02-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બીજા સંગ તોડી એક સંગ જોડો , ભાઈ - ભાઈ ની દૃષ્ટિ થી જુઓ તો દેહ નહીં દેખાશે , દૃષ્ટિ બગડશે નહીં , વાણી માં તાકાત રહેશે”

પ્રશ્ન :-
બાપ બાળકોનાં કર્જદાર છે કે બાળકો બાપ નાં?

ઉત્તર :-
આપ બાળકો તો અધિકારી છો, બાપ તમારા કર્જદાર છે. આપ બાળકો દાન આપો છો તો તમને એક નું સો ગણું બાપે આપવું પડે છે. ઈશ્વર અર્થ તમે જે આપો છો બીજા જન્મ માં એનું રિટર્ન મળે છે. તમે ચોખા મુઠ્ઠી આપીને વિશ્વનાં માલિક બનો છો તો તમારું કેટલું ફ્રાકદિલ હોવું જોઈએ. મેં બાબાને આપ્યું, આ વિચાર પણ ક્યારેય ન આવવો જોઈએ.

ઓમ શાંતિ!
મ્યુઝિયમ, પ્રદર્શન માં સમજાવાનું છે કે આ છે પુરુષોત્તમ સંગમયુગ. સમજદાર તો ફક્ત તમે જ છો, તો બધાને કેટલું સમજાવું પડે છે કે આ પુરુષોત્તમ સંગમયુગ છે? સૌથી વધારે સેવા સ્થાન છે મ્યુઝિયમ. ત્યાં ખૂબ આવે છે, સારા સર્વિસેબલ બાળકો ઓછા છે. સેવા સ્ટેશન બધાં સેન્ટર્સ છે. દિલ્લી માં લખ્યું છે સ્પ્રિચ્યુલ મ્યુઝિયમ. એનો પણ ઠીક અર્થ નથી નીકળતો. ઘણાં લોકો પ્રશ્ન પૂછે છે તમે ભારતની શું સેવા કરી રહ્યા છો? ભગવાનુવાચ વાત છે ને - આ છે ફોરેસ્ટ (જંગલ). તમે આ સમયે સંગમ પર છો. નથી ફોરેસ્ટ નાં, નથી ગાર્ડન નાં. હમણાં ગાર્ડન માં જવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. તમે આ રાવણ રાજ્ય ને રામ રાજ્ય બનાવી રહ્યા છો. તમને પ્રશ્ન પૂછે છે-આટલો ખર્ચો ક્યાંથી આવ્યો? બોલો, અમે બી.કે. જ કરીએ છીએ. રામ રાજ્ય ની સ્થાપના થઈ રહી છે. તમે થોડા દિવસ આવીને સમજો કે આ શું કરી રહ્યા છે? અમારું મુખ્ય લક્ષ શું છે? તે લોકો સાવરન્ટી ને (રાજધાની ને) માનતા નથી, એટલે રાજાઓની રાજાઈ ખતમ કરી દીધી છે. આ સમયે તે પણ તમોપ્રધાન બની ગયા છે, એટલે ગમતા નથી. એમનો પણ ડ્રામા અનુસાર દોષ નથી. જે કંઈ ડ્રામા માં થાય છે તે આપણે પાર્ટ ભજવીએ છીએ. કલ્પ-કલ્પ બાપ દ્વારા સ્થાપના નો આ પાર્ટ ચાલે છે. ખર્ચો પણ તમે બાળકો જ કરો છો, પોતાનાં માટે. શ્રીમત પર પોતાનો ખર્ચો કરી પોતાનાં માટે સતયુગી રાજધાની બનાવી રહ્યા છો, બીજા કોઈને ખબર પણ નથી. તમારું નામ પ્રસિદ્ધ છે અનનોન વોરિયર્સ (ગુપ્ત યોદ્ધા). હકીકત માં એ સેના માં અનનોન વોરિયર્સ કોઈ હોતા નથી. સિપાઈ લોકોનું રજીસ્ટર હોય છે. એવું બની ન શકે જેમના નામ નંબર રજીસ્ટર માં ન હોય. હકીકત માં અનનોન વોરિયર્સ તમે છો. તમારું કોઈ રજીસ્ટર માં નામ નથી. તમારા કોઈ હથિયાર પાવડા નથી. આમાં શારીરિક હિંસા તો નથી. યોગ બળ થી તમે વિશ્વ પર જીત મેળવો છો. ઈશ્વર સર્વ શક્તિવાન્ છે ને? યાદ થી તમે શક્તિ લઈ રહ્યા છો. સતોપ્રધાન બનવા માટે તમે બાપ સાથે યોગ લગાવી રહ્યા છો. તમે સતોપ્રધાન બનો તો રાજ્ય પણ સતોપ્રધાન જોઈએ. તે તમે શ્રીમત પર સ્થાપન કરો છો. ઇનકાગનીટો (ગુપ્ત) એને કહેવાય છે, જે છે પરંતુ દેખાય નહીં. તમે શિવબાબા ને પણ આંખો થી જોઈ નથી શકતાં. તમે પણ ગુપ્ત, તો શક્તિ પણ તમે ગુપ્ત લઈ રહ્યા છો. તમે સમજો છો કે આપણે પતિત થી પાવન બની રહ્યા છીએ અને પાવન માં જ શક્તિ હોય છે. તમે સતયુગ માં બધાં પાવન હશો. એમની જ ૮૪ જન્મો ની કહાણી બાપ બતાવે છે. તમે બાપ પાસેથી શક્તિ લઈ, પવિત્ર બની પછી પવિત્ર દુનિયામાં રાજ્ય ભાગ્ય કરશો. બાહુબળ થી ક્યારેય કોઈ વિશ્વ પર જીત મેળવી ન શકાય. આ છે યોગબળ ની વાત. તેઓ લડે છે, રાજ્ય તમારા હાથ માં આવવાનું છે. બાપ સર્વ શક્તિવાન્ છે તો એમની પાસેથી શક્તિ મળવી જોઈએ. તમે બાપને અને રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણો છો.

તમે જાણો છો કે આપણે જ સ્વદર્શન ચક્રધારી છીએ. તમને બધાને સ્મૃતિ નથી રહેતી. આપ બાળકોને સ્મૃતિ રહેવી જોઈએ કારણ કે તમને બાળકોને જ આ જ્ઞાન મળે છે. બહારવાળા તો કોઈ સમજી ન શકે એટલે સભામાં બેસાડાતા નથી. પતિત-પાવન બાપ ને બધાં બોલાવે છે, પરંતુ પોતાને પતિત કોઈ સમજતું નથી, એમ જ ગાતા રહે છે પતિત-પાવન સીતારામ. તમે બધાં છો બ્રાઇડસ, બાપ છે બ્રાઇડ ગ્રુમ. એ આવે જ છે સર્વ ની સદ્દગતિ કરવાં. આપ બાળકોને શૃંગાર કરાવે છે. તમને ડબલ એન્જિન મળ્યું છે. રોલ્સ રોયલ્સ માં એન્જિન ખૂબ સારું હોય છે. બાપ પણ એવાં છે. કહે છે પતિત-પાવન આવો, અમને પાવન બનાવી ને સાથે લઈ જાઓ. તમે બધાં શાંતિ માં બેઠાં છો. કોઈ મંજીરા વગેરે નથી વગાડતાં. તકલીફ ની વાત નથી. ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરતા રહો, જે મળે એમને રસ્તો બતાવતા રહો. બાપ કહે છે મારા તથા લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ વગેરે નાં જે ભક્ત છે, એમને આ દાન આપવાનું છે, વ્યર્થ નથી ગુમાવવાનું. પાત્ર ને જ દાન અપાય છે. પતિત મનુષ્ય, પતિત ને જ દાન આપતા રહે છે. બાપ છે સર્વ શક્તિવાન્, એમની પાસેથી તમે શક્તિ લઈને ઉત્તમ બનો છો. રાવણ જ્યારે આવે છે એ સમય પણ સંગમ થયો - ત્રેતા અને દ્વાપર નો. આ સંગમ છે કળિયુગ અને સતયુગ નો. જ્ઞાન કેટલો સમય અને ભક્તિ કેટલો સમય ચાલે છે? આ બધી વાતો તમારે સમજીને સમજાવવાની છે. મુખ્ય વાત છે બેહદ નાં બાપને યાદ કરો. જ્યારે બેહદ નાં બાપ આવે છે તો વિનાશ પણ થાય છે. મહાભારત લડાઈ ક્યારે લાગી? જ્યારે ભગવાને રાજયોગ શીખવાડ્યો હતો. સમજ માં આવે છે નવી દુનિયાનો આદિ, જૂની દુનિયાનો અંત અર્થાત્ વિનાશ થવાનો છે. દુનિયા ઘોર અંધારા માં પડી છે, હવે એમને જગાડવાનાં છે. અડધાકલ્પ થી સૂતેલા પડ્યા છે. બાપ સમજાવે છે પોતાને આત્મા સમજી ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ. તો તમે જ્યારે કોઈને જ્ઞાન આપશો તો તમારી વાણી માં તાકાત આવશે. આત્મા જ પાવન અને પતિત બને છે. આત્મા પાવન બને ત્યારે શરીર પણ પાવન મળે. હમણાં તો મળી ન શકે. પાવન બધાએ બનવાનું છે. કોઈ યોગબળ થી, કોઈ સજાઓ થી. મહેનત છે યાદની યાત્રા ની. બાબા પ્રેક્ટિકલ પણ કરાવતા રહે છે. ક્યાંય પણ જાઓ તો બાબા ની યાદ માં જાઓ. જેવી રીતે પાદરી લોકો શાંતિ માં ક્રાઈસ્ટ ની યાદ માં જાય છે અને ક્રાઈસ્ટ ને યાદ કરે છે. ભારતવાસી તો અનેકોને યાદ કરે છે. બાપ કહે છે એક સિવાય બીજા કોઈને યાદ નહીં કરો. બેહદ નાં બાપ દ્વારા આપણે મુક્તિ અને જીવનમુક્તિ નાં હકદાર બનીએ છીએ. સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે. સતયુગ માં બધાં જીવન મુક્તિ માં હતાં, કળિયુગ માં બધાં જીવનબંધ માં છે. આ કોઈને પણ ખબર નથી, આ બધી વાતો બાપ બાળકોને સમજાવે છે. બાળકો પછી બાપ નો શો કરે છે. બધી બાજુ ચક્કર લગાવે છે. તમારી ફરજ છે મનુષ્ય માત્ર ને આ સંદેશ આપવાનો કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. બેહદ નાં બાપ બેહદનો વારસો આપવા આવ્યા છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પાપ કપાઈ જશે. આ છે સાચ્ચી ગીતા, જે બાપ શીખવાડે છે. મનુષ્ય મત થી નીચે ઉતર્યા છો, ભગવાન ની મત થી તમે વારસો લઈ રહ્યા છો. મૂળ વાત છે - ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં બાબા ને યાદ કરતા રહો અને પરિચય આપતા રહો. બેજ તો તમારી પાસે છે, ફ્રી (મફત) આપવામાં કંઈ વાંધો નથી. પરંતુ પાત્ર જોઈ ને.

બાપ બાળકોને મીઠી ફરિયાદ કરે છે કે તમે લૌકિક બાપ ને યાદ કરો છો અને મુજ પારલૌકિક બાપ ને ભૂલી જાઓ છો? શરમ નથી આવતી? તમે જ પવિત્ર પ્રવૃત્તિમાર્ગ નાં ગૃહસ્થ વ્યવહાર માં હતાં, ફરી હવે બનવાનું છે. તમે છો ભગવાન નાં સૌદાગર. પોતાની અંદર જુઓ બુદ્ધિ ક્યાંય ભટકતી તો નથી? બાપ ને કેટલો સમય યાદ કર્યા? બાપ કહે છે બીજા સંગ તોડી એક સંગ જોડો. ભૂલ નથી કરવાની. આ પણ સમજાવ્યું છે કે ભાઈ-ભાઈ ની દૃષ્ટિ થી જુઓ તો દેહ નહીં જોશો. દૃષ્ટિ બગડશે નહીં. મંઝિલ છે ને? આ જ્ઞાન હમણાં તમને મળે છે. ભાઈ-ભાઈ તો બધાં કહે છે, મનુષ્ય કહે છે, બ્રધરહુડ (ભાઈચારો). આ તો ઠીક છે. પરમપિતા પરમાત્મા નાં આપણે સંતાન છીએ. પછી અહીં કેમ બેઠાં છો? બાપ સ્વર્ગ ની સ્થાપના કરે છે તો એવું-એવું સમજાવતાં ઉન્નતિ પ્રાપ્ત કરતા રહો. બાપ ને સર્વિસેબલ બાળકીઓ ખૂબ જોઈએ. સેન્ટર્સ ખુલતા જાય છે. બાળકોને શોખ છે, સમજે છે ઘણાંઓનું કલ્યાણ થશે. પરંતુ ટીચર્સ સંભાળવા વાળા પણ સારા મહારથી જોઈએ. ટીચર્સ પણ નંબરવાર છે બાબા કહે છે જ્યાં લક્ષ્મી-નારાયણ નાં મંદિર હોય, શિવ નું મંદિર હોય, ગંગા નો કિનારો હોય, જ્યાં ખૂબ ભીડ થતી હોય ત્યાં સર્વિસ કરવી જોઈએ. સમજાવો - ભગવાન કહે છે-કામ મહાશત્રુ છે. તમે શ્રીમત પ્રમાણે સર્વિસ કરતા રહો. આ તમારો ઈશ્વરીય પરિવાર છે, અહીં ૭ દિવસ ભઠ્ઠી માં આવીને પરિવાર ની સાથે રહો છો. આપ બાળકોને ખૂબ ખુશી થવી જોઈએ. બેહદનાં બાપ જેમની પાસેથી તમે પદમાપદમ ભાગ્યશાળી બનો છો. દુનિયા જાણતી નથી કે ભગવાન પણ ભણાવી શકે છે. અહીં તમે ભણો છો તો તમને કેટલી ખુશી થવી જોઈએ! આપણે ઊંચા માં ઊંચા જવા માટે ભણી રહ્યા છીએ. કેટલું ફ્રાકદિલ હોવું જોઈએ. બાપની ઉપર તમે કર્જો ચઢાવો છો. ઈશ્વર અર્થ જે આપો છો, બીજા જન્મ માં એનું રિટર્ન લો છો ને? બાબાને તમે બધું જ આપ્યું તો બાબાએ પણ બધું આપવું પડશે. મેં બાબાને આપ્યું, આ ક્યારેય વિચાર ન આવવો જોઈએ. ઘણાઓની અંદર ચાલે છે-અમે આટલું આપ્યું, અમારી ખાતરી (નામ-માન) કેમ નહીં થઈ? તમે ચોખા મુઠ્ઠી આપીને વિશ્વની બાદશાહી લો છો. બાબા તો દાતા છે ને? રાજાઓ રોયલ હોય છે, પહેલાં-પહેલાં જ્યારે મુલાકાત થાય છે તો હું ભેટ આપું છું, તે ક્યારેય હાથ માં નહીં લે. સેક્રેટરી તરફ ઈશારો કરશે. તો શિવબાબા જે દાતા છે તે કેવી રીતે લેશે? એ બેહદ નાં બાપ છે ને? એમની આગળ તમે ભેટ રાખો છો. પરંતુ બાબા તો રિટર્ન માં સો-ગણું આપશે. તો મેં આપ્યું-આ વિચાર ક્યારેય ન આવવો જોઈએ. હંમેશા સમજો આપણે તો લઈએ છીએ. ત્યાં તમે પદમપતિ બનશો. તમે પ્રેક્ટિકલ માં પદમાપદમ ભાગ્યશાળી બનો છો. ઘણાં બાળકો ફ્રાકદિલ પણ છે. તો ઘણાં મનહૂસ (કંજૂસ) પણ છે. સમજતા જ નથી કે પદમાપદમ પતિ અમે બનીએ છીએ, અમે ખૂબ સુખી બનીએ છીએ. જ્યારે પરમાત્મા બાપ ગેરહાજર છે તો ઇનડાયરેક્ટ અલ્પકાળ માટે ફળ આપે છે. જ્યારે હાજર છે તો ૨૧ જન્મ માટે આપે છે. આ ગવાયેલું છે શિવબાબા નો ભંડારો ભરપૂર. જુઓ, અનેક બાળકો છે, કોઈને પણ આ ખબર નથી કે કોણ શું આપે છે? બાપ જાણે અને બાપ ની (ગોથરી) બ્રહ્મા જાણે, જેમાં બાપ રહે છે - બિલકુલ સાધારણ. આનાં કારણે બાળકો અહીં થી બહાર નીકળે છે તો તે નશો ગુમ થઈ જાય છે. જ્ઞાન-યોગ નથી તો ખીટ-ખીટ ચાલતી રહે છે. સારા-સારા બાળકો ને પણ માયા હરાવી દે છે. માયા બેમુખ કરી દે છે. શિવબાબા જેમની પાસે તમે આવો છો, એમને તમે યાદ નથી કરી શકતાં? અંદર અથાહ ખુશી થવી જોઈએ. તે દિવસ આવ્યો આજે, જેમના માટે કહેતા હતાં તમે આવશો તો અમે તમારા બનીશું. ભગવાન આવીને એડોપ્ટ કરે છે તો કેટલાં ખુશનસીબ કહેવાશો! કેટલી ખુશી માં રહેવું જોઈએ! પરંતુ માયા ખુશી ગુમાવી દે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભગવાને આપણને એડોપ્ટ કર્યા છે, એ જ આપણ ને શિક્ષક બનીને ભણાવી રહ્યા છે, પોતાનાં પદમાપદમ ભાગ્ય ને સિમરણ (યાદ) કરી ખુશીમાં રહેવાનું છે.

2. આપણે આત્મા ભાઈ-ભાઈ છીએ, આ દૃષ્ટિ પાક્કી કરવાની છે. દેહ ને નથી જોવાનો. ભગવાન સાથે સોદો કર્યા પછી ફરી બુદ્ધિને ભટકાવવાની નથી.

વરદાન :-
આ અલૌકિક જીવનમાં સંબંધ ની શક્તિ થી અવિનાશી સ્નેહ અને સહયોગ પ્રાપ્ત કરવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ

આ અલૌકિક જીવન માં સંબંધની શક્તિ આપ બાળકોને ડબલ રુપ માં પ્રાપ્ત છે. એક બાપ દ્વારા સર્વ સંબંધ, બીજો દૈવી પરિવાર દ્વારા સંબંધ. આ સંબંધ થી સદા નિઃસ્વાર્થ સ્નેહ, અવિનાશી સ્નેહ અને સહયોગ સદા પ્રાપ્ત થતો રહે છે. તો તમારી પાસે સંબંધ ની પણ શક્તિ છે. એવા શ્રેષ્ઠ અલૌકિક જીવન વાળા શક્તિ સંપન્ન વરદાની આત્માઓ છો એટલે અરજી કરવા વાળા નહીં, સદા રાજી રહેવા વાળા બનો.

સ્લોગન :-
કોઈ પણ પ્લાન વિદેહી, સાક્ષી બનીને વિચારો અને સેકન્ડમાં પ્લેન સ્થિતિ બનાવતા ચાલો.