03-05-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
બાપ સમાન મીઠાં બનવાનું છે , કોઈ ને પણ દુઃખ નથી આપવાનું , ક્યારેય ક્રોધ નથી કરવાનો
”
પ્રશ્ન :-
કર્મો ની ગુહ્ય ગતિ ને જાણતાં આપ બાળકો કયું પાપ કર્મ ન કરી શકો?
ઉત્તર :-
આજ દિવસ સુધી દાન ને પુણ્ય કર્મ સમજતાં હતાં, પરંતુ હવે સમજો છો દાન કરવાથી પણ ઘણી
વાર પાપ બને છે કારણ કે જો કોઈ એવાં ને પૈસા આપ્યાં જે પૈસા થી પાપ કરે, તેની અસર
પણ તમારી અવસ્થા પર અવશ્ય પડશે જ એટલે દાન પણ સમજીને કરવાનું છે.
ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…
ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો
સામે બેઠાં છો. બાપ કહે છે હે જીવ ની આત્માઓ (જીવાત્માઓ) સાંભળો છો. આત્માઓ સાથે
વાત કરે છે. આત્માઓ જાણે છે - અમારા બેહદ નાં બાપ અમને લઈ જાય છે, જ્યાં દુઃખ નું
નામ નથી. ગીતા માં પણ કહે છે આ પાપ ની દુનિયાથી પાવન દુનિયા માં લઈ જાઓ. પતિત દુનિયા
કોને કહેવાય છે, એ દુનિયા નથી જાણતી. જુઓ, આજકાલ મનુષ્યો માં કામ, ક્રોધ કેટલો ઉગ્ર
છે. ક્રોધ નાં વશીભૂત થઈને કહે છે અમે આનાં દેશ નો નાશ કરીશું. કહે પણ છે હે ભગવાન
અમને ઘોર અંધકાર થી ઘોર અજવાળા માં લઈ જાઓ કારણ કે જુની દુનિયા છે. કળિયુગ ને જૂનો
યુગ, સતયુગ ને નવો યુગ કહેવાય છે. બાપ વગર નવો યુગ કોઈ બનાવી ન શકે. આપણા મીઠાં બાબા
આપણને હવે દુઃખધામ થી સુખધામ માં લઈ જાય છે. બાબા તમારા સિવાય અમને કોઈ પણ સ્વર્ગ
માં લઈ જઈ નથી શકતું. બાબા કેટલું સારી રીતે સમજાવે છે. છતાં પણ કોઈની બુદ્ધિ માં
બેસતું નથી. આ સમયે બાબા ની શ્રેષ્ઠ મત મળે છે. શ્રેષ્ઠ મત થી આપણે શ્રેષ્ઠ બનીએ
છીએ. અહીં શ્રેષ્ઠ બનીશું તો શ્રેષ્ઠ દુનિયા માં ઊંચ પદ મેળવીશું. આ તો છે
ભ્રષ્ટાચારી રાવણ ની દુનિયા. પોતાની મત પર ચાલવું તે મનમત કહેવાય છે. બાપ કહે છે
શ્રીમત પર ચાલો. તમને પછી ઘડી-ઘડી આસુરી મત નર્ક માં ધકેલે છે. ક્રોધ કરવો આસુરી મત
છે. બાબા કહે છે એક-બીજા પર ક્રોધ નહીં કરો. પ્રેમ થી ચાલો. દરેકે પોતાનાં માટે
સલાહ લેવાની છે. બાપ કહે છે બાળકો પાપ કેમ કરો છો, પુણ્ય થી કામ ચલાવો. પોતાનો ખર્ચો
ઓછો કરી દો. તીર્થો પર ધક્કા ખાવા, સંન્યાસીઓ પાસે ધક્કા ખાવા, આ બધાં કર્મકાંડ પર
કેટલો ખર્ચ કરે છે. તે બધાં છોડાવી દે છે. લગ્ન માં મનુષ્ય કેટલાં શાદમાના (કેટલો
દેખાડો) કરે છે, કર્જો લઈને પણ લગ્ન કરાવે છે. એક તો કર્જો ઉઠાવે, બીજું પતિત બને
છે. તે પણ જે પતિત બનવા ઈચ્છે છે જઈને બને. જે શ્રીમત પર ચાલીને પવિત્ર બને છે એમને
કેમ રોકવા જોઈએ. મિત્ર સંબંધી વગેરે ઝઘડા કરશે તો સહન કરવું જ પડશે. મીરા એ પણ
બધુંજ સહન કર્યુ ને. બેહદ નાં બાપ આવ્યાં છે રાજયોગ શિખવાડી ભગવાન ભગવતી પદ પ્રાપ્ત
કરાવે છે. લક્ષ્મી ભગવતી, નારાયણ ભગવાન કહેવાય છે. કળિયુગ અંત માં તો બધાં પતિત છે
પછી એમને કોણે ચેન્જ (પરિવર્તન) કર્યા. હવે આપ બાળકો જાણો છો બાબા કેવી રીતે આવીને
સ્વર્ગ અથવા રામરાજ્ય ની સ્થાપના કરાવે છે. આપણે સૂર્યવંશી અથવા ચંદ્રવંશી પદ મેળવવા
માટે અહીં આવ્યાં છીએ. જે સૂર્યવંશી સપૂત બાળકો હશે તેઓ તો સારી રીતે ભણતર ભણશે.
બાપ બધાંને સમજાવે છે
- પુરુષાર્થ કરી તમે મા-બાપને ફોલો કરો (અનુસરો). એવો પુરુષાર્થ કરો જે એમનાં વારિસ
બનીને દેખાડો. મમ્મા બાબા કહો છો તો ભવિષ્ય તખ્તનશીન થઈને દેખાડો. બાપ તો કહે છે
એટલું ભણો જે મારા થી ઊંચ જાઓ. એવાં ઘણાં બાળકો હોય છે જે બાપ થી ઊંચા ચાલ્યાં જાય
છે. બેહદ નાં બાપ કહે છે હું તમને વિશ્વ નાં માલિક બનાવું છું. હું થોડી બનું છું.
કેટલાં મીઠાં બાપ છે. એમની શ્રીમત પ્રખ્યાત છે. તમે શ્રેષ્ઠ દેવી-દેવતા હતાં પછી ૮૪
જન્મ લેતાં-લેતાં હવે પતિત બની પડ્યાં છો. હાર અને જીત ની રમત છે. માયા થી હાર્યે
હાર, માયા થી જીત્યે જીત. મન અક્ષર કહેવું ખોટું છે. મન, અમન થોડી થઈ શકે છે. મન તો
સંકલ્પ કરશે. આપણે ઈચ્છીએ કે સંકલ્પ વગર બેસી જઈએ, એ પરંતુ ક્યાં સુધી? કર્મ તો
કરવાનું છે ને. તેઓ સમજે છે ગૃહસ્થ ધર્મ માં રહેવું, એ કર્મ નથી કરવાનું. આ હઠયોગ
સંન્યાસીઓ નો પણ પાર્ટ છે. એમનો પણ આ એક નિવૃત્તિ માર્ગ વાળાઓનો ધર્મ છે બીજા કોઈ
ધર્મ માં ઘર-ઘાટ છોડી જંગલ માં નથી જતાં. જો કોઈએ છોડ્યું પણ છે તો પણ સન્યાસીઓ ને
જોઈને. બાબા કોઈ ઘર થી વૈરાગ્ય નથી અપાવતાં. બાબા કહે છે ભલે ઘર માં રહો પરંતુ
પવિત્ર બનો. જૂની દુનિયાને ભૂલતાં જાઓ. તમારા માટે નવી દુનિયા બનાવી રહ્યો છું.
શંકરાચાર્ય સંન્યાસીઓને એવું નથી કહેતાં કે તમારા માટે નવી દુનિયા બનાવું છું, એમનો
છે હદ નો સંન્યાસ, જેનાંથી અલ્પકાળ નું સુખ મળે છે. અપવિત્ર લોકો જઈને માથું ટેકવે
(નમાવે) છે. પવિત્રતા નું જુઓ કેટલું માન છે. હમણાં તો જુઓ કેટલાં મોટાં-મોટાં
ફ્લેટ વગેરે બનાવે છે. મનુષ્ય દાન કરે છે હવે આમાં પુણ્ય તો કાંઈ થયું નહીં. મનુષ્ય
સમજે છે અમે જે કાંઈ ઈશ્વર અર્થ કરીએ છીએ તે પુણ્ય છે. બાપ કહે છે મારા અર્થ તમે
કયાં-કયાં કાર્ય માં લગાવો છો! દાન એમને આપવું જોઈએ - જે પાપ ન કરે. જો પાપ કર્યુ
તો તમારા ઉપર એમની અસર પડી જશે કારણ કે તમે પૈસા આપ્યાં. પતિતો ને આપતાં-આપતાં તમે
કંગાળ થઈ ગયાં છો. પૈસા જ બધાં બરબાદ થઈ ગયાં છે. કરીને અલ્પકાળ નું સુખ મળી જાય
છે, આ પણ ડ્રામા. હવે તમે બાપ ની શ્રીમત પર પાવન બની રહ્યાં છો - પૈસા પણ તમારી પાસે
ત્યાં ખૂબ હશે. ત્યાં કોઈ પતિત હોતાં નથી. આ ખૂબ સમજવાની વાતો છે. તમે છો ઈશ્વરીય
સંતાન. તમારા માં ખૂબ રોયલ્ટી હોવી જોઈએ. કહે છે ગુરુ નાં નિંદક ઠોર ન પામે. તેમનામાં
બાપ, શિક્ષક, ગુરુ અલગ છે. અહીં તો બાપ, શિક્ષક, સદ્દગુરુ એક જ છે. જો તમે કોઈ ઉલ્ટી
ચલન ચાલ્યાં તો ત્રણેય નાં નિંદક બની પડશો. સત બાપ, સત શિક્ષક, સદ્દગુરુ ની મત પર
ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બની જાઓ છો. શરીર તો છોડવાનું જ છે તો કેમ નહીં એને ઈશ્વરીય,
અલૌકિક સેવા માં લગાવીને બાપ થી વારસો લઈ લઈએ. બાપ કહે છે હું એને લઈને શું કરીશ.
હું તમને સ્વર્ગની બાદશાહી આપુ છું. ત્યાં પણ હું મહેલો માં નથી રહેતો, અહીં પણ હું
મહેલો માં નથી રહેતો. ગાય છે બમ બમ મહાદેવ…. ભર દે મેરી ઝોલી. પરંતુ એ ક્યારે અને
કેવી રીતે ઝોલી ભરે છે, આ કોઈ પણ નથી જાણતું. ઝોલી ભરી હતી તો જરુર ચૈતન્ય માં હતાં.
૨૧ જન્મો માટે તમે ખૂબ સુખી, સાહૂકાર બની જાઓ છો. એવાં બાપ ની મત પર કદમ-કદમ ચાલવું
જોઈએ. ઊંચી મંઝિલ છે. જો કોઈ કહે હું નથી ચાલી શકતો. બાબા કહેશે - તમે પછી બાબા કેમ
કહો છો! શ્રીમત પર નહીં ચાલો તો ખૂબ ડંડા ખાશો. પદ પણ ભ્રષ્ટ થશે. ગીતા માં પણ
સાંભળ્યું- કહે છે મને એવી દુનિયામાં લઈ જાઓ જ્યાં સુખ અને શાંતિ હોય. તે તો બાપ આપી
શકે છે. બાપની મત પર નહીં ચાલો તો પોતાનું જ નુકસાન કરશો. અહીં કોઈ ખર્ચા વગેરેની
વાત નથી. એવું થોડી કહેશે ગુરુ ની આગળ નારિયેળ પતાસા વગેરે લઈ આવો અથવા સ્કૂલમાં ફી
ભરો. કાંઈ પણ નહીં. પૈસા ભલે પોતાની પાસે રાખો. તમે ફક્ત નોલેજ ભણો (જ્ઞાન લો).
ભવિષ્ય સુધારવામાં કોઈ નુકસાન તો નથી. અહીં માથું પણ ટેકવાનું (નમાવવાનું) નથી
શિખવાડાતું. અડધોકલ્પ તો તમે પૈસા રાખતાં, માથું નમાવતાં-નમાવતાં કંગાળ બની પડ્યાં
છો. હવે બાપ પછી તમને લઈ જાય છે શાંતિધામ. ત્યાંથી સુખધામ માં મોકલી દેશે. હવે
નવયુગ, નવી દુનિયા આવવાની છે. નવયુગ સતયુગ ને કહેશું પછી કળાઓ ઓછી થતી જાય છે. હવે
બાપ તેમને લાયક બનાવી રહ્યાં છે. નારદ નું દૃષ્ટાંત... જો કોઈ પણ ભૂત હશે તો તમે
લક્ષ્મી ને વરી નહીં શકો. અહીં તો બાળકો તમારે પોતાનું ઘરબાર પણ સંભાળવાનું છે અને
સર્વિસ (સેવા) પણ કરવાની છે. પહેલાં આ એટલે ભાગ્યા કારણ કે આમને ખૂબ માર પડયો. ખૂબ
અત્યાચાર થયાં. માર ની પણ આમને પરવા નહોતી. ભઠ્ઠી માં કોઈ કાચ્ચાં, કોઈ પાક્કાં
નીકળી આવ્યાં. ડ્રામા નું ભાવિ એવું હતું. જે થયું તે થયું ફરી પણ થશે. ગાળ પણ આપશે.
સૌથી વધારે માં વધારે ગાળ ખાય છે પરમપિતા પરમાત્મા શિવ. કહી દે છે પરમાત્મા
સર્વવ્યાપી છે, કુતરા, બિલાડી કચ્છ-મચ્છ બધામાં છે. બાપ કહે છે હું તો પરોપકરી છું.
તમને વિશ્વનાં માલિક બનાવું છું. શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે ને.
એમનાં માટે પછી કહે છે સાપે ડંખ્યા, કાળ થઈ ગયો. હવે ત્યાં સાપ કેવી રીતે ડંખે.
કૃષ્ણપુરી માં ભલા કંસ ક્યાંથી આવ્યો? આ બધી છે દંતકથાઓ. ભક્તિમાર્ગ ની આ સામગ્રી
છે, જેનાંથી તમે નીચે ઉતરતાં આવ્યાં છો. બાબા તો તમને ગુલ-ગુલ (ફૂલ) બનાવે છે.
કોઈ-કોઈ તો મોટા કાંટા છે. ઓ ગોડફાધર કહે છે, પરંતુ જાણતાં કાંઈ પણ નથી. પિતા તો છે
પરંતુ પિતા થી શું વારસો મળશે, કાંઈ પણ ખબર નથી. બેહદ નાં બાપ કહે છે હું તમને બેહદ
નો વારસો આપવા આવ્યો છું. તમારા એક છે લૌકિક પિતા, બીજા છે અલૌકિક પ્રજાપિતા બ્રહ્મા,
ત્રીજા છે પારલૌકિક શિવ. તમારે ૩ પિતા થયાં. તમે જાણો છો અમે દાદા થી બ્રહ્મા દ્વારા
વારસો લઈએ છીએ, તો શ્રીમત પર ચાલવુ પડે, ત્યારે જ શ્રેષ્ઠ બનશો. સતયુગ માં તમે
પ્રાલબ્ધ ભોગવો છો. ત્યાં ન પ્રજાપિતા બ્રહ્મા ને, ન શિવ ને જાણો છો. ત્યાં ફક્ત
લૌકિક પિતા ને જાણો છો. સતયુગમાં એક બાપ છે. ભક્તિ માં છે બે બાપ. લોકિક અને
પારલૌકિક બાપ. આ સંગમ પર ૩ બાપ છે. આ વાતો બીજા કોઈ સમજાવી ન શકે. તો નિશ્ચય બેસવો
જોઈએ. એવું નહીં હમણાં-હમણાં નિશ્ચય પછી હમણાં-હમણાં સંશય. હમણાં-હમણાં જન્મ લીધો
પછી હમણાં-હમણાં મરી જવું. મરી ગયાં તો વારસો ખતમ. એવાં બાપ ને ફારગતી (દગો) ન આપવી
જોઈએ. જેટલું નિરંતર યાદ કરશો, સર્વિસ કરશો એટલું ઊંચ પદ મેળવશો. બાપ એ પણ બતાવે છે
મારી મત પર ચાલો તો બચી જશો. નહીં તો ખૂબ સજા ખાવી પડશે. બધાં સાક્ષાત્કાર કરાવશે,
આ તમે પાપ કર્યુ. શ્રીમત પર નથી ચાલ્યાં. સૂક્ષ્મ શરીર ધારણ કરાવી સજા અપાય છે.
ગર્ભ જેલ માં પણ સાક્ષાત્કાર કરાવે છે. આ પાપ કર્મ કર્યુ છે હવે ખાઓ સજા. ઝાડ ની
વૃદ્ધિ થતી જશે. જે આ ધર્મ નાં હતાં તેઓ બીજા-બીજા ધર્મ માં ઘૂસી ગયાં છે, તેઓ બધાં
નીકળશે. બાકી પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં ચાલ્યાં જશે. અલગ-અલગ સેક્શન છે. ઝાડ
જુઓ કેવી રીતે વધે છે. નાની-નાની ડાળીઓ નીકળતી જશે.
તમે જાણો છો મીઠાં
બાબા આવેલાં છે આપણને પાછા લઈ જવાં, એટલે એમને લિબરેટર (મુક્તિદાતા) કહે છે.
દુઃખહર્તા સુખકર્તા છે. ગાઈડ (માર્ગદર્શક) બની પછી સુખધામ માં લઈ જશે. કહે પણ છે ૫
હજાર વર્ષ પહેલાં તમને સુખ નાં સંબંધ માં મોકલ્યાં હતાં. તમે ૮૪ જન્મ લીધાં. હવે
બાપ થી વારસો લઈ લો. શ્રીકૃષ્ણ ની સાથે તો બધાંની પ્રીત છે. લક્ષ્મી-નારાયણ થી એટલી
નથી, જેટલી કૃષ્ણની સાથે છે. મનુષ્યો ને આ ખબર નથી. રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ બને
છે. કોઈ પણ આ વાતને નથી જાણતાં. હમણાં તમે જાણો છો કે રાધા કૃષ્ણ અલગ-અલગ રાજધાની
નાં હતાં પછી સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બન્યાં. તેઓ તો કૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયાં
છે. કૃષ્ણ ને પતિત-પાવન કોઈ કહી ન શકે. નિયમિત ભણ્યાં વગર ઊંચ પદ કોઈ મેળવી ન શકે.
અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાની ચલન
ખૂબ રોયલ રાખવાની છે, ખૂબ ઓછું અને મીઠું બોલવાનું છે. સજાઓ થી બચવા માટે કદમ-કદમ
પર બાપની શ્રીમત પર ચાલવાનું છે.
2. ભણતર ખૂબ ધ્યાન થી
સારી રીતે ભણવાનું છે. મા-બાપને ફોલો કરી તખ્તનશીન, વારિસ બનાવવાનું છે. ક્રોધ નાં
વશ થઈને દુઃખ નથી આપવાનું.
વરદાન :-
સાધારણ કર્મ
કરતાં પણ શ્રેષ્ઠ સ્મૃતિ તથા સ્થિતિ ની ઝલક દેખાડવા વાળા પુરુષોત્તમ સેવાધારી ભવ
જેમ અસલી હીરો કેટલો
પણ ધૂળ માં છુપાયેલો હોય પરંતુ પોતાની ચમક જરુર દેખાડશે, એમ તમારું જીવન હીરા તુલ્ય
છે. તો કેવાં પણ વાતાવરણ માં, કેવાં પણ સંગઠન માં તમારી ચમક અર્થાત્ તે ઝલક અને ફલક
બધાંને દેખાય. ભલે કામ સાધારણ કરો છો પરંતુ સ્મૃતિ અને સ્થિતિ એવી શ્રેષ્ઠ હોય જે
જોતાં જ અનુભવ કરે કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સેવાધારી હોવા છતાં પણ
પુરુષોત્તમ છે.
સ્લોગન :-
સાચાં રાજઋષિ
એ છે જેમને સંકલ્પ માત્ર પણ ક્યાંય લગાવ નથી.