02-07-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમારે હમણાં ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે અહીંયા જ ભણતર ભણવાનું છે , કાંટા થી સુગંધિત ફૂલ બનવાનું છે , દૈવીગુણ ધારણ કરવાના અને કરાવવાના છે

પ્રશ્ન :-
કયા બાળકોની બુદ્ધિનું તાળું નંબરવાર ખુલતું જાય છે?

ઉત્તર :-
જે શ્રીમત પર ચાલતાં રહે છે. પતિત-પાવન બાપની યાદ માં રહે છે. ભણતર ભણાવવા વાળાની સાથે જેમનો યોગ છે તેમની બુદ્ધિનું તાળું ખુલતું જાય છે. બાબા કહે-બાળકો, અભ્યાસ કરો અમે આત્મા ભાઈ-ભાઈ છીએ, અમે બાપથી સાંભળીએ છીએ. દેહી-અભિમાની થઈને સાંભળો અને સંભળાવો તો તાળું ખુલતું જશે.

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે જ્યારે અહીંયા બેસો છો તો એવું પણ નથી કે ફક્ત શિવબાબા ની યાદ માં રહેવાનું છે. તે થઈ જશે ફક્ત શાંતિ પછી સુખ પણ જોઈએ. તમારે શાંતિ માં રહેવાનું છે અને સ્વદર્શન ચક્રધારી બની રાજાઈ ને પણ યાદ કરવાની છે. તમે પુરુષાર્થ કરો જ છો નર થી નારાયણ અથવા મનુષ્ય થી દેવતા બનવાનાં માટે. અહીંયા ભલે કેટલાં પણ કોઈનામાં દૈવીગુણ હોય તો પણ તેમને દેવતા નહીં કહેશું. દેવતાઓ હોય છે જ સ્વર્ગમાં. દુનિયામાં મનુષ્યોને સ્વર્ગની ખબર જ નથી. આપ બાળકો જાણો છો નવી દુનિયા ને સ્વર્ગ, જૂની દુનિયાને નર્ક કહેવાય છે. આ પણ ભારતવાસી જ જાણે છે. જે દેવતાઓ સતયુગમાં રાજ્ય કરતા હતાં તેમના ચિત્ર પણ ભારતમાં જ છે. આ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં. પછી ભલે તેમનાં ચિત્ર બહાર લઈ જાય છે, પૂજાનાં માટે. બહાર ક્યાંય પણ જાય છે તો જઈને ત્યાં મંદિર બનાવે છે. દરેક ધર્મ વાળા ક્યાંય પણ જાય છે તો પોતાનાં ચિત્રોની જ પૂજા કરે છે. જે-જે ગામ પર વિજય પામે છે ત્યાં ચર્ચ વગેરે જઈને બનાવે છે. દરેક ધર્મ નાં ચિત્ર પોત-પોતાનાં છે પૂજાનાં માટે. પહેલાં તમે પણ નહોતા જાણતા કે આપણે જ દેવી-દેવતા હતાં. પોતાને અલગ સમજીને તેમની પૂજા કરતા હતાં. બીજા ધર્મવાળા પૂજા કરે છે તો જાણે છે કે અમારા ધર્મ સ્થાપક ક્રાઈસ્ટ છે, અમે ક્રિશ્ચિયન છીએ અથવા બૌદ્ધી છીએ. આ હિંદુ લોકો પોતાનાં ધર્મને ન જાણવાનાં કારણે પોતાને હિંદુ કહી દે છે અને પૂજે છે દેવતાઓને. એ પણ નથી સમજતા કે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મના છીએ. અમે પોતાનાં મોટાઓને પૂજીએ છીએ. ક્રિશ્ચિયન એક ક્રાઈસ્ટ ને પૂજે છે. ભારતવાસીઓને આ ખબર નથી કે આપણો ધર્મ કયો છે? એ કોણે અને ક્યારે સ્થાપન કર્યો હતો? બાપ કહે છે આ ભારતનો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ્યારે પ્રાયઃલોપ થઈ જાય છે ત્યારે હું આવું છું ફરીથી સ્થાપના કરવાં. આ જ્ઞાન હમણાં આપ બાળકોની બુદ્ધિ માં છે. પહેલાં કાંઈ પણ નહોતા જાણતાં. વગર સમજે ભક્તિ માર્ગમાં ચિત્રોની પૂજા કરતાં રહેતા હતાં. હવે તમે જાણો છો આપણે ભક્તિમાર્ગ માં નથી. હમણાં આપ બ્રાહ્મણ કુલભૂષણ અને શુદ્ર કુળવાળા માં રાત-દિવસનો ફરક છે. આ પણ આ સમયે તમે સમજો છો. સતયુગમાં નહીં સમજશો. આ સમયે જ તમને સમજ મળે છે. બાપ આત્માઓને સમજ આપે છે. જૂની દુનિયા અને નવી દુનિયા ની આપ બ્રાહ્મણો ને જ ખબર છે. જૂની દુનિયામાં અસંખ્ય મનુષ્ય છે. અહીંયા તો મનુષ્ય કેટલાં લડે-ઝઘડે છે. આ છે જ કાંટાઓ નું જંગલ. તમે જાણો છો આપણે પણ કાંટા હતાં. હમણાં બાબા આપણને ફૂલ બનાવી રહ્યાં છે. કાંટા આ સુગંધિત ફૂલો ને નમન કરે છે. આ રહસ્ય હમણાં તમે જાણ્યું છે. આપણે જ જે દેવતા હતાં જે ફરી આવીને હવે સુગંધિત ફૂલ (બ્રાહ્મણ) બન્યાં છે. બાપ એ સમજાવ્યું છે આ ડ્રામા છે. પહેલાં આ ડ્રામા, બાઈસ્કોપ વગેરે નહોતું. આ પણ હમણાં બન્યાં છે. કેમ બન્યાં છે? કારણ કે બાપને દૃષ્ટાંત આપવામાં સહજ થાય. બાળકો પણ સમજી શકે છે. આ સાયન્સ (વિજ્ઞાન) પણ તો આપ બાળકોને શીખવાનું છે ને. બુદ્ધિ માં આ બધાં સાયન્સ નાં સંસ્કારો લઈ જઈશું પછી ત્યાં કામમાં આવશે. દુનિયા કોઈ એકદમ તો ખતમ નથી થઈ જતી. સંસ્કાર લઈ જઈને પછી જન્મ લે છે. વિમાન વગેરે પણ બનાવે છે. જે-જે કામની વસ્તુ ત્યાંના લાયક છે તે બને છે. સ્ટીમર બનાવવા વાળા પણ હોય છે પરંતુ સ્ટીમર તો ત્યાં કામમાં નહીં આવશે. ભલે કોઈ જ્ઞાન લે અથવા ન લે પરંતુ તેમનાં સંસ્કાર કામમાં નહીં આવશે. ત્યાં સ્ટીમર્સ વગેરેની દરકાર જ નથી. ડ્રામા માં છે નહીં. હા વિમાનો ની, વીજળી વગેરે ની જરુર પડશે. તેઓ ઇન્વેન્શન (સંશોધન) નીકાળતા રહે છે. ત્યાંથી બાળકો શીખી ને આવે છે. આ બધી વાતો આપ બાળકોની બુદ્ધિમાં જ છે.

તમે જાણો છો આપણે ભણીએ જ છીએ નવી દુનિયાનાં માટે. બાબા આપણને ભવિષ્ય ૨૧ જન્મોનાં માટે ભણાવે છે. આપણે સ્વર્ગવાસી બનવાનાં માટે પવિત્ર બની રહ્યાં છીએ. પહેલાં નર્કવાસી હતાં. મનુષ્ય કહે પણ છે ફલાણા સ્વર્ગવાસી થયાં. પરંતુ અમે નરકમાં છીએ એ નથી સમજતાં. બુદ્ધિ નું તાળું નથી ખુલતું. આપ બાળકોનું હવે ધીરે-ધીરે તાળું ખુલતું જાય છે, નંબરવાર. તાળું એમનું ખુલશે જે શ્રીમત પર ચાલવા લાગી જશે અને પતિત-પાવન બાપ ને યાદ કરશે. બાપ જ્ઞાન પણ આપે છે અને યાદ પણ શીખવાડે છે. શિક્ષક છે ને. તો શિક્ષક જરુર ભણાવશે. જેટલો શિક્ષક અને ભણતર થી યોગ હશે એટલું ઉચ્ચ પદ પામશે. તે ભણતરમાં તો યોગ રહે જ છે. જાણે છે બેરિસ્ટર ભણાવે છે. અહીંયા બાપ ભણાવે છે. આ પણ ભૂલી જાય છે કારણ કે નવી વાત છે ને. દેહને યાદ કરવું તો ખુબ સહજ છે. ઘડી-ઘડી દેહ યાદ આવી જાય છે. અમે આત્મા છીએ આ ભૂલી જાય છે. આપણને આત્માઓને બાપ સમજાવે છે. આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ. બાપ તો જાણે છે હું પરમાત્મા છું, આત્માઓને શીખવાડે છે કે પોતાને આત્મા સમજો અને આત્માઓને બેસીને શીખવાડો. આ આત્મા કાનો થી સાંભળે છે, સંભળાવવા વાળા છે પરમપિતા પરમાત્મા. એમને સુપ્રીમ આત્મા કહેશું. તમે જ્યારે કોઈ ને સમજાવો છો તો આ બુદ્ધિ માં આવવું જોઈએ કે અમારી આત્મા માં જ્ઞાન છે, આત્માને આ સંભળાવું છું. અમે બાબા થી જે સાંભળ્યું છે તે આત્માઓને સંભળાવું છું. આ છે બિલકુલ નવી વાત. તમે બીજાને જ્યારે ભણાવો છો તો દેહી-અભિમાની થઈને નથી ભણાવતાં, ભૂલી જાઓ છો. મંજિલ છે ને. બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ-હું આત્મા અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયો દ્વારા પાર્ટ ભજવી રહી છું. તમે આત્માઓ શુદ્ર કુળમાં હતી, હમણાં બ્રાહ્મણ કુળમાં છો. પછી દેવતા કુળમાં જઈશું. ત્યાં શરીર પણ પવિત્ર મળશે. આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ. બાપ બાળકોને ભણાવે છે. બાળકો પછી કહેશે અમે ભાઈ-ભાઈ છીએ, ભાઈ ને ભણાવીએ છીએ. આત્માને જ સમજાવીએ છે. આત્મા શરીર દ્વારા સાંભળે છે. આ ખુબ સુક્ષ્મ વાતો છે. સ્મૃતિમાં નથી આવતી. અડધોકલ્પ તમે દેહ-અભિમાન માં રહ્યાં. આ સમયે તમારે દેહી-અભિમાની થઇને રહેવાનું છે. પોતાને આત્મા નિશ્ચય કરવાનો છે, આત્મા નિશ્ચય કરીને બેસો. આત્મા નિશ્ચય કરી સાંભળો. પરમપિતા પરમાત્મા જ સંભળાવે છે ત્યારે તો કહે છે ને-આત્મા પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ..ત્યાં તો નથી ભણાવતો. અહીંયા જ આવીને ભણાવું છું. બીજી બધી આત્માઓને પોત-પોતાનું શરીર છે. આ બાપ તો છે સુપ્રીમ (સર્વોચ્ચ) આત્મા. એમને શરીર છે નહીં. એમની આત્માનું જ નામ છે શિવ. જાણો છે આ શરીર મારું નથી. હું સુપ્રીમ આત્મા છું. મારી મહિમા અલગ છે. દરેક ની મહિમા પોત-પોતાની છે ને. ગાયન પણ છે ને-પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે. તે જ્ઞાન નાં સાગર, મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ છે. તે સત છે, ચૈતન્ય છે, આનંદ, સુખ-શાંતિ નાં સાગર છે. આ છે બાપ ની મહિમા. બાળકોને બાપની પ્રોપર્ટી (મિલકત) ની ખબર રહે છે-અમારા બાપ ની પાસે આ કારખાનું છે, આ મિલ છે, નશો રહે છે ને. બાળક જ તે પ્રોપર્ટીનો માલિક બને છે. આ પ્રોપર્ટી તો એક જ વખત મળે છે. બાપ ની પાસે શું પ્રોપર્ટી છે, તે સાંભળ્યું.

તમે આત્માઓ તો અમર છો. ક્યારેય મૃત્યુને નથી પામતી. પ્રેમ નાં સાગર પણ બનો છો. આ લક્ષ્મી-નારાયણ પ્રેમ નાં સાગર છે. ક્યારેય લડતાં-ઝઘડતાં નથી. અહીંયા તો કેટલા લડે-ઝઘડે છે. પ્રેમ માં વધારે જ ગોટાળા થાય છે. બાપ આવીને વિકાર બંધ કરાવે છે તો કેટલો માર પડે છે. બાપ કહે છે બાળકો પાવન બનો તો પાવન દુનિયાનાં માલિક બનશો. કામ મહાશત્રુ છે એટલે બાબાની પાસે આવે છે તો કહે છે જે વિકર્મ કર્યા છે, તે બતાવો તો હલકા થઇ જશો, આમાં પણ મુખ્ય વિકારની વાત છે. બાપ બાળકોનાં કલ્યાણ અર્થ પૂછે છે. બાપને જ કહે છે હેં પતિત-પાવન આવો કારણકે પતિત વિકારમાં જવાવાળા ને જ કહેવાય છે. આ દુનિયા પણ પતિત છે, મનુષ્ય પણ પતિત છે, ૫ તત્વ પણ પતિત છે. ત્યાં તમારા માટે તત્વ પણ પવિત્ર જોઈએ. આ આસુરી પૃથ્વી પર દેવતાઓનો પડછાયો નથી પડી શકતો. લક્ષ્મીનું આહવાન કરે છે પરંતુ અહીંયાં થોડી આવી શકે છે. આ ૫ તત્વો પણ બદલાવાં જોઈએ. સતયુગ છે નવી દુનિયા, આ છે જૂની દુનિયા. આનો ખલાસ થવાનો સમય છે. મનુષ્ય સમજે છે હમણાં ૪૦ હજાર વર્ષ પડયા છે. જ્યારે કે કલ્પ જ ૫ હજાર વર્ષનું છે તો પછી ફક્ત એક કળયુગ ૪૦ હજાર વર્ષનું કેવી રીતે થઈ શકે છે. કેટલો અજ્ઞાન અંધકાર છે. જ્ઞાન છે નહીં. ભક્તિ છે બ્રાહ્મણોની રાત. જ્ઞાન છે બ્રહ્મા અને બ્રાહ્મણોનો દિવસ. જે હવે પ્રેક્ટીકલ માં થઈ રહ્યો છે. સીડી માં ખુબ ક્લિયર (સ્પષ્ટ) દેખાડ્યુ છે. નવી દુનિયા અને જૂની દુનિયાને અડધી-અડધી કહેશું. એવું નહીં કે નવી દુનિયાને વધારે સમય, જૂની દુનિયાને થોડો સમય આપશે. ના, પૂરું અડધું-અડધું હશે. તો ક્વોટર (પા) પણ કરી શકાશે. અડધા માં ન હોય તો ક્વાર્ટર પણ ન કરી શકાય. સ્વસ્તિકા માં પણ ચાર ભાગ આપે છે. સમજે છે અમે ગણેશ કાઢીએ છીએ. હવે બાળકો સમજે છે આ જૂની દુનિયા વિનાશ થવાની છે. આપણે નવી દુનિયા માટે ભણી રહ્યાં છીએ. આપણે નર થી નારાયણ બનીએ છીએ નવી દુનિયાનાં માટે. કૃષ્ણ પણ નવી દુનિયાના છે. કૃષ્ણનું તો ગાયન થયું, એમને મહાત્મા કહે છે કારણ કે નાના બાળક છે. નાના બાળકો પ્રિય લાગે છે. મોટાને એટલો પ્રેમ નથી કરતાં જેટલો નાના ને કરે છે કારણ કે સતોપ્રધાન અવસ્થા છે. વિકારની દુર્ગંધ નથી. મોટા થવાથી વિકારોની ગંદકી થઇ જાય છે. બાળકોની ક્યારે ક્રિમિનલ આંખ (કુદૃષ્ટિ) થઈ ન શકે. આ આંખો જ દગો આપવાવાળી છે એટલે દૃષ્ટાંત આપે છે કે તેણે પોતાની આંખો કાઢી નાખી. એવી કોઈ વાત છે નહીં. એમ કોઈ આંખો કાઢતાં નથી. આ, આ સમયે બાબા જ્ઞાનની વાતો સમજાવે છે. તમને તો હમણાં જ્ઞાનની ત્રીજી આંખ મળી છે. આત્માને સ્પ્રિચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન) મળ્યું છે. આત્મા માં જ જ્ઞાન છે. બાપ કહે છે મને જ્ઞાન છે. આત્મા ને નિર્લેપ નથી કહી શકાતું. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. આત્મા અવિનાશી છે. છે કેટલી નાની. એમાં ૮૪ જન્મો નો પાર્ટ છે. એવી વાત કોઈ કહી ન શકે. તેઓ તો નિર્લેપ કહી દે છે એટલે બાપ કહે છે પહેલાં આત્માને રીયલાઈઝ (અનુભવ) કરો. કોઈ પૂછે છે જનાવર ક્યાં જશે? અરે, જનાવર ની તો વાત જ છોડો. પહેલાં આત્માને રીયલાઈઝ કરો. હું આત્મા કેવી છું, ક્યાં છું.? બાપ કહે છે જ્યારે પોતાને આત્મા જ નથી જાણતાં, મને પછી શું જાણશે. આ બધી સુક્ષ્મ વાતો આપ બાળકોની બુદ્ધિ માં છે. આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ છે. તે ભજવતાં રહે છે. કોઈ પછી કહે છે ડ્રામા માં નોંધ છે પછી અમે પુરુષાર્થ જ કેમ કરીએ! અરે, પુરુષાર્થ વગર તો પાણી પણ નથી મળી શકતું. એવું નહીં, ડ્રામા અનુસાર સ્વત: જ બધું મળશે. કર્મ તો જરુર કરવાનું જ છે. સારું કે ખોટું કર્મ હોય છે. આ બુદ્ધિથી સમજી શકાય છે. બાપ કહે છે આ રાવણ રાજ્ય છે, આમાં તમારા કર્મ વિકર્મ બની જાય છે. ત્યાં રાવણ રાજ્ય જ નથી જે વિકર્મ થાય. હું જ તમને કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ સમજાવું છું. ત્યાં તમારા કર્મ અકર્મ થઈ જાય છે, રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ થઈ જાય છે. ગીતા-પાઠી પણ ક્યારેય આ અર્થ નથી સમજાવતાં, તેઓ તો ફક્ત વાંચીને સંભળાવે છે, સંસ્કૃત માં શ્લોક સંભળાવીને પછી હિન્દીમાં અર્થ કહે છે. બાપ કહે છે કોઈ-કોઈ અક્ષર ઠીક છે. ભગવાનુવાચ છે પરંતુ ભગવાન કોને કહેવાય છે, આ કોઈને ખબર નથી. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદ બાપની પ્રોપર્ટી (મિલકત) નો હું આત્મા માલિક છું, જેમ બાપ શાંતિ, પવિત્રતા, આનંદ નાં સાગર છે, એવો હું આત્મા માસ્ટર સાગર છું, આ જ નશામાં રહેવાનું છે.

2. ડ્રામા કહી પુરુષાર્થ નથી છોડવાનો, કર્મ જરુર કરવાનાં છે. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિને સમજીને સદા શ્રેષ્ઠ કર્મ જ કરવાનાં છે.

વરદાન :-
સદા બાપ નાં અવિનાશી અને નિ : સ્વાર્થ પ્રેમ માં લવલીન રહેવા વાળા માયાપ્રૂફ ભવ

જે બાળકો સદા બાપનાં પ્રેમમાં લવલીન રહે છે એમને માયા આકર્ષિત નથી કરી શકતી. જેમ વોટરપ્રૂફ કપડા હોય છે તો પાણીનું એક ટીપું પણ નથી રહેતું. એમ જે લગન માં લવલીન રહે છે તે માયાપ્રૂફ બની જાય છે. માયા નો કોઈ પણ વાર, વાર નથી કરી શકતો કારણ કે બાપ નો પ્રેમ અવિનાશી અને નિસ્વાર્થ છે, એના જે અનુભવી બની ગયાં તે અલ્પકાળ નાં પ્રેમ માં ફસાઈ નથી શકતાં. એક બાપ બીજો હું, એના વચમાં ત્રીજું કોઈ આવી જ નથી શકતું.

સ્લોગન :-
ન્યારા-પ્યારા થઈને કર્મ કરવા વાળા જ સેકન્ડમાં ફુલસ્ટોપ લગાવી શકે છે.