04-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
મોતી વીણવા વાળા હંસ છો , તમારી છે હંસ મંડળી , તમે લક્કી સિતારા છો , કારણ કે સ્વયં
જ્ઞાન સૂર્ય બાપ તમને સન્મુખ ભણાવી રહ્યાં છે”
પ્રશ્ન :-
બાપે બધાં બાળકોને કઈ રોશની આપી છે, જેનાથી પુરુષાર્થ તીવ્ર થઈ ગયો?
ઉત્તર :-
બાપે રોશની આપી, બાળકો હમણાં આ ડ્રામા નો અંત છે, તમારે નવી દુનિયામાં જવાનું છે.
એવું નથી જે મળ્યું હશે તે મળશે. પુરુષાર્થ છે ફર્સ્ટ. પવિત્ર બનીને બીજાઓને પવિત્ર
બનાવવાં, આ બહુજ મોટી સેવા છે. આ રોશની આવતાં જ તમારા બાળકો નો પુરુષાર્થ તીવ્ર થઈ
ગયો.
ગીત :-
તૂં પ્યાર કા
સાગર હૈ….
ઓમ શાંતિ!
બાળકો જાણે છે
કે પ્રેમ નાં સાગર, શાંતિ નાં સાગર, આનંદ નાં સાગર બેહદનાં બાપ સન્મુખ બેસી અમને
શિક્ષા આપી રહ્યાં છે. કેટલાં લક્કી સિતારા છે, જેમને સન્મુખ જ્ઞાન સૂર્ય બાપ ભણાવી
રહ્યાં છે. હવે જે બગલા મંડળી હતી, તે હંસ મંડળી બની ગઈ છે. મોતી વીણવા લાગી ગયાં
છે. આ ભાઈ-બહેન બધાં છે હંસ, એમને હંસ મંડળી પણ કહેવાય છે. કલ્પ પહેલા વાળા જ આ સમયે,
આ જન્મ માં એક-બીજા ને ઓળખે છે. રુહાની પારલૌકિક મા-બાપ અને ભાઈ બહેન પરસ્પર
એકબીજાને ઓળખે છે. યાદ છે કે ૫ હજાર વર્ષ પહેલાં પણ અમે પરસ્પર આ જ નામ રુપમાં મળ્યા
હતાં? આ તમે હમણાં કહી શકો છો, પછી ક્યારે પણ કોઈ જન્મ માં આવી રીતે કહી નહીં શકો.
જે પણ બ્રહ્માકુમાર કુમારીઓ બને છે, તે જ એકબીજા ને ઓળખશે. બાબા તમે પણ તે જ છો, અમે
તમારા બાળકો પણ તે જ છીએ, અમે ભાઈ-બહેન ફરીથી પોતાના બાપ થી વારસો લઈએ છીએ. હમણાં
બાપ અને બાળકો સન્મુખ બેઠા છે પછી આ નામ-રુપ વગેરે બધું બદલાઈ જશે. સતયુગ માં
લક્ષ્મી-નારાયણ એવું થોડી કહેશે કે અમે તે જ કલ્પ પહેલા વાળા લક્ષ્મી-નારાયણ છીએ
અથવા તો પ્રજા થોડી કહેશે કે આ તે જ કલ્પ પહેલાવાળા લક્ષ્મી-નારાયણ છે. ના. આ ફક્ત
આ સમયે તમે બાળકો જાણો છો. આ સમયે તમે ઘણું બધું જાણી જાઓ છો. પહેલા તો તમે કંઈ
જાણતાં નહોતાં. હું જ કલ્પ નાં સંગમયુગે આવીને પોતાનો પરિચય આપું છું. આ ફક્ત બેહદનાં
બાપ જ કહી શકે છે. નવી દુનિયાની સ્થાપના તો જૂની દુનિયાનો વિનાશ પણ જરુર થવો જોઈએ.
આ છે બંનેનો સંગમયુગ. આ બહુજ કલ્યાણકારી યુગ છે. સતયુગ ને કે કળયુગ ને કલ્યાણકારી
નહીં કહેવાશે. તમારું આ હમણાનું જીવન અમૂલ્ય ગવાયું છે. આજ જીવનમાં કોડી થી હીરા
જેવા બનવાનું છે. તમે બાળકો સાચા-સાચા ખુદાઈ ખિદમતગાર છો. ઈશ્વરીય સૈલવેશન આર્મી
છો. ઈશ્વર આવીને માયા થી તમને મુક્ત કરે છે. તમે જાણો છો કે અમને ઈનપર્ટીક્યુલર (ખાસ)
અને દુનિયાને ઈનજનરલ (આમ) માયા ની જંજીરો થી છોડાવે છે. આ પણ ડ્રામા માં નોંધ છે.
હમણાં મોટાઈ કોને આપીએ? જેની એક્ટિંગ સારી હોય છે, એનું જ નામ થાય છે. તો મોટાઈ પણ
પરમપિતા પરમાત્મા ને જ અપાય છે. હમણાં ધરતી પર પાપ આત્માઓનો ખુબજ બોજ છે. રાઈ નાં
દાણા ની જેમ કેટલાં અનેક મનુષ્ય છે. બાપ આવીને ભાર ઉતારે છે. ત્યાં તો કંઇક લાખ જ
હોય છે, તો શું ક્વાર્ટર પર્સન્ટ (તૃતિયાંશ) પણ નહીં થયાં. તો આ ડ્રામાને પણ સારી
રીતે સમજવાનો છે. પરમાત્મા ને સર્વ શક્તિમાન કહે છે. આ પણ એમનો ડ્રામામાં પાર્ટ છે.
બાપ કહે છે હું પણ ડ્રામા માં બંધાયેલો છું. યદા યદાહિ ધર્મસ્ય….લખેલું છે. હમણાં
તે જ ધર્મ ની ગ્લાનિ (નિંદા) પણ ભારતમાં બરોબર છે. મારી પણ ગ્લાનિ કરે છે, દેવતાઓની
પણ ગ્લાનિ કરે છે, તેથી બહુજ પાપ આત્મા બની જાય છે. આ પણ એમને બનવાનું જ છે. સતો,
રજો, તમો માં આવવાનું જ છે. તમે આ ડ્રામા ને સમજી ગયાં છો. બુદ્ધિમાં ચક્ર ફરતું રહે
છે. બાપે આવીને રોશની આપી છે. હમણાં આ ડ્રામા નો અંત છે. હવે તમે ફરી નવી દુનિયા
માટે પુરુષાર્થ કરો. એવું નથી જે મળવાનું હશે તે મળશે. ના. પુરુષાર્થ પહેલા. બધી
તાકાત પવિત્રતા માં છે. પવિત્રતા ની બલિહારી છે. દેવતાઓ પવિત્ર છે ત્યારે અપવિત્ર
મનુષ્ય એમની આગળ જઈ ને માથું નમાવે છે. સંન્યાસીઓને પણ માથું નમાવે છે. મર્યા પછી
એમની યાદગાર બનાવાય છે કારણ કે પવિત્ર બને છે. કોઈ-કોઈ શારીરિક કામ પણ ઘણું કરે છે.
હોસ્પિટલ ખોલે છે કે કોલેજ બનાવે છે તો એમનું પણ નામ નીકળે છે. સૌથી મોટું નામ એમનું
છે જે બધાને પવિત્ર બનાવે છે અને જે એમનાં મદદગાર બને છે. તમે પવિત્ર બનો છો, એ
એવર-પ્યોર (સદા પવિત્ર) સાથે યોગ લગાવવાથી. જેટલો તમે યોગ લગાવતાં જશો એટલા તમે
પવિત્ર બનતા જશો, પછી અંત મતિ સો ગતિ. બાપ પાસે ચાલ્યા જશો. તે લોકો યાત્રા પર જાય
છે તો એવું નથી સમજતા કે બાપની પાસે જવાનું છે. તો પણ પવિત્ર રહે છે. અહીં તો બાપ
બધાને પવિત્ર બનાવે છે. ડ્રામા ને પણ સમજવું કેટલું સહજ છે. બહુજ પોઇન્ટ સમજાવતા રહે
છે. પછી કહે છે કે ફક્ત બાપ અને વારસા ને યાદ કરો. મરતી વખતે બધાં ભગવાનની યાદ અપાવે
છે. અચ્છા ભગવાન શું કરશે? પછી કોઈ શરીર છોડે છે તો કહે છે કે સ્વર્ગવાસી થયાં. ગોયા
પરમાત્મા ની યાદ માં શરીર છોડવાથી વૈકુંઠમાં ચાલ્યા જશે. તે લોકો બાપને જાણતા નથી.
આ પણ કોઈની બુધ્ધિમાં નથી કે અમે બાપ ને યાદ કરવાથી વૈકુંઠમાં પહોંચી જઈશું. તે
ફક્ત કહે છે પરમાત્મા ને યાદ કરો. અંગ્રેજીમાં ગોડફાધર કહે છે. અહીં તમે કહો છો કે
પરમપિતા પરમાત્મા. તે લોકો કહે છે ગોડ પછી ફાધર કહેતાં. આપણે પહેલાં પરમપિતા પછી
પરમાત્મા કહેતાં. તે બધાનાં ફાધર છે. જો બધાં ફાધર હોય તો પછી ઓ ગોડ ફાધર કહી ન
શકાય. થોડી પણ વાત નથી સમજી શકતાં. બાપે તમને સહજ કરીને સમજાવ્યું છે. મનુષ્ય જ્યારે
દુઃખી થાય છે તો પરમાત્મા ને યાદ કરે છે. મનુષ્ય છે દેહ-અભિમાની અને યાદ કરે છે દેહી
(આત્મા) જો પરમાત્મા સર્વવ્યાપી છે તો પછી આત્મા (દેહી) કેમ યાદ કરે છે? જો આત્મા
નિર્લેપ છે પછી પણ દેહી અથવા આત્મા શું યાદ કરે છે? ભક્તિમાર્ગ માં આત્મા જ પરમાત્મા
ને યાદ કરે છે કારણ કે દુઃખી છે. જેટલું સુખ મળે છે એટલું યાદ કરવું પડે છે.
આ છે ભણતર, મુખ્ય
ઉદ્દેશ પણ સ્પષ્ટ છે. એમાં અંધશ્રદ્ધાની કોઈ વાત નથી. તમે બધાં ધર્મ વાળાને જાણો છો
- આ સમયે બધા મૌજૂદ (હાજર) છે. હમણાં પછી દેવી-દેવતા ધર્મની હિસ્ટ્રી-રીપીટ થવાની
છે. આ કોઈ નવી વાત નથી. કલ્પ-કલ્પ આપણે રાજ્ય લેતા રહીએ છીએ. જેવી રીતે તે હદ નો
ખેલ રીપીટ થાય છે તેવી રીતે આ બેહદનો ખેલ છે. અડધા કલ્પ નો આપણો દુશ્મન કોણ? રાવણ.
આપણે કોઈ લડાઈ કરી રાજ્ય નથી લેતાં. ન કોઈ હિંસક લડાઈ લડીએ છીએ, ન કોઈ જીત મેળવવા
માટે લશ્કર લઈને લડીએ છીએ. આ હાર જીત નો ખેલ છે. પરંતુ હાર પણ સૂક્ષ્મ તો જીત પણ
સૂક્ષ્મ. માયા થી હારે હાર છે, માયા થી જીતે જીત છે. મનુષ્યોએ માયાની બદલે મન શબ્દ
નાખી દીધું છે તો ઊલટું થઈ ગયું છે. આ ડ્રામા નો ખેલ પણ પહેલાથી જ બનેલો છે. બાપ
પોતે બેસી પરિચય આપે છે. રચયિતા ને બીજા કોઈ મનુષ્ય જાણતા જ નથી, તો પરિચય કેવી રીતે
આપી શકે. રચયિતા છે એક બાપ, બાકી આપણે છીએ રચના. તો જરૂર આપણને રાજ્ય-ભાગ્ય મળવું
જોઈએ. મનુષ્ય તો કહી દેતા પરમાત્મા સર્વવ્યાપી છે તો બધાં રચતા થઈ ગયાં. રચના ને
ઉડાવી દીધી છે, કેટલાં પથ્થરબુદ્ધિ, દુઃખી થઈ ગયાં છે. ફક્ત પોતાની મહિમા કરે છે કે
અમે વૈષ્ણવ છીએ, ગોયા આપણે અડધા દેવતા છીએ. સમજે છે કે દેવતાઓ વૈષ્ણવ હતાં. વાસ્તવમાં
વેજીટેરિયન (શાકાહારી) નો મુખ્ય અર્થ છે અહિંસા પરમોધર્મ. દેવતાઓને પાક્કા વૈષ્ણવ
કહેવાય છે. એવાં તો પોતાને વૈષ્ણવ કહેવડાવવા વાળા ઘણાં છે. પરંતુ લક્ષ્મી-નારાયણ
નાં રાજ્ય માં વૈષ્ણવ સંપ્રદાય પવિત્ર પણ હતાં. હમણાં એ વૈષ્ણવ સંપ્રદાય નું રાજ્ય
ક્યાં છે? હમણાં તમે બ્રાહ્મણ બન્યાં છો, તમે બ્રહ્માકુમાર કુમારીઓ છો તો જરુર
બ્રહ્મા પણ હશે, ત્યારે તો નામ રખાયું છે કે શિવવંશી પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન.
ગવાય પણ છે કે શિવબાબા આવ્યાં હતાં, એમણે બ્રાહ્મણ સંપ્રદાય રચ્યો, જે બ્રાહ્મણ પછી
દેવતા બન્યાં. હમણાં તમે શૂદ્ર થી બ્રાહ્મણ બનો છો ત્યારે તો બ્રહ્માકુમાર કુમારી
કહેવાઓ છો વિરાટ રુપ નાં ચિત્ર પર પણ સમજાવવું સારું છે. વિષ્ણુનું જ વિરાટ રુપ
દેખાડ્યું છે. વિષ્ણુ અને એમની રાજધાની (સંતાન) જ વિરાટ ચક્ર માં આવે છે. આ બધાં
બાબા નાં વિચારો ચાલે છે. તમે પણ વિચાર સાગર મંથન ની પ્રેક્ટિસ કરશો તો રાત્રે ઊંઘ
નહીં આવે આજ ચિંતન ચાલતું રહેશે. સવારનાં ઉઠી ધંધા વગેરેમાં લાગી જશો. કહે છે કે
સવારનો સાંઈ….તમે પણ કોઈને બેસી સમજાવશો તો કહેશે-ઓહો! આ તો અમને મનુષ્ય થી દેવતા,
બેગર થી પ્રિન્સ બનાવવા આવ્યાં છે. પહેલા અલૌકિક સેવા કરવી જોઈએ, સ્થૂળ સેવા પછી.
શોખ જોઈએ. ખાસ માતાઓ બહુજ સારી રીતે સેવા કરી શકે છે. માતાઓને કોઈ ધિક્કારશે નહીં.
શાક વાળા, અનાજ વાળા, નોકર વગેરે બધાને સમજાવે છે. કોઈ રહી ન જાય કે પછી ઉલ્હના આપે.
સેવામાં દિલની સચ્ચાઈ જોઈએ. બાપ થી પૂરો યોગ જોઈએ ત્યારે ધારણા થઈ શકે. વક્ખર (સામગ્રી)
ભરીને પછી પોર્ટ પર સ્ટીમર ડિલિવરી કરવાં જાય. એમને પછી ઘરમાં ચૈન નહીં પડે, ભાગતા
રહેશે. આ ચિત્ર પણ બહુજ મદદ આપે છે. કેટલું સ્પષ્ટ છે - શિવબાબા બ્રહ્મા દ્વારા
વિષ્ણુપુરી ની સ્થાપના કરાવી રહ્યાં છે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ, કૃષ્ણ જ્ઞાન યજ્ઞ
નહીં. આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્જવલિત થાય છે. શ્રીકૃષ્ણ તો યજ્ઞ રચી
નથી શકતાં. તે ૮૪ જન્મ લેશે તો નામ રુપ બદલાઈ જશે બીજા કોઈ રુપમાં શ્રીકૃષ્ણ હોઈ ન
શકે. શ્રીકૃષ્ણનો પાર્ટ તો જ્યારે એ જ રુપમાં આવે ત્યારે જ રીપીટ કરે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચા-સાચાં
ખુદાઈ ખિદમતગાર અથવા ઈશ્વરીય સેલવેશન આર્મી બની બધાને માયા થી મુક્ત કરવાનાં છે. આ
જીવનમાં કોડી થી હીરા જેવા બનવું અને બનાવવાનાં છે.
2. જેવી રીતે બાબા
વિચાર સાગર મંથન કરે છે, એવી રીતે જ્ઞાનનું વિચાર સાગર મંથન કરવાનું છે. કલ્યાણકારી
બની અલૌકિક સેવામાં તત્પર રહેવાનું છે. દિલ ની સચ્ચાઈ થી સેવા કરવાની છે.
વરદાન :-
નાની - નાની
અવજ્ઞા નાં બોજ ને સમાપ્ત કરી સદા સમર્થ રહેવાવાળા શ્રેષ્ઠ ચરિત્રવાન ભવ
૧) જેવી રીતે અમૃતવેલા
ઊઠવાની આજ્ઞા છે તો ઊઠીને બેસી જાય છે પરંતુ વિધિ થી સિદ્ધિ ને પ્રાપ્ત નથી કરતાં,
સ્વીટ સાઈલેન્સ (શાંતિધામ) ની સાથે નિદ્રા નું સાઇલેન્સ મિક્સ થઈ જાય છે. ૨) બાપની
આજ્ઞા છે કોઈપણ આત્માને ન દુઃખ આપો, ન દુઃખ લો, એમાં દુઃખ દેતા નથી પરંતુ લઈ લો છો.
(૩) ક્રોધ નથી કરતા પરંતુ રુઆબ માં આવી જાઓ છો, એવી નાની-નાની અવજ્ઞાઓ મન ને ભારી
કરી દે છે. હવે આને સમાપ્ત કરી આજ્ઞાકારી ચરિત્ર નું ચિત્ર બનાવો ત્યારે કહેવાશો સદા
સમર્થ ચરિત્રવાન આત્મા.
સ્લોગન :-
સન્માન
માંગવાનાં બદલે બધાને સન્માન આપો તો બધાનું સન્માન મળતું રહેશે.