04-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - આ
કયામત નો સમય છે , રાવણે બધાને કબ્રદાખિલ કરી દીધાં છે , બાપ આવ્યાં છે અમૃત વર્ષા
કરી સાથે લઈ જવાં ”
પ્રશ્ન :-
શિવબાબા ને
ભોળા ભંડારી પણ કહેવાય છે - કેમ?
ઉત્તર :-
કારણકે શિવ ભોળાનાથ જ્યારે આવે છે તો ગણિકાઓ, અહિલ્યાઓ, કુબ્જાઓનું પણ કલ્યાણ કરી
એમને વિશ્વનાં માલિક બનાવી દે છે. આવે પણ જુઓ પતિત દુનિયા અને પતિત શરીર માં છે તો
ભોળા થયાં ને. ભોળા બાપ નું ડાયરેક્શન (માર્ગદર્શન) છે - મીઠા બાળકો, હવે અમૃત પીવો,
વિકારો રુપી વિષ ને છોડી દો.
ગીત :-
દૂર દેશ કા
રહને વાલા …
ઓમ શાંતિ!
રુહાની બાળકોએ
ગીત સાંભળ્યું અર્થાત્ રુહોએ આ શરીરનાં કાન કર્મેન્દ્રિય દ્વારા ગીત સાંભળ્યું. દૂર
દેશનાં મુસાફિર આવે છે, તમે પણ મુસાફિર છો ને. જે પણ મનુષ્ય આત્માઓ છે તે બધાં
મુસાફિર છે. આત્માઓનું કોઈ પણ ઘર નથી. આત્મા છે નિરાકાર. નિરાકારી દુનિયામાં રહેવા
વાળી નિરાકારી આત્માઓ છે. એને કહેવાય છે નિરાકારી આત્માઓનું ઘર, દેશ અથવા લોક, આને
જીવ આત્માઓનો દેશ કહેવાય છે. તે છે આત્માઓનો દેશ પછી આત્માઓ અહીંયા આવીને શરીર માં
જ્યારે પ્રવેશ કરે છે તો નિરાકાર થી સાકાર બની જાય છે. એવું નથી કે આત્માનું કોઈ
રુપ નથી. રુપ પણ જરુર છે, નામ પણ છે. આટલી નાની આત્મા કેટલો પાર્ટ ભજવે છે આ શરીર
દ્વારા. દરેક આત્મામાં પાર્ટ ભજવવાનો કેટલો રેકોર્ડ ભરેલો છે. રેકોર્ડ એક વખત ભરાય
છે પછી કેટલી વખત પણ રીપીટ કરો, એ જ ચાલશે. તેમ આત્મા પણ આ શરીર નાં અંદર રેકોર્ડ
છે, જેમાં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. જેમ બાપ નિરાકાર છે, તેમ આત્મા પણ નિરાકાર
છે, ક્યાંક-ક્યાંક શાસ્ત્રો માં લખી દીધું છે તે નામ-રુપ થી ન્યારા છે, પરંતુ નામ
રુપ થી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. આકાશ પણ પોલાર છે. નામ તો છે ને “આકાશ”. વગર નામ
કોઈ વસ્તુ હોતી નથી. મનુષ્ય કહે છે પરમપિતા પરમાત્મા. હવે દૂર દેશ માં તો બધી
આત્માઓ રહે છે. આ સાકાર દેશ છે, આમાં પણ બે નું રાજ્ય ચાલે છે - રામરાજ્ય અને
રાવણરાજ્ય. અડધોકલ્પ છે રામરાજ્ય, અડધોકલ્પ છે રાવણરાજ્ય. બાપ ક્યારેય બાળકોનાં માટે
દુઃખનું રાજ્ય થોડી બનાવશે. કહે છે ઈશ્વર જ દુઃખ-સુખ આપે છે. બાપ સમજાવે છે હું
ક્યારે બાળકો ને દુઃખ નથી આપતો. મારું નામ જ છે દુઃખહર્તા સુખકર્તા. આ મનુષ્યો ની
ભૂલ છે. ઈશ્વર ક્યારેય દુઃખ નહીં આપશે. આ સમયે છે જ દુઃખધામ. અડધોકલ્પ રાવણ રાજ્ય
માં દુઃખ જ દુઃખ મળે છે. સુખ ની રત્તી નથી. સુખધામ માં પછી દુઃખ હોતું જ નથી. બાપ
સ્વર્ગની રચના રચે છે. હમણાં તમે છો સંગમ પર. આને નવી દુનિયા તો કોઈ પણ કહેશે નહીં.
નવી દુનિયા નું નામ જ છે સતયુગ. એ જ પછી જૂની થાય છે, તો તેને કળયુગ કહેવાય છે. નવી
વસ્તુ સારી અને જૂની વસ્તુ ખરાબ દેખાય છે તો જૂની વસ્તુ ને ખલાસ કરાય છે. મનુષ્ય
વિષ ને જ સુખ સમજે છે. ગવાય પણ છે - અમૃત છોડી વિષ શું કરવા ખાઈએ. પછી કહે તમારા
બહાને સર્વ નું ભલું. આપ જે આવીને કરશો એનાથી ભલું જ થશે. નહીં તો રાવણ રાજ્ય માં
મનુષ્ય ખોટું કામ જ કરશે. આ તો હમણાં બાળકો ને ખબર પડી છે કે ગુરુનાનક ને ૫૦૦ વર્ષ
થયાં, પછી ક્યારે આવશે? તો કહેશે એમની આત્મા તો જ્યોતિ જ્યોત સમાઈ ગઈ. આવશે પછી કેવી
રીતે. તમે કહેશો આજ થી ૪૫૦૦ વર્ષ બાદ ફરી ગુરુનાનક આવશે. તમારી બુદ્ધિમાં આખા
વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી ચક્ર લગાવતી રહે છે. આ સમયે બધાં તમોપ્રધાન છે, આને
કયામત નો સમય કહેવાય છે. બધાં મનુષ્ય જેમ કે મરેલાં છે. બધાની જ્યોતિ બુઝાયેલી છે.
બાપ આવે છે બધાને જગાડવાં. બાળકો જે કામ ચિતા પર બેસી ભસ્મ થઈ ગયાં છે, એમને અમૃત
વર્ષા થી જગાવી સાથે લઈ જશે. માયા રાવણે કામ ચિતા પર બેસાડી કબ્રદાખિલ કરી દીધાં
છે. બધાં સૂઈ ગયાં છે. હવે બાપ જ્ઞાન અમૃત પીવડાવે છે. હવે જ્ઞાન અમૃત ક્યાં અને તે
પાણી ક્યાં. સિક્ખ લોકો નો મોટો દિવસ હોય છે તો ખુબ ધૂમધામ થી તળાવ ને સાફ કરે છે,
માટી કાઢે છે એટલે નામ જ રાખ્યું છે - અમૃતસર. અમૃતનું તળાવ. ગુરુનાનકે પણ બાપની
મહિમા કરી છે. પોતે કહેતા એક ઓનકાર, સત નામ… એ સદૈવ સાચું બોલવા વાળા છે.
સત્યનારાયણ ની કથા છે ને. મનુષ્ય ભક્તિમાર્ગ માં કેટલીક કથાઓ સાંભળતાં આવ્યાં છે.
અમરકથા, તિજરી ની કથા… કહે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. તે તો સૂક્ષ્મવતન માં
રહેવાવાળા, ત્યાં પછી કથા કંઈ સંભળાવી? આ બધી વાતો બાપ બેસી સમજાવે છે કે હકીકતમાં
તમને અમરકથા સંભળાવી અમરલોક માં લઈ જવા હું આવ્યો છું. મૃત્યુલોક થી અમરલોક માં લઇ
જાઉં છું. બાકી સૂક્ષ્મવતન માં પાર્વતીએ શું દોષ કર્યો જે અમને અમરકથા સંભળાવશે.
શાસ્ત્રો માં તો અનેક કથાઓ લખી દીધી છે. સત્યનારાયણ ની સાચી કથા તો છે નહીં. તમે
કેટલી સત્યનારાયણની કથા ઓ સાંભળી હશે. પછી સત્ય નારાયણ કોઈ બને છે શું? વધારે જ પડતાં
જાય છે. હમણાં તમે સમજો છો અમે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનીએ છીએ. આ છે
અમરલોક માં જવા માટે સાચી સત્ય નારાયણ ની કથા, તિજરી ની કથા. આપ આત્માઓને જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળ્યું છે. બાપ સમજાવે છે તમે જ ગુલ-ગુલ પૂજ્ય હતાં પછી ૮૪ જન્મો નાં
પછી તમે જ પૂજારી બન્યા છો એટલે ગવાયું છે - પોતે જ પૂજ્ય, પોતે જ પુજારી. બાપ કહે
છે - હું તો સદૈવ પૂજ્ય છું. તમને આવીને પૂજારી થી પૂજ્ય બનાવું છું. આ છે પતિત
દુનિયા. સતયુગ માં પૂજ્ય પાવન મનુષ્ય, આ સમયે છે પૂજારી પતિત મનુષ્ય. સાધુ-સંત ગાતાં
રહે છે પતિત-પાવન સીતા રામ. આ અક્ષર છે રાઈટ…. બધી સીતાઓ બ્રાઈડ્સ (સજનીઓ) છે. કહે
છે હેં રામ આવીને અમને પાવન બનાવો. બધી ભક્તિઓ પોકારે છે, આત્મા પોકારે છે - હેં
રામ. ગાંધીજી પણ ગીતા સંભળાવી ને પૂરી કરતાં હતાં તો કહેતાં હતાં - હેં પતિત પાવન
સીતારામ. હમણાં તમે જાણો છો ગીતા કોઈ કૃષ્ણએ નથી સંભળાવી. બાબા કહે છે - ઓપિનીઅન (અભિપ્રાય)
લેતાં રહો કે ઈશ્વર સર્વવ્યાપી નથી. ગીતા નાં ભગવાન શિવ છે, ન કે કૃષ્ણ. પહેલાં તો
પૂછો ગીતા નાં ભગવાન કોને કહેવાય છે. ભગવાન નિરાકાર ને કહેશો કે સાકાર ને? કૃષ્ણ તો
છે સાકાર. શિવ છે નિરાકાર. એ ફક્ત આ તન ની લોન (ઉધાર) લે છે. બાકી માતાનાં ગર્ભ થી
જન્મ નથી લેતાં. શિવ ને શરીર છે નહીં. અહીંયા આ મનુષ્ય લોક માં સ્થૂળ શરીર છે. બાપ
આવીને સાચી સત્ય નારાયણની કથા સંભળાવે છે. બાપ ની મહિમા છે પતિત-પાવન, સર્વ નાં
સદ્દગતિ દાતા, સર્વ નાં લિબરેટર (મુક્તિદાતા), દુઃખહર્તા સુખકર્તા. અચ્છા, સુખ ક્યાં
હોય છે? અહીંયા નથી હોઈ શકતું. સુખ મળશે બીજા જન્મમાં, જ્યારે જૂની દુનિયા ખતમ થઈ
અને સ્વર્ગની સ્થાપના થઈ જશે. અચ્છા, લિબરેટ કોનાથી કરે છે? રાવણ નાં દુઃખ થી. આ તો
દુઃખધામ છે ને. અચ્છા પછી ગાઈડ (માર્ગદર્શક) પણ બને છે. આ શરીર તો અહીંયા ખતમ થઇ
જાય છે. બાકી આત્માઓને લઈ જાય છે. પહેલાં સાજન પછી સજની જાય છે. તે છે અવિનાશી સલોના
સાજન. બધાને દુઃખથી છોડાવી પવિત્ર બનાવી ઘરે લઈ જાય છે. લગ્ન કરી જ્યારે આવે છે તો
પહેલા હોય છે ઘોટ (પતિ). પાછળ માં બ્રાઈડ (પત્ની) રહે છે પછી બારાત (જાન) હોય છે.
હવે તમારી માળા પણ એવી છે. ઉપર માં શિવબાબા ફૂલ, એમને નમસ્કાર કરશે. પછી યુગલ દાણો
બ્રહ્મા-સરસ્વતી. પછી છો તમે, જે બાબાનાં મદદગાર બનો છો. ફૂલ શિવબાબાની યાદ થી જ
સૂર્યવંશી, વિષ્ણુની માળા બન્યાં છો. બ્રહ્મા-સરસ્વતી સો લક્ષ્મી-નારાયણ બને છે.
લક્ષ્મી-નારાયણ સો બ્રહ્મા-સરસ્વતી બને છે. આમણે મહેનત કરી છે ત્યારે પૂજાય છે.
કોઈને ખબર નથી માળા શું વસ્તુ છે. એમ જ માળા ફેરવતાં રહે છે. ૧૬૧૦૮ ની પણ માળા હોય
છે. મોટા-મોટા મંદિરોમાં રાખેલી હોય છે પછી કોઈ ક્યાંથી, કોઈ ક્યાંથી ખેંચશે. બાબા
બોમ્બે માં લક્ષ્મી-નારાયણ નાં મંદિરમાં જતાં હતાં, માળા જઈને ફેરવતાં હતાં,
રામ-રામ જપતાં હતાં કારણ કે ફૂલ એક જ બાપ છે ને. ફૂલ ને જ રામ-રામ કહે છે. પછી આખી
માળા પર માથું ટેકવે છે. જ્ઞાન કંઈ પણ નથી. પાદરી પણ હાથમાં માળા ફેરવતાં રહે છે.
પૂછો કોની માળા ફેરવો છો? એમને તો ખબર નથી. કહી દેશે ક્રાઈસ્ટ ની યાદમાં ફેરવીએ છીએ.
એમને આ ખબર નથી કે ક્રાઈસ્ટ ની આત્મા ક્યાં છે. તમે જાણો છો ક્રાઈસ્ટ ની આત્મા હમણાં
તમોપ્રધાન છે. તમે પણ તમોપ્રધાન બેગર હતાં. હવે બેગર ટુ પ્રિન્સ (કંગાળ થી રાજકુમાર)
બનો છો. ભારત પ્રિન્સ (ધનવાન) હતો, હમણાં બેગર છે પછી પ્રિન્સ બને છે. બનાવવા વાળા
છે બાપ. તમે મનુષ્ય થી પ્રિન્સ બનો છો. એક પ્રિન્સ કોલેજ પણ હતી, જ્યાં
પ્રિન્સ-પ્રિન્સેઝ જઈને ભણતાં હતાં.
તમે અહીંયા ભણીને ૨૧ જન્મ માટે સ્વર્ગ માં પ્રિન્સ-પ્રિન્સેઝ બનો છો. આ શ્રીકૃષ્ણ
પ્રિન્સ છે ને. તેમનાં ૮૪ જન્મો ની કથા લખેલી છે. મનુષ્ય શું જાણે. આ વાતો ફક્ત તમે
જાણો છો. “ભગવાનુવાચ” તે બધાનાં ફાધર (પિતા) છે. તમે ગોડફાધર થી સાંભળો છો, જે
સ્વર્ગની સ્થાપના કરે છે. તેને કહેવાય જ છે સચખંડ. આ છે જૂઠ ખંડ. સચખંડ તો બાપ
સ્થાપન કરશે. જુઠખંડ રાવણ સ્થાપન કરે છે. રાવણ નું રુપ બનાવે છે, અર્થ કંઈ નથી સમજતાં,
કોઈને પણ ખબર નથી કે છેવટે રાવણ છે કોણ, જેને મારે છે પછી જીવતો થઈ જાય છે. હકીકતમાં
૫ વિકાર સ્ત્રી નાં, ૫ વિકાર પુરુષ નાં….. આને કહેવાય છે રાવણ. એને મારે છે. રાવણ
ને મારી ને પછી સોનું લૂટે છે.
આપ બાળકો જાણો છો - આ છે કાંટોઓનું જંગલ. બોમ્બે માં બબુલનાથ નું પણ મંદિર છે. બાપ
આવીને કાંટાઓને ફૂલ બનાવે છે. બધાં એક-બીજા ને કાંટા લગાડે છે અર્થાત્ કામ કટારી
ચલાવતા રહે છે, એટલે આને કાંટાઓનું જંગલ કહેવાય છે. સતયુગ ને ગાર્ડન ઓફ અલ્લાહ
કહેવાય છે, એ જ ફ્લાવર્સ (ફૂલ) કાંટા બને છે પછી કાંટા થી ફૂલ બને છે. હમણાં તમે ૫
વિકારો પર જીત પામો છો. આ રાવણ રાજ્ય નો વિનાશ તો થવાનો જ છે. છેલ્લે મોટી લડાઈ પણ
થશે. સાચો-સાચો દશેરા પણ થવાનો છે.રાવણ રાજ્ય જ ખલાસ થઈ જશે પછી તમે લંકા લૂટશો.
તમને સોનાનાં મહેલ મળી જશે. હમણાં તમે રાવણ પર જીત પ્રાપ્ત કરી સ્વર્ગ નાં માલિક બનો
છો. બાબા આખાં વિશ્વનું રાજ્ય-ભાગ્ય આપે છે એટલે એમને શિવ ભોળા ભંડારી કહે છે.
ગણિકાઓ, અહલ્યાઓ, કુબ્જાઓ… બધાને બાપ વિશ્વનાં માલિક બનાવે છે. કેટલાં ભોળા છે. આવે
પણ છે પતિત દુનિયા, પતિત શરીર માં. બાકી જે સ્વર્ગ નાં લાયક નથી, તે વિષ પીવાનું
છોડતાં જ નથી. બાપ કહે છે - બાળકો, હમણાં આ અંતિમ જન્મ પાવન બનો. આ વિકાર તમને
આદિ-મધ્ય-અંત દુ:ખી બનાવે છે. શું તમે આ એક જન્મ માટે વિષ પીવાનું છોડી નથી શકતાં?
હું તમને અમૃત પીવડાવીને અમર બનાવું છું છતાં પણ તમે પવિત્ર નથી બનતાં. વિષ વગર,
સિગારેટ, દારુ વગર રહી નથી શકતાં. હું બેહદ નો બાપ તમને કહું છું - બાળકો, આ એક
જન્મ માટે પાવન બનો તો તમને સ્વર્ગનાં માલિક બનાવીશ. જૂની દુનિયા નો વિનાશ અને નવી
દુનિયાની સ્થાપના કરવી - આ બાપ નું જ કામ છે. બાપ આવેલા છે આખી દુનિયાને દુ:ખ થી
લિબરેટ કરી સુખધામ-શાંતિધામ માં લઈ જવાં. હમણાં બધાં ધર્મ વિનાશ થઇ જશે. એક આદિ
સનાતન દેવી-દેવતા ધર્મની ફરીથી સ્થાપના થાય છે. ગ્રંથ માં પણ પરમપિતા પરમાત્મા ને
અકાળમૂર્ત કહે છે. બાપ છે મહાકાળ, કાળો નાં કાળ. તે કાળ તો એક-બે ને લઈ જશે. હું તો
બધી આત્માઓ ને લઈ જઈશ એટલે મહાકાળ કહે છે. બાપ આવીને આપ બાળકોને કેટલાં સમજદાર બનાવે
છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ અંતિમ
જન્મમાં વિષ ને ત્યાગી અમૃત પીવાનું અને પીવડાવવાનું છે. પાવન બનવાનું છે. કાંટાઓ
ને ફૂલ બનાવવાની સેવા કરવાની છે.
2. વિષ્ણુનાં ગળાની માળા નો દાણો બનવાનાં માટે બાપ ની યાદ માં રહેવાનું છે,
પૂરે-પૂરા મદદગાર બની બાપ સમાન દુઃખ હર્તા બનવાનું છે.
વરદાન :-
ડ્રામા ની ઢાલ
ને સામે રાખી ખુશી ની ખોરાક ખાવા વાળા સદા શક્તિશાળી ભવ
ખુશી રુપી ભોજન
આત્માને શક્તિશાળી બનાવી દે છે, કહે પણ છે - ખુશી જેવો ખોરાક નહીં. આનાં માટે ડ્રામા
ની ઢાલ ને સારી રીતે કાર્યમાં લગાવો. જો સદા ડ્રામાની સ્મૃતિ રહે તો ક્યારેય પણ
મૂરઝાઈ નથી શકતાં, ખુશી ગાયબ થઇ નથી શકતી કારણ કે આ ડ્રામા કલ્યાણકારી છે એટલે
અકલ્યાણકારી દૃશ્ય માં પણ કલ્યાણ સમાયેલું છે, એવું સમજી સદા ખુશ રહેશે.
સ્લોગન :-
પરચિંતન અને
પરદર્શન ની ધૂળ થી દૂર રહેવા વાળા જ સાચાં અમૂલ્ય હીરા છે.