02-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - શાંતિ તમારા ગળા નો હાર છે , આત્મા નો સ્વધર્મ છે , એટલે શાંતિ માટે ભટકવાની જરુર નથી , તમે પોતાનાં સ્વધર્મ માં સ્થિત થઈ જાઓ

પ્રશ્ન :-
મનુષ્ય કોઈ પણ વસ્તુ ને શુદ્ધ બનાવવા માટે કઈ યુક્તિ રચે છે અને બાપે કઈ યુક્તિ રચી છે?

ઉત્તર :-
મનુષ્ય કોઈ પણ વસ્તુ ને શુદ્ધ બનાવવા માટે એને અગ્નિ માં નાખે છે. યજ્ઞ પણ રચે છે તો એમાં પણ અગ્નિ પ્રગટાવે છે. અહીં પણ બાપે રુદ્ર યજ્ઞ રચ્યો છે પરંતુ આ જ્ઞાન યજ્ઞ છે, આમાં બધાંની આહુતી પડવાની છે. આપ બાળકો દેહ સહિત બધુંજ આમાં સ્વાહા કરો છો. તમારે યોગ લગાવવાનો છે. યોગ ની રેસ છે. એનાંથી તમે પહેલાં રુદ્ર નાં ગળા નો હાર બનશો પછી વિષ્ણુ નાં ગળાની માળામાં પરોવાઈ જશો.

ગીત :-
ઓમ્ નમો શિવાય

ઓમ શાંતિ!
આ મહિમા કોની સાંભળી? પારલૌકિક પરમપિતા પરમ આત્મા અર્થાત્ પરમાત્મા ની. બધાં ભક્ત અથવા સાધના કરવા વાળા એમને યાદ કરે છે. એમનું નામ પતિત-પાવન પણ છે. બાળકો જાણે છે ભારત પાવન હતું. લક્ષ્મી-નારાયણ વગેરે નો પવિત્ર પ્રવૃત્તિ માર્ગ નો ધર્મ હતો, જેને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ કહેવાય છે. ભારત માં પવિત્રતા સુખ-શાંતિ સંપત્તિ બધુંજ હતું. પવિત્રતા નથી તો ન શાંતિ છે, ન સુખ છે. શાંતિ માટે ભટકતાં રહે છે. જંગલ માં ફરતાં રહે છે. એક ને પણ શાંતિ નથી કારણ કે ન બાપ ને જાણે છે, ન પોતાને સમજે કે હું આત્મા છું, આ મારું શરીર છે. એનાં દ્વારા કર્મ કરવાનું હોય છે. મારો તો સ્વધર્મ જ શાંત છે. આ શરીર ની કર્મેન્દ્રિયો છે. આત્માને આ પણ ખબર નથી કે અમે આત્માઓ નિર્વાણ અથવા પરમધામ ની વાસી છીએ. આ કર્મક્ષેત્ર પર અમે શરીર નો આધાર લઈ પાર્ટ ભજવીએ છીએ. શાંતિ નો હાર ગળા માં પડ્યો છે અને બહાર ધક્કા ખાતાં રહે છે. પૂછતાં રહે છે મન ને શાંતિ કેવી રીતે મળે? એમને આ ખબર નથી કે આત્મા મન-બુદ્ધિ સહિત છે. આત્મા પરમપિતા પરમાત્મા ની સંતાન છે. એ શાંતિ નાં સાગર છે, આપણે એમનાં સંતાન છીએ. હવે અશાંતિ તો આખી દુનિયામાં છે ને. બધાં કહે છે શાંતિ થાય. હવે આખી દુનિયાનાં માલિક તો એક છે જેમને શિવાય નમઃ કહે છે. ઊંચા માં ઊંચા ભગવાન, શિવ કોણ છે? એ પણ કોઈ મનુષ્ય નથી જાણતાં. પૂજા પણ કરે છે, ઘણાં તો પછી પોતાને શિવોહમ્ કહી દે છે. અરે શિવ તો એક જ બાપ છે ને. મનુષ્ય પોતાને શિવ કહેવડાવે, આ તો મોટું પાપ થઈ ગયું. શિવ ને જ પતિત-પાવન કહેવાય છે. બ્રહ્મા વિષ્ણુ શંકર ને અથવા કોઈ મનુષ્ય ને પતિત-પાવન ન કહી શકાય. પતિત-પાવન સદ્દગતિ દાતા છે જ એક. મનુષ્ય, મનુષ્ય ને પાવન બનાવી ન શકે કારણ કે આખી દુનિયાનો પ્રશ્ન છે ને. બાપ સમજાવે છે જ્યારે સતયુગ હતો - ભારત પાવન હતું, હમણાં પતિત છે. તો જે આખી સૃષ્ટિ ને પાવન બનાવવા વાળા છે એમને જ યાદ કરવાં જોઈએ. બાકી આ તો છે જ પતિત દુનિયા. આ જે કહે છે મહાન આત્મા, એ કોઈ છે નહીં. પારલૌકિક બાપ ને જાણતાં જ નથી. ભારત માં શિવજયંતિ ગવાય છે તો જરુર ભારત માં આવ્યાં હશે - પતિતો ને પાવન બનાવવાં. કહે છે હું સંગમ પર આવું છું, જેને કુંભ કહેવાય છે. તે પાણી નાં સાગર અને નદીઓ નો કુંભ નહીં. કુંભ એને કહેવાય છે જ્યારે જ્ઞાન સાગર પતિત-પાવન બાપ આવીને બધાં આત્માઓને પાવન બનાવે છે. આ પણ જાણો છો ભારત જ્યારે સ્વર્ગ હતું તો એક જ ધર્મ હતો. સતયુગ માં સૂર્યવંશી રાજ્ય હતું પછી ત્રેતા માં ચંદ્રવંશી, જેની મહિમા છે - રામ રાજા, રામ પ્રજા.ત્રેતા ની કેટલી મહિમા છે તો સતયુગની એનાંથી પણ વધારે હશે. ભારત જ સ્વર્ગ હતું, પવિત્ર જીવ આત્માઓ હતાં બીજા બધાં ધર્મનાં આત્માઓ નિર્વાણધામ માં હતાં. આત્મા શું છે, પરમાત્મા શું છે - આ પણ કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. આત્મા એટલું નાનું એવું બિંદુ છે, એમાં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. ૮૪ લાખ જન્મ તો હોઈ ન શકે. ૮૪ લાખ જન્મો માં કલ્પ-કલ્પાંતર ફરતાં રહે, આવું તો થઈ ન શકે. છે જ ૮૪ જન્મો નું ચક્ર,તે પણ બધાનું નથી. જે પહેલાં હતાં તે હમણાં પાછળ રહી ગયાં છે, પછી તેઓ પહેલાં જશે. અંત માં આવવા વાળા બધાં આત્માઓ નિર્માણ ધામ માં રહે છે. આ બધી વાતો બાપ સમજાવે છે. એમને જ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (સર્વશકિતમાન) કહેવાય છે.

બાપ કહે છે હું આવીને બ્રહ્મા દ્વારા બધાં વેદો શાસ્ત્રો ગીતા વગેરે નો સાર સમજાવું છું. આ બધાં ભક્તિમાર્ગ નાં કર્મકાંડ નાં શાસ્ત્ર બનાવેલાં છે. મેં આવીને કેવી રીતે યજ્ઞ રચ્યો, આ વાતો તો શાસ્ત્રોમાં છે નહીં. આનું નામ જ છે રાજસ્વ અશ્વમેધ રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર છે શિવ, આમાં (યજ્ઞ માં) બધાંએ સ્વાહા થવાનું છે. બાપ કહે છે દેહ સહિત જે પણ મિત્ર-સંબંધી વગેરે છે, એ બધાંને ભૂલી જાઓ. એક જ બાપ ને યાદ કરો. હું સંન્યાસી, ઉદાસી છું, ક્રિશ્ચન છું આ બધાં દેહ નાં ધર્મ છે એને છોડી મામેકમ્ યાદ કરો. નિરાકાર આવશે તો જરુર શરીર માં ને. કહે છે મારે પ્રકૃતિ નો આધાર લેવો પડે છે. હું જ આવીને આ તન દ્વારા નવી દુનિયા સ્થાપન કરું છું. જૂની દુનિયાનો વિનાશ સામે છે. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના, સૂક્ષ્મવતન છે જ ફરિશ્તાઓની દુનિયા. ત્યાં હાડ-માસ નથી હોતાં. સૂક્ષ્મ શરીર હોય છે સફેદ-સફેદ જેમ ઘોસ્ટ (ભૂત) હોય છે ને. આત્મા, જેને શરીર નથી મળતું, તો તે ભટકતી રહે છે. છાયા રુપી શરીર દેખાય છે, એને પકડી નથી શકાતું. હવે બાપ કહે છે બાળકો યાદ કરો તો યાદ થી તમારા વિકર્મ વિનાશ થશે. ગવાય પણ છે બહુજ ગઈ, થોડી રહી. હવે બાકી થોડો સમય છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરો તો અંત મતિ સો ગતિ થઈ જશે. ગીતામાં કોઈ એક-બે અક્ષરો સાચાં લખ્યાં છે. જેવી રીતે લોટ માં મીઠુ કોઈ-કોઈ અક્ષર સાચાં છે. પહેલાં તો ભગવાન નિરાકાર છે આ ખબર હોવી જોઈએ. એ નિરાકાર ભગવાન પછી વાત કેવી રીતે કરે છે? કહે છે સાધારણ બ્રહ્મા તન માં પ્રવેશ કરી રાજયોગ શિખવાડું છું. બાળકો મને યાદ કરો. હું આવું જ છું એક ધર્મની સ્થાપના કરી બાકી બધાં ધર્મોનો વિનાશ કરાવવાં. હમણાં તો અનેક ધર્મ છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. બધી આત્માઓ પોત-પોતાનાં હિસાબ-કિતાબ ચૂક્તું કરીને જાય છે, એને કયામતનો (અંતિમ હિસાબ ચૂક્તું કરવાનો) સમય કહેવાય છે. બધાનાં દુઃખોનો હિસાબ-કિતાબ ચુક્તું થાય છે. દુઃખ મળે જ છે પાપો નાં કારણે. પાપ નો હિસાબ ચૂક્તું થયાં પછી ફરી પુણ્ય નો શરું થઈ જાય છે. દરેક વસ્તુ શુદ્ધ બનાવવા માટે અગ્નિ પ્રગટાવાય છે. યજ્ઞ રચે છે, એમાં પણ અગ્નિ પ્રગટાવે છે. આ તો મટીરીયલ (સ્થૂળ સામગ્રી નો) યજ્ઞ નથી. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. એવું નથી કહેતાં કે કૃષ્ણ જ્ઞાન યજ્ઞ. કૃષ્ણએ કોઈ યજ્ઞ નથી રચ્યો, કૃષ્ણ તો પ્રિન્સ (રાજકુમાર) હતાં. યજ્ઞ રચાય છે આફતો નાં સમયે. આ સમયે બધી તરફ આફતો છે ને, ઘણાં મનુષ્ય રુદ્ર યજ્ઞ પણ રચે છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ નથી રચતાં. તે તો રુદ્ર પરમપિતા પરમાત્મા જ આવીને રચે છે. કહે છે આ જે રુદ્ર જ્ઞાન યજ્ઞ છે, એમાં બધાંની આહુતી થઈ જશે. બાબા આવેલાં છે - યજ્ઞ પણ રચેલો છે. જ્યાં સુધી રાજાઈ સ્થાપન થઈ જાય અને બધાં પાવન બની જાય. ફટ થી બધાં તો પાવન નથી બનતાં. યોગ લગાવતાં રહો અંત સુધી. આ છે જ યોગ ની રેસ. બાપ ને જેટલું વધારે યાદ કરે છે, એટલી દોડ લગાવીને જઈને રુદ્ર નાં ગળા નો હાર બને છે. પછી વિષ્ણુ નાં ગળા ની માળા બનશે. પહેલાં રુદ્રની માળા પછી વિષ્ણુની માળા. પહેલાં બાપ બધાંને ઘરે લઈ જાય છે, જે જેટલો પુરુષાર્થ કરશે તે જ નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બની રાજ્ય કરે છે. એટલે આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સ્થાપન થઈ રહ્યો છે. તમને બાપ રાજયોગ શિખવાડી રહ્યાં છે. જેમ ૫ હજાર વર્ષ પહેલાં શિખવાડ્યો હતો ફરી કલ્પ પછી શિખવાડવા આવ્યાં છે. શિવજયંતિ અથવા શિવરાત્રી પણ મનાવે છે. રાત અર્થાત્ કળિયુગી જૂની દુનિયાનો અંત, નવી દુનિયાનો આદિ. સતયુગ ત્રેતા છે દિવસ, દ્વાપર, કળિયુગ છે રાત. બેહદ નો દિવસ બ્રહ્મા નો, પછી બેહદ ની રાત બ્રહ્મા ની. કૃષ્ણ નાં દિવસ-રાત નથી ગવાતાં. કૃષ્ણ ને જ્ઞાન જ નથી રહેતું. બ્રહ્મા ને જ્ઞાન મળે છે શિવબાબા થી. પછી આપ બાળકોને મળે છે આમનાંથી (બ્રહ્મા થી). એટલે શિવબાબા તમને બ્રહ્મા તન દ્વારા જ્ઞાન આપી રહ્યાં છે. તમને ત્રિકાળદર્શી બનાવે છે. મનુષ્ય સૃષ્ટિમાં એક પણ ત્રિકાળદર્શી હોઈ ન શકે. જો હોય તો જ્ઞાન આપે ને. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? ક્યારેય પણ કોઈ જ્ઞાન આપી ન શકે.

ભગવાન તો બધાનાં એક જ છે. કૃષ્ણ ને થોડી બધાં ભગવાન માનશે. તે તો રાજકુમાર છે. રાજકુમાર ભગવાન હોય છે શું? જો તે રાજ્ય કરે તો પછી ગુમાવવું પણ પડે. બાપ કહે છે તમને વિશ્વનાં માલિક બનાવી હું પછી નિર્વાણ ધામ માં જઈને રહું છું. પછી જ્યારે દુઃખ શરું થાય છે ત્યારે મારો પાર્ટ પણ શરું થાય છે. હું સુનવાઈ કરું છું, મને કહે પણ છે હે રહેમદિલ. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી અર્થાત્ એક શિવ ની કરે છે પછી દેવતાઓ ની શરું કરે છે. હમણાં તો વ્યભિચારી ભક્તિ બની ગઈ છે. પુજારી પણ એ નથી જાણતાં કે ક્યારથી પૂજા શરું થાય છે. શિવ અથવા સોમનાથ એક જ વાત છે.

શિવ છે નિરાકાર. સોમનાથ કેમ કહે છે? કારણ કે સોમનાથ બાપે બાળકોને જ્ઞાન- અમૃત પીવડાવ્યું છે. નામ તો અનેક છે. બાબુલનાથ પણ કહે છે કારણ કે બબુલ (બાવળ) નાં જે કાંટા હતાં એને ફૂલ બનાવવા વાળા, સર્વ નાં સદ્દગતિ દાતા બાપ છે. એમને પછી સર્વવ્યાપી કહેવું. આ તો ગ્લાનિ થઈ ને. બાપ કહે છે જ્યારે સંગમ નો સમય થાય છે ત્યારે એક જ વાર હું આવું છું, જ્યારે ભક્તિ પૂરી થાય છે ત્યારે જ હું આવું છું. આ નિયમ છે. હું આવું જ એક વાર છું. બાપ એક છે, અવતાર પણ એક છે. એક જ વાર આવીને બધાંને પવિત્ર રાજયોગી બનાવું છું. તમારો રાજયોગ છે, સંન્યાસીઓ નો છે હઠયોગ, રાજ્યોગ શિખવાડી ન શકે. આ હઠયોગીઓ નો પણ એક ધર્મ છે ભારત ને થમાવવા માટે. પવિત્રતા તો જોઈએ ને. ભારત ૧૦૦ ટકા પાવન હતું, હમણાં પતિત છે, ત્યારે કહે છે આવીને પાવન બનાવો. સતયુગ છે પાવન જીવાત્માઓની દુનિયા. હમણાં તો ગૃહસ્થ ધર્મ પતિત છે. સતયુગ માં ગૃહસ્થ ધર્મ પાવન હતો. હવે ફરીથી એ જ પાવન ગૃહસ્થ ધર્મ ની સ્થાપના થઈ રહી છે. એક બાપ જ સર્વ નાં મુક્તિ, જીવનમુક્તિ દાતા છે. મનુષ્ય, મનુષ્ય ને મુક્તિ, જીવનમુક્તિ આપી ન શકે.

તમે છો જ્ઞાન સાગર બાપ નાં બાળકો. આપ બ્રાહ્મણ સાચ્ચી-સાચ્ચી યાત્રા કરાવશો. બાકી બધી છે ખોટી યાત્રા કરાવવા વાળા. તમે છો ડબલ અહિંસક. કોઈ હિંસા નથી કરતાં - નથી લડતાં, ન કામ કટારી ચલાવો છો. કામ પર જીત મેળવામાં મહેનત લાગે છે. વિકારો ને જીતવાનાં છે, તમે બ્રહ્માકુમાર-કુમારીઓ શિવબાબા થી વારસો લો છો, તમે પરસ્પર ભાઈ-બહેન થયાં. આપણે હમણાં નિરાકાર ભગવાન નાં બાળકો પરસ્પર ભાઈ-ભાઈ છીએ પછી બ્રહ્મા બાબા નાં બાળકો છો - તો જરુર નિર્વિકારી બનવું જોઈએ ને અર્થાત્ વિશ્વની બાદશાહી તમને મળે છે. આ છે અનેક જન્મો નાં અંત નો જન્મ. કમળફૂલ સમાન પવિત્ર બનો, ત્યારે ઊંચ પદ મળે છે. હમણાં બાપ દ્વારા તમે બહુજ સમજદાર બનો છો. સૃષ્ટિ નું જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. તમે થઈ ગયાં સ્વદર્શન ચક્રધારી. સ્વ આત્મા ને દર્શન થાય છે અર્થાત્ જ્ઞાન મળે છે પરમપિતા પરમાત્મા થી, જેમને જ નોલેજફુલ (જ્ઞાન નાં સાગર) કહે છે. મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે, ચૈતન્ય છે. હમણાં આવ્યાં છે જ્ઞાન આપવાં. એક જ બીજ છે, આ પણ જાણે છે. બીજ થી ઝાડ કેવી રીતે નીકળે છે, આ ઉલ્ટું વૃક્ષ છે. બીજ ઉપર છે. પહેલાં-પહેલાં નીકળે છે દૈવી ઝાડ, પછી ઈસ્લામી, બૌદ્ધી. વૃદ્ધિ થતી જાય છે. આ જ્ઞાન હમણાં તમને મળે છે બીજું કોઈ પણ આપી ન શકે. તમે જે સાંભળો છો, તે તમારી જ બુદ્ધિ માં રહે. સતયુગ વગેરે માં તો શાસ્ત્ર હોતાં જ નથી. કેટલી સહજ ૫ હજાર વર્ષ ની કહાની (કથા) છે ને. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સમય ઓછો છે, બહુજ ગયું થોડું રહ્યું એટલે જેટલાં પણ શ્વાસ બચ્યો છે - બાપ ની યાદ માં સફળ કરવાનું છે. જૂનાં પાપનાં હિસાબ-કિતાબ ને ચૂક્તું કરવાનાં છે.

2. શાંતિ સ્વધર્મ માં સ્થિત થવા માટે પવિત્ર જરુર બનવાનું છે. જ્યાં પવિત્રતા છે ત્યાં શાંતિ છે. મારો સ્વધર્મ જ શાંતિ છે, હું શાંતિ નાં સાગર બાપ ની સંતાન છું આ અનુભવ કરવાનો છે.

વરદાન :-
નિર્માણતા ની વિશેષતા દ્વારા સહજ સફળતા પ્રાપ્ત કરવા વાળા સર્વ નાં માનનીય ભવ

સર્વ દ્વારા માન પ્રાપ્ત કરવાનું સહજ સાધન છે - નિર્માન બનવું. જે આત્માઓ સ્વયં ને સદા નિર્માણચિત્ત ની વિશેષતા થી ચલાવે છે તે સહજ સફળતા મેળવે છે. નિર્માન બનવું જ સ્વમાન છે. નિર્માન બનવું ઝૂકવું (નમવું) નથી પરંતુ સર્વ ને પોતાની વિશેષતા અને પ્રેમ થી ઝુકાવવા (નમાવવા) છે. વર્તમાન સમય પ્રમાણે સદા અને સહજ સફળતા પ્રાપ્ત કરવાનો આ જ મૂળ આધાર છે. દરેક કર્મ, સંબંધ અને સંપર્ક માં નિર્માન બનવા વાળા જ વિજયી-રતન બને છે.

સ્લોગન :-
જ્ઞાન ની શક્તિ ધારણ કરી લો તો વિઘ્ન વાર કરવાનાં બદલે હાર ખાઈ લેશે.