04-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
જગતઅંબા કામધેનુ નાં બાળકો અને બાળકીઓ છો , તમારે સૌની મનોકામનાઓ પૂરી કરવાની છે ,
પોતાનાં બહેન - ભાઈઓને સાચ્ચો રસ્તો બતાવવાનો છે ”
પ્રશ્ન :-
આપ બાળકોને બાપ દ્વારા કઈ જવાબદારી મળેલી છે?
ઉત્તર :-
બાળકો, બેહદનાં બાપ બેહદ નું સુખ આપવા આવ્યાં છે, તો તમારી ફરજ છે ઘરે-ઘરે આ પૈગામ
(સંદેશો) આપો. બાપ નાં મદદગાર બની ઘર-ઘર ને સ્વર્ગ બનાવો. કાંટા ને ફૂલ બનાવવાની
સેવા કરો. બાપ સમાન નિરહંકારી, નિરાકારી બની બધાંની ખિદમત (સેવા) કરો. આખી દુનિયાને
રાવણ દુશ્મન નાં ચંબા (પંજા) માંથી છોડાવવી - આ સૌથી મોટી જવાબદારી આપ બાળકોની છે.
ગીત:-
માતા ઓ માતા….
ઓમ શાંતિ!
આ માતા ની
મહિમા ભારતમાં જ ગવાય છે. જગતઅંબા બરાબર ભાગ્ય વિધાતા છે. એમનું નામ જ રાખેલું છે
કામધેનુ અર્થાત્ બધી કામનાઓ પૂરી કરવા વાળી. આ વારસો એમને ક્યાંથી મળ્યો છે? શિવબાબા
દ્વારા જગતઅંબા અને જગતપિતા નો વારસો મળે છે. બાળકોને આ નિશ્ચય થયો છે કે અમે
આત્માઓ છીએ. આત્માને જોઈ નથી શકાતો, જાણી શકાય છે. જીવ અને આત્મા છે. આત્મા અવિનાશી
છે, શરીર તો વિનાશી છે જે આ આંખોથી જોવાય છે. આત્મા નો સાક્ષાત્કાર થાય છે. કહે છે
- વિવેકાનંદ ને આત્મા નો સાક્ષાત્કાર થયો, પરંતુ સમજી ન શક્યાં. બાળકો સમજે છે અમે
પોતાનાં આત્મા નો સાક્ષાત્કાર કરીશું તો એમ બાપનો પણ કરીશું. જેવો આત્મા છે તેવાં જ
આત્માઓનાં બાપ છે. કોઈ ફર્ક (અંતર) નથી. બુદ્ધિ થી જાણી શકાય છે, આ બાપ છે, આ બાળક
છે. સર્વ આત્માઓ એ બાપ ને યાદ કરે છે. આ આંખોથી તો ન પોતાનાં આત્મા ને ન બાપ નાં
આત્મા ને જોઈ શકે છે. એ છે પરમ આત્મા પરમધામ માં રહેવા વાળા સુપ્રીમ (પરમ) પરમાત્મા.
ભક્તિમાર્ગ માં પણ નવધા ભક્તિ કરે છે તો એમને સાક્ષાત્કાર થાય છે. એવું નથી કે એમનો
આત્મા આ શરીરમાં આ સમયે છે. ના, એમનો આત્મા તો પુનર્જન્મ માં ચાલ્યો ગયો.
ભક્તિમાર્ગ માં જે-જે, જેવી-જેવી ભાવના થી જેને પૂજે છે એમનો સાક્ષાત્કાર થાય છે.
અનેક ચિત્રો બનાવ્યાં છે, જેને ગુડીઓની પૂજા કહેવાય છે. ભાવના રાખવાથી અલ્પકાળ સુખ
નું ભાડું થોડું મળી જાય છે. તમારી બેહદ સુખ ની વાત જ નિરાળી છે. તમે જાણો છો આપણે
સ્વર્ગ ની બાદશાહી લઈએ છીએ. ભક્તિ થી કોઈ સ્વર્ગ માં નથી જતું. જ્યારે ભક્તિમાર્ગ
પૂરો થાય છે અર્થાત્ દુનિયા જૂની થાય છે ત્યારે જ પછી કળિયુગ નાં પછી સતયુગ નવી
દુનિયા આવશે. કોઈની બુદ્ધિ માં નથી બેસતું. સંન્યાસી પણ કહે છે ફલાણાં જ્યોતિ જ્યોત
સમાયા, પરતું એવું છે નહીં. તમને હવે ઈશ્વરીય બુદ્ધિ મળી છે, જેને શ્રીમત કહેવાય
છે. અક્ષર કેટલાં સારા છે. શ્રી શ્રી ભગવાનુવાચ. એ જ સ્વર્ગ નાં માલિક અર્થાત્ નર
થી નારાયણ બનાવે છે. તમે શ્રીમત થી વિશ્વ નું રાજ્ય મેળવો છો. શ્રી શ્રી ૧૦૮ ની માળા
ની ખૂબજ મહિમા છે. ૮ રતનો ની માળા હોય છે. સંન્યાસી લોકો પણ જપે છે. એક કપડું બનાવે
છે એને ગૌમુખ કહે છે. અંદર હાથ નાખી માળા ફેરવે છે. બાબા કહે છે નિરંતર યાદ કરો તો
એમણે પછી માળા ફેરવવાનો અર્થ ઉઠાવી લીધો છે. બાળકો જાણે છે હવે પારલૌકિક બાપે આવીને
અમને પોતાનાં બનાવ્યાં છે, બ્રહ્મા દ્વારા. પ્રજાપિતા બ્રહ્મા છે તો પ્રજા માતા પણ
છે. જગતઅંબા ને જગત ની માતા અને લક્ષ્મી ને વિશ્વ ની મહારાણી કહેવાય છે. વિશ્વ અંબા
કહો અથવા જગતઅંબા કહો વાત એક જ છે. તમે બાળકો છો, તો આ કુટુંબ થઈ ગયું. તમે બાળકો
પણ બધાંની મનોકામનાઓ પૂરી કરવા વાળા છો. જગતઅંબા નાં તમે છો બાળકો અને બાળકીઓ.
બુદ્ધિ માં આ નશો રહે છે - અમે પોતાનાં બહેન-ભાઈઓને રસ્તો બતાવીએ. ખૂબજ સહજ છે.
ભક્તિમાર્ગ માં તો તકલીફ ખૂબ છે. કેટલાં હઠયોગ, પ્રાણાયામ વગેરે કરે છે. નદી માં
જઈને સ્નાન કરે છે. ખૂબજ તકલીફ લે છે. હવે બાપ કહે છે તમે થાકી ગયાં છો. બ્રાહ્મણો
ને જ સમજાવાય છે, જે સમજે છે નિરાકાર પરમપિતા પરમાત્મા સાથે અમારો શું સંબંધ છે.
શિવબાબા અક્ષર શોભે છે, રુદ્ર બાબા પણ નહીં કહેશે. કહે જ છે શિવબાબા. આ ખુબ સરળ છે.
નામ તો બીજાં પણ અનેક છે. પરતું આ એક્યુરેટ (બરાબર) છે “શિવબાબા”. શિવ એટલે બિંદુ.
રુદ્ર એટલે બિંદુ નહીં. ભલે કહે પણ છે શિવબાબા પરંતુ સમજતાં કાંઈ પણ નથી. શિવબાબા
અને તમે સાલિગ્રામ છો, હમણાં આપ બાળકો પર જવાબદારી છે. જેમ ગાંધી વગેરે સમજતાં હતાં
કે ભારતને આ વિદેશીઓ થી મુક્ત કરવું છે. તે તો થઈ હદ ની વાતો. બાપ આપ બાળકોને
જવાબદાર બનાવે છે. ખાસ ભારત અને આમ (સાથે) આખી દુનિયાને માયા રાવણ દુશ્મન થી છોડાવે
છે. આ દુશ્મનો એ બધાંને ખૂબજ દુઃખ આપ્યું છે, એનાં પર જીત મેળવવાની છે. જેવી રીતે
ગાંધીએ વિદેશીઓને ભગાવ્યાં, આ રાવણ પણ મોટો વિદેશી છે. દ્વાપર માં આ રાવણ ઘુસી આવે
છે, કોઈને ખબર પણ નથી પડતી, રાવણ આવીને આખું રાજ્ય છીનવી (લૂંટી) લે છે. આ સૌથી જૂનો
વિદેશી છે. જેણે ભારત ને આવું કંગાળ બનાવ્યું છે. એની મત થી ભારત આવું ભ્રષ્ટાચારી
બની ગયું છે. આ દુશ્મન ને ભગાવવાનો છે. શ્રીમત મળે છે, આ કેવી રીતે ભાગશે. તમારે
બાપનાં મદદગાર બનવાનું છે. મારા બનીને અને પછી પરમત પર ચાલ્યાં તો નીચે પડશો. ઊંચ
પદ મેળવી નહીં શકો. ગવાય પણ છે - હિંમતે બચ્ચે….તમે છો ખુદાઈ ખિદમતગાર. ખુદા આવીને
તમારી ખિદમત કરે છે. એમને યાદ કરે છે કે હે પતિત-પાવન આવો. ખિદમત કરવા વાળાને
સર્વેન્ટ (સેવક) કહેવાય છે. બાબા કેટલાં નિરહંકારી, નિરાકાર છે. નિરહંકારી,
નિર્વિકારી બનતાં શિખવાડે છે. આપસમાન બનાવીને કાંટા ને ફૂલ બનાવવાનાં છે. ગેરંટી (વાયદો)
કરાય છે અમે વિકારો માં નહીં જઈએ. આ છે સૌથી જૂનો દુશ્મન. આનાં પર જ જીત મેળવવાની
છે. કોઈ-કોઈ તો લખે છે બાબા અમે હાર ખાધી, કોઈ તો બતાવતાં પણ નથી. એક તો નામ બદનામ
કરે છે, સતગુરુ ની નિંદા કરાવે છે તો તે પોતાનું જ નુકસાન કરે છે.
આપ બાળકો જાણો છો -
હમણાં અમે શિવબાબા નાં પોત્રા-પોત્રીઓ છીએ. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો છીએ.
બ્રહ્મા પણ વારસો શિવબાબા થી લે છે. તમે પણ એમનાંથી લો છો. બાળકો જાણે છે બાબા થી
કલ્પ પહેલાં વારસો લીધો હતો. આત્મા સમજે છે. આત્મા જ એક શરીર છોડી બીજું લે છે.
શરીર નું નામ પડે છે. શિવબાબા તો ફક્ત જ્ઞાન આપવા માટે લોન લે છે. શિવ ભગવાનુવાચ -
બ્રહ્માનાં તન દ્વારા. બાકી વધારે વાતો માં જવાની જરુર નથી. આત્મા નીકળી જાય છે, પછી
શું થાય છે? કેવી રીતે આવે છે, આ વાતો માં પણ જવાથી કોઈ ફાયદો નથી. આ તો
સાક્ષાત્કાર છે. જે કાંઈ પણ થાય છે, સાક્ષાત્કાર છે. સૂક્ષ્મ વતન નો રસ્તો હમણાં
ખુલેલો છે. ઘણાં જાય-આવે છે. એમાં જ્ઞાન યોગ ની કોઈ વાત જ નથી. ભોગ લગાવે છે આત્મા
આવે છે, ખવડાવે-પીવડાવે છે - આ બધું છે ચિટચેટ. બાપ નો બાળકો પર બહુજ પ્રેમ છે. આપ
બાળકો કહો છો બાપદાદા અમે આવ્યાં છીએ, શિવ અને પ્રજાપિતા બ્રહ્મા છે. બ્રહ્મા ને
કહેવાય જ છે - ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડફાધર. કેટલો મોટો સિજરો (વિભાગ) છે, એને શિવબાબા
તો નહીં કહેવાશે. અહીં આ મનુષ્યો નો વિભાગ છે. આ કાર્પોરિયલ (સાકાર) ની વાત છે. બધાં
સંપ્રદાય માં આ પ્રથમ નંબર મુખ્ય સંપ્રદાય ગવાય છે. મોટું નાટક છે ને. હવે બાળકો
સારી રીતે સમજે છે. કોઈ નહીં પણ સમજતાં હોય. એટલું તો સમજતાં હશે બરાબર શિવબાબા
સર્વ નાં બાપ છે. વારસો મળવાનો છે દાદા થી, આમને પણ એમનાથી મળે છે. અચ્છા બ્રહ્મા
ને પણ ભૂલી જાઓ. સગાઈ થઈ ગઈ, બાકી શું? પછી દલાલ ને યાદ નથી કરાતાં. આ દલાલ છે,
સગાઈ કરાવે છે. કહે છે હે બાળકો…. આત્માઓ સાથે વાત કરે છે. આત્મા યાદ કરે છે….બાબા
આવીને અમને પાવન બનાવો. બાબા કહે છે મને યાદ કરો તો તમે પાવન બનતાં જશો બીજો કોઈ
ઉપાય નથી. શાંતિધામ થી પછી તમને સ્વર્ગ માં મોકલી દઈશ. આ છે પિયરઘર, તે છે સાસરું.
પિયરઘર માં દાગીના વગેરે નથી પહેરતાં, કાયદો નથી. આ તો આજકાલ ફેશન થઈ ગઈ છે. આ સમયે
તમે જાણો છો અમે સાસરે જઈને આ બધું પહેરીશું. લગ્ન નાં સમયે કન્યા નું પહેલાં બધું
ઉતારી દે છે. જૂનાં કપડા પહેરે છે. તમે જાણો છો બાબા આપણને શૃંગારી રહ્યાં છે, સાસરે
લઈ જવા માટે. સાસરે ૨૧ જન્મ આપણે સદા નાં માટે રહીશું. હા, એનાં માટે પુરુષાર્થ કરવો
પડે, પવિત્ર રહેવું પડે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન રહેવાનું છે. આ
અંતિમ જન્મ છે. બાપ સમજાવે છે પહેલાં અવ્યભિચારી સતોપ્રધાન ભક્તિ હતી, હમણાં
તમોપ્રધાન થઈ ગઈ છે. બોમ્બે માં ગણેશ ની પૂજા થાય છે લાખો ખર્ચ કરે છે. દેવતાઓને
ક્રિયેટ કરી (રચના રચી) એમની પાલના કરી પછી ડુબાડી દે છે, વિનાશ કરી દે છે. હવે આપ
બાળકોને વન્ડર (આશ્ચર્ય) લાગે છે. તમે સમજાવી શકો છો કે એ શું રીત-રિવાજ છે. દેવી
ને જન્મ આપી, પૂજા કરી ખવડાવી-પિવડાવીને, શાદમાના કરી પછી ડુબાડી દે છે. વન્ડર છે.
તુલસી નાં લગ્ન કૃષ્ણ સાથે દેખાડે છે. ખૂબ ધામધૂમ થી લગ્ન કરે છે. વિદેશીઓ આવી વાતો
સાંભળે તો સમજે છે કે કદાચ આવું થતું હશે. શું-શું વાતો બનાવી છે. અહીં તો જુગાર
વગેરે ની કોઈ વાત નથી. તેઓ તો કહી દે છે પાંડવોએ જુગાર રમ્યો, દ્રૌપદી ને દાવ પર
રાખી. શું-શું વાતો બનાવી છે, એનાંથી રાજયોગની વાત તો બિલકુલ ગુમ થઈ જાય છે. હવે
બાપ કહે છે મને યાદ કરો, આ તો બિલકુલ સહજ છે. બુદ્ધિ માં આવવું જોઈએ આપણે ૨૧ જન્મો
માટે સ્વર્ગ, ક્ષીરસાગર માં જઈએ છીએ. હમણાં આ છે વિષય સાગર. વિષય સાગર થી નીકળી પછી
ક્ષીર સાગર માં તમે જઈ રહ્યાં છો. તમારી છે નવી વાતો. મનુષ્ય સાંભળીને વન્ડર ખાશે.
આપ બાળકો સમજો છો બરાબર સ્વર્ગ માં આપણે ખૂબ સુખી રહેશું. આપણે વિશ્વ નાં માલિક
બનીએ છીએ. ત્યાં આપણી રાજધાની કોઈ છીનવી ન શકે. હમણાં તો કેટલાં પાર્ટીશન (ભાગલા)
છે, લડતાં રહે છે. આપ બાળકોએ સમજાવવાનું છે - તમારો અસલ દુશ્મન છે રાવણ, એનાં પર તમે
કલ્પ-કલ્પ જીત મેળવો છો. માયાજીતે જગત-જીત બનો છો. આ છે હાર-જીત નો ખેલ. તમે જાણો
છો અમે વિજય જરુર મેળવીશું. નપાસ ન થઈ શકો, વિનાશ સામે છે. લોહીની નદીઓ વહેશે. કેટલાં
નાહક મરે છે. આને નર્ક અથવા ભ્રષ્ટાચારી દુનિયા કહેવાય છે. ગાય તો છે - પતિત-પાવન
આવો.
બાપ કહે છે જેમ તમે
આત્મા સ્ટાર (સિતારો) છો, હું પણ સ્ટાર છું. હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો
છું, એનાંથી કોઈ પણ છૂટી નથી શકતું. નહીં તો મને શું પડી છે જે આ પતિત દુનિયામાં આવું.
હું તો પરમધામ માં રહેવા વાળો છું ને! આ ડ્રામા માં દરેક પોત-પોતાનો પાર્ટ ભજવે છે.
કોઈ ફિકર (ચિંતા) ની વાત નથી. અહીં તમે ફખુર (નશા) માં બેફિકર રહો છો, બિલકુલ સરળ.
બાપ કોઈ તકલીફ નથી આપતાં. ફક્ત યાદ કરવા અને કરાવવાનાં છે. બેહદ નાં બાપ બેહદ નું
સુખ આપવા આવ્યાં છે. ઘરે-ઘરે તમારે નિમંત્રણ આપવાનું છે, આટલું કામ કરવાનું છે. આપ
બાળકો પર ખુબ મોટી જવાબદારી છે. માયા પણ જુઓ એકદમ સત્યાનાશ કરી દે છે. ભારત કેટલું
દુઃખી થઈ ગયું છે. દુઃખ માયાએ આપ્યું છે. હવે આપ બાળકોએ બાપ ની મદદ કરી કાંટા ને
ફૂલ બનાવવાનાં છે. તમે જાણો છો આપણા આ બ્રાહ્મણ કુળ માં કેવાં-કેવાં પ્રકારનાં ફૂલ
છે. સર્વિસ (સેવા) કરશો તો પદ પણ મેળવશો, નહીં તો પ્રજા માં ચાલ્યાં જશો. મહેનત છે
ને. ઘણાં બાળકો છે, સર્વિસ માં લાગેલાં છે. ઘણી બાળકીઓને રજા નથી મળતી. ખૂબ માર ખાય
છે, આમાં હિંમત જોઈએ. ડરવું ન જોઈએ. બહાદુરી જોઈએ. નષ્ટોમોહા પણ જોઈએ. મોહ પણ ઓછો
નથી, ખુબ પ્રબળ છે. સાહૂકાર ઘર ની હશે તો બાબા પહેલાં દેહ-અભિમાન તોડવા માટે કહેશે
ઝાડુ લગાવો, વાસણ માંજો. પરીક્ષા તો લેશે ને. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. શ્રીમત પર
બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે, પરમત કે મનમત પર નથી ચાલવાનું. નષ્ટોમોહા બની,
હિંમત રાખી સર્વિસ માં લાગવાનું છે.
2. હમણાં આપણે પિયરઘર
માં છીએ, અહીં કોઈ પણ પ્રકારની ફેશન નથી કરવાની. સ્વયં ને જ્ઞાન રતનો થી શૃંગારવાનાં
છે. પવિત્ર રહેવાનું છે.
વરદાન :-
દુઃખ ને સુખ ,
ગ્લાનિ ને પ્રશંસા માં પરિવર્તન કરવા વાળા પુણ્ય આત્મા ભવ
પુણ્ય આત્મા તે છે જે
ક્યારેય કોઈને ન દુઃખ આપે અને ન દુઃખ લે, પરંતુ દુઃખ ને પણ સુખ નાં રુપ માં સ્વીકાર
કરે. ગ્લાનિ ને પ્રશંસા સમજે ત્યારે કહેવાશે પુણ્ય આત્મા. આ પાઠ સદા પાક્કો રહે કે
ગાળો આપવા વાળા અથવા દુઃખ આપવા વાળા આત્મા ને પણ પોતાનાં રહેમ દિલ સ્વરુપ થી, રહેમ
ની દૃષ્ટિ થી જોવાનાં છે. ગ્લાનિ ની દૃષ્ટિ થી નહીં. તે ગાળો આપે અને તમે ફૂલ ચઢાવો
ત્યારે કહેશે પુણ્ય આત્મા.
સ્લોગન :-
બાપદાદા ને
નયનો માં સમાવવા વાળા જ નૂર, નૂરે જહાન છે.