02-11-2019    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - બાપ આવ્યા છે આપ બાળકો નો શ્રુંગાર કરવા , બધાથી સારો શ્રુંગાર છે પવિત્રતાનો

પ્રશ્ન :-
પુરા ૮૪ જન્મ લેવા વાળાઓ ની મુખ્ય નિશાની કઈ હશે?

ઉત્તર :-
૧. તેઓ બાપની સાથે-સાથે શિક્ષક અને સદ્દગુરુ ત્રણેય ને યાદ કરશે. એવું નહીં, બાપ યાદ આવે તો શિક્ષક ભુલાઈ જાય. જ્યારે ત્રણેયને યાદ કરશે ત્યારે કૃષ્ણપુરીમાં જઈ શકે અર્થાત શરુઆત થી પાર્ટ ભજવી શકે.
૨. તેમને ક્યારેય પણ માયા નાં તોફાન હરાવી નહીં શકે.

ઓમ શાંતિ!
બાપ પહેલાં બાળકો ને કહે છે આ ભૂલી તો નથી જતા - આપણે બાપ ની આગળ, શિક્ષક ની આગળ અને સદ્દગુરુ ની આગળ બેઠેલા છીએ. બાબા નથી સમજતા કે બધા આ યાદમાં બેઠા છે. તો પણ બાપ ની ફરજ છે સમજાવવું. આ છે અર્થ સહિત યાદ કરવું. આપણા બાબા બેહદ ના બાપ પણ છે, શિક્ષક પણ છે અને બરાબર આપણા સદ્દગુરુ પણ છે જે બાળકો ને સાથે લઈ જશે. બાપ આવ્યા છે બાળકોનો શ્રુંગાર કરવા. પવિત્રતાથી શ્રુંગાર કરતાં આવે છે. ધન પણ અથાહ આપે છે. ધન આપે જ છે નવી દુનિયાના માટે, જ્યાં તમારે જવાનું છે. આ બાળકોએ યાદ કરવાનું છે. બાળકો ગફલત કરે છે જે ભૂલી જાય છે. તે જે પૂરી ખુશી હોવી જોઈએ તે ઓછી થઈ જાય છે. આવાં બાપ તો ક્યારેય મળતા જ નથી. તમે જાણો છો આપણે બાબા નાં બાળકો જરુર છીએ. તેઓ આપણને ભણાવે છે એટલે શિક્ષક પણ જરુર છે. આપણું ભણતર છે જ નવી દુનિયા અમરપુરી નાં માટે. હમણાં આપણે સંગમ યુગ પર બેઠા છીએ. આ યાદ તો જરુર બાળકો ને હોવી જોઈએ. પાકું-પાકું યાદ કરવાનું છે. એ પણ જાણો છો આ સમય કંસપુરી આસુરી દુનિયામાં છે. સમજો કોઈને સાક્ષાત્કાર થાય છે પરંતુ સાક્ષાત્કારથી કોઈ કૃષ્ણપુરી, એમની ડિનાયસ્ટી (વંસજ) માં નહીં જઈ શકશે. જઈ ત્યારે શકે જ્યારે બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય ને યાદ કરતા રહેશે. આ આત્માઓથી વાત કરાય છે. આત્મા જ કહે છે હાં બાબા. બાબા તમે તો સત્ય કહો છો. તમે બાપ પણ છો, ભણાવવા વાળા શિક્ષક પણ છો. સુપ્રીમ આત્મા ભણાવે છે. લૌકિક ભણતર પણ આત્મા જ શરીરની સાથે ભણે છે. પરંતુ તે આત્મા પણ પતિત તો શરીર પણ પતિત છે. દુનિયાના મનુષ્યને આ ખબર નથી કે આપણે નર્કવાસી છીએ.

હમણાં તમે સમજો છો આપણે તો હવે જઈએ આપણા વતન. આ તમારું વતન નથી. આ છે રાવણનું પારકું વતન. તમારા વતન માં તો અથાહ સુખ છે. કોંગ્રેસી લોકો એવું નથી સમજતા - આપણે પારકા રાજ્યમાં છીએ. પહેલા મુસલમાનોનાં રાજ્ય માં બેઠા હતા પછી ક્રિશ્ચનનાં રાજ્ય માં બેઠા. હવે તમે જાણો છો આપણે પોતાનાં રાજ્યમાં જઈએ છીએ. પહેલા રાવણ રાજ્યને આપણે પોતાનું સમજી બેઠા હતા. આ ભૂલી ગયા છીએ આપણે પહેલા રામરાજ્ય માં હતા. પછી ૮૪ જન્મોનાં ચક્રમાં આવવાથી રાવણ રાજ્યમાં, દુઃખ માં આવી પડ્યા છીએ. પારકા રાજ્યમાં તો દુઃખ જ હોય છે. આ પૂરું જ્ઞાન અંદર આવવું જોઈએ. બાપ તો જરુર યાદ આવશે. પરંતુ ત્રણેય ને યાદ કરવાના છે. આ નોલેજ પણ મનુષ્ય જ લઈ શકે છે. જાનવર નહીં ભણશે. આપણ આપ બાળકો સમજો છો ત્યાં કોઈ વકીલાત વગેરે નું ભણતર હશે નહીં. બાપ અહિયાં જ તમને માલામાલ કરી રહ્યા છે તો બધા તો રાજાઓ નહીં બને. વ્યાપાર પણ ચાલતો હશે પરંતુ ત્યાં તમને અઢળક ધન હોય છે. નુકસાન વગેરે થવાનો કાયદો જ નથી. લુટમાર વગેરે ત્યાં હશે જ નહીં. નામ છે જ સ્વર્ગ. હમણાં આપ બાળકોને સ્મૃતિ આવી છે આપણે સ્વર્ગમાં હતા પછી પુનર્જન્મ લેતા-લેતા નીચે ઉતરીએ છીએ. બાપ કહાની પણ તેમનીજ બતાવે છે. ૮૪ જન્મ નહિ લીધા હોય તો માયા હરાવી દેશે. આ પણ બાપ સમજાવતા રહે છે. માયા નું કેટલું મોટુ તોફાન છે. અનેકો ને માયા હરાવવાની કોશિશ કરે છે, આગળ ચાલી તમે બહુ જ જોશો, સાંભળશો. બાપ ની પાસે બધા નાં ચિત્ર હોત તો તમને વન્ડર (આશ્ચર્ય) દેખાડત - આ ફલાણો આટલા દિવસ આવ્યો, બાપનો બન્યો પછી માયા ખાઈ ગઈ. મરી ગયો, માયાની સાથે જઈને મળ્યો. અહીંયા આ સમયે કોઈ શરીર છોડે છે તો આજ દુનિયામાં આવી જન્મ લે છે. તમે શરીર છોડશો તો બાબાની સાથે બેહદ ઘરમાં જશો. ત્યાં બાબા, મમ્મા, બાળકો બધાં છે ને. પરિવાર એવો જ હોય છે. મૂળ વતન માં બાપ અને ભાઈ-ભાઈ છે બીજો કોઈ સંબંધ નથી. અહીંયા બાપ અને ભાઇ-બહેન છે પછી વૃદ્ધિ થાય છે. કાકા, મામા વગેરે બહુ જ સંબંધ થઈ જાય છે. આ સંગમ પર તમે પ્રજાપિતા બ્રહ્મા નાં બનો છો તો ભાઈ-બહેન છો. શિવબાબા ને યાદ કરો છો તો ભાઈ-ભાઈ છો. આ બધી વાતો સારી રીતે યાદ કરવાની છે. ઘણાં બાળકો ભૂલી જાય છે. બાપ તો સમજાવતા રહે છે. બાપની ફરજ છે બાળકોને માથા પર ચઢાવાની, ત્યારે તો નમસ્તે-નમસ્તે કરતા રહે છે. અર્થ પણ સમજાવે છે. ભક્તિ કરવા વાળા સાધુ-સંત વગેરે કોઈ તમને જીવનમુક્તિ નો રસ્તો નથી બતાવતા, તે મુક્તિ માટે પુરુષાર્થ કરતા રહે છે. તે છે જ નિવૃત્તિ માર્ગ વાળા. તે રાજયોગ કેવી રીતે શીખવાડશે. રાજયોગ છે જ પ્રવૃત્તિ માર્ગ નો. પ્રજાપિતા બ્રહ્મા ને ચાર ભુજાઓ આપે છે તો પ્રવૃત્તિ માર્ગ થયો ને. અહીંયા બાપએ એમને એડોપ્ટ (દત્તક) કર્યા તો નામ રાખ્યું છે બ્રહ્મા અને સરસ્વતી. ડ્રામા માં નુંધ જુઓ કેવી છે. વાનપ્રસ્થ અવસ્થામાં જ મનુષ્ય ગુરુ કરે છે, ૬૦ વર્ષના પછી. એમાં પણ ૬૦ વર્ષના પછી બાપએ પ્રવેશ કર્યો તો બાપ, શિક્ષક, ગુરુ બની ગયા. હવે તો કાયદા પણ બગડી ગયા છે. નાના બાળકોને પણ ગુરુ કરાવી દે છે. આ તો છે જ નિરાકાર. તમારી આત્માઓના આ બાપ પણ બને, શિક્ષક, સદ્દગુરુ પણ બને છે. નિરાકારી દુનિયાને કહેવાય છે આત્માઓની દુનિયા. એવું તો નહીં કેહશું દુનિયા જ નથી. શાંતિધામ કહેવાય છે. ત્યાં આત્માઓ રહે છે. જો કહે પરમાત્માનું નામ, રુપ, દેશ, કાળ નથી તો બાળકો પછી ક્યાંથી આવશે.

આપ બાળકો હવે સમજો છો આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી (ઈતિહાસ-ભૂગોળ) કેવી રીતે રિપિટ થાય છે. હિસ્ટ્રી ચૈતન્યની હોય છે, જોગ્રાફી તો જડ વસ્તુની છે. તમારી આત્મા જાણે છે આપણે ક્યાં સુધી રાજ્ય કરીએ છીએ. હિસ્ટ્રી ગવાય છે જેને વાર્તા કહેવાય છે. જોગ્રાફી દેશની હોય છે. ચૈતન્ય એ રાજ્ય કર્યું, જડ તો રાજ્ય નહીં કરશે. કેટલા સમયથી ફલાણા નું રાજ્ય હતું, ક્રિશ્ચન એ ભારત પર ક્યાર થી ક્યાં સુધી રાજ્ય કર્યું. તો આ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી ને કોઈ જાણતું નથી. કહે છે સતયુગ ને તો લાખો વર્ષ થયા. એમાં કોણ રાજ્ય કરીને ગયા. કેટલો સમય રાજ્ય કર્યું - આ કોઈ નથી જાણતા. આને કહેવાય છે હિસ્ટ્રી. આત્મા ચૈતન્ય, શરીર જડ છે. આખી રમત જડ અને ચૈતન્ય ની છે. મનુષ્ય જીવન જ ઉત્તમ ગવાય છે. આદમશુમારી પણ મનુષ્યોની ગણાય છે. જાનવરોની તો કોઈ ગણતરી કરી પણ ન શકે. આખી રમત તમારા પર છે. હિસ્ટ્રી-જોગ્રાફી પણ તમે સાંભળો છો. બાપ એમનામાં આવી તમને બધી વાતો સમજાવે છે, આને કહેવાય છે બેહદની હિસ્ટ્રી-જોગ્રાફી. આ નોલેજ ન હોવાના કારણે તમે કેટલા બેસમજ બની પડ્યા છો. મનુષ્ય થઈ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રાફી ન જાણી તો એ મનુષ્ય જ શું કામના. હમણાં બાપ દ્વારા તમે વિશ્વની હિસ્ટ્રી-જોગ્રાફી સાંભળી રહ્યા છો. આ ભણતર કેટલું સરસ છે, કોણ ભણાવે છે? બાપ. બાપ જ ઊંચેથી ઊંચું પદ અપાવવાવાળા છે. આ લક્ષ્મી-નારાયણ નું અને જે એમની સાથે સ્વર્ગમાં રહે છે એમનું ઊંચેથી ઊંચું પદ છે ને. ત્યાં વકીલાત વગેરે તો કરતા નથી. ત્યાં તો ફક્ત શીખવાનું છે. કળા નહી શીખે તો મકાન વગેરે કેવી રીતે બને. એક-બીજાને કળા શીખવાડે છે. નહી તો આટલા મકાન વગેરે કોણ બનાવશે. જાતે તો નહીં જ બની જાય. આ બધાં રહસ્ય હમણાં આપ બાળકોની બુદ્ધિમાં નંબરવાર પુરુષાર્થ અનુસાર રહે છે. તમે જાણો છો આ ચક્ર ફરતું રહે છે, આટલો સમય આપણે રાજ્ય કરતા હતા પછી રાવણનાં રાજ્યમાં આવીએ છીએ. દુનિયાને આ વાતોની ખબર નથી કે આપણે રાવણ રાજ્યમાં છીએ. કહે છે અમને બાબા રાવણનાં રાજ્યથી મુક્ત કરો. કોંગ્રેસી લોકોએ ક્રિશ્ચનનાં રાજ્યથી પોતાને મુક્ત કર્યા. હવે ફરી કહે છે ગોડફાધર અમને મુક્ત કરો. સ્મૃતિ આવે છે ને કોઈપણ આ નથી જાણતા કે આવુ કેમ કહે છે. હવે તમે સમજો છો આખી સૃષ્ટિ પર જ રાવણ રાજ્ય છે, બધા કહે છે રામરાજય જોઈએ તો મુક્ત કોણ કરશે? સમજે છે ગોડફાધર મુક્ત કરી ગાઈડ(માર્ગદર્શક) બની લઈ જશે. ભારતવાસીઓ ને એટલી અક્કલ નથી. આ તો બિલ્કુલ તમોપ્રધાન છે. તેઓ ન આટલું દુઃખ ઉઠાવે છે, ન આટલું સુખ પામે છે. ભારતવાસી સૌથી સુખી બને છે તો દુઃખી પણ બન્યા છે. હિસાબ છે ને. હમણાં કેટલું દુઃખ છે! જે રિલિજિયસ માઈન્ડેડ (ધાર્મિક મનોવૃત્તિવાળા) છે તેઓ યાદ કરે છે - ઓ ગોડ ફાધર, મુક્તિદાતા. તમારા પણ દિલ માં છે બાબા આવીને અમારા દુઃખ હરો અને સુખધામ લઇ જાઓ. તમે કહેશો શાંતિધામ અને સુખધામ માં લઈ જાઓ. હવે બાપ આવ્યા છે તો બહુજ ખુશી થવી જોઈએ. ભક્તિમાર્ગમાં કનરસ કેટલો છે. તેમાં સાચી વાત કઈ પણ છે નહીં. એકદમ લોટમાં મીઠું છે. ચંડિકા દેવીનો પણ મેળો લાગે છે. હવે ચંડીઓ નો પછી મેળો કેમ લાગે છે? ચંડી કોને કહેવાય છે? બાબાએ બતાવ્યું છે ચંડાળ નો જન્મ પણ અહિયાં વાળા જ લે છે. અહીંયા રહીને ખાઈ-પીને કઈ આપી પછી કહે છે - અમે જે દીધું તે અમને આપો. અમે નથી માનતા. સંશય પડી જાય છે. તો તેઓ શું જઈને બનશે. આવી ચંડિકા નો પણ મેળો લાગે છે. છતાં પણ સતયુગી તો બને છે ને. થોડો સમય પણ મદદગાર બન્યા તો સ્વર્ગમાં આવી ગયા. તે ભક્ત લોકો તો જાણતા નથી, જ્ઞાન તો કોઈની પાસે છે નહીં. તે ચિત્રો વાળી ગીતા છે, કેટલા પૈસા કમાય છે. આજકાલ ચિત્ર પર તો બધા આશિક થાય છે. એને કળા સમજે છે. મનુષ્યને શું ખબર દેવતાઓનાં ચિત્ર કેવા હોય છે. તમે અસલમાં કેટલા ફર્સ્ટ ક્લાસ હતા. ફરી શું બની ગયા છો. ત્યાં કોઈ આંધળા, કાણા વગેરે હશે નહીં. દેવતાઓની કુદરતી શોભા હોય છે. ત્યાં કુદરતી સૌંદર્ય હોય છે. તો બાપ પણ સમજાવી પછી કહે છે - બાળકો, બાપ ને યાદ કરો. બાપ, બાપ પણ છે શિક્ષક, સદ્દગુરુ પણ છે. ત્રણેય રુપમાં યાદ કરો તો ત્રણે વારસા મળશે. પાછળ આવવાવાળા ત્રણેય રુપમાં યાદ કરી નહિ શકશે. પછી મુક્તિમાં ચાલ્યા જશે.

બાબા એ સમજાવ્યું છે સૂક્ષ્મ વતન વગેરેમાં જે કંઈ જોવો છો આ તો બધી છે સાક્ષાત્કાર ની વાતો. બાકી હિસ્ટ્રી-જોગ્રાફી બધી અહીંયાની છે. આમની આયુની કોઈને ખબર નથી. હવે આપ બાળકોને બાપ એ સમજાવ્યું છે તમે ફરી કોઈને પણ સમજાવી શકો છો. પહેલા-પહેલા તો બાપ નો પરિચય આપવાનો છે. આ બેહદ નાં બાપ છે સુપ્રીમ. લૌકિક બાપ ને પરમાત્મા અથવા સુપ્રીમ આત્મા ક્યારેય નહીં કહેવાય. સુપ્રીમ તો એક જ છે જેને ભગવાન કહેવાય છે. એ નોલેજફુલ છે તો તમને નોલેજ શીખવાડે છે. આ ઈશ્વરીય નોલેજ છે સોર્સ ઓફ ઇન્કમ (આવક નું સાધન). નોલેજ પણ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ હોય છે ને. બાપ છે ઊંચેથી ઊંચા તો ભણતર પણ ઊંચેથી ઊંચું છે. પદવી પણ ઊંચી છે. હિસ્ટ્રી, જોગ્રાફી તો ઝટ જાણી જાય છે. બાકી યાદની યાત્રામાં યુદ્ધ ચાલે છે. આમાં તમે હારો છો તો નોલેજમાં પણ તમે સારો છો. હારીને ભાગન્તી થઈ જાય છે તો નોલેજમાં પણ ભાગન્તી થઈ જાય છે. પછી જેવા હતા તેવા બની જાય છે વધારે જ એનાથી પણ ખરાબ. બાપ ની આગળ ચલન થી દેહ-અભિમાન ઝટ પ્રસિદ્ધ થઈ જાય છે. બ્રાહ્મણોની માળા પણ છે પરંતુ ઘણાને ખબર નથી કે અમે કેવી રીતે નંબરવાર અહીંયા બેસીએ. દેહ-અભિમાન છે ને. નિશ્ચયવાળા ને જરુર અપાર ખુશી હશે. કોને નિશ્ચય છે અમે આ શરીર છોડી રાજકુમાર બનશું? (બધાએ હાથ ઉઠાવ્યો) બાળકોને આટલી ખુશી રહે છે. તમારા બધામાં તો પૂરા દેવી ગુણ હોવા જોઈએ, જ્યારે નિશ્ચય છે. નિશ્ચય બુદ્ધિ એટલે વિજય માળામાં પીરોવન્તી, એટલે શહેજાદા બનન્તી. એક દિવસ જરુર આવશે જયારે ફોરેનર્સ (વિદેશી) સૌથી વધારે આબૂ માં આવશે અને બધા તીર્થ યાત્રા વગેરે છોડી દેશે. તેઓ ઇચ્છે છે ભારતનો રાજયોગ શીખીએ. કોણ છે જેમને પેરેડાઇઝ (સ્વર્ગ) સ્થાપન કર્યું. પુરુષાર્થ કરાય છે, કલ્પ પહેલા આ થયું હશે તો જરુર મ્યુઝિયમ બની જશે. સમજાવવાનું છે આવી પ્રદર્શની હંમેશા માટે લગાવવા માંગીએ છીએ. ૪-૫ વર્ષના માટે ભાડા પર પણ મકાન લઈને લગાવી શકે છે. અમે ભારત ની જ સેવા કરીએ છીએ, સુખધામ બનાવવા માટે. આમાં અનેકો નું કલ્યાણ થશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડ મોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અપાર ખુશી માં રહેવા માટે સદા સ્મૃતિ રહે કે સ્વયં બાપ આપણો શ્રુંગાર કરી રહ્યા છે, તેઓ આપણને અથાહ ધન આપે છે. આપણે નવી દુનિયા અમરપુરી માટે ભણીએ છીએ.

2. વિજયમાળા માં પીરોવા માટે નિશ્ચયબુદ્ધિ બની દેવીગુણ ધારણ કરવાના છે. જે આપ્યું છે તે પાછુ લેવાનો સંકલ્પ ક્યારેય ન આવે. સંશયબુદ્ધિ બની પોતાનું પદ નથી ગુમાવાનું.

વરદાન :-
વિઘ્નોને મનોરંજનની રમત સમજી પાર કરવા વાળા નિર્વિઘ્ન , વિજ યી ભવ

વિઘ્ન આવવું એ સારી વાત છે પરંતુ વિઘ્ન હાર ન ખવડાવે. વિઘ્ન આવે જ છે મજબૂત બનાવવા માટે. એટલે વિઘ્નોથી ગભરાવવાની બદલે એને મનોરંજનની રમત સમજી પાર કરી લો ત્યારે કહેશે નિર્વિઘ્ન વિજયી. જ્યારે સર્વ શક્તિમાન બાપ નો સાથ છે તો ગભરાવવાની કોઈ વાત જ નથી. ફક્ત બાપની યાદ અને સેવામાં વ્યસ્ત રહો તો નિર્વિઘ્ન રહેશો. જ્યારે બુદ્ધિ ફ્રી (ખાલી) હોય છે ત્યારે વિઘ્ન કે માયા આવે છે, વ્યસ્ત રહો તો માયા કે વિઘ્ન કિનારો કરી લેશે.

સ્લોગન :-
સુખ નાં ખાતા ને જમા કરવા માટે મર્યાદા પૂર્વક દિલથી બધાને સુખ આપો.