02-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સત્ય બાપ તમને બધું સત્ય સંભળાવે છે , આવાં સાચાં બાપ સાથે સદા સાચાં રહેવાનું છે , અંદર માં કાંઈ પણ ખોટું કપટ નથી રાખવાનું

પ્રશ્ન :-
સંગમ પર આપ બાળકો કયાં કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ) ને સારી રીતે જાણો છો?

ઉત્તર :-
બ્રાહ્મણ શું કરે અને શુદ્ર શું કરે, જ્ઞાનમાર્ગ શું છે અને ભક્તિમાર્ગ શું છે એ શરીરધારી સેના માટે યુદ્ધ નું મેદાન કયું છે અને આપણું યુદ્ધ નું મેદાન કયું છે - આ બધો કોન્ટ્રાસ્ટ આપ બાળકો જ જાણો છો. સતયુગ અથવા કળિયુગ માં આ કોન્ટ્રાસ્ટ ને કોઈ નથી જાણતું.

ગીત:-
માતા ઓ માતા..

ઓમ શાંતિ!
આ છે ભારત માતાઓની મહિમા. જેમ પરમપિતા પરમાત્મા શિવ ની મહિમા છે. ફક્ત એક માતા ની મહિમા તો ચાલી ન શકે. એક તો કાંઈ કરી ન શકે. જરુર સેના જોઈએ. સેના વગર કામ કેવી રીતે ચાલે. શિવબાબા છે એક. એ એક ન હોય તો માતાઓ પણ ન હોય. ન બાળકો હોય, ન બ્રહ્માકુમાર અને કુમારીઓ હોય. મેજોરીટી (અધિકાંશ) માતાઓની છે, એટલે માતાઓ ને જ મહિમા અપાઈ છે. ભારત માતાઓ જે શિવ શક્તિ ગુપ્ત સેના છે અને અહિંસક છે. કોઈ પણ પ્રકાર ની હિંસા નથી કરતી. હિંસા બે પ્રકારની હોય છે. એક છે કામ કટારી ચલાવવી, બીજી છે ગોળી વગેરે ચલાવવી, ક્રોધ કરવો, મારવું વગેરે. આ સમયે જે પણ શારીરિક સેનાઓ છે, તે બંને હિંસા કરે છે. આજકાલ બંદૂક વગેરે ચલાવવાનું માતાઓને પણ શિખવાડે છે. તે છે શરીરધારી સેનાની માતાઓ અને આ છે રુહાની સેનાની દૈવી સંપ્રદાય વાળી માતાઓ. તેઓ કેટલી ડ્રિલ વગેરે શિખે છે. તમે કદાચ ક્યારેય મેદાન માં ગયાં પણ નહીં હોવ. તેઓ ખૂબજ મહેનત કરે છે. કામ વિકાર માં પણ જાય છે, એવાં કોઈ મુશ્કેલ હશે જે લગ્ન નહીં કરતાં હોય. એ મીલેટરી માં પણ ખૂબ શિખતા રહે છે. નાનાં-નાનાં બાળકોને પણ શિખવાડે છે. તે પણ સેના છે, આ પણ સેના છે. સેના નો તો ગીતા માં સારો એવો વિસ્તાર લખેલો છે. પરતું પ્રેક્ટિકલ (હકીકત) માં શું છે - આ તો તમે જ જાણો છો કે આપણે કેટલાં ગુપ્ત છીએ. શિવ શક્તિ સેના શું કરે છે? વિશ્વ નાં માલિક કેવી રીતે બને છે? આને કહેવાય છે યુદ્ધ સ્થળ. તમારું યુદ્ધ નું મેદાન પણ ગુપ્ત છે. મેદાન આ માંડવા (કર્મક્ષેત્ર) ને કહેવાય છે. પહેલાં માતાઓ યુદ્ધ નાં મેદાન માં નહોતી જતી. હવે અહીં થી પૂરી ભેંટ (સરખામણી) થાય છે. બંને સેનાઓમાં માતાઓ છે. એમાં (શરીરધારી સેના માં) મેજોરીટી પુરુષોની છે, અહીં મેજોરીટી માતાઓની છે. કોન્ટ્રાસ્ટ છે ને. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ નો. આ લાસ્ટ (અંતિમ) કોન્ટ્રાસ્ટ છે. સતયુગ માં કોન્ટ્રાસ્ટ ની વાત જ નથી હોતી. બાબા આવીને કોન્ટ્રાસ્ટ બતાવે છે. બ્રાહ્મણ શું કરે અને શૂદ્ર શું કરે છે? બંનેવ અહીં યુદ્ધ નાં મેદાનમાં છે. સતયુગ તથા કળિયુગ ની વાત નથી. આ છે સંગમયુગ ની વાત. તમે પાંડવ સંગમયુગી છો. કૌરવ છે કળિયુગી. એમણે કળિયુગ નો સમય બહુ લાંબો કરી દીધો છે. આ કારણે સંગમ ની એમને ખબર જ નથી. ધીરે-ધીરે આ જ્ઞાન પણ તમારા દ્વારા સમજશે. તો એક માતા ની મહિમા નથી. આ છે શક્તિ સેના. ઊંચા માં ઊંચા એક ભગવાન છે અને તમે હૂબહૂ કલ્પ પહેલા વાળી સેના છો. આ ભારત ને દૈવી રાજસ્થાન બનાવવું, આ તમારું જ કામ છે.

તમે જાણો છો પહેલાં આપણે સૂર્યવંશી હતાં પછી ચંદ્રવંશી, વેશ્યવંશી બન્યાં. પરંતુ મહિમા સૂર્યવંશી ની જ કરશે. આપણે પુરુષાર્થ જ એવો કરી રહ્યાં છીએ જે આપણે પહેલાં સૂર્યવંશી અર્થાત્ સ્વર્ગ માં આવીએ. સતયુગ ને સ્વર્ગ કહેવાય છે. ત્રેતા ને હકીકત માં સ્વર્ગ નથી કહેવાતું. કહે પણ છે ફલાણા સ્વર્ગ પધાર્યા. એવું તો નથી કહેતાં ફલાણા ત્રેતા માં રામ-સીતા નાં રાજ્ય માં ગયાં. ભારતવાસી જાણે છે કે વૈકુંઠ માં શ્રીકૃષ્ણ નું રાજ્ય હતું. પરંતુ શ્રીકૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયાં છે. મનુષ્યો ને સત્ય ની ખબર જ નથી. સત્ય બતાવવા વાળા સદ્દગુરુ કોઈ એમને મળ્યાં જ નથી, તમને મળ્યાં છે. એ બધું સાચ્ચું બતાવે છે અને સાચાં બનાવે છે. બાળકોને કહે છે, બાળકો તમે ક્યારેય પણ ખોટું કપટ નહીં કરતાં. તમારું કાંઈ પણ છૂપું નહીં રહે, જે જેવું કર્મ કરે છે, એવું પામે છે. બાપ સારા કર્મ શિખવાડે છે. ઈશ્વર ની પાસે કોઈનાં વિકર્મ છૂપાઈ નથી શકતાં. કર્મભોગ પણ ખૂબજ કડા (ભારે) હોય છે. ભલે તમારો આ અંતિમ જન્મ છે તો પણ સજા તો ખાવી પડશે કારણ કે અનેક જન્મો નો હિસાબ-કિતાબ ચૂક્તું થવાનો છે. બાબાએ સમજાવ્યું છે કાશી કલવટ ખાય છે કે જ્યાં સુધી પ્રાણ નીકળે, ત્યાં સુધી ભોગના ભોગવવી પડે છે. ખૂબજ કષ્ટ સહન કરવા પડે છે. એક તો કર્મભોગ બીમારી વગેરે નાં બીજી પછી વિકર્મો ની સજા. એ સમયે કાંઈ બોલી નથી શકતાં, ચિલ્લાવતા (ચીસો પાડતા) રહે છે. ત્રાહિ-ત્રાહિ કરે છે. પાપ આત્માઓને અહીં પણ સજા ત્યાં પણ સજા મળે છે. સતયુગ માં પાપ હોતાં જ નથી. ન કોર્ટ, ન મેજિસ્ટ્રેટ (ન્યાયાધીશ) હોય છે, ન ગર્ભ જેલ ની સજા હોય છે. ત્યાં ગર્ભ મહેલ હોય છે. દેખાડે પણ છે પીપળા નાં પાન પર કૃષ્ણ અંગૂઠો ચૂસતા આવ્યાં. તે ગર્ભ મહેલ ની વાત છે. સતયુગ માં બાળકો ખૂબ આરામ થી જન્મે છે. આદિ-મધ્ય-અંત સુખ જ સુખ છે. આ દુનિયા માં આદિ-મધ્ય-અંત દુઃખ જ દુઃખ છે. હમણાં તમે સુખ ની દુનિયામાં જવા માટે ભણી રહ્યાં છો. આ ગુપ્ત સેના વૃદ્ધિ પામતી રહેશે. જેટલો જે અનેકોને રસ્તો બતાવશે, તે ઊંચ પદ પામશે. મહેનત કરવાની છે યાદ ની. બેહદ નો વારસો જે મળ્યો હતો તે હવે ગુમાવ્યો છે. હમણાં ફરીથી મેળવી રહ્યાં છો. લૌકિક બાપ પારલૌકિક બાપ બંને ને યાદ કરે છે. સતયુગ માં એક લૌકિક ને યાદ કરે છે, પારલૌકિક ને યાદ કરવાની જરુર જ નથી. ત્યાં સુખ જ સુખ છે. આ જ્ઞાન પણ ભારતવાસીઓ માટે છે, બીજાં ધર્મ વાળા માટે નથી. પરંતુ જે બીજાં ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયાં છે તેઓ નીકળી આવશે. આવીને યોગ શિખશે. યોગ પર સમજાવવા માટે તમને નિમંત્રણ મળે છે તો તૈયારી કરવી જોઈએ. સમજાવવાનું છે શું તમે ભારત નો પ્રાચીન યોગ ભૂલી ગયાં છો? ભગવાન કહે છે મનમનાભવ. પરમપિતા પરમાત્મા કહે છે નિરાકારી બાળકોને કે મને યાદ કરો તો તમે મારી પાસે આવશો. આપ આત્મા આ કર્મેન્દ્રિયો થી સાંભળો છો. હું આત્મા આ કર્મેન્દ્રિયોનાં આધાર થી સંભળાવું છું. હું બધાંનો બાપ છું. મારી મહિમા બધાં ગાય છે સર્વશક્તિમાન જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર વગેરે વગેરે. આ પણ ટોપિક (વિષય) સારો છે. શિવ પરમાત્મા ની મહિમા અને કૃષ્ણ ની મહિમા બતાવો. હવે જજ (નિર્ણય) કરો કે ગીતા નાં ભગવાન કોણ? આ જબરજસ્ત ટોપિક છે. આનાં પર તમારે સમજાવવાનું છે. બોલો, અમે વધારે સમય નહીં લઈએ. એક મિનિટ આપે તો પણ ઠીક છે. ભગવાનુવાચ મનમનાભવ, મામેકમ્ યાદ કરો તો સ્વર્ગ નો વારસો મળશે. આ કોણે કહ્યું? નિરાકાર પરમાત્માએ બ્રહ્મા તન દ્વારા બ્રાહ્મણ બાળકોને કહ્યું, આને જ પાંડવ સેના પણ કહે છે. રુહાની યાત્રા પર લઈ જવાં માટે તમે પંડા છો. બાબા નિબંધ આપે છે. એને પછી કેવી રીતે રિફાઇન (સ્પષ્ટ) કરી સમજાવીએ, તે બાળકોએ ખ્યાલ કરવાનો છે. બાપ ને યાદ કરવાથી જ મુક્તિ-જીવનમુક્તિ નો વારસો મળશે. અમે બ્રહ્માકુમાર અને કુમારીઓ છીએ. હકીકત માં તમે પણ છો પરંતુ તમે બાપને ઓળખ્યાં નથી. આપ બાળકો હમણાં પરમપિતા પરમાત્મા દ્વારા દેવતા બની રહ્યાં છો. ભારતમાં જ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. નાનાં-નાનાં બાળકો બુલંદ અવાજ થી મોટી-મોટી સભા માં સમજાવે તો કેટલો પ્રભાવ પડશે. સમજશે જ્ઞાન તો આમનામાં છે. ભગવાન નો રસ્તો એ બતાવે છે. નિરાકાર પરમાત્મા જ કહે છે હે આત્માઓ મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ગંગા સ્નાન, તીર્થ વગેરે જન્મ-જન્માંતર કરતાં-કરતાં પતિત જ બનતાં આવ્યાં. ભારતની ચઢતી કળા, ઉતરતી કળા છે. બાપ રાજ્યોગ શિખવાડીને ચઢતી કળા અર્થાત્ સ્વર્ગ નાં માલિક બનાવે છે પછી માયા રાવણ નર્ક નાં માલિક બનાવે છે તો ઉતરતી કળા કહેવાશે ને. જન્મ પછી જન્મ થોડી-થોડી ઉતરતી કળા થતી જાય છે. જ્ઞાન છે ચઢતી કળા. ભક્તિ છે ઉતરતી કળા. કહે પણ છે ભક્તિ પછી ભગવાન મળશે. તો ભગવાન જ જ્ઞાન આપશે ને. એ જ જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન અંજન સદ્દગુરુ દિયા, અજ્ઞાન અંધેર વિનાશ. સદ્દગુરુ તો એક પરમપિતા પરમાત્મા જ છે. મહિમા સદ્દગુરુ ની છે નહીં કે ગુરુ ની. ગુરુ લોકો તો અનેક છે. સદ્દગુરુ તો એક છે. એ જ સદ્દગતિ દાતા પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા) છે. હમણાં આપ બાળકો ભગવાનુવાચ સાંભળો છો. મામેકમ્ યાદ કરવાથી આપ આત્માઓ, શાંતિધામ ચાલ્યાં જશો. તે છે શાંતિધામ, એ છે સુખધામ અને આ છે દુઃખધામ. શું આટલું પણ નથી સમજતાં! બાપ જ આવીને પતિત દુનિયાને પાવન બનાવે છે.

તમે જાણો છો બેહદ નું સુખ આપવા વાળા બેહદ નાં બાપ જ છે. બેહદ નું દુઃખ રાવણ આપે છે. તે છે મોટો દુશ્મન. આ પણ કોઈને ખબર નથી કે રાવણ રાજ્ય ને પતિત રાજ્ય કેમ કહેવાય છે. હવે બાપે બધું રહસ્ય આપણને સમજાવ્યું છે. દરેકમાં આ ૫-૫ વિકાર પ્રવેશ છે, તેથી ૧૦ માથા વાળો રાવણ બનાવે છે. આ વાત વિદ્વાન, પંડીત નથી જાણતાં. હવે બાપે સમજાવ્યું છે રામરાજ્ય ક્યારથી અને ક્યાં સુધી ચાલે છે. એ બેહદ ની હિસ્ટ્રી-જોગ્રફિ સમજાવે છે. રાવણ છે બેહદ નો દુશ્મન ભારત નો. એણે કેટલી દુર્ગતિ કરી છે. ભારત જ હેવન (સ્વર્ગ) હતું જે ભૂલી ગયાં છે.

હવે આપ બાળકોને બાપની શ્રીમત મળે છે બાળકો બાપને યાદ કરો. અલ્ફ અને બે. પરમપિતા પરમાત્મા સ્વર્ગ ની સ્થાપના કરે છે. રાવણ પછી નર્ક સ્થાપન કરે છે. તમારે તો સ્વર્ગ સ્થાપન કરવા વાળા બાપ ને યાદ કરવાનાં છે. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, લગ્ન વગેરે માં જાઓ. જ્યારે સમય મળે તો બાપ ને યાદ કરો. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા જેની સાથે તમારી સગાઈ થઈ છે, એને યાદ કરવાનાં છે. જ્યાં સુધી એમનાં ઘરે જાઓ ત્યાં સુધી ભલે તમે બધાં કર્તવ્ય કરતાં રહો, પરતું બુદ્ધિ થી બાપને ભૂલો નહીં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સજાઓથી છૂટવા માટે પોતાનો બધો હિસાબ-કિતાબ ચૂક્તું કરવાનો છે. સાચાં બાપ થી કાંઈ પણ છૂપાવવાનું નથી. ખોટાં કપટ નો ત્યાગ કરવાનો છે. યાદ ની યાત્રા માં રહેવાનું છે.

2. જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે એમ બધાં પર ઉપકાર કરવાનો છે. બધાંને બાપ નો સત્ય પરિચય આપવાનો છે.

વરદાન :-
ઈશ્વરીય સંસ્કારો ને કાર્ય માં લગાવીને સફળ કરવા વાળા સફળતા મૂર્ત ભવ

જે બાળકો પોતાનાં ઈશ્વરીય સંસ્કારો ને કાર્યમાં લગાવે છે એમનાં વ્યર્થ સંકલ્પ સ્વતઃ ખતમ થઈ જાય છે. સફળ કરવું એટલે બચાવવું અથવા વધારવું. એવું નહીં જૂનાં સંસ્કાર નો જ ઉપયોગ કરતાં રહો અને ઈશ્વરીય સંસ્કારો ને બુદ્ધિ નાં લોકર (તિજોરી) માં રાખી દો, જેવી રીતે ઘણાં ની આદત હોય છે સારી વસ્તુ અથવા પૈસા બેંક અથવા કબાટ માં રાખવાની, જૂની વસ્તુઓ થી પ્રેમ હોય છે, તેનો જ ઉપયોગ કરતાં રહે છે. અહીં એવું નહીં કરતાં, અહીંયા તો મન્સા થી, વાણી થી, શક્તિશાળી વૃત્તિ થી પોતાનું બધુંજ સફળ કરો તો સફળતામૂર્ત બની જશો.

સ્લોગન :-
બાપ અને હું આ છત્રછાયા સાથે છે તો કોઈ પણ વિધ્ન રહી નથી શકતું.

બધાં બ્રાહ્મણ બાળકો પ્રતિ વિશેષ ધ્યાન - પરમાત્મ મહાવાક્ય

એક બળ એક ભરોસો અર્થાત્ સદા નિશ્ચય હોય કે જે સાકાર ની મુરલી છે, તે જ મુરલી છે, જે મધુબન થી શ્રીમત મળે છે તે જ શ્રીમત છે, બાપ સિવાય મધુબન નાં બીજે ક્યાંય મળી નથી શકતાં. સદા એક બાપનાં ભણતર માં નિશ્ચય હોય. મધુબન થી જે ભણતર ભણાવવામાં આવે છે તે જ ભણતર છે, બીજું કોઈ ભણતર નથી. જો ક્યાંય ભોગ વગેરે નાં સમયે સંદેશી દ્વારા બાબા નો પાર્ટ ચાલે છે તો આ બિલકુલ ખોટું છે, આ પણ માયા છે, આને એક બળ એક ભરોસો ન કહેવાય. મધુબન થી જે મુરલી આવે છે તેનાં પર ધ્યાન આપો નહીં તો બીજાં રસ્તા પર ચાલ્યાં જશો. મધુબન માં જ બાબા ની મુરલી ચાલે છે, મધુબન માં જ બાબા આવે છે એટલે દરેક બાળક સાવધાની રાખે, નહીં તો માયા દગો આપી દેશે.