04-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - ગૃહસ્થ વ્યવહાર માં રહેતા પારલૌકિક બાપ પાસેથી પૂરો વારસો લેવો છે , તો પોતાનું સર્વસ્વ એક્સચેન્જ કરી દો , આ ખૂબ મોટો વેપાર છે”

પ્રશ્ન :-
ડ્રામા નું જ્ઞાન કઈ વાત માં આપ બાળકોને ખૂબ મદદ કરે છે?

ઉત્તર :-
જ્યારે શરીર ની કોઈ બીમારી આવે છે તો ડ્રામા નું જ્ઞાન ખૂબ મદદ કરે છે કારણ કે તમે જાણો છો આ ડ્રામા હૂબહૂ રિપીટ થાય છે. એમાં રડવા-પીટવાની કોઈ વાત નથી. કર્મો નાં હિસાબ-કિતાબ ચૂક્તુ થવાનાં છે. ૨૧ જન્મો નાં સુખની ભેટ (તુલના) માં આ દુઃખ કાંઈ પણ લાગતું નથી. જ્ઞાન પૂરું નથી તો તડપે છે.

ઓમ શાંતિ!
ભગવાનુવાચ. ભગવાન એમને કહેવાય છે જેમને પોતાનું શરીર નથી. એવું નથી કે ભગવાન નું નામ, રુપ, દેશ, કાળ નથી. ના, ભગવાન ને શરીર નથી. બાકી સર્વ આત્માઓને પોત-પોતાનું શરીર છે. હવે બાપ કહે છે મીઠાં-મીઠાં રુહાની બાળકો, પોતાને આત્મા સમજીને બેસો. આમ પણ આત્મા જ સાંભળે છે, પાર્ટ ભજવે છે, શરીર દ્વારા કર્મ કરે છે. સંસ્કાર આત્મા લઈ જાય છે. સારા-ખરાબ કર્મો નું ફળ પણ આત્મા જ ભોગવે છે, શરીર ની સાથે. શરીર વગર તો કોઈ ભોગના ભોગવી નથી શકતાં એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજીને બેસો. બાબા આપણને સંભળાવે છે. આપણે આત્મા સાંભળી રહ્યા છીએ આ શરીર દ્વારા. ભગવાનુવાચ મનમનાભવ. દેહ સહિત દેહનાં બધાં ધર્મો ને ત્યાગી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ એક જ બાપ કહે છે, જે ગીતા નાં ભગવાન છે. ભગવાન એટલે જ જન્મ-મરણ રહિત. બાપ સમજાવે છે - મારો જન્મ અલૌકિક છે. બીજા કોઈ આવી રીતે જન્મ નથી લેતા, જેવી રીતે હું આમનામાં પ્રવેશ કરું છું. આ તો સારી રીતે યાદ કરવું જોઈએ. એવું નથી, બધું ભગવાન કરે છે, પૂજ્ય-પુજારી, ઠીક્કર-ભિત્તર પરમાત્મા છે. ૨૪ અવતાર, કચ્છ-મચ્છ અવતાર, પરશુરામ અવતાર દેખાડે છે. હવે સમજ માં આવે છે કે શું ભગવાન પરશુરામ અવતાર લેશે અને કુહાડી લઈને હિંસા કરશે? આ ખોટું છે. જેવી રીતે પરમાત્મા ને સર્વવ્યાપી કહી દીધાં છે, એવી રીતે કલ્પ ની આયુ લાખો વર્ષ લખી દીધી છે, આને કહેવાય છે ઘોર અંધકાર અર્થાત્ જ્ઞાન નથી. જ્ઞાન થી થાય છે પ્રકાશ. હવે અજ્ઞાન નો ઘોર અંધકાર છે. હમણાં આપ બાળકો ઘોર સોજરા (પ્રકાશ) માં છો. તમે બધાને સારી રીતે જાણો છો. જે નથી જાણતા તે પૂજા વગેરે કરતા રહે છે. તમે બધાને જાણી ગયા છો એટલે તમારે પૂજા કરવાની જરુર નથી. તમે હવે પૂજારીપણા થી મુક્ત થયાં. પૂજ્ય દેવી-દેવતા બનવા માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે જ પૂજ્ય દેવી-દેવતા હતા પછી પુજારી મનુષ્ય બન્યા છો. મનુષ્ય માં છે આસુરી ગુણ એટલે ગાયન છે-મનુષ્ય ને દેવતા બનાવ્યાં. મનુષ્ય કો દેવતા કિયે કરત ન લાગી વાર… એક સેકન્ડ માં દેવતા બનાવી દે છે. બાપ ને ઓળખ્યા અને શિવબાબા કહેવા લાગ્યાં. બાબા કહેવાથી દિલ માં આવે છે કે આપણે વિશ્વનાં, સ્વર્ગનાં માલિક બનીએ છીએ. આ છે બેહદનાં બાપ. હમણાં તમે ઝટથી આવીને પારલૌકિક બાપનાં બન્યા છો. બાપ પછી કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતા હવે પારલૌકિક બાપ પાસેથી વારસો લઈ લો. લૌકિક વારસો તો તમે લેતા આવ્યા છો, હવે લૌકિક વારસા ને પારલૌકિક વારસા ની સાથે એક્સચેન્જ કરો. કેટલો સારો વેપાર છે! લૌકિક વારસો શું હશે? આ છે બેહદનો વારસો, તે પણ ગરીબ ઝટ લઈ લે છે. ગરીબો ને એડોપ્ટ કરે છે. બાપ પણ ગરીબ નિવાઝ છે ને? ગાયન છે હું ગરીબ નિવાઝ છું. ભારત સૌથી ગરીબ છે. હું આવું પણ ભારત માં છું, એમને આવીને સાહૂકાર બનાવું છું. ભારતની મહિમા ખૂબ ભારી છે. આ સૌથી મોટું તીર્થ છે. પરંતુ કલ્પની આયુ લાંબી કરી દેવાથી બિલકુલ ભૂલી ગયા છે. સમજે છે ભારત ખૂબ સાહૂકાર હતું, હવે ગરીબ બન્યું છે. પહેલાં અનાજ વગેરે બધું અહીંથી વિદેશ માં જતું હતું. હમણાં સમજે છે ભારત ખૂબ ગરીબ છે એટલે મદદ આપે છે. એવું થાય છે - જ્યારે કોઈ મોટી આસામી ફેલ થઈ જાય છે તો પરસ્પર ફેંસલો કરી એમને મદદ આપે છે. આ ભારત છે સૌથી પ્રાચીન. ભારત જ હેવન હતું. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. ફક્ત સમય લાંબો કરી દીધો છે એટલે મૂંઝાય છે. ભારત ને મદદ પણ કેટલી આપે છે. બાપે પણ ભારત માં જ આવવાનું છે.

તમે બાળકો જાણો છો કે આપણે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ. લૌકિક બાપ નો વારસો એક્સચેન્જ કરીએ છીએ પારલૌકિક સાથે. જેવી રીતે આમણે (બ્રહ્માએ) કર્યો. જુઓ, પારલૌકિક બાપ પાસેથી તો તાજ-તખ્ત મળે છે - ક્યાં તે બાદશાહી, ક્યાં આ ગધાઈ? કહેવાય પણ છે ફોલો ફાધર. ભૂખે મરવાની તો વાત જ નથી. બાપ કહે છે ટ્રસ્ટી થઈને સંભાળો. બાપ આવીને સહજ રસ્તો બતાવે છે. બાળકોએ ખૂબ તકલીફ જોઈ છે ત્યારે તો બાપ ને બોલાવે છે-હે પરમપિતા પરમાત્મા, રહેમ કરો. સુખ માં કોઈ પણ બાપ ને યાદ નથી કરતા, દુઃખ માં બધાં સિમરણ (યાદ) કરે છે. હવે બાપ બતાવે છે કે કેવી રીતે સિમરણ કરો? તમને તો યાદ કરતા પણ આવડતું નથી. હું જ આવીને તમને બતાવું છું. બાળકો, પોતાને આત્મા સમજો અને પારલૌકિક બાપ ને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. સિમર-સિમર સુખ પાઓ, કલહ-કલેશ મિટે તન કે. જે પણ શરીર નાં દુઃખ છે, બધાં ખતમ થઈ જશે. તમારો આત્મા અને શરીર બંને પવિત્ર બની જશે. તમે એવા કંચન હતાં. પછી પુનર્જન્મ લેતાં-લેતાં આત્મા પર કાટ ચઢી જાય છે, પછી શરીર પણ જૂનું મળે છે. જેવી રીતે સોના માં ખાદ નખાય છે. પવિત્ર સોનાનાં ઘરેણાં પણ પવિત્ર હશે. એમાં ચમક હોય છે. ખાદ વાળા ઘરેણા કાળા થઈ જશે. બાપ કહે છે તમારામાં પણ ખાદ પડી છે, એને હવે કાઢવાની છે. કેવી રીતે નીકળશે? બાપ સાથે યોગ લગાવો. ભણાવવા વાળાની સાથે યોગ લગાવવાનો હોય છે ને? આ તો બાપ, ટીચર, ગુરુ બધું જ છે. એમને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને એ તમને ભણાવે પણ છે. પતિત-પાવન સર્વ શક્તિવાન્ તમે મને જ કહો છો. કલ્પ-કલ્પ બાપ એવું જ સમજાવે છે. મીઠાં-મીઠાં સિકિલધા બાળકો, ૫ હજાર વર્ષ પછી આવીને તમે મળ્યા છો એટલે તમને સિકિલધા કહેવાય છે. હવે આ દેહ નો અહંકાર છોડી આત્મ-અભિમાની બનો. આત્મા નું પણ જ્ઞાન આપી દીધું, જે બાપ વગર કોઈ આપી ન શકે. કોઈ મનુષ્ય નથી, જેને આત્માનું જ્ઞાન હોય. સંન્યાસી, ઉદાસી, ગુરુ ગોસાઈ કોઈપણ નથી જાણતાં. હવે તે તાકાત નથી રહી. બધાની તાકાત ઓછી થઈ ગઈ છે. આખા ઝાડ ની જડજડીભૂત અવસ્થા થયેલી છે. હવે ફરી નવી સ્થાપના થાય છે. બાપ આવીને વેરાઈટી ઝાડનું રહસ્ય સમજાવે છે. કહે છે પહેલાં તમે રામ રાજ્ય માં હતાં, પછી જ્યારે તમે વામ માર્ગ માં જાઓ છો તો રાવણ રાજ્ય શરુ થાય છે પછી બીજા-બીજા ધર્મ આવે છે. ભક્તિમાર્ગ શરુ થાય છે. પહેલાં તમે જાણતા નહોતાં. કોઈને પણ જઈને પૂછો-તમે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો? તો કોઈ પણ નહીં બતાવશે. બાપ ભક્તોને કહે છે હવે તમે જ્જ કરો. બોર્ડ પર પણ લખી દો-એક્ટર થઈને ડ્રામાનાં ડાયરેક્ટર, ક્રિયેટર, પ્રિન્સિપલ એક્ટરને નથી જાણતા તો એવા એક્ટરને શું કહેવાશે? આપણે આત્મા અહીં ભિન્ન-ભિન્ન શરીર લઈને પાર્ટ ભજવવા આવીએ છીએ તો જરુર આ નાટક છે ને?

ગીતા છે માતા, બાપ છે શિવ. બાકી બધી છે રચના. ગીતા નવી દુનિયાને રચે છે. આ પણ કોઈને ખબર નથી કે નવી દુનિયાને કેવી રીતે રચે છે? નવી દુનિયામાં પહેલાં-પહેલાં તમે જ છો. હમણાં આ છે પુરુષોત્તમ સંગમયુગી દુનિયા. આ જૂની દુનિયા પણ નથી તો નવી દુનિયા પણ નથી. આ છે જ સંગમ. બ્રાહ્મણો ની ચોટલી છે. વિરાટ રુપ માં પણ નથી શિવબાબા ને દેખાડતા, નથી બ્રાહ્મણ ચોટલી દેખાડતાં. તમે તો ચોટલી પણ દેખાડી છે ઉપર માં. આપ બ્રાહ્મણ બેઠાં છો. દેવતાઓની પાછળ છે ક્ષત્રિય. દ્વાપર માં પેટ નાં પુજારી, પછી શુદ્ર બને છે. આ બાજોલી છે. તમે ફક્ત બાજોલી ને યાદ કરો. આ જ તમારા માટે ૮૪ જન્મો ની યાત્રા છે. સેકન્ડમાં બધું યાદ આવી જાય છે. આપણે આવી રીતે ચક્ર લગાવીએ છીએ. આ સાચાં ચિત્રો છે, તે ખોટા છે. બાપ વગર સાચાં ચિત્રો કોઈ બનાવડાવી ન શકે. આમના દ્વારા બાપ સમજાવે છે. તમે એવી-એવી રીતે બાજોલી રમો છો. સેકન્ડ માં તમારી યાત્રા થાય છે. કોઈ તકલીફ ની વાત નથી. રુહાની બાળકો સમજે છે બાપ અમને ભણાવે છે. આ સત્સંગ છે સત્ બાપ ની સાથે. તે છે ખોટો સંગ. સચખંડ બાપ સ્થાપન કરે છે. મનુષ્ય ની તાકાત નથી. ભગવાન જ કરી શકે છે. ભગવાન ને જ જ્ઞાનનાં સાગર કહેવાય છે. મનુષ્ય આ પણ નથી જાણતા કે આ પરમાત્મા ની મહિમા છે. એ શાંતિ નાં સાગર તમને શાંતિ આપી રહ્યા છે. સવારે પણ તમે ડ્રિલ કરો છો. શરીર થી ન્યારા થઈ બાપ ની યાદ માં રહો છો. અહીં તમે આવ્યા છો જીતે જી મરવા. બાપ પર ન્યોછાવર થાઓ છો. આ તો જૂની દુનિયા, જૂનું શરીર છે, એનાથી જાણે નફરત આવે છે, એને છોડીને જઈએ. કંઈ પણ યાદ ન આવે. બધું જ ભુલાયેલું છે. તમે કહો પણ છો ભગવાને બધું આપ્યું છે, તો હવે એમને આપી દો. ભગવાન પછી તમને કહે છે કે તમે ટ્રસ્ટી બનો. ભગવાન ટ્રસ્ટી નહીં બને. ટ્રસ્ટી તો તમે બનો છો. પછી પાપ તો કરશો નહીં. આગળ પાપ આત્માઓની પાપ આત્માઓ સાથે લેવડ-દેવડ થતી આવી છે. હમણાં સંગમયુગ પર તમારી પાપ આત્માઓ સાથે લેવડ-દેવડ નથી. પાપ આત્માઓને દાન આપ્યું તો પાપ માથા પર ચઢી જશે. કહો છો ઈશ્વર અર્થ અને આપો છો પાપ આત્માઓને. બાપ કંઈ લે થોડી છે? બાપ કહેશે જઈને સેન્ટર ખોલો તો અનેક નું કલ્યાણ થશે.

બાપ સમજાવે છે જે કંઈ થાય છે હૂબહૂ ડ્રામા અનુસાર રિપીટ થતું જ રહે છે. પછી એમાં રડવા-પીટવાની દુઃખ કરવાની વાત જ નથી. કર્મો નો હિસાબ-કિતાબ ચૂક્તુ થવો તો સારું જ છે. વૈદ લોકો કહે છે-બીમારી બધી ઉથલ ખાશે. બાપ પણ કહે છે રહેલા હિસાબ-કિતાબ ચૂક્તુ કરવાનાં છે. કાં તો યોગ થી અથવા પછી સજાઓથી ચૂક્તુ કરવા પડે. સજાઓ તો ખૂબ કઠોર છે. એના કરતાં બીમારી વગેરે માં ચૂક્તુ થાય તો ખૂબ સારું. તે દુઃખ ૨૧ જન્મોનાં સુખ ની સરખામણી માં કંઈ નથી કારણ કે સુખ ખૂબ છે. જ્ઞાન પૂરું નથી તો બીમારી માં તડપતા રહે છે. બીમાર પડે છે તો ભગવાન ને ખૂબ યાદ કરે છે. તે પણ સારું છે. એક ને જ યાદ કરવાના છે. તે પણ સમજાવતા રહે છે. તે લોકો ગુરુઓને યાદ કરે છે, અનેક ગુરુ છે. એક સદ્દગુરુ ને તો તમે જ જાણો છો. એ ઓલમાઈટી ઓથોરિટી છે. બાપ કહે છે-હું આ વેદો-ગ્રંથો વગેરે ને જાણું છું. આ ભક્તિની સામગ્રી છે, એનાથી કોઈ મને પ્રાપ્ત નથી કરતા. બાપ આવે જ છે પાપ આત્માઓની દુનિયામાં. અહીં પુણ્ય આત્મા ક્યાંથી આવ્યાં? જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે, એમનાં શરીરમાં આવું છું. સૌથી પહેલાં આ સાંભળે છે. બાબા કહે છે અહીં તમારી યાદ ની યાત્રા સારી થાય છે. અહીં ભલે તોફાન પણ આવશે પરંતુ બાપ સમજાવતા રહે છે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. કલ્પ પહેલાં પણ તમે આમ જ જ્ઞાન સાંભળ્યું હતું. દિવસે-દિવસે તમે સાંભળતા રહો છો. રાજધાની સ્થાપન થતી રહે છે. જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો જ છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે-સવારે ઉઠી શરીર થી ન્યારા થવાની ડ્રિલ કરવાની છે. જૂની દુનિયા, જૂનું શરીર કંઈ પણ યાદ ન આવે. બધું ભૂલાયેલું હોય.

2. સંગમયુગ પર પાપ આત્માઓની સાથે લેવડ-દેવડ નથી કરવાની. કર્મો નાં હિસાબ-કિતાબ ખુશી-ખુશી થી ચૂક્તુ કરવાનાં છે. રડવા-પીટવાનું નથી. સર્વસ્વ બાપ પર ન્યોછાવર કરી પછી ટ્રસ્ટી બની સંભાળવાનું છે.

વરદાન :-
મહેસૂસતા ની શક્તિ દ્વારા સ્વ - પરિવર્તન કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ

કોઈ પણ પરિવર્તન નો સહજ આધાર મહેસૂસતા ની શક્તિ છે. જ્યાં સુધી મહેસૂસતા ની શક્તિ ન આવે ત્યાં સુધી અનુભૂતિ નથી થતી અને જ્યાં સુધી અનુભૂતિ નથી ત્યાં સુધી બ્રાહ્મણ જીવન ની વિશેષતા નું ફાઉન્ડેશન મજબૂત નથી. ઉમંગ-ઉત્સાહ ની ચાલ નથી. જ્યારે મહેસૂસતા ની શક્તિ દરેક વાત માં અનુભવી બનાવે છે ત્યારે તીવ્ર પુરુષાર્થી બની જાઓ છો. મહેસૂસતા ની શક્તિ સદાકાળ માટે સહજ પરિવર્તન કરાવી દે છે.

સ્લોગન :-
સ્નેહ નાં સ્વરુપ ને સાકાર માં ઈમર્જ કરી બ્રહ્મા બાપ સમાન બનો.