03-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ ની યાદ માં સદા હર્ષિત રહો , જૂનાં દેહ નું ભાન છોડતા જાઓ , કારણ કે તમારે યોગબળ થી વાયુમંડળ ને શુદ્ધ કરવાની સેવા કરવાની છે”

પ્રશ્ન :-
સ્કોલરશિપ લેવા અથવા પોતે પોતાને રાજાઈ નું તિલક આપવા માટે કયો પુરુષાર્થ જોઈએ?

ઉત્તર :-
રાજાઈ નું તિલક ત્યારે મળશે જ્યારે યાદ ની યાત્રા નો પુરુષાર્થ કરશો. પરસ્પર ભાઈ-ભાઈ સમજવાનો અભ્યાસ કરો તો નામ-રુપ નું ભાન નીકળી જાય. ફાલતૂ વાતો ક્યારેય પણ નહીં સાંભળો. બાપ જે સંભળાવે છે તે જ સાંભળો, બીજી વાતો થી કાન બંધ કરી લો. ભણતર પર પૂરું ધ્યાન આપો ત્યારે સ્કોલરશિપ મળી શકે છે.

ઓમ શાંતિ!
બાળકો જાણે છે આપણે શ્રીમત પર પોતાનાં માટે રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ. જેટલી જે સર્વિસ કરે છે, મન્સા-વાચા-કર્મણા પોતાનું જ કલ્યાણ કરે છે. આમાં હંગામા વગેરે ની કોઈ વાત નથી. બસ, આ જૂનાં દેહ નું ભાન છોડતા-છોડતા તમે ત્યાં જઈને પહોંચો છો. બાબા ને યાદ કરવાથી ખુશી પણ ખૂબ થાય છે. સદૈવ યાદ રહે તો ખુશી જ ખુશી રહે. બાપ ને ભૂલવાથી મુરઝાઇશ (ઉદાસીનતા) આવે છે. બાળકોએ સદૈવ હર્ષિત રહેવું જોઈએ. આપણે આત્મા છીએ. આપણા આત્માઓનાં બાપ આ મુખ દ્વારા બોલે છે, આપણે આત્મા આ કાન દ્વારા સાંભળીએ છીએ. આવી-આવી પોતાને આદત પાડવા માટે મહેનત કરવાની હોય છે. બાપ ને યાદ કરતા-કરતા પાછા ઘરે જવાનું છે. આ યાદ ની યાત્રા જ ખૂબ તાકાત આપે છે. તમને એટલી તાકાત મળે છે જે તમે વિશ્વનાં માલિક બનો છો. બાપ કહે છે તમે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. આ વાત ને પાક્કી કરવી જોઈએ. અંત માં આ જ વશીકરણ મંત્ર કામ માં આવશે. બધાને સંદેશ પણ આ જ આપવાનો છે - પોતાને આત્મા સમજો, આ શરીર વિનાશી છે. બાપ નું ફરમાન છે મને યાદ કરો તો પાવન બની જશો. આપ બાળકો બાપ ની યાદમાં બેઠાં છો. સાથે જ્ઞાન પણ છે કારણ કે તમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણો છો. સ્વ આત્મા માં પૂરું જ્ઞાન છે. તમે સ્વદર્શન ચક્રધારી છો ને? તમારી અહીં બેઠાં-બેઠાં ખૂબ કમાણી થઈ રહી છે. તમારી દિવસ અને રાત કમાણી જ કમાણી છે. તમે અહીં આવો જ છો સાચ્ચી કમાણી કરવા માટે. સાચ્ચી કમાણી બીજે ક્યાંય પણ થતી નથી, જે સાથે ચાલે. તમને બીજો કોઈ ધંધો વગેરે તો અહીં નથી. વાયુમંડળ પણ એવું છે. તમે યોગબળ થી વાયુમંડળ ને પણ શુદ્ધ કરો છો. તમે ખૂબ સર્વિસ કરી રહ્યા છો. જે પોતાની સેવા કરે છે એ જ ભારતની સેવા કરે છે. પછી આ જૂની દુનિયા પણ નહીં રહેશે. તમે પણ નહીં હશો. દુનિયા જ નવી બની જશે. આપ બાળકોની બુદ્ધિમાં બધું જ્ઞાન છે. આ પણ જાણે છે કે કલ્પ પહેલાં જે સર્વિસ કરી છે તે હમણાં કરતા રહે છે. દિવસે-દિવસે ઘણાઓ ને આપ સમાન બનાવતા જ રહે છે. આ જ્ઞાન ને સાંભળીને ખૂબ ખુશી થાય છે. રોમાંચ ઊભા થઈ જાય છે. કહે છે આ જ્ઞાન ક્યારેય કોઈની પાસેથી સાંભળ્યું નથી. આપ બ્રાહ્મણો પાસેથી જ સાંભળીએ છીએ. ભક્તિમાર્ગ માં તો મહેનત કંઈ પણ નથી. આમાં આખી જૂની દુનિયાને ભૂલવાની હોય છે. આ બેહદનો સંન્યાસ બાપ જ કરાવે છે. આપ બાળકોમાં પણ નંબરવાર છે. ખુશી પણ નંબરવાર થાય છે, એક જેવી નથી. જ્ઞાન-યોગ પણ એક જેવા નથી. બીજા બધાં મનુષ્ય તો દેહધારીઓની પાસે જાય છે. અહીં તમે એમની પાસે આવો છો, જેમને પોતાનો દેહ નથી.

યાદ નો જેટલો પુરુષાર્થ કરતા રહેશો એટલાં સતોપ્રધાન બનતા જશો. ખુશી વધતી રહેશે. આ છે આત્મા અને પરમાત્મા નો શુદ્ધ પ્રેમ. એ છે પણ નિરાકાર. તમારો જેટલો કાટ ઉતરતો જશે, એટલી કશિશ (એટલું આકર્ષણ) થશે. તમારી ડિગ્રી તમે જોઈ શકો છો-અમે કેટલાં ખુશીમાં રહીએ છીએ? આમાં આસન વગેરે લગાવવાની વાત નથી. હઠયોગ નથી. આરામ થી બેસી બાબા ને યાદ કરતા રહો. સૂતા-સૂતા પણ યાદ કરી શકો છો. બેહદનાં બાપ કહે છે મને યાદ કરો તો તમે સતોપ્રધાન બની જશો અને પાપ કપાઈ જશે. બેહદ નાં બાપ જે તમારા શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે, એમને ખૂબ પ્રેમ થી યાદ કરવા જોઈએ. આમાં જ માયા વિઘ્ન નાખે છે. જોવાનું છે મેં બાપની યાદ માં રહી હર્ષિત થઈને ખાવાનું ખાધું? આશિક ને માશૂક મળ્યા છે તો જરુર ખુશી થશે ને? યાદ માં રહેવાથી તમારું ખૂબ જમા થતું જશે. મંઝિલ ખૂબ ઊંચી છે. તમે શું થી શું બનો છો! પહેલાં તો બેસમજ હતાં, હવે તમે ખૂબ સમજદાર બન્યા છો. તમારું મુખ્ય લક્ષ કેટલું ફર્સ્ટક્લાસ છે? તમે જાણો છો આપણે બાબા ને યાદ કરતા-કરતા આ જૂની ખાલ છોડી જઈને નવી લઈશું. કર્માતીત અવસ્થા થવાથી પછી આ ખાલ છોડી દઈશું. નજીક આવવાથી ઘર ની યાદ આવે છે ને? બાબા ની નોલેજ ખૂબ મીઠી છે. બાળકોને કેટલો નશો ચઢવો જોઈએ? ભગવાન આ રથ માં બેસી તમને ભણાવે છે. હમણાં તમારી છે ચઢતી કળા. ચઢતી કળા તેરે ભાને સર્વ કા ભલા. તમે કોઈ નવી વાતો નથી સાંભળતાં. જાણો છો અનેક વાર આપણે સાંભળી છે, એ જ ફરીથી સાંભળી રહ્યા છીએ. સાંભળવાથી અંદર જ અંદર ગદ્દગદ્દ થતા રહેશે. તમે છો અનનોન વોરિયર્સ અને વેરી વેલ નોન (ગુપ્ત યોદ્ધા અને ખૂબ પ્રસિદ્ધ). તમે આખા વિશ્વ ને સ્વર્ગ બનાવો છો, ત્યારે દેવીઓની આટલી પૂજા થાય છે. કરવાવાળા અને કરાવવા વાળા બંને ની પૂજા થાય છે. બાળકો જાણે છે દેવી-દેવતા ધર્મવાળા ની કલમ લાગી રહી છે. આ રિવાજ હમણાં પડ્યો છે. તમે પોતાને તિલક લગાવો છો. જે સારી રીતે ભણે છે તે પોતાને સ્કોલરશિપ લાયક બનાવે છે. બાળકોએ યાદની યાત્રા નો ખૂબ પુરુષાર્થ કરવો જોઈએ. પોતાને ભાઈ-ભાઈ સમજો તો નામ-રુપ નું ભાન નીકળી જાય, આમાં જ મહેનત છે. ખૂબ અટેન્શન આપવાનું છે. ફાલતૂ વાતો ક્યારેય સાંભળવાની નથી. બાપ કહે છે હું જે સંભળાવું તે સાંભળો. ઝરમુઈ ઝગમુઈ ની વાતો નહીં સાંભળો. કાન બંધ કરો. બધાને શાંતિધામ અને સુખધામ નો રસ્તો બતાવતા રહો. જેટલો જે ઘણાઓને રસ્તો બતાવે છે, એટલો એમનો ફાયદો મળે છે. કમાણી થાય છે. બાપ આવ્યા છે બધાનો શૃંગાર કરવા અને ઘરે લઈ જવાં. બાપ બાળકોનાં સદૈવ મદદગાર બને છે. જે બાપ નાં મદદગાર બને છે, એમને બાપ પણ પ્રેમ થી જુએ છે. જે ઘણાઓને રસ્તો બતાવે છે, તો બાબા પણ એમને ખૂબ યાદ કરે છે. એમને પણ બાપની યાદની કશિશ થાય છે. યાદ થી જ કાટ ઉતરતો જશે, બાપ ને યાદ કરવા એટલે ઘર ને યાદ કરવું. સદૈવ બાબા-બાબા કરતા રહો. આ છે બ્રાહ્મણોની રુહાની યાત્રા. સુપ્રીમ રુહ ને યાદ કરતા-કરતા ઘરે પહોંચી જશો. જેટલો દેહી-અભિમાની બનવાનો પુરુષાર્થ કરશો તો કર્મેન્દ્રિયો વશ થતી જશે. કર્મેન્દ્રિયો ને વશ કરવાનો એક જ ઉપાય યાદ નો છે. તમે છો રુહાની સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ કુળભૂષણ. તમારો આ સર્વોત્તમ શ્રેષ્ઠ કુળ છે. બ્રાહ્મણ કુળ દેવતાઓનાં કુળ થી પણ ઊંચ છે કારણ કે તમને બાપ ભણાવે છે. તમે બાપનાં બન્યા છો, બાબા પાસેથી વિશ્વની બાદશાહી નો વારસો લેવા માટે. બાબા કહેવાથી જ વારસાની સુગંધ આવે છે. શિવ ને હંમેશા બાબા-બાબા કહે છે. શિવબાબા છે જ સદ્દગતિ દાતા બીજા કોઈ સદ્દગતિ આપી ન શકે. સાચાં સદ્દગુરુ એક જ નિરાકાર છે જે અડધાકલ્પ માટે રાજ્ય આપીને જાય છે. તો મૂળ વાત છે યાદ ની. અંતકાળે કોઈ શરીરનું ભાન અથવા ધન-સંપત્તિ યાદ ન આવે. નહીં તો પુનર્જન્મ લેવો પડશે. ભક્તિ માં કાશી કલવટ ખાય છે, તમે પણ કાશી કલવટ ખાધી છે અથવા બાપ નાં બન્યા છો. ભક્તિમાર્ગ માં પણ કાશી કલવટ ખાઈને સમજે છે બધાં પાપ કપાઈ ગયાં. પરંતુ પાછા તો કોઈ જઈ નથી શકતાં. જ્યારે બધાં ઉપર થી આવી જાય પછી વિનાશ થશે. બાપ પણ જશે, તમે પણ જશો. બાકી કહે છે પાંડવો પહાડો પર ગળી ગયાં. તે તો જાણે કે આપઘાત થઈ જાય. બાપ સારી રીતે સમજાવે છે. બાળકો, સર્વ નો સદ્દગતિ દાતા એક હું છું, કોઈ દેહધારી તમારી સદ્દગતિ કરી નથી શકતાં. ભક્તિ થી સીડી નીચે ઉતરતા આવ્યા છો, અંત માં બાપ આવીને જોર થી ચઢાવે છે. આને કહેવાય છે અચાનક બેહદ સુખની લોટરી મળે છે. તે હોય છે ઘોડા-દોડ. આ છે આત્માઓની દોડ. પરંતુ માયા નાં કારણે એક્સિડન્ટ થઈ જાય છે અથવા ફારકતિ આપી દે છે. માયા બુદ્ધિયોગ તોડી દે છે. કામ થી હાર ખાય છે તો કરેલી કમાણી ચટ થઈ જાય છે. કામ મોટું ભૂત છે, કામ પર જીત મેળવવાથી જગતજીત બનશો. લક્ષ્મી-નારાયણ જગતજીત હતાં. બાપ કહે છે આ અંતિમ જન્મ પવિત્ર જરુર બનવાનું છે, ત્યારે જીત થશે. નહીં તો હાર ખાશો. આ છે મૃત્યુલોક નો અંતિમ જન્મ. અમરલોક નાં ૨૧ જન્મો નાં અને મૃત્યુલોક નાં ૬૩ જન્મોનાં રહસ્ય બાપ જ સમજાવે છે. હવે દિલ થી પૂછો કે આપણે લક્ષ્મી-નારાયણ બનવાને લાયક છીએ? જેટલી ધારણા થતી રહેશે એટલી ખુશી પણ થશે. પરંતુ તકદીર માં નથી તો માયા રહેવા નથી દેતી.

આ મધુબન નો પ્રભાવ દિવસે-દિવસે વધતો રહેશે. મુખ્ય બેટરી અહીં છે, જે સર્વિસેબલ બાળકો છે, તે બાપ ને ખૂબ પ્રિય લાગે છે. જે સારા સર્વિસેબલ બાળકો છે એમને વીણી-વીણી ને બાબા સર્ચલાઈટ આપે છે. તે પણ જરુર બાબાને યાદ કરે છે. સર્વિસેબલ બાળકોને બાપદાદા બંને યાદ કરે છે, સર્ચલાઈટ આપે છે. કહે છે મિઠરા ઘુર ત ઘુરાય… યાદ કરો તો યાદ નો રિસ્પોન્સ મળશે. એક તરફ છે આખી દુનિયા, બીજી તરફ છો તમે સાચાં બ્રાહ્મણ. ઊંચામાં ઊંચા બાપ નાં તમે બાળકો છો, જે બાપ સર્વ નાં સદ્દગતિ દાતા છે. તમારો આ દિવ્ય જન્મ હિરા જેવો છે. આપણને કોડી થી હીરા પણ એ જ બનાવે છે. અડધાકલ્પ માટે એટલું સુખ આપી દે છે જે ફરી એમને યાદ કરવાની જરુર નથી. બાબા કહે છે-બાળકો, અથાહ ધન તમને આપું છું. તમે બધું ગુમાવી બેઠાં છો. કેટલાં હીરા ઝવેરાતો મારા જ મંદિરમાં લગાવો છો. હમણાં તો હીરા ની જુઓ કેટલી કિંમત છે! આગળ હીરા પર પણ રુંગ (સાથે કોઈ બીજી ગિફ્ટ) મળતી હતી, હમણાં તો શાક પર પણ રુંગ (શાક ની સાથે થોડા મરચા, ધાણાભાજી વગેરે આપી દેતા હતાં) નથી મળતી. તમે જાણો છો કેવી રીતે રાજ્ય લીધું? કેવી રીતે ગુમાવ્યું? હવે ફરી લઈ રહ્યા છે. આ જ્ઞાન ખૂબ વન્ડરફુલ છે. કોઈની બુદ્ધિમાં મુશ્કેલ રહે છે. રાજાઈ લેવી છે તો શ્રીમત પર પૂરું ચાલવાનું છે. પોતાની મત કામ માં નહીં આવે. જીવતા જ વાનપ્રસ્થ માં જવાનું છે તો બધું આમને આપવું પડે. વારિસ બનાવવા પડે. ભક્તિમાર્ગ માં પણ વારિસ બનાવે છે. દાન કરે છે પરંતુ અલ્પકાળ માટે. અહીં તો આમને વારિસ બનાવવાનાં હોય છે - જન્મ-જન્માંતર માટે. ગાયન પણ છે ફોલો ફાધર. જે ફોલો કરે છે તે ઊંચ પદ મેળવે છે. બેહદનાં બાપ નાં બનવાથી જ બેહદનો વારસો મેળવશો. શિવબાબા તો છે દાતા. આ ભંડારો એમનો છે. ભગવાન અર્થ જે દાન કરે છે, તો બીજા જન્મ માં અલ્પકાળ નું સુખ મળે છે. તે થયું ઇનડાયરેક્ટ. આ છે ડાયરેક્ટ. શિવબાબા ૨૧ જન્મો માટે આપે છે. કોઈની બુદ્ધિમાં આવે છે અમે શિવબાબા ને આપીએ છીએ. આ જાણે કે ઇન્સલ્ટ (અપમાન) છે. આપે છે લેવા માટે. આ બાબા નો ભંડારો છે. કાળ કંટક દૂર થઈ જાય છે. બાળકો ભણે છે અમરલોક માટે. આ છે કાંટાઓનું જંગલ. બાબા ફૂલોનાં બગીચા માં લઈ જાય છે. તો બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ. દૈવી ગુણ પણ ધારણ કરવાના છે. બાપ કેટલાં પ્રેમ થી બાળકોને ગુલગુલ બનાવે છે. બાબા ખૂબ પ્રેમ થી સમજાવે છે. પોતાનું કલ્યાણ કરવા ઈચ્છો છો તો દૈવી ગુણ પણ ધારણ કરો અને કોઈનાં પણ અવગુણ નહીં જુઓ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદ નાં બાપ પાસેથી સર્ચલાઈટ લેવા માટે એમનાં મદદગાર બનવાનું છે. મુખ્ય બેટરી થી પોતાનું કનેક્શન જોડીને રાખવાનું છે. કોઈ પણ વાત માં સમય બરબાદ નથી કરવાનો.

2. સાચ્ચી કમાણી કરવા અથવા ભારત ની સાચ્ચી સેવા કરવા માટે એક બાપ ની યાદ માં રહેવાનું છે કારણ કે યાદ થી વાયુમંડળ શુદ્ધ થાય છે. આત્મા સતોપ્રધાન બને છે. અપાર ખુશી નો અનુભવ થાય છે. કર્મેન્દ્રિયો વશ માં થઈ જાય છે.

વરદાન :-
સ્વ - પરિવર્તન થી વિશ્વ - પરિવર્તન નાં કાર્ય માં દિલ - પસંદ સફળતા પ્રાપ્ત કરવાવાળા સિદ્ધિ સ્વરુપ ભવ

દરેક સ્વ-પરિવર્તન દ્વારા વિશ્વ-પરિવર્તન કરવાની સેવા માં લાગેલા છે. બધાનાં મન માં આ જ ઉમંગ-ઉત્સાહ છે કે આ વિશ્વ ને પરિવર્તન કરવું જ છે અને નિશ્ચય પણ છે કે પરિવર્તન થવાનું જ છે. જ્યાં હિંમત છે ત્યાં ઉમંગ-ઉત્સાહ છે. સ્વ-પરિવર્તન થી જ વિશ્વ-પરિવર્તન નાં કાર્ય માં દિલ પસંદ સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ સફળતા ત્યારે મળે છે જ્યારે એક જ સમયે વૃત્તિ, વાયબ્રેશન અને વાણી ત્રણેય શક્તિશાળી હોય.

સ્લોગન :-
જ્યારે બોલ માં સ્નેહ અને સંયમ હોય ત્યારે વાણી ની એનર્જી જમા થશે.