01-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે ખૂબ ઊંચી જાતિનાં છો , તમારે બ્રાહ્મણ થી દેવતા બનવાનું છે એટલે ગંદી વિકારી આદતો ને મિટાવવાની છે

પ્રશ્ન :-
કઈ વાતનું કનેક્શન (સંબંધ) આ ભણતર થી નથી?

ઉત્તર :-
ડ્રેસ (કપડા) વગેરે નું કનેક્શન આ ભણતર થી નથી, આમાં કોઈ ડ્રેસ બદલવાની વાત જ નથી. બાપ તો આત્માઓને ભણાવે છે. આત્મા જાણે છે આ જૂનું પતિત શરીર છે, આને કેવાં પણ હલ્કા-સુલ્કા કપડા પહેરાવો, વાંધો નથી. શરીર અને આત્મા બંનેવ કાળા છે. બાપ કાળા ને જ ગોરા બનાવે છે.

ઓમ શાંતિ!
રુહાની બાપની સામે રુહાની બાળકો બેઠાં છે, રુહાની પાઠશાળા માં. આ શરીરધારી પાઠશાળા નથી. રુહાની પાઠશાળા માં રુહાની બાપ બેસી રાજ્યોગ શિખવાડી રહ્યાં છે, રુહાની બાળકો ને. આપ બાળકો જાણો છો આપણે ફરીથી નર થી નારાયણ અથવા દેવી-દેવતા પદ પ્રાપ્ત કરવાનાં માટે રુહાની બાપ ની પાસે બેઠાં છીએ. આ છે નવી વાત. આ પણ તમે જાણો છો લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, તે ડબલ સિરતાજ હતાં. લાઈટ (પ્રકાશ) નો તાજ અને રતન જડિત તાજ બંનેય હતાં. પહેલાં-પહેલાં હોય છે લાઈટ નો તાજ, જે થઈને ગયાં તેમને સફેદ લાઈટ બતાવે છે. આ છે પવિત્રતાની નિશાની. અપવિત્રતા ને ક્યારેય લાઈટ નહીં બતાવશે. તમારો ફોટો નીકાળે તો લાઈટ ન આપી શકાય. આ પવિત્રતાની નિશાની આપે છે. લાઈટ અને ડાર્ક. બ્રહ્મા નો દિવસ લાઈટ (પ્રકાશ), બ્રહ્મા ની રાત ડાર્ક (અંધારું). ડાર્ક અર્થાત્ તેનાં પર લાઈટ નથી. આપ બાળકો જાણો છો - બાપ જ આવીને, આટલાં જે પતિત અર્થાત્ ડાર્ક જ ડાર્ક છે, તેમને પાવન બનાવે છે. હમણાં તો પવિત્ર રાજધાની છે નહીં. સતયુગમાં હતાં યથા રાજા રાણી તથા પ્રજા, બધાં પવિત્ર હતાં. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ ચિત્ર પર આપ બાળકોએ ખૂબ સારી રીતે સમજાવવાનું છે. આ છે તમારો લક્ષ-હેતુ. સમજાવવાનાં માટે બીજા પણ સારા ચિત્ર છે એટલે આટલાં ચિત્ર રખાય છે. મનુષ્ય કોઈ ફટ થી સમજતાં નથી કે અમે આ યાદની યાત્રા થી તમોપ્રધાન થી સતોપ્રધાન બનીશું, પછી મુક્તિ અથવા જીવનમુક્તિ માં ચાલ્યાં જઈશું. દુનિયામાં કોઈને ખબર નથી કે જીવનમુક્તિ કોને કહેવાય છે. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું - આ પણ કોઈને ખબર નથી. હમણાં તમે જાણો છો અમે બાપ થી પવિત્રતા નું દૈવી સ્વરાજ્ય લઈ રહ્યાં છીએ. ચિત્રો પર તમે સારી રીતે સમજાવી શકો છો. ભારતમાં જ ડબલ સિરતાજ વાળા ની પૂજા કરે છે. એવું ચિત્ર પણ સીડી માં છે. તે તાજ છે પરંતુ લાઈટ નો તાજ નથી. પવિત્ર ની જ પૂજા થાય છે. લાઈટ છે પવિત્રતાની નિશાની. બાકી એવું નથી કે કોઈ તખ્ત (ગાદી) પર બેસવાથી જ લાઈટ નીકળે છે. ના, આ પવિત્રતાની નિશાની છે. તમે હમણાં પુરુષાર્થી છો એટલે તમારા પર લાઈટ ન આપી શકે. દેવી-દેવતાઓની આત્મા અને શરીર બંને પવિત્ર છે. અહીંયા તો કોઈનું પવિત્ર શરીર છે નહીં એટલે લાઈટ આપી ન શકાય. તમારામાં કોઈ તો પૂરા પવિત્ર રહે છે. કોઈ પછી સેમી પવિત્ર રહે છે. માયા નાં તોફાન ખૂબ આવે છે તો તેમને સેમી પવિત્ર કહેશું. કોઈ તો એકદમ પતિત બની પડે છે. પોતે પણ સમજે છે અમે પતિત બની ગયાં છીએ. આત્મા જ પતિત બને છે, તેને લાઈટ આપી ન શકાય.

આપ બાળકોએ આ ભૂલવું ન જોઈએ કે અમે ઊંચામાં ઊંચા બાપ નાં બાળકો છીએ, તો કેટલી રોયલ્ટી હોવી જોઈએ. સમજો કોઈ મહેતર છે, તે એમ.એલ.એ. અથવા એમ.પી. બની જાય છે અથવા ભણીને કોઈ પોઝિશન (પદ) પામી લે છે તો ટીપટોપ થઈ જાય છે. એવાં ઘણાં થઈ ગયાં છે. જાતિ ભલે તે જ છે - પરંતુ પોઝિશન મળવાથી નશો ચઢી જાય છે. પછી ડ્રેસ વગેરે પણ એવાં જ પહેરશે. એવી રીતે હવે તમે પણ ભણી રહ્યાં છો, પતિત થી પાવન બનવાનાં માટે. તે પણ ભણતર થી ડોક્ટર, બેરિસ્ટર વગેરે બને છે. પરંતુ પતિત તો છે ને કારણ કે તેમનું ભણતર કોઈ પાવન બનવાનાં માટે નથી. તમે તો જાણો છો આપણે ભવિષ્યમાં પવિત્ર દેવી-દેવતા બનીએ છીએ, તો શૂદ્રપણા ની આદત મટતી જશે. અંદરમાં આ નશો રહેવો જોઈએ કે અમને પરમપિતા પરમાત્મા ડબલ સિરતાજ બનાવે છે. આપણે શૂદ્ર થી બ્રાહ્મણ બનીએ છીએ પછી દેવતા બનીશું તો પછી તે ગંદી વિકારી આદતો નીકળી જાય છે. આસુરી વસ્તુ બધી છોડવી પડે. મહેતર થી એમ.પી. બની જાય છે તો રહેણી-કરણી મકાન વગેરે બધું ફર્સ્ટ ક્લાસ (ખૂબ સરસ) બની જાય છે. તેમનું તો છે આ સમયનાં માટે. તમે તો જાણો છો કે આપણે ભવિષ્યમાં શું બનવાનાં છીએ. પોતાની સાથે એવી-એવી વાતો કરવી જોઈએ. અમે શું હતાં, અમે હમણાં શું બન્યાં છીએ. તમે પણ શૂદ્ર જાતિનાં હતાં, હવે વિશ્વનાં માલિક બનો છો. જ્યારે કોઈ ઊંચ પદ પામે છે તો પછી તે ફખુર (નશો) રહે છે. તો તમે પણ હતાં કોણ? (પતિત) છી-છી હતાં. હવે તમને ભગવાન ભણાવીને બેહદ નાં માલિક બનાવે છે. આ પણ તમે સમજો છો પરમપિતા પરમાત્મા જરુર અહીંયા જ આવીને રાજયોગ શિખવાડશે. મૂળવતન કે સૂક્ષ્મવતન માં તો નહીં શિખવાડશે. દૂરદેશ ની રહેવાવાળી આત્માઓ તમે બધાં છો, અહીંયા આવીને પાર્ટ ભજવો છો. ૮૪ જન્મો નો પાર્ટ ભજવવાનો જ છે. તેઓ તો કહી દે છે ૮૪ લાખ યોનિઓ. કેટલાં ઘોર અંધકાર માં છે. હવે તમે સમજો છો - ૫ હજાર વર્ષ પહેલાં આપણે દેવી-દેવતા હતાં. હવે તો પતિત બની ગયાં છીએ. ગાએ પણ છે હેં પતિત-પાવન આવો, અમને પાવન બનાવો. પરંતુ સમજતાં નથી. હમણાં બાપ સ્વયં પાવન બનાવવાં આવ્યાં છે. રાજયોગ શિખવાડી રહ્યાં છે. ભણતર વગર કોઈ ઊંચ પદ પામી ન શકે. તમે જાણો છો બાબા આપણને ભણાવીને નર થી નારાયણ બનાવે છે. લક્ષ-હેતુ સામે છે. પ્રજા પદ કોઈ લક્ષ-હેતુ નથી. ચિત્ર પણ લક્ષ્મી-નારાયણ નાં છે. આવાં ચિત્ર ક્યાંય રાખી ભણાવતાં હશે? તમારી બુદ્ધિમાં બધું નોલેજ છે. આપણે ૮૪ જન્મ લઈ પતિત બન્યાં છીએ. સીડી નું ચિત્ર ખૂબ સારું છે. આ પતિત દુનિયા છે ને, આમાં સાધુ-સંત બધાં આવી જાય છે. તે સ્વયં પણ ગાતાં રહે છે પતિત-પાવન આવો. પતિત દુનિયાને પાવન દુનિયા નહીં કહેશે. નવી દુનિયા છે પાવન દુનિયા. જૂની પતિત દુનિયામાં કોઈ પાવન રહી ન શકે. તો આપ બાળકોને કેટલો નશો રહેવો જોઈએ. આપણે ગોડ ફાધરલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિધાર્થી) છીએ, ઈશ્વર આપણને ભણાવે છે. ગરીબોને જ બાપ આવીને ભણાવે છે. ગરીબો નાં કપડાં વગેરે મેલા હોય છે ને. તમારી આત્મા તો ભણે છે ને. આત્મા જાણે છે આ જૂનું શરીર છે. આને તો હલ્કા-સુલ્કા કોઈ પણ કપડા પહેરાવો તો વાંધો નથી. આમાં કોઈ ડ્રેસ વગેરે બદલવાની કે ભપકો કરવાની વાત નથી. ડ્રેસ ની સાથે કોઈ કનેક્શન (સંબંધ) જ નથી. બાપ તો આત્માઓને ભણાવે છે. શરીર તો પતિત છે, એનાં પર કેટલાં પણ સારા કપડાં પહેરો. પરંતુ આત્મા અને શરીર પતિત છે ને. કૃષ્ણ ને શ્યામ દેખાડે છે ને. તેમની આત્મા અને શરીર બંને કાળા હતાં. ગામડા નો છોકરો હતો, તમે બધાં ગામડા નાં છોકરાઓ હતાં. દુનિયામાં મનુષ્ય માત્ર નિધન નાં છે. બાપ ને જાણતાં જ નથી. હદ નાં બાપ તો બધાંને છે. બેહદ નાં બાપ આપ બ્રાહ્મણો ને જ મળ્યાં છે. હમણાં બેહદ નાં બાપ તમને રાજયોગ શિખવાડી રહ્યાં છે. ભક્તિ અને જ્ઞાન. ભક્તિ નો જ્યારે અંત થાય ત્યારે ફરી બાપ આવીને જ્ઞાન આપે. હમણાં છે અંત. સતયુગ માં આ કાંઈ પણ હોતું નથી. હવે જૂની દુનિયાનો વિનાશ આવીને પહોંચ્યો છે. પાવન દુનિયાને સ્વર્ગ કહેવાય છે. ચિત્રોમાં કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવાય છે. રાધા કૃષ્ણ જ ફરી લક્ષ્મી-નારાયણ બને છે. આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો બંનેય અલગ-અલગ રાજધાની નાં હતાં. તમે સ્વર્ગ નો સ્વયંવર પણ જોયો છે. પાકિસ્તાન માં આપ બાળકોનાં મનોરંજન માટે બધાં સાઝ હતાં, બધાં સાક્ષાત્કાર તમને થતાં હતાં.

હવે તમે જાણો છો - અમે રાજયોગ શિખી રહ્યાં છીએ, આ ભૂલવું ન જોઈએ. ભલે રસોઈ નું કામ કરો છો અથવા વાસણ માંજો છો પરંતુ ભણે તો બધાંની આત્મા છે ને. અહીંયા બધાં આવીને બેસે છે એટલે મોટાં-મોટાં વ્યક્તિ આવતાં નથી - સમજે છે અહીંયા તો બધાં ગરીબ જ છે, એટલે લજ્જા (શરમ) આવે છે. બાપ તો છે જ ગરીબ નિવાઝ. કોઈ-કોઈ સેવાકેન્દ્રો પર મેહતર પણ આવે છે. કોઈ મુસલમાન પણ આવે છે. બાપ કહે છે - દેહ નાં બધાં ધર્મ છોડો. અમે ગુજરાતી છીએ, અમે ફલાણા છીએ - આ બધું દેહ-અભિમાન છે. અહીંયા તો આત્માઓ ને પરમાત્મા ભણાવે છે. બાપ કહે છે - હું આવ્યો પણ છું સાધારણ તન માં. તો સાધારણ ની પાસે સાધારણ જ આવશે. આ તો સમજે છે આ તો ઝવેરી હતાં. બાપ સ્વયં રિમાઈન્ડ (યાદ) કરાવે છે કે કલ્પ પહેલાં પણ મેં કહ્યું હતું કે હું સાધારણ વૃધ્ધ તન માં આવું છું. અનેક જન્મો નાં અંતનાં પણ અંતિમ જન્મ માં હું પ્રવેશ કરું છું. આમને કહે છે કે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ફક્ત એક અર્જુન ને તો ઘોડાગાડી નાં રથ માં બેસી જ્ઞાન નથી આપ્યું ને, તેને પાઠશાળા ન કહેવાય. ન યુદ્ધનું મેદાન છે, આ ભણતર છે. બાળકોએ ભણતર પર પૂરું ધ્યાન આપવું જોઈએ. અમારે પૂરું ભણીને ડબલ સિરતાજ બનવાનું છે. હમણાં તો કોઈ તાજ નથી. ભવિષ્ય માં ડબલ તાજધારી બનવાનું છે. દ્વાપર થી લાઈટ ચાલી જાય છે તો પછી સિંગલ (એક) તાજ રહે છે. સિંગલ તાજ વાળા ડબલ તાજ વાળાને પૂજે છે. આ પણ નિશાની જરુર હોવી જોઈએ. બાબા ચિત્રોનાં માટે ડાયરેક્શન (માર્ગદર્શન) આપતાં રહે છે તો ચિત્ર બનાવવા વાળા ને તો મુરલી પર ખૂબ અટેન્શન (ધ્યાન) આપવું પડે. ચિત્રો પર કોઈને પણ સમજાવવું ખૂબ સહજ હોય છે. જેવી રીતે કોલેજ માં નક્શા પર બતાવશે તો બુદ્ધિ માં આવી જશે. યુરોપ તે તરફ છે, આઈલેન્ડ છે, લન્ડન તે તરફ છે. નક્શો જ નહીં જોયો હોય તો તેમને શું ખબર યુરોપ ક્યાં છે. નક્શો જોવાથી ઝટ બુદ્ધિમાં આવી જશે. હવે તમે જાણો છો ઉપર માં છે પૂજ્ય ડબલ સિરતાજ દેવી-દેવતાઓ. પછી નીચે આવે છે તો પુજારી બને છે. સીડી ઉતરે છે ને. આ સીડી તો ખૂબ સહજ છે. જે કોઈ પણ સમજી શકે. પરંતુ કોઈની બુદ્ધિમાં કાંઈ બેસતું જ નથી. તકદીર જ એવી છે. સ્કુલ માં પાસ, નપાસ તો થાય જ છે. તકદીર માં નથી તો પુરુષાર્થ પણ નથી થતો, બીમાર પડી જાય છે. ભણી ન શકે. કોઈ તો પૂરું ભણે છે. પરંતુ છતાં પણ તે છે શારીરિક ભણતર, આ છે રુહાની ભણતર. આનાં માટે સોના ની બુદ્ધિ જોઈએ. બાપ સોનું જે એવર પ્યોર (સદા પવિત્ર) છે, એમને યાદ કરવાથી તમારી આત્મા સોની (સોનાની) બનતી જશે. કહેવાય છે કે આ તો જેમ કે એકદમ ઠીકકર બુદ્ધિ છે. ત્યાં એવું નહીં કહેશે. તે તો સ્વર્ગ હતું. આ ભૂલી ગયાં છે કે ભારત સ્વર્ગ હતું. આ પણ ક્યાંય પ્રદર્શની માં સમજાવી શકો છો, પછી રિપીટ પણ કરાવી શકો છો. પ્રોજેક્ટર માં આ નથી થઈ શકતું. પહેલાં-પહેલાં તો આ ત્રિમૂર્તિ, લક્ષ્મી-નારાયણ અને સીડી નું ચિત્ર ખૂબ જરુરી છે. આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્રમાં ૮૪ જન્મો નું નોલેજ આવી જાય છે. બાળકો નું આખો દિવસ આ જ ચિંતન ચાલવું જોઈએ. દરેક સેવાકેન્દ્ર માં મુખ્ય ચિત્ર તો જરુર આ રાખવાનાં છે. ચિત્રો પર સારું સમજાવી શકશો. બ્રહ્મા દ્વારા આ રાજધાની સ્થાપન થઈ રહી છે. અમે છીએ પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રહ્માકુમાર-કુમારીઓ. પહેલાં આપણે શૂદ્ર વર્ણનાં હતાં, હવે આપણે બ્રાહ્મણ વર્ણનાં બન્યાં છીએ પછી દેવતા બનવાનું છે. શિવબાબા આપણને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. આપણું લક્ષ-હેતુ સામે છે. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક હતાં પછી આ સીડી કેવી રીતે ઉતર્યા. શું થી શું બની જાય છે. એકદમ જેમ બુદ્ધુ બની જાય છે. આ લક્ષ્મી-નારાયણ ભારતમાં રાજ્ય કરતાં હતાં. ભારતવાસીઓને ખબર હોવી જોઈએ ને. પછી શું થયું, ક્યાં ચાલ્યાં ગયાં. શું એમનાં પર કોઈએ જીત પામી? તેમણે લડાઈમાં કોઈને હરાવ્યાં? ન કોઈ થી જીત્યા, ન હાર્યા. આ તો બધી માયા ની વાત છે. રાવણ રાજય શરું થયું અને ૫ વિકારો માં પડી રાજાઈ ગુમાવી, ફરી ૫ વિકારો પર જીત પામવાથી તે બનો છો. હમણાં જે રાવણ રાજ્ય નો ભભકો. આપણે ગુપ્ત રીતે પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. તમે કેટલાં સાધારણ છો. ભણાવવા વાળા કેટલાં ઊંચે થી ઊંચા છે અને નિરાકાર બાપ પતિત શરીર માં આવીને બાળકોને એવાં (લક્ષ્મી-નારાયણ) બનાવે છે. દૂરદેશ થી પતિત દુનિયા પતિત શરીર માં આવે છે. તે પણ પોતાને લક્ષ્મી-નારાયણ નથી બનાવતાં, આપ બાળકોને બનાવે છે. પરંતુ પૂરો પુરુષાર્થ નથી કરતાં બનવાનાં માટે. દિવસ-રાત ભણવાનું અને ભણાવવાનું છે. બાબા દિવસે-પ્રતિદિવસે ખૂબ સહજ યુક્તિઓ સમજાવતાં રહે છે. લક્ષ્મી-નારાયણ થી શરું કરવું જોઈએ. તેમણે ૮૪ જન્મ કેવી રીતે લીધાં. પછી અંતિમ જન્મમાં ભણી રહ્યાં છે ફરી તેમની ડિનાયસ્ટી (રાજધાની) બને છે. કેટલી સમજવાની વાતો છે. ચિત્રો માટે બાબા ડાયરેક્શન આપે છે. કોઈ ચિત્ર તૈયાર કર્યું, ઝટ બાબાની પાસે ભાગી આવવું જોઈએ. બાબા કરેક્શન (સુધારો) કરી બધું ડાયરેક્શન આપી દેશે.

બાબા કહે હું સાવલશાહ છું, હુંડી ભરાઈ જશે. કોઈ વાત ની પરવા નથી. આટલાં અસંખ્ય બાળકો બેઠાં છે. બાબા જાણે છે કોનાથી હુંડી ભરાવી શકે છે. બાબાનો ખ્યાલ છે જયપુર ને જોર થી (ખૂબ) ઉઠાવવાનું છે. ત્યાં જ હઠયોગીઓનું મ્યુઝિયમ છે. તમારું પછી રાજયોગનું મ્યુઝિયમ એવું સારું બનેલું હોય જે કોઈ પણ આવીને જુએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પવિત્ર જ્ઞાન ને બુદ્ધિમાં ધારણ કરવાનાં માટે પોતાનું બુદ્ધિ રુપી વાસણ સોના નું બનાવવાનું છે. યાદ થી જ વાસણ સોનાનું થશે.

2. હમણાં બ્રાહ્મણ બન્યાં છો એટલે શૂદ્રપણા ની બધી આદતો મિટાવી દેવાની છે. ખૂબ રોયલ્ટી થી રહેવાનું છે. અમે વિશ્વનાં માલિક બની રહ્યાં છીએ - આ નશામાં રહેવાનું છે.

વરદાન :-
પોતાની દૃષ્ટિ અને વૃત્તિ નાં પરિવર્તન દ્વારા સૃષ્ટિ ને બદલવા વાળા સાક્ષાત્કાર મૂર્ત ભવ

પોતાની વૃત્તિ નાં પરિવર્તન થી દૃષ્ટિ ને દિવ્ય બનાવો તો દૃષ્ટિ દ્વારા અનેક આત્માઓ પોતાનાં યથાર્થ રુપ, યથાર્થ ઘર તથા યથાર્થ રાજધાની જોશે. એવો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા માટે વૃત્તિ માં જરા પણ દેહ-અભિમાન ની ચંચળતા ન હોય. તો વૃત્તિ નાં સુધારા થી દૃષ્ટિ દિવ્ય બનાવો ત્યારે આ સૃષ્ટિ પરિવર્તન થશે. જોવા વાળા અનુભવ કરશે કે આ નયન નથી પરંતુ આ એક જાદુ ની ડબ્બીઓ છે. આ નયન સાક્ષાત્કાર નાં સાધન બની જશે.

સ્લોગન :-
સેવા નાં ઉમંગ-ઉત્સાહ ની સાથે, બેહદ ની વૈરાગ્ય વૃત્તિ જ સફળતા નો આધાર છે.