03-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  31.03.88    બાપદાદા મધુબન


વાચા અને કર્મણા - બંને શક્તિઓ ને જમા કરવાની ઈશ્વરીય સ્કીમ ( યોજના )
 


આજે રુહાની શમા પોતાનાં રુહાની પરવાનાઓ ને જોઈ રહ્યાં છે. ચારેય તરફનાં પરવાના શમા ની ઉપર ફિદા અર્થાત્ કુરબાન થઈ ગયાં છે. કુરબાન અથવા ફિદા થવાવાળા અનેક પરવાના છે પરંતુ કુરબાન થયાનાં પછી શમા નાં સ્નેહ માં શમા સમાન બનવામાં, કુરબાની કરવામાં નંબરવાર છે. હકીકત માં કુરબાન થાય જ છે દિલનાં સ્નેહ નાં કારણે. દિલ નો સ્નેહ અને સ્નેહ - આમાં પણ અંતર છે. સ્નેહ બધાંનો છે, સ્નેહનાં કારણે કુરબાન થયાં છે. દિલનાં સ્નેહી બાપનાં દિલની વાતોને અથવા દિલની આશાઓને જાણે પણ છે અને પૂર્ણ કરે છે. દિલનાં સ્નેહી દિલની આશાઓ પૂર્ણ કરવા વાળા છે. દિલનાં સ્નેહી અર્થાત્ જે બાપનાં દિલે કહ્યું તે બાળકોએ દિલ માં સમાવ્યું. અને જે દિલમાં સમાવ્યું તે કર્મ માં સ્વતઃજ હશે. સ્નેહી આત્માઓનાં કાંઈક દિલ માં સમાય છે, કાંઈક દિમાગ (બુદ્ધિ) માં સમાય છે. જે દિલમાં સમાય છે, તે કર્મ માં લાવે છે; જે દિમાગમાં સમાય છે તેમાં વિચાર ચાલે છે કે કરી શકીશું કે નહીં, કરવું તો છે, સમય પર થઈ જ જશે. એવાં વિચાર ચાલવાનાં કારણે વિચાર સુધી જ રહી જાય છે, કર્મ સુધી નથી થતું.

આજે બાપદાદા જોઈ રહ્યાં હતાં કે કુરબાન થવાવાળા તો બધાં છે. જો કુરબાન નથી થતાં તો બ્રાહ્મણ નથી કહેવાતાં. પરંતુ બાપનાં સ્નેહની પાછળ જે બાપે કહ્યું તે કરવાનાં માટે કુરબાની કરવી પડે અર્થાત્ પોતાપણું, ભલે પોતાપણા માં અભિમાન હોય કે કમજોરી હોય - બંનેનો ત્યાગ કરવો પડે છે, એને કહેવાય છે કુરબાની. કુરબાન થવા વાળા બહુજ છે પરંતુ કુરબાની કરવાનાં માટે હિંમતવાળા નંબરવાર છે.

આજે બાપદાદા ફક્ત એક મહિનાનું પરીણામ જોઈ રહ્યાં હતાં. આ જ સિઝનમાં વિશેષ બાપદાદાએ બાપ સમાન બનવાનો ભિન્ન-ભિન્ન રુપ થી કેટલી વાર ઈશારો આપ્યો છે અને બાપદાદા ની વિશેષ આ જ દિલ ની શ્રેષ્ઠ આશા છે. આટલો ખજાનો મળ્યો, વરદાન મળ્યાં! વરદાન નાં માટે ભાગી-ભાગીને આવ્યાં. બાપ ને પણ ખુશી છે કે બાળકો સ્નેહ થી મળવા આવે છે, વરદાન લઈ ખુશ થાય છે. પરંતુ બાપનાં દિલ ની આશા પૂર્ણ કરવા વાળા કોણ? જે બાપે સંભળાવ્યું તેને કર્મ માં ક્યાં સુધી લાવ્યું? મન્સા, વાચા, કર્મણા - ત્રણેય નું પરિણામ ક્યાં સુધી સમજો છો? શક્તિશાળી મન્સા, સંબંધ-સંપર્ક માં ક્યાં સુધી આવી? ફક્ત પોતે જાતે બેસી મનન કર્યું - આ સ્વઉન્નતિ નાં માટે બહુ સારું છે અને કરવાનું જ છે. પરંતુ જે શ્રેષ્ઠ આત્માઓ ની શ્રેષ્ઠ મન્સા અર્થાત્ સંકલ્પ શક્તિશાળી છે, શુભ-ભાવના, શુભ-કામના વાળા છે. મન્સા શક્તિ નું દર્પણ કયું છે? દર્પણ છે બોલ અને કર્મ. ભલે અજ્ઞાની આત્માઓ, ભલે જ્ઞાની આત્માઓ - બંનેનાં સંબંધ-સંપર્ક માં બોલ અને કર્મ દર્પણ છે. જો બોલ અને કર્મ શુભ-ભાવના, શુભ-કામના વાળા નથી તો મન્સા શક્તિ નું પ્રત્યક્ષ સ્વરુપ કેવી રીતે સમજમાં આવશે? જેમની મન્સા શક્તિશાળી અથવા શુભ છે, તેમની વાચા અને કર્મણા સ્વતઃજ શક્તિશાળી શુદ્ધ હશે, શુભ-ભાવના વાળી હશે. મન્સા શક્તિશાળી અર્થાત્ યાદ ની શક્તિ પણ શ્રેષ્ઠ હશે, શક્તિશાળી હશે, સહજયોગી હશે. ફક્ત સહજયોગી પણ નહીં પરંતુ સહજ કર્મયોગી હશે.

બાપદાદાએ જોયું - યાદ ને શક્તિશાળી બનાવવામાં મેજોરીટી (અધિકાંશ) બાળકોનું અટેન્શન (ધ્યાન) છે, પરંતુ યાદ ને સહજ અને નિરંતર બનાવવાનાં માટે ઉમંગ-ઉત્સાહ છે. આગળ વધી પણ રહ્યાં છે અને વધતાં જ રહેશે કારણ કે બાપ થી સ્નેહ સારો છે, એટલે યાદ નું અટેન્શન સારું છે અને યાદ નો આધાર છે જ સ્નેહ. બાપ થી રુહરુહાન કરવામાં પણ બધાં સારા છે. ક્યારેક-ક્યારેક થોડી આંખો દેખાડે પણ છે, તે પણ ત્યારે જ્યારે પરસ્પર થોડાં બગડે છે. પછી બાપ ને ફરીયાદ કરે છે કે તમે કેમ નથી ઠીક કરતાં? છતાં પણ તે સ્નેહભરી મહોબ્બત ની આંખ છે. પરંતુ જ્યારે સંગઠન માં આવે, કર્મ માં આવે, કારોબાર માં આવે, પરિવાર માં આવે તો સંગઠન માં બોલ અર્થાત્ વાચા શક્તિ એમાં વ્યર્થ વધારે દેખાય છે.

વાણીની શક્તિ વ્યર્થ જવાનાં કારણે વાણીમાં જે બાપ ને પ્રત્યક્ષ કરવાનું જૌહર (બળ) અથવા શક્તિ અનુભવ કરાવવી જોઈએ, તે ઓછી થાય છે. વાતો સારી લાગે છે, તે બીજી વાત છે. બાપ ની વાતો રિપીટ (પુનરાવર્તિત) કરો છો તો તે જરુર સારી હશે. પરંતુ વાચા ની શક્તિ વ્યર્થ જવાનાં કારણે શક્તિ જમા નથી થતી, એટલે બાપ ને પ્રત્યક્ષ કરવાનો અવાજ બુલંદ થવામાં હજું વાર થઈ રહી છે. સાધારણ બોલ વધારે છે. અલૌકિક બોલ હોય, ફરિશ્તા નાં બોલ હોય. હવે આ વર્ષે આનાં પર અન્ડરલાઇન (ધ્યાન) કરજો. જેમ બ્રહ્મા બાપ ને જોયા - ફરિશ્તા નાં બોલ હતાં, ઓછા બોલ અને મધુર બોલ. જે બોલ નું ફળ નીકળે, તે છે યથાર્થ બોલ અને જે બોલ નું કોઈ ફળ નથી, તે છે વ્યર્થ. ભલે કારોબાર નું ફળ હોય, કારોબાર નાં માટે પણ બોલવું તો પડે છે ને, તે પણ લાંબું નહીં કરો. હવે શક્તિ ને જમા કરવાની છે. જેવી રીતે યાદ થી મન્સા ની શક્તિ જમા કરો છો, સાઈલેન્સ (શાંતિ) માં બેસો છો તો સંકલ્પ-શક્તિ જમા કરો છો. એવી રીતે વાણી ની શક્તિ પણ જમા કરો.

હસવાની વાત સંભળાવે છે - બાપદાદા નાં વતનમાં બધાનાં જમા ની ભંડારીઓ છે. તમારા સેવાકેન્દ્ર માં પણ ભંડારીઓ છે ને. બાપનાં વતનમાં બાળકોની ભંડારી છે. દરેક આખાં દિવસમાં મન્સા, વાચા, કર્મણા - ત્રણેય શક્તિઓ બચત કરી જમા કરે છે, તે છે ભંડારી. મન્સા શક્તિ કેટલી જમા કરી, વાચા શક્તિ, કર્મણા શક્તિ કેટલી જમા કરી - આનો પૂરો પોતામેલ છે. તમે પણ ખર્ચા અને બચત નું પોતામેલ મોકલો છો ને. તો બાપદાદાએ આ જમાની ભંડારીઓ જોઈ. તો શું નીકળ્યું હશે? જમા નું ખાતું કેટલું નીકળ્યું હશે? દરેક નું પરિણામ તો પોત-પોતાનું છે. ભંડારીઓ ભરેલી તો બહુજ હતી પરંતુ ચિલ્લર વધારે હતું. નાનાં બાળકો ભંડારી માં ચિલ્લર જમા કરે છે તો ભંડારી કેટલી ભારે થઈ જાય છે! તો વાચા નાં પરિણામ માં વિશેષ આ વધારે જોયું. જેવી રીતે યાદ ની ઉપર અટેન્શન છે, તેવી રીતે વાચા ની ઉપર આટલું અટેન્શન નથી. તો આ વર્ષે વાચા અને કર્મણા - આ બંને શક્તિઓ ને જમા કરવાની સ્કીમ (યોજના) બનાવો. જેવી રીતે ગવર્મેન્ટ (સરકાર) પણ ભિન્ન-ભિન્ન વિધિ થી બચત ની સ્કીમ બનાવે છે ને. એવી રીતે, આમાં મૂળ મન્સા છે - આ તો બધાં જાણે છે. પરંતુ મન્સા ની સાથે-સાથે વિશેષ વાચા અને કર્મણા - આ સંબંધ-સંપર્ક માં સ્પષ્ટ દેખાય છે. મન્સા છતાં પણ ગુપ્ત છે પરંતુ આ પ્રત્યક્ષ દેખાવા વાળી છે. બોલ માં જમા કરવાનું સાધન છે - ઓછું બોલો અને મીઠું બોલો, સ્વમાન થી બોલો. જેવી રીતે બ્રહ્મા બાપે નાનાં અથવા મોટાં ને સ્વમાન નાં બોલ થી પોતાનાં બનાવ્યાં. આ વિધિ થી જેટલાં આગળ વધશો, એટલી વિજય માળા જલ્દી તૈયાર થશે. તો આ વર્ષે શું કરવાનું છે? સેવા ની સાથે વિશેષ આ શક્તિઓ જમા કરતાં સેવા કરવાની છે.

સેવાનાં પ્લાન તો બધાએ સારા માં સારા બનાવ્યાં છે અને હજી સુધી જે પ્લાન પ્રમાણે સેવા કરી રહ્યાં છો, ચારેય તરફ - ભલે ભારત માં, ભલે વિદેશ માં, સારી કરી પણ રહ્યાં છો અને કરવાવાળા પણ છો. જેમ સેવામાં એક-બીજા થી સારા માં સારું પરિણામ નીકાળવાની શુભ-ભાવના થી આગળ વધી રહ્યાં છો, એમ સેવામાં સંગઠિત રુપમાં સદા સંતુષ્ટ રહેવું અને સંતુષ્ટ કરવાનો વિશેષ સંકલ્પ - આ પણ સદા સાથે-સાથે રહે કારણ કે એક જ સમયે ત્રણ પ્રકાર ની સેવા સાથે-સાથે થાય છે. એક - પોતાની સંતુષ્ટતા, આ છે સ્વ ની સેવા. બીજી - સંગઠન માં સંતુષ્ટતા, આ છે પરિવાર ની સેવા. ત્રીજી - ભાષા દ્વારા કે કોઈ પણ વિધિ દ્વારા વિશ્વ ની આત્માઓની સેવા. એક જ સમય પર ત્રણેય સેવા થાય છે. કોઈ પણ પ્રોગ્રામ (કાર્યક્રમ) બનાવો છો તો તેમાં ત્રણેય સેવા સમાયેલી હોય. જેવી રીતે વિશ્વ ની સેવાનું પરિણામ અથવા વિધિ અટેન્શન માં રાખો છો, એવી રીતે બંને સેવાઓ સ્વ અને સંગઠન ની - ત્રણેય નિર્વિઘ્ન હોય, ત્યારે કહેવાશે સેવાની નંબરવન સફળતા. ત્રણેય સફળતા સાથે થવી જ નંબર લેવો છે. આ વર્ષે ત્રણેય સેવાઓમાં સફળતા સાથે-સાથે થાય - નગારા વાગે. જો એક ખૂણામાં નગારા વાગે છે તો કુંભકર્ણો નાં કાન સુધી નથી પહોંચતાં. જ્યારે ચારેય તરફ આ નગારા વાગશે, ત્યારે બધાં કુંભકર્ણ જાગશે. હમણાં એક જાગે છે તો બીજો સુવે છે, બીજો જાગે છે તો ત્રીજો સુવે છે. થોડાં જાગે પણ છે તો સારું-સારું કરીને ફરી સૂઈ જાય છે. પરંતુ જાગી જાય અને મુખ થી કે મન થી અહો પ્રભુ! કહે અને મુક્તિ નો વારસો લે, ત્યારે સમાપ્તિ થાય. જાગશે ત્યારે તો મુક્તિ નો વારસો લેશે. તો સમજ્યાં, શું કરવાનું છે? એક-બીજા નાં સહયોગી બનો. બીજાનાં બચાવ માં પોતાનો બચાવ અર્થાત્ બચત થઈ જશે.

સેવા નાં પ્લાન માં જેટલાં સંપર્ક માં સમીપ લાવો, એટલું સેવાનું પ્રત્યક્ષ પરિણામ દેખાશે. સંદેશ આપવાની સેવા તો કરતાં આવ્યાં છો, કરતાં રહેજો પરંતુ વિશેષ આ વર્ષે ફક્ત સંદેશ નથી આપવાનો, સહયોગી બનાવવાનાં છે અર્થાત્ સંપર્ક માં સમીપ લાવવાનાં છે. ફક્ત ફોર્મ ભરાવી દીધું - આ તો ચાલતું રહે છે પરંતુ આ વર્ષે આગળ વધો. ફોર્મ ભરાવો પરંતુ ફોર્મ ભરાવવા સુધી નહીં છોડી દો, સંબંધ માં લાવવાનાં છે. જેવી વ્યક્તિ તેવાં સંપર્ક માં લાવવા નો પ્લાન બનાવો. નાનાં-નાનાં પ્રોગ્રામ કરો પરંતુ લક્ષ આ રાખો. સહયોગી ફક્ત એક કલાક નાં માટે કે ફોર્મ ભરવાનાં સમય સુધી નથી બનાવવાનાં પરંતુ સહયોગ દ્વારા તેમને સમીપ લાવવાનાં છે. સંપર્ક માં, સંબંધ માં લાવો. તો આગળ ચાલી સેવાનું રુપ પરિવર્તન થશે. તમારે તમારા માટે નહીં કરવું પડે. તમારા તરફ થી સંબંધ માં આવવા વાળા બોલશે, તમારે ફક્ત આશીર્વાદ અને દૃષ્ટિ આપવી પડશે. જેવી રીતે આજકાલ શંકરાચાર્ય ને ખુરશી પર બેસાડે છે, તેવી રીતે તમને પૂજ્ય ની ખુરશી પર બેસાડશે, ચાંદી ની નહીં. ધરણી (ધરતી) તૈયાર કરવા વાળા નિમિત્ત બનશે અને તમારે ફક્ત દૃષ્ટિ થી બીજ નાખવાનું છે, બે આશીર્વાદ નાં બોલ બોલવાનાં છે ત્યારે તો પ્રત્યક્ષતા થશે. તમારા માં બાપ દેખાશે અને બાપ ની દૃષ્ટિ, બાપ નાં સ્નેહની અનુભૂતિ લેતાં જ પ્રત્યક્ષતા નાં નારા લાગવાનાં શરું થઈ જશે.

હમણાં સેવાની ગોલ્ડન જુબલી તો પૂરી કરી લીધી. હજી વધારે સેવા કરશે અને તમે જોઈ-જોઈ હર્ષિત થતાં રહેશો. જેમ, પોપ શું કરે છે? આટલી મોટી સભાનાં વચ્ચે દૃષ્ટિ આપી આશીર્વાદ નાં બોલ બોલે છે. લાંબું-પહોળું ભાષણ કરવા વાળા બીજા નિમિત્ત બનશે. તમે કહો કે અમને બાપે સંભળાવ્યું છે, તેનાં બદલે બીજા કહેશે - આમણે જે સંભળાવ્યું, તે બાપનું છે, બીજા કોઈ છે જ નહીં. તો ધીરે-ધીરે એવાં હેન્ડસ (મદદગાર) તૈયાર થશે. જેવી રીતે સેવાકેન્દ્ર સંભાળવાનાં માટે હેન્ડસ તૈયાર થયાં છે ને, એવી રીતે સ્ટેજ પર તમારા તરફ થી બીજા બોલવા વાળા, અનુભવ કરીને બોલવા વાળા નીકળશે. ફક્ત મહિમા કરવા વાળા નહીં, જ્ઞાન ની ગુહ્ય પોઈન્ટ (વાતો) ને સ્પષ્ટ કરવા વાળા, પરમાત્મા-જ્ઞાન ને સિદ્ધ કરવા વાળા - એવાં નિમિત્ત બનશે. પરંતુ તેનાં માટે એવાં-એવાં લોકો ને સ્નેહી, સહયોગી અને સંપર્ક માં લાવતાં સંબંધ માં લાવો. આ આખાં કાર્યક્રમ નું લક્ષ જ આ છે કે એવાં સહયોગી બનાવો જે સ્વયં તમે માઈટ (શક્તિ) બની જાઓ અને તે માઈક બની જાય. આ વર્ષનાં સહયોગ ની સેવાનું લક્ષ માઈક તૈયાર કરવાનાં છે જે અનુભવ નાં આધાર થી તમારા કે બાપ નાં જ્ઞાન ને પ્રત્યક્ષ કરે. જેમનો પ્રભાવ સ્વતઃજ બીજાઓની ઉપર સહજ જ પડે છે, એવાં માઈક તૈયાર કરો. સમજ્યાં, સેવા નો ઉદ્દેશ્ય શું છે, આટલાં જે પ્રોગ્રામ્સ બનાવ્યાં છે તેમાં માખણ શું નીકળશે? ખૂબ સેવા કરો પરંતુ આ વર્ષે સંદેશ ની સાથે-સાથે આ એડ (ઉમેરો) કરો. નજર માં રાખો - કોણ-કોણ એવાં પાત્ર છે અને તેમને સમય પ્રતિ સમય ભિન્ન-ભિન્ન વિધિ થી સંપર્ક માં લાવો. એવું નહીં - એક પ્રોગ્રામ કર્યો, પછી બીજો ઉપર થી કર્યો, ત્રીજો ઉપર થી કર્યો અને પહેલાં વાળા ત્યાં જ રહી ગયાં, ત્રીજા આવી ગયાં. આ પણ જમા ની શક્તિ પ્રયોગ માં લાવવી પડશે. દરેક પ્રોગ્રામ થી જમા કરતાં જાઓ. લાસ્ટ (અંત) માં એવાં સંબંધ-સંપર્ક વાળા ની માળા બની જશે. સમજ્યાં? બાકી શું રહ્યું? મળવાનો પ્રોગ્રામ.

આ વર્ષે બાપદાદા ૬ મહિનાની સેવાનું પરિણામ જોવા ઈચ્છે છે. સેવામાં જે પણ પ્લાન્સ બનાવ્યાં છે, તે ચારેય તરફ એક-બીજા ને સહયોગી બની ખૂબ ચક્ર લગાવો. બધાં નાનાં-મોટાં ને ઉમંગ-ઉત્સાહ માં લાવીને ત્રણેય પ્રકારની સેવા માં આગળ વધારો એટલે બાપદાદાએ આ વર્ષમાં પૂરી રાત ને દિવસ બનાવીને સેવા આપી દીધી. હવે ત્રણેય પ્રકારની સેવાનું ફળ ખાવાનું આ વર્ષ છે. આવવાનું નથી, ફળ ખાવાનું છે. આ વર્ષ આવવાની નોંધ નથી. સકાશ તો બાપ નો સદા સાથે છે. જે ડ્રામા ની નોંધ છે તે બતાવી દીધી. ડ્રામા ની મંજુરી ને મંજુર કરવી જ પડે છે. સેવા ખૂબ કરો. ૬ મહિનામાં જ પરિણામ ખબર પડી જશે. બાપની આશાઓને પૂર્ણ કરવાનો પ્લાન બનાવો. જ્યાં પણ જુઓ, જેમને પણ જુઓ - દરેક નો સંકલ્પ, બોલ અને કર્મ બાપ ની આશાઓનો દીપ જગાવવા વાળો હોય. પહેલાં મધુબન માં આ ઉદાહરણ દેખાડો. બચત ની સ્કીમ નું મોડલ (નમૂનો) પહેલાં મધુબન માં બનાવો. આ બેંકમાં જમા કરો પહેલાં. મધુબન વાળાઓને પણ વરદાન તો મળી જ ગયું. બાકી જે રહી ગયાં છે, તેમને પણ આ વર્ષ માં જલ્દી પૂરા કરશે કારણ કે બાપનો સ્નેહ તો બધાં બાળકોની સાથે છે. આમ તો દરેક બાળકો નાં પ્રતિ દરેક કદમ માં વરદાન છે. જે દિલ ની સ્નેહી આત્માઓ છે, તે ચાલે જ દરેક કદમ વરદાન થી છે. બાપ નું વરદાન ફક્ત મુખ થી નથી પરંતુ દિલ થી પણ છે અને દિલ નું વરદાન સદા દિલમાં ખુશી, ઉમંગ-ઉત્સાહ નો અનુભવ કરાવે છે. આ દિલ નાં વરદાન ની નિશાની છે. દિલ નાં વરદાન ને જે પણ પોતાનાં દિલ થી ધારણ કરે છે, તેમની નિશાની આ છે તે સદા ખુશી અને ઉમંગ-ઉત્સાહ થી આગળ વધતાં રહે છે. ક્યારેય પણ કોઈ વાતમાં ન અટકશે, ન રોકાશે, વરદાન થી ઉડતાં રહેશે બીજી વાતો બધી નીચે રહી જશે. સાઈડસીન્સ પણ ઉડાવા વાળા ને રોકી ન શકે.

આજે બાપદાદા બધાં બાળકોને જેમણે પણ દિલ થી અથક બની સેવા કરી, તે બધાં સેવાધારીઓને આ સિઝન ની સેવાની મુબારક આપી રહ્યાં છે. મધુબન માં આવીને મધુબન નાં શ્રૃંગાર બન્યાં, એવાં શ્રૃંગાર બનવા વાળા બાળકોને પણ બાપદાદા મુબારક આપી રહ્યાં છે અને નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓને પણ સદા અથક બની બાપ સમાન પોતાની સેવાઓ થી સર્વને રીફ્રેશ કરવાની મુબારક આપી રહ્યાં છે અને રથ ને પણ મુબારક છે. ચારેય તરફ નાં સેવાધારી બાળકોને મુબારક છે. નિર્વિધ્ન બની વધતાં રહો છો અને વધતાં રહેવાનું છે. દેશ-વિદેશ નાં બધાં બાળકોને આવવાની પણ મુબારક છે તો રિફ્રેશ થવાની પણ મુબારક છે. પરંતુ સદા રીફ્રેશ રહેવાનું, ૬ મહિના સુધી નથી રહેવાનું. રીફ્રેશ માં રીફ્રેશ થવા ભલે આવજો કારણ કે બાપનાં ખજાના નો તો બધાં બાળકોને સદા અધિકાર છે. બાપ અને ખજાનો સદા સાથે છે અને સદા સાથે રહેશે. ફક્ત જે અન્ડરલાઇન કરાવી, તેમાં વિશેષ સ્વયં ને ઉદાહરણ બનાવી પરીક્ષા માં એક્સ્ટ્રા (વધારે) માર્ક્સ લેજો. બીજાઓને નહીં જોતાં, પોતાને ઉદાહરણ બનાવો. આમાં જે ઓટે તે અર્જુન અર્થાત્ નંબરવન. બીજી વાર બાપદાદા આવે તો ફરિશ્તા નાં કર્મ, ફરિશ્તા નાં બોલ, ફરિશ્તા નાં સંકલ્પ ધારણ કરવાવાળા સદા દરેક દેખાય. એવું પરિવર્તન સંગઠન માં દેખાય. દરેક અનુભવ કરે કે આ ફરિશ્તા નાં બોલ, ફરિશ્તા નાં કર્મ કેટલાં અલૌકિક છે! આ પરિવર્તન સમારોહ બાપદાદા જોવા ઈચ્છે છે. જો દરેક આખાં દિવસ નાં બોલ પોતાનાં ટેપ કરો તો ખૂબ સારી રીતે થી ખબર પડી જશે. ચેક કરો તો ખબર પડી જશે કે કેટલાં વ્યર્થ જાય છે? મન ની ટેપ માં ચેક કરો, સ્થૂળ ટેપ માં નહીં. સાધારણ બોલ પણ વ્યર્થ માં જમા થાય છે. જો ૪ બોલ નાં બદલે ૨૪ બોલો બોલો તો ૨૦ સેમાં ગયાં? એનર્જી (શક્તિ) જમા કરો, ત્યારે તમારા બે બોલ આશીર્વાદ નાં, એક કલાક નાં ભાષણ નું કામ કરશે. અચ્છા!

ચારેય તરફ નાં બધાં કુરબાન થવાવાળા રુહાની પરવાનાઓ ને, સર્વ બાપ સમાન બનવાનાં દૃઢ સંકલ્પ થી આગળ વધવા વાળી વિશેષ આત્માઓ ને, સદા ઉડતી કળા દ્વારા કોઈ પણ પ્રકારનાં સાઈડસીન ને પાર કરવા વાળા ડબલ લાઈટ બાળકોને રુહાની શમા બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.

વરદાન :-
કલ્યાણ ની ભાવના દ્વારા દરેક આત્માનાં સંસ્કારો ને પરિવર્તન કરવાવાળા નિશ્ચય બુદ્ધિ ભવ

જેવી રીતે બાપ માં ૧૦૦ ટકા નિશ્ચયબુદ્ધિ છો, કોઈ કેટલું પણ ડગમગ કરવાની કોશિશ કરે પરંતુ થઈ ન શકો, એવી રીતે દૈવી પરિવાર તથા સંસારી આત્માઓ દ્વારા ભલે કોઈ કેવું પણ પેપર લે, ક્રોધી બની સામનો કરે કે કોઈ અપમાન કરી દે, ગાળો આપે - તેમાં પણ ડગમગ થઈ ન શકો, આમાં ફક્ત દરેક આત્મા પ્રતિ કલ્યાણની ભાવના હોય, આ ભાવના તેમનાં સંસ્કારો ને પરિવર્તન કરી દેશે. આમાં ફક્ત અધીરા નથી થવાનું, સમય પ્રમાણે ફળ અવશ્ય નીકળશે - આ ડ્રામા માં નોંધ છે.

સ્લોગન :-
પવિત્રતા ની શક્તિ થી પોતાનાં સંકલ્પો ને શુદ્ધ, જ્ઞાન સ્વરુપ બનાવીને કમજોરીઓ ને સમાપ્ત કરો.