03-01-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  05.10.87    બાપદાદા મધુબન


બ્રાહ્મણ જીવન નું સુખ - સંતુષ્ટતા અને પ્રસન્નતા
 


આજે બાપદાદા ચારે તરફ નાં પોતાનાં અતિ લાડલાં, સિકિલધા બ્રાહ્મણ બાળકો માંથી વિશેષ બ્રાહ્મણ જીવન ની વિશેષતા સંપન્ન બાળકોને જોઈ રહ્યાં છે. આજે અમૃતવેલાએ બાપદાદા સર્વ બ્રાહ્મણ કુળ બાળકો માંથી તે વિશેષ આત્માઓને વીણી રહ્યાં હતાં જે સદા સંતુષ્ઠતા દ્વારા સ્વયં પણ સદા સંતુષ્ટ રહે છે અને બીજાઓ ને પણ સંતુષ્ટતા ની અનુભૂતિ પોતાની દૃષ્ટિ, વૃત્તિ અને કૃતિ દ્વારા સદા કરાવતાં આવ્યાં છે. તો આજે એવી સંતુષ્ટમણીઓ ની માળા પરોવી રહ્યાં હતાં જે સદા સંકલ્પ માં, બોલ માં, સંગઠન નાં સંબંધ-સંપર્ક માં, કર્મ માં સંતુષ્ટતા નાં ગોલ્ડન (સુવર્ણ) પુષ્પ બાપદાદા દ્વારા પોતાનાં ઉપર વરસાવવા નો અનુભવ કરતાં અને સર્વ પ્રતિ સંતુષ્ટતા નાં ગોલ્ડન પુષ્પોની વર્ષા સદા કરતાં રહે છે. એવી સંતુષ્ટ આત્માઓ ચારે તરફમાં કોઈ-કોઈ નજર આવી. માળા મોટી ન બની, નાની એવી માળા બની. બાપદાદા વારંવાર સંતુષ્ટમણીઓ ની માળા ને જોઈ હર્ષિત થઇ રહ્યાં હતાં કારણ કે એવી સંતુષ્ટમણીઓ જ બાપદાદાનાં ગળાનો હાર બને છે, રાજ્ય અધિકારી બને છે અને ભક્તોનાં સિમરણ ની માળા બને છે.

બાપદાદા બીજા બાળકોને પણ જોઈ રહ્યાં હતાં જે ક્યારેક સંતુષ્ટ અને ક્યારેક અસંતુષ્ટ નાં સંકલ્પ-માત્ર છાયા ની અંદર આવી જાય છે અને પછી નીકળી જાય છે, ફસાઈ નથી જતાં. ત્રીજા બાળકો ક્યારેક સંકલ્પ ની અસંતુષ્ટતા, ક્યારેક સ્વયંની સ્વયં થી અસંતુષ્ટતા, ક્યારેક પરિસ્થિતિઓ દ્વારા અસંતુષ્ટતા, ક્યારેક સ્વયંની હલચલ દ્વારા અસંતુષ્ટતા અને ક્યારેય નાની-મોટી વાતો થી અસંતુષ્ટતા - આ જ ચક્રમાં ચાલતાં અને નીકળતાં અને પછી ફસાતાં રહે છે. એવી માળા પણ જોઈ. તો ત્રણ માળાઓ તૈયાર થઈ. મણીઓ તો બધાં છે પરંતુ સંતુષ્ટ-મણિઓની ઝલક અને બીજા બે પ્રકાર નાં મણિઓની ઝલક શું હશે, આ તો તમે પણ જાણી શકો છો. બ્રહ્મા બાપ વારંવાર ત્રણેય માળાઓને જોતાં હર્ષિત પણ થઈ રહ્યાં હતાં, સાથે-સાથે પ્રયત્ન કરી રહ્યાં હતાં કે બીજા નંબરની માળાની મણિઓ પહેલી માળામાં આવી જાય. રુહ-રુહાન ચાલી રહી હતી કારણ કે બીજી માળાની કોઈ-કોઈ મણી ખુબ થોડીક અસંતુષ્ટતા ની છાયા-માત્ર નાં કારણે પહેલી માળાથી વંચિત રહી ગઈ છે, આને પરિવર્તન કરી કેવી રીતે પણ પહેલી માળામાં લાવે. એક-એક નાં ગુણ, વિશેષતાઓ, સેવા - બધાને સામે લાવતાં ઘડી-ઘડી એ જ બોલ્યાં કે આને પહેલી માળામાં કરી લઈએ. એવી ૨૫-૩૦ જેટલી મણિઓ હતી જેનાં ઉપર બ્રહ્મા બાપની વિશેષ રુહ-રુહાન ચાલી રહી હતી. બ્રહ્મા બાપ બોલ્યાં - પહેલાં નંબર ની માળામાં આ મણિઓ ને પણ નાખવી જોઈએ. પરંતુ પછી સ્વયં જ હસતાં-હસતાં એમ બોલ્યાં કે બાપ તેમને અવશ્ય પહેલાં માં લાવીને જ દેખાડશે. તો એવી વિશેષ મણિઓ પણ હતી.

એમ રુહ-રુહાન ચાલતાં એક વાત નીકળી કે અસંતુષ્ટતા નું વિશેષ કારણ શું છે? જ્યારે કે સંગમયુગ નું વિશેષ વરદાન સંતુષ્ટતા છે, છતાં પણ વરદાતા થી વરદાન પ્રાપ્ત વરદાની આત્માઓ બીજા નંબરની માળામાં કેમ આવે? સંતુષ્ટતા નું બીજ સર્વ પ્રાપ્તિઓ છે. અસંતુષ્ટતા નું બીજ સ્થૂળ કે સૂક્ષ્મ અપ્રાપ્તિ છે. જ્યારે બ્રાહ્મણો નુ ગાયન છે - અપ્રાપ્ત નથી કોઈ વસ્તુ બ્રાહ્મણોનાં ખજાના માં અથવા બ્રાહ્મણોનાં જીવન માં, છતાં અસંતુષ્ટતા કેમ? શું વરદાતાએ વરદાન આપવામાં અંતર રાખ્યું કે લેવા વાળાઓએ અંતર કરી લીધું, શું થયું? જ્યારે વરદાતા, દાતાનાં ભંડાર ભરપૂર છે, એટલાં ભરપૂર છે જે તમારા અર્થાત્ શ્રેષ્ઠ નિમિત્ત આત્માઓનાં જે લાંબાકાળ નાં બ્રહ્માકુમાર/બ્રહ્માકુમારી બની ગયાં, તેમની ૨૧ જન્મોની વંશાવલી અને પછી તેમનાં ભક્ત, ભક્તોની પણ વંશાવલી, તેઓ પણ તે પ્રાપ્તિઓનાં આધાર પર ચાલતાં રહેશે. આટલી ઊંચી પ્રાપ્તિ, છતાં પણ અસંતુષ્ટતા કેમ? અખૂટ ખજાનો સર્વ ને પ્રાપ્ત છે - એક જ દ્વારા, એક જ જેવો, એક જ સમયે, એક જ વિધિ થી. પરંતુ પ્રાપ્ત થયેલ ખજાનાને દર સમયે કાર્યમાં નથી લગાવતાં અર્થાત્ સ્મૃતિ માં નથી રાખતાં. મુખ થી ખુશ થાય છે પરંતુ દિલ થી ખુશ નથી થતાં. દિમાગ ની ખુશી છે, દિલની ખુશી નથી. કારણ? પ્રાપ્તિઓનાં ખજાનાને સ્મૃતિ સ્વરુપ બની કાર્યમાં નથી લગાવતાં. સ્મૃતિ રહે છે પરંતુ સ્મૃતિ સ્વરુપ માં નથી આવતાં. પ્રાપ્તિ બેહદની છે પરંતુ તેને ક્યાંક-ક્યાંક હદની પ્રાપ્તિ માં પરિવર્તન કરી લો છો. આ કારણે હદ અર્થાત્ અલ્પકાળની પ્રાપ્તિની ઈચ્છા, બેહદની પ્રાપ્તિનાં ફળ સ્વરુપ જે સદા સંતુષ્ટતા ની અનુભૂતિ થાય, તેનાથી વંચિત કરી દે છે. હદની પ્રાપ્તિ દિલોમાં હદ પાડી દે છે એટલે અસંતુષ્ટતા ની અનુભૂતિ થાય છે. સેવામાં હદ પાડી દે છે કારણ કે હદની ઈચ્છાનું ફળ, મન ઈચ્છિત ફળ નથી પ્રાપ્ત થતું. હદની ઈચ્છાઓનું ફળ અલ્પકાળ ની પૂર્તિ વાળું હોય છે એટલે હમણાં-હમણાં સંતુષ્ટતા, હમણાં-હમણાં અસંતુષ્ટતા થઈ જાય છે. હદ, બેહદ નો નશો અનુભવ કરવાં નથી દેતો એટલે, વિશેષ ચેક કરો કે મન ની અર્થાત્ સ્વયં ની સંતુષ્ટતા, સર્વની સંતુષ્ટતા અનુભવ થાય છે?

સંતુષ્ટતા ની નિશાની - તે મન થી, દિલ થી, સર્વ થી, બાપ થી, ડ્રામા થી સંતુષ્ટ હશે; તેમનાં મન અને તન માં સદા પ્રસન્નતા ની લહેર દેખાશે. ભલે કોઈપણ પરિસ્થિતિ આવી જાય, ભલે કોઈ આત્મા હિસાબ-કિતાબ ચૂકતું કરવા વાળી સામનો કરવા પણ આવતી રહે, ભલે શરીર નો કર્મ-ભોગ સામનો કરવા આવતો રહે પરંતુ હદની કામના થી મુક્ત આત્મા સંતુષ્ટતા નાં કારણે સદા પ્રસન્નતા ની ઝલક માં ચમકતો તારો દેખાશે. પ્રસન્નચિત્ત ક્યારેય કોઈ વાતમાં પ્રશ્નચિત્ત નહીં હશે. પ્રશ્ન છે તો પ્રસન્ન નથી. પ્રસન્નચિત્ત ની નિશાની - તે સદા નિઃસ્વાર્થી અને સદા સૌને નિર્દોષ અનુભવ કરશે; કોઈ બીજાની ઉપર દોષ નહીં રાખશે - ન ભાગ્યવિધાતા ની ઉપર કે મારું ભાગ્ય આવું બનાવ્યું, ન ડ્રામા પર કે મારો ડ્રામામાં પાર્ટ જ આવો છે, ન વ્યક્તિ પર કે આનો સ્વભાવ-સંસ્કાર આવો છે, ન પ્રકૃતિની ઉપર કે પ્રકૃતિનું વાયુમંડળ એવું છે, ન શરીરનાં હિસાબ-કિતાબ પર કે મારું શરીર જ આવું છે. પ્રસન્નચિત્ત અર્થાત્ સદા નિઃસ્વાર્થ, નિર્દોષ વૃત્તિ-દૃષ્ટિ વાળા. તો સંગમયુગ ની વિશેષતા સંતુષ્ટતા છે અને સંતુષ્ટતા ની નિશાની પ્રસન્નતા છે. આ છે બ્રાહ્મણ જીવનની વિશેષ પ્રાપ્તિ. સંતુષ્ટતા નથી, પ્રસન્નતા નથી તો બ્રાહ્મણ બનવાનો લાભ નથી લીધો. બ્રાહ્મણ જીવનનું સુખ જ છે સંતુષ્ટતા, પ્રસન્નતા. બ્રાહ્મણ જીવન બન્યું અને તેનું સુખ નથી લીધું તો નામધારી બ્રાહ્મણ થયાં કે પ્રાપ્તિ સ્વરુપ બ્રાહ્મણ થયાં? તો બાપદાદા બધાં બ્રાહ્મણ બાળકોને આ જ સ્મૃતિ અપાવી રહ્યાં છે - બ્રાહ્મણ બન્યાં, અહો ભાગ્ય! પરંતુ બ્રાહ્મણ જીવન નો વારસો, પ્રોપર્ટી (મિલકત) સંતુષ્ટતા છે. અને બ્રાહ્મણ જીવનની પર્સનાલિટી (વ્યક્તિત્વ) પ્રસન્નતા છે. આ અનુભવથી ક્યારેય વંચિત નહીં રહેતાં. અધિકારી છો. જ્યારે દાતા, વરદાતા ખુલ્લા દિલથી પ્રાપ્તિઓનો ખજાનો આપી રહ્યાં છે, આપી દીધો છે તો ખુબ પોતાની પ્રોપર્ટી અને પર્સનાલિટી ને અનુભવ માં લાવો, બીજાઓને પણ અનુભવી બનાવો. સમજ્યાં? દરેક સ્વયં થી પૂછે કે હું કયા નંબર ની માળા માં છું? માળામાં તો છે જ પરંતુ કયા નંબર ની માળા માં છું. અચ્છા.

આજે રાજસ્થાન અને યૂ.પી. ગ્રુપ છે. રાજસ્થાન અર્થાત્ રાજાઈ સંસ્કાર વાળા, દર સંકલ્પ માં, સ્વરુપ માં રાજાઈ સંસ્કાર પ્રેક્ટિકલમાં લાવવા વાળા અર્થાત્ પ્રત્યક્ષ દેખાડવા વાળા. આને કહેવાય છે રાજસ્થાન નિવાસી. એવાં છો ને? ક્યારેક પ્રજા તો નથી બની જતાં ને? જો વશીભૂત થઈ ગયાં તો પ્રજા કહેવાશો, માલિક છો તો રાજા. એવું નહિં કે ક્યારેક રાજા, ક્યારેક પ્રજા. ના. સદા રાજાઈ સંસ્કાર સ્વતઃ જ સ્મૃતિ-સ્વરુપ માં હોય. એવાં રાજસ્થાન નિવાસી બાળકોનું મહત્વ પણ છે. રાજા ને સદૈવ બધાં ઊંચી નજર થી જોશે અને સ્થાન પણ રાજાને ઊંચું આપશે. રાજા સદૈવ તખ્ત પર બેસશે, પ્રજા સદૈવ નીચે. તો રાજસ્થાન ની રાજાઈ સંસ્કાર વાળી આત્માઓ અર્થાત્ સદા ઊંચી સ્થિતિનાં સ્થાન પર રહેવા વાળા. એવાં બની ગયાં છો કે બની રહ્યાં છો? બન્યાં છો અને સંપન્ન બનવાનું જ છે. રાજસ્થાન ની મહિમા ઓછી નથી. સ્થાપના નું હેડક્વાટર (મુખ્યાલય) જ રાજસ્થાન માં છે. તો ઊંચા થઇ ગયાં ને. નામ થી પણ ઊંચા, કામ થી પણ ઊંચા. એવાં રાજસ્થાન નાં બાળકો પોતાનાં ઘરમાં પહોંચ્યાં છે. સમજ્યાં?

યૂ.પી. ની ભૂમિ વિશેષ પાવન-ભૂમિ ગવાયેલી છે. પાવન કરવા વાળી ભક્તિમાર્ગની ગંગા નદી પણ ત્યાં છે અને ભક્તિનાં હિસાબ થી કૃષ્ણની ભૂમિ પણ યૂ.પી. માં જ છે. ભૂમિની મહિમા ખુબ છે. કૃષ્ણ લીલા, જન્મભૂમિ જોવી હશે તો પણ યૂ.પી.માં જ જશે. તો યૂ.પી. વાળાઓની વિશેષતા છે. સદા પાવન બની અને પાવન બનાવવાની વિશેષતા સંપન્ન છે. જેમ બાપની મહિમા છે પતિત પાવન. યૂ.પી. વાળાઓની પણ મહિમા બાપ સમાન છે. પતિત-પાવની આત્માઓ છો. ભાગ્ય નો તારો ચમકી રહ્યો છે. આમ ભાગ્યવાન સ્થાન અને સ્થિતિ - બંનેની મહિમા છે. સદા પાવન - આ છે સ્થિતિની મહિમા. તો એવાં ભાગ્યવાન પોતાને સમજો છો? સદા પોતાનાંં ભાગ્ય ને જોઈ હર્ષિત થતાં સ્વયં પણ સદા હર્ષિત અને બીજાઓને હર્ષિત બનાવતાં ચાલો કારણ કે હર્ષિત-મુખ સ્વતઃ જ આકર્ષિત-મૂર્ત હોય છે. જેમ સ્થૂળ નદી પોતાનાં તરફ ખેંચે છે ને, ખેંચાઈ ને યાત્રી જાય છે. ભલે કેટલું પણ કષ્ટ ઉઠાવવું પડે, તો પણ પાવન થવાનું આકર્ષણ ખેંચી લે છે. તો આ પાવન બનાવવાનાં કાર્યનું યાદગાર યૂ.પી. માં છે. એમ જ હર્ષિત અને આકર્ષિત-મૂર્ત બનવાનું છે. સમજ્યાં?

ત્રીજું ગ્રુપ ડબલ વિદેશીઓનું પણ છે. ડબલ વિદેશી અર્થાત્ સદા વિદેશી બાપ ને આકર્ષિત કરવા વાળા, કારણ કે સમાન છે ને. બાપ પણ વિદેશી છે, આપ પણ વિદેશી છો. હમશરીક (એક સમાન) પ્રિય હોય છે. માં-બાપ થી પણ ફ્રેન્ડ્સ (મિત્ર) વધારે પ્રિય લાગે છે. તો ડબલ વિદેશી બાપ સમાન સદા આ દેહ અને દેહનાં આકર્ષણ થી પરે વિદેશી છે, અશરીરી છે, અવ્યક્ત છે. તો બાપ પોતાનાં સમાન અશરીરી, અવ્યક્ત સ્થિતિ વાળા બાળકોને જોઈ હર્ષિત થાય છે. રેસ પણ સારી કરી રહ્યાં છે. સેવા માં ભિન્ન-ભિન્ન સાધન અને ભિન્ન-ભિન્ન વિધિ થી આગળ વધવાની રેસ સારી કરી રહ્યાં છે. વિધિ પણ અપનાવે અને વૃદ્ધિ પણ કરી રહ્યાં છે એટલે, બાપદાદા ચારેય તરફનાં ડબલ વિદેશી બાળકો ને સેવાની શુભેચ્છા પણ આપે છે અને સ્વ ની વૃદ્ધિની સ્મૃતિ પણ અપાવે છે. સ્વ ની ઉન્નતી માં સદા ઉડતી કળા દ્વારા ઉડતાં રહો. સ્વ ઉન્નતિ અને સેવા ની ઉન્નતિ નાં બેલેન્સ (સંતુલન) દ્વારા સદા બાપનાં બ્લૈસિંગ (આશીર્વાદ) નાં અધિકારી છે અને સદા રહેશે. અચ્છા.

ચોથું ગ્રુપ છે બાકી મધુબન નિવાસી. એ તો સદા છે જ. જે દિલ પર તે ચુલ પર, જે ચુલ પર તે દિલ પર. સૌથી વધારે વિધિપૂર્વક બ્રહ્મા-ભોજન પણ મધુબન માં થાય. સૌથી સિકિલધા પણ મધુબન નિવાસી છે. બધાં ફંકશન (કાર્યક્રમ) પણ મધુબન માં થાય. સૌથી, ડાયરેક્ટ મુરલીઓ પણ, વધારે મધુવન વાળા જ સાંભળે. તો મધુબન નિવાસી સદા શ્રેષ્ઠ ભાગ્યનાં અધિકારી આત્માઓ છે. સેવા પણ દિલથી કરે છે એટલે મધુબન નિવાસીઓ ને બાપદાદા અને સર્વ બ્રાહ્મણોની મન થી આશીર્વાદ પ્રાપ્ત થતી રહે છે. અચ્છા.

ચારે બાજુ ની સર્વ બાપદાદાની વિશેષ સંતુષ્ટમણિઓને બાપદાદાનાં વિશેષ યાદપ્યાર. સાથે-સાથે સર્વ ભાગ્યશાળી બ્રાહ્મણ જીવન પ્રાપ્ત કરવાવાળા કોટો માં કોઈ, કોઈ માં પણ કોઈ સિકીલધી આત્માઓ ને, બાપદાદા નાં શુભ સંકલ્પ ને સંપન્ન કરવાવાળી આત્માઓ ને, સંગમયુગી બ્રાહ્મણ જીવન ની પ્રોપર્ટી નાં સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત કરવાવાળી આત્માઓ ને વિધાતાં અને વરદાતાં બાપદાદા નાં ખુબ-ખુબ યાદપ્યાર સ્વીકાર થાય.

દાદી જાનકી જી અને દાદી ચંદ્રમણી જી સેવાઓ પર જવાની રજા બાપદાદા થી લઈ રહ્યાં છે
જઈ રહી છો કે સમાઈ રહી છો? જાઓ કે આવો પરંતુ સદા સમાયેલી છો. બાપદાદા અનન્ય બાળકો ને ક્યારેય અલગ જોતાં જ નથી. ભલે આકાર માં, ભલે સાકાર માં સદા સાથે છે કારણ કે ફક્ત મહાવીર બાળકો જ છે જે આ વાયદો નિભાવે છે કે દર સમયે સાથે રહેશે, સાથે ચાલશે. બહુજ થોડાં આ વાયદો નિભાવે છે એટલે, એવાં મહાવીર બાળકો, અનન્ય બાળકો જ્યાં પણ જાય બાપ ને સાથે લઈ જાય છે અને બાપ સદા વતન માં પણ સાથે રાખે છે. દરેક કદમ માં સાથ આપે એટલે જઈ રહી છો, આવી રહી છો - શું કહીશું? એટલે કહ્યું કે જઈ રહી છો કે સમાઈ રહી છો. એમ જ સાથે રહેતાં-રહેતાં સમાન બની સમાઈ જશો. ઘરમાં થોડા સમય માટે રેસ્ટ (આરામ) કરશો, સાથે રહેશો. પછી તમે રાજ્ય કરજો અને બાપ ઉપર થી જોશે. પરંતુ સાથ નો થોડા સમય નો અનુભવ કરજો. અચ્છા.

(આજે બાબા તમે કમાલ ની માળા બનાવી) તમે લોકો પણ તો માળા બનાવો છો ને. માળા હમણાં તો નાની છે. હવે મોટી બનશે. હમણાં જે થોડા ક્યારેક-ક્યારેક બેહોશ થઈ જાય છે, એમને થોડા સમયમાં પ્રકૃતિનો કે સમય નો અવાજ હોશ માં લઈ આવશે; પછી માળા મોટી બની જશે. અચ્છા. જ્યાં પણ જાઓ બાપનાં વરદાની તો છો જ. તમારા દરેક કદમ થી બાપનાં વરદાન બધાને મળતાં રહેશે. જોશો તો પણ બાપનાં વરદાન દૃષ્ટિ થી લેશે, બોલશો તો બોલ થી વરદાન લેશે, કર્મ થી પણ વરદાન જ લેશે. ચાલતાં-ફરતાં વરદાનો ની વર્ષા કરવા માટે જઈ રહી છો. હમણાં જે આત્માઓ આવી રહી છે, તેમને વરદાન ની કે મહાદાન ની જ આવશ્યકતાં છે. તમારા લોકોનું જવું અર્થાત્ ખુલ્લા દિલ થી તેમને બાપનાં વરદાન મળવાં. અચ્છા.

વરદાન :-
બુદ્ધિ રુપી પગ દ્વારા આ પાંચ તત્વો ની આકર્ષણ થી પરે રહેવા વાળા ફરિશ્તા સ્વરુપ ભવ

ફરિશ્તાઓ ને સદા પ્રકાશ ની કાયા દેખાડે છે. પ્રકાશ ની કાયા વાળા આ દેહ ની સ્મૃતિ થી પણ પરે રહે છે. તેમનાં બુદ્ધિ રુપી પગ આ પાંચ તત્વ નાં આકર્ષણ થી ઊંચા અર્થાત્ પરે હોય છે. એવાં ફરિશ્તાઓ ને માયા કે કોઈ માયાવી ટચ નથી કરી શકતાં. પરંતુ આ ત્યારે થશે જ્યારે ક્યારેય કોઈ નાં અધીન નહીં હશે. શરીરનાં પણ અધિકારી બનીને ચાલજો, માયાનાં પણ અધિકારી બનજો, લૌકિક કે અલૌકિક સબંધ ની પણ અધીનતા માં નહીં આવતાં.

સ્લોગન :-
શરીર ને જોવાની આદત છે તો લાઈટ (પ્રકાશ) નું શરીર જુઓ, લાઈટ રુપ માં સ્થિત રહો.