03-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - પરસ્પર એક બીજાને બાપ ની યાદ માં રહેવાનો ઈશારો આપતાં , સાવધાન કરતાં ઉન્નતિ ને પામતાં રહો

પ્રશ્ન :-
બાપ સમાન નોલેજફુલ બનવાવાળા બાળકો નાં જીવનની મુખ્ય ધારણા સંભળાવો?

ઉત્તર :-
તે સદૈવ હસતાં રહે છે, ક્યારેય પણ કોઈ વાતમાં તેમને રડવું ન આવી શકે. કાંઈ પણ થાય છે નથિંગ ન્યુ. એવાં જે હમણાં નોલેજફુલ અર્થાત્ રડવાનાં પ્રુફ બને છે, ક્યારેય કોઈ વાતમાં અશાંત નથી થતાં, તેમને જ સ્વર્ગની બાદશાહી મળે છે. જિન રોયા તિન ખોયા, રડવા વાળા પોતાનું પદ ગુમાવે છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકોએ પોતાનું જ ગાયેલું ગીત સાંભળ્યું. બાળકો જાણે છે અમે બેહદ નાં બાપ નાં સામે બેઠાં છીએ, તો બાળકો કહે છે બાબા તમારાથી જે વિશ્વની બાદશાહી પામી હતી, તે હવે ફરીથી પામી રહ્યાં છીએ. સતયુગ માં તો એવું નહીં ગાશો. આ સંગમયુગ પર જ તમે ગાઈ શકો છો. ઘરમાં બેઠાં અથવા નોકરી કરતાં-કરતાં તમે જાણો છો કે અમે બેહદ નાં બાપ થી બેહદ નો વારસો ફરીથી લઈ રહ્યાં છીએ. સેવાકેન્દ્રો પર પણ સાવધાની મળે છે કે બાપ ને યાદ કરો અને આપણે વિશ્વ નાં માલિક બની રહ્યાં છીએ, આ યાદ રાખો. કોઈ નવી વાત નથી. આપણે કલ્પ-કલ્પ બાપ થી વિશ્વ ની બાદશાહી લઈએ છીએ. નવું કોઈ સાંભળશે તો સમજશે આ આમને (બ્રહ્માને) શિવબાબા કહે છે. હવે એ તો છે નિરાકાર આત્માઓનાં બાપ. આત્મા નિરાકાર છે તો પરમાત્મા બાપ પણ નિરાકાર છે. આત્મા ને નિરાકાર ત્યાં સુધી કહેશું જ્યાં સુધી સાકારી રુપ નથી લીધું. તો બાળકો જાણી ગયાં છે કે આપણે બેહદનાં બાપ થી આ નોલેજ સાંભળી રહ્યાં છીએ. રુહાની શિક્ષક ભણાવી રહ્યાં છે, એકબીજા ને સાવધાની આપવા માટે. પહેલાં આ રુહાની સાવધાની મળે છે. બેહદનાં બાપ ની યાદ માં જ બધાં રહે છે અને ઈશારો આપે છે - બાપ ની યાદ માં રહો બીજે ક્યાંય બુદ્ધિ ન જવી જોઈએ એટલે કહેવાય છે - આત્મ-અભિમાની ભવ અને બાપ ને યાદ કરો. એ છે પતિત-પાવન બાપ. હવે એ સન્મુખ બેસી કહે છે મને યાદ કરો. કેટલી સહજ યુક્તિ છે - મનમનાભવ અક્ષર પણ છે, પરંતુ જ્યારે કોઈ સમજે. યાદ ની યાત્રા શિખવાડવા વાળા એક જ બાપ છે. આપ બાળકો જ જાણો છો આપણે રુહાની યાત્રા પર છીએ. તે છે શરીરની યાત્રા, હવે આપણે શારીરિક યાત્રી નથી. આપણે છીએ રુહાની યાત્રી. આ યાદ થી જ વિકર્મ વિનાશ થશે. તમે વિકર્માજીત બની જશો. બીજા કોઈ ઉપાય નથી જે તમે વિકર્માજીત બનો. એક છે વિકર્માજીત સંવત, બીજું છે વિક્રમ સંવત, પછી વિકર્મ શરું થાય છે. રાવણ રાજ્ય શરું થયું અને વિકર્મ શરું થયાં. હવે તમે વિકર્માજીત બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છો. ત્યાં કોઈ વિકર્મ થતાં નથી, ત્યાં રાવણ જ નથી. દુનિયામાં આ કોઈ નથી જાણતું. તમે બાપ દ્વારા બધું જાણી ગયાં છો. બાપ ને જ નોલેજફુલ કહેવાય છે તો બાળકો ને જ નોલેજ આપશે ને. ગોડફાધર નું નામ પણ જોઈએ. નામ-રુપ થી ન્યારા થોડી છે. પૂજા કરે છે, એમનું નામ છે શિવ. એ જ પતિત-પાવન, જ્ઞાન નાં સાગર છે. આત્મા યાદ કરે છે, એ પરમપિતા પરમાત્મા બાપ ને. આત્મા બાપની મહિમા કરે છે. એ સુખ-શાંતિ નાં સાગર છે. બાપ તો જરુર વારસો જ આપશે બાળકો ને. જે થઈને જાય છે, એમનું યાદગાર બનાવે છે. એક શિવબાબા જ છે જેમનું ગાયન પણ થાય છે અને પૂજા પણ થાય છે. જરુર એ શરીર દ્વારા કર્તવ્ય કરે છે ત્યારે તો એમનું ગાયન છે. એ એવર-પ્યોર (સદૈવ પવિત્ર) છે. બાપ ક્યારેય પૂજારી બનતાં નથી, એ સદૈવ પૂજ્ય છે. બાપ કહે છે હું ક્યારેય પૂજારી નથી બનતો. હું પૂજવામાં આવું છું. પૂજારી લોકો મારી પૂજા કરે છે. સતયુગ માં તો મારી પૂજા નથી કરતાં. ભક્તિમાર્ગ માં મુજ પતિત-પાવન બાપ ને યાદ કરો છો. પહેલાં-પહેલાં અવ્યભિચારી ભક્તિ એ એકની જ થાય છે પછી વ્યભિચારી ભક્તિ થઈ જાય છે. બ્રહ્મા સરસ્વતી ને પણ એ શિવબાબા વિશ્વ નાં માલિક બનાવે છે. ભક્તિ નો કેટલો વિસ્તાર છે. બીજ નો કોઈ વિસ્તાર નથી.

બાપ કહે છે - મને યાદ કરો અને વારસા ને યાદ કરો. બસ, જેવી રીતે ઝાડ નો વિસ્તાર થાય છે તેવી રીતે ભક્તિ નો પણ ખૂબ વિસ્તાર છે. જ્ઞાન છે બીજ. જ્યારે તમને જ્ઞાન મળે છે તો સદ્દગતિ ને પામો છો. તમારે કોઈ માથું નથી મારવું પડતું. જ્ઞાન અને ભક્તિ છે ને. સતયુગ ત્રેતા માં ભક્તિ નું ઝાડ હોતું નથી. અડધોકલ્પ ભક્તિ નું ઝાડ ચાલે છે. બધાં ધર્મ વાળાનાં પોત-પોતાનાં રીત-રિવાજ છે. ભક્તિ તો કેટલી મોટી છે. જ્ઞાન તો બધાનાં માટે એક છે - બસ મનમનાભવ. અલ્ફ બાપ ને યાદ કરો. બાપ ને યાદ કરશો તો વારસો જરુર યાદ આવશે. વારસા નો વિસ્તાર થઈ જાય છે ને. તે હોય છે હદ ની જાયદાદ (મિલકત). અહીંયા તમને બેહદ ની જાયદાદ યાદ આવે છે. બેહદ નાં બાપ આવીને બેહદ નો વારસો ભારતવાસીઓને આપે છે. જન્મ પણ એમનો અહીંયા જ ગવાયેલો છે. આ, આ ડ્રામામાં અનાદિ નોંધ છે. જેમ ભગવાન ઊંચે થી ઊંચા છે, તેમ ભારત ખંડ પણ ઊંચે થી ઊંચો છે, જ્યાં બાપ આવીને આખી દુનિયાની સદ્દગતિ કરે છે. તો સૌથી મોટું તીર્થ થયું ને. કહે છે હેં ગોડફાધર અમને પોતાનાં ઘરે લઈ ચાલો. ભારત ઉપર બધાને લવ પ્રેમ છે. બાપ પણ ભારતમાં જ આવે છે. હમણાં તમે મહેનત કરી રહ્યાં છો. ગોપી-વલ્લભ નાં ગોપ ગોપીઓ તમે છો. સતયુગ માં ગોપીઓની વાત નથી રહેતી. ત્યાં તો કાયદા અનુસાર રાજાઈ ચાલે છે. ચરિત્ર કૃષ્ણ નાં છે નહીં, ચરિત્ર એક બાપ નાં છે. એમનું ચરિત્ર કેટલું મોટું છે. આખી પતિત સૃષ્ટિને પાવન બનાવે છે. આ કેટલી ચતુરાઈ છે. આ સમયે બધાં મનુષ્ય માત્ર અજામિલ જેવાં પાપી છે. મનુષ્ય સમજે છે આ સાધુ વગેરે શ્રેષ્ઠાચારી છે. બાપ કહે છે એમનો પણ ઉદ્ધાર મારે કરવાનો છે. જેમ તમે એક્ટર્સ છો, બાપ પણ એક્ટર છે ને. તમે ૮૪ જન્મ લઈ પાર્ટ ભજવો છો. એ પણ ક્રિયેટર, ડાયરેક્ટર મુખ્ય એક્ટર છે, કરનકરાવનહાર છે ને. શું કરે છે? પતિતો ને પાવન બનાવે છે. બાપ કહે છે - તમે મને બોલાવો છો આવીને અમને પાવન બનાવો. હું પણ આ પાર્ટ માં બંધાયેલો છું. એવું કોઈ કહી ન શકે. આ કેમ બન્યો? ક્યારે બન્યો? આ તો અનાદિ બન્યો બનેલ ડ્રામા છે. આનો આદિ-મધ્ય-અંત છે નહીં, પ્રલય થતી નથી. આત્મા અવિનાશી છે, ક્યારેય વિનાશ નથી થઈ શકતી. એને પાર્ટ પણ અવિનાશી મળેલો છે. આ બેહદ નો ડ્રામા છે ને. નટશેલ (સાર) માં બાપ બેસી સમજાવે છે, આ ડ્રામા નો પાર્ટ કેવી રીતે ચાલે છે. બાકી એવું નહીં પરમાત્મા છે તો મરેલાને જીવિત કરી શકે છે. આ અંધશ્રદ્ધા ની, રિદ્ધિ-સિદ્ધિ ની વાતો અહીંયા નથી. મને તો પોકારે જ છે હેં પતિત-પાવન આવો. આવીને અમને પતિત થી પાવન બનાવો, તો બરોબર આવે છે. ગીતા સર્વશાસ્ત્રમઈ શિરોમણી છે. ભગવાને જ ગીતા સંભળાવી છે. સારું સહજ રાજયોગ ક્યારે શીખવાડ્યો? આ પણ તમે જાણો છો. બાપ આવે જ છે કલ્પ નાં સંગમયુગ પર. જ્યારે કે આવીને પાવન દુનિયા નવી રાજધાની સ્થાપન કરે છે. સતયુગ માં તો નહીં સ્થાપન કરશે ને! ત્યાં તો છે જ પાવન દુનિયા. કલ્પ નાં સંગમયુગ માં જ કુંભનો મેળો લાગે છે. તે કુંભનો મેળો ૧૨ વર્ષ પછી લાગે છે. આ મોટો કુંભ નો મેળો ૫ હજાર વર્ષ પછી લાગે છે. આ છે આત્માઓ અને પરમાત્મા નો મેળો. જ્યારે કે પરમપિતા પરમાત્મા આવીને બધી આત્માઓને પાવન બનાવીને લઈ જાય છે. કલ્પ ની આયુ લાંબી કરવાથી જ મનુષ્ય મુંઝાઇ ગયાં છે. હવે તમે સમજો છો. તમારી મેગેઝીન (પુસ્તિકા) જે નીકળે છે તેને પણ આપ બાળકો સમજી શકશો બીજું કોઈ નહીં સમજી શકશે. બાપે કહ્યું લખી દો જે કાંઈ થયું ૫ હજાર વર્ષ પહેલાં માફક, નથિંગ ન્યુ. જે ૫ હજાર વર્ષ પહેલાં થયું હતું તે જ હવે રિપીટ (ફરીથી) થાય છે. કોઈને પણ આ સમજવું હોય તો આવીને સમજે. એવી-એવી યુક્તિઓ રાખવી જોઈએ. અમે સમાચાર પત્રો માં શું લખીએ! આ પણ તમે લખી શકો છો - આ મહાભારત લડાઈ કેવી રીતે પાવન દુનિયા નો ગેટ (દ્વાર) ખોલે છે. સતયુગ ની સ્થાપના કલ્પ પહેલાં માફક કેવી રીતે થાય છે, કેવી રીતે દેવી-દેવતાઓની રાજધાની સ્થાપન થઈ રહી છે, આવીને સમજો. ગોડફાધર થી બર્થ રાઈટ (જન્મ સિદ્ધ અધિકાર) લેવો હોય તો આવીને લો. આવું-આવું વિચાર સાગર મંથન કરવું જોઈએ. તે લોકો સ્ટોરી (વાર્તા) વગેરે બનાવે છે તે પણ ડ્રામા માં નોંધ છે, જે પાર્ટ ભજવે છે. વ્યાસે પણ ડ્રામા પ્લાન અનુસાર શાસ્ત્ર વગેરે બનાવ્યાં છે. પાર્ટ પણ એવો મળેલો છે. હવે તમે ડ્રામાને સમજી ગયાં છો ફરી તે જ ડ્રામા રિપીટ થશે. હવે તમે આવ્યાં છો ફરીથી જ્ઞાન સાંભળો છો. તમે જાણો છો ફરીથી આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે. બાકી બધાં ધર્મ ખલાસ થઈ જશે. હવે તમે નોલેજફુલ બની રહ્યાં છો. બાબા તમને આપ સમાન નોલેજફુલ બનાવે છે. તમે જાણો છો અડધોકલ્પ આપણે પીસફુલ (શાંત) રહેશું. કોઈ પ્રકારની અશાંતિ નહીં રહેશે. ત્યાં બાળકો વગેરે ક્યારેય રડતાં નથી, સદૈવ હસતાં રહેશે. અહીંયા પણ તમારે રડવાનું નથી. ગાયન પણ છે અમ્મા મરે તો ભી હલુઆ ખાઓ... જિન રોયા તિન ખોયા. પદ પણ ભ્રષ્ટ થઈ જશે. તમને પતિઓનાં પતિ મળ્યાં છે જે સ્વર્ગ ની બાદશાહી આપે છે. તે તો ક્યારેય મરતાં પણ નથી, પછી રડવાની શું દરકાર છે, જે રડવાનાં પ્રુફ બને છે તે જ બાદશાહી લે છે. બાકી તો પ્રજામાં ચાલ્યાં જશે. બાબા થી જો કોઈ પૂછે આ હાલતમાં અમે શું બનીશું? તો બાબા બતાવી દેશે. બાળકો ને અંતમાં બધાં સાક્ષાત્કાર થશે. જેમ સ્કૂલ માં બધાને ખબર પડી જાય છે ને. રુદ્ર માળા કઈ બને છે - તે અંતમાં તમને ખબર પડી જશે. જ્યારે અંત નાં દિવસો હોય છે તો ખૂબ પુરુષાર્થ કરે છે. સમજે છે અમે ફલાણા સબ્જેક્ટ (વિષય) માં નપાસ થઈશું. તમને પણ ખબર પડી જશે. ઘણાં કહે છે અમારો બાળકોમાં મોહ છે. તે તો નીકાળવો જ પડશે. મોહ રાખવાનો છે એકમાં, બાકી ટ્રસ્ટી (નિમિત્ત) થઈને સંભાળવાનું છે. કહે પણ છે ને - આ બધું બાપે દીધું છે તો પછી ટ્રસ્ટી થઈને ચાલો. મમત્વ નીકાળી દો. બાપ સ્વયં આવીને કહે છે આમાંથી મમત્વ નિકાળી દો. સમજો આ બધું એમનું છે, એમની મત પર જ ચાલો. એમનાં કાર્યમાં જ લાગી જાઓ. અવિનાશી જ્ઞાન રત્ન નું દાન કરતાં રહો. અહીંયા કન્યાઓનાં માટે બાપ ની પાસે સૌથી વધારે રિગાર્ડ (આદર) છે. કન્યા કર્મબંધન થી ફ્રી (મુક્ત) રહે છે. બાળકો ને તો લૌકિક બાપનાં વારસા નો નશો રહે છે. કન્યા લૌકિક બાપનો વારસો નથી પામતી. અહીંયા આ બાપ ની પાસે મેલ-ફીમેલ (સ્ત્રી-પુરુષ) નો ભેદ નથી. બાપ આત્માઓને બેસી સમજાવે છે. તમે જાણો છો આપણે બધાં બ્રધર્સ (ભાઈઓ) છીએ, બાપ થી વારસો લઈ રહ્યાં છીએ. આત્મા ભણે છે, બાપ થી વારસો લે છે. જેટલો વધારે વારસો લેશે એટલું ઊંચ પદ પામશે. બાબા આવીને બધી વાતો સમજાવે છે. શિવબાબા છે નિરાકાર, એમની પૂજા પણ કરે છે. સોમનાથ નું મંદિર બનાવ્યું છે. આ હમણાં તમે જાણો છો શિવબાબાએ આવીને શું કર્યું! કેમ એમનું યાદગાર મંદિર બનાવ્યું છે? આ પણ તમે સમજો છો. કલ્પ-કલ્પ એવું જ થશે. ડ્રામા માં નોંધ છે, તો રિપીટ થઈ રહ્યું છે. બાપ ને આવવાનું જ છે. જૂની દુનિયા નો વિનાશ થવાનો છે. કોઈ અફસોસ ની વાત નથી. આ ખૂનેનાહેક ખેલ છે. નાહેક બધાનું ખૂન થશે. નહીં તો કોઈ-કોઈનું ખૂન કરે તો તેમને ફાંસીની સજા મળી જાય. હવે કોને પકડે. આ તો નેચરલ કૈલેમિટીજ (કુદરતી આપદાઓ) આવવાની જ છે. વિનાશ તો થવાનો જ છે. અમરલોક, મૃત્યુલોક નાં અર્થ ને પણ કોઈ નથી જાણતાં. તમે જાણો છો આ જે આપણે મૃત્યુલોક માં છીએ, કાલે અમરલોક માં હોઈશું, એટલે આપણે ભણીએ છીએ. મનુષ્ય તો ઘોર અંધકાર માં છે. તમે જ્ઞાન અમૃત પીવડાઓ છો, હાં-હાં કરી પછી સુઈ જાય છે નિંદર માં. સાંભળે પણ છે બેહદ નાં બાપ વારસો આપી રહ્યાં છે. આ એ જ મહાભારત ની લડાઈ છે જેનાથી સ્વર્ગ નાં દ્વાર ખુલે છે. લખે પણ છે ખૂબ સારું છે, આ જ્ઞાન કોઈ આપી ન શકે. અમે માનીએ છીએ, બસ. સ્વયં કાંઈ પણ જ્ઞાન ઉઠાવતાં નથી ફરી સુઈ જાય છે, આને કહેવાય છે કુંભકરણ. તમે કહી શકો છો કે લખીને તો આપો છો પરંતુ એવું નહીં પછી જાઓ તો ઘર માં જઈને સૂઈ જાઓ. કુંભકરણ નાં ચિત્ર ની આગળ લઈ જવાં જોઈએ, આનાં માફક સૂઈ નહીં જતાં. સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ ને.

બાબા કહે છે, બાળકો પોતાની દુકાનો માં પણ મુખ્ય-મુખ્ય ચિત્ર રાખો. જે કોઈ આવે તેનાં પર સમજાઓ. તે પણ સોદો કરાવો, આ પણ સાચ્ચો સોદો છે. આનાથી તમે અનેકોનું કલ્યાણ કરી શકો છો. આમાં લજ્જાની તો કોઈ વાત જ નથી. કોઈ કહે છે બી.કે. બન્યાં છો. બોલો, અરે પ્રજાપિતા બ્રહ્માનાં કુમાર-કુમારી તો તમે પણ છો ને. બાપ નવી સૃષ્ટિ રચી રહ્યાં છે. જૂની ને આગ લાગી રહી છે. તમે પણ જ્યાં સુધી બી.કે. ન બનો ત્યાં સુધી સ્વર્ગ માં જઈ ન શકો. એવી-એવી દુકાનો માં સર્વિસ કરો તો કેટલી બેહદ ની સર્વિસ થઈ જશે. પરસ્પર રાય (સલાહ) કરો, દુકાન નાની છે તો પણ દિવાલ માં ચિત્ર લગાવી શકો છો. ચેરિટી બિગન્સ એટ હોમ (પહેલી શરુઆત ઘર થી થાય). પહેલાં-પહેલાં એમનું કલ્યાણ કરવાનું છે. બાપ કહે છે - હવે કોઈ દેહધારી ને યાદ ન કરો. શિવબાબા ને યાદ કરો, જેનાથી વારસો મળે છે. મનુષ્ય તો બિચારા મૂંઝાયેલાં છે. બતાવવાનું છે - ડીટી વર્લ્ડ સાવરન્ટી (દૈવી દુનિયાની રાજધાની) પામવી છે, નર થી નારાયણ બનવું છે તો આવીને બનો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ માં જ શુદ્ધ સાચ્ચો મોહ રાખવાનો છે, એમને જ યાદ કરવાનાં છે. દેહધારીઓ થી મમત્વ નીકાળી દેવાનું છે. ટ્રસ્ટી થઈને સંભાળવાનું છે.

2. વિકર્માજીત બનવાનું છે એટલે કર્મેન્દ્રિયો થી કોઈપણ વિકર્મ ન થાય, આનું ખૂબ-ખૂબ ધ્યાન રાખવાનું છે.

વરદાન :-
સાક્ષીપણા ની સીટ દ્વારા પરેશાની શબ્દ ને સમાપ્ત કરવા વાળા માસ્ટર ત્રિકાળદર્શી ભવ

આ ડ્રામા માં જે કાંઈ પણ થાય છે તેમાં કલ્યાણ ભરેલું છે, કેમ, શું નાં ક્વેશ્ચન (પ્રશ્ન) સમજદાર ની અંદર ઉઠી ન શકે. નુકસાન માં પણ કલ્યાણ સમાયેલું છે, બાપ નો સાથ અને હાથ છે તો અકલ્યાણ થઈ ન શકે. એવી શાન ની સીટ પર રહો તો ક્યારેય પરેશાન ન થઈ શકો. સાક્ષીપણા ની સીટ પરેશાની શબ્દ ને ખતમ કરી દે છે, એટલે ત્રિકાળદર્શી બની પ્રતિજ્ઞા કરો કે ન પરેશાન થઈશું ન પરેશાન કરશું.

સ્લોગન :-
પોતાની સર્વ કર્મેન્દ્રિયો ને ઓર્ડર પ્રમાણે ચલાવવી જ સ્વરાજય અધિકારી બનવું છે.