04-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - શ્રીમત પર પવિત્ર બનો તો ધર્મરાજ ની સજાઓ થી છૂટી જશો , હીરા જેવા બનવું છે તો જ્ઞાન અમૃત પીવો , વિષ ( વિકાર ) ને છોડો

પ્રશ્ન :-
સતયુગી પદ નો બધો આધાર કઈ વાત પર છે?

ઉત્તર :-
પવિત્રતા પર. તમારે યાદ માં રહી પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બનવાથી જ સદ્દગતિ થશે. જે પવિત્ર નથી બનતાં તે સજા ખાઈને પોતાનાં ધર્મ માં ચાલ્યાં જાય છે. તમે ભલે ઘર માં રહો પરંતુ કોઈ દેહધારી ને યાદ નહીં કરો, પવિત્ર રહો તો ઊંચ પદ મળી જશે.

ગીત :-
તુમ્હેં પા કે હમને જહાં પા લિયા હૈ..

ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ બીજા કોઈને પણ ભગવાન નથી કહેવાતું, એક નિરાકાર પરમપિતા પરમાત્મા ને જ શિવબાબા કહેવાય છે. એ છે સર્વ આત્માઓનાં બાપ. પહેલાં-પહેલાં આ નિશ્ચય થવો જોઈએ-અમે શિવબાબા નાં બાળકો જરુર છીએ. દુઃખ નાં સમયે કહે છે કે પરમાત્મા સહાયતા (મદદ) કરો, રહેમ કરો. એ પણ નથી જાણતાં કે અમારો આત્મા પરમાત્મા ને યાદ કરે છે. અહમ્ આત્મા નાં બાપ એ છે. આ સમયે આખી દુનિયા છે પતિત આત્માઓની. ગાય છે અમે પાપી નીચ છીએ, તમે સંપૂર્ણ નિર્વિકારી છો. પરતું તો પણ પોતાને સમજતાં નથી. બાપ સમજાવે છે કે જ્યારે તમે કહો છો ભગવાન બાપ એક છે તો તમે બધાં પરસ્પર ભાઈ-ભાઈ થઈ ગયાં. પછી શરીર નાં સંબંધે બધાં ભાઈ-બહેન થયાં. શિવબાબા નાં બાળકો પછી પ્રજાપિતા બ્રહ્મા નાં પણ બાળકો થયાં. આ તમારા બેહદ નાં બાપ, શિક્ષક, ગુરુ છે. એ કહે છે હું તમને પતિત નથી બનાવતો. હું તો આવ્યો છું પાવન બનાવવાં. જો મારી મત પર ચાલશો તો. અહીં તો બધાં મનુષ્ય રાવણ મત પર છે. બધામાં ૫ વિકાર છે. બાપ કહે છે બાળકો હવે નિર્વિકારી બનો, શ્રીમત પર ચાલો. પરંતુ વિકારો ને છોડતાં જ નથી. તો સ્વર્ગ નાં માલિક બનતાં નથી. બધાં અજામિલ જેવાં પાપી બની ગયાં છે. રાવણ સંપ્રદાય છે, આ શોકવાટિકા છે, કેટલાં દુઃખી છે. બાપ આવીને પછી રામરાજ્ય બનાવે છે. તો આપ બાળકો જાણો છો કે આ સાચ્ચું-સાચ્ચું યુદ્ધ નું મેદાન છે. ગીતામાં ભગવાન કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત પહેરો (મેળવો). તે તો મેળવતાં નથી. હમણાં બાપ બેસી સમજાવે છે. તમારો આત્મા આ કર્મેન્દ્રિયો દ્વારા સાંભળે છે પછી સંભળાવે છે, એક્ટ (કર્મ) આત્મા કરે છે. આપણે આત્મા છીએ શરીર ધારણ કરી પાર્ટ ભજવીએ છીએ. પરંતુ મનુષ્ય આત્મ-અભિમાની ને બદલે દેહ-અભિમાની બની જાય છે. હમણાં બાપ કહે છે દેહી-અભિમાની બનો. સતયુગ માં આત્મ-અભિમાની રહે છે. પરમાત્મા ને નથી જાણતાં. અહીંયા તમે દેહ-અભિમાની છો અને પરમાત્મા ને પણ નથી જાણતાં એટલે તમારી એવી દુર્ગતિ થઈ ગઈ છે. દુર્ગતિ ને પણ સમજતાં નથી. જેમની પાસે ધન ખૂબ છે તેઓ તો સમજે છે કે અમે સ્વર્ગ માં બેઠાં છીએ. બાપ કહે છે આ બધાં ગરીબ બની જાય છે કારણ કે વિનાશ થવાનો છે. વિનાશ થવો તો સારું છે ને. આપણે પછી મુક્તિધામ માં ચાલ્યાં જઈશું, એમાં તો ખુશ થવું જોઈએ. તમે મરવા માટે તૈયારી કરી રહ્યાં છો. મનુષ્ય તો મરવાથી ડરે છે. બાપ તમને વૈકુંઠ લઈ જવાં માટે લાયક બનાવી રહ્યાં છે. પતિત તો પતિત દુનિયામાં જ જન્મ લેતાં રહે છે. સ્વર્ગવાસી કોઈ પણ નથી થતાં. મૂળ વાત બાપ કહે છે પવિત્ર બનો. પવિત્ર બન્યાં વગર પવિત્ર દુનિયામાં ચાલી નહીં શકો. પવિત્રતા પર જ અબળાઓ ને માર પડે છે. વિષ (વિકાર) ને અમૃત સમજે છે. બાપ કહે છે જ્ઞાન અમૃત થી તમને હીરા જેવાં બનાવું છું, પછી તમે વિષ ખાઈને કોડી જેવાં કેમ બનો છો. અડધોકલ્પ તમે વિષ ખાધું હવે મારી આજ્ઞા માનો. નહીં તો ધર્મરાજ નાં ડંડા ખાવા પડશે. લૌકિક બાપ પણ કહે છે બાળકો એવું કામ ન કરો જે કુળ નું નામ બદનામ થાય. બેહદ નાં બાપ કહે છે શ્રીમત પર ચાલો. પવિત્ર બનો. જો કામ ચિતા પર બેઠાં તો તમારું મોઢું કાળું તો છે જ હજી વધારે કાળું થઈ જશે. હમણાં તમને જ્ઞાન ચિતા પર બેસાડી ગોરા બનાવે છે. કામ ચિતા પર બેસવાથી સ્વર્ગનું મોઢું પણ નહીં જોઈ શકશો એટલે બાપ કહે છે હવે શ્રીમત પર ચાલો. બાપ તો બાળકો સાથે જ વાત કરશે ને. બાળકો જ જાણે છે - બાપ અમને સ્વર્ગ નો વારસો આપવા આવ્યાં છે. કળિયુગ હમણાં પૂરો થવાનો છે. જે બાપની શ્રીમત પર ચાલશે એમની જ સદ્દગતિ થશે. પવિત્ર નહીં બનશે તો સજા ખાઈને પોતાનાં ધર્મ માં ચાલ્યાં જશે. ભારતવાસી જ સ્વર્ગવાસી હતાં. હમણાં પતિત બની ગયાં છે. સ્વર્ગ ની ખબર જ નથી. તો બાપ કહે છે તમે મારી શ્રીમત પર ન ચાલી બીજાની મત પર ચાલી વિકાર માં ગયાં તો મર્યા, પછી ભલે અંત માં સ્વર્ગ માં આવશો પરંતુ પદ ખૂબ હલકું (નીચું) મેળવશો. હમણાં જે સાહૂકાર છે તેઓ ગરીબ બની જાય છે. જે અહીંયા ગરીબ છે તેઓ સાહૂકાર બનશે. બાપ ગરીબ-નિવાઝ છે. બધો આધાર પવિત્રતા પર છે. બાપ સાથે યોગ લગાવવાથી તમે પાવન બનશો. બાપ બાળકો ને સમજાવે છે કે હું તમને રાજયોગ શિખવાડું છું. હું ઘરબાર નથી છોડાવતો. ભલે ઘર માં રહો પરંતુ વિકાર માં નહીં જાઓ, બીજા કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. આ સમયે બધાં પતિત છે. સતયુગ માં પાવન દેવતા હતાં. આ સમયે તેઓ પણ પતિત બની ગયાં છે. પુનર્જન્મ લેતાં-લેતાં હમણાં અંતિમ જન્મ થઈ ગયો છે.

તમે બધાં પાર્વતીઓ છો, તમને હમણાં અમરનાથ બાપ અમરકથા સંભળાવી રહ્યાં છે, અમરપુરી નાં માલિક બનાવવાં. તો હવે અમરનાથ બાપ ને યાદ કરો. યાદ થી જ તમારા વિકર્મ વિનાશ થશે. બાકી શિવ, શંકર કે પાર્વતી કોઈ પહાડો પર નથી બેઠાં. આ બધાં ભક્તિમાર્ગ નાં ધક્કા છે. અડધોકલ્પ ખૂબજ ધક્કા ખાધાં છે, હવે બાબા કહે છે હું તમને સ્વર્ગ માં લઈ જઈશ. સતયુગ માં સુખ જ સુખ છે. નથી ધક્કા ખાતાં, નથી પડતાં. મુખ્ય વાત જ છે પવિત્ર રહેવાની. અહીં જ્યારે બહુજ અત્યાચાર કરે છે તો પાપ નો ઘડો ભરાઈ જાય છે અને વિનાશ થાય છે. હવે એક જન્મ પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બની જશો. હવે જે શ્રીમત પર ચાલે. જો કલ્પ પહેલાં શ્રીમત પર નથી ચાલ્યાં તો હમણાં પણ નહીં ચાલે, ન પદ મેળવશે. એક બાપનાં તમે બાળકો છો. તમે તો પરસ્પર ભાઈ-બહેન થઈ ગયાં. પરંતુ બાપનાં બનીને જો પડ્યાં તો વધારે જ રસાતળ માં ચાલ્યાં જશો વધારે જ પાપ આત્મા બની જશો. આ છે ઈશ્વરીય ગવર્મેન્ટ (સરકાર). જો મારી મત પર પવિત્ર ન બન્યાં તો ધર્મરાજ દ્વારા ખૂબજ કડી (કઠોર) સજા ખાવી પડશે. જન્મ જન્માંતર નાં જે પાપ કર્યા છે એ બધાંની સજા ખાઈને હિસાબ-કિતાબ ચૂક્તું કરવા પડશે. કાં તો યોગબળ થી વિકર્મો ને ભસ્મ કરવાં પડશે અથવા તો ખૂબજ કડી સજા ખાવી પડશે. કેટલાં અનેક બ્રહ્માકુમાર અને કુમારીઓ છે, બધાં પવિત્ર રહે છે, ભારત ને સ્વર્ગ બનાવે છે. તમે છો શિવશક્તિ પાંડવ સેના, ગોપ ગોપીઓ, આમાં બંને આવી જાય છે. ભગવાન તમને ભણાવે છે. લક્ષ્મી-નારાયણ ને ભગવતી ભગવાન કહે છે. એમને જરુર ભગવાને જ વારસો આપ્યો હશે. ભગવાન જ આવીને તમને દેવતા બનાવે છે. સતયુગ માં યથા રાજા રાણી તથા પ્રજા હોય છે. બધાં શ્રેષ્ઠાચારી હતાં, હમણાં રાવણ રાજ્ય છે. જો રામરાજ્ય માં જવું છે તો પવિત્ર બનો અને રામની મત પર ચાલો. રાવણ ની મત થી તો તમારી દુર્ગતિ થાય છે. ગવાયેલું પણ છે કિનકી દબી રહેગી ધૂલ મેં. સોનું વગેરે જમીન માં, દીવાલો માં છુપાવે છે. અચાનક મરશે તો બધું ત્યાં જ રહી જશે. વિનાશ તો થવાનો જ છે. ધરતીકંપ વગેરે જ્યારે થાય છે તો ચોર લોકો પણ ખૂબ નીકળી પડે છે. હમણાં ધણી બાપ આવ્યાં છે, તમને પોતાનાં બનાવીને વિશ્વ નાં માલિક બનાવવાં. આજકાલ વાનપ્રસ્થ અવસ્થા માં પણ વિકાર વગર રહી નથી શકતાં, બિલકુલ જ તમોપ્રધાન થઈ ગયાં છે. બાપ ને ઓળખતાં જ નથી. બાપ કહે છે હું પવિત્ર બનાવવાં આવ્યો છું. જો વિકાર માં જશો તો બહુજ કઠોર સજા ખાવી પડશે. હું પવિત્ર બનાવી પવિત્ર દુનિયા સ્થાપન કરવા આવ્યો છું. તમે પછી પતિત બની વિઘ્ન નાખો છો! સ્વર્ગ ની રચના કરવામાં વિઘ્ન નાખો છો તો બહુજ કઠોર સજા ખાવી પડશે. હું આવ્યો છું તમને સ્વર્ગવાસી બનાવવાં માટે. જો વિકાર નહીં છોડશો તો ધર્મરાજ દ્વારા ખૂબ માર ખાશો. ખુબ ત્રાહિ-ત્રાહિ કરવી પડશે. આ ઈન્દ્ર સભા છે. કથા છે ને-ત્યાં જ્ઞાન પરીઓ હતી, કોઈ પતિત ને લઈ આવી તો એમનાં વાયબ્રેશન (પ્રકંપન) આવતાં હતાં. અહીં સભા માં કોઈ પતિત ને નથી બેસાડાતાં. પવિત્રતા ની પ્રતિજ્ઞા કર્યા વગર નથી બેસાડાતાં, નહીં તો પછી લઈ જવા વાળા પર પણ દોષ લાગે છે. બાપ તો જાણે છે તો પણ લઈ આવે છે તો શિક્ષા અપાય છે. શિવબાબા ને યાદ કરવાથી આત્મા શુદ્ધ થઈ જાય છે. વાયુમંડળ માં શાંતિ થઈ જાય છે. બાપ જ બેસી પરિચય આપે છે કે હું તમારો બાપ છું. ૫ હજાર વર્ષ પહેલાં માફક તમને મનુષ્ય થી દેવતા બનાવવાં આવ્યો છું. બેહદ નાં બાપ થી બેહદ સુખ નો વારસો લેવાનો છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગબળ દ્વારા વિકર્મોનાં બધાં હિસાબ-કિતાબ ચૂક્તું કરી આત્માને શુદ્ધ અને વાયુમંડળ ને શાંત બનાવવાનું છે.

2. બાપની શ્રીમત પર સંપૂર્ણ પાવન બનવાની પ્રતિજ્ઞા કરવાની છે. વિકારો નાં વશ થઈને સ્વર્ગની રચના માં વિઘ્ન રુપ નથી બનવાનું.

વરદાન :-
મન - બુદ્ધિ ની સ્વચ્છતા દ્વારા યથાર્થ નિર્ણય કરવા વાળા સફળતા સંપન્ન ભવ

કોઈ પણ કાર્ય માં સફળતા ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે સમય પર બુદ્ધિ યથાર્થ નિર્ણય લે છે. પરંતુ નિર્ણય શક્તિ કામ ત્યારે કરે છે જ્યારે મન-બુદ્ધિ સ્વચ્છ હોય, કોઈ પણ કિચડો ન હોય. એટલે યોગ અગ્નિ દ્વારા કિચડા ને ખતમ કરી બુદ્ધિને સ્વચ્છ બનાવો. કોઈપણ પ્રકારની કમજોરી - એ ગંદકી છે. થોડો એવો વ્યર્થ સંકલ્પ પણ કિચડો છે, જ્યારે આ કિચડો સમાપ્ત થાય ત્યારે બેફિકર રહેશો અને સ્વચ્છ બુદ્ધિ થવાથી દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત થશે.

સ્લોગન :-
સદા શ્રેષ્ઠ અને શુદ્ધ સંકલ્પ ઈમર્જ (સ્મૃતિ માં) રહે તો વ્યર્થ સ્વતઃ મર્જ (વિસ્મૃત) થઈ જશે.

માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય

આ કળિયુગી સંસાર ને અસાર સંસાર કેમ કહે છે? કારણ કે આ દુનિયામાં કોઈ સાર નથી એટલે કોઈ પણ વસ્તુ માં તે તાકાત અથવા સુખ, શાંતિ, પવિત્રતા નથી. આ સૃષ્ટિ પર કોઈ સમયે સુખ, શાંતિ, પવિત્રતા હતી, હમણાં તે નથી કારણ કે હમણાં દરેકમાં ૫ ભૂતો ની પ્રવેશતા છે એટલે જ આ સૃષ્ટિ ને ભય નો સાગર અથવા કર્મબંધન નો સાગર કહે છે, આમાં દરેક દુઃખી થઈ પરમાત્મા ને પોકારી રહ્યાં છે, પરમાત્મા અમને ભવસાગર થી પાર કરો (લઈ જાઓ), એનાંથી સિદ્ધ થાય છે કે જરુર કોઈ અભય અર્થાત્ નિર્ભયતા નો પણ સંસાર છે જેમાં જવાં ઈચ્છે છે એટલે આ સંસાર ને પાપ નો સાગર કહે છે, જેનાંથી પાર કરી પુણ્ય આત્મા વાળી દુનિયામાં જવા ઈચ્છે છે. તો દુનિયાઓ બે છે, એક સતયુગી સાર વાળી દુનિયા, બીજી છે કળિયુગી અસાર દુનિયા. બંને દુનિયા આ સૃષ્ટિ પર હોય છે.

મનુષ્ય કહે છે હે પ્રભુ અમને આ ભવ સાગર થી પેલે પાર લઈ જાઓ, પેલે પાર નો અર્થ શું છે? લોકો સમજે છે કે પેલે પારનો અર્થ છે જન્મ-મરણ નાં ચક્ર માં ન આવવું અર્થાત્ મુક્ત થઈ જવું. હવે આ તો થયું મનુષ્યો નું કહેવું પરતું પરમાત્મા કહે છે બાળકો, સાચ્ચે જ્યાં સુખ શાંતિ છે, દુઃખ અશાંતિ થી દુર છે, એ દુનિયામાં હું તમને લઈ જાઉં છું. જ્યારે તમે સુખ ઈચ્છો છો તો જરુર તે એ જીવન માં હોવું જોઈએ. હવે તે તો સતયુગી વૈકુંઠ નાં દેવતાઓની દુનિયા હતી, જ્યાં સર્વદા સુખી જીવન હતું, એ દેવતાઓને અમર કહેતાં હતાં. હવે અમર નો પણ કોઈ અર્થ નથી, એવું તો નથી દેવતાઓનું આયુષ્ય એટલું મોટું હતું જે ક્યારેય મરતાં નહોતાં, હવે આવું કહેવું એમનું ખોટું છે કારણ કે એવું છે નહીં. એમનું આયુષ્ય કોઈ સતયુગ ત્રેતા સુધી નથી ચાલતું, પરંતુ દેવી દેવતાઓ નાં જન્મ સતયુગ ત્રેતા માં ઘણાં થયાં છે, ૨૧ જન્મ તો એમણે સારું રાજ્ય ચલાવ્યું છે અને પછી ૬૩ જન્મ દ્વાપર થી કળિયુગ નાં અંત સુધી ટોટલ (કુલ) એમનાં જન્મ ચઢતી કળા વાળા ૨૧ થયાં અને ઉતરતી કળા વાળા ૬૩ થયાં, ટોટલ મનુષ્ય ૮૪ જન્મ લે છે. બાકી આ જે મનુષ્ય સમજે છે કે મનુષ્ય ૮૪ લાખ યોનિઓ ભોગવે છે, એ કહેવું ભૂલ છે. જો મનુષ્ય પોતાની યોનિ માં સુખ દુઃખ બંનેનો પાર્ટ ભોગવી શકે છે તો પછી જાનવર યોનિ માં ભોગવવાની જરુર જ શું છે. બાકી ટોટલ સૃષ્ટિ પર જાનવર પશુ, પક્ષી વગેરે ૮૪ લાખ યોનિઓ હોઈ શકે છે કારણ કે અનેક જાત ની પેદાશ (ઉત્પત્તિ) છે. પરંતુ મનુષ્ય, મનુષ્ય યોનિ માં જ પોતાનું પાપ પુણ્ય ભોગવી રહ્યાં છે અને જાનવર પોતાની યોનિઓમાં ભોગવી રહ્યાં છે. ન મનુષ્ય જાનવર ની યોનિ લે છે અને ન જાનવર મનુષ્ય યોનિ માં આવે છે. મનુષ્ય ને પોતાની યોનિમાં જ ભોગના ભોગવવી પડે છે, એટલે એને મનુષ્ય જીવન માં જ સુખ, દુઃખ ની અનુભૂતિ થાય છે. એવી રીતે જ જાનવરે પણ પોતાની યોનિ માં સુખ-દુઃખ ભોગવવાનું છે. પરંતુ એમનામાં એ બુદ્ધિ નથી કે આ ભોગના કયાં કર્મ થી થઈ છે? એમની ભોગના ને પણ મનુષ્ય અનુભવે છે કારણ કે મનુષ્ય છે બુદ્ધિવાન, બાકી એવું નથી મનુષ્ય કોઈ ૮૪ લાખ યોનિઓ ભોગવે છે. આ તો મનુષ્યો ને ડરાવવા માટે કહી દે છે, કે જો ખોટાં કામ કરશો તો પશુ યોનિ માં જન્મ મળશે. આપણે પણ હમણાં આ સંગમ નાં સમય પર પોતાનાં જીવન ને પરિવર્તન કરી પાપાત્મા થી પુણ્યાત્મા બની રહ્યાં છીએ. અચ્છા- ઓમ્ શાંતિ.