02-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે પોતાની તકદીર ભવિષ્ય નવી દુનિયાનાં માટે બનાવી રહ્યાં છો , આ તમારો રાજયોગ છે જ નવી દુનિયાનાં માટે

પ્રશ્ન :-
તકદીરવાન બાળકોની મુખ્ય નિશાનીઓ શું હશે?

ઉત્તર :-
૧.તકદીરવાન બાળકો કાયદેસર શ્રીમત પર ચાલશે. કોઈ પણ કાયદા નાં વિરુદ્ધ કાર્ય કરીને પોતાને કે બાપ ને ઠગશે નહીં. ૨. તેમને ભણવાનો પૂરે-પૂરો શોખ હશે. સમજાવવાનો પણ શોખ હશે. ૩. પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) બની સ્કોલરશિપ લેવાનો પુરુષાર્થ કરશે. ૪. ક્યારેય કોઈને દુઃખ નહીં આપશે. ક્યારેય કોઈ ઉલટું કર્મ નહીં કરશે.

ગીત :-
તકદીર જગા કર આઈ હૂઁ..

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. નવાએ પણ સાંભળ્યું તો જૂનાએ પણ સાંભળ્યું, કુમારીઓએ પણ સાંભળ્યું. આ પાઠશાળા છે. પાઠશાળા માં કોઈ ને કોઈ તકદીર બનાવવા જાય છે. ત્યાં તો અનેક પ્રકારની તકદીર છે, કોઈ સર્જન બનવાની, કોઈ બેરિસ્ટર બનવાની તકદીર બનાવે છે. તકદીર ને લક્ષ-હેતુ કહેવાય છે. તકદીર બનાવ્યાં વગર પાઠશાળા માં શું ભણશે. હવે અહીંયા બાળકો જાણે છે કે આપણે પણ તકદીર બનાવીને આવ્યાં છીએ - નવી દુનિયાનાં માટે પોતાનું રાજ્ય ભાગ્ય લેવાં. આ છે નવી દુનિયાનાં માટે રાજ્યોગ. તેઓ જૂની દુનિયાનાં માટે બેરિસ્ટર, એન્જિનિયર, સર્જન વગેરે બને છે. તે બનતાં-બનતાં, હમણાં જૂની દુનિયાનો સમય બહુજ થોડો રહ્યો છે, તે તો ખતમ થઈ જશે. તે તકદીર છે આ મૃત્યુલોક નાં માટે, આ જન્મ માટે. તમારું ભણતર છે નવી દુનિયાનાં માટે. તમે નવી દુનિયાનાં માટે તકદીર બનાવીને આવ્યાં છો. નવી દુનિયામાં તમને રાજ્ય-ભાગ્ય મળશે. કોણ ભણાવે છે? બેહદ નાં બાપ, જેમનાથી જ વારસો પામવાનો છે. જેમ ડોક્ટર લોકો ને ડોક્ટરી નો વારસો મળે છે પોતાનાં ભણતર નો. સારું જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ગુરુ ની પાસે જાય છે. શું ઈચ્છે છે? કહે છે અમને શાંતિધામ જવાની શિક્ષા આપો, અમને સદ્દગતિ આપો. અહીંયાથી નીકાળી શાંતિધામ માં લઈ જાઓ. બાપ થી પણ વારસો મળે છે - આ જન્મ નાં માટે. બાકી ગુરુ થી તો કાંઈ નથી મળતું. શિક્ષક થી કાંઈ ને કાંઈ વારસો મેળવે છે કારણ કે આજીવિકા તો જોઈએ ને. બાપનો વારસો હોવા છતાં પણ ભણે છે કે અમે પણ પોતાની કમાણી કરીએ. ગુરુ થી કમાણી કાંઈ થઈ નથી. હાં, કોઈ-કોઈ ગીતા વગેરે સારી રીતે વાંચીને પછી ગીતા પર ભાષણ વગેરે કરે છે. આ બધું છે અલ્પકાળ સુખ નાં માટે. હમણાં તો આ મૃત્યુલોક નો અંત છે. તમે જાણો છો આપણે નવી દુનિયાની તકદીર બનાવવા આવ્યાં છીએ. આ જૂની દુનિયા ખતમ થઈ જવાની છે. બાપની અને પોતાની મિલકત પણ બધું ભસ્મ થઈ જશે. હાથ છતાં પણ ખાલી જશે. હમણાં તો કમાણી જોઈએ નવી દુનિયાનાં માટે. જૂની દુનિયાનાં મનુષ્ય તો તે કરી ન શકે. નવી દુનિયાની કમાણી કરાવવા વાળા છે જ શિવબાબા. અહીંયા તમે નવી દુનિયાનાં માટે તકદીર બનાવવા આવ્યાં છો. એ બાપ જ તમારા બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. અને એ આવે જ છે સંગમ પર, ભવિષ્ય માટે કમાણી શીખવાડવાં. હવે આ જૂની દુનિયામાં તો થોડાં દિવસ છે. આ દુનિયાનાં મનુષ્ય નથી જાણતાં. આપ બાળકો જાણો છો નવી દુનિયા માટે આ આપણા બાપ શિક્ષક સદ્દગુરુ છે. બાપ આવે જ છે શાંતિધામ, સુખધામ માં લઈ જવાં. કોઈ તકદીર નથી બનાવતાં, એટલે કાંઈ પણ સમજતાં નથી. એક જ ઘર માં સ્ત્રી ભણે છે, પુરુષ નથી ભણતાં, બાળકો ભણશે મા-બાપ નહીં ભણશે. એવું થતું રહે છે. શરું માં પરિવાર નાં પરિવાર આવ્યાં. પરંતુ માયાનાં તોફાન લાગવાથી આશ્ચર્યવત સુનન્તી, કથન્તી બાપ ને છોડીને ચાલ્યાં ગયાં. ગવાયેલું પણ છે આશ્ચર્યવત સુનન્તી કથન્તી બાપ નાં બનન્તી, ભણતર ભણાવન્તી તો પણ... હાય કુદરત, ડ્રામા ની. ડ્રામા ની જ વાત થઈ ને. બાપ સ્વયં કહે છે અહો ડ્રામા, અહો માયા. કોને ફારકતી (દગો) આપી દીધી! સ્ત્રી-પુરુષ એક-બે ને ડાયવોર્સ (છૂટાછેડા) આપે છે. બાળકો બાપ ને ફારકતી આપે છે. અહીંયા તો તે નથી. અહીંયા તો ડાયવોર્સ આપી ન શકે. બાપ તો આવ્યાં છે બાળકોને સાચ્ચી કમાણી કરાવવાં. બાબા થોડી કોઈને ખાડા માં નાખશે. બાપ તો છે જ પતિત-પાવન, રહેમદિલ. બાપ આવીને દુઃખ થી મુક્ત કરે છે અને ગાઈડ (માર્ગદર્શક) બની સાથે લઈ જવા વાળા છે. એવું કોઈ લૌકિક ગુરુ નહીં કહેશે કે હું તમને સાથે લઈ જઈશ. શાસ્ત્રો માં છે ભગવાનુવાચ - કે હું તમને બધાને લઈ જઈશ. મચ્છરો સદૃશ્ય બધાં જવાનાં છે. આપ બાળકો સારી રીતે જાણો છો હમણાં આપણે જવાનું છે ઘરે. આ શરીર છોડવાનું છે. આપ મુયે મરી ગઈ દુનિયા. પોતાને ફક્ત આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. આ તો જૂનું શરીર છી-છી છે. આ દુનિયા પણ જૂની છે. જેમ જૂનાં ઘર માં બેઠાં હોય છે, નવું ઘર સામે બનતું રહે છે તો બાપ પણ સમજશે અમારા માટે, બાળકો પણ સમજશે અમારા માટે બની રહ્યું છે. બુદ્ધિ ચાલી જશે નવા ઘર તરફ. આમાં આ બનાવો, આ કરો. બુદ્ધિ એમાં જ લાગી રહેશે પછી જૂનું તોડી દે છે. મમત્વ બધું જૂનાં થી મિટાવી નવાં થી જોડાઈ જાય છે. આ છે બેહદ દુનિયાની વાત. જૂની દુનિયા થી મમત્વ મિટાવવાનું છે અને નવી દુનિયાથી લગાવવાનું છે. જાણે છે આ જૂની દુનિયા ખતમ થવાની છે. નવી દુનિયા છે સ્વર્ગ. એમાં આપણે રાજાઈ પદ પામીએ છીએ. જેટલાં યોગ માં રહેશે, જ્ઞાન ની ધારણા કરશે બીજાઓને સમજાવશે, એટલો ખુશીનો પારો ચઢશે. બહુ ભારે પરીક્ષા છે. આપણે ૨૧ જન્મ માટે વારસો પામી રહ્યાં છીએ. સાહૂકાર બનવું તો સારું છે ને. વધારે આયુષ્ય મળે તો સારું છે ને. સૃષ્ટિ ચક્ર ને જેટલું યાદ કરશો, જેટલાંને આપ સમાન બનાવશો એટલો ફાયદો છે. રાજા બનવું છે તો પ્રજા પણ બનાવવાની છે. પ્રદર્શની માં એટલાં અનેક આવે છે, તે બધાં પ્રજા બનતાં જશે કારણ કે આ અવિનાશી જ્ઞાન નો વિનાશ નથી થતો. બુદ્ધિ માં આવશે - પવિત્ર બની પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું છે. રામરાજ્ય ની સ્થાપના થઈ રહી છે, રાવણ રાજ્ય નો વિનાશ થઈ જશે. સતયુગ માં તો હશે જ દેવતાઓ.

બાબાએ સમજાવ્યું હતું - લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જે બનાવે છે, એમાં લખવું જોઈએ કે પાસ્ટ (પહેલાનાં) જન્મ માં આ તમોપ્રધાન દુનિયામાં હતાં પછી આ પુરુષાર્થ થી તમોપ્રધાન દુનિયાથી સતોપ્રધાન વિશ્વનાં માલિક બનશે. માલિક રાજા-પ્રજા બધાં હોય છે ને. પ્રજા પણ કહેશે ભારત અમારો સૌથી ઊંચો છે. બરાબર ભારત જ સૌથી ઊંચો હતો. હમણાં નથી, હતો જરુર. હમણાં તો બિલકુલ ગરીબ થઈ ગયો છે. પ્રાચીન ભારત સૌથી સાહૂકાર હતો. આપણે ભારતવાસી સૌથી ઊંચ દેવતા કુળનાં હતાં. બીજા કોઈને દેવી-દેવતા નથી કહેવાતું. હવે આપ બાળકીઓ પણ ભણો છો પછી બીજાઓને સમજાવવાનું છો ને. બાબાએ ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યું ને. કેવી રીતે પ્રદર્શની વગેરે માં તાર આપવામાં આવે, તે લખીને આવો. તમારી પાસે ચિત્ર પણ છે, તમે સિઘ્ધ કરીને બતાવી શકો છો કે એમણે આ પદ કેવી રીતે પામ્યું. હવે ફરીથી આ પદ પામી રહ્યાં છે શિવબાબા થી. એમનું ચિત્ર પણ છે. શિવ છે પરમપિતા પરમાત્મા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ ચિત્ર છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી રહ્યાં છે. વિષ્ણુપુરી સામે છે. વિષ્ણુ દ્વારા નવી દુનિયાની પાલના. વિષ્ણુ છે રાધા-કૃષ્ણ નાં બે રુપ. હવે ગીતા નાં ભગવાન કોણ થયાં? પહેલાં તો આ લખો કે ગીતા નાં ભગવાન નિરાકાર શિવ છે ન કે કૃષ્ણ. બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા કેવી રીતે બને છે. એક જ ચિત્ર પર સમજાવવામાં કેટલો સમય લાગે છે. જ્યારે બુદ્ધિ માં વાત બેસે. પહેલાં-પહેલાં તો આ સમજાવીને અને પછી લખવું જોઈએ. બાપ કહે છે-બ્રહ્મા દ્વારા તમને યોગબળ થી ૨૧ જન્મ નો અધિકાર મળે છે. શિવબાબા બ્રહ્મા દ્વારા વારસો આપી રહ્યાં છે. પહેલાં-પહેલાં એમની આત્મા સાંભળે છે. આત્મા જ ધારણ કરે છે. મૂળ વાત છે જ આ. ચિત્ર તો શિવ નું દેખાડે છે. આ છે પરમપિતા પરમાત્મા શિવ પછી પ્રજાપિતા બ્રહ્મા તો જરુર જોઈએ. અહીંયા પ્રજાપિતા બ્રહ્માનાં બ્રહ્માકુમાર-કુમારીઓ અનેકાનેક છે. જ્યાં સુધી બ્રહ્માનાં બાળકો ન બને, બ્રાહ્મણ ન બને તો શિવબાબા થી વારસો કેવી રીતે લેશે. ગર્ભ ની ઉત્પતિ તો હોઈ ન શકે. આ પણ ગવાય છે મુખ વંશાવલી. તમે કહેશો અમે પ્રજાપિતા બ્રહ્માનાં મુખ વંશાવલી છીએ. તેઓ ગુરુઓનાં શિષ્ય અથવા અનુયાયીઓ હોય છે. અહીંયા તમે એક ને જ બાપ શિક્ષક સદ્દગુરુ કહો છો. તે પણ એમને કહો છો જે નિરાકાર શિવબાબા જ્ઞાન નાં સાગર, નોલેજફુલ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપે છે. એ શિક્ષક પણ છે. નિરાકાર, આવીને સાકાર દ્વારા સંભળાવે છે. આત્મા જ બોલે છે ને. આત્મા કહે છે મારા શરીર ને હેરાન નહીં કરો. આત્મા દુઃખી થાય છે. આ સમયે છે પતિત આત્મા. પતિતો ને પાવન બનાવવા વાળા પરમપિતા પરમાત્મા છે. આત્મા બોલાવે છે હેં પતિત-પાવન, હેં ગોડ ફાધર. હવે ફાધર (પિતા) તો એક બેઠાં છે પછી પણ યાદ કોને કરે છે. આત્મા કહે છે આ અમારી આત્માનાં ફાધર છે. તે છે શરીર નાં ફાધર. સમજાવાય છે હમણાં આત્માઓનાં બાપ જે નિરાકાર છે, તે મોટાં કે શરીર નાં રચયિતા સાકાર બાપ છે, તે મોટા? સાકાર તો નિરાકાર ને યાદ કરે છે. હવે બધાને સમજણ અપાય છે, જ્યારે કે વિનાશ સામે છે. પારલૌકિક બાપ આવે જ છે અંત માં, સૌને પાછા લઈ જવાં. બાકી જે કાંઈ પણ છે તે વિનાશ થવાનું છે, આને કહેવાય જ છે મૃત્યુલોક. જ્યારે કોઈ મરે છે તો કહે છે ફલાણા પરલોક પધાર્યા, શાંતિધામ ગયાં. મનુષ્યો ને ખબર નથી કે પરલોક સતયુગ ને કહેવાય છે કે શાંતિધામ ને? સતયુગ તો અહીંયા જ હોય છે. પરલોક, શાંતિધામ ને કહેવાશે. સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ. મંદિરોમાં જઈને સમજાવવું જોઈએ. આ શિવબાબા નું યાદગાર છે, જે શિવબાબા આપણને ભણાવી રહ્યાં છે. શિવ છે હકીકત માં બિંદુ. પરતું બિંદુ ની પૂજા કેવી રીતે કરે. ફળ ફૂલ વગેરે કેવી રીતે ચઢાવાય, એટલે મોટું રુપ બનાવ્યું છે. આટલું મોટું રુપ કોઈ હોતું નથી. ગવાય પણ છે ભ્રકુટી નાં વચમાં ચમકે છે અજબ તારો. મોટી વસ્તુ હોય તો સાયન્સ (વિજ્ઞાન) વાળા ઝટ એને પકડી લે. બાબા સમજાવે છે એમને પરમપિતા પરમાત્મા નો પૂરો પરિચય મળ્યો નથી. જયારે તકદીર ખુલે, હમણાં તકદીર જ નથી ખુલી. જ્યાં સુધી બાપ ને ન જાણે, આ ન સમજે કે મારી આત્મા બિંદુ સમાન છે. શિવબાબા પણ બિંદુ છે, આપણે બિંદુ ને યાદ કરીએ છીએ. એવું સમજી યાદ કરે ત્યારે વિકર્મ વિનાશ થાય. બાકી આ જોવામાં આવે, તે આવે...એને માયાનું વિઘ્ન કહેવાય છે. હમણાં તો ખુશી છે કે અમને પરમાત્મા મળ્યાં છે, પરંતુ જ્ઞાન પણ જોઈએ ને. કોઈ ને કૃષ્ણ નો સાક્ષાત્કાર થાય છે તો ખુશ થઈ જાય છે. બાબા કહે છે-કૃષ્ણ નો સાક્ષાત્કાર કરી બહુજ ખુશી માં ડાન્સ વગેરે કરે છે પરંતુ એનાથી કોઈ સદ્દગતિ નથી થતી. આ સાક્ષાત્કાર તો અનાયાસે જ થઈ જાય છે. જો સારી રીતે નહીં ભણશે તો પ્રજામાં ચાલ્યાં જશે. થોડું પણ સાંભળે છે તો કૃષ્ણપુરી માં સાધારણ પ્રજા વગેરે જઈને બનશે. હમણાં આપ બાળકો જાણો છો શિવબાબા આપણને આ નોલેજ સંભળાવી રહ્યાં છે. એ છે જ નોલેજફુલ.

બાબા નું ફરમાન (આજ્ઞા) છે કે પવિત્ર જરુર બનવાનું છે. પરંતુ કોઈ પવિત્ર પણ રહી નથી શકતાં. ક્યારેક-ક્યારેક પતિત પણ અહીંયાં છુપાઈને આવી જાય છે. તે પોતાનું જ નુકસાન કરે છે. પોતાને જ ઠગે છે. બાપ ને ઠગવાની વાત જ નથી. બાપ થી ઠગી કરી કોઈ પૈસા લેવાનાં છે શું! શિવબાબા ની શ્રીમત પર કાયદેસર નથી ચાલતાં તો શું હાલ થશે. બહુજ સજાઓ ખાવી પડશે, બીજું પછી પદ પણ ભ્રષ્ટ થઈ જશે. કોઈ પણ કાયદા નાં વિરુદ્ધ કામ ન કરવું જોઈએ. બાપ તો સમજાવશે ને - તમારી ચલન ઠીક નથી. બાપ તો કમાણી કરવાનો રસ્તો બતાવે છે પછી કોઈ કરે ન કરે એમની તકદીર. સજાઓ તો ખાઈને પાછા શાંતિધામ માં જવાનું જ છે, પદ ભ્રષ્ટ થઈ જશે તો કાંઈ પણ મળશે નહીં. આવે તો ખૂબ છે, પરંતુ અહીંયા બાપ થી વારસો લેવાની વાત છે. બાળકો કહે છે, બાબા થી તો અમે સ્વર્ગ નું સૂર્યવંશી રાજાઈ પદ મેળવીશું. રાજ્યોગ છે ને. સ્ટુડન્ટ સ્કોલરશિપ પણ લે છે ને. પાસ થવા વાળા ને સ્કોલરશિપ મળે છે ને. આ માળા એમની બનેલી છે - જેમણે સ્કોલરશિપ લીધી છે. જેટલાં-જેટલાં જેવી રીતે પાસ થશે, એવી સ્કોલરશિપ મળશે, વૃદ્ધિ થતાં-થતાં હજારો બની જાય છે. રાજાઈ પદ છે સ્કોલરશિપ. જે સારી રીતે ભણતર ભણે છે, તે ગુપ્ત ન રહી શકે. બહુજ નવાં-નવાં જૂના થી આગળ નીકળી પડશે. હીરા જેવું જીવન બનાવશે. પોતાની સાચ્ચી કમાણી કરી ૨૧ જન્મોનાં માટે વારસો પામશે, કેટલી ખુશી થાય છે. જાણે છે આ વારસો હમણાં નહીં લીધો તો પછી ક્યારેય નહીં લઈ શકશું. ભણવાનો શોખ હોય છે ને. કોઈને તો જરા પણ શોખ નથી સમજાવવાનો. ડ્રામા અનુસાર તકદીર માં નથી તો ભગવાન પણ શું કરે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈપણ કાર્ય શ્રીમત નાં વિરુદ્ધ નથી કરવાનું. ભણતર સારી રીતે ભણીને ઊંચી તકદીર બનાવવાની છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.

2. આ જૂની દુનિયાથી મમત્વ મિટાવી દેવાનું છે. બુદ્ધિયોગ નવી દુનિયાથી લગાવવાનો છે. ખુશીમાં રહેવા માટે જ્ઞાન ને ધારણ કરી બીજાને ધારણ કરાવવાનું છે.

વરદાન :-
લાઈટ હાઉસ ની સ્થિતિ દ્વારા પાપ કર્મો ને સમાપ્ત કરવા વાળા પુણ્ય આત્મા ભવ

જ્યાં લાઈટ હોય છે ત્યાં કોઈ પણ પાપનું કામ નથી થતું. તો સદા લાઈટ હાઉસ સ્થિતિ માં રહેવાથી માયા કોઈ પાપ કર્મ નથી કરાવી શકતી, સદા પુણ્ય આત્મા બની જશો. પુણ્ય આત્મા સંકલ્પ માં પણ કોઈ પાપ કર્મ ન કરી શકે. જ્યાં પાપ હોય છે ત્યાં બાપ ની યાદ નથી હોતી. તો દૃઢ સંકલ્પ કરો કે હું પુણ્ય આત્મા છું, પાપ મારા સામે આવી ન શકે. સ્વપ્ન કે સંકલ્પ માં પણ પાપ ને આવવા ન દો.

સ્લોગન :-
જે દરેક દૃશ્ય ને સાક્ષી થઈને જુએ છે તે જ સદા હર્ષિત રહે છે.