01-11-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  11.04.86    બાપદાદા મધુબન


શ્રેષ્ઠ તકદીર ( ભાગ્ય ) ની તસ્વીર ( છબી ) બનાવવાની યુક્તિ
 


આજે તકદીર બનાવવા વાળા બાપદાદા બધાં બાળકોની શ્રેષ્ઠ તકદીરની તસ્વીર જોઈ રહ્યાં છે. તકદીર વાન બધાં બન્યાં છે, પરંતુ દરેક ની તકદીરની તસ્વીર ની ઝલક પોત-પોતાની છે. જેમ કોઈ પણ તસ્વીર બનાવવા વાળા તસ્વીર બનાવે છે તો કોઇ તસ્વીર હજારો રુપિયાનાં કિંમતની અમૂલ્ય હોય છે, કોઈ સાધારણ પણ હોય છે. અહીંયા બાપદાદા દ્વારા મળેલાં ભાગ્ય ને, તકદીર ને તસ્વીર માં લાવવું અર્થાત્ પ્રેક્ટિકલ જીવનમાં લાવવું છે. એમાં અંતર થઈ જાય છે. તકદીર બનાવવા વાળાએ એક જ સમયે અને એકે જ બધાને તકદીર વહેંચી. પરંતુ તકદીર ને તસ્વીર માં લાવવા વાળી દરેક આત્મા ભિન્ન-ભિન્ન હોવાનાં કારણે જે તસ્વીર બનાવી છે એમાં નંબરવાર દેખાઈ રહ્યાં છે. કોઈ પણ તસ્વીર ની વિશેષતા નયન અને સ્મિત થી થાય છે. આ બે વિશેષતાઓ થી જ તસ્વીર ની કિંમત થાય છે. તો અહીંયા પણ તકદીરની તસ્વીરની આ જ બે વિશેષતાઓ છે. નયન અર્થાત્ રુહાની વિશ્વકલ્યાણી, રહેમદિલ, પરોપકારી દૃષ્ટિ. જો દૃષ્ટિમાં આ વિશેષતાઓ છે તો ભાગ્ય ની તસ્વીર શ્રેષ્ઠ છે. મૂળ વાત છે દૃષ્ટિ અને સ્મિત, ચહેરા ની ચમક. આ છે સદા સંતુષ્ટ રહેવાની, સંતુષ્ટતા અને પ્રસન્નતા ની ઝલક. આ જ વિશેષતાઓથી સદા ચહેરા પર રુહાની ચમક આવે છે. રુહાની મુસ્કાન અનુભવ થાય છે. આ બે વિશેષતાઓ જ તસ્વીર ની કિંમત વધારી દે છે. તો આજે આ જ જોઈ રહ્યાં હતાં. તકદીર ની તસ્વીર તો બધાએ બનાવી છે. તસ્વીર બનાવવાની કલમ બાપે બધાને આપી છે. તે કલમ છે - શ્રેષ્ઠ સ્મૃતિ, શ્રેષ્ઠ કર્મોનું જ્ઞાન. શ્રેષ્ઠ કર્મ અને શ્રેષ્ઠ સંકલ્પ અર્થાત્ સ્મૃતિ. આ જ્ઞાનની કલમ દ્વારા દરેક આત્મા પોતાની તકદીર ની તસ્વીર બનાવી રહી છે, અને બનાવી પણ લીધી છે. તસ્વીર તો બની ગઈ છે. નયન, ચલન પણ બની ગયાં છે. હવે છેલ્લી ટચિંગ (અનુભૂતિ) છે સંપૂર્ણતા ની. બાપ સમાન બનવાની. ડબલ વિદેશી ચિત્ર બનાવવાનું વધારે પસંદ કરે છે ને. તો બાપદાદા પણ આજે બધાની તસ્વીર જોઈ રહ્યાં છે. દરેક પોતાની તસ્વીર જોઈ શકે છે ને કે ક્યાં સુધી તસ્વીર મૂલ્યવાન બની છે. સદા પોતાની આ રુહાની તસ્વીર ને જોઈ એમાં સંપૂર્ણતા લાવતાં રહો. વિશ્વની આત્માઓથી તો શ્રેષ્ઠ ભાગ્યવાન કોટોમાં કોઈ, કોઈ માં પણ કોઈ અમૂલ્ય અથવા શ્રેષ્ઠ ભાગ્યવાન તો છો જ, પરંતુ એક છે શ્રેષ્ઠ, બીજા છે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ. તો શ્રેષ્ઠ બન્યાં છો કે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બન્યાં છો? આ ચેક કરવાનું છે. અચ્છા!

આ ડબલ વિદેશી રેસ (દોડ) કરશે ને! આગળ નંબર લેવાનો છે કે આગળ વાળા ને જોઈ ખુશ થવાનું છે. જોઈ-જોઈ ખુશ થવું પણ આવશ્યક છે, પરંતુ સ્વયં પાછળ થઈને નહીં જુઓ, સાથે-સાથે રહી બીજાને પણ જોઈ હર્ષિત થઈ ચાલો. સ્વયં પણ આગળ વધો અને પાછળ વાળા ને પણ આગળ વધારો. આને જ કહે છે પર-ઉપકારી. આ પર-ઉપકારી બનવું આની વિશેષતા છે - સ્વાર્થ ભાવથી સદા મુક્ત રહેવું. દરેક પરિસ્થિતિમાં, દરેક કાર્યમાં, દરેક સહયોગી સંગઠનમાં જેટલું નિસ્વાર્થપણું હશે, એટલાં જ પર ઉપકારી હશે. સ્વયં સદા ભરપૂર અનુભવ કરશે. સદા પ્રાપ્તિ સ્વરુપની સ્થિતિમાં હશે. ત્યારે પરોપકારી ની અંતિમ સ્થિતિ અનુભવ કરી અને બીજાને પણ કરાવી શકશે. જેમ બ્રહ્મા બાપ ને જોયાં અંતિમ સમય ની સ્થિતિમાં ઉપરામ અને પરોપકાર આ વિશેષતા સદા જોઈ. સ્વ નાં પ્રતિ કંઈ પણ સ્વીકાર ન કર્યું. ન મહિમા સ્વીકાર કરી, ન વસ્તુ સ્વીકાર કરી. ન રહેવાનું સ્થાન સ્વીકાર કર્યું. સ્થૂળ અને સૂક્ષ્મ, સદા પહેલા બાળકો. આને કહેવાય છે પરોપકારી. આ જ સંપન્નતા ની, સંપૂર્ણતા ની નિશાની છે. સમજ્યાં!

મુરલીઓ તો બહુજ સાંભળી. હવે મુરલીધર બની સદા નાચતાં અને નચાવતાં રહેવાનું છે. મુરલી થી સાપ નાં ઝેર ને પણ સમાપ્ત કરી લે છે. તો એવા મુરલીધર છો જે કોઈનો કેટલો પણ કડવો સ્વભાવ-સંસ્કાર હોય એને પણ વશ કરી દે અર્થાત્ એનાથી મુક્ત કરી નચાવી દે. હર્ષિત બનાવી દે. હવે આ રિઝલ્ટ (પરિણામ) જોશે કે કોણ-કોણ એવાં યોગ્ય મુરલીધર બને છે. મુરલી થી પણ પ્રેમ છે, મુરલીધર થી પણ પ્રેમ છે પરંતુ પ્રેમનું સબૂત છે, જે મુરલીધરનાં દરેક બાળક પ્રતિ શુભ આશા છે-તે પ્રેક્ટિકલ માં દેખાડો. પ્રેમની નિશાની છે જે કહ્યું તે કરીને દેખાડવું. એવાં માસ્ટર મુરલીધર છો ને. બનવાનું જ છે, હવે નહીં બનશો તો ક્યારે બનશો. કરશું, આ વિચાર નહીં કરો. કરવાનું જ છે. દરેક એજ વિચારે કે અમે નહીં કરશું તો કોણ કરશે. અમારે કરવાનું જ છે. બનવાનું જ છે. કલ્પ ની બાજી (રમત) જીતવાની જ છે. આખાં કલ્પ ની વાત છે. તો ફર્સ્ટ ડિવિઝન (પ્રથમ શ્રેણી) માં આવવાનું છે, આ દૃઢતા ધારણ કરવાની છે. નવી વાત કરી રહ્યા છો શું? કેટલી વાર ની થયેલી વાતને ફકત લીટીનાં ઉપર લીટી ખેંચી રહ્યાં છો. ડ્રામા ની રેખા ખેંચાયેલી છે. નવી રેખા પણ નથી દોરી રહ્યાં, જે વિચારો કે ખબર નહિં સીધી થશે કે નહીં. કલ્પ-કલ્પ ની બનેલી પ્રાલબ્ધ ને ફક્ત બનાવો છો કારણ કે કર્મોનાં ફળ નો હિસાબ છે. બાકી નવી વાત શું છે? આ તો ખુબજ જૂની છે, થયેલી જ છે. આ છે અટલ નિશ્ચય. આને દૃઢતા કહેવાય છે, આને તપસ્વી મૂર્ત કહે છે. દરેક સંકલ્પ માં દૃઢતાં એટલે તપસ્યા. અચ્છા!

બાપદાદા હાઈએસ્ટ હોસ્ટ (ઊંચા યજમાન) પણ છે અને ગોલ્ડન ગેસ્ટ (સોનેરી મહેમાન) પણ છે. હોસ્ટ બનીને પણ મળે છે, ગેસ્ટ બનીને આવે છે. પરતું ગોલ્ડન ગેસ્ટ છે. ચમકતાં છે ને. ગેસ્ટ તો બહુ જોયા-પરંતુ ગોલ્ડન ગેસ્ટ નથી જોયાં. જેમ ચીફ ગેસ્ટ ને બોલાવો છે તો તે ધન્યવાદ આપે છે. તો બ્રહ્મા બાપે પણ હોસ્ટ બની ઈશારો આપ્યો અને ગેસ્ટ બની બધાને મુબારક આપી રહ્યાં છે. જેમણે આખી સિઝનમાં સેવા કરી એ બધાને ગોલ્ડન ગેસ્ટ નાં રુપમાં શુભેચ્છા આપી રહ્યાં છે. સૌથી પહેલાં મુબારક કોને? નિમિત્ત દાદીઓ ને. બાપદાદા, નિર્વિઘ્ન સેવાની સમાપ્તિ ની મુબારક આપી રહ્યાં છે. મધુબન નિવાસીઓને પણ નિર્વિઘ્ન હર્ષિત બની મહેમાન-નિવાજી કરવાની વિશેષ મુબારક આપી રહ્યાં છે. ભગવાન પણ મહેમાન બની આવ્યાં તો બાળકો પણ. જેમનાં ઘરમાં ભગવાન મહેમાન બનીને આવે તે કેટલાં ભાગ્યશાળી છે. રથ ને પણ મુબારક છે કારણ કે આ પાર્ટ ભજવવો પણ કોઈ ઓછી વાત નથી. આટલી શક્તિઓને આટલો સમય પ્રવેશ થયા પછી ધારણ કરવી આ પણ વિશેષ પાર્ટ છે. પરંતુ આ સમાવવાની શક્તિ નું ફળ તમને બધાને મળી રહ્યું છે. તો સમાવવાની શક્તિની વિશેષતા થી બાપદાદાની શક્તિઓને સમાવવી આ પણ વિશેષ પાર્ટ કહો કે ગુણ કહો. તો બધાં સેવાધારીઓ માં આ પણ સેવા નો પાર્ટ ભજવવા વાળા નિર્વિઘ્ન રહ્યાં. એનાં માટે મુબારક છે અને પદ્મા પદમ ધન્યવાદ. ડબલ વિદેશીઓને પણ ડબલ ધન્યવાદ કારણ કે ડબલ વિદેશીઓએ મધુબન ની શોભા કેટલી સારી કરી દીધી. બ્રાહ્મણ પરિવાર નો શૃંગાર ડબલ વિદેશી છે. બ્રાહ્મણ પરિવારમાં દેશવાળાઓ ની સાથે વિદેશી પણ છે તો પુરુષાર્થની પણ મુબારક અને બ્રાહ્મણ પરિવાર નો શૃંગાર બનવાની પણ મુબારક. મધુબન પરિવારની વિશેષ સૌગાત (ભેટ) છો એટલે ડબલ વિદેશીઓને ડબલ મુબારક આપી રહ્યાં છે. ભલે ક્યાંય પણ છે. સામે તો થોડાક જ છે પરંતુ ચારે તરફ નાં ભારતવાસી બાળકોને અને ડબલ વિદેશી બાળકોને મોટાં દિલ થી મુબારક આપી રહ્યાં છે. દરેકે ખુબજ સારો પાર્ટ ભજવ્યો. હવે ફક્ત એક વાત રહી છે સમાન અને સંપૂર્ણતાની. દાદીઓ પણ સારી મહેનત કરે છે. બાપદાદા, બંનેનો પાર્ટ સાકાર માં ભજવી રહ્યાં છે એટલે બાપદાદા દિલ થી સ્નેહની સાથે મુબારક આપે છે. બધાએ ખુબજ સારો પાર્ટ ભજવ્યો. ઓલરાઉન્ડર (સર્વાંગી) બધાં સેવાધારી ભલે નાની એવી સાધારણ સેવા છે પરંતુ તે પણ મહાન છે. દરેકે પોતાનું પણ જમા કર્યું અને પુણ્ય પણ કર્યું. બધાં દેશ-વિદેશ નાં બાળકોની પહોંચવાની પણ વિશેષતા મુબારક યોગ્ય છે. બધાં મહારથીઓએ મળીને સેવાનો શ્રેષ્ઠ સંકલ્પ પ્રેક્ટિકલમાં લાવ્યો અને લાવતાં જ રહેશો. સેવામાં જે નિમિત્ત છે એમને પણ તકલીફ ન આપવી જોઈએ. પોતાના અલબેલાપણા થી કોઈને મહેનત ન કરાવવી જોઇએ. પોતાની વસ્તુઓને સંભાળવી આ પણ જ્ઞાન છે. યાદ છે ને બ્રહ્મા બાપ શું કહેતા હતાં? રુમાલ ખોવાડ્યો તો ક્યારેક પોતાને પણ ખોઈ દેશો. દરેક કર્મમાં શ્રેષ્ઠ અને સફળ રહેવું આને કહેવાય નોલેજફુલ (જ્ઞાની). શરીરનું પણ જ્ઞાન, આત્માનું પણ જ્ઞાન. બંને જ્ઞાન દરેક કર્મમાં જોઈએ, શરીર ની બીમારીનું પણ જ્ઞાન જોઈએ. મારું શરીર કઈ વિધિ થી ઠીક ચાલી શકે છે. એવું નહીં આત્મા તો શક્તિશાળી છે, શરીર કેવું પણ છે. શરીર ઠીક નહિં હશે તો યોગ પણ નહીં લાગશે. શરીર પોતાની તરફ ખેંચે છે એટલે નોલેજફુલ માં આ બધું જ્ઞાન આવી જાય છે. અચ્છા.

થોડીક કુમારીઓનો સમર્પણ સમારોહ બાપદાદા ની સામે થયો

બાપદાદા બધી વિશેષ આત્માઓને બહુ જ સુંદર સજ્યા-સજાવેલાં જોઈ રહ્યાં છે. દિવ્ય ગુણો નો શ્રુંગાર કેટલો સુંદર, બધાને શોભનિક બનાવી રહ્યો છે. લાઈટ નો તાજ કેટલો સુંદર ચમકી રહ્યો છે. બાપદાદા અવિનાશી શ્રુંગારેલાં ચહેરાને જોઈ રહ્યાં છે. બાપદાદા ને બાળકોનો આ ઉમંગ-ઉત્સાહ નો સંકલ્પ જોઈ ખુશી થાય છે. બાપદાદાએ બધાને સદાનાં માટે પસંદ કરી લીધાં. તમે પણ પાક્કું પસંદ કરી લીધું છે ને! દૃઢ સંકલ્પ ની રાખડી બંધાઈ ગઈ. બાપદાદા ની પાસે દરેકનાં દિલ નાં સ્નેહ નો સંકલ્પ સૌથી જલ્દી પહોંચે છે. હવે સંકલ્પ માં પણ આ શ્રેષ્ઠ બંધન ઢીલું નહીં થશે. એટલું પાક્કું બાંધ્યું છે ને. કેટલાં જન્મો નો વાયદો કર્યો? આ બ્રહ્મા બાપ ની સાથે સદા સંબંધમાં આવવાનો પાક્કો વાયદો છે અને ગેરંટી છે કે સદા ભિન્ન નામ, રુપ, સંબંધ માં ૨૧ જન્મ સુધી તો સાથે રહેશો જ. તો કેટલી ખુશી છે, હિસાબ કરી શકો છો? આનો હિસાબ નીકાળવા વાળું કોઈ નથી નીકળ્યું. હવે આમ જ સદા સજ્યા-સજાવેલાં રહેજો, સદા તાજધારી રહેજો અને સદા ખુશીમાં હસતાં-ગાતાં રુહાની મોજ માં રહેજો. આજે બધાએ દૃઢ સંકલ્પ કર્યો ને - કે કદમ, કદમ પર રાખવા વાળા બનશું. તેઓ તો સ્થૂળ પગની ઉપર પગ રાખે છે પરંતુ તમે બધાં સંકલ્પ ઉપર કદમ પર કદમ રાખવા વાળા. જે બાપ નો સંકલ્પ તે બાળકોનો સંકલ્પ - એવો સંકલ્પ કર્યો? એક કદમ પણ બાપનાં કદમ નાં સિવાય અહીંયા ત્યાંનો ન હોય. દરેક સંકલ્પ સમર્થ કરજો અર્થાત્ બાપનાં સમાન કદમ પાછળ કદમ રાખવો. અચ્છા!

વિદેશી ભાઈ બહેનો સાથે :- જેમ વિમાનમાં ઉડતાં-ઉડતાં આવ્યાં તેમ બુદ્ધિ રુપી વિમાન પણ એટલું જ ફાસ્ટ ઉડતું રહે છે રહે છે ને કારણ કે તે વિમાન પરિસ્થિતિ નાં કારણે ન પણ મળે પરંતુ બુદ્ધિ રુપી વિમાન સદા સાથે છે અને સદા શક્તિશાળી છે તો સેકન્ડમાં જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી જાય. તો આ વિમાન નાં માલિક છો ને. સદા આ બુદ્ધિ નું વિમાન એવરરેડી (સદા તૈયાર) હોય અર્થાત્ સદા બુદ્ધિની લાઈન ક્લિયર હોય. બુદ્ધિ સદા જ બાપની સાથે શક્તિશાળી હોય તો જ્યારે ઈચ્છો ત્યારે સેકન્ડમાં પહોંચી જશો. જેમનું બુદ્ધિનું વિમાન પહોંચે છે, એમનું તે પણ વિમાન ચાલે છે. બુદ્ધિ નું વિમાન ઠીક નથી તો તે વિમાન પણ નહીં ચાલે. અચ્છા!

પાર્ટીઓ થી :- ૧. સદા પોતાને રાજયોગી શ્રેષ્ઠ આત્માઓ અનુભવ કરો છો? રાજયોગી અર્થાત્સર્વ કર્મેન્દ્રિયોનાં રાજા. રાજા બની કર્મેન્દ્રિયો ને ચલાવવા વાળા, નહિં કે કર્મેન્દ્રિયોનાં વશ ચાલવા વાળા. જે કર્મેન્દ્રિયોનાં વશ ચાલવા વાળા છે એમને પ્રજાયોગી કહેશું, રાજયોગી નહીં. જ્યારે જ્ઞાન મળી ગયું કે આ કર્મેન્દ્રિયો મારી કર્મચારી છે, હું માલિક છું, તો માલિક ક્યારે સેવાધારીઓનાં વશ ન થઈ શકે. કેટલો પણ કોઈ પ્રયત્ન કરે પરંતુ રાજયોગી આત્માઓ સદા શ્રેષ્ઠ રહેશે. સદા રાજ્ય કરવાનાં સંસ્કાર હમણાં રાજયોગી જીવનમાં ભરવાનાં છે. કંઈ પણ થઈ જાય - આ ટાઇટલ (શીર્ષક) પોતાનું સદા યાદ રાખજો કે હું રાજયોગી છું. સર્વ શક્તિવાન નું બળ છે, ભરોસો છે તો સફળતા અધિકાર રુપમાં મળી જાય છે. અધિકાર સહજ પ્રાપ્ત થાય છે, મુશ્કેલ નથી થતું. સર્વ શક્તિઓનાં આધાર થી દરેક કાર્ય સફળ થયેલું જ છે. સદા ફખુર (નશો) રહે કે હું દિલતખ્તનશીન આત્મા છું. આ ફખુર અનેક ફિકરો થી પાર કરાવી દે છે. ફખુર નથી તો ફિકર જ ફિકર છે. તો સદા ફખુર માં રહી વરદાની બની વરદાન વહેંચતા ચાલો. સ્વયં સંપન્ન બની બીજાઓને સંપન્ન બનાવવાનાં છે. બીજાઓને બનાવવાં અર્થાત્ સ્વર્ગ ની સીટનું સર્ટીફિકેટ (પ્રમાણપત્ર) આપો છો. કાગળ નું સર્ટીફિકેટ નહીં, અધિકાર નું. અચ્છા!

૨. દરેક કદમમાં પદ્મોની કમાણી જમા કરવા વાળા, અખૂટ ખજાનાનાં માલિક બની ગયાં. એવો ખુશીનો અનુભવ કરો છો! કારણ કે આજકાલ ની દુનિયા છે જ દગાબાજ. દગાબાજ દુનિયા થી કિનારો કરી લીધો. દગાવાળી દુનિયાથી લગાવ તો નથી! સેવા અર્થ સંબંધ બીજી વાત છે પરંતુ મનનો લગાવ ન હોવો જોઈએ. તો સદા પોતાને તો તુચ્છ નહીં, સાધારણ નહીં પરંતુ શ્રેષ્ઠ આત્મા છીએ, સદા બાપનાં પ્રિય છીએ, એ નશા માં રહો. જેવાં બાપ એવાં બાળકો - કદમ પર કદમ રાખતાં અર્થાત્ ફોલો (અનુસરણ) કરતાં ચાલો તો બાપ સમાન બની જશો. સમાન બનવું અર્થાત્ સંપન્ન બનવું. બ્રાહ્મણ જીવન નું આજ તો કાર્ય છે.

૩. સદા પોતાને બાપનાં રુહાની બગીચા નાં રુહાની ગુલાબ સમજો છો! સૌથી સુગંધવાળું ફૂલ ગુલાબ હોય છે. ગુલાબનું પાણી (જળ) કેટલાં કાર્યોમાં લગાવે છે, રંગ-રુપમાં પણ ગુલાબ સર્વ પ્રિય છે. તો તમે બધાં રુહાની ગુલાબ છો. તમારી રુહાની સુગંધ બીજાઓને પણ સ્વતઃ આકર્ષણ કરે છે. ક્યાંય પણ કોઈ સુગંધ ની વસ્તુ હોય છે તો બધાનું ધ્યાન સ્વતઃ જ જાય છે તો આપ રુહાની ગુલાબો ની સુગંધ વિશ્વને આકર્ષિત કરવાવાળી છે, કારણ કે વિશ્વને આ રુહાની સુગંધ ની આવશ્યકતા છે એટલે સદા સ્મૃતિમાં રહે કે હું અવિનાશી બગીચાનું અવિનાશી ગુલાબ છું. ક્યારેય મુરઝાવા વાળું નહીં, સદા ખીલેલું. આવાં ખીલેલા રુહાની ગુલાબ સદા સેવામાં નિમિત્ત બની જાય છે. યાદ ની, શક્તિઓ ની, ગુણો ની આ બધી સુગંધ સૌને આપતાં રહો. સ્વયં બાપે આવીને આપ ફૂલોને તૈયાર કર્યા છે તો કેટલા સિકિલધા છો! અચ્છા.

વરદાન :-
ન્યારા અને પ્યારા બનવાનો રાઝ ( રહસ્ય ) જાણીને રાજી રહેવા વાળા રાઝયુક્ત ભવ

જે બાળકો પ્રવૃત્તિમાં રહેતાં ન્યારા અને પ્યારા બનવાનું રાઝ જાણે છે તે સદા સ્વયં પણ સ્વયં થી રાજી રહે છે, પ્રવૃત્તિ ને પણ રાજી રાખે છે. સાથે-સાથે સાચું દિલ હોવાનાં કારણે સાહેબ પણ સદૈવ એમનાં પર રાજી રહે છે. એવાં રાજી રહેવાવાળા રાઝયુક્ત બાળકોને પોતાનાં પ્રતિ કે અન્ય કોઈનાં પ્રતિ કોઈને કાઝી બનાવવાની જરુરત નથી રહેતી કારણ કે તે પોતાનો ફેસલો પોતેજ કરી લે છે એટલે એમને કોઈને કાઝી, વકીલ કે જજ બનાવવાની જરુરત જ નથી.

સ્લોગન :-
સેવાથી જે દુઆઓ મળે છે - તે દુઆઓ જ તંદુરસ્તી નો આધાર છે.