01-12-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.03.85    બાપદાદા મધુબન

 


મહેનતથી છૂટવાનું સહજ સાધન - નિરાકારી સ્વરુપ ની સ્થિતિ


બાપદાદા બાળકો નાં સ્નેહ માં, વાણી થી પરે નિર્વાણ અવસ્થા થી વાણી માં આવે છે. શેનાં માટે? બાળકોને આપસમાન નિર્વાણ સ્થિતિનો અનુભવ કરવાનાં માટે. નિર્વાણ સ્વીટ હોમ માં લઈ જવાનાં માટે. નિર્વાણ સ્થિતિ નિર્વિકલ્પ સ્થિતિ છે. નિર્વાણ સ્થિતિ નિર્વિકારી સ્થિતિ છે. નિર્વાણ સ્થિતિ થી નિરાકારી સો સાકાર સ્વરુપધારી બની વાણીમાં આવે છે. સાકાર માં આવતાં પણ નિરાકારી સ્વરુપની સ્મૃતિ, સ્મૃતિ માં રહે છે. હું નિરાકાર સાકાર આધારથી બોલી રહ્યો છું. સાકારમાં પણ નિરાકારી સ્થિતિ ની સ્મૃતિ રહે - આને કહેવાય છે નિરાકાર થી સાકાર દ્વારા વાણી માં, કર્મ માં આવવું. અસલી સ્વરુપ નિરાકાર છે, સાકાર આધાર છે. આ ડબલ સ્મૃતિ નિરાકાર સો સાકાર શક્તિશાળી સ્થિતિ છે. સાકાર નો આધાર લેતા નિરાકાર સ્વરુપને ભૂલો નહીં. ભૂલો છો એટલા માટે યાદ કરવાની મહેનત કરવી પડે છે. જેમ લૌકિક જીવનમાં પોતાનું શારીરિક સ્વરુપ સ્વત: જ સદા યાદ રહે છે કે હું ફલાણો અથવા ફલાણી આ સમયે આ કાર્ય કરી રહી છું અથવા કરી રહ્યો છું. કાર્ય બદલાય છે પરંતુ હું ફલાણો છું આ નથી બદલાતું, નથી ભૂલાતું. એમ હું નિરાકાર આત્મા છું, આ અસલી સ્વરુપ કોઈપણ કાર્ય કરતાં સ્વત: અને સદા યાદ રહેવું જોઈએ. જ્યારે એકવાર સ્મૃતિ આવી ગઈ, પરિચય પણ મળી ગયો હું નિરાકાર આત્મા છું. પરિચય અર્થાત્ નોલેજ. તો નોલેજ ની શક્તિ દ્વારા સ્વરુપને જાણી લીધું. જાણ્યા પછી ફરી ભૂલી કેમ શકીએ? જેમ નોલેજની શક્તિ થી શરીર નું ભાન ભૂલથી પણ ભૂલી નથી શકતા. તો આત્મિક સ્વરુપ ભૂલી કેમ શકીએ. તો આ સ્વયં સ્વયંથી પૂછો અને અભ્યાસ કરો. ચાલતા-ફરતા કાર્ય કરતા તપાસ કરો - નિરાકાર સો સાકાર આધારથી આ કાર્ય કરી રહ્યો છું! તો સ્વત: નિર્વિકલ્પ સ્થિતિ, નિરાકારી સ્થિતિ, નિર્વિઘ્ન સ્થિતિ સહજ રહેશે. મહેનત થી છુટી જશો. આ મહેનત ત્યારે લાગે છે જ્યારે વારં-વાર ભૂલો છો. પછી યાદ કરવાની મહેનત કરો છો. ભૂલો જ કેમ, ભૂલવું જોઈએ? બાપદાદા પૂછે છે - આપ છો કોણ? સાકાર છો કે નિરાકાર? નિરાકાર છો ને! નિરાકાર હોવા છતાં ભૂલી કેમ જાઓ છો! અસલી સ્વરુપ ભૂલી જાઓ અને આધાર યાદ રહે? સ્વયં પર જ હસવું નથી આવતું કે આ શું કરીએ છીએં! હવે હસવું આવે છે ને? અસલી ભૂલી જઈએ અને નકલી ચીજ યાદ આવી જાય? બાપદાદા ને ક્યારે-ક્યારે બાળકો પર આશ્ચર્ય પણ લાગે છે. સ્વયં સ્વયંને ભૂલી જાઓ અને ભૂલીને પછી શું કરો? સ્વયં સ્વયંને ભૂલી હેરાન થાય છે. જેમ બાપ ને સ્નેહથી નિરાકાર થી સાકાર માં આવાહન કરી લાવી શકો છો તો જેનાંથી સ્નેહ છે એનાં જેવાં નિરાકાર સ્થિતિમાં સ્થિત નથી થઈ શકતા! બાપદાદા બાળકોની મહેનત જોઈ નથી શકતા! માસ્ટર સર્વશક્તિવાન અને મહેનત? માસ્ટર સર્વશક્તિવાન સર્વ શક્તિઓનાં માલિક છો. જે શક્તિને જે પણ સમય શુભ સંકલ્પ થી આહવાન કરો તે શક્તિ આપ માલિકની આગળ હાજર છે. એવા માલિક, જેમની સર્વ શક્તિયો સેવાધારી છે, તે મહેનત કરશે કે શુભ સંકલ્પનો ઓર્ડર કરશે? શું કરશે, રાજા છો ને કે પ્રજા છો? આમ પણ જે યોગ્ય બાળક હોય છે તેને શું કહે છે? રાજા બાળક કહે છે ને. તો તમે કોણ છો? રાજા બાળક છો કે અધીન બાળક છો. અધિકારી આત્માઓ છો ને. તો આ શક્તિઓ, આ ગુણ આ બધાં તમારા સેવાધારી છે, આવાહન કરો અને હાજીર. જે કમજોર હોય છે તે શક્તિશાળી શસ્ત્ર હોવા છતાં પણ કમજોરીનાં કારણે હારી જાય છે. તમે કમજોર છો શું? બહાદુર બાળકો છો ને! સર્વશક્તિવાન નાં બાળકો કમજોર હોય તો બધાં લોકો શું કહેશે? સારું લાગશે? તો આહવાન કરતાં, ઓર્ડર કરતા શીખો. પરંતુ સેવાધારી ઓર્ડર કોનો માનશે? જે માલિક હશે. માલિક સ્વયં સેવાધારી બની ગયા, મહેનત કરવાવાળા તો સેવાધારી થઈ ગયા ને. મનની મહેનત થી હવે છૂટી ગયા! શરીરની મહેનતથી યજ્ઞ સેવા અલગ વાત છે. તે પણ યજ્ઞ સેવા નાં મહત્વને જાણવાથી મહેનત નથી લાગતી. જ્યારે મધુબન માં સંપર્કવાળી આત્માઓ આવે છે અને જુએ છે આટલી સંખ્યાની આત્માઓનું ભોજન બને છે અને બધું કાર્ય થાય છે તો જોઈ-જોઈ સમજે છે આ આટલું હાર્ડવર્ક કેવી રીતે કરે છે! તેઓને બહુજ આશ્ચર્ય લાગે છે. આટલું મોટું કાર્ય કેવી રીતે થઈ રહ્યું છે! પરંતુ કરવાવાળા આવાં મોટા કાર્યને પણ શું સમજે છે? સેવાનાં મહત્વને કારણે આ તો રમત લાગે છે. મહેનત નથી લાગતી. આવાં મહત્વ નાં કારણે, બાપ થી મોહબ્બત હોવાનાં કારણે મહેનતનું રુપ બદલાઈ જાય છે. આવી રીતે મનની મહેનતથી હવે છૂટવાનો સમય આવી ગયો છે. દ્વાપરથી શોધવાની, તડપવાની, પોકારવાની મનની મહેનત કરતા આવ્યા છો. મનની મહેનત નાં કારણે ધન કમાવવાની પણ મહેનત વધતી ગઈ. આજે કોઈને પણ પૂછો તો શું કહે છે? ધન કમાવું માસીનું ઘર નથી. મનની મહેનત થી ધનની કમાણી ની પણ મહેનત વધારી દીધી અને તન તો બની જ ગયું રોગી, એટલે તન નાં કાર્યમાં પણ મહેનત, મનની પણ મહેનત, ધનની પણ મહેનત. ફક્ત એટલું જ નહીં પરંતુ આજે પરિવારમાં પ્રેમ નિભાવવા માં પણ મહેનત છે. ક્યારેક એક રિસાય છે, ક્યારેક બીજો.પછી તેમને મનાવવાની મહેનતમાં લાગ્યાં રહો. આજે તારો છે, કાલે તારો નહીં ફેરો આવી જાય છે. તો બધાં પ્રકારની મહેનત કરીને થાકી ગયા હતાં ને. તન થી, મન થી, ધન થી, સંબંધ થી બધાંથી થાકી ગયા.

બાપદાદા પહેલા મનની મહેનત સમાપ્ત કરી દે છે કારણ કે બીજ છે મન. મન ની મહેનત તન ની, ધન ની મહેનત અનુભવ કરાવે છે. જ્યારે મન ઠીક નહીં હોય તો કોઈ કાર્ય હશે તો કહેશે આજે આ થતું નથી. બીમાર હશે નહી પરંતુ સમજશે મને ૧૦૩ તાવ છે. તો મન ની મહેનત તન ની મહેનત અનુભવ કરાવે છે. ધન માં પણ એવું જ છે. મન થોડું પણ ખરાબ હશે, કહેશે બહુજ કામ કરવું પડે છે. કમાવું ઘણું મુશ્કેલ છે. વાયુમંડળ ખરાબ છે. અને જ્યારે મન ખુશ હશે તો કહેશે કોઈ મોટી વાત નથી. કામ તેજ હશે પરંતુ મન ની મહેનત ધન ની મહેનત પણ અનુભવ કરાવે છે. મન ની કમજોરી વાયુમંડળ ની કમજોરી માં લઈ આવે છે. બાપદાદા બાળકોનાં મન ની મહેનત નથી જોઈ શકતા. ૬૩ જન્મ મહેનત કરી. હવે એક જન્મ મૌજ નો જન્મ છે, મહોબ્બત નો જન્મ છે, પ્રાપ્તિઓ નો જન્મ છે, વરદાનો નો જન્મ છે. મદદ લેવાનો મદદ મળવાનો જન્મ છે. તો પણ આ જન્મમાં પણ મહેનત કેમ? તો હવે મહેનત ને મોહબ્બત માં પરિવર્તન કરો. મહત્વ થી ખતમ કરો.

આજે બાપદાદા આપસમાં બહુ જ ચિટ-ચેટ કરી રહ્યા હતા, બાળકોની મહેનત પર. શું કરે છે? બાપદાદા હસી રહ્યા હતા કે મન ની મહેનત નું કારણ શું બને છે, શું કરે છે? વાંકા-ચુંકા, બાળકો પેદા કરે છે, જેનું કયારેક મુખ નથી હોતું, ક્યારેક પગ નથી હોતાં, ક્યારેક હાથ નથી હોતા. આવાં વ્યર્થની વંશાવલી બહુજ પેદા કરે છે અને પછી જે રચનાં રચી તો શું કરશે? તેમને પાલન કરવાને માટે મહેનત કરવી પડે. આવી રચનાં રચવાનાં કારણે વધારે મહેનત કરી થાકી જાય છે અને દિલશિકસ્ત પણ થઈ જાય છે. બહુજ મુશ્કેલ લાગે છે. છે સારું પરંતુ છે બહું મુશ્કેલ. છોડવા પણ નથી ઈચ્છતા અને ઊડવા પણ નથી ઈચ્છતા. તો શું કરવું પડશે. ચાલવું પડશે. ચાલવામાં તો જરુર મહેનત લાગશે ને એટલે હવે કમજોર રચનાં બંધ કરો તો મન ની મહેનત થી છૂટી જશો. પછી હસવાની વાત શું કહે છે? બાપ કહે છે આ રચનાં કેમ કરો છો, તો જેમ આજકાલનાં લોકો કહે છે ને - શું કરીયે ઈશ્વર આપી દે છે. દોષ બધો ઈશ્વર પર લગાવે છે, એમ આ વ્યર્થ રચનાં પર શું કહે છે? અમે ઇચ્છતાં નથી પરંતુ માયા આવી જાય છે. અમારી ઈચ્છા નથી પરંતુ થઈ જાય છે એટલે સર્વશક્તિવાન બાપ નાં બાળકો માલિક બનો. રાજા બનો. કમજોર અર્થાત્ અધીન પ્રજા. માલિક અર્થાત્ શક્તિશાળી રાજા. તો આવાહન કરો માલિક બનીને. સ્વસ્થિતિ નાં શ્રેષ્ઠ સિંહાસન પર બેસો. સિંહાસન પર બેસીને શક્તિરુપી સેવાધારીઓનું આહવાન કરો. આદેશ આપો. થઇ ન શકે કે તમારા સેવાધારી તમારા આદેશ પર ન ચાલે. પછી એવું નહીં કહેશો કે શું કરીએ સહનશક્તિ ન હોવાને કારણે મહેનત કરવી પડી છે. સમાવાની શક્તિ ઓછી હતી એટલે આવું થયું. તમારા સેવાધારી સમય પર કાર્યમાં ન આવે તો સેવાધારી શેનાં થયા? કાર્ય પૂરું થઈ જાય પછી સેવાધારી આવે તો શું થશે! જેમને સ્વયં સમયનું મહત્વ છે તેનાં સેવાધારી પણ સમય પર મહત્વ જાણી હાજર થશે. જો કોઈપણ શક્તિ અથવા ગુણ સમય પર ઈમર્જ નથી થતાં તો આનાંથી સિદ્ધ છે કે માલિક ને સમયનું મહત્વ નથી. શું કરવું જોઈએ? સિંહાસન પર બેસવું સારું કે મહેનત કરવી સારું? હમણાં આમાં સમય દેવાની આવશ્યકતા નથી. મેહનત કરવી ઠીક લાગે છે કે માલિક બનવું ઠીક લાગે છે? શુ સારું લાગે છે? સંભળાવ્યું ને - આનાં માટે ફક્ત આ એક અભ્યાસ સદા કરતા રહો - નિરાકાર સો સાકાર નાં આધાર થી આ કાર્ય કરી રહી છું. કરાવનહાર બની કર્મેન્દ્રિયોથી કર્મ કરાવો. સ્વયં નાં નિરાકારી વાસ્તવિક સ્વરુપ ને સ્મૃતિ માં રાખશો તો વાસ્તવિક સ્વરુપનાં ગુણ શક્તિયો સ્વત: જ ઈમર્જ થશે. જેવું સ્વરુપ હોય છે તેવા ગુણો અને શક્તિયો સ્વત: જ કર્મ માં આવે છે. જેમ કન્યા જ્યારે માતા બની જાય છે તો માતા નાં સ્વરુપમાં સેવાભાવ, ત્યાગ, સ્નેહ, અથક સેવા વગેરે ગુણ અને શક્તિયો સ્વત: જ ઈમર્જ થાય છે ને. તો અનાદિ અવિનાશી સ્વરુપ યાદ રહેવાથી સ્વત: જ આ ગુણો અને શક્તિયો ઈમર્જ થશે. સ્વરુપ સ્મૃતિ, સ્થિતિ ને સ્વત: જ બનાવે છે. સમજ્યા શું કરવાનું છે! મહેનત શબ્દને જીવન થી સમાપ્ત કરી દો. મુશ્કેલી મહેનત નાં કારણે લાગે છે. મહેનત સમાપ્ત તો મુશ્કેલી શબ્દ પણ સ્વત: જ સમાપ્ત થઈ જશે. અચ્છા!

સદા મુશ્કિલ ને સહજ કરવાવાળા, મહેનત ને મોહબ્બત માં બદલવા વાળા, સદા સ્વ સ્વરુપ ની સ્મૃતિ દ્વારા શ્રેષ્ઠ શક્તિયો અને ગુણો નો અનુભવ કરવાવાળા, સદા બાપ ને સ્નેહ નો રેસપોન્ડ આપવાવાળા, બાપ સમાન બનવાવાળા, સદા શ્રેષ્ઠ સ્મૃતિ નાં શ્રેષ્ઠ આસન પર સ્થિત થઈ માલિક બની સેવાધારીઓ દ્વારા કાર્ય કરાવવા વાળા, એવા રાજા બાળકો ને, માલિક બાળકોને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

પર્સનલ મુલાકાત - ( વિદેશી ભાઈ - બહેનો થી )

૧) સેવા બાપ નાં સાથ નો અનુભવ કરાવે છે. સેવા પર જવું અર્થાત્ સદા બાપની સાથે રહેવું. ભલે સાકાર રુપમાં રહો, ભલે આકાર રુપમાં રહો. પરંતુ સેવાધારી બાળકોની સાથે બાપ સદા સાથે છે જ છે. કરાવનહાર કરાવી રહ્યા છે, ચલાવવાં વાળા ચલાવી રહ્યા છે અને સ્વયં શું કરે છે? નિમિત્ત બની રમત રમતા રહે છે. એવો જ અનુભવ થાય છે ને? આવાં સેવાધારી સફળતાનાં અધિકારી બની જાય છે. સફળતા જન્મ સિદ્ધ અધિકાર છે, સફળતા સદા જ મહાન પુણ્ય આત્મા બનવાનો અનુભવ કરાવે છે. મહાન પુણ્ય આત્મા બનવાવાળા ને અનેક આત્માઓનાં આશીર્વાદ ની લિફ્ટ મળે છે. અચ્છા-

હવે તો તે પણ દિવસ આવવાનો જ છે જ્યારે સર્વનાં મુખથી એક છે, એક જ છે આ ગીત નિકળશે. બસ ડ્રામાનો આજ પાર્ટ રહેલો છે. આ થયું અને સમાપ્તિ થઈ. હવે આ પાર્ટ ને સમીપ લાવવાનો છે. આનાં માટે અનુભવ કરાવવો જ વિશેષ આકર્ષણ નું સાધન છે. જ્ઞાન સંભળાવતા જાઓ અને અનુભવ કરાવતા જાઓ. જ્ઞાન ફક્ત સાંભળવાથી સંતુષ્ટ નથી થતાં પરંતુ જ્ઞાન સંભળાવતા અનુભવ પણ કરાવતા જાઓ તો જ્ઞાનનું પણ મહત્વ છે અને પ્રાપ્તિને નાં કારણે આગળ ઉત્સાહ માં પણ આવી જાય છે. તે બધાંનાં ભાષણ તો ફક્ત નોલેજફુલ હોય છે. તમારા લોકોનાં ભાષણ ફક્ત નોલેજફુલ નહિ પરંતુ અનુભવ ની ઓથોરીટી વાળા હોય. અને અનુભવો ની ઓથોરીટી થી બોલતાં અનુભવ કરાવતા જાઓ. જેમ કોઈ-કોઈ જે સારા વક્તા હોય છે, તે બોલતા રડાવી પણ દે છે, હસાવી પણ દે છે. શાંતિ માં સાઈલેન્સ માં પણ લઈ જશે. જેવી વાત કરશે તેવું વાયુમંડળ હોલ નું બનાવી દે છે. તે તો થયા ટેમ્પરરી (અલ્પકાલીન). જ્યારે તેઓ કરી શકે છે તો તમે માસ્ટર સર્વશક્તિવાન શું નથી કરી શકતા. કોઈ શાંતિ બોલે તો શાંતિનું વાતાવરણ થાય, આનંદ બોલે તો આનંદનું વાતાવરણ થાય. એવી અનુભૂતિ કરાવવા વાળા ભાષણ, પ્રત્યક્ષતા નો ઝંડો લહેરાવશે. કોઈ તો વિશેષતા જોશે ને. અચ્છા - સમય સ્વત: જ શક્તિઓ ભરી રહ્યો છે. થયેલું જ છે ફક્ત રીપીટ કરવાનું છે. અચ્છા.

વિદાયનાં સમયે દાદી જાનકીજી થી બાપદાદા ની મુલાકાત

જોઈ-જોઈ હર્ષિત થતી રહો છો! સૌથી વધારે ખુશી અનન્ય બાળકોને છે ને! જે સદા ખુશીઓનાં સાગરમાં લહેરાતા રહે છે. સુખ નાં સાગરમાં, સર્વ પ્રાપ્તિઓ નાં સાગરમાં લહેરાતા જ રહે છે, તે બીજાઓને પણ તેજ સાગરમાં લહેરાવે છે. આખો દિવસ શું કામ કરો છો? જેમ કોઈને સાગર માં નાહતા નથી આવડતું તો શું કરે? હાથ પકડીને નવડાવે છે ને! આજ કામ કરો છો, સુખમાં લહેરાઓ ખુશીમાં લહેરાઓ... એવું કરતી રહો છો ને! વ્યસ્ત રહેવાનું કાર્ય સારું મળી ગયું છે. કેટલું વ્યસ્ત રહો છો? ફુર્સત છે? આમ જ સદા વ્યસ્ત છો, તો બીજાઓ પણ જોઈ અનુકરણ કરે છે. બસ, યાદ અને સેવા નાં સિવાય બીજું કંઈ દેખાતું નથી. તે ઓટોમેટિકલી બુદ્ધિ યાદ અને સેવામાં જ જાય છે બીજે ક્યાંય જઈ નથી શકતી. ચલાવવી નથી પડતી, ચાલતી જ રહેં છે. આને કહેવાય છે શીખેલા શીખવાડી રહ્યા છે. સારુ કામ આપી દીધું છે ને. બાપ હોશિયાર બનાવી ને ગયા ને. ઢીલા-ઢાલા તો નથી છોડીને ગયા ને. હોશિયાર બનાવીને, જગ્યા આપીને ગયા છે ને. સાથે તો છે જ પરંતુ નિમિત્ત તો બનાવ્યાં ને. હોશિયાર બનાવીને સીટ આપી છે. અહિયાં થી જ સીટ આપવાની રસમ શરુ થઇ છે. બાપ સેવાનું તખ્ત અથવા સેવાની સીટ આપીને આગળ વધ્યા, હમણાં સાક્ષી થઈને જોઈ રહ્યા છે, કેવી રીતે બાળકો આગળ થી આગળ વધી રહ્યા છે. સાથે નાં સાથે પણ છે, સાક્ષી નાં સાક્ષી પણ. બંનેવ પાર્ટ ભજવી રહ્યા છે. સાકાર રુપમાં સાક્ષી કહેશું, અવ્યક્ત રુપમાં સાથી કહેશું. બંનેવ પાર્ટ ભજવી રહ્યા છે. અચ્છા!

વરદાન :-
શ્વાસો સ્વાસ યાદ અને સેવા નાં બેલેન્સ દ્વારા બ્લેસિંગ પ્રાપ્ત કરવા વાળા સદા પ્રસન્નચિત્ત ભવ

જેમ અટેન્શન (ધ્યાન) રાખો છો કે યાદ ની કડી સદા જોડાયેલી રહે તેમ સેવા માં પણ સદા કડી જોડાયેલી રહે. શ્વાસો શ્વાસ યાદ અને શ્વાસો શ્વાસ સેવા હોય - આને કહેવાય છે બેલેન્સ, આ બેલેન્સ થી સદા બ્લેસિંગ નો અનુભવ કરતા રહેશો અને આજ અવાજ દિલ થી નિકળશે કે આશીર્વાદો થી પાલન થઈ રહ્યું છે. મહેનત થી, યુદ્ધ થી, છૂટી જશો. શું, શા માટે, કેવી રીતે આ પ્રશ્નોથી મુક્ત થઈ સદા પ્રસન્નચિત્ત રહેશો. પછી સફળતા જન્મસિદ્ધ અધિકાર નાં રુપમાં અનુભવ થશે.

સ્લોગન :-
બાપ થી ઇનામ લેવું છે તો સ્વયં થી અને સાથીઓ થી નિર્વિઘ્ન રહેવાનું સર્ટીફિકેટ સાથે હોય.