03-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
ખેલ છે કબ્રિસ્તાન અને પરિસ્તાન નો , આ સમયે કબ્રિસ્તાન છે પછી પરિસ્તાન બનશે -
તમારે આ કબ્રિસ્તાન થી દિલ ( મન ) નથી લગાવવાનું ”
પ્રશ્ન :-
મનુષ્ય કઈ એક વાત ને જાણી લે તો બધો સંશય દૂર થઈ જાય?
ઉત્તર :-
બાપ કોણ છે, એ કેવી રીતે આવે છે - આ વાત જાણી લે તો બધો સંશય દૂર થઈ જશે. જ્યાં સુધી
બાપ ને નથી જાણ્યાં ત્યાં સુધી સંશય દૂર નથી થઈ શકતો. નિશ્ચયબુદ્ધિ બનવાથી વિજય વાળા
માં આવી જશે પરંતુ એક-એક વાત માં સેકન્ડ માં પૂરો નિશ્ચય હોવો જોઈએ.
ગીત:-
છોડ ભી દે
આકાશ સિંહાસન…..
ઓમ શાંતિ!
બાપ બાળકોને
સમજાવે છે. આ છે બેહદ નાં રુહાની બાપ. આત્માઓ બધાં રુપ તો જરુર બદલે છે. નિરાકાર થી
સાકારમાં આવે છે પાર્ટ ભજવવા, કર્મક્ષેત્ર પર. બાળકો કહે છે બાબા તમે પણ અમારી માફક
રુપ બદલો. જરુર સાકાર રુપ ધારણ કરીને જ તો જ્ઞાન આપશે ને. મનુષ્ય નું જ રુપ લેશે
ને! બાળકો પણ જાણે છે અમે નિરાકાર છીએ પછી સાકાર બનીએ છીએ. બરાબર છે પણ એવું. એ છે
નિરાકારી દુનિયા. આ બાપ સંભળાવે છે. કહે છે તમે પોતાનાં ૮૪ જન્મો ની કહાની ને નથી
જાણતાં. હું આમનામાં પ્રવેશ કરી આમને સમજાવી રહ્યો છું, આ તો નથી જાણતાં ને. કૃષ્ણ
તો સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) છે, એમને (શિવબાબા ને) આવવું પડે છે પતિત દુનિયા
માં, પતિત શરીર માં. કૃષ્ણ ગોરા હતાં, પછી કાળા કેવી રીતે થયાં? આ કોઈ જાણતું નથી.
કહે છે સાપે ડંખ્યા. હકીકત માં આ છે ૫ વિકારોની વાત. કામ-ચિતા પર બેસવાથી કાળા બની
જાય છે. શ્યામ-સુંદર કૃષ્ણ ને જ કહે છે. મારું તો શરીર જ નથી - જે ગોરું કે શ્યામ
બને. હું તો એવર (સદા) પાવન છું. હું કલ્પ-કલ્પ સંગમ પર આવું છું, જ્યારે કળિયુગ નો
અંત, સતયુગ ની આદિ હોય છે. મારે જ આવીને સ્વર્ગ ની સ્થાપના કરવાની છે. સતયુગ છે
સુખધામ. કળિયુગ છે દુઃખધામ. આ સમયે મનુષ્ય માત્ર બધાં પતિત છે. સતયુગ નાં
લક્ષ્મી-નારાયણ, મહારાજા-મહારાણી ની ગવર્મેન્ટ (સરકાર) ને ભ્રષ્ટાચારી તો નહીં કહે.
અહીંયા બધાં છે પતિત. ભારત સ્વર્ગ હતું તો દેવી-દેવતાઓનું રાજ્ય હતું. એક જ ધર્મ હતો.
સંપૂર્ણ પાવન, શ્રેષ્ઠાચારી હતાં. ભ્રષ્ટાચારી, શ્રેષ્ઠાચારીઓ ની પૂજા કરે છે.
સંન્યાસી પવિત્ર બને છે તો અપવિત્ર એમને માથું ટેકવે છે. સંન્યાસીઓ ને ગૃહસ્થી ફોલો
(અનુસરણ) તો કાંઈ કરતાં નથી, ફક્ત કહી દે છે હું ફલાણા સંન્યાસીનો ફોલોઅર્સ (અનુયાયી)
છું. તે તો જ્યારે ફોલો કરે. તમે પણ સંન્યાસી બની જાઓ ત્યારે કહેવાશો ફોલોઅર,
ગૃહસ્થી ફોલોઅર્સ બને છે. પરંતુ તે પવિત્ર તો બનતાં નથી. ન સંન્યાસી એમને સમજાવે
છે, ન તે સ્વયં સમજે છે કે અમે ફોલો તો કરતાં નથી. અહીંયા તો પૂરું ફોલો કરવાનું છે
- માતા-પિતા ને. ગવાય છે ફોલો ફાધર-મધર, બીજા સંગ બુદ્ધિયોગ તોડવાનો છે, બધાં
દેહધારીઓથી તોડી મુજ એક બાપ થી જોડો તો બાપ પાસે પહોંચી જશો, પછી સતયુગ માં આવી જશો.
તમે ઓલરાઉન્ડર (સર્વકુશળ) છો. ૮૪ જન્મ લો છો. આદિ થી અંત સુધી, અંત થી આદિ સુધી તમે
જાણો છો આપણો ઓલરાઉન્ડ પાર્ટ ચાલે છે. બીજાં ધર્મ વાળાઓ નો આદિ થી અંત સુધી પાર્ટ
નથી ચાલતો. આદિ સનાતન છે જ એક દેવી-દેવતા ધર્મ. પહેલાં-પહેલાં સૂર્યવંશી હતાં.
હવે તમે જાણો છો આપણે
ઓલરાઉન્ડ ૮૪ જન્મો નું ચક્ર લગાવીએ છીએ. પછીથી આવવા વાળા તો ઓલરાઉન્ડર હોઈ ન શકે. આ
સમજની વાત છે ને. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. પહેલાં-પહેલાં છે જ ડીટીજ્મ (દૈવી
રાજધાની). અડધોકલ્પ સૂર્યવંશી, ચંદ્રવંશી રાજ્ય ચાલે છે. હમણાં તો આ બહુ નાનો એવો
યુગ છે, આને જ સંગમ કહે છે, કુંભ પણ કહે છે. એમને જ યાદ કરે છે - હે પરમપિતા
પરમાત્મા આવીને અમને પતિતો ને પાવન બનાવો. બાપ ને મળવા માટે કેટલાં ભટકતાં રહે છે.
યજ્ઞ-તપ, દાન-પુણ્ય વગેરે કરતાં રહે છે. ફાયદો કાંઈ પણ નથી થતો. હવે તમે ભટકવાથી
છૂટી ગયાં છો. તે છે ભક્તિ કાંડ. આ છે જ્ઞાન કાંડ. ભક્તિમાર્ગ અડધોકલ્પ ચાલે છે. આ
છે જ્ઞાનમાર્ગ. આ સમયે તમને જૂની દુનિયાથી વૈરાગ અપાવે છે એટલે તમારો આ છે બેહદ નો
વૈરાગ કારણ કે તમે જાણો છો આ આખી દુનિયા કબ્રિસ્તાન થવાની છે. આ સમયે કબ્રિસ્તાન છે
પછી પરિસ્તાન બનશે. આ ખેલ છે કબ્રિસ્તાન, પરિસ્તાન નો. બાપ પરિસ્તાન સ્થાપન કરે છે,
જેને યાદ કરે છે. રાવણને કોઈ યાદ નથી કરતાં. મુખ્ય એક વાત સમજવાથી પછી બધો સંશય દૂર
થઈ જશે, જ્યાં સુધી પહેલાં બાપ ને નથી જાણ્યાં તો સંશય બુદ્ધિ જ રહેશે. સંશયબુદ્ધિ
વિનશ્યન્તી… બરાબર આપણા સર્વ આત્માઓ નાં એ બાપ છે, એ જ બેહદ નો વારસો આપે છે.
નિશ્ચય થી જ વિજય માળામાં પરોવાઈ શકાય છે. એક-એક અક્ષર માં સેકન્ડ માં નિશ્ચય હોવો
જોઈએ. બાબા કહો છો તો પૂરો નિશ્ચય હોવો જોઈએ ને. બાપ નિરાકાર ને કહેવાય છે. એમ તો
ગાંધીને પણ બાપુજી કહેતા હતાં. પરંતુ અહીં તો વર્લ્ડ (દુનિયા) નાં બાપુજી જોઈએ ને.
એ તો છે વર્લ્ડ નાં ગોડફાધર (પરમપિતા પરમાત્મા). વર્લ્ડ નાં ગોડફાધર એ તો ખૂબ મોટાં
થયાં ને. એમનાં થી વર્લ્ડ ની બાદશાહી મળે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના થાય છે, વિષ્ણુ
નાં રાજ્ય ની. તમે જાણો છો આપણે જે વિશ્વ નાં માલિક હતાં. આપણે જ દેવી-દેવતા હતાં
પછી ચંદ્રવંશી, વૈશ્યવંશી, શૂદ્રવંશી બન્યાં. આ બધી વાતોને આપ બાળકો જ સમજો છો. બાપ
કહે પણ છે આ મારા જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન ખૂબ પડશે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, એનાંથી
વિનાશ જ્વાળા પ્રજ્વલિત થાય છે. આમાં આખી જૂની દુનિયા ખતમ થઈ, એક દેવતા ધર્મની
સ્થાપના થઈ જશે. તમને સમજાવવા વાળા બાપ છે, એ સાચ્ચું બોલે છે, નર થી નારાયણ બનવાની
સત્ય કથા સંભળાવે છે. આ કથા તમે હમણાં જ સાંભળો છો. આ કોઈ પરંપરા નથી ચાલતી.
હવે બાપ કહે છે તમે
૮૪ જન્મ પૂરાં કર્યા છે. હવે ફરી નવી દુનિયામાં તમારું રાજ્ય હશે. આ છે રાજયોગ નું
જ્ઞાન. સહજ રાજયોગ નું જ્ઞાન એક પરમપિતા પરમાત્મા પાસે જ છે, જેને પ્રાચીન ભારત નો
રાજયોગ કહે છે. બરાબર કળિયુગ ને સતયુગ બનાવ્યો હતો. વિનાશ પણ શરું થયો હતો, મૂસળો
ની જ વાત છે. સતયુગ ત્રેતા માં તો કોઈ લડાઈ હોતી નથી પછી થી શરું થાય છે. આ મૂસળો
ની છે છેલ્લી લડાઈ. આગળ તલવાર થી લડતા હતાં, પછી બંદૂક બાજી ચલાવી. પછી તોપ કાઢ્યા,
હવે બોમ્બ્સ કાઢ્યા છે, નહીં તો આખી દુનિયાનો વિનાશ કેવી રીતે થાય. પછી એની સાથે
કુદરતી આપદાઓ પણ છે. મુશળધાર વરસાદ, દુકાળ, આ છે કુદરતી આપદાઓ. સમજો ધરતીકંપ થાય
છે, એને કહેવાય છે કુદરતી આપદાઓ. એમાં કોઈ શું કરી શકે છે. કોઈએ પોતાનો ઈનશ્યોરેંસ
(વીમો) પણ કર્યો હોય તો કોણ અને કોને આપશે. બધાં મરી જશે, કોઈને કાંઈ પણ મળશે નહીં.
હવે તમારે પછી ઈનશ્યોર (નિશ્ચિત) કરવાનું છે બાપ પાસે. ઈનશ્યોર ભક્તિ માં પણ કરે
છે, પરંતુ તે અડધાકલ્પ નું રિટર્ન (પાછું) મળે છે. આ તો તમે ડાયરેક્ટ (સીધું)
ઈનશ્યોર કરો છો. કોઈ બધુંજ ઈનશ્યોર કરશે તો એમને બાદશાહી મળી જશે. જેમ બાબા પોતાનું
બતાવે છે - બધુંજ આપી દીધું. બાબા પાસે ફુલ (પૂરેપૂરું) ઈનશ્યોર કરી લીધું તો ફુલ
બાદશાહી મળે છે. બાકી તો આ દુનિયા જ ખતમ થઈ જાય છે. આ છે મૃત્યુલોક. કિનકી દબી રહેગી
ધૂલ મેં, કિનકી રાજા ખાએ…. જ્યારે ક્યાંક આગ લાગે છે કે કોઈ આફત (મૂશ્કેલી) આવે છે
તો ચોરલોકો લૂટે છે. આ સમય જ અંત નો છે, એટલે હવે બાપ ને યાદ કરવાનાં છે. મદદ કરવાની
છે.
આ સમયે બધાં પતિત છે,
તેઓ પાવન દુનિયા સ્થાપન કરી ન શકે. આ તો બાપ નું જ કામ છે. બાપ ને જ બોલાવે છે,
નિરાકારી દુનિયાથી આવો, આવીને રુપ ધરો. તો બાપ કહે છે હું સાકાર માં આવ્યો છું, રુપ
ધર્યુ છે. પરંતુ હંમેશા આમાં નથી રહી શકતો. સવારી કોઈ આખો દિવસ થોડી થાય છે. બળદ ની
સવારી દેખાડે છે. ભાગ્યશાળી રથ મનુષ્ય નો દેખાડે છે. હવે આ સાચ્ચું છે કે તે? ગૌશાળા
દેખાડે છે ને. ગૌમુખ પણ દેખાડે છે. બળદ પર સવારી અને પછી ગૌમુખ થી જ્ઞાન આપે છે. આ
જ્ઞાન અમૃત નીકળે છે. અર્થ છે ને. ગૌમુખ નું મંદિર પણ છે. ઘણાં લોકો જાય છે તો સમજે
છે ગાય નાં મુખ થી અમૃત ટપકે છે. તે જઈને પીવું છે. ૭૦૦ સીડીઓ છે. સૌથી મોટું ગૌમુખ
તો આ છે. અમરનાથ પર કેટલી મહેનત કરીને જાય છે. ત્યાં છે કાંઈ પણ નહીં. બધી ઠગી છે,
દેખાડે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. હવે શું પાર્વતી ની દુર્ગતિ થઈ, જે એમને
કથા સંભળાવી? મનુષ્ય મંદિર વગેરે બનાવવામાં કેટલો ખર્ચો કરે છે. બાપ કહે છે ખર્ચો
કરતાં-કરતાં તમે બધાં પૈસા ગુમાવી દીધાં છે. તમે કેટલાં સોલવેન્ટ (ધનવાન) હતાં, હવે
ઈનસોલવેન્ટ (કંગાળ) બની ગયાં છો પછી હું આવીને સોલવેન્ટ બનાવું છું. તમે જાણો છો
બાપ થી આપણે વારસો લેવા આવ્યાં છીએ. તમને બાળકોને આપી રહ્યાં છે. ભારત છે પરમપિતા
પરમાત્મા ની જન્મભૂમિ. તો સૌથી મોટું તીર્થ થયું ને. પછી બધાં પતિતો ને પાવન પણ બાપ
જ બનાવે છે. ગીતા માં જો બાપનું નામ હોત તો બધાં અહીં આવીને ફૂલ ચઢાવત. બાપ સિવાય
બધાંને સદ્દગતિ કોણ આપી શકે. ભારત જ સૌથી મોટાં માં મોટું તીર્થ છે, પરંતુ કોઈને
ખબર નથી. નહીં તો જેમ બાપની મહિમા અપરંપાર છે તેવી રીતે ભારત ની પણ મહિમા છે. નર્ક
અને સ્વર્ગ ભારત બને છે. અપરંપાર મહિમા છે જ સ્વર્ગ ની. અપરંપાર નિંદા પછી નર્ક ની
કરશે.
આપ બાળકો સચખંડ નાં
માલિક બનો છો. અહીં આવ્યાં છો બાબા થી બેહદ નો વારસો લેવાં. બાપ કહે છે મનમનાભવ,
બીજાં બધાંથી બુદ્ધિયોગ હટાવી મામેકમ યાદ કરો. યાદ થી જ પવિત્ર બનશો. જ્ઞાન થી વરસો
લેવાનો છે, જીવનમુક્તિ નો વારસો તો બધાંને મળે છે પરંતુ સ્વર્ગ નો વારસો રાજયોગ
શિખવા વાળા જ મેળવે છે. સદ્દગતિ તો બધાંની થવાની છે ને, બધાંને પાછા લઈ જશે. બાપ કહે
છે હું કાળો નો કાળ છું. મહાકાળ નું પણ મંદિર છે. તો બાપે સમજાવ્યું છે અંતમાં
પ્રત્યક્ષતા થશે ત્યારે સમજશે કે બરાબર આમને બતાવવા વાળા બેહદ નાં બાપ જ છે. કથા
સંભળાવવા વાળા જો હમણાં કહે ગીતા નાં ભગવાન કૃષ્ણ નથી, શિવ છે તો બધાં કહેશે આમને
પણ બી.કે. નું ભૂત લાગ્યું છે એટલે એમનો પણ હમણાં સમય નથી. અંત માં માનશે. હમણાં
માની લે તો એમની બધી ઘરાકી ચાલી જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બીજા બધાં
સંગ તોડી માતા-પિતા ને પૂરે-પૂરાં ફોલો કરવાનાં છે. આ જૂની દુનિયા થી બેહદ નો વૈરાગ
રાખી એને ભૂલી જવાની છે.
2. આ અંત નો સમય છે,
બધું ખતમ થયાં પહેલાં પોતાની પાસે જે કાંઈ છે, એને ઈનશ્યોર કરી ભવિષ્ય માં ફુલ
બાદશાહી નો અધિકાર લેવાનો છે.
વરદાન :-
બ્રાહ્મણ જીવન
માં સદા ખુશી નો ખોરાક ખાવા અને ખવડાવવા વાળા શ્રેષ્ઠ નસીબવાન ભવ
વિશ્વ નાં માલિક નાં
આપણે બાળક સો માલિક છીએ - આ જ ઈશ્વરીય નશા અને ખુશી માં રહો. વાહ મારું શ્રેષ્ઠ
ભાગ્ય અર્થાત્ નસીબ. આ ખુશી નાં ઝૂલામાં સદા ઝૂલતાં રહો. સદા ખુશનસીબ પણ છો અને સદા
ખુશી નો ખોરાક ખાઓ અને ખવડાવો પણ છો. બીજાને પણ ખુશી નું મહાદાન આપી ખુશનસીબ બનાવો
છો. તમારું જીવન જ ખુશી છે. ખુશ રહેવું જ જીવવું છે. આ જ બ્રાહ્મણ જીવન નું શ્રેષ્ઠ
વરદાન છે.
સ્લોગન :-
દરેક પરિસ્થિતિ
માં સહનશીલ બનો તો મોજ નો અનુભવ કરતાં રહેશો.
માતેશ્ર્વરી જી નાં
અણમોલ મહાવાક્ય
૧. આ આપણું ઈશ્વરીય
જ્ઞાન પોતાની બુદ્ધિ થી નથી નીકળેલું, ન કોઈ પોતાની સમજ અથવા કલ્પના છે અથવા સંકલ્પ
છે પરંતુ આ જ્ઞાન આખી સૃષ્ટિનાં જે રચયિતા છે એમનાં દ્વારા સાંભળેલું જ્ઞાન છે. અને
સાથે-સાથે સાંભળીને અનુભવ અને વિવેક માં જે લેવાય છે તે પ્રેક્ટિકલ (ખરેખર) તમને
સંભળાવી રહ્યાં છે. જો પોતાનાં વિવેક ની વાત હોત તો ફક્ત પોતાની પાસે ચાલત પરંતુ આ
તો પરમાત્મા દ્વારા સાંભળી વિવેક થી અનુભવ માં ધારણ કરીએ છીએ. જે વાત ધારણ કરાય છે
તે જરુર જ્યારે વિવેક અને અનુભવ માં આવે છે ત્યારે પોતાની મનાય છે. આ વાત પણ આમનાં
દ્વારા આપણે જાણી ચૂક્યાં છીએ. તો પરમાત્મા ની રચના શું છે? પરમાત્મા શું છે? બાકી
કોઈ પોતાનાં સંકલ્પ ની વાત નથી જો હોત તો પોતાનાં મન માં ઉત્પન્ન થાત, આ આપણો
સંકલ્પ છે એટલે જે આપણને સ્વયં પરમાત્મા દ્વારા મુખ્ય ધારણા યોગ્ય પોઈન્ટ મળેલાં છે
તે છે મુખ્ય યોગ લગાવવો પરંતુ યોગ પહેલાં જ્ઞાન જોઈએ. યોગ કરવા માટે પહેલાં જ્ઞાન
કેમ કહે છે? પહેલાં વિચારવું, સમજવું અને પછી યોગ લગાવવો…. હંમેશા એવું કહેવાય છે
પહેલાં સમજ જોઈએ, નહીં તો ઉલ્ટું કર્મ ચાલશે એટલે પહેલાં જ્ઞાન જરુરી છે. જ્ઞાન એક
ઊંચી સ્ટેજ (સ્થિતિ) છે જેને જાણવા માટે બુદ્ધિ જોઈએ કારણ કે ઊંચા માં ઊંચા પરમાત્મા
આપણને ભણાવે છે.
૨- આ ઈશ્વરીય જ્ઞાન
એક તરફ તોડવું બીજી તરફ જોડવું. એક પરમાત્મા નો સંગ જોડો, જે શુદ્ધ સંબંધ થી આપણા
જ્ઞાન ની સીડી આગળ વધશે કારણ કે આ સમયે આત્માઓ કર્મબંધન વશ થઈ ગયાં છે. તેઓ આદિ માં
કર્મબંધન થી રહિત હતાં, પછી કર્મબંધન માં આવ્યાં અને હવે ફરીથી એમને પોતાનાં
કર્મબંધનો થી છૂટવાનું છે. હવે પોતાનાં કર્મો નું બંધન પણ ન હોય અને કર્મ કરવાનું
પોતાનાં હાથ માં હોય એટલે કર્મ પર કન્ટ્રોલ (નિયંત્રણ) હોય ત્યારે જ કર્મો નું બંધન
નહીં આવે, આને જ જીવનમુક્તિ કહે છે. નહીં તો કર્મબંધન માં, ચક્ર માં આવવાથી સદાકાળ
માટે જીવનમુક્તિ નહીં મળે. હવે તો આત્મા માંથી શક્તિ નીકળી ગઈ છે અને એનાં કંટ્રોલ
વગર કર્મ થઈ રહ્યાં છે પરંતુ કર્મ આત્મા થી થવું જોઈએ અને આત્મા માં જોર (બળ) આવવું
જોઈએ અને કર્મોનું એ સ્થિતિ માં આવવું જોઈએ જે કર્મો નું બંધન ન રહે, નહીં તો
મનુષ્ય દુઃખ-સુખ નાં લપેટ માં આવી જાય છે કારણ કે કર્મ એમને ખેંચતાં રહે છે, આત્માની
શક્તિ એ પાવર માં આવે છે, જે કર્મો નાં બંધન માં ન આવે, આ છે રીઝલ્ટ (પરીણામ). આ
વાતો ને ધારણ કરવાથી સહજ થઈ જશે, આ ક્લાસ નો ઉદ્દેશ્ય આ જ છે. બાકી આપણે કોઈ વેદ
શાસ્ત્ર ભણીને ડીગ્રી પ્રાપ્ત નથી કરવાની, પરંતુ આ ઈશ્વરીય જ્ઞાન થી પોતે પોતાનું
જીવન બનાવવાનું છે જેનાં કારણે ઈશ્વર થી તે શક્તિ લેવાની છે. અચ્છા - ઓમ્ શાંતિ.