જઈ ન શકે. લો (કાયદો) નથી કહેતો. બાપ આ બધું રહસ્ય બેસી સમજાવે છે - ધારણ કરવાનાં માટે. છતાં પણ મુખ્ય વાત છે બાપ ને યાદ કરવાં, સ્વદર્શન ચક્રધારી બનવું. બીજ ને યાદ કરવાથી આખું ઝાડ બુદ્ધિ માં આવી જશે. તમે એક સેકન્ડ માં બધું જાણી લો છો. દુનિયામાં કોઈને પણ ખબર નથી - મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ સર્વ નાં એક બાપ છે. કૃષ્ણ ભગવાન નથી. કૃષ્ણ ને જ શ્યામ સુંદર કહે છે. એવું નહીં કે કોઈ તક્ષક સાપ ડંખ્યો ત્યારે કાળા થયાં. આ તો કામ ચિતા પર ચઢવાથી મનુષ્ય કાળા થાય છે. રામ ને પણ કાળા દેખાડે છે, તેમને ભલા કોણે ડંખ્યું! કાંઈ પણ સમજતાં નથી, છતાં પણ જેમની તકદીર માં છે, નિશ્ચય છે તો જરુર બાપ થી વારસો લેશે. નિશ્ચય નહીં હશે તો ક્યારેય પણ નહીં સમજશે. તકદીર માં નથી તો તદબીર (પુરુષાર્થ) પણ શું કરશે. તકદીર માં નથી તો પછી તે બેસે જ એમ છે જેમ કાંઈપણ સમજતાં નથી. એટલો પણ નિશ્ચય નથી, બાપ આવ્યાં છે બેહદ નો વારસો આપવાં. જેમ કોઈ નવો વ્યક્તિ મેડિકલ કોલેજ માં જઈને બેસે તો શું સમજશે, કાંઈ પણ નહીં. અહીંયા પણ એવી રીતે આવીને બેસે છે. આ અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો. તે પછી આવીને શું કરશે. રાજધાની સ્થાપન થાય છે તો નોકર-ચાકર પ્રજા, પ્રજા નાં પણ નોકર ચાકર બધાં જોઈએ ને. આગળ ચાલીને કાંઈ ભણવાની કોશિશ કરશે પરંતુ છે મુશ્કેલ કારણ કે તે સમયે ખૂબ હંગામો હશે. દિવસ-પ્રતિદિવસ તોફાન વધતાં જાય છે. આટલાં સેવાકેન્દ્રો છે, કોઈ આવીને સારી રીતે સમજશે પણ. આ પણ લખેલું છે - બ્રહ્મા દ્વારા સ્થાપના. વિનાશ પણ સામે છે. વિનાશ તો થવાનો જ છે. કહે છે જન્મ ઓછાં થાય. પરંતુ ઝાડ ની વૃદ્ધિ તો થવાની જ છે. જ્યાં સુધી બાપ છે, ત્યાં સુધી બધાં ધર્મની આત્માઓએ અહીંયા આવવાનું જ છે. જ્યારે જવાનો સમય થશે ત્યારે આત્માઓનું આવવાનું બંધ થશે. હમણાં તો બધાએ આવવાનું જ છે, પરંતુ આ વાતો કોઈ સમજતું નથી. કહે પણ છે ભક્તો નાં રક્ષક ભગવાન. તો જરુર ભક્તો પર આપદા આવે છે. રાવણ રાજ્ય માં બિલકુલ જ બધાં પાપ આત્મા બની ગયાં છે. રાવણ રાજ્ય છે કળયુગ અંત માં, રામરાજ્ય છે સતયુગ આદિ માં. આ સમયે બધાં આસુરી રાવણ સંપ્રદાય છે ને. કહે છે ફલાણાં સ્વર્ગવાસી થયાં, તો એનો અર્થ આ નર્ક છે ને. સ્વર્ગવાસી થયાં તો સારું નામ છે. અહીંયા ત્યારે શું હતાં, જરુર નર્કવાસી હતાં. આ પણ સમજતાં નથી કે અમે નર્કવાસી છીએ. હવે તમે સમજો છો બાપ જ આવીને સ્વર્ગવાસી બનાવશે. ગવાય પણ છે હેવનલી ગોડ ફાધર. એ જ આવીને હેવન સ્થાપન કરશે. બધાં ગાતાં રહે છે પતિત-પાવન સીતારામ. અમે પતિત છીએ, પાવન બનાવવા વાળા તમે છો. તે બધી છે ભક્તિમાર્ગ ની સીતાઓ. બાપ છે રામ. કોઈને સીધું કહો તો માનતાં નથી. રામ ને બોલાવે છે. હવે આપ બાળકોને બાપે ત્રીજું નેત્ર આપ્યું છે. તમે જેમ કે અલગ દુનિયાનાં થઈ ગયાં છો.

બાપ સમજાવે છે હવે બધાએ તમોપ્રધાન પણ જરુર બનવાનું છે ત્યારે તો બાપ આવીને સતોપ્રધાન બનાવે. બાપ કેટલું સારી રીતે બેસી સમજાવે છે. કહે છે ભલે આપ બાળકો સર્વિસ પણ પોતાની કરો છો ફક્ત એક વાત યાદ રાખો - બાપ ને યાદ કરો. સતોપ્રધાન બનવાનો બીજું કોઈ રસ્તો બતાવી ન શકે. સર્વ નાં રુહાની સર્જન એક જ છે. એ જ આવીને આત્માઓને ઈન્જેકશન લગાવે છે કારણ કે આત્મા જ તમોપ્રધાન બની છે. બાપને અવિનાશી સર્જન કહેવાય છે. આત્મા અવિનાશી છે, પરમાત્મા બાપ પણ અવિનાશી છે. હવે આત્મા સતોપ્રધાન થી તમોપ્રધાન બની છે, તેને ઈન્જેકશન જોઈએ. બાપ કહે છે બાળકો પોતાને આત્મા નિશ્ચય કરો અને પોતાનાં બાપ ને યાદ કરો. બુદ્ધિયોગ ઉપર લગાવો તો સ્વીટહોમ માં ચાલ્યાં જશો. તમારી બુદ્ધિમાં છે હવે આપણે મારે અમારા સ્વીટ સાઈલેન્સ હોમમાં જવાનું છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જ્ઞાન અને યોગ થી બુદ્ધિ ને પારસ બનાવવાની છે. કેટલાં પણ બીમાર હોવ, તકલીફ હોય, તેમાં પણ એક બાપ ની યાદ રહે.

2. પોતાની ઊંચી તકદીર બનાવવાનાં માટે પૂરે-પૂરું નિશ્ચયબુદ્ધિ બનવાનું છે. બુદ્ધિયોગ આપણા સ્વીટ સાઇલેન્સ હોમ માં લગાવવાનો છે.

વરદાન :-
સદા કમ્બાઈન્ડ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા મુશ્કેલ કાર્ય ને સહજ બનાવવા વાળા ડબલ લાઈટ ભવ

જે બાળકો નિરંતર યાદ માં રહે છે તેઓ સદા સાથ નો અનુભવ કરે છે. તેમની સામે કોઈ પણ સમસ્યા આવશે તો પોતાને કમ્બાઈન્ડ (સંયુક્ત) અનુભવ કરશે, ગભરાશે નહીં. આ કમ્બાઈન્ડ સ્વરુપ ની સ્મૃતિ કોઈ પણ મુશ્કેલ કાર્ય ને સહજ બનાવી દે છે. ક્યારેક કોઈ મોટી વાત સામે આવે તો પોતાનો બોજો બાપની ઉપર રાખી સ્વયં ડબલ લાઈટ થઈ જાઓ. તો ફરિશ્તા સમાન દિવસ-રાત ખુશી માં મન થી ડાન્સ કરતાં રહેશો.

સ્લોગન :-
કોઈપણ કારણ નું નિવારણ કરી સંતુષ્ટ રહેવા અને કરવા વાળા જ સંતુષ્ટમણિ છે.


માતેશ્વરી જીનાં અણમોલ મહાવાક્ય - જ્ઞાન અને યોગ નો કોન્ટ્રાસ્ટ ( વિરોધાભાસ )

યોગ અને જ્ઞાન બે શબ્દ છે, યોગ કહેવાય છે પરમાત્મા ની યાદ ને. બીજા કોઈની યાદ નાં સંબંધ માં યોગ શબ્દ નથી આવતો. ગુરુ લોકો જે પણ યોગ શીખવાડે છે, તે પણ પરમાત્મા ની તરફ જ લગાવે છે, પરંતુ તેમને ફક્ત પરમાત્મા નો પૂરો પરિચય નથી એટલે યોગ ની પૂરી સિદ્ધિ નથી મળતી. યોગ અને જ્ઞાન બંને બળ છે, જે બંનેનાં પુરુષાર્થ થી માઈટ (શક્તિ) મળે છે અને આપણે વિકર્માજીત બની શ્રેષ્ઠ જીવન બનાવીએ છીએ. યોગ અક્ષર તો બધાં કહે છે પરંતુ જેનાથી યોગ લગાવાય છે તેમનો પહેલાં પરિચય જોઈએ. હવે આ પરમાત્મા નો પરિચય પણ આપણ ને પરમાત્મા દ્વારા જ મળે છે, તે પરિચય થી યોગ લગાવવાથી પૂર્ણ સિદ્ધિ મળે છે. યોગ થી આપણે પાસ્ટ (ભૂતકાળ) નાં વિકર્મોનો બોજો ભસ્મ કરીએ છીએ અને જ્ઞાન થી પણ ખબર પડે છે કે આગળ નાં માટે આપણે કયું કર્મ કરવાનું છે અને શા માટે? જીવન ની જડ (મૂળ) છે સંસ્કાર, આત્મા પણ અનાદિ સંસ્કારો થી બનેલી છે પરંતુ કર્મ થી તે સંસ્કાર બદલાતાં રહે છે. યોગ અને જ્ઞાન થી આત્મા માં શ્રેષ્ઠતા આવે છે અને જીવન માં બળ આવે છે, પરંતુ આ બન્ને ચીજ મળે છે પરમાત્મા થી. કર્મબંધન થી છૂટવાનો રસ્તો પણ આપણને પરમાત્મા થી પ્રાપ્ત થાય છે. આપણે જે વિકર્મો થી કર્મબંધન બનાવ્યાં છે તેનાથી મુક્તિ થાય અને આગળ નાં માટે આપણા કર્મ વિકર્મ ન બને તો આ બંનેનું બળ પરમાત્મા નાં સિવાય કોઈ આપી ન શકે. યોગ અને જ્ઞાન બંનેય ચીજ પરમાત્મા લઈ આવે છે, યોગ અગ્નિ થી કરેલાં વિકર્મ ભસ્મ કરાવે છે અને જ્ઞાન થી ભવિષ્ય નાં માટે શ્રેષ્ઠ કર્મ શિખવાડે છે, જેનાથી કર્મ, અકર્મ થાય છે ત્યારે તો પરમાત્માએ કહ્યું છે કે આ કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ખૂબ ગહન (સુક્ષ્મ) છે. હવે તો આપણને આત્માઓ ને ડાયરેક્ટ (સીધું) પરમાત્મા નું બળ જોઈએ, શાસ્ત્રો દ્વારા આ યોગ અને જ્ઞાન નું બળ ન મળી શકે પરંતુ એ સર્વશક્તિવાન બળવાન દ્વારા જ બળ મળે છે. હવે આપણે આપણા જીવન ની જડ (સંસ્કાર) એવી બનાવવાની છે જેનાથી જીવન માં સુખ મળે. તો પરમાત્મા આવી જીવન ની જડ માં શુદ્ધ સંસ્કારો નાં બીજ નાંખે છે, જે શુદ્ધ સંસ્કારો નાં આધાર પર આપણે અડધોકલ્પ જીવનમુક્ત બનીશું. - અચ્છા ઓમ્ શાંતિ.