03-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - બાપ આવ્યાં છે આપ બાળકો ને સ્વચ્છ બુદ્ધિ બનાવવાં , જ્યારે સ્વચ્છ બનો ત્યારે તમે દેવતા બની શકશો

પ્રશ્ન :-
આ ડ્રામાનો બન્યો-બનાવેલ પ્લાન કયો છે, જેનાંથી બાપ પણ છૂટી નથી શકતાં?

ઉત્તર :-
દરેક કલ્પમાં બાપએ પોતાનાં બાળકોની પાસે આવવાનું જ છે, પતિત દુઃખી બાળકોને સુખી બનાવવાનાં જ છે-આ ડ્રામાનો પ્લાન બનેલો છે, આ બંધન થી બાપ પણ નથી છૂટી શકતાં.

પ્રશ્ન :-
ભણાવવા વાળા બાપની મુખ્ય વિશેષતા કઈ છે?

ઉત્તર :-
એ બહુજ નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તનમાં આવે છે. બાપ આ સમયે તમને સ્વર્ગનાં માલિક બનાવે, તમે પછી દ્વાપર માં એમનાં માટે સોનાનાં મંદિર બનાવો છો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે..

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું કે બે દુનિયા છે-એક પાપ ની દુનિયા, એક પુણ્ય ની દુનિયા. દુઃખની દુનિયા અને સુખની દુનિયા. સુખ જરુર નવી દુનિયા, નવાં મકાનમાં હોઈ શકે છે. જૂનાં મકાનમાં દુઃખ જ હોય છે એટલે એને ખતમ કરાય છે. પછી નવાં મકાનમાં સુખમાં બેસવાનું હોય છે. હવે બાળકો જાણે છે ભગવાનને કોઈ મનુષ્ય માત્ર નથી જાણતાં. રાવણ રાજ્ય હોવાનાં કારણે બિલ્કુલ જ પથ્થરબુદ્ધિ, તમોપ્રધાન બુદ્ધિ થઈ ગયાં છે. બાપ આવીને સમજાવે છે મને ભગવાન તો કહે છે પરંતુ જાણતા કોઈ પણ નથી. ભગવાન ને નથી જાણતા તો કોઈ કામનાં ન રહ્યાં. દુઃખ માં જ હેં પ્રભુ, હેં ઈશ્વર કહીં પોકારે છે. પરંતુ વન્ડર છે એક પણ મનુષ્ય માત્ર બેહદનાં બાપ રચતા ને જાણતા નથી. કહી દે છે સર્વવ્યાપી છે, કચ્છ-મચ્છ માં પરમાત્મા છે. આ તો પરમાત્માની ગ્લાનિ કરે છે. બાપને કેટલા બદનામ કરે છે એટલે ભગવાનુવાચ છે-જ્યારે ભારતમાં મારી અને દેવી-દેવતાઓની ગ્લાનિ કરતાં-કરતાં સીડી ઉતરતા તમોપ્રધાન બની જાય છે, ત્યારે હું આવું છું. ડ્રામા અનુસાર બાળકો કહે છે આ પાર્ટમાં તો પણ આવવું પડશે. બાપ કહે છે આ ડ્રામા બનેલો છે. હું પણ ડ્રામાનાં બંધનમાં બંધાયેલો છું. આ ડ્રામાથી હું પણ છૂટી નથી શકતો. મારે પણ પતિતને પાવન બનાવવા આવવું જ પડે છે. નહિ તો નવી દુનિયા કોણ સ્થાપન કરશે? બાળકો ને રાવણ રાજ્યનાં દુઃખોથી છોડાવી નવી દુનિયામાં કોણ લઈ જશે? ભલે આ દુનિયામાં આમ તો બહુજ ધનવાન મનુષ્ય છે, સમજે છે અમે તો સ્વર્ગ માં બેઠા છીએ, ધન છે, મહેલ છે, એરોપ્લેન છે પરંતુ અચાનક જ કોઈ બીમાર થઈ જાય છે, બેઠાં-બેઠાં મરી જાય છે, કેટલું દુઃખ થાય છે. તેઓને આ ખબર નથી કે સતયુગ માં ક્યારેય અકાળે મૃત્યુ થતી નથી, દુઃખની વાત નથી. ત્યાં આયુષ્ય પણ મોટું હોય છે. અહીંયા તો અચાનક મરી જાય છે. સતયુગમાં આવી વાતો હોતી નથી. ત્યાં શું હોય છે? આ પણ કોઈ નથી જાણતું એટલે બાપ કહે છે કેટલાં તુચ્છ બુદ્ધિ છે. હું આવીને તેમને સ્વચ્છ બુદ્ધિ બનાવું છું. રાવણ પથ્થરબુદ્ધિ, તુચ્છબુદ્ધિ બનાવે છે. ભગવાન સ્વચ્છ બુદ્ધિ બનાવી રહ્યાં છે. બાપ તમને મનુષ્ય થી દેવતા બનાવી રહ્યાં છે. બધાં બાળકો કહે છે સૂર્યવંશી મહારાજા-મહારાણી બનવા આવ્યા છીએ. લક્ષ-હેતુ સામે છે. નર થી નારાયણ બનવાનું છે. આ છે સત્યનારાયણની કથા. પછી ભક્તિમાં બ્રાહ્મણ કથા સંભળાવતાં રહે છે. સાચે જ કોઈ નર નથી નારાયણ બને થોડી છે. તમે તો સાચે જ નર થી નારાયણ બનવાં આવ્યા છો. કોઈ-કોઈ પૂછે છે તમારી સંસ્થાનો ઉદ્દેશ શું છે? બોલો નર થી નારાયણ બનવું-આ છે અમારો ઉદ્દેશ. પરંતુ આ કોઈ સંસ્થા નથી. આ તો પરિવાર છે. મા, બાપ અને બાળકો બેઠાં છે. ભક્તિમાર્ગ માં તો ગાતા હતાં તુમ માત-પિતા. હેં માતા-પિતા જ્યારે આપ આવો છો તો અમે આપ થી સુખ ઘનેરા લઈએ છીએ, અમે વિશ્વનાં માલિક બનીએ છીએ. હવે તમે વિશ્વનાં માલિક બનો છો ને, તે પણ સ્વર્ગ નાં. હવે આવાં બાપને જોતાં કેટલી ખુશીનો પારો ચઢવો જોઇએ. જેમને અડધો કલ્પ યાદ કર્યા છે-હેં ભગવાન આવો, તમે આવશો તો અમે તમારાં થી બહુજ સુખ પામશું. આ બેહદનાં બાપ તો બેહદનો વારસો આપે છે, તે પણ ૨૧ જન્મનાં માટે. બાપ કહે છે-હું તમને દૈવી સંપ્રદાય બનાવું છું, રાવણ આસુરી સંપ્રદાય બનાવે છે. હું આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરું છું. ત્યાં પવિત્રતાનાં કારણે આયુષ્ય પણ લાંબુ રહે છે. અહીંયા છે ભોગી, અચાનક મરતાં રહે છે. ત્યાં યોગથી વારસો મળેલો હોય છે. આયુષ્ય પણ ૧૫૦ વર્ષ રહે છે. પોતાનાં સમય પર એક શરીર છોડી બીજું લે છે. તો આ નોલેજ બાપ જ બેસીને આપે છે. ભક્ત ભગવાન ને શોધે છે, સમજે છે શાસ્ત્ર વાંચવા, તીર્થ વગેરે કરવાં-આ બધું ભગવાન થી મળવાનાં રસ્તા છે. બાપ કહે છે આ રસ્તા છે જ નહીં. રસ્તો તો હું જ બતાવીશ. તમે તો કહેતાં હતાં-હેં આંધળાઓ ની લાઠી પ્રભુ આવો, અમને શાંતિધામ-સુખધામમાં લઈ ચલો. તો બાપ જ સુખધામનો રસ્તો બતાવે છે. બાપ ક્યારેય દુઃખ નથી દેતાં. આતો બાપ પર ખોટા આરોપ લગાવી દે છે. કોઈ મરે છે તો ભગવાનને ગાળ આપવા લાગી જાય છે. બાપ કહે છે હું થોડી કોઈને મારુ છું કે દુઃખ આપું છું. આ તો દરેકનો પોતાનો પાર્ટ છે. હું જે રાજ્ય સ્થાપન કરું છું, ત્યાં અકાળે મૃત્યુ, દુઃખ વગેરે ક્યારેય હોતું જ નથી. હું તમને સુખધામ લઈ જાઉં છું. બાળકોનાં રુવાંટા ઉભા થઈ જવાં જોઈએ. ઓહો, બાબા અમને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. મનુષ્યોને આ ખબર જ નથી કે સંગમયુગને પુરુષોત્તમ કહેવાય છે. ભક્તિમાર્ગ માં ભક્તોએ પછી પુરુષોત્તમ માસ વગેરે બેસીને બનાવ્યાં છે. હકીકતમાં છે પુરુષોત્તમ યુગ, જ્યારે બાપ આવીને ઊંચે થી ઊંચા બનાવે છે. હમણાં તમે પુરુષોત્તમ બની રહ્યાં છો. સૌથી ઊંચે થી ઊંચા પુરુષોત્તમ, લક્ષ્મી-નારાયણ જ છે. મનુષ્ય તો કંઈ પણ સમજતાં નથી. ચઢતી કળામાં લઈ જવાવાળા એક જ બાપ છે. સીડી પર કોઈને પણ સમજાવવું ખુબ સહજ છે. બાપ કહે છે હવે ખેલ પૂરો થયો, ઘરે ચાલો. હવે આ જુનું છી-છી શરીર છોડવાનું છે. તમે પહેલા નવી દુનિયામાં સતોપ્રધાન હતાં પછી ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન શુદ્ર બન્યાં છો. હવે ફરી શૂદ્ર બ્રાહ્મણ બન્યાં છો. હવે બાપ આવ્યા છે ભક્તિનું ફળ દેવા. બાપ એ સતયુગ માં ફળ આપ્યું હતું. બાપ છે જ સુખદાતા. બાપ પતિત-પાવન આવે છે તો આખી દુનિયાનાં મનુષ્યમાત્ર તો શું, પ્રકૃતિ ને પણ સતોપ્રધાન બનાવે છે. હમણાં તો પ્રકૃતિ પણ તમોપ્રધાન છે. અનાજ વગેરે મળતું જ નથી, તેઓ સમજે છે અમે આ-આ કરીએ છીએ. આવતાં વર્ષે ખુબ અનાજ થશે. પરંતુ કંઈ પણ થતું નથી. નેચરલ કૈલેમિટીજ (કુદરતી આપદાઓ) ને કોઈ શું કરી શકશે! ફેમન (દુકાળ) પડશે, અર્થકવેક (ધરતીકંપ) થશે, બીમારીઓ થશે. લોહીની નદીઓ વહેશે. આ તેજ મહાભારત લડાઈ છે. હવે બાપ કહે છે તમે પોતાનો વારસો પામી લો. હું આપ બાળકોને સ્વર્ગનો વારસો આપવા આવ્યો છું. માયા રાવણ શ્રાપ આપે છે, નર્કનો વારસો આપે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ કહે છે ડ્રામા અનુસાર હું પણ શિવાલય સ્થાપન કરું છું. આ ભારત શિવાલય હતું, હમણાં વેશ્યાલય છે. વિષય સાગરમાં ગોતા ખાતાં રહે છે.

હમણાં આપ બાળકો જાણો છો બાબા આપણને શિવાલયમાં લઈ જાય છે તો આ ખુશી રહેવી જોઈએ ને. આપણને બેહદનાં ભગવાન ભણાવી રહ્યા છે. બાપ કહે છે હું તમને વિશ્વનાં માલિક બનાવું છું. ભારતવાસી પોતાના ધર્મને જ નથી જાણતાં. આપણો સમુદાય તો મોટામાં મોટો છે જેનાંથી બીજા સમુદાયો નીકળે છે. આદિ સનાતન કયો ધર્મ, કયો સમુદાય હતો-આ સમજતાં નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળાનો સમુદાય, પછી સેકન્ડ નંબરમાં ચંદ્રવંશી સમુદાય, પછી ઈસ્લામી વંશનો સમુદાય. આ આખા ઝાડનુ રહસ્ય બીજા કોઈ સમજાવી ન શકે. હમણાં તો જુઓ કેટલાં સમુદાય છે. ડાળ-ડાળીઓ કેટલી છે. આ છે વિવિધ ધર્મોનું ઝાડ, આ વાતો બાપ જ આવીને બુદ્ધિમાં નાખે છે. આ ભણતર છે, આ તો રોજ ભણવું જોઈએ. ભગવાનુવાચ-હું તમને રાજાઓનો રાજા બનાવું છું. પતિત રાજાઓ તો વિનાશી ધન દાન કરવાથી બની શકાય છે. હું તમને એવાં પાવન બનાવું છું જે તમે ૨૧ જન્મનાં માટે વિશ્વનાં માલિક બનો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. પોતાનાં સમય પર શરીર છોડે છે. આપ બાળકોને ડ્રામાનું રહસ્ય પણ બાપએ સમજાવ્યું છે. તે બાઈસકોપ, ડ્રામા વગેરે નીકળ્યાં છે તો આનાં પર સમજાવવાનું પણ સહજ થાય છે. આજકાલ તો બહુજ ડ્રામા વગેરે બનાવે છે. મનુષ્યોને બહુજ શોખ થઈ ગયાં છે. તે બધાં છે હદનાં, આ છે બેહદનો ડ્રામા. આ સમયે માયાનો પામ્પ(ભપકો) બહુજ છે. મનુષ્ય સમજે છે-હમણાં તો સ્વર્ગ બની ગયું છે. પહેલાં થોડી આટલી મોટી બિલ્ડીંગ વગેરે હતું. તો કેટલું આપોઝિશન (વિરોધ) છે. ભગવાન સ્વર્ગ રચે છે તો માયા પણ પોતાનું સ્વર્ગ દેખાડે છે. આ છે બધો માયાનો પામ્પ. આનું પતન થવાનું છે કેટલી જબરજસ્ત માયા છે. તમારે તેનાથી મુખ ફેરવી લેવાનું છે. બાપ છે જ ગરીબ નિવાઝ. સાહૂકારોનાં માટે સ્વર્ગ છે, ગરીબ બિચારા નર્કમાં છે. તો હવે નર્કવાસીઓને સ્વર્ગવાસી બનાવવાનાં છે. ગરીબ જ વારસો લેશે, સાહૂકાર તો સમજે છે અમે સ્વર્ગમાં બેઠાં છીએ. સ્વર્ગ-નર્ક અહીંયા જ છે. આ બધી વાતોને હવે તમે સમજો છો. ભારત કેટલું ભિખારી બની ગયું છે. ભારત જ કેટલું સાહૂકાર હતું. એક જ આદિ સનાતન ધર્મ હતો. હમણાં પણ કેટલી જૂની ચીજો નીકાળતાં રહે છે. કહે છે આટલા વર્ષોની જૂની ચીજ છે. હાડકાં નિકાળે છે, કહે છે આટલા લાખો વર્ષનાં છે. હવે લાખો વર્ષનાં હાડકા પાછાં ક્યાંથી નીકળી શકે. તેની પછી કિંમત પણ કેટલી રાખે છે.

બાપ સમજાવે છે હું આવીને બધાંની સદ્દગતિ કરું છું, આમનામાં પ્રવેશ કરીને આવું છું. આ બ્રહ્મા સાકારી છે, આ જ પછી સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બને છે. એ અવ્યક્ત, આ વ્યક્ત. બાપ કહે છે હું બહુજ જન્મોનાં અંતનાં પણ અંતમાં આવું છું, જે નંબરવન પાવન તે ફરી નંબરવન પતિત. હું આમનામાં આવું છું કારણ કે આમને જ ફરી નંબરવન પાવન બનવાનું છે. આ સ્વયં ને ક્યાં કહે છે કે હું ભગવાન છું, ફલાણો છું. બાપ પણ સમજે છે હું આ તનમાં પ્રવેશ કરી આમનાં દ્વારા બધાંને સતોપ્રધાન બનાવું છું. હવે બાપ બાળકોને સમજાવે છે તમે અશરીરી આવ્યા હતાં પછી ૮૪ જન્મ લઇ પાર્ટ ભજવ્યો, હવે પાછાં જવાનું છે. સ્વયંને આત્મા સમજો, દેહ-અભિમાન તોડો. ફક્ત યાદની યાત્રા પર રહેવાનું છે બીજી કોઈ તકલીફ નથી. જે પવિત્ર બનશે, નોલેજ સાંભળશે તેજ વિશ્વનાં માલિક બનશે. કેટલી મોટી સ્કૂલ છે. ભણાવવાવાળા બાપ કેટલા નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તનમાં આવે છે. ભક્તિમાર્ગ માં તમે એમનાં માટે કેટલાં સરસ સોનાનાં મંદિર બનાવો છો. આ સમયે તમને સ્વર્ગનાં માલિક બનાવું છું તો પતિત શરીરમાં આવીને બેસું છું. પછી ભક્તિમાર્ગ માં તમે મને સોમનાથ મંદિરમાં બેસાડો છો. સોના હીરાનાં મંદિર બનાવો છો કારણકે તમે જાણો છો અમને સ્વર્ગનાં માલિક બનાવે છે એટલે ખાતરી કરો છો. આ બધું રહસ્ય સમજાવ્યું છે. ભક્તિ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી થાય છે. આજકાલ જુઓ મનુષ્યની પણ પૂજા કરતાં રહે છે. ગંગાનાં કિનારા પર જુઓ શિવોહમ્ કહી બેસી જાય છે. માતાઓ જઈને દૂધ ચઢાવે છે, પૂજા કરે છે. આ દાદાએ પોતે પણ કર્યુ છે, પૂજારી નંબરવન બન્યાં છે ને. વન્ડર છે ને. બાપ કહે છે આ વન્ડરફુલ દુનિયા છે. કેવી રીતે સ્વર્ગ બને છે, કેવી રીતે નર્ક બને છે-બધું રહસ્ય બાળકોને સમજાવતાં રહે છે. આ જ્ઞાન તો શાસ્ત્રોમાં નથી. તે છે ફિલોસોફી (તત્વજ્ઞાન) નાં શાસ્ત્ર. આ છે. સ્પ્રીચુઅલ (આધ્યાત્મિક) નોલેજ જે રુહાની પિતા કે આપ બાળકોનાં સિવાય કોઈ આપી ન શકે. અને આપ બ્રાહ્મણોનાં સિવાય રુહાની નોલેજ કોઈને મળી ન શકે. જ્યાં સુધી બ્રાહ્મણ ન બનો તો દેવતા બની ન શકો. આપ બાળકોને બહુજ ખુશી રહેવી જોઈએ, ભગવાન આપણને ભણાવે છે, શ્રીકૃષ્ણ નહીં. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયાનો ખુબ મોટો પામ્પ (ભપકો) છે, આનાંથી પોતાનું મુખ ફેરવી લેવાનું છે. સદા એજ ખુશીમાં રુવાંટા ઊભા થાય કે અમે તો હમણાં પુરુષોત્તમ બની રહ્યા છીએ, ભગવાન અમને ભણાવે છે.

2. વિશ્વનું રાજ્ય ભાગ્ય લેવાનાં માટે ફક્ત પવિત્ર બનવાનું છે. જેમ બાપ નિરહંકારી બની પતિત દુનિયા, પતિત તનમાં આવે છે, એવું બાપ સમાન નિરહંકારી બની સેવા કરવાની છે.

વરદાન :-
હદ ની સર્વ કામનાઓ પર જીત પ્રાપ્ત કરવા વાળા કામજીત જગતજીત ભવ

કામ વિકાર નો અંશ સર્વ હદની કામનાઓ છે. કામના એક છે વસ્તુઓની, બીજી છે વ્યક્તિ દ્વારા હદની પ્રાપ્તિની, ત્રીજી છે સંબંધ નિભાવવામાં, ચોથી છે સેવા ભાવનામાં હદની કામના નો ભાવ. કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ નાં પ્રતિ વિશેષ આકર્ષણ હોવું-ઈચ્છા નથી પરંતુ આ સારું લાગે છે, આ પણ કામ વિકારનો અંશ છે. જ્યારે આ સૂક્ષ્મ અંશ પણ સમાપ્ત થાય ત્યારે કહેવાશે કામજીત જગત જીત.

સ્લોગન :-
દિલની મહેસુસતા થી દિલારામ બાપનાં આશીર્વાદ લેવાનાં અધિકારી બનો.


અવ્યક્ત સ્થિતિ નો અનુભવ કરવા માટે વિશેષ અભ્યાસ
કોઈ પણ કર્મ કરતા સદેવ આ સ્મૃતિ રહે કે દરેક કર્મ માં બાપદાદા મારી સાથે પણ છે અને અમારાં આ અલૌકિક જીવનનો હાથ એમનાં હાથમાં છે અર્થાત્ જીવન એમનાં હવાલે છે. પછી જવાબદારી એમની થઈ જાય છે. બધાં બોજ બાપની ઉપર રાખી સ્વયંને હલ્કા કરી દો તો કર્મયોગી ફરિશ્તા બની જશો.