01-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
બ્રહ્માનાં સંતાન પરસ્પર ભાઈ - બહેન છો , તમારી વૃત્તિ ખૂબ શુદ્ધ પવિત્ર હોવી જોઈએ”
પ્રશ્ન :-
કયા બાળકોનો સમજાવવાનો પ્રભાવ ખૂબ સારો પડી શકે છે?
ઉત્તર :-
જે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન પવિત્ર રહે છે. એવાં અનુભવી બાળકો કોઈને
પણ સમજાવે તો એમનો સમજાવવાનો ખૂબ સારો પ્રભાવ પડી શકે છે કારણ કે લગ્ન કરીને પણ
અપવિત્ર વૃતિ ન જાય - આ ખૂબ મોટી મંઝિલ છે. આમાં બાળકોએ ખૂબ-ખૂબ ખબરદાર પણ રહેવાનું
છે.
ગીત :-
હમારે તીર્થ
ન્યારે હૈં…
ઓમ શાંતિ!
બાપ બાળકોને
સમજાવે છે કારણ કે બાળકો જ બાપ ને જાણે છે. બાળકો તો બધાં બાળકો જ છે. બધાં બાળકો
બ્રહ્માકુમાર-કુમારીઓ છે, તે જાણે છે બ્રહ્માકુમાર-કુમારીઓ થયાં બહેન-ભાઈ. બધાં એક
બાપનાં બાળકો છે તો રીયલ્ટી માં (સત્યતા થી) સમજાવવાનું છે કે આપણે આત્માઓ ભાઈ-બહેન
છીએ. બધાં બ્રધર્સ (ભાઈઓ) છીએ. અહીં તો તમે જાણો છો અમે એક જ ગ્રાન્ડફાધર અને ફાધર
નાં બાળકો છીએ. શિવબાબા નાં પૌત્રા, બ્રહ્માનાં બાળકો છીએ. સમજો આમની લૌકિક સ્ત્રી
છે, એમણે પણ કહ્યું હું બ્રહ્માકુમારી છું તો એમનો પણ સંબંધ તે (ભાઈ-બહેન નો) થઈ
જાય છે. જેવી રીતે લૌકિક બહેન-ભાઈ હોય, તેમાં કોઈ ગંદી દૃષ્ટિ નથી જતી, આજકાલ તો બધાં
ગંદા બની ગયા છે કારણ કે દુનિયા જ ડર્ટી (ખરાબ) છે. આપ બાળકો પણ હમણાં સમજો છો આપણે
બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. બ્રહ્મા દ્વારા એડોપ્ટેડ ચિલ્ડ્રન (અપનાવેલા બાળકો) બન્યા
છીએ તો બહેન-ભાઈ છીએ. સમજાવવું પડે, સંન્યાસ પણ બે પ્રકારનાં છે. સંન્યાસ અર્થાત્
પવિત્ર રહેવું, પાંચ વિકારો ને છોડવાં. તે છે હઠયોગ સંન્યાસી, એમનો ડિપાર્ટમેન્ટ (વિભાગ)
જ અલગ છે. પ્રવૃત્તિ માર્ગ વાળા નું કનેક્શન જ (પ્રવૃત્તિ માર્ગ વાળા નો સંબંધ જ)
છોડીને જાય છે, એમનું નામ જ છે હઠયોગ કર્મ સંન્યાસી. આપ બાળકો ને સમજાવાય છે ગૃહસ્થ
વ્યવહાર માં રહેતાં દેહ સહિત દેહનાં સર્વ સંબંધ ત્યાગી બાપ ને યાદ કરવાનાં છે. તેઓ
તો ઘરબાર છોડી દે છે. મામા, ચાચા, કાકા કોઈ નથી રહેતું. સમજે છે બાકી છે એક, એમને જ
યાદ કરવાનાં છે, અથવા જ્યોતિ જ્યોત સમાવાનું છે. નિર્વાણ ધામ જવાનું છે. એમનો
ડિપાર્ટમેન્ટ જ અલગ છે, પહેરવેશ અલગ છે. તે તો કહી દે છે સ્ત્રી નર્કનો દ્વાર છે,
આગ-કપાસ (રુ) સાથે રહી નથી શકતાં. અલગ થવાથી જ અમે બચી શકીએ છીએ. ડ્રામા અનુસાર એમનો
ધર્મ જ અલગ છે. તે સ્થાપના શંકરાચાર્યની છે, તે શીખવાડે છે હઠયોગ, કર્મ સંન્યાસ, નહીં
કે રાજયોગ. તમે નંબરવાર જાણો છો કે આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે. ૧૦૦ ટકા સેન્સિબલ
(સમજદાર) બધાને તો નહીં કહેવાશે. કોઈ છે જે ૧૦૦ ટકા સેન્સિબલ છે, કોઈ પછી ૧૦૦ ટકા
નોનસેન્સિબલ (નાસમજ) પણ છે. આ તો થશે. તમે જાણો છો અમે કહીએ છીએ મમ્મા-બાબા, તો અમે
પરસ્પર બહેન-ભાઈ થઈ ગયાં. ગંદી વૃત્તિ થવી ન જોઈએ, કાયદો એવું કહે છે. બહેન-ભાઈ નાં
પરસ્પર ક્યારેય પણ લગ્ન થઈ ન શકે. બહેન-ભાઈ નું જો ઘર માં કાંઈ પણ થાય છે, બાપ જુએ
છે આમની ચલન ખરાબ છે તો ખૂબ ફિકર રહે છે. આ ક્યાંથી પેદા થયાં? કેટલું નુકસાન કરે
છે, ખૂબ એને ખીજાય છે. આગળ આ વાતોની પરેજી રહેતી હતી. હમણાં તો ૧૦૦ ટકા તમોપ્રધાન
છે, માયા નો પ્રભાવ બરોબર જોર માં (ખૂબ) છે. પરમપિતા પરમાત્મા નાં બાળકો સાથે તો
માયા ની એકદમ લડાઈ થાય છે. બાપ કહે છે - આ મારા બાળકો છે, હું આમને સ્વર્ગમાં લઈ
જાઉં છું. માયા કહે છે - ના, આ મારા બાળકો છે, હું આમને નર્કમાં લઈ જાઉં છું. અહીં
તો ધર્મરાજ બાપનાં હાથમાં છે. તો જે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહે છે એમણે
બીજાઓને ખૂબ સારી રીતે સમજાવવાનું છે કે અમે કેવી રીતે સાથે રહેતાં પવિત્ર રહીએ છીએ.
જે કામ હઠયોગી સંન્યાસી પણ ન કરી શક્યા તે બાપ કરાવી રહ્યા છે. સંન્યાસી ક્યારેય
રાજયોગ શીખવાડી ન શકે. વિવેકાનંદ નાં પુસ્તક પર બહાર થી નામ લખ્યું છે રાજયોગ. પરંતુ
સંન્યાસી જે નિવૃત્તિ માર્ગ વાળા છે તે રાજયોગ શીખવાડી ન શકે. તમે જે ગૃહસ્થ
વ્યવહાર માં રહો અને પવિત્ર રહો છો, તે સમજાવશે તો તેમનું તીર સારું લાગશે. બાબાએ
સમાચાર પત્ર માં જોયું હતું, દિલ્લી માં વૃક્ષો વિશે કંઈક કોન્ફરન્સ થાય છે. તેનાં
ઉપર પણ કેવી રીતે સમજાવીએ કે તમે આ જંગલી વૃક્ષો વગેરે નો તો ખ્યાલ કરો છો પરંતુ આ
જીનોલોજીકલ ટ્રી (મનુષ્ય સૃષ્ટિ નાં ઝાડ) નો ક્યારેય ખ્યાલ કર્યો છે કે આ મનુષ્ય
સૃષ્ટિ ની કેવી રીતે ઉત્પત્તિ તથા પાલના થાય છે?
બાળકોની એટલી વિશાળ
બુદ્ધિ બની નથી. એટલું અટેન્શન (ધ્યાન) નથી. કંઈ ને કંઈ બીમારી લાગેલી છે. લૌકિક
ઘરમાં પણ બહેન-ભાઈ નાં ક્યારેય ગંદા ખ્યાલાત નથી હોતાં. અહીં તો તમે બધાં એક બાપનાં
બાળકો છો બહેન-ભાઈ, બ્રહ્માકુમાર-કુમારીઓ. જો ગંદા ખ્યાલાત આવ્યા તો એમને શું
કહેવાશે? તે, જે નર્ક માં રહે છે, એમના કરતાં પણ હજાર ગણા ગંદા ગણાશે. બાળકો પર ખૂબ
રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) છે. જે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહે છે, ખૂબ
મહેનત એમનાં માટે છે. દુનિયા આ વાતોને નથી જાણતી. બાપ આવે છે પાવન બનાવવા તો જરુર
બાળકો પ્રતિજ્ઞા કરશે, રાખડી બાંધેલી છે. આમાં ખૂબ મહેનત છે. લગ્ન કરીને પવિત્ર રહે,
ખૂબ ભારી (ઊંચી) મંઝિલ છે. જરા પણ બુદ્ધિ ન જવી જોઈએ. લગ્ન થઈ જાય છે તો વિકારી થઈ
જાય છે. બાપ આવીને નિર્વસ્ત્ર થવાથી બચાવે છે. દ્રૌપદી ની પણ શાસ્ત્રોમાં વાત છે. આ
વાતો માં કંઈક રહસ્ય તો છે ને? આ શાસ્ત્ર વગેરે બધું ડ્રામા માં નોધાયેલું છે - જે
કંઈ પાસ્ટ (પહેલાં) થતું આવ્યું છે, તે ડ્રામા માં નોંધ છે, તેને રીપીટ જરુર કરવાનું
છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ ની પણ નોંધ છે. તમારી બુદ્ધિ હમણાં ખૂબ વિશાળ થઈ ગઈ
છે. જેમ બેહદ બાપની બુદ્ધિ તેમ મુરબ્બી બાળકોની, જે શ્રીમત પર ચાલે છે. અનેક બાળકો
છે. ખબર નથી, હજી કેટલાં બાળકો હશે? જ્યાં સુધી બ્રાહ્મણ-બ્રાહ્મણી ન બને ત્યાં સુધી
વારસો મેળવી નથી શકતાં. હવે તમે બ્રહ્માવંશી જ પછી જઈને સૂર્યવંશી અથવા વિષ્ણુવંશી
બનશો. હમણાં છો શિવવંશી. શિવ છે દાદા (ગ્રાન્ડ ફાધર), બ્રહ્મા છે બાબા. પ્રજાપિતા
તો એક થયા ને? બધી પ્રજાનાં. જાણે પણ છે જે મનુષ્ય સૃષ્ટિનું ઝાડ છે, તેનું પણ બીજ
હશે. આમાં પ્રથમ મનુષ્ય પણ હશે, જેને ન્યુ મેન (આદિ માનવ) કહે છે. ન્યુ મેન કોણ હશે?
બ્રહ્મા જ હશે. બ્રહ્મા અને સરસ્વતી - તે ન્યુ (નવા) ગણાશે. આમાં ખૂબ બુદ્ધિ જોઈએ.
આત્મા જ કહે છે ઓ ગોડ ફાધર, ઓ સુપ્રીમ ગોડફાધર. આત્મા કહે છે ને? તો એ બધાનાં રચયિતા
છે. ઊંચા માં ઊંચા એ થયાં. પછી આવો મનુષ્ય સૃષ્ટિ પર. એમાં ઊંચા કોને રાખે?
પ્રજાપિતા. આ તો કોઈપણ સમજી શકે છે કે મનુષ્ય સૃષ્ટિનું જે ઝાડ છે, એમાં બ્રહ્મા થઈ
ગયા મુખ્ય. શિવ તો છે આત્માઓનાં બાપ, બ્રહ્માને રચયિતા કહી શકાય છે મનુષ્યો નાં.
પરંતુ કોની મત પર કરે છે? બાપ કહે છે હું જ બ્રહ્માને એડોપ્ટ કરું છું. નવા બ્રહ્મા
પછી ક્યાંથી આવશે? અનેક જન્મોનાં અંત નાં જન્મમાં હું આમનામાં પ્રવેશ કરું છું. આમનું
નામ પ્રજાપિતા બ્રહ્મા રાખું છું. હમણાં તમે જાણો છો અમે બરોબર બ્રહ્માનાં બાળકો
છીએ. શિવબાબા પાસેથી નોલેજ લઈ રહ્યા છીએ. આપણે બાપ પાસેથી પવિત્રતા, સુખ, શાંતિ,
હેલ્થ, વેલ્થ લેવા આવ્યા છીએ. ભારતમાં આપણે જ સદા સુખી હતાં. હમણાં નથી. પછી ફરી
બાપ તે વારસો આપી રહ્યા છે. બાળકો જાણે છે ફર્સ્ટ (પહેલાં) છે પવિત્રતા. રાખડી કોને
બંધાય છે? જે અપવિત્ર બને છે તે પ્રતિજ્ઞા કરે છે અમે પવિત્ર રહીશું. બાપ સમજાવે છે
આ મંઝિલ ખૂબ ભારી છે. પહેલાંથી જ જે યુગલ છે એમને સમજાવવું પડે - અમે કેવી રીતે
ભાઈ-બહેન થઈને રહીએ છીએ. હા, અવસ્થા જમાવવામાં સમય લાગે છે. બાળકો લખે પણ છે માયા
નાં તોફાન ખૂબ આવે છે. તો ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહેવાવાળા બાળકો ભાષણ
કરે તો સારું છે કારણ કે આ છે નવી વાત. આ છે જ સ્વરાજ્ય યોગ. આમાં પણ સંન્યાસ છે.
ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં અમે જીવનમુક્તિ અર્થાત્ સદ્દગતિ મેળવીએ. આ તો જીવનબંધ
છે. તમારું છે સ્વરાજ્ય પદ. સ્વ ને રાજ્ય જોઈએ. હમણાં તેને રાજ્ય નથી. આત્મા કહે છે
હું રાજા હતો, હું રાણી હતી, હમણાં હું વિકારી કંગાળ બન્યો છું, મારા માં કોઈ ગુણ
નથી. આ આત્મા કહે છે ને? તો પોતાને આત્મા, પરમપિતા પરમાત્મા નાં સંતાન સમજવાનું છે.
આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, પરસ્પર ખૂબ લવ (પ્રેમ) હોવો જોઈએ. આપણે આખી દુનિયાને લવલી
(પ્રેમાળ) બનાવીએ છીએ. રામરાજ્ય માં તો સિંહ-બકરી પણ સાથે જળ પીતાં હતાં, ક્યારેય
લડાઈ નહોતાં કરતાં તો આપ બાળકોમાં કેટલો લવ હોવો જોઈએ? આ અવસ્થા ધીરે-ધીરે આવશે. લડે
તો ખૂબ છે ને? પાર્લામેન્ટ માં પણ લડે છે તો એક-બીજાને ખુરશી ઉપાડીને મારવા લાગે
છે. તે તો છે આસુરી સભા. તમારી આ છે ઈશ્વરીય સભા તો કેટલો નશો હોવો જોઈએ? પરંતુ આ
સ્કૂલ છે. ભણતર માં કોઈ તો ઊંચા ચાલ્યા જાય છે, કોઈ ઢીલા પડી જાય છે. આ સ્કૂલ પણ
વન્ડરફુલ છે, ત્યાં તો સ્કૂલ ટીચર અલગ-અલગ હોય છે, અહીં સ્કૂલ ટીચર એક, સ્કૂલ એક
છે. આત્મા શરીર ધારણ કરી ટીચ કરે (શીખવાડે) છે. આત્માને શીખવાડે છે. આપણે આત્મા,
શરીર દ્વારા ભણીએ છીએ. આટલું આત્મ-અભિમાની બનવાનું છે. આપણે આત્માઓ છીએ, એ પરમાત્મા
છે. આ બુદ્ધિમાં આખો દિવસ દોડાવવાનું છે. દેહ-અભિમાન થી જ ભૂલો થઈ જાય છે. બાપ
વારંવાર કહે છે દેહી-અભિમાની ભવ. દેહ-અભિમાન માં આવવાથી માયાનો વાર થશે. ચઢાઈ ખૂબ
ઊંચી છે. કેટલું વિચાર સાગર મંથન કરવાનું હોય છે. રાત્રે જ વિચાર સાગર મંથન થઈ શકે
છે. આમ વિચાર સાગર મંથન કરતા-કરતા બાપ જેવા બનતા જશો.
આપ બાળકોએ બધું જ્ઞાન
બુદ્ધિમાં રાખવાનું છે. ગૃહસ્થ વ્યવહાર માં રહીને રાજયોગ શીખવાનો છે. બધું બુદ્ધિનું
કામ છે. બુદ્ધિમાં ધારણા થાય છે. ગૃહસ્થીઓને તો ખૂબ મહેનત છે. આજકાલ તો તમોપ્રધાન
હોવાનાં કારણે ખૂબ ગંદા થાય છે. માયાએ બધાને ખતમ કરી દીધાં છે. ચાવીને એકદમ ખાય જ
જાય છે. બાપ આવે છે માયા અજગર નાં પેટ માંથી કાઢવાં. કાઢવાનું ખૂબ મુશ્કેલ થાય છે.
જે ગૃહસ્થ વ્યવહારમાં રહે છે એમણે જલવો દેખાડવાનો છે. સમજાવવાનું છે અમારો રાજયોગ
છે. અમને બ્રહ્માકુમાર-કુમારીઓ કેમ કહે છે? આ પહેલી (કોયડા) ને સમજીને સમજાવવાની
છે. હકીકત માં બી.કે. તો તમે પણ છો. પ્રજાપિતા બ્રહ્મા તો નવી સૃષ્ટિ રચે છે. ન્યુ
મેન દ્વારા નવી સૃષ્ટિ બનાવે છે. હકીકત માં તો સતયુગ નું પહેલું બાળક જે હોય છે એને
જ ન્યુ કહેવાશે. કેટલી ખુશીની વાત છે! ત્યાં તો ખુશીનાં વાજા-ગાજા વાગશે. ત્યાં તો
આત્મા અને શરીર બંને પવિત્ર રહે છે. અહીં તો આમનામાં હમણાં બાબાએ પ્રવેશ કર્યો છે.
આ ન્યુ મેન કોઈ પવિત્ર નથી. જૂનામાં બેસીને આમને નવા બનાવે છે. જૂની ચીજ ને નવી
બનાવે છે. હવે ન્યુ મેન કોને કહે? શું બ્રહ્મા ને કહે? બુદ્ધિનું કામ ચાલે છે. ત્યાં
થોડી સમજે છે - એડમ, ઈવ કોણ છે? ન્યુ મેન છે શ્રીકૃષ્ણ, એ જ પછી જૂનાં મેન બ્રહ્મા.
પછી જૂનાં મેન બ્રહ્મા ને ન્યુ મેન બનાવું છું. ન્યુ વર્લ્ડ નાં ન્યુ મેન (નવી
દુનિયાના નવા મેન) જોઈએ. એ ક્યાંથી આવે? ન્યુ મેન તો સતયુગ નાં પ્રિન્સ છે. એમને જ
ગોરા કહે છે. આ છે સાવરા (શ્યામ), આ ન્યુ મેન નથી. એ જ શ્રીકૃષ્ણ ૮૪ જન્મ લેતા-લેતા
હમણાં અંત નાં જન્મમાં છે, જેમને પછી બાબા એડોપ્ટ કરે છે. જૂનાં ને નવાં બનાવે છે,
કેટલી ગુહ્ય વાતો છે સમજવાની. ન્યુ સો ઓલ્ડ, ઓલ્ડ સો ન્યુ. શ્યામ સો સુંદર, સુંદર
સો શ્યામ. જે જૂના માં જૂનાં છે તે જ નવાં બની રહ્યા છે. તમે જાણો છો આપણને બાબા
રિજ્યુવનેટ કરી નવા માં નવા બનાવે છે. આ ખૂબ સમજવાની વાતો છે. અને પોતાની અવસ્થા પણ
બનાવવાની છે. કુમાર-કુમારી તો છે જ પવિત્ર. બાકી આપણે ગૃહસ્થ માં રહેતાં કમળફૂલ
સમાન બનીએ છીએ, સ્વદર્શન ચક્રધારી બનીએ છીએ. વિષ્ણુવંશી ને ત્રિકાળદર્શી પણા નું
જ્ઞાન નથી. જૂનાં મેન ત્રિકાળદર્શી છે. કેટલી અટપટી વાતો છે? ઓલ્ડ મેન જ નોલેજ લઈને
ન્યુ મેન બને છે. બાપ સમજાવે છે તે હઠયોગ છે, આ રાજયોગ છે. રાજયોગ એટલે જ સ્વર્ગની
બાદશાહી. સંન્યાસી તો કહે છે સુખ કાગવિષ્ઠા સમાન છે. નફરત કરે છે. બાપ કહે છે નારી
જ સ્વર્ગ નો દ્વાર છે. માતાઓ પર કળશ રાખું છું. તો પહેલાં-પહેલાં સમજાવો શિવાય નમઃ,
ભગવાનુવાચ. અવાજ બુલંદ નીકળવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે આત્મા
ભાઈ-ભાઈ છીએ, આ નિશ્ચય થી પવિત્રતા નાં વ્રતનું પાલન કરતા પરસ્પર ખૂબ પ્રેમ થી
રહેવાનું છે. બધાને લવલી બનાવવાનાં છે.
2. વિશાળ બુદ્ધિ બની
જ્ઞાન નાં ગુહ્ય રહસ્યને સમજવાનાં છે, વિચાર સાગર મંથન કરવાનું છે. માયા નાં વાર (હુમલા)
થી બચવા માટે દેહી-અભિમાની થઈને રહેવાનો અભ્યાસ કરવાનો છે.
વરદાન :-
જ્ઞાન અમૃત ની
વર્ષા દ્વારા મહાન બનવા વાળા મરજીવા ભવ
આપ બાળકો પર બાપે
જ્ઞાન અમૃત ની વર્ષા કરી મડદા થી મહાન બનાવી દીધાં. બળતી ચિતા થી ઉઠાવીને મરજીવા
બનાવી દીધાં. જ્ઞાન અમૃત પીવડાવીને અમર બનાવી દીધાં. લોકો કહે છે ભગવાન મડદા ને પણ
જીવતા કરે છે પરંતુ કેવી રીતે કરે છે, તે નથી જાણતાં. હમણાં ખુશી છે કે દેહ-અભિમાન
નાં કારણે પહેલાં જે મરેલા મડદા સમાન હતાં, હમણાં મડદા થી મહાન બની ગયાં.
સ્લોગન :-
ધર્મ માં
સ્થિત થઈને કર્મ કરવાવાળા જ ધર્માત્મા છે.
આ મહિનાની બધી મોરલીઓ
(ઈશ્વરીય મહાવાક્ય) નિરાકાર પરમાત્મા શિવે બ્રહ્મા મુખ કમળ થી પોતાનાં બ્રહ્મા વત્સો
અર્થાત્ બ્રહ્માકુમાર તથા બ્રહ્માકુમારીઓની સન્મુખ ૧૮-૧-૧૯૬૯ ની પહેલાં ઉચ્ચારણ કરી
હતી. આ ફક્ત બ્રહ્માકુમારીઝ ની અધિકૃત ટીચર બહેનો દ્વારા નિયમિત બી.કે.
વિદ્યાર્થીઓને સંભળાવવા માટે છે.