02-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - યાદ
રુપી દવા થી સ્વયં ને સદા નિરોગી બનાવો , યાદ અને સ્વદર્શન ચક્ર ફેરવવાની આદત પાડો
તો વિકર્માજીત બની જશો”
પ્રશ્ન :-
જે બાળકોને પોતાની ઉન્નતિ નો સદા ખ્યાલ રહે છે, એમની નિશાની શું હશે?
ઉત્તર :-
એમનું દરેક કર્મ સદા શ્રીમત નાં આધાર પર હશે. બાપ ની શ્રીમત છે - બાળકો દેહ-અભિમાન
માં ન આવો, યાદની યાત્રા નો ચાર્ટ રાખો. પોતાનાં હિસાબ-કિતાબ નો પોતામેલ રાખો. ચેક
કરો - કેટલો સમય અમે બાબાની યાદમાં રહ્યાં, કેટલો સમય કોઈને સમજાવ્યું?
ગીત :-
તૂ પ્યાર કા
સાગર હૈ…
ઓમ શાંતિ!
અહીં જ્યારે
બેસો છો તો બાપની યાદમાં બેસવાનું છે. માયા ઘણાં ને યાદ કરવા નથી દેતી કારણ કે
દેહ-અભિમાની છે. કોઈને મિત્ર-સંબંધી, કોઈને ખાવા-પીવાનું વગેરે યાદ આવતું રહે છે.
અહીં જ્યારે આવો છો તો બાપનું આહવાન કરવું જોઈએ. જેવી રીતે લક્ષ્મીની પૂજા થાય છે
તો લક્ષ્મીનું આહવાન કરે છે, લક્ષ્મી કંઈ આવતી નથી. આ ફક્ત કહેવાય છે તો તમે પણ બાપ
ને યાદ કરો અથવા આહવાન કરો, વાત એક જ છે. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. ધારણા નથી થતી
કારણ કે વિકર્મ ખૂબ કરેલા છે, જેનાં કારણે બાપ ને પણ યાદ નથી કરી શકતાં. જેટલું બાપ
ને યાદ કરશો એટલાં વિકર્માજીત બનશો, હેલ્થ મળશે. છે ખૂબ સહજ, પરંતુ માયા અથવા પાસ્ટ
(પહેલાં) નાં વિકર્મ અડચણ નાખે છે. બાપ કહે છે તમે અડધોકલ્પ અયથાર્થ યાદ કર્યા છે.
હમણાં તો પ્રેક્ટિકલ માં આહવાન કરો છો કારણ કે જાણો છો આવવાનાં છે, મોરલી સંભળાવવા
વાળા છે. પરંતુ આ યાદ ની આદત પડી જવી જોઈએ. સદા નિરોગી બનાવવા માટે સર્જન દવા આપે
છે કે મને યાદ કરો. પછી તમે મને આવીને મળશો. મને યાદ કરવાથી જ વારસો મેળવશો. બાપ અને
સ્વીટહોમ ને યાદ કરવાનાં છે. જ્યાં જવાનું છે, તે બુદ્ધિમાં રાખવાનું છે. બાપ જ અહીં
આવીને સાચ્ચો પૈગામ (સંદેશ) આપે છે, બીજા કોઈ પણ ઈશ્વર નો પૈગામ નથી આપતાં. તે તો
અહીં સ્ટેજ પર પાર્ટ ભજવવા આવે છે અને ઈશ્વર ને ભૂલી જાય છે. ઈશ્વરની ખબર નથી રહેતી.
એને હકીકત માં પૈગંબર, મેસેન્જર કહી નથી શકતાં. આ તો મનુષ્યોએ નામ લગાવ્યાં (રાખ્યા)
છે. તે તો અહીં આવે છે, એમને પોતાનો પાર્ટ ભજવવાનો છે. તો યાદ પછી કેવી રીતે કરશે?
પાર્ટ ભજવતા પતિત બનવાનું જ છે. પછી અંત માં પાવન બનવાનું છે. પાવન તો બાપ જ આવીને
બનાવે છે. બાપની યાદ થી જ પાવન બનવાનું છે. બાપ કહે છે પાવન બનવાનો એક જ ઉપાય છે-દેહ
સહિત જે પણ દેહ નાં સંબંધ છે, એમને ભૂલી જવાનાં છે.
તમે જાણો છો મુજ
આત્માને યાદ કરવાની આજ્ઞા મળી છે. એનાં પર ચાલવાથી જ ફરમાનવરદાર (આજ્ઞાકારી) કહેવાશે.
જે જેટલો પુરુષાર્થ કરે છે એટલાં ફરમાનવરદાર છે. યાદ ઓછું કરે તો ઓછા ફરમાનવરદાર
છે. ફરમાનવરદાર પદ પણ ઊંચ મેળવે છે. બાપ નું ફરમાન છે - એક તો મુજ બાપને યાદ કરો,
બીજું જ્ઞાન ને ધારણ કરો. યાદ નથી કરતા તો સજાઓ ખૂબ ખાવી પડે છે. સ્વદર્શન ચક્ર
ફેરવતા રહેશો તો બહુજ ધન મળશે. ભગવાનુવાચ - મને યાદ કરો અને સ્વદર્શન ચક્ર ફેરવો
અર્થાત્ ડ્રામાનાં આદિ-મધ્ય-અંત ને જાણો. મારા દ્વારા મને પણ જાણો અને સૃષ્ટિનાં
આદિ-મધ્ય-અંત નું ચક્ર પણ જાણો. બે વાતો મુખ્ય છે. આનાં પર અટેન્શન આપવાનું છે.
શ્રીમત પર પૂરું અટેન્શન આપશો તો ઊંચ પદ મેળવશો. રહેમદિલ બનવાનું છે, બધાને રસ્તો
બતાવવાનો છે, કલ્યાણ કરવાનું છે. મિત્ર-સંબંધીઓ વગેરે ને સાચ્ચી યાત્રા પર લઈ જવાની
યુક્તિઓ રચવાની છે. તે છે શારીરિક યાત્રાઓ, આ છે રુહાની યાત્રા. આ સ્પ્રીચ્યુઅલ
નોલેજ (રુહાની જ્ઞાન) કોઈની પાસે નથી. તે છે બધાં શાસ્ત્રોની ફિલોસોફી. આ છે
સ્પ્રીચ્યુઅલ રુહાની નોલેજ. સુપ્રીમ રુહ આ જ્ઞાન આપે જ છે રુહો ને સમજાવીને પાછા લઈ
જવા માટે.
ઘણાં બાળકો અહીં આવીને
બેસે છે તો કોઈ લાચારી થી બેસે છે. પોતાની સ્વ-ઉન્નતિ નો કંઈ પણ ખ્યાલ નથી.
દેહ-અભિમાન ખૂબ છે. દેહી-અભિમાની હોય તો રહેમદિલ બને, શ્રીમત પર ચાલે. ફરમાનવરદાર
નથી. બાપ કહે છે પોતાનો ચાર્ટ લખો - કેટલો સમય યાદ કરો છો? કયા-કયા સમયે યાદ કરો
છો? પહેલાં ચાર્ટ રાખતા હતાં. સારું, બાબા ને ન મોકલો, પોતાની પાસે તો ચાર્ટ રાખો.
પોતાનો ચહેરો જોવાનો છે-અમે લક્ષ્મીને વરવા લાયક બન્યા છીએ? વેપારી લોકો પોતાની પાસે
પોતામેલ રાખે છે, કોઈ-કોઈ મનુષ્ય પોતાની આખા દિવસની દિનચર્યા લખે છે. એક શોખ રહે છે
લખવાનો. આ હિસાબ-કિતાબ રાખવો તો ખૂબ સારી વાત છે કે કેટલો સમય અમે બાબા ની યાદમાં
રહ્યાં? કેટલો સમય કોઈને સમજાવ્યું? એવો ચાર્ટ રાખો તો ખૂબ ઉન્નતિ થઈ જાય. બાપ સલાહ
આપે છે આવું-આવું કરો. બાળકોએ પોતાની ઉન્નતિ કરવાની છે. માળા નાં દાણા જે બને છે
એમણે પુરુષાર્થ ખૂબ કરવાનો છે. બાબાએ કહ્યું હતું-બ્રાહ્મણોની માળા હમણાં નથી બની
શકતી, અંત માં બનશે, જ્યારે રુદ્રની માળા બનશે. બ્રાહ્મણોની માળા નાં દાણા બદલાતા
રહે છે. આજે જે ૩-૪ નંબર માં છે, કાલે તે લાસ્ટ માં ચાલ્યા જાય છે. કેટલો ફરક થઈ
જાય? કોઈ નીચે પડે છે તો દુર્ગતિ થઈ જાય. માળા માંથી તો ગયાં, પ્રજામાં પણ બિલકુલ
ચંડાળ જઈને બને છે. જો માળામાં પરોવાવું છે તો એનાં માટે ખૂબ મહેનત કરવી પડે. બાબા
બહુજ સારી સલાહ આપે છે-પોતાની ઉન્નતિ કેવી રીતે કરો? બધાં માટે કહે છે. ભલે કોઈ
મૂંગા હોય તો પણ ઈશારા થી કોઈને બાપ ની યાદ અપાવી શકે છે. બોલવા વાળા કરતાં ઊંચા જઈ
શકે છે. આંધળા, લૂલાં કેવા પણ હોય તંદુરસ્ત કરતાં પણ વધારે પદ મેળવી શકે છે.
સેકન્ડમાં ઈશારો અપાય છે. સેકન્ડમાં જીવન મુક્તિ ગવાયેલી છે ને? બાપનાં બન્યા અને
વારસો તો મળી જ જશે. પછી એમાં નંબરવાર પદ જરુર છે. બાળક જન્મ્યું અને વારસાનું
હકદાર બની જાય છે. અહીં તમે આત્મા તો છો જ પુરુષ. તો ફાધર પાસેથી વારસાનો હક લેવાનો
છે. બધો આધાર પુરુષાર્થ પર છે. પછી કહેવાશે કલ્પ પહેલાં પણ આવો પુરુષાર્થ કર્યો હતો.
માયાની સાથે બોક્સિંગ છે. પાંડવો ની હતી જ માયા રાવણ સાથે લડાઈ. કોઈ તો પુરુષાર્થ
કરી વિશ્વનાં માલિક ડબલ સિરતાજ (તાજધારી) બને છે, કોઈ પછી પ્રજામાં પણ નોકર-ચાકર બને
છે. બધાં અહીં ભણી રહ્યા છે. રાજધાની સ્થાપન થઈ રહી છે, અટેન્શન જરુર આગળ વાળા દાણા
તરફ જશે. ૮ દાણા કેવી રીતે ચાલી રહ્યા છે? પુરુષાર્થ માં ખબર પડે છે. એવું નથી,
અંતર્યામી છે, બધાની અંદર વાંચે છે. ના, અંતર્યામી એટલે જાની જાનનહાર. એવું નથી કે
દરેકનાં દિલની વાત બેસીને જાણે છે. જાની જાનનહાર અર્થાત્ નોલેજફુલ છે. સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત ને જાણે છે. એક-એક નાં દિલ ને થોડી બેસીને વાંચશે? મને થોટ રીડર સમજ્યો
છે શું? હું જાની જાનનહાર છું અર્થાત્ નોલેજફુલ છું. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ને જ
સૃષ્ટિનો આદિ, મધ્ય, અંત કહેવાય છે. આ ચક્ર કેવી રીતે રીપીટ થાય છે? એનાં રીપીટેશન
(પુનરાવર્તન) ને જાણું છું. તે જ્ઞાન આપ બાળકોને ભણાવવા આવું છું. દરેક સમજી શકે છે
કે કોણ કેટલી સર્વિસ (સેવા) કરે છે, શું ભણે છે? એવું નથી કે બાબા એક-એક ને જાણે
છે. બાબા ફક્ત આ ધંધો થોડી કરશે? એ તો જાની જાનનહાર મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ,
નોલેજફુલ છે. કહે છે મનુષ્ય સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંત અને જે મુખ્ય એક્ટર્સ છે એમને
જાણું છું. બાકી તો અથાહ રચના છે. આ જાની-જાનનહાર શબ્દ તો જૂનો છે. હું તો જે નોલેજ
જાણું છું તે તમને ભણાવું છું. બાકી તમે શું-શું કરો છો તે આખો દિવસ બેસીને જોઈશ
શું? હું તો સહજ રાજયોગ અને જ્ઞાન શીખવાડવા આવ્યો છું. બાપ કહેશે બાળકો તો ખૂબ છે,
હું બાળકોની આગળ પ્રત્યક્ષ થયો છું. આખો કારોબાર બાળકો સાથે છે. જે મારા બાળકો બને
છે એમનો હું બાપ છું. પછી તે સગા છે કે લગા (સોતેલા) છે તે હું સમજી શકું છું.
દરેકનું ભણતર છે. શ્રીમત પર એક્ટમાં આવવાનું (કર્મ કરવાનાં) છે. કલ્યાણકારી બનવાનું
છે. આપ બાળકો જાણો છો બૃહસ્પતિ ને વૃક્ષપતિ ડે કહેવાય છે. વૃક્ષપતિ પણ થયાં, શિવ પણ
થયાં. છે તો એક જ. ગુરુવાર નાં દિવસે બાળકોને સ્કૂલમાં બેસાડે છે. જેવી રીતે સોમનાથ
નો દિવસ સોમવાર છે, શિવબાબા સોમરસ પીવડાવે છે. આમ તો એમનું નામ શિવ છે, પરંતુ ભણાવે
છે એટલે સોમનાથ કહી દીધું છે. રુદ્ર પણ સોમનાથ ને કહેવાય છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો
તો જ્ઞાન સંભળાવવા વાળા થઈ ગયાં. નામ ખૂબ રાખી દીધાં છે. તો એની સમજણ અપાય છે.
શરુઆત થી આ એક જ યજ્ઞ ચાલે છે, કોઈને પણ ખબર નથી કે આખી જૂની સૃષ્ટિની સામગ્રી આ
યજ્ઞમાં સ્વાહા થવાની છે. જે પણ મનુષ્ય છે, જે કંઈ પણ છે, તત્વો સહિત બધું પરિવર્તન
થવાનું છે. આ પણ બાળકોએ જોવાનું છે, જોવા વાળા બહુજ મહાવીર જોઈએ. કંઈ થઈ જાય,
ભૂલવાનું નથી. મનુષ્ય તો હાય-હાય, ત્રાહી-ત્રાહી કરતા રહેશે. પહેલાં-પહેલાં તો
સમજાવવાનું છે થોડો ખ્યાલ કરો, સતયુગ માં એક જ ભારત હતું, મનુષ્ય ખૂબ થોડા હતાં, એક
ધર્મ હતો, હમણાં કળિયુગ અંત સુધી કેટલાં ધર્મ છે? આ ક્યાં સુધી ચાલશે? કળિયુગ પછી
જરુર સતયુગ થશે (આવશે). હવે સતયુગ ની સ્થાપના કોણ કરશે? રચયિતા તો બાપ જ છે. સતયુગ
ની સ્થાપના અને કળિયુગ નો વિનાશ થાય છે. આ વિનાશ સામે છે હમણાં તમને બાપ દ્વારા
પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર નું જ્ઞાન મળ્યું છે. આ સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે. બાપ
અને બાપ ની રચનાને યાદ કરવાનાં છે. કેટલી સહજ વાત છે!
ગીત :- તૂ પ્યાર કા
સાગર હૈ… ચિત્રોમાં ઓશન ઓફ નોલેજ (જ્ઞાન નાં સાગર), ઓશન ઓફ બ્લિસ (આનંદ નાં સાગર)
લખે છે, એમાં ઓશન ઓફ લવ (પ્રેમ નાં સાગર) શબ્દ જરુર આવવો જોઈએ. બાપની મહિમા બિલકુલ
અલગ છે. સર્વવ્યાપી કહેવાથી મહિમા ને જ ખતમ કરી દે છે. તો ઓશન ઓફ લવ શબ્દ જરુર
લખવાનો છે, આ બેહદનાં મા-બાપ નો પ્રેમ છે, જેનાં માટે જ ગાય છે તમારી કૃપા થી સુખ
ઘનેરા (અથાહ), પરંતુ જાણતાં નથી. હમણાં બાપ કહે છે તમે મને જાણવાથી બધુંજ જાણી જશો.
હું જ સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંત નું જ્ઞાન સમજાવીશ. એક જન્મ ની વાત નથી, આખી
સૃષ્ટિનાં પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર ને જાણે છે, તો કેટલું બુદ્ધિમાં આવવું જોઈએ. જે
દેહી-અભિમાની નથી બનતાં એમને ધારણા પણ નથી થતી. આખું કલ્પ દેહ-અભિમાન ચાલ્યું છે.
સતયુગ માં પણ પરમાત્મા નું જ્ઞાન નથી રહેતું. અહીં પાર્ટ ભજવવા આવ્યા અને પરમાત્મા
નું જ્ઞાન ભૂલી ગયાં. આ તો સમજે છે આત્મા એક શરીર છોડી બીજું લે છે. પરંતુ ત્યાં
દુઃખની વાત નથી. આ બાપની મહિમા છે, જ્ઞાન નાં સાગર, પ્રેમ નાં સાગર છે. એક બુંદ (સાર)
છે મનમનાભવ, મધ્યાજીભવ… આ મળવાથી આપણે વિષય સાગર થી ક્ષીર સાગર માં ચાલ્યા જઈએ છીએ.
કહે છે ને - સ્વર્ગમાં દૂધ-ઘી ની નદીઓ વહે છે. આ બધી મહિમા છે. બાકી નદી કોઈ દૂધ-ઘી
ની થોડી હોય શકે છે? વરસાદ માં તો પાણી નીકળશે. ઘી ક્યાંથી નીકળશે? આ મહિમા અપાયેલી
છે. આ પણ તમે જાણો છો સ્વર્ગ કોને કહેવાય છે? ભલે અજમેર માં મોડલ છે પરંતુ સમજતા
કંઈ પણ નથી. તમે કોઈને પણ સમજાવો તો ઝટ સમજી જશે. જેવી રીતે બાપ ને આદિ, મધ્ય, અંતનું
જ્ઞાન છે તેવી રીતે આપ બાળકોની બુદ્ધિમાં પણ ફરવું જોઈએ. બાપ નો પરિચય આપવાનો છે,
એક્યુરેટ મહિમા સંભળાવવાની છે, એમની મહિમા અપરમપાર છે. બધાં એક સમાન નથી હોઈ શકતાં.
દરેકને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. આગળ ચાલીને જોશો, દિવ્ય દૃષ્ટિમાં જે બાબાએ
દેખાડ્યું છે તે પછી પ્રેક્ટિકલ થવાનું છે. સ્થાપના અને વિનાશ નાં સાક્ષાત્કાર
કરાવતા રહે છે. અર્જુન ને પણ દિવ્ય દૃષ્ટિ થી સાક્ષાત્કાર કરાવ્યો હતો પછી
પ્રેક્ટિકલ માં જોયું. તમે પણ આ આંખોથી વિનાશ જોશો. વૈકુંઠનાં સાક્ષાત્કાર કર્યા
છે, તે પણ જ્યારે પ્રેક્ટિકલ માં જશો તો પછી સાક્ષાત્કાર બંધ થઈ જશે. કેટલી
સારી-સારી વાતો સમજાવે છે, જે પછી બાળકોએ બીજાઓને સમજાવવાની છે - બહેનો-ભાઈઓ આવીને
આવાં બાબા પાસેથી વારસો લો, આ જ્ઞાન અને યોગ દ્વારા.
બાબા નિમંત્રણ પત્ર
ને કરેક્ટ કરી રહ્યા છે. નીચે સહી (હસ્તાક્ષર) કરે છે તન-મન-ધન થી ઈશ્વરીય સેવા પર
ઉપસ્થિત છીએ, આ કાર્ય માટે. આગળ ચાલી મહિમા તો થવાની છે. કલ્પ પહેલાં જેમણે વારસો
લીધો છે, એમને આવવાનું જ છે. મહેનત કરવાની છે. પછી ખુશીનો પારો ચઢતાં-ચઢતાં સ્થાયી
બની જશો. પછી વારંવાર મૂરઝાશો નહીં. તોફાન તો ખૂબ આવશે, એને પાર કરવાનાં છે. શ્રીમત
પર ચાલતાં રહો. વ્યવહાર પણ કરવાનાં છે. જ્યાં સુધી સર્વિસ નું સબૂત નથી આપતાં ત્યાં
સુધી બાબા આ સર્વિસ માં લગાવી નથી શકતાં. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
પૂરું અટેન્શન આપીને પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે. બધાને સાચ્ચી યાત્રા
કરાવવાની છે, રહેમદિલ બનવાનું છે.
2. બાપનાં દરેક
ફરમાનનું પાલન કરવાનું છે. યાદ અથવા સેવાનો ચાર્ટ જરુર રાખવાનો છે. સ્વદર્શન ચક્ર
ફેરવવાનું છે.
વરદાન :-
સાચાં દિલ થી
સાહેબ ને રાજી કરવા વાળા રાઝયુક્ત ( રહસ્યયુક્ત ), યુક્તિયુક્ત , યોગયુક્ત ભવ
બાપદાદા નું ટાઈટલ
દિલવાળા, દિલારામ છે. જે સાચાં દિલવાળા બાળકો છે એમનાં પર સાહેબ રાજી થઈ જાય છે.
દિલ થી બાપ ને યાદ કરવા વાળા સહજ જ બિંદુ રુપ બની શકે છે. તે બાપની વિશેષ દુવાઓનાં
પાત્ર બની જાય છે. સચ્ચાઈ ની શક્તિ થી સમય પ્રમાણે એમનું દિમાગ (એમની બુદ્ધિ)
યુક્તિયુક્ત, યથાર્થ કાર્ય સ્વત: જ કરે છે. ભગવાન ને રાજી કરેલા છે એટલે દરેક
સંકલ્પ, બોલ અને કર્મ યથાર્થ હોય છે. તે રાઝયુક્ત, યુક્તિયુક્ત, યોગયુક્ત બની જાય
છે.
સ્લોગન :-
બાપ નાં લવ
માં સદા લીન રહો તો અનેક પ્રકારનાં દુઃખ અને દગા થી બચી જશો.