02-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - ખુદા
તમારાં મિત્ર છે , રાવણ દુશ્મન છે , એટલે તમે ખુદા ને પ્રેમ કરો છો અને રાવણ ને બાળો
છો ”
પ્રશ્ન :-
કયા બાળકો ને
અનેકોનાં આશીર્વાદ સ્વતઃ મળતાં જાય છે?
ઉત્તર :-
જે બાળકો યાદમાં રહી સ્વયં પણ પવિત્ર બને છે અને બીજાઓને પણ આપ સમાન બનાવે છે. તેમને
અનેકોનાં આશીર્વાદ મળી જાય છે, તે બહુજ ઉંચ પદ પામે છે. બાપ આપ બાળકોને શ્રેષ્ઠ
બનાવવા ની એક જ શ્રીમત આપે છે - બાળકો કોઈ પણ દેહધારી ને યાદ ન કરો મને યાદ કરો.
ગીત :-
આખિર વહ દિન
આયા આજ …
ઓમ શાંતિ!
ઓમ શાંતિ નો
અર્થ તો રુહાની બાપે રુહાની બાળકોને સમજાવ્યો છે. ઓમ્ એટલે હું આત્મા છું અને આ મારું
શરીર છે. આત્મા તો જોવામાં નથી આવતી. આત્મામાં જ સારા કે ખરાબ સંસ્કાર રહે છે.
આત્મામાં જ મન-બુદ્ધિ છે. શરીરમાં બુદ્ધિ નથી. મુખ્ય છે આત્મા. શરીર તો મારું છે.
આત્માને કોઈ જોઈ નથી શકતું. શરીર ને તો આત્મા જુએ છે. આત્મા ને શરીર જોઈ નથી શકતું.
આત્મા નીકળી જાય છે તો શરીર જડ બની જાય છે. આત્મા ને જોઈ નથી શકાતું. શરીર જોઈ શકાય
છે. તેમ જ આત્માનાં જે બાપ છે, જેમને ઓ ગોડફાધર કહે છે તે પણ જોવામાં નથી આવતાં,
એમને સમજી શકાય છે, જાણી શકાય છે. આપણે આત્માઓ બધાં બ્રધર્સ છીએ. શરીરમાં આવે છે તો
કહેશું છે આ ભાઈ-ભાઈ છે, આ બહેન-ભાઈ છે. આત્માઓ તો બધી ભાઈ-ભાઈ જ છે. આત્માઓનાં બાપ
છે - પરમપિતા પરમાત્મા. શરીરધારી ભાઈ-બહેન એક-બીજાને જોઈ શકે છે. આત્માઓનાં બાપ એક
છે, એમને જોઈ નથી શકાતું. તો હવે બાપ આવ્યાં છે, જૂની દુનિયાને નવી બનાવવાં. નવી
દુનિયા સતયુગ હતી. હમણાં જૂની દુનિયા કળયુગ છે, આને હવે બદલાવાની છે. જૂની દુનિયા
તો ખતમ થવી જોઈએ ને. જુનું ઘર ખતમ થઈ, નવું ઘર બને છે ને, તેમ આ જૂની દુનિયા પણ
ખલાસ થવાની છે. સતયુગ નાં પછી ત્રેતા, દ્વાપર, કળયુગ પછી સતયુગ આવવાનું જરુર છે.
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થવાની છે. સતયુગમાં હોય છે દેવી-દેવતાઓનું રાજ્ય.
સૂર્યવંશી અને ચંદ્રવંશી, તેમને કહેવાય છે લક્ષ્મી-નારાયણની ડિનાયસ્ટી, રામ-સીતાની
ડિનાયસ્ટી. આ તો સહજ છે ને. પછી દ્વાપર-કળયુગ માં બીજા ધર્મ આવે છે. પછી દેવતાઓ જે
પવિત્ર હતાં તે અપવિત્ર બની જાય, આને કહેવાય છે રાવણ રાજ્ય. રાવણ ને વર્ષ-વર્ષ બાળતાં
આવે છે પરંતુ બળતો જ નથી, ફરી-ફરી બાળતાં રહે છે. આ છે સૌનો મોટો દુશ્મન એટલે એને
બાળવાનો રીવાજ પડી ગયો છે. ભારત નો નંબરવન દુશ્મન કોણ છે? અને પછી નંબરવન દોસ્ત, સદા
સુખ આપવા વાળા છે ખુદા. ખુદા ને દોસ્ત કહે છે ને. આનાં પર એક વાર્તા પણ છે. તો ખુદા
છે દોસ્ત, રાવણ છે દુશ્મન. ખુદા જે દોસ્ત છે, એમને ક્યારેય બાળશે નહીં. તે છે
દુશ્મન એટલે ૧૦ શીશ વાળો રાવણ બનાવી તેને વર્ષે-વર્ષે બાળે છે. ગાંધીજી પણ કહેતાં
હતાં અમને રામરાજ્ય જોઈએ. રામરાજ્ય માં સુખ છે, રાવણરાજ્ય માં દુઃખ છે. હવે આ કોણ
બેસી સમજાવે છે? પતિત-પાવન બાપ. શિવબાબા, બ્રહ્મા છે દાદા. બાબા હંમેશા સાચું પણ કરે
છે, બાપદાદા. પ્રજાપિતા બ્રહ્મા પણ તો બધાનાં થઈ ગયાં. જેમને એડમ પણ કહેવાય છે. એમને
ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિમાં પ્રજાપિતા થયાં. પ્રજાપિતા
બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચાય છે પછી બ્રાહ્મણ સો દેવતા બને છે. દેવતાઓ પછી
ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બની જાય છે. આમને કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા, મનુષ્ય
સૃષ્ટિનાં મોટા. પ્રજાપિતા બ્રહ્માનાં કેટલાં અસંખ્ય બાળકો છે. બાબા-બાબા કહેતાં રહે
છે. આ છે સાકાર બાબા. શિવબાબા છે નિરાકાર બાબા. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા
નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. હવે તમારી આ જૂની ખાલ (શરીર) છે. આ છે જ પતિત દુનિયા,
રાવણ રાજ્ય. હવે રાવણ ની આસુરી દુનિયા ખતમ થઇ જશે. તેનાં માટે જ આ મહાભારત લડાઈ છે.
પછી સતયુગ માં આ રાવણ દુશ્મન ને કોઈ બાળશે જ નહીં. રાવણ હશે જ નહીં. રાવણે જ દુઃખની
દુનિયા બનાવી છે. એવું નહીં જેમની પાસે પૈસા ખૂબ છે, મોટા-મોટા મહેલ છે, તે સ્વર્ગ
માં છે.
બાપ સમજાવે છે, ભલે
કોઈની પાસે કરોડ છે, પરંતુ આ તો બધું માટીમાં ભળી જવાનું છે. નવી દુનિયામાં પછી નવી
ખાણો નીકળે છે, જેનાથી નવી દુનિયાનાં મહેલ વગેરે બધું બનાવાય છે. આ જૂની દુનિયા હવે
ખતમ થવાની છે. મનુષ્ય ભક્તિ કરે જ છે સદ્દગતિ માટે, અમને પાવન બનાવો, અમે વિશશ (વિકારી)
બની ગયાં છીએ. વિશશ ને પતિત કહેવાય છે. સતયુગ માં છે જ વાઈસલેસ (નિર્વિકારી),
સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં બાળકો યોગબલ થી જન્મે છે, વિકાર ત્યાં હોતો જ નથી. ન
દેહ-અભિમાન, ન કામ, ક્રોધ…. ૫ વિકાર હોતાં નથી એટલે ત્યાં ક્યારેય રાવણ ને બાળતા જ
નથી. અહીંયા તો રાવણરાજ્ય છે. હવે બાપ કહે છે તમે પવિત્ર બનો. આ પતિત દુનિયા ખતમ
થવાની છે જે શ્રીમત પર પવિત્ર રહે છે એ જ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહી નો વારસો
પામે છે. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને. હમણાં તો રાવણ રાજ્ય છે જે ખતમ થવાનું
છે. સતયુગી રામરાજ્ય સ્થાપન થવાનું છે. સતયુગમાં ખૂબ થોડાં મનુષ્ય રહે છે. કેપિટલ (રાજધાની)
દિલ્લી જ રહે છે. જ્યાં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હોય છે. દિલ્લી સતયુગ માં
પરિસ્તાન હતી. દિલ્લી જ ગાદી હતી. રાવણરાજ્ય માં પણ દિલ્લી રાજધાની છે, રામરાજ્ય
માં પણ દિલ્લી રાજધાની હોય છે. પરંતુ રામરાજ્ય માં તો હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં.
અથાહ સુખ હતું. હમણાં બાપ કહે છે તમે વિશ્વ નું રાજ્ય ગુમાવ્યું છે, હું ફરી તમને
આપું છું. તમે મારી મત પર ચાલો. શ્રેષ્ઠ બનવું છે તો ફક્ત મને યાદ કરો અને કોઈ
દેહધારી ને યાદ નહીં કરો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો તમોપ્રધાન થી
સતોપ્રધાન બની જશો. તમે મારી પાસે ચાલ્યાં આવશો. મારા ગળા ની માળા બની ને પછી વિષ્ણુ
ની માળા બની જશો. માળા માં ઉપર હું છું પછી બે છે બ્રહ્મા-સરસ્વતી. એ જ સતયુગનાં
મહારાજા-મહારાણી બને છે. તેમની પછી આખી માળા છે જે નંબરવાર ગાદી પર બેસે છે. હું આ
ભારતને આ બ્રહ્મા સરસ્વતી અને બ્રાહ્મણો દ્વારા સ્વર્ગ બનાવું છું. જે મહેનત કરે છે
એમનાં જ પછી યાદગાર બને છે. તે છે રુદ્ર માળા અને તે વિષ્ણુ ની માળા. રુદ્ર માળા છે
- આત્માઓની અને વિષ્ણુની માળા છે મનુષ્યોની. આત્માઓનું રહેવાનું સ્થાન એ નિરાકારી
પરમધામ છે, જેને બ્રહ્માંડ પણ કહે છે. આત્મા કોઈ ઇંડા (લંબગોળાકાર) જેવી નથી, આત્મા
તો બિંદુ જેવી છે. આપણે બધી આત્માઓ ત્યાં સ્વીટ હોમ માં રહેવા વાળી છીએ. બાપ નાં
સાથે આપણે આત્માઓ રહીએ છીએ. તે છે મુક્તિધામ. મનુષ્ય બધાં ઈચ્છે છે મુક્તિધામ માં
જઈએ પરંતુ પાછું કોઈ એક પણ જઈ નથી શકતું. બધાએ પાર્ટમાં આવવાનું જ છે, ત્યાં સુધી
બાપ તમને તૈયાર કરાવતાં રહે છે. તમે તૈયાર થઈ જશો તો પછી જે પણ આત્માઓ છે, તે બધી
આવી જશે. પછી ખલાસ. તમે જઈને નવી દુનિયામાં રાજ્ય કરશો પછી નંબરવાર ચક્ર ચાલશે.
ગીતમાં સાંભળ્યું ને - આખિર વહ દિન આયા આજ….. તમે જાણો છો જે ભારતવાસી હમણાં
નર્કવાસી છે, તે પછી સ્વર્ગવાસી બનશે. બાકી બધી આત્માઓ શાંતિધામ માં ચાલી જશે.
સમજવાનું ખૂબ થોડું છે. અલ્ફ બાબા, બે બાદશાહી. અલ્ફ ને બાદશાહી મળી જાય છે. હમણાં
બાપ કહે છે - હું એ જ રાજ્ય ફરીથી સ્થાપન કરું છું. તમે ૮૪ જન્મ ભોગવી હવે પતિત બની
ગયાં છો. પતિત બનાવ્યાં છે રાવણે. પછી પાવન કોણ બનાવે છે? ભગવાન જેમને પતિત-પાવન કહે
છે, તમે કેવી રીતે પતિત થી પાવન, પાવન થી પતિત બનો છો, તે આખી હિસ્ટ્રી-જોગ્રોફી
રિપીટ થશે. આ વિનાશ છે જ આનાં માટે. કહે છે બ્રહ્માની આયુ શાસ્ત્રો માં ૧૦૦ વર્ષ
છે. આ જે બ્રહ્મા છે, જેમાં બાપ બેસી વારસો અપાવે છે, એમનું પણ શરીર છૂટી જશે.
આત્માઓ ને બેસી, આત્માઓનાં જે બાપ છે એ સમજાવે છે. મનુષ્ય, મનુષ્ય ને પાવન બનાવી ન
શકે. દેવતાઓ ક્યારેય વિકાર થી પેદા નથી થતાં. પુનર્જન્મ તો બધાં લેતાં આવે છે ને.
બાપ કેટલું સારી રીતે સમજાવે છે કે ક્યાંક તકદીર જાગી જાય. બાપ આવે જ છે મનુષ્ય
માત્ર ની તકદીર જગાડવાં. બધાં પતિત દુ:ખી છે ને. ત્રાહી-ત્રાહી કરી વિનાશ થઇ જશે
એટલે બાપ કહે છે ત્રાહી-ત્રાહી કરવાનાં પહેલાં મુજ બેહદનાં બાપ થી વારસો લઈ લો. આ
જે કંઈ દુનિયામાં જુઓ છો, આ બધું ખતમ થઈ જવાનું છે. ફોલ ઓફ ભારત (ભારતનું પતન),
રાઈઝ ઓફ ભારત (ભારતનું ઉત્થાન), આનો જ ખેલ છે. રાઈઝ ઓફ વર્લ્ડ (વિશ્વનું ઉત્થાન).
સ્વર્ગ માં કોણ-કોણ રાજ્ય કરે છે, આ બાપ જ બેસી સમજાવે છે. રાઈઝ ઓફ ભારત, દેવતાઓનું
રાજ્ય, ફોલ ઓફ ભારત રાવણરાજ્ય. હમણાં નવી દુનિયા બની રહી છે. બાપ થી ભણી રહ્યાં છો
નવી દુનિયા નો વારસો લેવાં. કેટલું સહજ છે. આ છે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર. આ
પણ સારી રીતે સમજવાનું છે. કયા-કયા ધર્મ ક્યારે આવે છે, દ્વાપર નાં પછી જ બીજા-બીજા
ધર્મ આવે છે. પહેલાં સુખ ભોગવે છે પછી દુઃખ. આ આખું ચક્ર બુદ્ધિમાં બેસાડવાનું હોય
છે. જેનાથી તમે ચક્રવતી મહારાજા-મહારાણી બનો છો. ફક્ત અલ્ફ અને બે ને સમજવાનું છે.
હવે વિનાશ તો થવાનો જ છે. હંગામા એટલાં થઈ જશે જે વિલાયત થી પછી આવી પણ નહીં શકશે
એટલે બાપ સમજાવે છે - ભારતભૂમિ સૌથી ઉત્તમ છે. જબરજસ્ત લડાઈ લાગશે પછી ત્યાંના ત્યાં
જ રહી જશે. ૫૦-૬૦ લાખ પણ આપશે તો મુશ્કેલ આવી શકશે. ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે. જ્યાં
બાપ આવીને અવતાર લે છે. શિવજયંતી પણ અહીંયા મનાવાય છે. ફક્ત કૃષ્ણ નું નામ નાખવાથી
બધી મહિમા જ ખતમ થઇ ગઇ છે. સર્વ મનુષ્યમાત્ર નાં લિબરેટર (મુક્તિદાતા) અહીંયા જ
આવીને અવતાર લે છે. શિવજયંતી પણ અહિયાં મનાવે છે. ગોડફાધર જ છે જે આવીને લિબરેટ (મુક્ત)
કરે છે. તો એવાં બાપને જ નમન કરવું જોઈએ, એમની જ જયંતી મનાવવી જોઈએ. એ બાપ અહીંયા
ભારત માં આવીને બધાને પાવન બનાવે છે. તો આ સૌથી મોટું તીર્થ થયું. બધાને દુર્ગતિ થી
છોડાવી સદ્દગતિ આપે છે, આ ડ્રામા બનેલો છે. હમણાં આપ આત્માઓ જાણો છો, અમારા બાબા
અમને આ શરીર દ્વારા આ રહસ્ય સમજાવી રહ્યાં છે, અમે આત્મા આ શરીર દ્વારા સાંભળીએ છીએ.
આત્મ-અભિમાની બનવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો કટ નીકળતી જશે અને
પ્યોર (પવિત્ર) બની તમે બાપનાં પાસે આવી જશો. જેટલું યાદ કરશો એટલાં પવિત્ર બનશો.
બીજાઓને પણ આપ સમાન બનાવશો તો અનેકો નાં આશીર્વાદ મળશે. ઉંચ પદ પામી લેશો એટલે ગવાય
છે સેકન્ડ માં જીવનમુક્તિ. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
પવિત્ર બની, દરેક કદમ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહી લેવાની છે. બાપ સમાન
દુઃખહર્તા સુખકર્તા બનવાનું છે.
2. મનુષ્ય થી દેવતા
બનવાનું આ ભણતર સદા ભણતાં રહેવાનું છે. બધાને આપ સમાન બનાવવાની સેવા કરીને આશીર્વાદ
પ્રાપ્ત કરવાનાં છે.
વરદાન :-
અધિકારી પણાની
સ્થિતિ દ્વારા બાપ ને પોતાનાં સાથી બનાવવા વાળા સદા વિજયી ભવ
બાપને સાથી બનાવવાની
સહજ રીત છે - અધિકારી પણાની સ્થિતિ. જ્યારે અધિકારી પણાની સ્થિતિ માં સ્થિત રહો છો
ત્યારે વ્યર્થ સંકલ્પ કે અશુદ્ધ સંકલ્પો ની હલચલ માં કે અનેક રસોમાં બુદ્ધિ ડગમગ નથી
થતી. બુદ્ધિ ની એકાગ્રતા દ્વારા - સામનો કરવો, પારખવાની કે નિર્ણય કરવાની શક્તિ આવી
જાય છે, જે સહજ જ માયાનાં અનેક પ્રકાર નાં વાર થી વિજયી બનાવી દે છે.
સ્લોગન :-
રાજયોગી તે છે
જે સેકન્ડ માં સાર થી વિસ્તાર અને વિસ્તાર થી સાર માં જવાનાં અભ્યાસી છે.