03-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - આ સૃષ્ટિ કે જમાનો દુઃખનો છે એટલે નષ્ટોમોહા બનો , નવાં જમાના ને યાદ કરો , બુધ્ધિયોગ આ દુનિયાથી કાઢી નવી દુનિયાથી લગાવો

પ્રશ્ન :-
કૃષ્ણપુરી માં જવા માટે આપ બાળકો કઈ તૈયારી કરો અને કરાવો છો?

ઉત્તર :-
કૃષ્ણપુરી માં જવા માટે ફક્ત આ અંતિમ જન્મ માં બધાં વિકારો ને છોડી પાવન બનવાનું અને બીજાઓને બનાવવાનાં છે. પાવન બનવું એ જ દુઃખધામ થી સુખધામ માં જવાની તૈયારી છે. તમે બધાં ને આ જ સંદેશ આપો કે આ ખરાબ દુનિયા છે આનાથી બુદ્ધિયોગ કાઢો તો નવી સદી દુનિયામાં ચાલ્યાં જશો.

ગીત :-
મુજકો સહારા દેને વાલે..

ઓમ શાંતિ!
આ ગીત માં બાળકો કહે છે કે બાબા. બાળકોની બુદ્ધિ ચાલી જાય છે બેહદનાં બાપ તરફ. જે બાળકોને હવે સુખ મળી રહ્યું છે અથવા સુખધામ નો રસ્તો મળી રહ્યો છે. સમજે છે બરાબર બાપ સ્વર્ગ નાં ૨૧ જન્મોનું સુખ આપવા આવ્યાં છે. આ સુખની પ્રાપ્તિ માટે સ્વયં બાપ આવીને શિક્ષા આપી રહ્યાં છે. સમજાવી રહ્યાં છે કે આ જે જમાનો છે અર્થાત્ આટલા જે મનુષ્ય છે તે કંઈ પણ આપી નથી શકતાં. આ તો બધી રચના છે ને. પરસ્પર ભાઈ-બહેન છે. તો રચના એકબીજા ને સુખનો વારસો આપી કેવી રીતે શકે! સુખનો વારસો આપવા વાળા જરુર એક રચયિતા બાપ જ હશે. આ જમાના માં એવાં કોઈ મનુષ્ય નથી જે કોઈને સુખ આપી શકે. સુખદાતા સદ્દગતિ દાતા છે જ એક સદ્દગુરુ. હવે સુખ ક્યું એવું માંગે છે? આ તો બધાં ભૂલી ગયા છો કે સ્વર્ગમાં ખૂબ સુખ હતું અને હમણાં નરક માં દુઃખ છે. તો જરુર બધાં બાળકો પર માલિક ને જ તરસ પડશે. ઘણાં છે જે સૃષ્ટિનાં માલિકને માને છે. પરંતુ એ કોણ છે, એનાથી શું મળે છે આ કંઈ પણ ખબર નથી. એવું તો નહીં માલિક થી આપણને દુઃખ મળે છે. યાદ કરે છે એમને સુખ શાંતિ નાં માટે. ભક્ત ભગવાન ને યાદ કરે છે જરુર પ્રાપ્તિ માટે. દુઃખી છે ત્યારે સુખ શાંતિ માટે યાદ કરે છે. બેહદનાં સુખ આપવા વાળા એક છે, બાકી હદ નાં અલ્પકાળ સુખ તો એકબીજા ને આપતા જ રહે છે. તે કોઈ મોટી વાત નથી. ભક્ત બધાં પોકારે છે એક ભગવાન ને, જરુર ભગવાન બધાંથી મોટા છે, એમની મહિમા ખૂબ મોટી છે. તો જરુર ખૂબ સુખ આપવા વાળા હશે. બાપ ક્યારેય બાળકોને કે જમાના ને દુઃખ નથી આપી શકતાં. બાપ સમજાવે છે તમે વિચાર કરો - હું જે સૃષ્ટિ અથવા જમાનો રચું છું તો શું દુઃખ આપવા માટે? હું તો રચું છું સુખ આપવા માટે. પરંતુ આ ડ્રામા સુખ દુઃખ નો બનેલો છે. મનુષ્ય કેટલાં દુઃખી છે. બાપ સમજાવે છે કે જ્યારે નવો જમાનો, નવી સૃષ્ટિ હતી, તો એમાં સુખ હોય છે? દુઃખ જૂની સૃષ્ટિ માં હોય છે. બધું જુનું જડજડીભૂત થઈ જાય છે. પહેલાં જે હું સૃષ્ટિ રચું છું એને સતોપ્રધાન કહેવાય છે. તે સમયે બધાં મનુષ્ય કેટલાં સુખી રહે છે. તે ધર્મ હવે પ્રાયઃલોપ થવાનાં કારણે કોઈની બુદ્ધિમાં નથી.

આપ બાળકો જાણો છો નવો જમાનો સતયુગ હતો. હવે જૂનો છે તો આશા રાખે છે કે બાપ જરુર નવી દુનિયા બનાવશે. પહેલાં નવી સૃષ્ટિ નવાં જમાનામાં ખૂબ થોડા હતાં અને ખૂબ સુખી હતાં, જે સુખો નો પારાવાર નહોતો. નામ જ કહે છે સ્વર્ગ, વૈકુંઠ, નવી દુનિયા તો જરુર એમાં નવાં મનુષ્ય હશે. જરુર તે દેવી-દેવતાઓની રાજધાની મેં સ્થાપન કરી હશે ને. નહીં તો જ્યારે કળિયુગ માં એક પણ રાજા નથી, બધાં કંગાળ છે. પછી એકદમ સતયુગ માં દેવી-દેવતાઓની રાજાઈ ક્યાંથી આવી? આ દુનિયા બદલાઈ કેવી રીતે? પરંતુ બધાંની બુદ્ધિ એટલી મારેલી છે જે કંઈ પણ સમજતાં નથી. બાપ આવી બાળકોને સમજાવે છે. મનુષ્ય માલિક પર દોષ આપે છે કે એ જ સુખ દુઃખ આપે છે, પરંતુ ઈશ્વર ને તો યાદ જ કરે છે કે આવીને અમને સુખ શાંતિ આપો. સ્વીટ હોમ માં લઈ જાઓ. પછી પાર્ટ માં તો જરુર મોકલશે ને! કળિયુગ પછી ફરી સતયુગ જરુર આવવાનો છે. મનુષ્ય તો રાવણની મત પર છે. શ્રેષ્ઠ મત તો છે જ શ્રીમત. બાપ કહે છે હું સહજ રાજ્યોગ શીખવાડું છું. હું કોઈ ગીતાનાં શ્લોક વગેરે નથી ગાતો જે તમે ગાવ છો. શું બાપ બેસી ગીતા શીખવાડશે? હું તો સહજ રાજયોગ શીખવાડું છું. સ્કૂલમાં ગીત કવિતાઓ સંભળાવાય છે શું? સ્કૂલમાં તો ભણાવાય છે. બાપ પણ કહે છે આપ બાળકોને હું ભણાવી રહ્યો છું, રાજયોગ શીખવાડી રહ્યો છું. મારી સાથે બીજા કોઈનો પણ યોગ નથી. બધાં મને ભૂલી ગયાં છે. આ ભૂલવાનું પણ ડ્રામા માં નોંધ છે. હું આવીને પછી યાદ અપાવું છું. હું તો તમારો બાપ છું. માનો પણ છો નિરાકાર ગોડ છે તો એમનાં તમે પણ નિરાકાર બાળકો છો. નિરાકાર આત્માઓ, તમે પછી અહીં આવો છો પાર્ટ ભજવવાં. બધાં નિરાકાર આત્માઓનું નિવાસ સ્થાન નિરાકારી દુનિયા છે, જે ઊંચામાં ઊંચું છે. આ સાકારી દુનિયા પછી આકારી દુનિયા અને તે નિરાકારી દુનિયા સૌથી ઉપર ત્રીજા તબક્કા પર છે. બાપ સન્મુખ બેસી બાળકોને સમજાવે છે, હું પણ ત્યાંનો રહેવા વાળો છું. જ્યારે નવી દુનિયા હતી તો ત્યાં એક ધર્મ હતો, જેને સ્વર્ગ કહેવાય છે. બાપ ને કહેવાય જ છે હેવનલી ગોડ ફાધર. કળિયુગ છે કંસપુરી. સતયુગ છે કૃષ્ણપુરી. તો પૂછવું જોઈએ હવે તમે કૃષ્ણપુરી ચાલશો? જો તમે કૃષ્ણ પુરી ચાલવા ઈચ્છો છો તો પવિત્ર બનો. જેમ અમે તૈયારી કરી રહ્યાં છીએ દુઃખધામ થી સુખધામ માં જવાની, એવી રીતે તમે પણ કરો. એનાં માટે વિકાર જરુર છોડવા પડે. આ બધાંનો અંતિમ જન્મ છે. બધાંને પાછું જવાનું છે. શું તમે ભૂલી ગયાં છો - ૫ હજાર વર્ષ પહેલાં આ મહાભારી લડાઈ લાગી હતી? જેમાં બધાં ધર્મ વિનાશ થયા હતાં અને એક ધર્મની સ્થાપના થઈ હતી. સતયુગ માં દેવી-દેવતાઓ હતાં ને. કળિયુગ માં નથી. હમણાં તો રાવણરાજ્ય છે. આસુરી મનુષ્ય છે. એમને ફરી દેવતા બનાવવાં પડે. તો એના માટે આસુરી દુનિયામાં આવવું પડે કે દૈવી દુનિયામાં આવશો? કે બંને નાં સંગમ પર આવશે? ગવાય પણ છે કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગે-યુગે આવું છું. બાપ આપણ ને આવી રીતે સમજાવે છે, આપણે એમની શ્રીમત પર છીએ. કહે છે હું ગાઈડ (માર્ગદર્શક) બની આપ બાળકોને પાછા લઈ જવા માટે આવ્યો છું, એટલે મને કાળો નો કાળ પણ કહે છે. કલ્પ પહેલાં પણ મહાભારી લડાઈ લાગી હતી, જેનાથી સ્વર્ગ નાં દ્વાર ખુલ્યાં હતાં. પરંતુ બધાં તો ત્યાં નહીં ગયાં, સિવાય દેવી દેવતાઓનાં. બાકી બધાં શાંતિધામ માં હતાં. તો હું નિર્વાણધામ નો માલિક આવ્યો છું, બધાં ને નિર્વાણધામ લઈ જવાં. તમે રાવણ ની જંજીરો માં ફસાઈ વિકારી મૂત પલીતી આસુરી ગુણોવાળા છો. કામ છે નંબર વન ડર્ટી (ગંદુ). પછી ક્રોધ, લોભ નંબરવાર ડર્ટી છે. તો આખી દુનિયાથી નષ્ટોમોહા પણ થવાનું છે ત્યારે તો સ્વર્ગ ચાલીશું. જેમ બાપ હદનું મકાન બનાવે છે તો બુદ્ધિ એમાં લાગી જાય છે. બાળકો કહે છે બાબા આમાં આ બનાવજો, સારું મકાન બનાવજો. તેમ બેહદનાં બાપ કહે છે હું તમારા માટે નવી દુનિયા સ્વર્ગ કેવી રીતે સારી બનાવું છું. તો તમારો બુધ્ધિયોગ જુની દુનિયાથી તૂટી જવો જોઈએ. અહીં રાખ્યું જ શું છે? દેહ પણ જૂનો, આત્મામાં પણ ખાદ પડેલી છે. તે નીકળશે ત્યારે જ્યારે તમે યોગ માં રહેશો. જ્ઞાન પણ ધારણ હશે. આ બાબા ભાષણ કરી રહ્યાં છે ને. હે બાળકો, તમે બધાં આત્માઓ મારી રચના છો. આત્મા નાં સ્વરુપ માં ભાઈ-ભાઈ છો. હવે તમારે બધાં ને મારી પાસે પાછાં આવવાનું છે. હમણાં બધાં તમોપ્રધાન બની ગયાં છો. રાવણ રાજ્ય છે ને. તમે પહેલાં નહોતા જાણતાં કે રાવણ રાજ્ય ક્યાર થી શરું થાય છે. સતયુગ માં ૧૬ કળા છે, પછી ૧૪ કળા થાય છે. તો એવું નહીં એકદમ બે કળા ઓછી થઈ જાય છે. ધીરે-ધીરે ઉતરે છે. હમણાં તો કોઈ કળા નથી. પૂરું ગ્રહણ લાગેલું છે. હવે બાપ કહે છે કે દે દાન તો છૂટે ગ્રહણ. પ વિકારો નું દાન આપી દો બીજું કોઈ પાપ નહીં કરો. ભારતવાસી રાવણ ને બાળે છે, જરુર રાવણ નું રાજ્ય છે. પરંતુ રાવણ રાજ્ય કોને કહે છે, રામ રાજ્ય કોને કહે છે, આ પણ નથી જાણતાં. કહે છે રામરાજ્ય હોય, નવું ભારત હોય પરંતુ એક પણ નથી જાણતાં કે નવી દુનિયા નવું ભારત ક્યારે હોય છે. બધાં કબર માં સુતેલા પડ્યાં છે.

હવે આપ બાળકોને તો સતયુગી ઝાડ જોવામાં આવી રહ્યાં છે. અહીં તો કોઈ દેવતા નથી. તો આ બાપ આવીને બધું સમજાવે છે. માતા-પિતા તમારા એ જ છે, સ્થૂળમાં પછી આ માતા-પિતા છે. તમે માતા-પિતા એમને ગાઓ છો. સતયુગ માં તો એવું નહીં ગવાશે. ત્યાં ન કૃપાની વાત છે, અહીં માતા-પિતા નાં બનીને પછી લાયક પણ બનવું પડે છે. બાપ સ્મૃતિ અપાવે છે હે ભારતવાસી તમે ભૂલી ગયાં છો, તમે દેવતાઓ કેટલાં ધનવાન હતા, કેટલાં સમજદાર હતાં. હવે બેસમજ બની દેવાળું મારી દીધું છે. એવાં બેસમજ માયા રાવણે તમને બનાવ્યાં છે, ત્યારે તો રાવણ ને બાળો છો. દુશ્મન ની પુતળું બનાવી એમને બાળે છે ને. આપ બાળકોને કેટલું નોલેજ મળે છે. પરંતુ વિચાર સાગર મંથન નથી કરતાં, બુદ્ધિ ભટકતી રહે છે તો એવી-એવી પોઇન્ટસ ભાષણ માં સંભળાવવાનું ભુલાઈ જાય છે. પૂરું સમજાવતા નથી. તમારે તો બાપ નો સંદેશ આપવાનો છે કે બાબા આવેલાં છે. આ મહાભારત લડાઈ સામે ઉભી છે. બધાંએ પાછા જવાનું છે. સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે. બાપ કહે છે દેહ સહિત દેહનાં બધાં સંબંધો ને ભૂલી મને યાદ કરો. બાકી ફક્ત એવું નથી કહેવાનું કે ઈસ્લામી, બૌદ્ધિ વગેરે બધાં ભાઈ-ભાઈ છે. આ તો બધાં દેહનાં ધર્મ છે ને. સર્વનાં જે આત્માઓ છે એ બાપનાં સંતાન છે. બાપ કહે છે આ બધાં દેહનાં ધર્મ છોડી મામેકમ્ યાદ કરો. આ બાપ નો મેસેજ આપવા માટે આપણે શિવ જયંતી મનાવી રહ્યાં છીએ. આપણે બ્રહ્માકુમાર કુમારીઓ શિવ નાં પૌત્ર છીએ. આપણને એમનાથી સ્વર્ગની રાજધાની નો વારસો મળી રહ્યો છે. બાપ આપણને સંદેશ આપે છે કે મનમનાભવ. આ યોગ અગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. અશરીરી બનો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ :

હમણાં આપ બાળકો સ્થૂળવતન, સૂક્ષ્મવતન અને મૂળવતન ને સારી રીતે સમજી ગયાં છો. ફક્ત આપ બ્રાહ્મણ જ આ નોલેજ મેળવો છો. દેવતાઓને તો આ દરકાર જ નથી. તમને આખા વિશ્વની હવે નોલેજ છે. તમે પહેલાં શૂદ્ર વર્ણ નાં હતાં. પછી બ્રહ્માકુમાર બન્યાં તો આ નોલેજ આપો છો જેનાથી તમારી દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. બાપ આવી બ્રાહ્મણ કુળ, સૂર્યવંશી, ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરે છે. તે પણ આ સંગમ પર સ્થાપન કરે છે. બીજા ધર્મ વાળા ફટ થી રાજધાની નથી સ્થાપન કરતાં. એમને ગુરુ નહીં કહેવાય. બાપ જ આવીને ધર્મની સ્થાપના કરે છે. હમણાં માથા પર ફિકર છે બાપ ની યાદની, જે ઘડી-ઘડી ભુલાઈ જાય છે. પુરુષાર્થ કરી ધંધા વગરે પણ કરતાં રહો અને યાદ પણ કરતાં રહો હેલ્દી બનવા માટે. બાપ કમાણી ખૂબ જોર થી કરાવે છે, આમાં બધું ભુલવું પડે છે. આપણે આત્મા જઇ રહ્યાં છીએ, પ્રેક્ટિસ કરાવાય છે. ખાવ છો તો શું બાપ ને યાદ નથી કરી શકતાં? કપડા સિલાઈ કરો છો બુદ્ધિયોગ બાપ ની યાદમાં રહે. કચરો તો કાઢવાનો છે. બાબા કહે છે શરીર નિર્વાહ માટે ભલે કોઈ કામ કરો. છે ખૂબ સહજ. સમજી ગયાં છો ૮૪ નું ચક્ર પૂરું થયું. હવે બાપ રાજયોગ શીખવાડવા આવ્યાં છે. આ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી આ સમયે રીપીટ થાય છે. કલ્પ પહેલાં ની જેમ જ રીપીટ થઈ રહ્યું છે. રીપિટેશન (પુરાવૃતિ) નું રહસ્ય પણ બાપ જ સમજાવે છે. વન ગોડ, વન રિલિઝન પણ કહે છે ને. ત્યાં જ શાંતિ હશે. એ છે અદ્વેત રાજ્ય, દ્વેત એટલે આસુરી રાવણ રાજ્ય એ છે દેવતા, આ છે દૈત્ય. આસુરી રાજ્ય અને દૈવી રાજ્ય નો ભારત પર જ ખેલ બનેલો છે. ભારત નો આદિ સનાતન ધર્મ હતો, પવિત્ર પ્રવૃત્તિ માર્ગ હતો. પછી બાપ આવી પવિત્ર પ્રવૃત્તિ માર્ગ બનાવે છે. આપણે સો દેવતા હતાં, પછી કળા ઓછી થતી ગઈ. આપણે જ શૂદ્ર રાજધાનીમાં આવ્યાં. બાપ ભણાવે એવું છે જેમ શિક્ષક લોકો ભણાવે છે, સ્ટુડન્ટ (વિદ્યાર્થી) સાંભળે છે. સારા વિદ્યાર્થી પૂરું ધ્યાન આપે છે, મિસ નથી કરતાં. આ ભણતર રેગ્યુલર (નિયમિત) જોઈએ. આવી ગોડલી યુનિવર્સિટી માં ગેરહાજરી હોવી ન જોઈએ. બાબા ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવતાં રહે છે. અચ્છા, ગુડનાઈટ. રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દેહનાં બધાં ધર્મો ને છોડી અશરીરી આત્મા સમજી એક બાપને યાદ કરવાનાં છે. યોગ અને જ્ઞાન ની ધારણા થી આત્માને પાવન બનાવવાનો છે.

2. બાપ જે નોલેજ આપે છે એનાં પર વિચાર સાગર મંથન કરી બધાં ને બાપનો સંદેશ આપવાનો છે. બુદ્ધિને ભટકાવવાની નથી.

વરદાન :-
બાપ નાં કદમ પર કદમ રાખતા પરમાત્મ દુવાઓ પ્રાપ્ત કરવાવાળા આજ્ઞાકારી ભવ

આજ્ઞાકારી અર્થાત્ બાપદાદા નાં કદમ રુપી કદમ પર કદમ રાખવા વાળા એવાં આજ્ઞાકારી ને જ સર્વ સંબંધોથી પરમાત્મ દુવાઓ મળે છે. આ પણ નિયમ છે. સાધારણ રીતે પણ કોઈ કોઈનાં ડાયરેક્શન પ્રમાણે હાજી કહીને કાર્ય કરે છે તો જેનું કાર્ય કરે એમની દુવાઓ એમને જરુર મળે છે. આ તો પરમાત્મ દુવાઓ છે જે આજ્ઞાકારી આત્માઓને સદા ડબલ લાઇટ બનાવી દે છે.

સ્લોગન :-
દિવ્યતા અને અલૌકિકતા ને પોતાનાં જીવન નો શૃંગાર બનાવી લો તો સાધારણતા સમાપ્ત થઈ જશે