02-04-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - જ્ઞાન સાગર બાપ આવ્યાં છે - આપ બાળકોનાં સમ્મુખ જ્ઞાન ડાન્સ કરવાં , તમે હોશિયાર સર્વિસેબલ ( સેવાધારી ) બનો તો જ્ઞાનનો ડાન્સ પણ સારો થાય

પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો પોતાનામાં કઈ આદત પાડો છો?

ઉત્તર :-
યાદ માં રહેવાની. આ છે રુહાની હોબી (આદત). આ આદતની સાથે-સાથે તમારે દિવ્ય અને અલૌકિક કર્મ પણ કરવાનાં છે. તમે છો બ્રાહ્મણ, તમારે બધાને સાચ્ચી-સાચ્ચી કથા જરુર સંભળાવવાની છે. સર્વિસની પણ આપ બાળકોમાં આદત હોવી જોઈએ.

ગીત :-
ધીરજ ધર મનુવા

ઓમ શાંતિ!
જેમ કોઇ હોસ્પિટલમાં બિમાર હોય છે તો પેશન્ટ દુઃખ થી છૂટવાની આશ રાખે છે. ડોક્ટર થી પૂછે છે શું હાલ છે, ક્યારે આ બીમારી છૂટશે? તે તો બધી છે હદ ની વાતો. આ છે બેહદ ની વાત. બાપ આવીને બાળકો ને સલાહ આપે છે. આ તો બાળકો જાણી ચૂક્યાં છે કે બરાબર સુખ અને દુઃખ નો ખેલ છે. આમ તો આપ બાળકોને સતયુગમાં જવાથી પણ વધારે ફાયદો અહીંયા છે કારણ કે જાણો છો કે આ સમયે આપણે ઈશ્વરીય ખોળામાં છીએ, ઈશ્વરીય સંતાન છીએ. આ સમયે આપણી ખૂબ ઉંચ થી ઉંચ ગુપ્ત મહિમા છે. મનુષ્ય માત્ર બાપ ને શિવ, ઈશ્વર, ભગવાન પણ કહે છે, પરંતુ જાણતાં નથી. બોલાવતાં રહે છે. ડ્રામા અનુસાર જ એવું થયું છે. જ્ઞાન અને અજ્ઞાન, દિવસ અને રાત. ગવાયેલું પણ છે પરંતુ તમોપ્રધાન બુદ્ધિ એવાં બની ગયાં છે જે પોતાને તમોપ્રધાન સમજતાં જ નથી. કોઈની તકદીર માં બાપ નો વારસો હોય ત્યારે તો બુદ્ધિ માં બેસી શકે. બાળકો જાણે છે કે અમે બિલકુલ જ ઘોર અંધકારમાં હતાં. હવે બાપ આવ્યાં છે તો કેટલો પ્રકાશ મળ્યો છે. બાપ જે નોલેજ સમજાવે છે તે કોઈ પણ વેદ, શાસ્ત્ર, ગ્રંથ વગેરેમાં છે નહીં. આ પણ બાપ સિદ્ધ કરી બતાવે છે. આપ બાળકોને રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નો પ્રકાશ આપું છું, તે પછી પ્રાયઃલોપ થઈ જાય છે. મારાં વગર પછી કોઈને જ્ઞાન મળી ન શકે, પછી આ જ્ઞાન પ્રાયઃલોપ થઈ જાય છે. સમજમાં આવે છે કે કળયુગ ભૂતકાળ થયું પછી ૫ હજાર વર્ષ બાદ રિપીટ થશે. આ છે નવી વાત. આ તો શાસ્ત્રોમાં છે નહીં.

બાપ તો આ નોલેજ બધાને એક જેવું ભણાવે છે, પરંતુ ધારણા માં નંબરવાર છે. કોઈ સારા સર્વિસેબલ બાળકો આવે છે તો બાબાનો ડાન્સ પણ એવો ચાલે છે. ડાન્સિંગ ગર્લ (નૃત્ય કરનાર) ની આગળ જોવાવાળા ખૂબ શોખીન હોય છે તો તે પણ ખુશીથી ખૂબ સારું નૃત્ય કરે છે. થોડા બેઠાં હશે તો સાધારણ રીતે થોડું નૃત્ય કરશે. વાહ-વાહ કરવા વાળા ખૂબ હશે તો તેનો પણ ઉલ્લાસ વધશે. તો અહીંયા પણ એવું છે. મુરલી બધાં બાળકો સાંભળે છે, પરંતુ સમ્મુખ સાંભળવાની વાત બીજી છે ને. આ પણ દેખાડે છે કે કૃષ્ણ ડાન્સ કરતાં હતાં. ડાન્સ કોઈ તે નહીં. હકીકત માં છે જ્ઞાનનો ડાન્સ. શિવબાબા સ્વયં બતાવે છે કે હું જ્ઞાનનો ડાન્સ કરવાં આવું છું, હું જ્ઞાનનો સાગર છું. તો સારી-સારી પોઇન્ટ નીકળે છે. આ છે જ્ઞાન ની મુરલી. વાંસ ની મુરલી નથી. પતિત-પાવન બાપ આવીને સહજ રાજયોગ શીખવાડશે કે લાકડી ની મુરલી વગાડશે? આ કોઈને વિચારમાં નહીં હશે કે બાપ આવીને આવી રીતે રાજયોગ શીખવાડે છે. હમણાં તમે જાણો છો બાકી કોઈ પણ મનુષ્ય માત્ર ને આ બુદ્ધિ માં આવી ન શકે. આવવા વાળામાં પણ નંબરવાર પદ પામે છે. જેમ કલ્પ પહેલાં કર્યો છે તેમજ પુરુષાર્થ કરતાં રહે છે. તમે જાણો છો કે કલ્પ પહેલાં માફક બાપ આવે છે, આવીને બાળકોને બધું રહસ્ય ખોલી ને બતાવે છે. કહે છે કે હું પણ બંધનમાં બંધાયેલો છું. દરેક આ ડ્રામાનાં બંધનમાં બંધાયેલાં છે. જે કંઈ સતયુગમાં થયું હતું, તે ફરી થશે. કેટલી અનેક પ્રકારની યોનીઓ છે. સતયુગ માં આટલી યોનીઓ થોડી હશે. ત્યાં તો થોડીક વેરાયટી (વિવિધતા) હોય છે. પછી વૃદ્ધિ ને પામતાં રહે છે. જેમ ધર્મ પણ વધતાં જાય છે ને. સતયુગમાં તો હતાં નહીં. જે સતયુગમાં હતાં તે પછી સતયુગમાં જ દેખાશે. સતયુગમાં કોઈ પણ છી-છી ગંદ કરવા વાળી વસ્તુ હોઈ ન શકે. તે દેવી-દેવતાઓને કહે જ છે ભગવાન-ભગવતી. બીજા કોઈ ખંડ માં ક્યારેય પણ કોઈને ગોડ-ગોડેઝ કહી ન શકે. તે દેવતાઓ જરુર હેવન (સ્વર્ગ) માં રાજ્ય કરતાં હતાં. એમનું જુઓ ગાયન કેટલું છે.

આપ બાળકોને હવે ધીરજ આવી ગઈ છે. તમે જાણો છો અમારું પદ કેટલું ઉંચ છે કે ઓછું છે. અમે આટલાં માર્કસ થી પાસ થઈશું. દરેક પોતાને સમજી તો શકે છે ને કે ફલાણા સારી સર્વિસ કરી રહ્યાં છે. હાં, ચાલતાં-ચાલતાં તોફાન પણ આવી જાય છે. બાપ તો કહે છે કે બાળકોને કોઇ પણ ગ્રહચારી, તોફાન વગેરે ન આવે. માયા સારા-સારા બાળકોને પણ પાડી દે છે. તો બાપ ધીરજ આપતાં રહે છે, બાકી થોડો સમય છે. તમારે સર્વિસ પણ કરવાની છે. સ્થાપના થઈ ગઈ પછી તો જવાનું જ છે. આમાં એક સેકન્ડ પણ આગળ-પાછળ થઇ નથી શકતી. આ રહસ્ય બાળકો જ સમજી શકે છે. આપણે ડ્રામાનાં એક્ટર્સ છીએ, આમાં આપણો મુખ્ય પાર્ટ છે. ભારત પર જ હાર અને જીત નો ખેલ બનેલો છે. ભારત જ પાવન હતું. કેટલી પીસ (શાંતિ), પ્યોરીટી (પવિત્રતા) હતી. આ કાલની જ વાત છે. કાલે આપણે જ પાર્ટ ભજવ્યો હતો. ૫ હજાર વર્ષનો પાર્ટ આખો નોંધાયેલો છે. આપણે ચક્ર લગાવીને આવ્યાં છીએ. હવે ફરી બાબા થી યોગ લગાવીએ છીએ, આનાથી જ ખાદ નીકળે છે. બાપ યાદ આવશે તો વારસો પણ જરુર યાદ આવશે. પહેલાં-પહેલાં અલ્ફ ને જાણવાનાં છે. બાપ કહે છે, તમે મને જાણવાથી મારા દ્વારા બધુંજ જાણી જશો. જ્ઞાન તો ખૂબ સહજ છે, એક સેકન્ડ નું. છતાં પણ સમજાવતાં રહે છે. પોઇન્ટ્સ આપતાં રહે છે. મુખ્ય પોઇન્ટ છે મનમનાભવ, આમાં જ વિઘ્ન પડે છે. દેહ-અભિમાન આવી જવાથી પછી અનેક પ્રકારનાં ઘુટકા આવી જાય છે, પછી યોગમાં રહેવાં નથી દેતાં. જેમ ભક્તિમાર્ગ માં કૃષ્ણ ની યાદ માં બેસે છે તો બુદ્ધિ ક્યાંક-ક્યાંક ભાગી જાય છે. ભક્તિ નો અનુભવ તો બધાને છે. આ જન્મની વાત છે. આ જન્મ ને જાણવાથી કંઈક ને કંઈક પાછલાં જન્મ ને પણ સમજી શકે છે. બાળકો ને આદત થઈ ગઈ છે - બાપ ને યાદ કરવાની. જેટલું યાદ કરો છો એટલી ખુશી વધે છે. સાથે-સાથે દિવ્ય અલૌકિક કર્મ પણ કરવાનાં છે. તમે છો બ્રાહ્મણ. તમે સત્ય નારાયણ ની કથા, અમરકથા સંભળાવો છો. મૂળ વાત એક છે - જેમાં બધું આવી જાય છે. યાદ થી જ વિકર્મ વિનાશ થાય છે. આ એક જ હોબી, રુહાની છે. બાપ સમજાવે છે કે નોલેજ તો ખૂબ સહજ છે. કન્યાઓનું નામ પણ ગવાયેલું છે. અધરકુમારી, કુંવારી કન્યા, કુંવારી નું નામ સૌથી વધારે પ્રસિદ્ધ છે. તેમને કોઈ બંધન નથી. તે પતિ તો વિકારી બનાવી દે. આ બાપ તો સ્વર્ગમાં લઈ જવાનાં માટે શ્રુંગારે છે. સ્વીટ સાગરમાં લઈ જાય છે. બાપ કહે છે આ જૂની દુનિયા ને, જૂનો દેહ સહિત બિલકુલ ભૂલી જાઓ. આત્મા કહે છે કે અમે તો ૮૪ જન્મ પૂરા કર્યા છે. હવે ફરી અમે બાપ થી પૂરો વારસો લઈશું. હિમ્મત રાખે છે, છતાં પણ માયા થી લડાઈ તો છે. આગળ તો આ બાબા છે. માયાનાં તોફાન વધારે આમની પાસે આવે છે. ઘણાં આવીને પૂછે છે કે બાબા અમને આ થાય છે. બાબા બતાવે છે કે બાળકો - હાં, આ તોફાન તો જરુર આવશે. પહેલાં તો મારી પાસે આવે છે. અંતમાં બધાં કર્માતીત અવસ્થાને પામી લેશે. આ કોઈ નવી વાત નથી. કલ્પ પહેલાં પણ થયું હતું. ડ્રામા માં પાર્ટ ભજવ્યો, હવે ફરી પાછાં ઘરે જઈએ છીએ. બાળકો જાણે છે - આ જૂની દુનિયા નર્ક છે. કહે પણ છે કે આ લક્ષ્મી-નારાયણ ક્ષીરસાગર માં રહેતા હતાં, આમનાં મંદિર કેટલાં સારા-સારા બનાવે છે. પહેલાં-પહેલાં મંદિર બનાવ્યું હશે તો ક્ષીર (દૂધ) નાં જ તળાવ બનાવીને વિષ્ણુની મૂર્તિ ને બેસાડી હશે. ખૂબ સારા-સારા ચિત્ર બનાવીને પૂજા કરતાં હતાં. તે સમયે તો ખૂબ જ સસ્તાઈ હતી. બાબા નું બધું જોયેલું છે. બરાબર આ ભારત કેટલો પવિત્ર, ક્ષીર નો સાગર હતો. દૂધ ઘી ની જેમ કે નદીઓ હતી. આ તો મહિમા આપી દીધી છે. સ્વર્ગ નું નામ લેતા જ મુખમાં પાણી આવે છે. આપ બાળકોને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે. તો બુદ્ધિ માં સમજ આવી છે. બુદ્ધિ ચાલી જાય છે પોતાનાં ઘરે, પછી સ્વર્ગમાં આવશું. ત્યાં બધું નવું જ નવું હશે. બાબા, શ્રી નારાયણ ની મૂર્તિ જોઈ ખૂબ ખુશ થતા હતાં, ખૂબ પ્રેમથી રાખતા હતાં. આ નહોતાં સમજતાં કે હું જ આ બનીશ. આ જ્ઞાન તો હવે બાબા થી મળ્યું છે. તમને બ્રહ્માંડ અને સૃષ્ટિ ચક્રનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. જાણો છો કે આપણે કેવી રીતે ચક્ર લગાવીશું. બાબા આપણ ને રાજયોગ શીખવાડી રહ્યાં છે. આપ બાળકોને ખુબ ખુશી થવી જોઈએ. બાકી થોડો સમય છે. શરીર ને કંઈક ને કંઈક તો થતું રહે છે. હવે આ તમારો અંતિમ જન્મ છે. હવે તમારા સુખનાં દિવસ આવે છે, ડ્રામા પ્લાન અનુસાર. જુઓ છો કે વિનાશ સામે ઉભો છે. તમને ત્રીજું નેત્ર મળ્યું છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન ને સારી રીતે જાણો છો. આ સ્વદર્શન ચક્ર તમારી બુદ્ધિ માં ફરતું રહે છે. ખુશી થાય છે. આ સમયે આપણ ને બેહદનાં બાપ, શિક્ષક બની ભણાવે છે. પરંતુ નવી વાત હોવાનાં કારણે ઘડી-ઘડી ભૂલી જાય છે. નહીં તો બાબા કહેવાથી જ ખુશી નો પારો ચઢી જવો જોઈએ. રામતીર્થ, શ્રીકૃષ્ણનાં ભક્ત હતાં. તો કૃષ્ણનાં દર્શન માટે કેટલું કરતાં હતાં. એમને સાક્ષાત્કાર થયો અને ખુશી થઈ ગઈ. પરંતુ એનાથી શું થયું? મળ્યું તો કાંઈ પણ નહીં. અહીંયા તો આપ બાળકોને ખુશી પણ છે કારણ કે જાણો છો કે ૨૧ જન્મનાં માટે આપણે આટલું ઉંચ પદ પામીએ છીએ. ૩ ભાગ તો તમે સુખી રહો છો. જો અડધું-અડધું હોય પછી તો ફાયદો થયો નહીં. તમે ૩ ભાગ સુખ માં રહો છો. તમારાં જેવું સુખ કોઈ જોઈ ન શકે. તમારાં માટે તો સુખ અપાર છે. મહાન સુખમાં તો દુઃખની ખબર નથી પડતી. સંગમ પર તમે બંને ને જાણી શકો છો કે હમણાં આપણે દુઃખ થી સુખમાં જઈ રહ્યાં છીએ. મુખ છે દિવસ તરફ અને લાત છે રાત તરફ. આ દુનિયા ને લાત મારવાની છે અર્થાત્ બુદ્ધિ થી ભૂલવાની છે. આત્મા જાણે છે કે હવે પાછું ઘરે જવાનું છે, ખૂબ પાર્ટ ભજવ્યો. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની હોય છે. હવે જેટલું બાપ ને યાદ કરશો એટલી જ કટ નીકળશે. જેટલી બાપની સર્વિસ પર રહી સમાન બનાવશો, એટલો જ બાપ નો શો (પ્રત્યક્ષ) કરશો. બુદ્ધિમાં છે કે હવે ઘરે જવાનું છે. તો ઘર ને યાદ કરવું જોઈએ. જૂનું મકાન પડતું રહે છે. હવે ક્યાં નવું મકાન, ક્યાં જૂનું મકાન. રાત-દિવસનો ફર્ક છે. આ તો હૂબહૂ વિષય વૈતરણી નદી છે. એક બીજાને મારતાં, ઝઘડતાં રહે છે. બાકી પણ બાબા આવ્યાં છે તો ખૂબ લડાઈ શરું થઈ ગઈ છે. જો સ્ત્રી વિકાર નથી આપતી તો કેટલું હેરાન કરે છે. કેટલાં માથા મારે છે. કલ્પ પહેલાં પણ અત્યાચાર થયા હતાં. તે હમણાં ની વાત ગવાય છે. જુઓ છો કે કેટલું પોકારે છે. એ જ ડ્રામા નો પાર્ટ ભજવાઈ રહ્યો છે. આ બાપ જાણે અને બાળકો જાણે બીજું ન જાણે કોઈ. આગળ ચાલી બધાએ સમજવાનું છે. ગવાયેલું પણ છે - પતિત-પાવન, સર્વનાં સદ્દગતિ દાતા બાપ છે. તમે કોઈને પણ સમજાવી શકો છો કે ભારત સ્વર્ગ અને નર્ક કેવી રીતે બને છે આવો તો અમે તમને આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવીએ. આ બેહદની હિસ્ટ્રી-જોગ્રોફી ઈશ્વર જ જાણે અને ઈશ્વરનાં આપ બાળકો જાણો. પવિત્રતા, સુખ-શાંતિ ની કેવી રીતે સ્થાપના થાય છે, આ હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણવાથી તમે બધુંજ જાણી જશો. બેહદનાં બાપ થી તમે જરુર બેહદ નો જ વારસો લેશો. આ આવી ને સમજો. વિષય ઘણાં છે. આપ બાળકોનું તો હવે દિમાગ જ પુર (ભરપૂર) થઈ ગયું છે. ખુશીનો કેટલો પારો ચઢે છે. બધું નોલેજ આપ બાળકોની પાસે છે. નોલેજફુલ બાપ થી નોલેજ મળી રહ્યું છે. પછી આપણે જ જઈને લક્ષ્મી-નારાયણ બનીશું. ત્યાં પછી આ નોલેજ કાંઈ પણ હશે નહીં. કેટલી ગુહ્ય વાતો સમજવાની છે. બાળકો સીડી ને સારી રીતે સમજી ગયાં છે ને. તો આ ચક્ર ૮૪ નું છે. હવે મનુષ્યો ને પણ ક્લિયર (સ્પષ્ટ) કરી સમજાવવાનું છે. આને હવે સ્વર્ગ કે પાવન દુનિયા થોડી કહેશે. સતયુગ અલગ છે, કળયુગ અલગ વસ્તુ છે. આ ચક્ર કેવી રીતે ફરે છે, આ સમજાવવામાં સહજ છે. સમજ સારી લાગે છે. પરંતુ પુરુષાર્થ કરી યાદ ની યાત્રા માં રહો, આ અનેકો થી થઇ નથી શકતું. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દેહ અને દુનિયા ને બુદ્ધિ થી ભૂલી બાપ અને ઘર ને યાદ કરવાનું છે. સદા આ જ ખુશી માં રહેવાનું છે કે હવે આપણા સુખનાં દિવસ આવ્યાં કે આવ્યાં.

2. નોલેજફુલ બાપ થી જે નોલેજ મળ્યું છે તેનું સિમરણ કરી દિમાગ ને પુર (ભરપૂર) રાખવાનું છે. દેહ-અભિમાન માં આવી ને ક્યારેય પણ કોઈ પ્રકારનાં ઘુટકા નથી ખાવાનાં.

વરદાન :-
ઈશ્વરીય ભાગ્ય માં લાઈટ નો ક્રાઉન ( પ્રકાશ નો તાજ ) પ્રાપ્ત કરવા વાળા સર્વ પ્રાપ્તિ સ્વરુપ ભવ

દુનિયામાં ભાગ્યની નિશાની રાજાઈ હોય છે અને રાજાઈની નિશાની તાજ હોય છે. એમ ઈશ્વરીય ભાગ્યની નિશાની લાઈટ નો ક્રાઉન છે. અને આ ક્રાઉનની પ્રાપ્તિ નો આધાર છે પ્યોરિટી (પવિત્રતા). સંપૂર્ણ પવિત્ર આત્માઓ લાઈટ નાં તાજધારી હોવાની સાથે-સાથે સર્વ પ્રાપ્તિઓ થી સંપન્ન હોય છે. જો કોઈ પણ પ્રાપ્તિની કમી છે તો લાઈટ નો ક્રાઉન સ્પષ્ટ દેખાશે નહીં.

સ્લોગન :-
પોતાની રુહાની સ્થિતિ માં સ્થિત રહેવા વાળા જ મન્સા મહાદાની છે.