03-05-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  06.01.86    બાપદાદા મધુબન


સંગમયુગ - જમા કરવાનો યુગ
 


આજે સર્વ બાળકોનાં ત્રણેવ કાળને જાણવાવાળા ત્રિકાળદર્શી બાપદાદા બધાં બાળકોનાં જમાનું ખાતુ જોઈ રહ્યાં છે. આ તો બધાં જાણો જ છો કે આખાં કલ્પમાં શ્રેષ્ઠ ખાતુ જમા કરવાનો સમય ફક્ત આજ સંગમયુગ છે. નાનકડો યુગ, નાનકડું જીવન છે. પરંતુ આ યુગ, આ જીવનની વિશેષતા છે જે હમણાં જ જેટલું જમા કરવા ઈચ્છો તે કરી શકો છો. આ સમયનાં શ્રેષ્ઠ ખાતાનાં પ્રમાણે પૂજ્ય પદ પણ પામો છો અને પછી પૂજ્ય સો પૂજારી પણ બનો છો. આ સમયનાં શ્રેષ્ઠ કર્મોનું, શ્રેષ્ઠ નોલેજનું, શ્રેષ્ઠ સંબંધનું, શ્રેષ્ઠ શક્તિઓનું, શ્રેષ્ઠ ગુણોનું, બધાં શ્રેષ્ઠ ખાતા હમણાં જમા કરો છો. દ્વાપર થી ભક્તિનું ખાતુ અલ્પકાળનું, હમણાં-હમણાં કર્યું, હમણાં-હમણાં ફળ પામ્યું અને ખતમ થયું. ભક્તિનું ખાતું અલ્પકાળનું એટલે છે - કારણ કે હમણાં કમાવ્યું અને હમણાં ખાધું. જમા કરવાનું અવિનાશી ખાતુ જે જન્મ-જન્મ ચાલતું રહે તે અવિનાશી ખાતુ જમા કરવાનો હમણાં સમય છે એટલે આ શ્રેષ્ઠ સમયને પુરુષોત્તમ યુગ અથવા ધર્માઉ યુગ કહેવાય છે. પરમાત્મા અવતરણ યુગ કહેવાય છે. ડાયરેક્ટ બાપ દ્વારા પ્રાપ્ત શક્તિઓનો યુગ આજ ગવાયેલો છે. આ યુગમાં જ બાપ વિધાતા અને વરદાતા નો પાર્ટ ભજવે છે એટલે આ યુગને વરદાની યુગ પણ કહેવાય છે. આ યુગમાં સ્નેહનાં કારણે બાપ ભોળા ભંડારી બની જાય છે. જે એકનું પદમ ગુણા ફળ આપે છે. એકનું પદમ ગુણા જમા થવાનું વિશેષ ભાગ્ય હમણાં જ પ્રાપ્ત થાય છે. બીજા યુગોમાં જેટલું અને એટલું નો હિસાબ છે. અંતર થયું ને કારણ કે હમણાં ડાયરેક્ટ બાપ વારસો અને વરદાન બંને રુપમાં પ્રાપ્તિ કરાવવા નાં નિમિત્ત છે. ભક્તિમાં ભાવનાનું ફળ છે, હમણાં વારસો અને વરદાન નું ફળ છે એટલે આ સમયનાં મહત્વને જાણી, પ્રાપ્તિઓને જાણી, જમાનાં હિસાબને જાણી, ત્રિકાળદર્શી બની દરેક કદમ ઉઠાવતા રહો છો? આ સમયની એક સેકન્ડ કેટલી સાધારણ સમય થી મોટી છે - તે જાણો છો? સેકન્ડમાં કેટલું કમાઈ શકો છો અને સેકન્ડમાં કેટલું ગુમાવો છો? આ સારી રીતે હિસાબ જાણો છો? કે સાધારણ રીત થી કંઈ કમાવ્યું કંઈ ગુમાવ્યું. આવો અમૂલ્ય સમય સમાપ્ત નથી કરી રહ્યાં? બ્રહ્માકુમાર બ્રહ્માકુમારી તો બન્યાં પરંતુ અવિનાશી વારસા અને વિશેષ વરદાન નાં અધિકારી બન્યાં? કારણ કે આ સમયનાં અધિકારી જન્મ-જન્મ નાં અધિકારી બને છે. આ સમયનાં કોઈને કોઈ સ્વભાવ અથવા સંસ્કાર અથવા કોઈ સંબંધ નાં અધીન રહેવાવાળી આત્મા જન્મ-જન્મ અધિકારી બનવાનાં બદલે પ્રજા પદનાં અધિકારી બને છે. રાજ્ય અધિકારી નહીં. પ્રજા પદ અધિકારી બને છે. બનવા આવ્યાં છે રાજયોગી, રાજ્ય અધિકારી પરંતુ અધીનતાનાં સંસ્કાર નાં કારણે વિધાતાનાં બાળકો હોવા છતાં પણ રાજ્ય અધિકારી નથી બની શકતાં એટલે હંમેશા આ ચેક (તપાસ) કરો સ્વ અધિકારી ક્યાં સુધી બન્યાં છો? જો સ્વ અધિકાર નથી પામી શકતાં તો વિશ્વનું રાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરશે? વિશ્વનાં રાજ્ય અધિકારી બનવાનું ચૈતન્ય મોડલ, હમણાં સ્વરાજ્ય અધિકારી બનવાથી તૈયાર કરો છો. કોઈ પણ ચીજનું પહેલાં મોડલ તૈયાર કરો છો ને. તો પહેલાં આ મોડલને જુઓ.

સ્વ અધિકારી અર્થાત્ સર્વ કર્મેન્દ્રિયોં રુપી પ્રજાનાં રાજા બનવું. પ્રજાનું રાજ્ય છે કે રાજાનું રાજ્ય છે? આ તો જાણી શકો છો ને! પ્રજાનું રાજ્ય છે તો રાજા નહીં કહેવાશો. પ્રજાનાં રાજ્યમાં રાજવંશ સમાપ્ત થઈ જાય છે. કોઈ પણ એક કર્મેન્દ્રિય દગો આપે છે તો સ્વરાજ્ય અધિકારી નહીં કહેશું. એવું પણ ક્યારેય નહિં વિચારતાં કે એક-બે કમજોરી હોય જ છે. સંપૂર્ણ તો છેલ્લે બનવાનું છે. પરંતુ લાંબાકાળની એક કમજોરી પણ સમય પર દગો આપી દે છે. લાંબાકાળ નાં અધીન બનવાનાં સંસ્કાર અધિકારી બનવા નહીં દે એટલે અધિકારી અર્થાત્ સ્વ અધિકારી. અંતમાં સંપૂર્ણ થઈ જશું આ ભ્રમ નહીં રહી જતાં. લાંબાકાળ નાં સ્વ અધિકાર નાં સંસ્કાર લાંબાકાળ નાં વિશ્વ અધિકારી બનાવશે. થોડાં સમયનાં સ્વ રાજ્ય અધિકારી થોડા સમય માટે જ વિશ્વ રાજ્ય અધિકારી બનશે. જે હમણાં બાપની સમાનતા ની આજ્ઞા પ્રમાણે બાપનાં દિલતખ્તનશીન બને છે તે જ રાજ્ય તખ્તનશીન બને છે. બાપ સમાન બનવું અર્થાત્ બાપનાં દિલતખ્તનશીન બનવું. જેમ બ્રહ્મા બાપ સંપન્ન અને સમાન બન્યાં એવાં સંપૂર્ણ અને સમાન બનો. રાજ્ય તખ્ત નાં અધિકારી બનો. કોઈ પણ પ્રકારનાં અલબેલાપણા માં પોતાનો અધિકાર નો વારસો કે વરદાન ઓછું નહિં પ્રાપ્ત કરતાં. તો જમાનું ખાતુ ચેક કરો. નવું વર્ષ શરુ થયું છે ને. પાછલું ખાતુ ચેક કરો અને નવું ખાતુ, સમય અને બાપનાં વરદાન થી વધારે થી વધારે જમા કરો. ફક્ત કમાવ્યું અને ખાધું, એવું ખાતુ નહીં બનાવો! અમૃતવેલે યોગ લગાવ્યો જમા કર્યું. ક્લાસમાં ભણીને જમા કર્યું અને પછી આખાં દિવસમાં પરિસ્થિતિઓનાં વશ કે માયાનાં વાર નાં વશ કે પોતાનાં સંસ્કારોનાં વશ જે જમા કર્યું તે યુદ્ધ કરતાં વિજયી બનવામાં ખર્ચ કર્યુ. તો રીઝલ્ટ (પરિણામ) શું નીકળ્યું? કમાવ્યું અને ખાધું, જમા શું થયું? એટલે જમાનું ખાતુ સદા ચેક કરો અને વધારતા જાઓ. એમ જ ચાર્ટ માં ફક્ત રાઈટ નહીં કરો. ક્લાસ કર્યો? હાં. યોગ કર્યો? પરંતુ જેવો શક્તિશાળી યોગ સમયનાં પ્રમાણે થવો જોઈએ તેવો થયો? સમય સારો પસાર કર્યો, ખૂબ આનંદ આવ્યો, વર્તમાન તો બન્યું પરંતુ વર્તમાન ની સાથે જમા પણ કર્યું? એટલો શક્તિશાળી અનુભવ કર્યો? ચાલી રહ્યાં છો, ફક્ત આ ચેક નહીં કરો. કોઈને પણ પૂછો કેવાં ચાલી રહ્યાં છો? તો કહી દેશે બહુજ સરસ ચાલી રહ્યાં છીએ. પરંતુ કઈ સ્પીડ (ગતિ) માં ચાલી રહ્યાં છો, આ ચેક કરો. કીડી ની ચાલ ચાલી રહ્યાં છે કે રોકેટ ની ચાલ ચાલી રહ્યાં છો? આ વર્ષ બધી વાતોમાં શક્તિશાળી બનવાની ગતિ ને અને ટકાવારી ને ચેક કરો. કેટલી ટકાવારી માં જમા કરી રહ્યાં છો? ૫ રુપિયા પણ કહેશું જમા થયાં? ૫૦૦ રુપિયા પણ કહેશું જમા થયાં! જમા તો કર્યું પરંતુ કેટલું કર્યું? સમજ્યાં શું કરવાનું છે.

ગોલ્ડન જુબલી (સ્વર્ણિમ જયંતી) ની તરફ જઇ રહ્યાં છો - આ આખું વર્ષ ગોલ્ડન જુબલીનું છે ને! તો ચેક કરો દરેક વાતમાં ગોલ્ડન એજ્ડ અર્થાત્ સતોપ્રધાન સ્ટેજ (અવસ્થા) છે? કે સતો અર્થાત્ સિલ્વર એજ્ડ સ્ટેજ છે? પુરુષાર્થ પણ સતોપ્રધાન ગોલ્ડન એજડ હોય. સેવા પણ ગોલ્ડન એજડ હોય. જરા પણ જૂનાં સંસ્કારની અલાય (ખાદ) ન હોય. એવું નહીં જેમ આજકાલ ચાંદીની ઉપર પણ સોનાનું પાણી ચઢાવી દે છે. બહાર થી તો સોનુ લાગે છે પરંતુ અંદર શું હોય છે? મિક્સ (મિશ્રણ) કહેશું ને! તો સેવામાં પણ અભિમાન અને અપમાનની અલાય મિક્સ ન હોય. આને કહેવાય છે ગોલ્ડન એજડ સેવા. સ્વભાવ માં પણ ઈર્ષ્યા, સિદ્ધ અને જિદ્દ નો ભાવ ન હોય. આ છે અલાય. આ અલાય ને સમાપ્ત કરી ગોલ્ડ એજડ સ્વભાવવાળા બનો. સંસ્કાર માં સદા હાં જી. જેવો સમય, જેવી સેવા એવું સ્વયંને મોલ્ડ (વાળવું) કરવાનું છે અર્થાત્ રીયલ ગોલ્ડ બનવાનું છે. મારે મોલ્ડ થવાનું છે. બીજા કરે તો હું કરું આ જિદ્દ થઈ જાય છે. એ રીયલ ગોલ્ડ નથી! આ અલાય સમાપ્ત કરી ગોલ્ડન એજડ બનો. સંબંધમાં સદા દરેક આત્માનાં પ્રતિ શુભભાવના, કલ્યાણની ભાવના હોય. સ્નેહની ભાવના હોય, સહયોગની ભાવના હોય. કેવાં પણ ભાવ સ્વભાવવાળા હોય પરંતુ તમારો સદા શ્રેષ્ઠ ભાવ હોય. આ બધી વાતોમાં સ્વ પરિવર્તન જ ગોલ્ડન જુબલી મનાવવી છે. અલાય ને બાળવી અર્થાત્ ગોલ્ડન જુબલી મનાવવી. સમજ્યાં - વર્ષનો આરંભ ગોલ્ડન એજડ સ્થિતિ થી કરો. સહજ છે ને. સાંભળવાનાં સમયે તો બધાં સમજે છે કે કરવું જ છે પરંતુ જ્યારે સમસ્યા સામે આવે ત્યારે વિચારે આ તો બહુજ મુશ્કેલ વાત છે. સમસ્યા નાં સમયે સ્વરાજ્ય અધિકારીપણા નો અધિકાર દેખાડવાનો જ સમય હોય છે. વાર નાં સમયે જ વિજયી બનવાનું હોય છે. પરીક્ષાનાં સમયે જ નંબરવન લેવાનો સમય હોય છે. સમસ્યા સ્વરુપ નહીં બનો પરંતુ સમાધાન સ્વરુપ બનો. સમજ્યાં - આ વર્ષ શું કરવાનું છે? ત્યારે ગોલ્ડન જુબલીની સમાપ્તિ, સંપન્ન બનવાની ગોલ્ડન જુબલી કહેવાશે. બીજી શું નવીનતા કરશો? બાપદાદાની પાસે બધાં બાળકોનાં સંકલ્પ તો પહોંચે જ છે. પોગ્રામ માં પણ નવીનતા શું કરશો? ગોલ્ડન થોટ્સ (સ્વર્ણિમ સંકલ્પ) સંભળાવવાનો વિષય રાખ્યો છે ને. સ્વર્ણિમ સંકલ્પ, સ્વર્ણિમ વિચાર, જે સોનુ બનાવી દે અને સોનાનો યુગ લાવે. આ વિષય રાખ્યો છે ને. અચ્છા-આજે વતનમાં આ વિષય પર રુહ-રુહાન થઈ તે પછી સંભળાવશું. અચ્છા -

સર્વ વારસા અને વરદાન નાં ડબલ અધિકારી ભાગ્યવાન આત્માઓને, સદા સ્વરાજ્ય અધિકારી શ્રેષ્ઠ આત્માઓને, સદા સ્વયંને ગોલ્ડન એજડ સ્થિતિમાં સ્થિત કરવાવાળા રીયલ ગોલ્ડ બાળકોને, સદા સ્વ પરિવર્તન ની લગન થી વિશ્વ પરિવર્તન માં આગળ વધવાવાળા વિશેષ આત્માઓને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.

મિટિંગ માં આવેલાં ડોક્ટર્સ થી - અવ્યક્ત બાપદાદા ની મુલાકાત

પોતાનાં શ્રેષ્ઠ ઉમંગ-ઉત્સાહ દ્વારા અનેક આત્માઓને સદા ખુશ બનાવવાની સેવામાં લાગેલાં છો ને. ડોક્ટર્સનું વિશેષ કાર્ય જ છે દરેક આત્માને ખુશી આપવી. પહેલી દવા ખુશી છે. ખુશી અડધી બીમારી ખતમ કરી દે છે. તો રુહાની ડોક્ટર્સ અર્થાત્ ખુશી ની દવા આપવાવાળા. તો એવાં ડોક્ટર છો ને. એક વખત પણ ખુશી ની ઝલક આત્માને અનુભવ થઇ જાય તો તે આત્મા સદા ખુશી ની ઝલક થી આગળ ઉડતી રહેશે. તો બધાંને ડબલ લાઈટ બનાવી ઉડાવવા વાળા ડોક્ટર્સ છો ને. તે બેડ (પલંગ) થી ઉઠાવી દે છે. બેડ માં સુવાવાળા દર્દીને ઉભા કરી દે છે, ચલાવે છે. તમે જૂની દુનિયાથી ઉઠાવી નવી દુનિયામાં બેસાડી દો. એવાં પ્લાન (યોજનાઓ) બનાવ્યાં છે ને. રુહાની ઈન્સ્ટ્રુમેન્ટ્સ (સાધન) યુઝ કરવાનો પ્લાન બનાવ્યો છે? ઇન્જેક્શન શું છે, ગોળીઓ શું છે, લોહી આપવું શું છે. આ બધાં રુહાની સાધન બનાવ્યાં છે! કોઈને લોહી આપવાની આવશ્યકતા છે તો રુહાની લોહી કયું આપવાનું છે? હાર્ટ-પેશન્ટને કઈ દવા આપવાની છે? હાર્ટ પેશન્ટ અર્થાત્ દિલશિકસ્ત પેશન્ટ! તો રુહાની સામગ્રી જોઈએ. જેમ તેઓ નવી-નવી ઇન્વેન્શન (શોધ) કરે છે, તે સાયન્સ (વિજ્ઞાન) નાં સાધન થી ઇન્વેન્શન કરે છે. તમે સાઇલેન્સ (શાંતિ) નાં સાધનો થી સદાકાળ માટે નિરોગી બનાવી દો. જેમ તેમની પાસે આખી લિસ્ટ (યાદી) છે - આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમ જ તમારી પણ લિસ્ટ હોય લાંબી. એવાં ડોક્ટર્સ છો. એવરહેલ્દી (સદા સ્વસ્થ) બનાવવાનાં એટલાં સરસ સાધન હોય. એવું ઓક્યુપેશન પોતાનું બનાવ્યું છે? બધાં ડોક્ટરએ પોત-પોતાનાં સ્થાન પર એવું બોર્ડ લગાવ્યું છે એવરહેલ્દી એવરવેલ્દી બનવાનું? જેમ પોતાનું તે ઓક્યુપેશન લખો છો એમ જ આ લખાણ હોય જેને જોઈને સમજે કે આ શું છે - અંદર જઈને જોઈએ. આકર્ષણ કરવાવાળું બોર્ડ હોય. લખાણ એવું હોય જે પરિચય લીધા વગર કોઈ રહી ન શકે. એમ બોલાવવાની આવશ્યકતા ન હોય પરંતુ સ્વયં જ તમારા આગળ ન ઇચ્છતાં પણ પહોંચી જાય, એવું બોર્ડ હોય. તેઓ તો લખે છે એમ.બી.બી.એસ., ફલાણા-ફલાણા. તમે પછી પોતાનું એવું બોર્ડ પર રુહાની ઓક્યુપેશન લખો જેનાથી તે સમજે કે આ સ્થાન જરુરી છે. એવી પોતાની રુહાની ડીગ્રી બનાવી છે કે તેજ ડિગ્રીઓ લખો છો?

(સેવાનું શ્રેષ્ઠ સાધન શું હોવું જોઈએ) સેવાનું સૌથી તીખુ સાધન છે - સમર્થ સંકલ્પ થી સેવા. સમર્થ સંકલ્પ પણ હોય, બોલ પણ હોય અને કર્મ પણ હોય. ત્રણેય સાથે-સાથે કાર્ય કરે. આ જ શક્તિશાળી સાધન છે. વાણીમાં આવો છો તો શક્તિશાળી સંકલ્પની ટકાવારી ઓછી થઈ જાય છે કે તે ટકાવારી હોય છે તો વાણીની શક્તિ માં ફરક પડી જાય છે. પરંતુ નહીં. ત્રણેય સાથે-સાથે હોય. જેમ કોઈ પણ પેશન્ટને એક જ સાથે કોઈ નાડી જોવે છે, કોઈ ઓપરેશન કરે છે...સાથે-સાથે કરે છે. નાડી જોવાવાળા પાછળ જોવે અને ઓપરેશન વાળા પહેલાં કરી લે તો શું થશે? એકસાથે કેટલાં કાર્ય ચાલે છે. એમ જ રુહાનિયતનાં પણ સેવાનાં સાધન ભેગા-ભેગા સાથે-સાથે ચાલે. બાકી સેવાનાં પ્લાન બનાવ્યાં છે, બહુજ સરસ. પરંતુ એવાં કોઈ સાધન બનાવો જે બધાં સમજે કે હાં આ રુહાની ડોક્ટર સદા માટે હેલ્દી બનાવવા વાળા છે. અચ્છા.

પાર્ટીયો થી :-

૧ - જે અનેક વખત વિજયી આત્માઓ છે, તેમની નિશાની શું હશે? તેમને દરેક વાત બહુજ સહજ અને હલકી અનુભવ થશે. જે કલ્પ-કલ્પની વિજયી આત્માઓ નથી તેમને નાનુ-એવું કાર્ય પણ મુશ્કેલ અનુભવ થશે. સહજ નહીં લાગશે. દરેક કાર્ય કરવાનાં પહેલાંં સ્વયં ને એવાં અનુભવ કરશે જેમ એ કાર્ય થયેલ જ છે. થશે કે નહીં થાય, આ પ્રશ્ન નહિ ઉઠે. થયેલું જ છે, આ મહેસૂસતા સદા રહેશે. ખબર છે સદા સફળતા છે જ, વિજય છે જ - એવાં નિશ્ચય બુદ્ધિ હશે. કોઈ પણ વાત નવી નહીં લાગે, ખુબ જૂની વાત છે. એવી સ્મૃતિ થી સ્વયંને આગળ વધારતાં રહેશે.

૨- ડબલ લાઈટ બનવાની નિશાની શું હશે? ડબલ લાઈટ આત્માઓ સદા સહજ ઉડતી કળાનો અનુભવ કરે છે. ક્યારેક થોભવું અને ક્યારેક ઉડવું એવું નહીં. સદા ઉડતી કળાનાં અનુભવી એવી ડબલ લાઈટ આત્માઓ જ ડબલ તાજનાં અધિકારી બને છે. ડબલ લાઈટવાળા સ્વતઃ જ ઉંચી સ્થિતિનો અનુભવ કરે છે. કોઈ પણ પરિસ્થિતિ આવે, યાદ રાખો અમે ડબલ લાઈટ છીએ. બાળક બની ગયાં અર્થાત્ હલકા બની ગયાં. કોઈ પણ બોજ ન ઉઠાવી શકે. અચ્છા - ઓમ શાંતિ.

વરદાન :-
શુભચિંતન અને શુભચિંતક સ્થિતિ નાં અનુભવ દ્વારા બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા ભવ

બ્રહ્મા બાપ સમાન માસ્ટર દાતા બનવાનાં માટે ઈર્ષ્યા, ધૃણા અને ક્રિટીસાઈજ (ટીકા કરવી) - આ ત્રણેય વાતોથી મુક્ત રહીને સર્વનાં પ્રતિ શુભચિંતક બનો અને શુભચિંતન સ્થિતિનો અનુભવ કરો કારણ કે જેમાં ઈર્ષ્યા ની અગ્નિ હોય છે તે સ્વયં બળે છે, બીજાને હેરાન કરે છે ધૃણા વાળા પોતે પણ પડે છે બીજાને પણ પાડે છે અને હસવામાં પણ ટીકા કરવાવાળા, આત્માઓને હિંમતહિન બનાવીને દુઃખી કરે છે એટલે આ ત્રણેય વાતોથી મુક્ત રહી શુભચિંતક સ્થિતિનાં અનુભવ દ્વારા દાતાનાં બાળકો માસ્ટર દાતા બનો.

સ્લોગન :-
મન-બુદ્ધિ અને સંસ્કારો પર સંપૂર્ણ રાજ્ય કરવા વાળા સ્વરાજ્ય અધિકારી બનો.