03-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - જ્ઞાન યોગ ની શક્તિ થી વાયુમંડળ ને શુદ્ધ બનાવવાનું છે , સ્વદર્શન ચક્ર થી માયા પર જીત મેળવવાની છે

પ્રશ્ન :-
કઈ એક વાત થી સિદ્ધ થઈ જાય છે કે આત્મા ક્યારેય પણ જ્યોતિ માં લીન નથી થતો?

ઉત્તર :-
કહે છે - બની બનાઈ બન રહી તો જરુર આત્મા પોતાનો પાર્ટ રિપીટ કરે છે. જો જ્યોતિ જ્યોત માં લીન થઈ જાય તો પાર્ટ સમાપ્ત થઈ ગયો પછી અનાદિ ડ્રામા કહેવું પણ ખોટું થઈ જાય છે. આત્મા એક જૂનો ચોલું છોડી બીજું નવું (જૂનું શરીર છોડી બીજું નવું) લે છે, લીન નથી થતો.

ગીત :-
ઓ દૂર કે મુસાફિર

ઓમ શાંતિ!
હવે જે યોગી અને જ્ઞાની બાળકો છે, જે બીજાઓને સમજાવી શકે છે, તે આ ગીતા નો અર્થ યથાર્થ રીતે સમજી શકે છે. જે પણ મનુષ્ય માત્ર છે બધાં કબ્રદાખલ છે. કબ્રદાખલ એમને કહેવાય છે જેમની જ્યોતિ બુઝાયેલી હોય છે, જે તમોપ્રધાન છે. જેમણે સ્થાપના કરી છે અને જન્મ બાય જન્મ પાલના અર્થ નિમિત્ત બનેલા છે, તે બધાએ પોતાનાં જન્મ પૂરાં કરી લીધાં છે. આદિ થી લઈને અંત સુધી કયા-કયા ધર્મ ની સ્થાપના થઈ છે - હિસાબ કાઢી શકે છે. હદ નાં જે નાટક હોય છે એમાં પણ મુખ્ય ડ્રામા નાં ક્રિયેટર, ડાયરેક્ટર, એક્ટર જે હોય છે, એમનું જ માન હોય છે. કેટલી પ્રાઈઝ મળે છે? જલવો દેખાડે છે ને? તમારો પછી છે જ્ઞાન-યોગ નો જલવો. હવે મનુષ્યો ને આ તો ખબર નથી કે મોત સામે છે, આપણે આ ડ્રામામાં કેટલાં જન્મ લીધાં છે, ક્યાંથી આવીએ છીએ? ડિટેલ બધાં જન્મોની તો હું-તમે નથી જાણી શકતાં. બાકી આ સમયે આપણો ભવિષ્ય માટે પુરુષાર્થ ચાલી રહ્યો છે. દેવતા તો બનીશું, પરંતુ કયું પદ મેળવીશું? એનાં માટે પુરુષાર્થ કરવાનો છે. તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણે ૮૪ જન્મ લીધાં છે. હવે આ જરુર રાજા-રાણી બનશે. ફીચર્સ પણ જાણે છે. પ્રેક્ટિકલ માં સાક્ષાત્કાર કરાવે છે. ભક્તિમાર્ગ માં પણ સાક્ષાત્કાર થાય છે. તે તો જેમનું ધ્યાન કરે છે એમનો સાક્ષાત્કાર થાય છે. ચિત્ર શ્રીકૃષ્ણનું શ્યામ જોયું, એમનું ધ્યાન કરશે તો એવો સાક્ષાત્કાર થઈ જશે. બાકી શ્રીકૃષ્ણ આવાં શ્યામ નથી. મનુષ્યો ને આ વાતોનું જ્ઞાન તો કંઈ પણ રહેતું નથી. હમણાં તમે પ્રેક્ટિકલ માં છો. સૂક્ષ્મવતન માં પણ જુઓ છો, વૈકુંઠમાં પણ જુઓ છો. આત્મા અને પરમાત્મા નું જ્ઞાન છે. આત્માનો જ સાક્ષાત્કાર થાય છે. અહીં તમે જે સાક્ષાત્કાર કરો છો એની તમારી પાસે નોલેજ છે. બહારવાળાને ભલે આત્માનો સાક્ષાત્કાર થાય છે પરંતુ નોલેજ નથી. તે તો આત્મા સો પરમાત્મા કહી દે છે. આત્મા સ્ટાર (સિતારો) તો બરોબર છે જ. આ તો ખૂબ દેખાય છે. જેટલાં મનુષ્ય છે એટલાં આત્માઓ છે. મનુષ્યોનાં શરીર આ આંખો થી દેખાય છે. આત્માને દિવ્ય દૃષ્ટિ દ્વારા જોઈ શકાય છે. મનુષ્યનાં રંગ-રુપ ભિન્ન-ભિન્ન છે, આત્માઓ ભિન્ન-ભિન્ન નથી, બધાં એક જેવા જ છે. ફક્ત પાર્ટ દરેક આત્માનો ભિન્ન-ભિન્ન છે. જેવી રીતે મનુષ્ય નાના-મોટા હોય છે તેવી રીતે આત્મા નાનો-મોટો નથી હોતો. આત્માની સાઈઝ એક જ છે. જો આત્મા જ્યોતિ માં લીન થઈ જાય તો પાર્ટ રિપીટ કેવી રીતે કરશે? ગવાય પણ છે બની બનાઈ બન રહી આ અનાદિ વર્લ્ડ ડ્રામા ચક્ર લગાવતો રહે છે. આ આપ બાળકો જાણો છો. મચ્છરો સદૃશ્ય આત્માઓ પાછા જાય છે. મચ્છરો ને તો આ આંખોથી જોવાય છે. આત્માને દિવ્ય દૃષ્ટિ વગર જોઈ નથી શકતાં. સતયુગ માં તો આત્માને સાક્ષાત્કાર ની જરુર નથી રહેતી. સમજે છે આપણે આત્માએ એક જૂનું શરીર છોડી બીજું નવું લેવાનું છે. પરમાત્મા ને તો જાણતાં જ નથી. જો પરમાત્મા ને જાણે તો સૃષ્ટિ ચક્ર ને પણ જાણવું જોઈએ.

તો ગીતમાં કહે છે - અમને પણ સાથે લઈ લો. અંતમાં ખૂબ પસ્તાય છે. બધાને નિમંત્રણ મળે છે. કેટલી યુક્તિઓ બની રહી છે નિમંત્રણ આપવાની.

પીસ-પીસ (શાંતિ-શાંતિ) તો બધાં કહે છે પરંતુ શાંતિ નો અર્થ કોઈ પણ સમજતાં નથી. પીસ કેવી રીતે થાય છે, એ તમે જાણો છો. જેવી રીતે ઘાણી માં સરસવ પીસાઈ જાય છે તેવી રીતે બધાનાં શરીર વિનાશ માં ખતમ થઈ જાય છે. આત્માઓ નહીં પીસાશે. તે તો ચાલ્યા જશે. એવું લખેલું પણ છે કે આત્માઓ મચ્છરો સદૃશ્ય ભાગે છે. એવું તો નથી બધાં પરમાત્માઓ ભાગશે. મનુષ્ય કંઈ પણ સમજતા નથી. આત્મા અને પરમાત્મા માં શું ભેદ છે? એ પણ નથી જાણતાં. કહે છે અમે બધાં ભાઈ-ભાઈ છીએ તો ભાઈ-ભાઈ થઈને રહેવું જોઈએ. એમને આ ખબર નથી કે સતયુગ માં ભાઈ-ભાઈ અથવા ભાઈ-બહેન બધાં પરસ્પર ક્ષીરખંડ થઈને ચાલે છે. ત્યાં લૂણપાણી ની વાત જ નથી. અહીં જુઓ હમણાં-હમણાં ક્ષીરખંડ છે, હમણાં-હમણાં લૂણપાણી થઈ જાય છે. એક તરફ કહે છે ચીની-હિન્દુ, ભાઈ-ભાઈ પછી એમનું પૂતળું બનાવીને આગ લગાવતા રહે છે. શરીરધારી ભાઈ-ભાઈ ની આ હાલત જુઓ. રુહાની સંબંધને તો જાણતાં નથી. તમને બાપ સમજાવે છે પોતાને આત્મા સમજવાનું છે. દેહ-અભિમાન માં ફસાવાનું નથી. કોઈ-કોઈ દેહ-અભિમાન માં ફસાઈ પડે છે. બાપ કહે છે દેહ સહિત દેહનાં જે પણ સંબંધ છે, બધાને છોડવાનાં છે. આ મકાન વગેરે બધું ભૂલો. હકીકત માં તમે પરમધામ નિવાસી છો. હમણાં-હમણાં પછી ત્યાં ચાલવાનું (જવાનું) છે, જ્યાંથી પાર્ટ ભજવવા આવ્યા છો, પછી હું તમને સુખ માં મોકલી દઈશ. તો બાપ કહે છે લાયક બનવાનું છે. ગોડ કિંગડમ (રાજધાની) સ્થાપન કરી રહ્યા છે. ક્રાઈસ્ટ ની કોઈ રાજધાની નહોતી. તે તો પછી જ્યારે લાખો ક્રિશ્ચન બન્યા હશે ત્યારે એમની રાજધાની બનાવી હશે. અહીં તો ઝટ થી સતયુગી રાજાઈ બની જાય છે. કેટલી સહજ વાત છે! બરોબર ભગવાને આવીને સ્થાપના કરી છે. શ્રીકૃષ્ણનું નામ નાખવાથી બધો ગોટાળો કરી દીધો છે. ગીતામાં છે પ્રાચીન રાજયોગ અને જ્ઞાન. તે તો પ્રાયઃલોપ થઈ જાય છે. અંગ્રેજી શબ્દ સારા છે. તમે કહેશો બાબા અંગ્રેજી નથી જાણતાં. બાબા કહે છે હું ક્યાં સુધી બધી ભાષાઓ બોલીશ? મુખ્ય છે જ હિન્દી. તો હું હિન્દી માં જ મોરલી ચલાવું છું. જેમનું શરીર ધારણ કર્યુ છે એ પણ હિન્દી જ જાણે છે. તો જે આમની ભાષા છે એ જ હું પણ બોલું છું. બીજી કોઈ ભાષા માં થોડી ભણાવીશ? હું ફ્રેન્ચ બોલું તો આ કેવી રીતે સમજશે? મુખ્ય તો આમની (બ્રહ્મા ની) વાત છે. આમણે તો પહેલાં સમજવાનું છે ને? બીજા કોઈનું શરીર થોડી લઈશ?

ગીતમાં પણ કહે છે મુજે લે ચલો કારણ કે બાપ અને બાપ નાં ઘર ની તો કોઈને પણ ખબર નથી. ગપ્પા મારતા રહે છે. અનેક મનુષ્યો ની અનેક મતો છે એટલે સૂત મુંઝાયેલું છે. બાપ જુઓ કેવી રીતે બેઠાં છે? આ ચરણ કોનાં છે? (શિવબાબા નાં) એ તો મારા છે ને? મેં લોન પર દીધું છે. શિવબાબા તો ટેમ્પરરી યુઝ કરે છે. આમ તો આ ચરણ તો મારા છે ને? શિવનાં મંદિર માં ચરણ નથી રાખતાં. ચરણ શ્રીકૃષ્ણનાં રાખે છે. શિવ તો છે ઊંચામાં ઊંચા, તો એમનાં ચરણ ક્યાંથી આવ્યાં? હા, શિવબાબાએ ઉધાર લીધું છે. ચરણ તો બ્રહ્મા નાં જ છે. મંદિરમાં બળદ દેખાડ્યો છે. બળદ પર સવારી કેવી રીતે થશે? બળદ પર શિવબાબા કેવી રીતે ચઢશે? સાલિગ્રામ આત્મા સવારી કરે છે મનુષ્ય નાં તન પર. બાપ કહે છે હું જે તમને જ્ઞાન સંભળાવુ છું તે પ્રાયઃલોપ થઈ ગયું છે. લોટ માં મીઠું, જેવું રહી ગયું છે. એને કોઈ પણ સમજી નથી શકતાં. હું જ આવીને એનો સાર સમજાવું છું. મેં જ શ્રીમત આપીને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવ્યું હતું, એમણે પછી દેવતાઓને સ્વદર્શન ચક્ર દેખાડી દીધું છે. એમની પાસે તો જ્ઞાન નથી. આ છે બધી જ્ઞાનની વાત. આત્માને સૃષ્ટિ ચક્રની નોલેજ મળે છે જેનાથી માયા નું માથું કપાઈ જાય છે. એમણે પછી સ્વદર્શન ચક્ર અસુરો ની પાછળ ફેંકતા દેખાડ્યું છે. આ સ્વદર્શન ચક્ર થી તમે માયા પર જીત મેળવો છો. ક્યાંની વાત ક્યાં લઈ ગયા છે? તમારામાં પણ કોઈ વિરલા આ વાતો ધારણ કરી અને સમજાવી શકે છે. નોલેજ છે ઊંચી. એમાં સમય લાગે છે. અંતમાં તમારામાં જ્ઞાન અને યોગ ની શક્તિ રહે છે. આ ડ્રામામાં નોંધ છે. એમની બુદ્ધિ પણ નરમ થતી જાય છે. તમે વાયુમંડળ ને શુદ્ધ કરો છો. કેટલું આ ગુપ્ત જ્ઞાન છે. લખાયેલું છે અજામિલ જેવા પાપીઓનો ઉદ્ધાર કર્યો પરંતુ એનો અર્થ પણ સમજતા નથી. તે સમજે છે કે જ્યોતિ જ્યોત માં સમાઈ ગયાં. સાગરમાં લીન થઈ ગયાં. પાંચ પાંડવ હિમાલય માં ગળી ગયાં. પ્રલય થઈ ગયો. એક તરફ દેખાડે છે આ રાજયોગ શીખ્યા પછી પ્રલય દેખાડી દીધો છે અને પછી દેખાડે છે શ્રીકૃષ્ણ અંગૂઠો ચૂસતા પીપળા નાં પાન પર આવ્યાં. એનો પણ અર્થ નથી સમજતાં. એ તો ગર્ભ મહેલ માં હતાં. અંગૂઠો તો બાળક ચૂસે છે. ક્યાંની વાત ક્યાં લગાવી દીધી છે! મનુષ્ય તો જે સાંભળે તે સત્-સત્ કહેતા રહે છે.

સતયુગ ને કોઈ જાણતું નથી. જુઠ્ઠ એને કહેવાય છે જે વસ્તુ હોતી જ નથી. જેવી રીતે કહે છે પરમાત્મા નું નામ-રુપ છે જ નહીં. પરંતુ એમની તો પૂજા કરતા રહે છે. તો પરમાત્મા છે અતિ સૂક્ષ્મ. એમનાં જેવી સૂક્ષ્મ વસ્તુ કોઈ નથી. એકદમ બિંદી છે. સૂક્ષ્મ હોવાનાં કારણે કોઈ જાણતું નથી. ભલે આકાશ ને પણ સૂક્ષ્મ કહેવાય છે પરંતુ તે તો પોલાર છે. પ તત્વ છે. પ તત્વોનાં શરીરમાં આવીને પ્રવેશ કરે છે. એ કેટલી સૂક્ષ્મ વસ્તુ છે? એકદમ બિંદી છે. સ્ટાર (સિતારો) કેટલો નાનો છે. અહીં પરમાત્મા સ્ટાર બાજુ માં આવીને બેસે ત્યારે તો બોલી શકે. કેટલી સૂક્ષ્મ વાતો છે? મોટી બુદ્ધિવાળા તો જરા પણ સમજી ન શકે. બાપ કેટલી સારી-સારી વાતો સમજાવે છે. ડ્રામા અનુસાર જે કલ્પ પહેલાં પાર્ટ ભજવ્યો છે, તે જ ભજવે છે. બાળકો સમજે છે બાબા રોજ આવીને નવી-નવી વાતો સંભળાવે છે, તો નવું જ્ઞાન થયું ને? તો રોજ ભણવું પડે. રોજ કોઈ નથી આવતા તો ફ્રેન્ડ્સ ને જઈને પૂછે છે કે આજે ક્લાસ માં શું થયું? અહીં તો કોઈ ભણવાનું જ છોડી દે છે. બસ, કહી દે છે અવિનાશી જ્ઞાન રત્નો નો વારસો નથી જોઈતો? અરે, ભણવાનું છોડ્યું તો તમારી શું હાલત થશે? બાપ પાસેથી વારસો શું લેશો? બસ, તકદીર માં નથી. અહીં સ્થૂળ મિલકત ની તો કોઈ વાત નથી, જ્ઞાનનો ખજાનો બાપ પાસે થી મળે છે. એ મિલકત વગેરે તો બધું વિનાશ થવાનું છે, એનો નશો કોઈ રાખી ન શકે. બાપ પાસેથી જ વારસો મળવાનો છે. તમારી પાસે ભલે કરોડો ની મિલકત છે, તે પણ માટી માં ભળી જવાની છે. આ સમયની જ બધી વાત છે. આ પણ લખેલું છે કિસકી દબી રહેગી ધૂલ મેં, કિસકી જલાયે આગ આ સમયની વાતો અંતમાં ચાલી આવે છે. વિનાશ તો હમણાં થવાનો છે. વિનાશ પછી છે સ્થાપના. હમણાં તે સ્થાપના કરી રહ્યા છીએ. તે છે આપણી રાજધાની. તમે બીજાઓ માટે નથી કરતાં, જે કંઈ કરો છો તે પોતાનાં માટે. જે શ્રીમત પર ચાલશે એ માલિક બનશે. તમે તો નવા વિશ્વમાં નવા ભારતનાં માલિક બનો છો. નવું વિશ્વ અર્થાત્ સતયુગ માં તમે માલિક હતાં. હમણાં આ જૂનો યુગ છે પછી તમને પુરુષાર્થ કરાવાય છે નવી દુનિયા માટે. કેટલી સારી-સારી વાતો સમજવાની છે. આત્મા અને પરમાત્મા નું જ્ઞાન, સેલ્ફ રીયલાઈઝેશન (સ્વ અનુભૂતિ). સેલ્ફ નાં ફાધર કોણ છે? બાપ કહે છે હું આવ્યો છું આપ આત્માઓને શીખવાડવાં. હમણાં ફાધર ને રીયલાઈઝ કર્યા છે ફાધર દ્વારા. બાપ સમજાવે છે તમે મારા સિકીલધા બાળકો છો. કલ્પ પછી ફરીથી આવીને મળ્યા છો વારસો લેવા માટે. તો પુરુષાર્થ કરવો જોઈએ ને? નહીં તો ખૂબ પસ્તાવું પડશે, ખૂબ સજા ખાવી પડશે. જે બાળકો બનીને પછી કુકર્મ કરે છે, એમની તો વાત ન પૂછો. ડ્રામા માં જુઓ બાબા નો કેટલો પાર્ટ છે. બધુંજ આપી દીધું. બાબા પછી કહે છે ભવિષ્ય ૨૧ જન્મો માટે રિટર્ન આપીશ. પહેલાં તમે ઈનડાયરેક્ટ આપતા હતાં તો ભવિષ્યમાં એક જન્મ માટે આપતા હતાં. હમણાં ડાયરેક્ટ આપો છો તો ભવિષ્ય ૨૧ જન્મો માટે ઈન્શ્યોર કરી દઉં છું. ડાયરેક્ટ, ઈનડાયરેક્ટ માં કેટલો ફરક છે? તે દ્વાપર-કળિયુગ માટે ઈન્શ્યોર કરે છે ઈશ્વર ને. તમે સતયુગ-ત્રેતા માટે ઈન્શ્યોર કરો છો. ડાયરેક્ટ હોવાનાં કારણે ૨૧ જન્મો માટે મળે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી બાપ પાસેથી અવિનાશી જ્ઞાન રત્નો નો ખજાનો લઈ તકદીરવાન બનવાનું છે. નવું જ્ઞાન, નવું ભણતર રોજ ભણવાનું છે. વાયુમંડળ ને શુદ્ધ બનાવવાની સેવા કરવાની છે.

2. ભવિષ્ય ૨૧ જન્મો માટે પોતાનું બધુંજ ઈન્શ્યોર કરી દેવાનું છે. બાપનાં બન્યા પછી કોઈપણ કુકર્મ નથી કરવાનાં.

વરદાન :-
સ્વ ઉન્નતિ નાં યથાર્થ ચશ્મા પહેરી એક્ઝામ્પલ બનવા વાળા અલબેલાપણા થી મુક્ત ભવ

જે બાળકો સ્વયં ને ફક્ત વિશાળ દિમાગ ની (બુદ્ધિ ની) નજર થી ચેક કરે છે, એમનાં ચશ્મા અલબેલાપણા નાં હોય છે, એમને આ જ દેખાય છે કે જેટલું પણ કર્યુ છે એટલું ખૂબ કર્યુ છે. હું આ-આ આત્માઓ કરતાં સારો છું, થોડી ઘણી કમી તો નામીગ્રામી માં (મહારથીઓમાં) પણ છે. પરંતુ જે સાચાં દિલ થી સ્વયંને ચેક કરે છે એમનાં ચશ્મા યથાર્થ સ્વઉન્નતિ નાં હોવાનાં કારણે ફક્ત બાપ અને સ્વયં ને જ જુએ, બીજો, ત્રીજો શું કરે છે - આ નથી જોતાં. મારે બદલાવાનું છે બસ, આ જ ધુન માં રહે છે, તે બીજાઓ માટે એક્ઝામ્પલ બની જાય છે.

સ્લોગન :-
હદ ને સર્વ વંશ સહિત સમાપ્ત કરી દો તો બેહદની બાદશાહી નો નશો રહેશે.