02-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હવે આ મૃત્યુલોક નો અંત છે , અમરલોક ની સ્થાપના થઈ રહી છે , એટલે તમારે મૃત્યુલોક વાળાઓ ને યાદ નથી કરવાનાં

પ્રશ્ન :-
બાપ પોતાનાં ગરીબ બાળકોને કઈ સ્મૃતિ અપાવે છે?

ઉત્તર :-
બાળકો, જ્યારે તમે વાઈસલેસ (નિર્વિકારી) હતાં તો બહુજ સુખી હતાં. તમારા જેવાં સાહૂકાર બીજા કોઈ નહોતાં, તમે અપાર સુખી હતાં. ધરતી, આકાશ બધું તમારા હાથમાં હતું. હવે બાપ તમને ફરીથી સાહૂકાર બનાવવા આવ્યાં છે.

ગીત :-
નયનહીન કો રાહ દિખાઓ પ્રભૂ.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો, આત્માઓ એ ગીત સાંભળ્યું. કોણે કહ્યું? આત્માઓનાં રુહાની બાપે. રુહાની બાપ ને રુહાની બાળકોએ કહ્યું - બાબા. એમને ઈશ્વર પણ કહેવાય, પિતા પણ કહેવાય. કયાં પિતા? પરમપિતા. બાપ છે બે. એક લૌકિક બીજા પારલૌકિક. લૌકિક બાપ નાં બાળકો પારલૌકિક બાપ ને પોકારે છે. હેં બાબા, બાબા નું નામ? શિવ. એ શિવ નિરાકારી પૂજાય છે. એમને કહેવાય છે સુપ્રીમ ફાધર (પરમપિતા). લૌકિક બાપને સુપ્રીમ ન કહેવાય. ઊંચામાં ઊંચા બધી આત્માઓનાં બાપ એક જ છે. બધાં જીવ આત્માઓ એ બાપ ને યાદ કરે છે. આત્માઓ આ ભૂલી ગઈ છે કે અમારા બાપ કોણ છે? પોકારે છે ઓ ગોડફાધર, અમને નયનહીન ને નયન દો તો અમે પોતાનાં બાપને ઓળખીએ. ભક્તિમાર્ગ માં અમે આંધળા બની ઠોકરો ખાતા રહીએ છીએ, હવે એ ઠોકરો થી છોડાવો. બાપ જ કલ્પ-કલ્પ આવીને ભારત ને હેવન (સ્વર્ગ) બનાવે છે. હમણાં કળયુગ છે, સતયુગ આવવાનો છે. કળયુગ અને સતયુગ નાં વચ્ચે ને સંગમ કહેવાય છે. આ છે પુરુષોત્તમ સંગમ. બેહદ નાં બાપ આવીને જે ભ્રષ્ટાચારી બની ગયા છે, એમને શ્રેષ્ટચારી, પુરુષોત્તમ બનાવે છે. લક્ષ્મી-નારાયણ પુરુષોતમ હતાં. લક્ષ્મી-નારાયણ નાં કુળ નું રાજ્ય હતું. આ બાબા આવીને સ્મૃતિ અપાવે છે. તમે ભારતવાસી આજ થી પ હજાર વર્ષ પહેલાં સ્વર્ગવાસી હતાં, હમણાં નર્કવાસી છો. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ભારત હેવન (સ્વર્ગ) હતું, ભારત ની ખુબ મહિમા હતી. સોના હીરા નાં મહેલ હતાં. હમણાં કાંઈ નથી. એ સમયે બીજો કોઈ ધર્મ નહોતો, ફક્ત સૂર્યવંશી હતાં. ચંદ્રવંશી પાછળ થી આવે છે. બાપ સમજાવે છે તમે જ સૂર્યવંશી હતાં. હમણાં સુધી લક્ષ્મી-નારાયણ નાં મંદિરો બનાવતાં રહે છે. પરંતુ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ક્યારે હતું? કેવી રીતે રાજ્ય પામ્યું? આ કોઈને ખબર નથી, પૂજા કરે છે પરંતુ જાણતાં નથી તો બ્લાઈન્ડ ફેથ (આંધળો વિશ્વાસ) થયો ને. શિવ ની, લક્ષ્મી-નારાયણ ની પૂજા કરે છે, બાયોગ્રાફી (જીવન કહાની) કોઈ નથી જાણતું. ભારતવાસી પોતે કહે છે અમે પતિત છીએ. હેં પતિત-પાવન બાબા આવો, આવીને અમને દુઃખો થી, રાવણ રાજ્ય થી મુક્ત કરો. બાપ આવીને બધાંને મુક્ત કરે છે. બાળકો જાણે છે કે સતયુગમાં એક જ રાજ્ય હતું. કોંગ્રેસ લોકો અથવા બાપુજી પણ આ જ માંગતા હતાં કે અમને ફરી થી રામરાજ્ય જોઈએ. અમે સ્વર્ગવાસી બનવા ઈચ્છીએ છીએ. હમણાં નર્ક વાસીઓનાં શું હાલ છે, જોઈ રહ્યાં છો? આને કહેવાય છે હેલ (નર્ક), ડેવિલ વર્લ્ડ (આસુરી દુનિયા). આ જ ભારત ડીટી વર્લ્ડ (દેવી દુનિયા) હતું. હમણાં ડેવિલ વર્લ્ડ બની ગયું છે.

બાબા સમજાવે છે તમે ૮૪ જન્મ લીધાં છે, ન કે ૮૪ લાખ. આ તો શાસ્ત્રોમાં ગપોડા લગાવી દીધાં છે. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં સદ્દગતિ માર્ગ હતો. ત્યાં ન ભક્તિ, ન દુ:ખ નું નામનિશાન હતું, એને સુખધામ કહેવાય છે. બાપ સમજાવે છે તમે અસલ માં શાંતિધામ નાં રહેવા વાળા છો. તમે અહીંયા પાર્ટ ભજવવા આવ્યાં છો. પુનર્જન્મ ૮૪ હોય છે, ન કે ૮૪ લાખ. હમણાં બેહદ નાં બાપ આવ્યાં છે, આપ બાળકોને બેહદ નો વારસો આપવા. બાપ આપ બાળકો થી વાત કરે છે. બીજા સતસંગો માં મનુષ્ય, મનુષ્ય ને ભક્તિ ની વાતો સંભળાવે છે. અડધોકલ્પ જ્યારે ભારત સ્વર્ગ હતું, એક પણ પતિત નહોતાં. હમણાં એક પણ પાવન નથી. આ છે પતિત દુનિયા. બાપ સમજાવે છે - ગીતા માં કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. કૃષ્ણ ભગવાન નથી, ન કે એમણે ગીતા સંભળાવી છે. આ લોકો પોતાનાં ધર્મ શાસ્ત્ર ને પણ નથી જાણતાં. પોતાના ધર્મને જ ભૂલી ગયા છે. ધર્મ મુખ્ય છે ૪, પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ સૂર્યવંશી, પછી ચંદ્રવંશી, બંને મળાવીને ને કહે છે દેવી-દેવતા ધર્મ. ત્યાં દુઃખ નું નામ નહોતું. ૨૧ જન્મ તમે સુખધામ માં હતાં. પછી રાવણ રાજ્ય, ભક્તિમાર્ગ શરું થાય છે. શિવબાબા ક્યારે આવે છે? જ્યારે રાત થાય છે. ભારતવાસી ઘોર અંધારા માં આવી જાય છે ત્યારે બાબા આવે છે. ગુડ્ડીઓની પૂજા કરતાં રહે છે. એક ની પણ બાયોગ્રાફી (જીવન કહાની) નથી જાણતાં. ભક્તિમાર્ગ માં અનેક ધક્કા ખાય છે, તીર્થો પર જઈ ફેરા લગાવે. કોઈ પ્રાપ્તિ નથી. બાપ કહે છે - હું આવીને તમને બ્રહ્મા દ્વારા યથાર્થ જ્ઞાન સંભળાવું છું. પોકારે છે કે અમને સુખધામ અને શાંતિધામ નો રસ્તો બતાવો. બાપ કહે છે - આજ થી ૫ હજાર વર્ષ પહેલાં મેં તમને બહુજ સાહૂકાર બનાવ્યાં હતાં. એટલું ધન આપ્યું પછી ક્યાં ગુમાવ્યું? તમે કેટલાં સાહૂકાર હતાં. ભારત કોણ (શું) કહેવાય. ભારત જ સૌથી ઊંચામાં ઊંચો ખંડ હતો. હકીકત માં બધાનું આ તીર્થ છે કારણકે પતિત-પાવન બાપની જન્મભુમિ છે. જે પણ ધર્મ વાળા છે બધાંની બાપ આવીને સદ્દગતિ કરે છે. હમણાં રાવણ નું રાજ્ય આખી સૃષ્ટિમાં છે ફક્ત લંકા માં નથી. જ્યારે સૂર્યવંશી રાજ્ય હતું ત્યારે આ વિકાર ન હતાં. ભારત વાઈસલેસ (પવિત્ર) હતો, હમણાં વિશશ (અપવિત્ર) છે. બધાં નર્કવાસી છે. સતયુગ માં જે દૈવી સંપ્રદાય હતાં, તે પછી ૮૪ જન્મ ભોગવી આસુરી સંપ્રદાય બન્યાં છે પછી દૈવી સંપ્રદાય બનવાનાં છે. ભારત બહુ જ સાહુકાર હતો. હમણાં ગરીબ બન્યો છે એટલે ભીખ માંગી રહ્યાં છે. બાપ આપ ગરીબ બાળકોને સ્મૃતિ અપાવે છે બાળકો, તમે કેટલાં સુખી હતાં. તમારા જેવું સુખ કોઈને મળી ન શકે. ધરતી, આકાશ બધું તમારા હાથમાં હતું. શાસ્ત્રો માં કલ્પની આયુ લાંબી બતાવીને બધાને કુંભકર્ણ ની આસુરી નિંદર માં સુવડાવી દીધાં છે. આ ભારત શિવબાબા નું સ્થાપન કરેલું શિવાલય હતું. ત્યાં પવિત્રતા હતી, એ નવી દુનિયામાં દેવી-દેવતા રાજ્ય કરતાં હતાં. મનુષ્ય તો આ પણ નથી જાણતાં કે રાધા-કૃષ્ણ નો પરસ્પર માં શું સંબંધ છે. બંને અલગ-અલગ રાજધાની નાં હતાં પછી સ્વયંવર નાં પછી લક્ષ્મી-નારાયણ બન્યાં. આ જ્ઞાન કોઈ મનુષ્ય માત્ર માં નથી. સ્પ્રીચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ ફક્ત એક બાપ જ આપે છે. હવે બાપ કહે છે - આત્મ-અભિમાની બનો. મુજ પોતાનાં પરમપિતા ને યાદ કરો. યાદ થી તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. તમે અહીંયા આવો છો મનુષ્ય થી દેવતા અથવા પતિત થી પાવન બનવાં. હવે આ છે રાવણ રાજ્ય. ભક્તિ માં રાવણ રાજ્ય શરું થાય છે. બધાં ભક્તિ કરવા વાળા રાવણ નાં પંજા (પિંજરા) માં છે. આખી દુનિયા ૫ વિકારો રુપી રાવણની કેદ (જેલ) માં છે, શોક વાટિકા માં છે. બાપ આવીને બધાંને મુક્ત કરી ગાઈડ (માર્ગદર્શક) બની સાથે લઈ જાય છે. એનાં માટે આ મહાભારત લડાઈ છે, જે ૫ હજાર વર્ષ પહેલાં લાગી હતી, હવે બાપ ફરીથી સ્વર્ગ બનાવી રહ્યાં છે. એવું નથી જેમને ધન ઘણું છે, તે સ્વર્ગ માં છે. હમણાં છે જ નર્ક. પતિત-પાવન બાપને કહેવાય છે, ન કે નદી ને. આ બધું છે ભક્તિમાર્ગ. આ વાતો બાબા જ આવી ને સમજાવે છે. હમણાં આ તો જાણો છો એક છે લૌકિક બાપ, બીજા છે પારલૌકિક, ત્રીજા છે અલૌકિક. હવે પારલૌકિક બાપ શિવબાબા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ ધર્મ સ્થાપન કરે છે. બ્રાહ્મણો ને દેવતા બનાવવા માટે રાજયોગ શિખવાડે છે. આત્મા જ પુનર્જન્મ લે છે. આત્મા જ કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. બાપ કહે છે - પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો. કોઈ પણ દેહધારી ને યાદ ન કરો. હવે મૃત્યુલોક નો અંત છે, અમરલોક ની સ્થાપના થઈ રહી છે. બાકી બધાં અનેક ધર્મ ખલાસ થઈ જશે. સતયુગ માં એક જ દેવી-દેવતા ધર્મ હતો પછી ચંદ્રવંશી રામ-સીતા ત્રેતા માં હતાં. આપ બાળકોને આખાં ચક્ર ની યાદ અપાવે છે. શાંતિધામ અને સુખધામ ની સ્થાપના બાપ જ કરે છે. મનુષ્ય, મનુષ્ય ને સદ્દગતિ આપી ન શકે. તે બધાં છે ભક્તિમાર્ગ નાં ગુરુ.

હમણાં તમે છો ઈશ્વરીય સંતાન. બાબા થી રાજ્ય ભાગ્ય લઈ રહ્યાં છો. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. પ્રજા તો બહુજ બનવાની છે. કોટો માં કોઈ રાજા બને છે. સતયુગ ને કહેવાય છે ફૂલો નો બગીચો. હમણાં છે કાંટાઓનું જંગલ. રાવણ રાજ્ય બદલાઈ રહ્યું છે. વિનાશ થવાનો છે. આ જ્ઞાન હમણાં તમને મળી રહ્યું છે. લક્ષ્મી-નારાયણ ને આ જ્ઞાન નથી રહેતું. પ્રાયઃલોપ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં બાપ ને કોઈ પણ યથાર્થ નથી જાણતું. બાપ છે રચયિતા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ રચના છે. સર્વવ્યાપી કહેવાથી વારસા નો હક ખલાસ થઈ જાય છે. બાબા આવીને બધાંને વારસો આપે છે. ૮૪ જન્મ તે જ લે છે જે પહેલાં-પહેલાં સતયુગ માં આવે છે. ક્રિશ્ચન લોકો કરીને ૪૦ જન્મ લેતાં હશે. એક ભગવાન ને શોધવાનાં માટે કેટલાં ધક્કા ખાએ છે. હવે તમે ધક્કા નહીં ખાશો. એક બાપ ને યાદ કરો તો તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ છે યાત્રા. આ છે ગોડ ફાધરલી યુનિવર્સિટી (ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય). તમારી આત્મા ભણે છે. સાધુ-સંત કહી દે છે - આત્મા નિર્લેપ છે. પરતું આત્મા જ કર્મો અનુસાર બીજો જન્મ લે છે. આત્મા જ સારું અથવા ખરાબ કર્મ કરે છે. આ સમયે (કળયુગ માં) તમારા કર્મ વિકર્મ થાય છે, સતયુગ માં તમારા કર્મ, અકર્મ થાય છે. ત્યાં વિકર્મ થતાં નથી. તે છે પુણ્ય આત્માઓ ની દુનિયા. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી બેહદ નો વારસો લેવાનો છે. શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. જ્યારે બાપ મળે છે તો કોઈ પણ પ્રકાર નાં ધક્કા નથી ખાવાનાં.

2. બાપે જે સ્મૃતિ અપાવી છે, એ સ્મૃતિ માં રાખી અપાર ખુશી માં રહેવાનું છે. કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં.

વરદાન :-
નિમિત્તપણા ની સ્મૃતિ દ્વારા પોતાનાં દરેક સંકલ્પ પર અટેન્શન ( ધ્યાન ) રાખવા વાળા નિવારણ સ્વરુપ ભવ

નિમિત્ત બનેલી આત્માઓ પર બધાંની નજર હોય છે એટલે નિમિત્ત બનવા વાળા ને વિશેષ પોતાનાં દરેક સંકલ્પ પર ધ્યાન રાખવું પડે. જો નિમિત્ત બનેલાં બાળકો પણ કોઈ કારણ સંભળાવે છે તો એમને ફોલો (અનુકરણ) કરવા વાળા પણ અનેક કારણ સંભળાવી દે છે. જો નિમિત્ત બનવા વાળા માં કોઈ કમી છે તો તે છુપાઈ નથી શકતી એટલે વિશેષ પોતાનાં સંકલ્પ, વાણી અને કર્મ પર ધ્યાન આપી નિવારણ સ્વરુપ બનો.

સ્લોગન :-
જ્ઞાની તૂ આત્મા તે છે જેમનામાં પોતાનાં ગુણ કે વિશેષતાઓનું પણ અભિમાન ન હોય.


માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય

૧ . મનુષ્ય નો લક્ષ - હેતુ શું છે ? એને પ્રાપ્ત કરવાની યથાર્થ રીત

દરેક મનુષ્યએ આ વિચારવાનું જરુર છે, પોતાનું સારું જીવન બનાવવાનાં માટે શું ઉચિત (યોગ્ય) છે? મનુષ્યનું જીવન શેનાં માટે છે, એમાં શું કરવાનું છે? હવે પોતાનાં દિલ થી પૂછે કે તે મારા જીવનમાં પરિવર્તન થઈ રહ્યું છે? મનુષ્ય જીવન માં પહેલાં તો જ્ઞાન જોઈએ પછી આ જીવન નો લક્ષ-હેતુ શું છે? આ તો જરુર માનશે કે આ જીવન ને સર્વદા સુખ અને શાંતિ જોઈએ. શું હમણાં તે મળી રહી છે? આ ઘોર કળયુગ માં તો દુઃખ અશાંતિ નાં સિવાય બીજું કાંઈ છે જ નહીં, હવે વિચારવાનું છે સુખ-શાંતિ મળશે કેવી રીતે? સુખ અને શાંતિ આ બે શબ્દ જે નીકળે છે, તે જરુર આ દુનિયામાં ક્યારેક થયાં હશે, ત્યારે તો આ વસ્તુઓની માંગણી કરે છે. જો કોઈ મનુષ્ય એવું કહે કે અમે એવી દુનિયા જોઈ જ નથી તો પછી તે દુનિયાને તમે કેવી રીતે માનો છો? આનાં પર સમજાવાય છે કે આ દિવસ અને રાત જે બે શબ્દ છે, તો જરુર રાત અને દિવસ ચાલતાં હશે. એવું કોઈ ન કહી શકે કે અમે જોઈ જ રાત છે તો દિવસ ને માનીએ કેવી રીતે? પરંતુ જ્યારે બે નામ છે, તો એનો પાર્ટ પણ હશે. એમ આપણે પણ સાંભળ્યું છે, કે આ કળયુગ થી કોઈ ઊંચી સ્ટેજ પણ હતી જેને સતયુગ કહેવાય છે! જો એવો જ સમય ચાલતો રહે તો પછી એ સમય ને સતયુગ નું નામ કેમ અપાયું! તો આ સૃષ્ટિ પોતાની સ્ટેજ (અવસ્થા) બદલતી રહે છે, જેમ કિશોર, બાળ, યુવા, વૃદ્ધ... બદલાતાં રહે છે, તેમ સૃષ્ટિ પણ બદલાતી રહે છે. આજ નું જીવન અને એ જીવનમાં કેટલો ફરક છે. તો એ શ્રેષ્ઠ જીવન ને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે.

૨ . નિરાકારી દુનિયા , આકારી દુનિયા અને સાકારી દુનિયા નો વિસ્તાર

આ આખાં બ્રહ્માંડ ની અંદર ત્રણ દુનિયાઓ છે - એક છે નિરાકારી દુનિયા, બીજી છે આકારી, ત્રીજી છે સાકારી. હવે આ તો જાણી લીધું કે નિરાકાર સૃષ્ટિમાં તો આત્માઓ નિવાસ કરે છે અને સાકાર સૃષ્ટિમાં સાકાર મનુષ્ય સંપ્રદાય નિવાસ કરે છે. બાકી છે આકારી સૂક્ષ્મ સૃષ્ટિ, હવે વિચાર ચાલે છે શું આ આકારી સૃષ્ટિ સદા છે કે થોડાં સમય નો પાર્ટ ચાલે છે? દુનિયાવી મનુષ્ય તો સમજે છે સૂક્ષ્મ દુનિયા કોઈ ઉપર છે, ત્યાં ફરિશ્તા રહે છે, એને જ સ્વર્ગ કહે છે. ત્યાં જઈને સુખ ભોગવશે પરંતુ હમણાં આ તો સ્પષ્ટ છે કે સ્વર્ગ અને નર્ક આ સૃષ્ટિ પર જ હોય છે. બાકી આ જે સૂક્ષ્મ આકારી સૃષ્ટિ છે, જ્યાં શુદ્ધ આત્માઓનો સાક્ષાત્કાર થાય છે, એ તો દ્વાપર થી લઈને શરુ થયાં છે. જ્યારે ભક્તિમાર્ગ શરું થાય છે તો એનાથી સિદ્ધ છે નિરાકાર સૃષ્ટિ અને સાકાર સૃષ્ટિ સદા છે જ છે. બાકી સૂક્ષ્મ દુનિયા સદા તો નહીં કહેશું, એમાં પણ ખાસ બ્રહ્મા, વિષ્ણુ, શંકર નો સાક્ષાત્કાર આ જ સમયે આપણને થાય છે કારણ કે આ જ સમયે પરમાત્મા ત્રણ કર્તવ્ય કરવાનાં માટે ત્રણ રુપ રચે છે. અચ્છા - ઓમ્ શાંતિ.