04-01-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - કદમ - કદમ બાપ ની શ્રીમત પર ચાલતાં રહો , એક બાપ થી જ સાંભળો તો માયા નો વાર નહીં થશે

પ્રશ્ન :-
ઉંચ પદ પ્રાપ્ત કરવાનો આધાર શું છે?

ઉત્તર :-
ઉંચ પદ પ્રાપ્ત કરવા માટે બાપ નાં દરેક ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલતાં રહો. બાપનું ડાયરેક્શન મળ્યું અને બાળકોએ માન્યું. બીજો કોઈ સંકલ્પ પણ ન આવે. ૨- આ રુહાની સર્વિસ (સેવા) માં લાગી જાઓ. તમને બીજા કોઈ ની યાદ ન આવવી જોઈએ. તમે મર્યા તો મરી ગઈ દુનિયા ત્યારે ઉંચ પદ મળી શકે છે.

ગીત :-
તુમ્હેં પાકે હમને

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. તે છે ભક્તિ માર્ગનું ગવાયેલું. આ સમયે બાપ આનું રહસ્ય સમજાવે છે. બાળકો પણ સમજે છે - હવે અમે બાપ થી બેહદનો વારસો પામી રહ્યાં છીએ. એ રાજ્ય અમારું કોઈ છીનવી ન શકે. ભારત નું રાજ્ય અનેકોએ છીનવ્યું છે ને. મુસલમાનોએ છીનવ્યું, અંગ્રેજોએ છીનવ્યું. હકીકતમાં પહેલાં તો રાવણે છીનવ્યું છે, આસુરી મત પર. આ જે વાંદરાઓનું ચિત્ર બનાવે છે - હિયર નો ઈવિલ (ખરાબ નહિં સાંભળો), સી નો ઈવિલ (ખરાબ નહિં જુઓ).. આનું પણ કોઈ રહસ્ય હશે ને. બાપ સમજાવે છે એક તરફ છે રાવણ નો આસુરી સંપ્રદાય, જે બાપ ને નથી જાણતાં. બીજી તરફ છો આપ બાળકો. તમે પણ પહેલાં નહોતાં જાણતાં. બાપ આમનાં માટે પણ સંભળાવે છે કે આમણે પણ ખૂબ ભક્તિ કરી છે, આમનો આ છે અનેક જન્મોનાં અંત નો જન્મ. આ જ પહેલાં પાવન હતાં, હવે પતિત બન્યાં છે. આમને હું જાણું છું. હવે તમે બીજા કોઈની મત નહીં સાંભળો. બાપ કહે છે, હું આપ બાળકો થી વાત કરું છું. હાં, ક્યારેક કોઈ મિત્ર-સંબંધીઓ વગેરે ને લઈ આવો છો તો થોડી વાત કરી લઉં છું. પહેલી વાત તો છે પવિત્ર બનવાનું છે ત્યારે જ બુદ્ધિ માં ધારણા થશે. અહીંયા નાં કાયદા બહુજ કડક છે. પહેલાં કહેતાં હતાં ૭ દિવસ ભઠ્ઠી માં રહેવાનું છે, બીજા કોઈની યાદ ન આવે, ન પત્ર વગેરે લખવાનાં છે. રહો ભલે ક્યાંય પણ. પરંતુ આખો દિવસ ભઠ્ઠી માં રહેવું પડે. હમણાં તો તમે ભઠ્ઠીમાં રહીને પછી બહાર નીકળો છો. કોઈ તો આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી, અહો માયા પછી ભાગન્તી થઈ ગયાં. આ છે ખુબ ઊંચી મંઝીલ. બાપ નું કહેલું નથી માનતાં. બાપ કહે છે તમે તો વાનપ્રસ્થી છો. તમે કેમ મફત માં ફસાઈ પડ્યાં છો. તમે તો આ રુહાની સર્વિસ માં લાગી જાઓ. તમને બીજા કોઈની યાદ ન આવવી જોઈએ. આપ મર્યા મરી ગઈ દુનિયા ત્યારે ઉંચ પદ મળી શકે છે. તમારો પુરુષાર્થ જ છે - નર થી નારાયણ બનવાનો. કદમ-કદમ બાપનાં ડાયરેક્શન પર ચાલવું પડે. પરંતુ આમાં પણ હિમ્મત જોઈએ. ફક્ત કહેવાની વાત નથી. મોહ ની રગ ઓછી નથી, નષ્ટોમોહા થવાનું છે. મારા તો એક શિવબાબા, બીજું ન કોઈ. અમે તો બાબાની શરણ લઈએ છીએ. અમે વિષ ક્યારેય નહીં આપશું. તમે ઈશ્વર તરફ આવો છો તો માયા પણ તમને છોડશે નહીં, ખૂબ પછાડશે. જેમ વૈધ લોકો કહે છે - આ દવા થી પહેલાં બધી બીમારી બહાર નીકળશે. ડરતા નહીં. આ પણ એવું છે. માયા ખૂબ સતાવશે, વાનપ્રસ્થ અવસ્થા માં પણ વિકાર નાં સંકલ્પ લઈ આવશે. મોહ ઉત્પન્ન થઈ જશે. બાબા પહેલાથી જ બતાવી દે છે કે આ બધું થશે. જ્યાં સુધી જીવશો, આ માયા ની બોક્સિંગ (યુદ્ધ) ચાલતી રહેશે. માયા પણ પહેલવાન બની તમને છોડશે નહીં. આ ડ્રામા માં નોંધ છે. હું થોડી માયા ને કહીશ કે વિકલ્પ ન લાવો. અનેક લખે છે બાબા કૃપા કરો. હું થોડી કોઈ પર કૃપા કરીશ. અહીંયા તો તમારે શ્રીમત પર ચાલવાનું છે. કૃપા કરું તો પછી બધાં મહારાજા બની જાય. ડ્રામા માં પણ છે નહીં. બધાં ધર્મ વાળા આવે છે. જે બીજા-બીજા ધર્મમાં ટ્રાન્સફર થઇ ગયાં હશે તે નીકળી આવશે. આ સૈપલિંગ (કલમ) લાગે છે, આમાં બહુ મહેનત છે. નવાં જે આવે છે તો ફક્ત કહેવાનું છે બાપ ને યાદ કરો. શિવ ભગવાનુવાચ. કૃષ્ણ કોઈ ભગવાન નથી. તે તો ૮૪ જન્મો માં આવે છે. અનેક મત, અનેક વાતો છે. આ બુદ્ધિ માં પૂરું ધારણ કરવાનું છે. આપણે પતિત હતાં. હવે બાપ કહે છે તમે પાવન કેવી રીતે બનો. કલ્પ પહેલાં પણ કહ્યું હતું - મામેકમ્ યાદ કરો. પોતાને આત્મા સમજી દેહ નાં સર્વ ધર્મ છોડી જીવતે જીવ મરો. મુજ એક બાપ ને જ યાદ કરો. હું સર્વની સદ્દગતિ કરવા આવ્યો છું. ભારતવાસી જ ઊંચ બને છે પછી ૮૪ જન્મ લઈ નીચે ઉતરે છે. બોલો, તમે ભારતવાસી જ આ દેવી-દેવતાઓની પૂજા કરો છો. આ કોણ છે? આ સ્વર્ગનાં માલિક હતાં ને. હમણાં ક્યાં છે? ૮૪ જન્મ કોણ લે છે? સતયુગમાં તો આ જ દેવી-દેવતાં હતાં. હવે પછી આ મહાભારત લડાઈ દ્વારા સર્વનો વિનાશ થવાનો છે. હમણાં બધા પતિત તમોપ્રધાન છે. હું પણ આમનાં અનેક જન્મોનાં અંતમાં જ આવીને પ્રવેશ કરું છું. આ પૂરા ભક્ત હતાં. નારાયણ ની પૂજા કરતાં હતાં. આમનામાં જ પ્રવેશ કરી પછી આમને નારાયણ બનાવું છું. હવે તમારે પણ પુરુષાર્થ કરવાનો છે. આ દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. માળા બને છે ને. ઉપર માં છે નિરાકાર ફૂલ, પછી મેરુ યુગલ. શિવબાબા ની નીચે એકદમ આ ઉભાં છે. જગતપિતા બ્રહ્મા અને જગત અંબા સરસ્વતી. હવે તમે આ પુરુષાર્થ થી વિષ્ણુપુરી નાં માલિક બનો છો. પ્રજા પણ તો કહે છે ને - ભારત અમારું છે. તમે પણ સમજો છો અમે વિશ્વનાં માલિક છીએ. અમે રાજાઈ કરીશું, બીજા કોઈ ધર્મ હશે જ નહીં. એવું નહીં કહેશો - આ અમારી રાજાઈ છે, બીજી કોઈ રાજાઈ છે નહીં. અહીંયા અનેક છે તો અમારું-તમારું ચાલે છે. ત્યાં આ વાતો જ નથી. તો હવે બાપ સમજાવે છે - બાળકો, બીજી બધી વાતો છોડી મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. એવું નહીં કોઈ સામે બેસી નિષ્ઠા (યોગ) કરાવે, દૃષ્ટિ આપે. બાપ તો કહે છે ચાલતાં-ફરતાં બાપ ને યાદ કરવાનાં છે. પોતાનો ચાર્ટ રાખો - આખાં દિવસમાં કેટલાં યાદ કર્યા? સવારે ઉઠીને કેટલો સમય બાપ થી વાતો કરી? આજે બાબાની યાદ માં બેઠાં? એવી-એવી પોતાના થી મહેનત કરવાની છે. નોલેજ તો બુદ્ધિમાં છે પછી બીજાઓને પણ સમજાવવાનું છે. એમ કોઈની બુદ્ધિમાં નથી આવતું કે કામ મહાશત્રુ છે. ૨-૪ વર્ષ રહીને પછી માયાની થપ્પડ જોરથી લાગવાથી નીચે પડે છે. પછી લખે છે બાબા અમે કાળું મુખ કરી દીધું. બાબા લખી દે છે કાળું મુખ કરવા વાળા ને ૧૨ મહિના અહીંયા આવવાની જરુર નથી. તમે બાપથી પ્રતિજ્ઞા કરી પછી પણ વિકાર માં પડ્યાં, મારી પાસે ક્યારેય નહીં આવતાં. ઊંચી મંઝિલ છે. બાપ આવ્યાં જ છે પતિત થી પાવન બનાવવાં. અનેક બાળકો લગ્ન કરી પવિત્ર રહે છે. હાં, કોઈ બાળકી પર માર પડે છે તો તેને બચાવવા માટે ગંધર્વ વિવાહ કરી પવિત્ર રહે છે. એમાં પણ કોઈ-કોઈ ને તો નાક થી માયા પકડી લે છે. હાર ખાઈ લે છે. સ્ત્રીઓ પણ બહુ હાર ખાઈ લે છે. બાપ કહે છે તમે તો સુર્પણખા છો, આ બધાં નામ આ સમય નાં જ છે. અહીંયા તો બાબા કોઈ વિકારીને બેસવા પણ ન દે. કદમ-કદમ પર બાપ થી સલાહ લેવી પડે. સરેન્ડર (સમર્પણ) થઇ જાય તો પછી બાપ કહેશે હવે ટ્રસ્ટી બનો. સલાહ પર ચાલતાં રહો. પોતામેલ બતાવશે ત્યારે તો સલાહ આપશે. આ ખુબ સમજવાની વાતો છે. તમે ભોગ ભલે લગાવો પરંતુ હું ખાતો નથી. હું તો દાતા છું. અચ્છા!

મીઠા- મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત- પિતા બાપદાદા ના યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ ની રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રી ક્લાસ ૧૫ - ૦૬ - ૬૮
પાસ્ટ (ભૂતકાળ) જે થઈ ગયું છે એને રિવાઇઝ કરવાથી જેમનું કમજોર દિલ છે તેમનાં દિલ ની કમજોરી પણ રિવાઇઝ થઈ જાય છે એટલે બાળકોને ડ્રામાનાં પટ્ટા પર રાખ્યાં છે. મુખ્ય ફાયદો છે જ યાદ થી. યાદ થી જ આયુ મોટી થવાની છે. ડ્રામા ને બાળકો સમજી જાય તો ક્યારેય વિચાર ન થાય. ડ્રામા માં આ સમયે જ્ઞાન શીખવાનું અને શીખવાડવાનું ચાલી રહ્યું છે. પછી પાર્ટ બંધ થઈ જશે. ન બાપ નો, ન આપણો પાર્ટ રહેશે. ન એમનો આપવાનો પાર્ટ, ન આપણો લેવાનો પાર્ટ હશે. તો એક થઈ જશે ને. આપણો પાર્ટ નવી દુનિયામાં થઇ જશે. બાબાનો પાર્ટ શાંતિધામ માં હશે. પાર્ટ ની રીલ ભરેલી હોય છે ને, આપણા પ્રારબ્ધ નો પાર્ટ, બાબાનો શાંતિધામ નો પાર્ટ. આપવાનો અને લેવાનો પાર્ટ પૂરો થયો, ડ્રામા જ પૂરો થયો. પછી આપણે રાજ્ય કરવા આવશું, તે પાર્ટ પરિવર્તન થશે. જ્ઞાન પૂરું થઈ જશે, આપણે તે બની જઈશું. પાર્ટ જ પૂરો તો બાકી ફરક નહીં રહેશે. બાળકો અને બાપ નો પણ પાર્ટ નહીં રહેશે. આ પણ જ્ઞાન ને પૂરું લઈ લે છે. એમની પાસે પણ કાંઈ રહેતું જ નથી. ન આપવા વાળા પાસે રહે, ન લેવા વાળા માં કમી (ઉણપ) રહે તો બંને એકબીજા નાં સમાન થઈ ગયાં. આમાં વિચાર સાગર મંથન કરવાની બુદ્ધિ જોઈએ. ખાસ પુરુષાર્થ છે યાદની યાત્રા નો. બાપ બેસીને સમજાવે છે. સંભળાવવામાં તો મોટી વાત થઈ જાય છે, બુદ્ધિમાં તો સૂક્ષ્મ છે ને. અંદર માં જાણે છે શિવબાબા નું રુપ શું છે. સમજાવવામાં મોટું રુપ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં મોટુ લિંગ બનાવી દે છે. આત્મા છે તો નાની ને. આ છે કુદરત. ક્યાં સુધી અંત પામશે? પછી પાછળ માં બેઅંત કહી દે છે. બાબાએ સમજાવ્યું છે પૂરો પાર્ટ આત્મા માં ભરેલો છે. આ કુદરત છે. અંત નથી પામી શકાતો. સૃષ્ટિ ચક્રનો અંત તો પામે છે. રચયિતા અને રચના નાં આદિ મધ્ય અંત ને તમે જ જાણો છો. બાબા નોલેજફુલ છે. પછી આપણે પણ ફુલ (ભરપુર) થઈ જઈશું. પામવા માટે કાંઈ રહેશે નહીં. બાપ આમાં પ્રવેશ કરી ભણાવે છે. એ છે બિંદી. આત્માનો કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી ખુશી થોડી થાય છે. મહેનત કરી બાપ ને યાદ કરવાનાં છે તો વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે મારામાં જ્ઞાન બંધ થઈ જશે તો તારામાં પણ બંધ થઈ જશે. નોલેજ લઇ ઊંચ બની જાય છે. બધું જ લઇ લે છે તો પણ બાપ તો બાપ છે ને. તમે આત્માઓ આત્મા જ રહેશો, બાપ થઈને તો નહીં રહેશો. આ તો જ્ઞાન છે. બાપ બાપ છે, બાળકો બાળકો છે. આ બધું વિચાર સાગર મંથન કરી ઊંડાણ માં જવાની વાતો છે. આ પણ જાણે છે જવાનું તો બધાએ છે. બધાં જ ચાલ્યાં જવાનાં છે. બાકી આત્મા જઈને રહેશે. આખી દુનિયા જ ખતમ થવાની છે. આમાં નિડર થઈ રહેવાનું હોય છે. પુરુષાર્થ કરવાનો છે નિડર થઈને રહેવાનો. શરીર વગેરે નું કોઈ પણ ભાન ન આવે. એ જ અવસ્થામાં જવાનું છે. બાપ આપસમાન બનાવે છે, આપ બાળકો પણ આપસમાન બનાવતાં રહો છો. એક બાપની જ યાદ રહે એવો પુરુષાર્થ કરવાનો છે. હજું ટાઈમ પડ્યો છે. આ રિહર્સલ તીવ્ર કરવી પડે. પ્રેક્ટિસ (અભ્યાસ) નહીં હશે તો ઉભા થઇ જશો. પગ થરથરવા લાગી જશે અને હાર્ટ ફેલ અચાનક થતાં રહેશે. તમોપ્રધાન શરીર ને હાર્ટ ફેલ થવામાં વાર થોડી લાગે છે. જેટલાં અશરીરી થતાં જશો, બાપ ને યાદ કરતાં રહેશો એટલાં નજીક આવતાં જશો. યોગ વાળા જ નિડર રહેશે. યોગ થી શક્તિ મળે છે, જ્ઞાન થી ધન મળે છે. બાળકોને જોઈએ શક્તિ. તો શક્તિ પામવા માટે બાપ ને યાદ કરતાં રહો. બાબા છે અવિનાશી સર્જન. તે ક્યારેય દર્દી બની ન શકે. હવે બાપ કહે છે તમે પોતાની અવિનાશી દવા કરતાં રહો. હું એવી સંજીવની બૂટી આપું છું જે ક્યારેય કોઈ બીમાર નહિં પડો. ફક્ત પતિત-પાવન બાપ ને યાદ કરતાં રહો તો પાવન બની જશો. દેવતાઓ સદૈવ નિરોગી પાવન છે ને. બાળકોને આ તો નિશ્ચય થઈ ગયો છે અમે કલ્પ કલ્પ વારસો લઈએ છીએ. ઈમ મેમોરીયલ (અત્યંત પ્રાચીન) સમયે બાપ આવ્યાં છે જેમ હમણાં આવ્યાં છે. બાબા જે શીખવાડે, સમજાવે છે એ જ રાજયોગ છે. તે ગીતા વગેરે બધું ભક્તિ માર્ગનું છે. આ જ્ઞાન માર્ગ બાપ જ બતાવે છે. બાપ જ આવીને નીચે થી ઉપર ઉઠાવે છે. જે પાક્કા નિશ્ચયબુદ્ધિ છે એ જ માળા નાં દાણા બને છે. બાળકો સમજે છે ભક્તિ કરતાં-કરતાં અમે નીચે ઉતરતાં આવ્યાં છીએ. હવે બાપ આવીને સાચી કમાણી કરાવે છે. લૌકિક બાપ આટલી કમાણી નથી કરાવતાં જેટલી પારલૌકિક બાપ કરાવે છે. અચ્છા બાળકોને ગુડ નાઈટ અને નમસ્તે.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતાં બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા પહેલવાન બની સામે આવશે, એનાથી ડરવાનું નથી. માયાજીત બનવાનું છે. કદમ-કદમ શ્રીમત પર ચાલીને પોતાનાં ઉપર પોતે જ કૃપા કરવાની છે.

2. બાપ ને પોતાનો સાચ્ચો-સાચ્ચો પોતામેલ બતાવવાનો છે. ટ્રસ્ટી થઇને રહેવાનું છે. ચાલતાં-ફરતાં યાદ નો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
પોતાનાં સ્વરુપ દ્વારા ભક્તો ને લાઈટ નાં ક્રાઉન નો સાક્ષાત્કાર કરાવવા વાળા ઇષ્ટ દેવ ભવ

જ્યાર થી તમે બાપનાં બાળક બન્યાં, પવિત્રતાની પ્રતિજ્ઞા કરી તો રિટર્ન (વળતર) માં લાઈટ (પ્રકાશ) નો તાજ પ્રાપ્ત થઈ ગયો. આ લાઈટનાં તાજ ની આગળ રત્નજડિત તાજ કાંઈ પણ નથી. જેટલું-જેટલું સંકલ્પ, બોલ અને કર્મ માં પ્યોરિટી (પવિત્રતા) ને ધારણ કરતાં જશો એટલો આ લાઈટ નો ક્રાઉન સ્પષ્ટ થતો જશે અને ઈષ્ટ દેવ નાં રુપમાં ભક્તો ની આગળ પ્રત્યક્ષ થતાં જશો.

સ્લોગન :-
સદા બાપદાદા ની છત્રછાયા ની અંદર રહો તો વિઘ્ન-વિનાશક બની જશો.