02-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે રાજઋષિ છો , તમને બેહદ નાં બાપ આખી જૂની દુનિયાનો સંન્યાસ શીખવાડે છે જેનાંથી તમે રાજાઈ પદ મેળવી શકો

પ્રશ્ન :-
આ સમયે કોઈ પણ મનુષ્ય નાં કર્મ અકર્મ નથી થઈ શકતાં? શા માટે?

ઉત્તર :-
કારણ કે આખી દુનિયામાં માયા નું રાજ્ય છે. બધામાં ૫ વિકાર પ્રવેશ છે એટલે મનુષ્ય જે પણ કર્મ કરે છે, તે વિકર્મ જ બને છે. સતયુગમાં જ કર્મ અકર્મ થાય છે કારણ કે ત્યાં માયા હોતી નથી.

પ્રશ્ન :-
કયા બાળકોને બહુજ સારું ઈનામ મળે છે?

ઉત્તર :-
જે શ્રીમત પર પવિત્ર બની આંધળાઓની લાઠી બને છે. ક્યારેય ૫ વિકારો ને વશ થઈ કુળ કલંકિત નથી બનતાં, એમને બહુજ સારું ઈનામ મળી જાય છે. જો કોઈ વારંવાર માયાથી હાર ખાય છે તો એમનો પાસપોર્ટ જ કેન્સલ થઈ જાય છે.

ગીત :-
ઓમ્ નમઃ શિવાય.

ઓમ શાંતિ!
સૌથી ઊંચા છે પરમપિતા પરમાત્મા અર્થાત્ પરમ આત્મા. એ છે રચયિતા. પહેલાં બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને રચે છે પછી આવો નીચે અમરલોક માં, ત્યાં છે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય. સૂર્યવંશી નું રાજ્ય, ચંદ્રવંશી નું નથી. આ કોણ સમજાવી રહ્યું છે? જ્ઞાનનાં સાગર. મનુષ્ય, મનુષ્ય ને ક્યારેય સમજાવી ન શકે. બાપ સૌથી ઊંચા છે, જેમને ભારતવાસી માતા-પિતા કહે છે. તો જરુર પ્રેક્ટિકલ માં માતા-પિતા જોઈએ. ગાય છે તો જરુર કોઈ સમયે થયાં હશે. તો પહેલાં-પહેલાં ઊંચા માં ઊંચા છે એ નિરાકાર પરમપિતા પરમાત્મા, બાકી તો દરેકમાં આત્મા છે. આત્મા જ્યારે શરીરમાં છે તો દુઃખી અથવા સુખી બને છે. આ ખૂબ સમજવાની વાતો છે. આ કોઈ દંત કથાઓ નથી. બાકી જે પણ ગુરુ ગોસાઈ વગેરે સંભળાવે છે, તે બધી દંત કથાઓ છે. હમણાં ભારત નર્ક છે. સતયુગ માં એને સ્વર્ગ કહેવાય છે. લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં, ત્યાં બધાં સૌભાગ્યશાળી રહેતા હતાં. કોઈ દુર્ભાગ્યશાળી હતાં જ નહીં. કોઈ પણ દુઃખ રોગ હતાં જ નહીં. આ છે પાપ આત્માઓની દુનિયા. ભારતવાસી સ્વર્ગવાસી હતાં, લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું. શ્રીકૃષ્ણ ને તો બધાં માને છે. જુઓ, એમને બે ગોળા આપ્યાં છે. શ્રી કૃષ્ણ નો આત્મા કહે છે કે હમણાં હું નર્ક ને લાત મારી રહ્યો છું. સ્વર્ગ હાથ માં લઈ આવ્યો છું. પહેલાં કૃષ્ણપુરી હતી, હમણાં કંસપુરી છે. એમાં આ શ્રીકૃષ્ણ પણ છે. એમનાં ૮૪ જન્મો નાં અંતનો આ જન્મ છે. પરંતુ હમણાં તે શ્રીકૃષ્ણ નું રુપ નથી. આ બાપ સમજાવે છે. બાપ જ આવીને ભારત ને સ્વર્ગ બનાવે છે. હમણાં નર્ક છે પછી સ્વર્ગ બનાવવા બાપ આવ્યાં છે. આ જૂની દુનિયા છે. જે નવી દુનિયા હતી, હમણાં તે જૂની છે. મકાન પણ નવાં થી જૂનું થાય છે. અંતમાં તોડવા લાયક થઈ જાય છે. હવે બાપ કહે છે હું બાળકોને સ્વર્ગવાસી બનાવવા રાજયોગ શીખવાડું છું. તમે છો રાજઋષિ. રાજાઈ પ્રાપ્ત કરવા માટે તમે સંન્યાસ કરો છો વિકારો નો. તે હદનાં સંન્યાસી ઘરબાર છોડી જંગલ માં ચાલ્યાં જાય છે. પરતું છે તો પણ જૂની દુનિયામાં. બેહદનાં બાપ તમને નર્કનો સંન્યાસ કરાવે છે અને સ્વર્ગનો સાક્ષાત્કાર કરાવે છે. બાપ કહે છે હું આવ્યો છું તમને લઈ જવાં. બાપ બધાંને કહે છે કે તમે પોતાનાં જન્મોને નથી જાણતાં. આ તો જરુર છે જે જેવું કાર્ય કરશે સારું કે ખરાબ, તે સંસ્કાર અનુસાર જઈને જન્મ લેશે. કોઈ સાહૂકાર, કોઈ ગરીબ, કોઈ રોગી, કોઈ તંદુરસ્ત બને છે. આ છે આગલાં જન્મો નાં કર્મો નો હિસાબ. કોઈ તંદુરસ્ત છે જરુર આગલાં જન્મ માં હોસ્પિટલ વગેરે બનાવ્યાં હશે. દાન પુણ્ય વધારે કરે છે તો સાહૂકાર બને છે. નર્કમાં મનુષ્ય જે પણ કર્મ કરે છે તે જરુર વિકર્મ જ બનશે કારણ કે બધામાં ૫ વિકાર છે. હવે સંન્યાસી પવિત્ર બને છે, પાપ કરવાનું છોડી દે છે, જંગલમાં જઈને રહે છે. પરંતુ એવું નથી કે એમનાં કર્મ અકર્મ થાય છે. બાપ સમજાવે છે આ સમયે છે જ માયા નું રાજ્ય તેથી મનુષ્ય જે પણ કર્મ કરશે તે પાપ જ થશે. સતયુગ ત્રેતા માં માયા હોતી નથી, એટલે ક્યારેય વિકર્મ નથી બનતાં. ના દુઃખ હશે. આ સમયે એક તો છે રાવણ ની જંજીરો, પછી ભક્તિમાર્ગ ની જંજીરો. જન્મ-જન્માંતર ધક્કા ખાતા આવ્યાં છે. બાપ કહે છે મેં પહેલાં પણ કહ્યું હતું કે આ જપ તપ વગેરે થી હું નથી મળતો. હું આવું જ ત્યારે છું જ્યારે ભક્તિનો અંત થાય છે. ભક્તિ શરુ થાય છે દ્વાપર થી. મનુષ્ય દુઃખી થાય છે ત્યારે યાદ કરે છે. સતયુગ ત્રેતા માં છે સૌભાગ્યશાળી અને અહીં છે દુર્ભાગ્યશાળી. રડતા પીટતા રહે છે. અકાળે મૃત્યુ થતું રહે છે. બાપ કહે છે હું આવીશ ત્યારે જ્યારે નર્ક ને સ્વર્ગ બનાવવાનું છે. ભારત પ્રાચીન દેશ છે, જે પહેલાં હતો, એને જ અંત સુધી રહેવાનું છે. ૮૪ નું ચક્ર ગવાય છે. ગવર્મેન્ટ (સરકાર) જે ત્રિમૂર્તિ બનાવે છે એમાં હોવા જોઈએ બ્રહ્મા, વિષ્ણુ, શંકર, પરંતુ જાનવર લગાવી દીધાં છે. બાપ રચયિતાનું ચિત્ર નથી અને નીચે ચક્ર પણ લગાવ્યું છે. તેઓ સમજે છે ચરખો છે પરંતુ છે ડ્રામા સૃષ્ટિ નું ચક્ર. હવે ચક્ર નું નામ રાખ્યું છે અશોક ચક્ર. હવે તમે આ ચક્ર ને જાણવાથી જ અશોક બની જાઓ છો. વાત તો ઠીક છે, ફક્ત ઉલ્ટું-પુલ્ટું કરી દીધું છે. તમે આ ૮૪ જન્મો નાં ચક્રને યાદ કરવાથી ચક્રવર્તી રાજા બનો છો - ૨૧ જન્મો માટે. આ દાદાએ પણ ૮૪ જન્મ પૂરાં કર્યા છે. આ શ્રીકૃષ્ણ નો અંતિમ જન્મ છે. એમને બાપ બેસી સમજાવે છે. હકીકત માં તમારા બધાંનો અંતિમ જન્મ છે, જે ભારતવાસી દેવી-દેવતા ધર્મ નાં હતાં એમણે જ પૂરાં ૮૪ જન્મ ભોગવ્યાં છે. હવે તો બધાનું ચક્ર પૂરું થાય છે. હવે આ તમારું તન છી-છી થઈ ગયું છે. આ દુનિયા જ છી-છી છે, એટલે તમને આ દુનિયાથી સંન્યાસ કરાવે છે. આ કબ્રિસ્તાન થી દિલ (મન) નથી લગાવવાનું. હવે બાપ અને વારસા થી દિલ લગાવો. તમે આત્મા અવિનાશી છો, આ શરીર વિનાશી છે. હવે મને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. ગાયન પણ છે અંતકાળે જે સ્ત્રી સિમરે. હવે બાપ કહે છે અંતકાળ જે શિવબાબા સિમરે (યાદ કરે) તે નારાયણ પદ પ્રાપ્ત કરી શકે છે. નારાયણ પદ મળે જ છે સતયુગ માં. બાપ સિવાય આ પદ કોઈ અપાવી ન શકે. આ પાઠશાળા છે જ મનુષ્ય થી દેવતા બનવાની. ભણાવવા વાળા છે બાપ. જેમની મહિમા સાંભળી - ઓમ્ નમઃ શિવાય. તમે જાણો છો કે આપણે એમનાં બાળકો બની ગયાં છીએ. હવે વારસો લઈ રહ્યાં છીએ.

હવે તમે મનુષ્ય મત પર નથી ચાલતાં. મનુષ્ય મત પર ચાલવાથી તો બધાં નર્કવાસી બની ગયાં છે. શાસ્ત્ર પણ મનુષ્ય નાં જ ગવાયેલા છે અથવા બનાવેલાં છે. આખું ભારત આ સમયે ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની ગયું છે. દેવતાઓ તો પવિત્ર હતાં. હવે બાપ કહે છે જો સૌભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો પવિત્ર બનો, પ્રતિજ્ઞા કરો - બાબા અમે પવિત્ર બની તમારી પાસે થી પૂરો વારસો જરુર લઈશું. આ તો જૂની પતિત દુનિયા ખલાસ થવાની છે. લડાઈ ઝઘડા શું-શું થઈ રહ્યું છે. ક્રોધ કેટલો છે. બોમ્બસ કેટલાં મોટાં-મોટાં બનાવ્યાં છે. કેટલાં ક્રોધી, લોભી છે. ત્યાં શ્રીકૃષ્ણ કેવી રીતે ગર્ભમહેલ માંથી નીકળે છે તે તો બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે. અહીં છે ગર્ભ જેલ, બહાર નીકળવાથી માયા પાપ કરાવવા લાગી જાય છે. ત્યાં તો ગર્ભમહેલ માંથી બાળકો નીકળે છે, રોશની થઈ જાય છે. બહુજ આરામ થી રહે છે. ગર્ભ થી નીકળ્યાં અને દાસીઓ ઉઠાવી લે છે, વાજા વાગવા લાગે છે. અહીં-ત્યાં માં કેટલો ફરક છે.

હવે તમને બાળકોને ત્રણ ધામ સમજાવ્યાં છે. શાંતિધામ થી જ આત્માઓ આવે છે. આત્મા તો સ્ટાર (સિતારા) જેવો છે, જે ભ્રકુટી ની વચ્ચે રહે છે. આત્મા માં ૮૪ જન્મો નો અવિનાશી રેકોર્ડ ભરાયેલો છે. નથી ડ્રામા ક્યારેય વિનાશ થતો, નથી કર્મ બદલાઈ શકતાં. આ પણ વન્ડર (અદ્દભુત) છે-કેટલાં નાનાં આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ બિલકુલ એક્યુરેટ ભરેલો છે. આ ક્યારેય જૂનો નથી થતો. નિત્ય નવો છે. હૂબહૂ આત્મા ફરીથી પોતાનો એ જ પાર્ટ શરું કરે છે. હવે આપ બાળકો આત્મા સો પરમાત્મા નથી કહી શકતાં. હમ સો નો અર્થ બાપ જ યથાર્થ રીતે સમજાવે છે. તેઓ તો ઉલ્ટો અર્થ બનાવી દે છે અથવા તો કહે છે અહમ્ બ્રહ્મસ્મિ, અમે પરમાત્મા છીએ અને માયા ને રચવા વાળા. હવે હકીકત માં માયાને રચાતી નથી. માયા છે પ વિકાર. એ બાપ માયાને નથી રચતા. બાપ તો નવી સૃષ્ટિ રચે છે. હું સૃષ્ટિ રચું છું, આમ બીજું કોઈ કહી ન શકે. બેહદનાં બાપ એક જ છે. ઓમ્ નો અર્થ પણ બાળકોને સમજાવાયો છે. આત્મા છે જ શાંત સ્વરુપ. શાંતિધામ માં રહે છે. પરંતુ બાપ છે જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર. આત્મા ની આ મહિમા નહીં ગવાશે. હા આત્મામાં જ્ઞાન આવે છે. બાપ કહે છે હું એક જ વાર આવું છું. મારે વારસો પણ જરુર આપવો પડે. મારા વારસા થી ભારત એકદમ સ્વર્ગ બની જાય છે. ત્યાં પવિત્રતા, સુખ-શાંતિ બધું જ હતું. આ છે બેહદનાં બાપ નો સદા સુખનો વારસો. પવિત્રતા હતી તો સુખ-શાંતિ પણ હતી. હમણાં અપવિત્રતા છે તો દુઃખ-અશાંતિ છે. બાપ સમજાવે છે કે આપ આત્મા પહેલાં-પહેલાં મૂળવતન માં હતાં. પછી દેવી-દેવતા ધર્મ માં આવ્યાં, પછી ક્ષત્રિય ધર્મ માં આવ્યાં, ૮ જનમ સતોપ્રધાન માં પછી ૧૨ જનમ સતો માં, પછી ૨૧ જનમ દ્વાપર માં, પછી ૪૨ જનમ કળિયુગ માં. અહીં શૂદ્ર બની ગયાં, હવે ફરી બ્રાહ્મણ વર્ણ માં આવવાનું છે, પછી દેવતા વર્ણ માં જશો. હમણાં તમે ઈશ્વરીય ગોદ (ખોળા) માં છો. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. ૮૪ જન્મો ને જાણવાથી પછી એમાં બધુંજ આવી જાય છે. આખાં ચક્ર નું જ્ઞાન બુદ્ધિમાં છે. આ પણ તમે જાણો છો કે સતયુગ માં છે એક ધર્મ. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી રાજ્ય. હવે તમે લક્ષ્મી-નારાયણ પદ મેળવી રહ્યાં છો. સતયુગ છે પાવન દુનિયા, ત્યાં બહુજ થોડા હોય છે. બાકી સર્વ આત્માઓ મુક્તિધામ માં રહે છે. બધાનાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. એમને કોઈ જાણતું જ નથી ઉલ્ટું કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. બાપ કહે છે તમને કોણે કહ્યું? કહે છે ગીતામાં લખેલું છે. ગીતા કોણે બનાવી? ભગવાનુવાચ, હું તો આ સાધારણ બ્રહ્મા તન નો આધાર લઉં છું. લડાઈ નાં મેદાન માં એક અર્જુનને કેવી રીતે બેસી જ્ઞાન સંભળાવશે. તમને કોઈ લડાઈ કે જુગાર વગેરે થોડી શીખવાડાય છે. ભગવાન તો છે જ મનુષ્ય થી દેવતા બનાવવા વાળા. એ કેવી રીતે કહેશે કે જુગાર રમો, લડાઈ કરો. પછી કહે છે દ્રોપદી ને ૫ પતિ હતાં. આ કેવી રીતે હોઈ શકે. કલ્પ પહેલાં બાબાએ સ્વર્ગ બનાવ્યું હતું. હવે ફરીથી બનાવી રહ્યાં છે. શ્રીકૃષ્ણ નાં ૮૪ જન્મ પૂરાં થયાં, યથા રાજા રાણી તથા પ્રજા, બધાનાં ૮૪ જન્મ પૂરાં થયાં. હમણાં તમે શૂદ્ર થી બદલાઈ બ્રાહ્મણ બન્યાં છો. જે બ્રાહ્મણ ધર્મ માં આવશે, એ જ મમ્મા બાબા કહેશે. પછી ભલે કોઈ માને કે ન માને. સમજે છે અમારા માટે મંઝિલ ઊંચી છે. તો પણ કાંઈ ને કાંઈ સાંભળે છે તો સ્વર્ગ માં જરુર આવશે. પરંતુ ઓછું (નીચું) પદ મેળવશે. ત્યાં યથા રાજા રાણી તથા પ્રજા બધાં સુખી રહે છે. નામ જ છે હેવન (સ્વર્ગ). હેવનલી ગોડફાધર હેવન સ્થાપન કરે છે, આ છે હેલ (નર્ક). બધી સીતાઓ ને રાવણે જેલ માં બાંધી રાખી છે. બધાં શોક માં બેસી ભગવાન ને યાદ કરી રહ્યાં છે કે આ રાવણ થી છોડાવો. સતયુગ છે અશોક વાટિકા. જ્યાં સુધી સૂર્યવંશી રાજધાની તમારી સ્થાપન નથી થઈ ત્યાં સુધી વિનાશ નથી થઈ શકતો. રાજધાની સ્થાપન થાય, બાળકોની કર્માતિત અવસ્થા થાય ત્યારે ફાઈનલ (અંતિમ) લડાઈ થશે, ત્યાં સુધી રિહર્સલ થતું રહે છે. આ લડાઈ પછી સ્વર્ગ નાં દરવાજા ખુલવાનાં છે. આપ બાળકોએ સ્વર્ગમાં જવાનાં લાયક બનવાનું છે. બાબા પાસપોર્ટ કાઢે છે. જેટલાં-જેટલાં પવિત્ર બનશો, આંધળાઓની લાઠી બનશો તો ઈનામ પણ સારું મળશે. બાબા થી પ્રતિજ્ઞા કરવાની છે મીઠાં બાબા અમે તમારી યાદ માં જરુર રહેશું. મુખ્ય વાત છે પવિત્રતા ની. પાંચ વિકારોનું દાન જરુર આપવું પડે. કોઈ હાર ખાઈને ઉભાં પણ થઈ જાય છે. જો બે-ચાર વાર માયા નો ઘુંસો ખાઈને પછી પડે છે તો નાપાસ થઈ જશે. પાસપોર્ટ કેન્સલ (રદ્દ) થઈ જાય છે. બાપ કહે છે કે બાળકો કુળ કલંકિત નહીં બનો. તમે વિકારો ને છોડો. હું તમને સ્વર્ગનાં માલિક અવશ્ય જ બનાવીશ. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સૌભાગ્યશાળી બનવા માટે બાપ થી પવિત્રતા ની પ્રતિજ્ઞા કરવાની છે. આ છી-છી પતિત દુનિયાથી દિલ નથી લગાવવાનું.

2. માયા નો ઘુંસો ક્યારેય નથી ખાવાનો. કુળ કલંકિત નથી બનવાનું. લાયક બની સ્વર્ગ નો પાસપોર્ટ બાપ પાસે થી લેવાનો છે.

વરદાન :-
મન ને વ્યસ્ત રાખવાની કળા દ્વારા વ્યર્થ થી મુક્ત રહેવા વાળા સદા સમર્થ સ્વરુપ ભવ

જેવી રીતે આજકાલ ની દુનિયામાં મોટી પોઝિશન (ઊંચા હોદ્દા) વાળા પોતાનાં કાર્યની દિનચર્યા ને સમય પ્રમાણે સેટ કરે છે એવી રીતે તમે જે વિશ્વનાં નવનિર્માણ નાં આધારમૂર્ત છો, બેહદ ડ્રામા નાં અંદર હીરો એક્ટર છો, હીરાતુલ્ય જીવન વાળા છો, તમે પણ પોતાનાં મન અને બુદ્ધિ ને સમર્થ સ્થિતિ માં સ્થિત કરવાનો પ્રોગ્રામ સેટ કરો. મન ને વ્યસ્ત રાખવાની કળા નો સંપૂર્ણ રીતે ઉપયોગ કરો તો વ્યર્થ થી મુક્ત થઈ જશો. ક્યારેય પણ અપસેટ નહીં થશો.

સ્લોગન :-
ડ્રામા નાં દરેક દૃશ્ય ને જોઈ હર્ષિત રહો તો ક્યારેય સારા ખરાબ નાં આકર્ષણ માં નહીં આવશો.