02-01-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - બાપ
ની શ્રીમત નો રિગાર્ડ ( આદર ) રાખવો એટલે મુરલી ક્યારેય પણ મિસ ( ગેરહાજરી ) ન કરવી
, દરેક આજ્ઞાનું પાલન કરવું ”
પ્રશ્ન :-
જો આપ બાળકોને
કોઈ પૂછે રાજી-ખુશી છો? તો તમારે કયો જવાબ ફલક થી આપવો જોઈએ?
ઉત્તર :-
બોલો - પરવાહ હતી પાર બ્રહ્મમાં રહેવા વાળાની, એ મળી ગયાં, બાકી શું જોઈએ. પામવું
હતું તે પામી લીધું… આપ ઈશ્વરીય બાળકોને કોઈ વાતની પરવાહ નથી. તમને બાપે પોતાનાં
બનાવ્યાં, તમારા પર તાજ રાખ્યો પછી પરવાહ કઈ વાતની.
ઓમ શાંતિ!
બાપ સમજાવે છે
બાળકોની બુદ્ધિમાં જરુર હશે કે બાબા - બાપ પણ છે, શિક્ષક પણ છે, સુપ્રીમ ગુરુ પણ
છે, એજ યાદ માં જરુર હશો. આ યાદ ક્યારેય કોઈ શિખવાડી પણ ન શકે. બાપ જ કલ્પ-કલ્પ
આવીને શિખવાડે છે. એ જ જ્ઞાન સાગર પતિત-પાવન પણ છે. તે બાપ પણ છે, શિક્ષક પણ છે,
ગુરુ પણ છે. આ હમણાં સમજાય છે, જ્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. બાળકો ભલે
સમજતાં તો હશે પરંતુ બાપને જ ભૂલી જાય છે તો શિક્ષક ગુરુ પછી કેવી રીતે યાદ આવશે.
માયા બહુ જ પ્રબળ છે જે ત્રણ રુપમાં મહિમા હોવા છતાં પણ ત્રણેવ ને ભુલાવી દે છે,
એટલી સર્વશક્તિમાન્ છે. બાળકો પણ લખે છે બાબા અમે ભૂલી જઈએ છીએ. માયા એવી પ્રબળ છે.
ડ્રામા અનુસાર છે ખુબ સહજ. બાળકો સમજે છે આવું ક્યારેય કોઈ હોઈ નથી શકતું. એ જ બાપ
શિક્ષક સદ્દગુરુ છે - સાચે-સાચે, આમાં ગપોડા વગેરેની કોઈ વાત નથી. અંદર માં સમજવું
જોઈએ ને! પરંતુ માયા ભુલાવી દે છે. કહે છે અમે હાર ખાઈ લઈએ છીએ, તો કદમ-કદમ માં પદમ
કેવી રીતે થશે! દેવતાઓ ને જ પદમ ની નિશાની આપે છે. બધાને તો આપી ન શકાય. ઈશ્વર નું
આ ભણતર છે, મનુષ્ય નું નથી. મનુષ્ય નું આ ભણતર ક્યારેય ન હોઈ શકે. ભલે દેવતાઓની
મહિમા કરાય છે પરંતુ છતાં પણ ઊંચે થી ઊંચા એક બાપ છે. બાકી તેઓની મહિમા શું છે, આજે
ગદાઈ કાલે રાજાઈ. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યાં છો આવાં (લક્ષ્મી-નારાયણ) બનવાનો.
જાણો છો આ પુરુષાર્થ માં અનેક ફેલ (નપાસ) થાય છે. ભણે તો પણ એટલાં છે જેટલાં કલ્પ
પહેલાં પાસ થયાં હતાં. હકીકતમાં જ્ઞાન છે પણ ખૂબ સહજ પરંતુ માયા ભુલાવી દે છે. બાપ
કહે છે પોતાનો ચાર્ટ લખો પરંતુ લખી નથી શકતાં. ક્યાં સુધી બેસીને લખે. જો લખે પણ છે
તો જાંચ (તપાસ) કરે છે - બે કલાક યાદમાં રહ્યાં? પછી તે પણ એમને ખબર પડે છે, જે
બાપની શ્રીમત ને અમલમાં લાવે છે. બાપ તો સમજશે આ બિચારાઓ ને લજ્જા (શરમ) આવતી હશે.
નહીં તો શ્રીમત અમલ માં લાવવી જોઈએ. પરંતુ ૨ ટકા મુશ્કેલ ચાર્ટ લખે છે. બાળકોને
શ્રીમત નો એટલો આદર નથી. મુરલી મળવાં છતાં પણ વાંચતા નથી. દિલમાં લાગતું જરુર હશે -
બાબા કહે તો સાચું છે, અમે મુરલી જ નથી વાંચતાં તો બાકી બીજાઓ ને સમજાવશું શું?
(યાદ ની યાત્રા) ઓમ્ શાંતિ. રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે, આ તો બાળકો સમજે
છે બરાબર અમે આત્મા છીએ, અમને પરમપિતા પરમાત્મા ભણાવી રહ્યાં છે. બીજું શું કહે છે?
મને યાદ કરો તો તમે સ્વર્ગનાં માલિક બનો. આમાં બાપ પણ આવી ગયાં, ભણતર અને ભણાવવા
વાળા પણ આવી ગયાં. સદ્દગતિ દાતા પણ આવી ગયાં. થોડા અક્ષર માં પૂરું જ્ઞાન આવી જાય
છે. અહીંયા તમે આવો જ છો આને રિવાઇઝ (પુનરાવર્તન) કરવા માટે. બાપ પણ આ જ સમજાવે છે
કારણ કે તમે પોતે કહો છો અમે ભૂલી જઈએ છીએ એટલે અહીંયા આવીએ છીએ રિવાઇઝ કરવાં. ભલે
કોઈ અહીંયા રહે છે તો પણ રિવાઇઝ નથી થતું. તકદીર માં નથી. તદબીર (જાગૃત) તો બાપ
કરાવે જ છે. તદબીર કરાવવા વાળા એક બાપ જ છે. આમાં કોઈ ની પાસે ખાતરી પણ નથી થઈ શકતી.
ન સ્પેશ્યલ ભણતર છે. એ ભણતર માં સ્પેશ્યલ ભણવા માટે શિક્ષક ને બોલાવે છે. આ તો
તકદીર બનાવવા માટે સૌને ભણાવે છે. એક-એક ને અલગ ક્યાં સુધી ભણાવશે. કેટલા બધાં બાળકો
છે. એ ભણતર માં કોઈ મોટા માણસ નાં બાળકો હોય છે તો એમને સ્પેશિયલ ભણાવે છે. શિક્ષક
જાણે છે કે આ ડલ (ઠોઠ) છે એટલે એને સ્કોલરશીપ લાયક બનાવે છે. આ બાપ એવું નથી કરતાં.
આ તો એકરસ બધાં ને ભણાવે છે. તે થયું શિક્ષક નો એક્સ્ટ્રા પુરુષાર્થ કરાવવો. આ તો
એક્સ્ટ્રા પુરુષાર્થ કોઈને અલગ થી કરાવતાં નથી. એક્સ્ટ્રા પુરુષાર્થ એટલે જ માસ્ટર
કંઈક કૃપા કરે છે. આમ તો ભલે પૈસા લે છે, ખાસ સમય આપી ભણાવે છે જેનાથી તે વધારે
ભણીને હોશિયાર થાય છે. અહીંયા તો વધારે કંઈ ભણવાની વાત છે જ નહીં. આમની તો વાત જ નવી
છે. એક જ મહામંત્ર આપે છે - “મનમનાભવ”. યાદ થી શું થાય છે, આ તો સમજો છો બાપ જ
પતિત-પાવન છે. જાણો છો એમને યાદ કરવાથી જ પાવન બનશો.
હવે આપ બાળકોને જ્ઞાન છે, જેટલું યાદ કરશો એટલા પાવન બનશો. ઓછું યાદ કરશો તો ઓછાં
પાવન બનશો. આ આપ બાળકોનાં પુરુષાર્થ પર છે. બેહદનાં બાપ ને યાદ કરવાથી આપણે આ (લક્ષ્મી-નારાયણ)
બનવાનું છે. એમની મહિમા તો દરેક જાણે છે. કહે પણ છે આપ પુણ્ય આત્મા છો, અમે પાપ
આત્મા છીએ. અનેક મંદિર બનેલાં છે. ત્યાં સૌ શું કરવા જાય છે? દર્શન થી ફાયદો તો
કાંઈ પણ નથી. એક-બીજા ને જોઈ ચાલ્યાં જાય છે. બસ દર્શન કરવા જાય છે. ફલાણા યાત્રા
પર જાય છે, અમે પણ જઈએ. આનાથી શું થશે? કંઈ પણ નહીં. આપ બાળકોએ પણ યાત્રાઓ કરી છે.
જેમ બીજા તહેવાર મનાવાય છે, તેમ યાત્રા પણ એક તહેવાર સમજે છે. હમણાં તમે યાદની
યાત્રાને પણ એક તહેવાર સમજો છો. તમે યાદની યાત્રા માં રહો છો. અક્ષર જ એક છે
મનમનાભવ. આ તમારી યાત્રા અનાદિ છે. તેઓ પણ કહે છે - તે યાત્રા અમે અનાદિ કરતાં આવ્યાં
છીએ. પરંતુ તમે હમણાં જ્ઞાન સહિત કહો છો અમે કલ્પ-કલ્પ આ યાત્રા કરીએ છીએ. બાપ જ
આવીને આ યાત્રા શીખવાડે છે. તેઓ ચારેય ધામ જન્મ-જન્મ યાત્રા કરે છે. આ તો બેહદનાં
બાપ કહે છે-મને યાદ કરો તો તમે પાવન બની જશો. આવું તો બીજા કોઈ ક્યારે નથી કહેતાં
કે યાત્રા થી તમે પાવન બનશો. મનુષ્ય યાત્રા પર જાય છે તો તેઓ એ સમયે પાવન રહે છે,
આજકાલ તો ત્યાં પણ ગંદકી થઈ ગઈ છે, પાવન નથી રહેતાં. આ રુહાની યાત્રા ની તો કોઈને
ખબર જ નથી. તમને હમણાં બાપે બતાવ્યું છે - આ યાદ ની યાત્રા છે સાચી. તેઓ યાત્રાનું
ચક્ર લગાવવા જાય છે તો પણ એવાં ને એવાં બની જાય છે. ચક્ર લગાવતાં રહે છે. જેમ
વાસ્કોડીગામાએ સૃષ્ટિનું ચક્ર લગાવ્યું. આ પણ ચક્ર લગાવે છે ને. ગીત પણ છે ને -
ચારેય તરફ લગાવ્યાં ફેરા….. તો પણ દર ઘડી દૂર રહ્યાં. ભક્તિમાર્ગ માં તો કોઈ મળાવી
નથી શકતાં. ભગવાન કોઈને મળ્યાં નથી. ભગવાન થી દૂર જ રહ્યાં. ફેરા લગાવીને પછી પણ
ઘરમાં આવીને ૫ વિકારોમાં ફસાય છે. તે બધી યાત્રાઓ છે જુઠ્ઠી. હમણાં આપ બાળકો જાણો
છો આ છે પુરુષોત્તમ સંગમયુગ, જ્યારે કે બાપ આવ્યાં છે. એક દિવસ સૌ જાણી જશે બાપ
આવ્યાં છે. ભગવાન અંતે મળશે, પરંતુ કેવી રીતે? આ તો કોઈ પણ જાણતું નથી. આ તો
મીઠા-મીઠા બાળકો જાણે છે કે આપણે શ્રીમત પર આ ભારત ને ફરીથી સ્વર્ગ બનાવી રહ્યાં
છીએ. ભારતનું જ તમે નામ લેશો. એ સમયે બીજો કોઈ ધર્મ હોતો નથી. આખું વિશ્વ પવિત્ર બની
જાય છે. હમણાં તો અનેક ધર્મ છે. બાપ આવીને તમને આખા ઝાડ નું નોલેજ સંભળાવે છે. તમને
સ્મૃતિ અપાવે છે. તમે જ દેવતા હતાં, પછી ક્ષત્રિય, વૈશ્ય થી શૂદ્ર બન્યાં. હમણાં તમે
જ બ્રાહ્મણ બન્યાં છો. આ ‘હમ સો’ નો અર્થ બાપ કેટલું સહજ સમજાવે છે. ઓમ્ અર્થાત હું
આત્મા પછી આપણે આત્મા આમ ચક્ર લગાવીએ છીએ. તે તો કહી દે અમે આત્મા સો પરમાત્મા,
પરમાત્મા સો અમે આત્મા. એક પણ નથી જેમને હમ સો નો અર્થ યથાર્થ ખબર હોય. તો બાપ કહે
છે આ જે મંત્ર છે આ દરેક સમયે યાદ રાખવો જોઈએ. ચક્ર બુદ્ધિમાં નહીં હશે તો ચક્રવર્તી
રાજા કેવી રીતે બનશો? હમણાં આપણે આત્મા બ્રાહ્મણ છીએ, પછી આપણે દેવતા બનીશું. આ તમે
કોઈ ને પણ જઈને પૂછો, કોઈ નહીં બતાવશે. તેઓ તો ૮૪ નો અર્થ પણ નથી સમજતાં. ભારત નું
ઉત્થાન અને પતન ગવાયેલું છે. આ ઠીક છે. સતોપ્રધાન, સતો, રજો, તમો, સૂર્યવંશી,
ચંદ્રવંશી, વૈશ્યવંશી…હવે આપ બાળકોને બધી ખબર પડી ગઈ છે. બીજરુપ બાપને જ જ્ઞાનનાં
સાગર કહેવાય છે. એ આ ચક્રમાં નથી આવતાં. એવું નથી, આપણે જીવ આત્મા સો પરમાત્મા બની
જઈએ છીએ. ના, બાપ આપસમાન નોલેજફુલ બનાવે છે. આપસમાન ગોડ (ભગવાન) નથી બનાવતાં. આ
વાતોને ખૂબ જ સારી રીતે સમજવાની છે, ત્યારે બુદ્ધિમાં ચક્ર ચાલી શકે છે, જેનું નામ
સ્વદર્શન ચક્ર રાખ્યું છે. તમે બુદ્ધિ થી સમજી શકો છો - અમે કેવી રીતે આ ૮૪ નાં
ચક્રમાં આવીએ છીએ. આમાં બધું આવી જાય છે. સમય પણ આવે છે, વર્ણ પણ આવી જાય છે,
વંશાવલી પણ આવી જાય છે.
હવે આપ બાળકોની બુદ્ધિમાં આ બધું જ્ઞાન હોવું જોઈએ. નોલેજ થી જ ઊંચ પદ મળે છે.
નોલેજ હશે તો બીજાઓને પણ આપશો. અહીંયા તમારી પાસે કોઈ પેપર (ફોર્મ) વગેરે નથી
ભરાવાતાં. તે સ્કૂલોમાં જ્યારે પરીક્ષા હોય છે તો પેપર્સ વિદેશ થી આવે છે. જે
વિદેશમાં ભણતા હશે એમનું તો ત્યાં જ રીઝલ્ટ નીકળતું હશે. એમનામાં પણ કોઈ મોટા
એજ્યુકેશન ઓથોરિટી (શિક્ષણ અધિકારી) હશે જે જાંચ (તપાસ) કરતા હશે પેપર્સ ની. તમારા
પેપર્સ ની તપાસ કોણ કરશે? તમે સ્વયં જ કરશો. પોતાને જે ઇચ્છો તે બનાવો. પુરુષાર્થ
થી જે ઇચ્છો તે પદ બાપ થી લઇ લો. પ્રદર્શની વગેરે માં બાળકો પૂછે છે ને - શું બનશો?
દેવતા બનશો, બેરિસ્ટર બનશો... શું બનશો? જેટલું બાપ ને યાદ કરશો, સેવા કરશો એટલું
ફળ મળશે. જે સારી રીતે બાપ ને યાદ કરે છે તે સમજે છે અમારે સેવા પણ કરવાની છે. પ્રજા
બનાવવાની છે ને! આ રાજધાની સ્થાપન થઈ રહી છે. તો આમાં બધું જોઈએ. ત્યાં વજીર હોતા
નથી. વજીર ની આવશ્યકતા તેમને હોય જેમને અક્કલ ઓછી હોય છે. તમને ત્યાં સલાહ ની દરકાર
નથી રહેતી. બાબાની પાસે સલાહ લેવા આવે છે - સ્થૂળ વાતો ની સલાહ લે છે, પૈસાનું શું
કરીએ? ધંધો કેવી રીતે કરીએ? બાબા કહે છે આ દુનિયાવી વાતો બાપની પાસે લઈને નહીં આવો.
હાં, ક્યાંક દિલશિકસ્ત (ઉદાસ) બની ન જાય તો કંઇ ને કંઇ આથત (આશ્વાસન) આપીને બતાવી
દે છે. આ કાંઈ મારો ધંધો નથી. મારો તો ઈશ્વરીય ધંધો છે તમને રસ્તો બતાવવાનો. તમે
વિશ્વનાં માલિક કેવી રીતે બનો? તમને મળી છે શ્રીમત. બાકી બધી છે આસુરી મત. સતયુગ
માં કહેશે શ્રીમત. કળયુગ માં આસુરી મત. તે છે જ સુખધામ. ત્યાં એમ પણ નહીં કહેશે કે
રાજી-ખુશી છો? તબિયત ઠીક છે? આ અક્ષર ત્યાં હોતા નથી. આ અહીંયાં પુછાય છે. કોઈ
તકલીફ તો નથી ને? રાજી-ખુશી છો? આમાં પણ અનેક વાતો આવી જાય છે. ત્યાં દુઃખ છે જ નહીં,
જે પુછાય. આ છે જ દુઃખની દુનિયા. હકીકતમાં તમને કોઈ પૂછી ન શકે. ભલે માયા પાડવા વાળી
છે તો પણ બાપ મળ્યાં છે ને. તમે કહેશો - શું તમે ખુશ-ખેરાફત પૂછો છો! અમે ઈશ્વર નાં
બાળકો છીએ, અમારાથી શું ખુશ-ખેરાફત પૂછો છો. પરવાહ હતી પાર બ્રહ્મમાં રહેવા વાળા
બાપની, તે મળી ગયાં, પછી કોની પરવાહ! આ હંમેશા યાદ રાખવું જોઈએ - અમે કોનાં બાળકો
છીએ! આ પણ બુદ્ધિમાં જ્ઞાન છે - કે જ્યારે આપણે પાવન બની જઇશું તો પછી લડાઈ શરું થઈ
જશે. તો જ્યારે પણ તમને કોઈ પૂછે કે તમે ખુશ રાજી છો? તો કહો અમે તો સદૈવ ખુશરાજી
છીએ. બીમાર પણ છે તો પણ બાપની યાદ માં છીએ. તમે સ્વર્ગ થી પણ વધારે અહીંયા ખુશ-રાજી
છો? જ્યારે સ્વર્ગની બાદશાહી આપવા વાળા બાપ મળ્યાં છે, જે અમને આટલા લાયક બનાવે છે
તો અમારે શું પરવાહ રાખવાની! ઈશ્વરનાં બાળકો ને શું પરવાહ! ત્યાં દેવતાઓ ને પણ
પરવાહ નથી. દેવતાઓની ઉપર તો છે ઈશ્વર. તો ઈશ્વરનાં બાળકોને શું પરવાહ હોઇ શકે છે.
બાબા આપણને ભણાવે છે. બાબા આપણા શિક્ષક, સદ્દગુરુ છે. બાબા આપણી ઉપર તાજ રાખી રહ્યાં
છે, આપણે તાજધારી બની રહ્યાં છીએ. તમે જાણો છો આપણને વિશ્વ નો તાજ કેવી રીતે મળે
છે. બાપ તાજ નથી રાખતાં. આ પણ તમે જાણો છો સતયુગમાં બાપ પોતાનો તાજ પોતાનાં બાળકો
પર રાખે છે, જેને અંગ્રેજીમાં કહે છે ક્રાઉન પ્રિન્સ. અહીંયા જ્યાં સુધી બાપ નો તાજ
બાળકોને મળે ત્યાં સુધી બાળકો ને ઉત્કંઠા રહેશે - ક્યારે બાપ મરે તો તાજ અમારા માથા
પર આવે. આશા હશે પ્રિન્સ થી મહારાજા બનું. ત્યાં તો એવી વાત નથી હોતી. પોતાના સમય
પર કાયદા અનુસાર બાપ બાળકોને તાજ આપીને પછી કિનારો કરી લે છે. ત્યાં વાનપ્રસ્થ ની
ચર્ચા થતી નથી. બાળકોને મહેલ વગેરે બનાવીને આપે છે, આશાઓ બધી પૂરી થઈ જાય છે. તમે
સમજી શકો છો સતયુગમાં સુખ જ સુખ છે. પ્રેક્ટિકલ માં બધું સુખ ત્યારે પામશો જ્યારે
ત્યાં જશો. તે તો તમે જ જાણો, સ્વર્ગમાં શું હશે? એક શરીર છોડી પછી ક્યાં જશો? હમણાં
તમને પ્રેક્ટિકલ માં બાપ ભણાવી રહ્યાં છે. તમે જાણો છો આપણે સાચે-સાચે સ્વર્ગમાં
જઈશું. તેઓ તો કહી દે છે અમે સ્વર્ગમાં જઈએ છે, ખબર પણ નથી સ્વર્ગ કોને કહેવાય છે.
જન્મ-જન્માંતર આ અજ્ઞાન ની વાતો સાંભળતા આવ્યાં, હવે બાપ તમને સત્ય વાતો સંભળાવે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા
રાજી-ખુશી રહેવા માટે બાપની યાદમાં રહેવાનું છે. ભણતર થી પોતાનાં ઉપર રાજાઈ નો તાજ
રાખવાનો છે.
2. શ્રીમત પર ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની છે. સદા શ્રીમત નો રિગાર્ડ
રાખવાનો છે.
વરદાન :-
કનેક્શન અને
રિલેશન દ્વારા મનસા શક્તિ નું પ્રત્યક્ષ પ્રમાણ જોવા વાળા સૂક્ષ્મ સેવાધારી ભવ
જેમ વાણીની શક્તિ કે
કર્મની શક્તિનું પ્રત્યક્ષ પ્રમાણ દેખાઈ આવે છે તેમ સૌથી પાવરફુલ સાઇલેન્સ શક્તિ
નું પ્રત્યક્ષ પ્રમાણ જોવા માટે બાપદાદા ની સાથે નિરંતર ક્લિયર કનેક્શન અને રિલેશન
હોય, આને જ યોગબળ કહેવાય છે. એવી યોગબળ વાળી આત્માઓ સ્થૂળમાં દૂર રહેવા વાળી આત્માઓ
ને સન્મુખ નો અનુભવ કરાવી શકે છે. આત્માઓ નું આવાહન કરી એને પરિવર્તન કરી શકે છે. આ
જ સૂક્ષ્મ સેવા છે, આને માટે એકાગ્રતા ની શક્તિ ને વધારો.
સ્લોગન :-
પોતાનાં સર્વ
ખજાનાઓ ને સફળ કરવા વાળા જ મહાદાની આત્મા છે.