03-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બધાને આ જ સંદેશ આપો કે બાપ નું ફરમાન છે - આ પુરુષોત્તમ સંગમયુગ પર પવિત્ર બનો તો સતયુગ નો વારસો મળી જશે

પ્રશ્ન :-
કયો સસ્તો સોદો બધાને બતાવો?

ઉત્તર :-
આ અંતિમ જન્મમાં બાપનાં ડાયરેક્શન પર ચાલી પવિત્ર બનો તો ૨૧ જન્મોનાં માટે વિશ્વની બાદશાહી મળી જશે, આ ખુબજ સસ્તો સોદો છે. આ જ સોદો કરવાનું તમે બધાને શીખવાડો. બોલો, હવે શિવબાબા ને યાદ કરી પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો જાણે છે, રુહાની બાપ સમજાવે છે કે પ્રદર્શની અથવા મેળા માં શો (પ્રદર્શન) દેખાડે છે અથવા ચિત્રો પર મનુષ્યો ને સમજાવે છે કે બાપ થી હવે બેહદનો વારસો લેવાનો છે. કયો વારસો? મનુષ્ય થી દેવતા બનવાનો અથવા બેહદનાં બાપ થી અડધાકલ્પ માટે સ્વર્ગ નું રાજ્ય કેવી રીતે લેવાનું છે, આ સમજાવવાનું છે. બાપ સૌદાગર તો છે જ, એમનાથી આ સોદો કરવાનો છે. આ તો મનુષ્ય જાણે છે કે દેવી-દેવતાઓ પવિત્ર રહે છે. ભારતમાં જ્યારે સતયુગ હતું તો દેવી-દેવતા પવિત્ર હતાં. જરુર તેમણે કોઈ પ્રાપ્તિ કરી હશે સ્વર્ગનાં માટે. સ્વર્ગ ની સ્થાપના કરાવવા વાળા બાપ વગર કોઈ પણ પ્રાપ્તિ કરાવી ન શકે. પતિત પાવન બાપ જ પતિતો ને પાવન બનાવી પાવન દુનિયાનું રાજ્ય આપવા વાળા છે. સોદો કેટલો સસ્તો આપે છે. ફક્ત કહે છે આ તમારો અંતિમ જન્મ છે. જ્યાં સુધી હું અહીંયા છું, પવિત્ર બનો. હું આવ્યો છું પવિત્ર બનાવવાં. તમે આ અંતિમ જન્મમાં પાવન બનવાનો પુરુષાર્થ કરશો તો પાવન દુનિયાનો વારસો લેશો. સોદો તો ખુબ સસ્તો છે. તો બાબાને વિચાર આવ્યો બાળકોએ એવું સમજાવવું જોઈએ કે બાપનું ફરમાન છે - પવિત્ર બનો. આ પુરુષોત્તમ સંગમયુગ છે, જે પવિત્ર બનવાનો છે. ઉત્તમ થી ઉત્તમ પુરુષ છે જ દેવતાઓ. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ચાલ્યું છે ને. ડીટી વર્લ્ડ સાવરન્ટી (દૈવી દુનિયાનું રાજ્ય) તમને બાપ થી વારસામાં મળી શકે છે. બાપ ની મત પર આ અંતિમ જન્મ પવિત્ર બનશો તો આ પણ યુક્તિ બતાવે છે કે યોગબળ થી પોતાને તમોપ્રધાન થી સતોપ્રધાન કેવી રીતે બનાવો. બાળકોએ કલ્યાણ માટે ખર્ચો તો કરવાનો જ છે. ખર્ચા વગર રાજધાની સ્થાપન થઈ નથી શકતી. હમણાં લક્ષ્મી-નારાયણ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. બાળકોએ પવિત્ર જરુર બનવાનું છે. મન્સા-વાચા-કર્મણા કોઈ પણ ઉલટું-સુલટું કામ નથી કરવાનું. દેવતાઓ ને ક્યારેક કોઇ ખરાબ વિચાર પણ નથી આવતાં. મુખ થી એવાં કોઈ વચન નથી નીકળતાં. તેઓ છે જ સર્વગુણ સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ જે થઈને જાય છે તેમની મહિમા ગવાય છે. હવે આપ બાળકો ને પણ એ જ દેવી-દેવતા બનાવવા આવ્યો છું. તો મન્સા-વાચા-કર્મણા કોઈ પણ એવાં ખરાબ કામ નથી કરવાનાં. દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હતાં, આ ગુણ પણ તમે હમણાં ધારણ કરી શકો છો કારણ કે આ મૃત્યુલોક માં તમારો આ અંતિમ જન્મ છે. પતિત દુનિયા ને મૃત્યુલોક, પાવન દુનિયા ને અમરલોક કહેવાય છે. હમણાં મૃત્યુલોક નો વિનાશ સામે ઉભો છે. જરુર અમરપુરી ની સ્થાપના થતી હશે. આ એ જ મહાભારી મહાભારત લડાઈ છે, જે શાસ્ત્રો માં દેખાડેલી છે, જેનાથી જૂની વિકારી દુનિયા ખતમ થાય છે. પરંતુ આ જ્ઞાન કોઈનામાં છે નહીં. બાપ કહે છે બધાં અજ્ઞાન નિંદ્રામાં સૂતેલાં પડ્યાં છે. ૫ વિકારો નો નશો રહે છે. હવે બાપ કહે છે પવિત્ર બનો. માસ્ટર ગોડ તો બનશો ને. લક્ષ્મી-નારાયણ ને ગોડ-ગોડેજ કહે છે અર્થાત્ ગોડ દ્વારા આ વારસો પામ્યાં છે. હમણાં તો ભારત પતિત છે. મન્સા-વાચા-કર્મણા કર્તવ્ય જ એવાં ચાલે છે. કોઈ પણ વાત પહેલાં બુદ્ધિ માં આવે છે પછી મુખ થી નીકળે છે. કર્મણા માં આવવાથી વિકર્મ બની જાય છે. બાપ કહે છે ત્યાં કોઈ વિકર્મ થતાં નથી. અહીંયા વિકર્મ થાય છે કારણ કે રાવણ રાજ્ય છે. હવે બાપ કહે છે બાકી જે આયુષ્ય છે પવિત્ર બનો. પ્રતિજ્ઞા કરવાની છે, પવિત્ર બની અને પછી મારી સાથે બુદ્ધિ નો યોગ પણ લગાવવાનો છે, જેનાથી તમારા જન્મ-જન્માંતર નાં પાપ પણ કપાઈ જાય, ત્યારે જ તમે ૨૧ જન્મનાં માટે સ્વર્ગ નાં માલિક બનશો. બાપ ઓફર કરે છે, આ તો સમજાવતાં રહે છે કે આમનાં દ્વારા બાપ આ વારસો આપે છે. એ છે શિવબાબા, આ છે દાદા એટલે હંમેશાં કહે જ છે બાપદાદા. શિવબાબા, બ્રહ્મા દાદા. બાપ કેટલો સોદો કરે છે. મૃત્યુલોક નો વિનાશ સામે ઉભો છે. અમરલોક ની સ્થાપના થઈ રહી છે. પ્રદર્શની મેળા કરે જ એટલે છે કે ભારતવાસીઓનું કલ્યાણ થાય. બાપ જ આવીને ભારતમાં રામરાજ્ય બનાવે છે. રામરાજ્ય માં જરુર પવિત્ર જ હશે. બાપ કહે છે બાળકો કામ મહાશત્રુ છે. આ ૫ વિકારો ને જ માયા કહેવાય છે. આનાં પર જીત પામવાથી તમે જગતજીત બનશો. જગતજીત છે જ દેવી-દેવતાઓ બીજા કોઈ જગતજીત બની નથી શકતાં. બાબા એ સમજાવ્યું હતું - ક્રિશ્ચિયન લોકો જો આપસમાં મળી જાય તો આખી સૃષ્ટિની રાજાઈ લઈ શકે છે. પરંતુ કાયદો નથી. આ બોમ્બસ છે જ જૂની દુનિયાને ખતમ કરવા માટે. કલ્પ-કલ્પ આવી રીતે નવી દુનિયા થી જૂની, જૂની થી નવી થાય છે. નવી દુનિયામાં છે ઇશ્વરીય રાજ્ય, જેને રામરાજ્ય કહેવાય છે. ઈશ્વરને ન જાણવાનાં કારણે આમ જ રામ-રામ જપતા રહે છે. તો આપ બાળકોનાં અંદર માં આ વાતો ધારણ હોવી જોઈએ. બરાબર આપણે ૮૪ જન્મો માં સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છીએ. હવે ફરી સતોપ્રધાન જરુર બનવાનું છે. શિવબાબા નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે, હવે તેનાં પર ચાલશો તો ૨૧ જન્મનાં માટે પવિત્ર દુનિયામાં ઉંચ પદ પામશો. હવે ભલે પુરુષાર્થ કરે કે ન કરે, ઈચ્છે તો યાદ માં રહી બીજાઓને રસ્તો બતાવે, ભલે ન બતાવે. પ્રદર્શનિયો દ્વારા બાળકો અનેકો ને રસ્તો બતાવી રહ્યાં છે. પોતાનું પણ કલ્યાણ કરવાનું છે. સોદો ખુબ સસ્તો છે. ફક્ત આ અંતિમ જન્મ પવિત્ર રહેવાથી, શિવબાબા ની યાદ માં રહેવાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. કેટલો સસ્તો સોદો છે. જીવન જ બદલાઈ જાય છે. આવાં-આવાં વિચાર કરવાં જોઈએ. બાબાની પાસે સમાચાર આવે છે. રાખડી બાંધવા ગયાં તો કોઈ-કોઈ એ કહ્યું આ સમયે જ્યારે કે તમોપ્રધાન દુનિયા છે, આમાં પવિત્ર રહેવું - આ તો અસંભવ છે. તે બિચારાઓ ને ખબર નથી પડતી કે હમણાં સંગમયુગ છે. બાપ જ પવિત્ર બનાવે છે. આમનાં મદદગાર પરમપિતા પરમાત્મા છે. તેમને આ ખબર જ નથી કે અહીંયા રીત ખુબ ભારે છે. પવિત્ર બનવાથી પવિત્ર દુનિયાનાં માલિક બનવાનું હોય છે. બાપ કહે છે આ માયા રુપી ૫ વિકારો પર જીત પામવાથી તમે જગતજીત બનશો. તો આપણે કેમ નહીં પવિત્ર બનશું. ફર્સ્ટક્લાસ સોદો છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આનાં પર જીત પામવાથી તમે પવિત્ર બનશો. માયાજીત જગતજીત. આ છે યોગબળ થી માયા ને જીતવાની વાત. પરમપિતા પરમાત્મા જ આવીને રુહો ને સમજાવે છે કે મને યાદ કરો તો ખાદ નીકળી જશે. તમે સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો. બાપ વારસો આપે છે સંગમ પર. સૌથી ઉત્તમ પુરુષ આ લક્ષ્મી-નારાયણ હતાં, તેમને જ મર્યાદા પુરુષોત્તમ દેવી-દેવતા ધર્મ વાળા કહેવાય છે. સમજાવાય તો ખુબ સારી રીતે છે પરંતુ ક્યારેક-ક્યારેક આ પોઈન્ટ્સ ભુલાઈ જાય છે. પછી પાછળ થી વિચાર આવે છે, ભાષણ માં આ-આ પોઈન્ટ્સ ન સમજાવી. સમજાવવાની પોઈન્ટ્સ તો ખુબ છે. એવું થાય છે. વકીલ લોકો પણ કોઈ-કોઈ પોઈન્ટ્સ ભૂલી જાય છે. પછી જ્યારે તે પોઈન્ટ્સ પાછળ થી યાદ આવે છે તો પછી લડે છે. ડોક્ટર લોકો ને પણ એવું થાય છે. વિચાર ચાલે છે - આ બીમારીનાં માટે આ દવા ઠીક છે. અહીંયા પણ પોઈન્ટ તો અનેક છે. બાબા કહે છે આજે તમને ગુહ્ય પોઇન્ટ સમજાવું છું. પરંતુ સમજવા વાળા છે બધાં પતિત. કહે પણ છે - હેં પતિત-પાવન. પછી કોઈ ને કહો તો બગડી જશે. ઈશ્વરની સામે સાચું કહે છે - હેં પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. ઈશ્વર ને ભૂલી જાય તો પછી જૂઠું કહી દે, એટલે ખુબ યુક્તિ થી સમજાવવાનું છે જે સાપ પણ મરે લાઠી પણ ન તૂટે. બાપ કહે છે ઉંદર થી ગુણ ઉઠાવો. ઉંદર કરડે એવી યુક્તિ થી જે લોહી પણ નીકળે છે પરંતુ ખબર બિલકુલ નથી પડતી. તો બાળકોની બુદ્ધિમાં બધી પોઈન્ટ્સ રહેવી જોઈએ. યોગમાં રહેવા વાળાઓને સમય પર મદદ મળે છે. થઈ શકે છે સાંભળવા વાળા સંભળાવવા વાળા થી પણ વધારે બાપનાં પ્રિય હોય. તો બાપ સ્વયં પણ બેસી સમજાવી દેશે. તો એવું સમજાવવાનું છે જે તે સમજે પવિત્ર બનવું તો ખુબ સારું છે. આ એક જન્મ પવિત્ર રહેવાથી આપણે ૨૧ જન્મ પવિત્ર દુનિયાનાં માલિક બનશું. ભગવાનુવાચ - આ અંતિમ જન્મ પવિત્ર બનો તો હું ગેરંટી કરું છું, ડ્રામા પ્લાન અનુસાર તમે ૨૧ જન્મનાં માટે વારસો પામી શકો છો. આ તો આપણે કલ્પ-કલ્પ વારસો પામતાં રહીએ છીએ. સર્વિસ (સેવા) નો જેમને શોખ હશે તે તો સમજશે કે અમે જઈને સમજાવીએ. ભાગવું પડે. બાપ તો છે જ્ઞાનનાં સાગર, તે કેટલી જ્ઞાન ની વર્ષા કરતાં રહે છે. જેમની આત્મા પવિત્ર છે તો ધારણા પણ થાય છે. પોતાનું નામ પ્રસિદ્ધ કરી દેખાડે છે. પ્રદર્શની મેળા થી ખબર પડી શકે છે, કોણ કેવી સર્વિસ કરે છે. ટીચર્સે (શિક્ષકે) તપાસ કરવી જોઈએ - કોણ કેવી રીતે સમજાવે છે. ખાસ કરીને લક્ષ્મી-નારાયણ કે સીડી નાં ચિત્ર પર સમજાવવાનું સારું છે. યોગબળ થી પછી એવાં લક્ષ્મી-નારાયણ બને છે. લક્ષ્મી-નારાયણ સો આદિ દેવ, આદિ દેવી. ચતુર્ભુજ માં લક્ષ્મી-નારાયણ બંને આવી જાય છે. બે ભુજાઓ લક્ષ્મી ની, બે નારાયણ ની. આ પણ ભારતવાસી નથી જાણતાં. મહાલક્ષ્મી ની ૪ ભુજાઓ છે, આનો મતલબ જ છે તે યુગલ છે. વિષ્ણુ છે જ ચતુર્ભુજ.

પ્રદર્શની માં તો રોજ-રોજ સમજાવાય છે. રથ ને પણ દેખાડ્યો છે. કહે છે અર્જુન બેઠો હતો. કૃષ્ણ રથ ચલાવવા વાળા હતાં. આ બધી છે કથાઓ. હમણાં આ છે જ્ઞાન ની વાતો. દેખાડે છે જ્ઞાન અમૃત નો કળશ લક્ષ્મીનાં માથા પર રાખ્યો છે. હકીકત માં કળશ રાખ્યો છે જગતઅંબા પર, જે પછી લક્ષ્મી બને છે. આ પણ સમજાવવું પડે. સતયુગ માં એક ધર્મ, એક મતનાં મનુષ્ય હોય છે. દેવતાઓની છે જ એક મત. દેવતાઓ ને જ શ્રી કહેવાય છે બીજા કોઈને નથી કહેતાં. તો બાબા ને વિચાર ચાલી રહ્યો હતો કે સમજાવવા માટે અક્ષર થોડાં હોય. આ અંતિમ જન્મ માં ૫ વિકારો પર જીત પામવાથી તમે રામરાજ્ય નાં માલિક બનશો. આ તો સસ્તો સોદો છે. બાપ આવીને અવિનાશી જ્ઞાન રત્નો નું દાન આપે છે. બાપ છે જ્ઞાનનાં સાગર. એ જ જ્ઞાન રત્ન આપે છે. ઈન્દ્ર સભા માં કોઈ સબ્જ પરી, પોખરાજ પરી પણ છે. છે તો બધાં મદદ કરવા વાળા. ઝવેરાત માં જાત-જાત નાં હોય છે ને એટલે ૯ રત્ન દેખાડેલાં છે. આ તો જરુર છે જે સારી રીતે ભણશે તો પદ પણ પામશે. નંબરવાર તો છે ને. પુરુષાર્થ કરવાનો સમય જ આ છે. આ તો બાળકો સમજે છે અમે બાપની માળાનાં દાણા બનીએ છીએ. જેટલાં શિવબાબા ને યાદ કરશું એટલાં અમે જેમકે યાદની યાત્રામાં દોડીએ છીએ. પાપ પણ જલ્દી વિનાશ થશે.

આ ભણતર કોઈ લાંબું-પહોળું નથી ફક્ત પવિત્ર રહેવાનું છે. દૈવીગુણ પણ ધારણ કરવાનાં છે. મુખ થી ક્યારેય પથ્થર ન નીકાળવા જોઈએ. પથ્થર ફેકવા વાળા પથ્થરબુદ્ધિ જ બનશે. રત્ન નીકાળવા વાળા જ ઉંચ પદ પામશે. આ તો ખુબ સહજ છે. જિજ્ઞાસુ ને સમજાવો - પતિત-પાવન સર્વનાં મુક્તિ-જીવનમુક્તિ દાતા પરમપિતા પરમાત્મા શિવ કહે - હેં ભારતવાસી રુહાની બાળકો, રાવણ રાજ્ય મૃત્યુલોકનાં આ કળયુગી અંતિમ જન્મ માં પવિત્ર થઈ રહેવાથી અને પરમપિતા પરમાત્મા શિવની સાથે બુદ્ધિ યોગબળ ની યાત્રા થી તમોપ્રધાન આત્માઓ સતોપ્રધાન આત્મા બની સતોપ્રધાન સતયુગી વિશ્વ પર પવિત્રતા, સુખ, શાંતિ, સંપત્તિ સમ્પન્ન મર્યાદા પુરુષોત્તમ દૈવી સ્વરાજ્ય ફરીથી પામી શકો છો, ૫ હજાર વર્ષ પહેલાં માફક. પરંતુ હોવનહાર મહાભારી વિનાશ નાં પહેલાં બાપ આપણ ને વારસો આપે છે, ભણતર ભણાવે છે. જેટલું ભણશે એટલું પદ પામશે. સાથે તો લઈ જ જશે પછી આપણને આ જૂના શરીરનો કે આ દુનિયાનો ખ્યાલ કેમ હોવો જોઈએ. તમારો સમય છે જૂની દુનિયાને છોડવાનો. એવી-એવી વાતો બુદ્ધિમાં મંથન થતી રહે તો પણ ખુબ સારું છે. આગળ ચાલી પુરુષાર્થ કરતાં-કરતાં સમય આવતો જશે પછી ઘુટકા નહીં આવશે. જોશે દુનિયા પણ આવીને થોડા સમય પર રહી છે તો બુદ્ધિયોગ લગાવવો જોઈએ. સર્વિસ કરવાથી મદદ પણ મળશે. જેટલો કોઈને સુખ નો રસ્તો બતાવશો એટલી ખુશી રહેશે. પુરુષાર્થ પણ ચાલે છે. તકદીર દેખાય આવે છે. બાપ તો તદબીર શીખવાડે છે. કોઈ તેનાં પર લાગી જાય છે, કોઈ નથી લાગતાં. તમે જાણો છો કરોડપતિ, પદમપતિ બધાં આમ જ ખતમ થઇ જશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઉંચ પદ પામવા માટે મુખ થી સદૈવ રત્ન નીકાળવાનાં છે, પથ્થર નહીં. મન્સા-વાચા-કર્મણા એવાં કર્મ કરવાનાં છે જે મર્યાદા પુરુષોત્તમ બનાવવા વાળા હોય.

2. આ અંતિમ જન્મમાં પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. પવિત્ર બનવાની જ યુક્તિ બધાને સંભળાવવાની છે.

વરદાન :-
સદા કલ્યાણકારી ભાવના દ્વારા ગુણગ્રાહી બનવા વાળા અચળ અડોલ ભવ

પોતાની સ્થિતિ અચળ અડોલ બનાવવા માટે સદા ગુણગ્રાહી બનો. જો દરેક વાતમાં ગુણગ્રાહી હશો તો હલચલ માં નહીં આવશો. ગુણગ્રાહી અર્થાત્ કલ્યાણ ની ભાવના. અવગુણ માં ગુણ જોવા આને કહેવાય છે ગુણગ્રાહી. એટલે અવગુણ વાળાથી પણ ગુણ ઉઠાવો. જેમ તે અવગુણ માં દૃઢ છે તેમ આપ ગુણ માં દૃઢ રહો. ગુણ નાં ગ્રાહક બનો, અવગુણ નાં નહીં.

સ્લોગન :-
પોતાનું બધુંજ બાપ ને અર્પણ કરી સદા હલકા રહેવા વાળા જ ફરિશ્તા છે.