04-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હવે આ દુનિયાનો હોપલેસ ( નિરાશાનો ) કેસ છે , બધાં મરી જશે એટલે એનાથી મમત્વ મટાવો , મામેકમ્ યાદ કરો

પ્રશ્ન :-
સર્વિસ (સેવા) ની ઉછળ ન આવવાનું કારણ શું છે?

ઉત્તર :-
૧. જો લક્ષણ ઠીક નથી, બાપ ને યાદ નથી કરતાં તો સર્વિસ ની ઉછળ આવી ન શકે. કાંઈ ને કાંઈ ઉલ્ટા કર્મ થતાં રહે છે એટલે સર્વિસ નથી કરી શકતાં. ૨. બાપ નું જે પહેલું ડાયરેક્શન છે - આપ મુયે મર ગઈ દુનિયા એને અમલ માં નથી લાવતાં. બુદ્ધિ દેહ અને દેહ નાં સંબંધો માં ફસાયેલી છે તો સેવા કરી ન કરી શકે.

ગીત :-
ઓમ્ નમઃ શિવાય.

ઓમ શાંતિ!
હવે આ ભક્તિમાર્ગ નું ગીત સાંભળ્યું. શિવાય નમઃ કહે છે. શિવ નું નામ ઘડી-ઘડી લે છે. રોજ શિવ નાં મંદિરમાં જાય છે અને જે તહેવાર છે તે વર્ષે-વર્ષે મનાવે છે. પુરુષોત્તમ માસ પણ હોય છે, પુરુષોત્તમ વર્ષ પણ હોય છે. શિવાય નમઃ તો રોજ કહેતાં રહે છે. શિવ નાં પૂજારી બહુજ છે. રચયિતા છે શિવ ઊંચા માં ઊંચા ભગવાન. કહે પણ છે - પતિત-પાવન પરમપિતા પરમાત્મા શિવ છે. રોજ પૂજા પણ કરે છે. આપ બાળકો જાણો છો આ સંગમયુગ છે - પુરુષોત્તમ બનવાનો યુગ. જેમ શારીરિક ભણતર થી કાંઈ ને કાંઈ ઊંચ પદ પામે છે ને. આ લક્ષ્મી-નારાયણે આ પદ કેવી રીતે પામ્યું, વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં. આ કોઈને પણ ખબર નથી. શિવાય નમઃ પણ કહે છે. તુમ માત-પિતા. રોજ મહિમા ગાએ છે પરંતુ એ નથી જાણતાં કે તે ક્યારે આવીને માતા-પિતા બનીને વારસો આપે છે. તમને ખબર છે કે દુનિયાનાં મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતાં. ભક્તિ માર્ગ માં કેટલાં ધક્કા ખાય છે. અમરનાથ પર કેટલાં ટોળા નાં ટોળા જાય છે. કેટલાં ધક્કા ખાય છે. કોઈને એવું કહો તો નારાજ થઈ જાય. તમે થોડાંક બાળકો છો જેમને અંદર માં બહુજ ખુશી છે. લખતાં પણ રહે છે બાબા જ્યાર થી તમને ઓળખ્યાં છે, બસ હવે તો અમારી ખુશી નો પારાવાર નથી રહ્યો. કાંઈ પણ તકલીફ વગેરે થાય છે, તો પણ ખુશી માં રહેવું જોઈએ. આપણે બાપ નાં બન્યાં છીએ, આ ક્યારેય ભુલવું ન જોઈએ. આપ બાળકો જ્યારે કે જાણો છો આપણે શિવબાબા ને પામ્યાં છે. તો ખુશીનો પારાવાર ન રહેવો જોઈએ. માયા ઘડી-ઘડી ભૂલાવી દે છે. ભલે લખે છે અમને નિશ્ચય છે, બાબા ને અમે જાણીએ છીએ તો પણ ચાલતાં-ચાલતાં ઠંડા પડી જાય છે. ૬-૮ માસ, ૨-૩ વર્ષ આવે નહીં તો બાબા સમજી જાય છે પૂરા નિશ્ચય બુદ્ધિ નથી. પૂરો નશો નથી ચઢ્યો. એવાં બેહદ નાં બાપ, જેનાથી ૨૧ જન્મો નો વારસો મળે છે. નિશ્ચય થઈ જાય તો બહુજ ખુશી નો નશો રહેવો જોઈએ. જેમ કોઈનાં બાળક ને રાજા ખોળે (દત્તક) લેવા ઈચ્છે છે. બાળક ને ખબર પડી જાય છે કે અમારા માટે એવી વાતચીત થઈ રહી છે કે રાજા ઈચ્છે છે - આ બાળકને અમે વારીસ બનાવીએ. તો બાળક ને બહુજ ખુશી થશે ને. હું રાજા નો બાળક બનું છું અથવા ગરીબ નો બાળક સાહૂકાર નાં ખોળે જાય છે તો બહુજ ખુશી થાય છે ને. જાણી જાય છે કે મને ફલાણા એડોપ્ટ (અપનાવે) કરે છે તો ગરીબી નું ગમ (દુઃખ) ભુલી જાય છે. તે તો છે છતાં પણ એક જન્મ ની વાત. અહીંયા બાળકોને ખુશી રહે છે ૨૧ જન્મ વારસો લેવાની. બેહદ નાં બાપ ને યાદ કરવાનાં છે અને પછી બીજાને રસ્તો બતાવવાનો છે. શિવબાબા પતિત-પાવન આવેલાં છે. સમજાવે છે, તમારો હું બાપ છું. એવું કોઈ મનુષ્ય ન કહી શકે કે હું તમારો બેહદ નો બાપ છું. બાપ જ સમજણ આપે છે હું ૫ હજાર વર્ષ પહેલાં આવ્યો હતો. તમને આ જ અક્ષર કહ્યાં હતાં કે મામેકમ્ યાદ કરો. મને પતિત-પાવન બાપ ને યાદ કરવાથી જ તમે પતિત થી પાવન બનશો બીજો કોઈ ઉપાય નથી - પતિત થી પાવન બનવાનો. પતિત-પાવન છે જ એક બાપ. કૃષ્ણ ને ભગવાન ન કહી શકાય. ગીતા નાં ભગવાન એક પતિત-પાવન પુનર્જન્મ રહિત છે. પહેલી-પહેલી વાત આ લખાવો. મોટાં-મોટાં વ્યક્તિઓ નું લખાણ જોશે તો સમજશે ઠીક છે. કોઈ સાધારણ વ્યક્તિ ને જોશે તો કહેશે બ્રહ્માકુમારીઓએ આમને જાદુ લગાવી દીધું છે ત્યારે લખે છે, મોટાં વ્યક્તિનાં માટે એવું નહીં કહેશે. તમે કાંઈ પણ કહો છો તો સમજે છે નાનાં મોઢે મોટી વાતો બનાવે છે કે ભગવાન આવ્યાં છે. એમ આપ બાળકોએ ફક્ત કહેવાનું નથી કે ભગવાન આવ્યાં છે, એનાથી તો કોઈ સમજશે નહીં વધારે જ મજાક ઉડાવશે. આ તો સમજાવવાનું છે કે બે બાપ છે. પહેલે થી જ ઝટ થી સીધું કહેવાનું નથી કે ભગવાન આવેલાં છે કારણ કે આજકાલ દુનિયામાં પણ ભગવાન કહેવડાવવા વાળા બહુજ થઈ ગયાં છે. બધાં પોતાને ભગવાન નો અવતાર સમજે છે તો યુક્તિ થી બે બાપ નું રહસ્ય સમજાવવું જોઈએ. એક છે હદ નાં બાપ, બીજા છે બેહદ નાં બાપ. બાપ નું નામ છે શિવ. એ બધી આત્માઓનાં બાપ છે તો જરુર બાળકોને વારસો આપતાં હશે. શિવ જયંતી પણ મનાવે છે. એ જ આવીને સ્વર્ગની સ્થાપના કરે છે, તો જરુર નર્ક નો વિનાશ થવાનો છે. એની પણ નિશાની-આ મહાભારત લડાઈ છે. બાકી ફક્ત ભગવાન આવ્યાં છે, આ કહેવાથી કોઈ સમજશે નહીં. ઢંઢેરો પિટતાં રહે છે. એવી-એવી ઉલ્ટી સર્વિસ કરવાથી વધારે જ સર્વિસ માં ઢીલાપણું આવી જાય છે. એક તરફ કહે ભગવાન આવેલાં છે, ભગવાન ભણાવે છે પછી જઈને લગ્ન કરે છે. તો લોકો કહેશે તમને પાછું શું થયું. તમે તો કહેતાં હતાં કે ભગવાન ભણાવે છે. કહે છે અમે જે સાંભળ્યું હતું તે કહી દીધું. અનેક પ્રકારનાં વિઘ્ન પણ પડે છે પોતાનાં બાળકોથી, જેમ હિંદુ ધર્મ વાળાઓએ પોતે જ પોતાને ચમાટ મારી છે ને. હકીકત માં છે દેવી-દેવતા ધર્મ નાં પરતું કહી દે છે અમે હિંદુ છીએ. પોતાને ચમાટ મારી છે ને. હવે તમે જાણો છો આપણે જ પૂજ્ય હતાં તો શ્રેષ્ઠ કર્મ, શ્રેષ્ઠ ધર્મ હતો. આસુરી મત પર ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ બની પડ્યાં છીએ. આપણે જ પોતાનાં ધર્મ ની ગ્લાનિ શરું કરીએ છીએ, આસુરી માયા ની મત છે એટલે બાબાએ પોતે કહ્યું છે-તે છે આસુરી સંપ્રદાય. આ છે દૈવી સંપ્રદાય, જેમને હું રાજયોગ શીખવાડું છું. હમણાં છે કળયુગ. જે આ નોલેજ (જ્ઞાન) આવીને સાંભળે છે, એ અસુર થી બદલાઈ દેવતા બને છે. આ નોલેજ છે જ દેવતા બનવાનાં માટે. ૫ વિકારો પર જીત પામવાથી દેવતા બને છે, બાકી અસુરો અને દેવતાઓની કોઈ લડાઈ નથી લાગી. આ પણ ભૂલ કરી દીધી છે પછી દેખાડે છે, જેની તરફ સાક્ષાત્ ભગવાન છે એમનો વિજય થયો, એમાં નામ કૃષ્ણ નું આપી દીધું છે. હકીકત માં છે તમારું માયા થી યુદ્ધ. બાપ કેટલી વાતો બેસી સમજાવે છે પરંતુ તમોપ્રધાન એવાં છે જે બિલકુલ સમજતાં જ નથી. બાપ ને યાદ નથી કરી શકતાં. સમજે પણ છે અમારી એવી તમોપ્રધાન બુદ્ધિ છે જે યાદ જ નથી રહેતી, એટલે ઉલ્ટું કામ કરતો રહું છું. સારા-સારા બાળકો પણ યાદ બિલકુલ નથી કરતાં. લક્ષણ સુધારતાં જ નથી, એટલે સર્વિસ ની ઉછળ નથી આવતી. બાપ કહે છે - દેહ સહિત દેહ નાં જે પણ સંબંધ છે, એમને મારો અથવા ભુલો. હવે મારો અક્ષર હકીકત માં છે નહીં. કહે છે આપ મુયે મરી ગઈ દુનિયા. આ બાપ બેસી સમજાવે છે. બુદ્ધિ થી ભૂલી જવાનું છે જ્યારે કે તમે મારા બન્યાં છો તો આ બધાને ભુલો, એક બાપ ને યાદ કરો. જેમ કોઈ બીમારી નો હોપલેસ (નિરાશ) કેસ થઈ જાય છે તો પછી એનાથી મમત્વ મિટાવવાનું હોય છે. પછી એમને કહે છે રામ-રામ કહો, બાપ પણ કહે છે આ દુનિયાનાં કેસ બહુજ હોપલેસ છે. આ ખલાસ થવાની જ છે, બધાં મરી જશે, એટલે એનાથી મમત્વ મિટાવો. તે તો રામ-રામ ની ધૂન લગાવે છે. અહીંયા તો એક ની વાત નથી. આખી દુનિયા વિનાશ થવાની છે એટલે તમને એક જ મંત્ર આપું છું મામેકમ્ યાદ કરો. કેટલી સમજણ આપતાં રહે છે, ભિન્ન-ભિન્ન પ્રકાર થી. હમણાં પુરુષોત્તમ માસ આવ્યો તો પુરુષોત્તમ યુગ પર પણ સમજણ આપતાં રહે છે. સમજાવાની બહુજ હોશિયારી જોઈએ. ધારણા સારી જોઈએ. કોઈ પાપ કર્મ ન કરવું જોઈએ. વગર પરવાનગી કોઈ વસ્તુ ઉઠાવવી, ખાવી આ પણ બહુજ ગુપ્ત પાપ છે. કાયદા ખુબ કડક છે, પાપ કરે છે તો પણ બતાવતાં નથી, પછી પાપ વૃદ્ધિ ને પામતાં જાય છે. અહીંયા તો આપ બાળકોએ પુણ્ય આત્મા બનવાનું છે. મને પુણ્ય આત્મા થી સ્નેહ છે, પાપ આત્મા થી વિરોધ છે. ભક્તિમાર્ગ માં પણ જાણે છે કે સારું કર્મ કરવાથી સારું ફળ મળશે એટલે દાન-પુણ્ય વગેરે સારા કર્મ કરે છે ને. આ ડ્રામા છે તો પણ કહે છે ભગવાન સારા કર્મો નું ફળ સારું આપે છે. બાપ કહે છે-હું ફક્ત આ ધંધો થોડી બેસીને કરું છું. આ તો બધું ડ્રામા માં નોંધ છે. ડ્રામા અનુસાર બાપ ને જરુર આવવાનું છે.

બાપ કહે છે - મારે આવીને બધાને રસ્તો બતાવવાનો છે. બાકી એમાં કૃપા વગેરેની કોઈ વાત જ નથી. કોઈ-કોઈ લખે છે બાબા તમારી કૃપા હશે તો અમે તમને ક્યારેય નહીં ભૂલીશું. બાપ કહે છે - હું ક્યારેય કૃપા વગેરે નથી કરતો, આ તો ભક્તિમાર્ગ ની વાતો છે. તમારે પોતાનાં પર કૃપા કરવાની છે. બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. ભક્તિમાર્ગ ની વાતો જ્ઞાન માર્ગ માં હોતી નથી. જ્ઞાન માર્ગ છે જ ભણતર. શિક્ષક કોઈ પર કૃપા થોડી કરશે. દરેકે ભણવાનું છે. બાપ શ્રીમત આપે છે, એનાં પર ચાલવું જોઈએ ને. પરંતુ પોતાની મત પર ચાલવાનાં કારણે કાંઈ પણ સર્વિસ નથી કરતાં. બાળકોએ બિલકુલ પુણ્ય આત્મા બનવાનું છે. જરા પણ કોઈ પાપ ન થાય. ઘણાં બાળકો પોતાનાં પાપ ક્યારેય બતાવશે નહીં. બાપ પણ કહે છે તે ઊંચ પદ ક્યારેય નહીં પામશે. ગવાયેલું છે ચઢે તે ચાખે.બાળકો જાણે છે બહુજ ઊંચુ પદ છે. પડે છે તો કોઈ કામ નાં નથી રહેતાં. અશુદ્ધ અહંકાર છે પહેલો નંબર, પછી કામ, ક્રોધ, લોભ પણ ઓછાં નથી. લોભ, મોહ પણ સત્યાનાશ કરી દે છે. બાળકો વગેરે માં મોહ હશે તો તે યાદ આવતાં રહેશે. આત્મા તો કહે છે મારા તો એક શિવબાબા, બીજું ન કોઈ બીજા કોઈ પણ યાદ ન આવે - એવો પુરુષાર્થ કરવાનો છે. આ બધું તો ખલાસ થવાનું છે. વિનાશ સામે છે, વારસો તો લઈ નહીં શકશે. એમનામાં શું મોહ રાખવાનો છે. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની છે. આખી દુનિયાને બુદ્ધિ થી ભૂલવાની છે. આ તો બધું ખલાસ થવાનું જ છે. તોફાન એવાં લાગશે જે એકદમ ખતમ થઈ જશે. આગ ક્યાંક લાગે છે અને હવા જોર થી આવે છે તો ઝટ એકદમ ખલાસ કરી દે છે. અડધાં કલાક માં ૧૦૦-૧૫૦ ઝુંપડાઓ ખતમ કરી દે છે. તમે જાણો છો કે આ ભમ્ભોર ને આગ લાગવાની જ છે, નહીં તો આટલાં બધાં મનુષ્ય કેવી રીતે મરશે. જે સારા બાળકો છે, લક્ષણ પણ સારા છે તો સર્વિસ પણ સારી કરે છે. આપ બાળકોને નશો રહેવો જોઈએ. પૂરો નશો તો અંતમાં રહેશે, જ્યારે કર્માતીત અવસ્થા થાય તો પણ પુરુષાર્થ કરતાં રહે છે. બનારસ માં શિવ નાં મંદિરમાં તો બહુજ જાય છે કારણ કે એ છે ઊંચા માં ઊંચા ભગવાન. ત્યાં શિવની ભક્તિ બહુજ છે. બાબા તો કહેતાં રહે છે કે ત્યાં એમને જઈને સમજાઓ. એ શિવ ભગવાન આ લક્ષ્મી-નારાયણ ને આ વારસો આપે છે. સંગમ પર જ આ વારસો એમને મળેલો છે. આ સમજાવવાથી પછી બ્રહ્મા-સરસ્વતી ની પણ સમજણ આવે છે. ચિત્રો પર સ્પષ્ટ સમજાવી શકો છો. એમને આ રાજ્ય કેવી રીતે મળ્યું. આ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં ભક્તિમાર્ગ હતો નહીં. કહેશે ભક્તિ તો અનાદિ છે જ. હમણાં તમને કેટલું નોલેજ મળ્યું છે તે નશો ચઢવો જોઈએ ને. આપણને ભગવાન ભણાવી રહ્યાં છે, ૨૧ જન્મો નું રાજ્ય-ભાગ્ય આપવાનાં માટે. તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો ને. જેમને નિશ્ચય હશે-આ બ્રહ્માકુમારીઓ જેનાં દ્વારા સાંભળીને અમને નિશ્ચય બેસાડે છે તે સ્વયં શું હશે. એવાં બાપ થી તો પહેલાં મળીએ. જ્યાં સુધી પૂરો નિશ્ચય નહીં હશે ત્યાં સુધી વધશે નહીં. નિશ્ચય વાળા જ ઝટ ભાગશે. એવાં બાપ નાં પાસે અમે જઈને મળીશું, છોડીશું નહીં. બસ બાબા અમે તો તમારા બની ગયાં, અમે જઈશું નહીં. ગીત પણ છે ને ભલે પ્રેમ કરો ભલે ઠુકરાવો. આ દિવાનો તારો દર (ઘર) નહીં છોડશે. તો પણ બેસાડી તો ન શકે. સેવા પર મોકલવા પડે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળફૂલ સમાન બનવાનું છે. એવું લખીને પણ આપે છે પછી બહાર જઈને માયા નાં ચક્ર માં આવી જાય છે. માયા એટલી પ્રબળ છે. માયા નાં બહુજ વિઘ્ન પડે છે. નાનાં દીવા ને માયા નાં તોફાન કેટલાં આવે છે. આ ગીતનો પણ સાર બાપ આવીને સમજાવે છે. તમારો પુરુષોત્તમ યુગ ચાલી રહ્યો છે. ભક્તો નો પુરુષોત્તમ માસ ચાલ્યો ગયો. બાપ કહે છે-આ સંગમયુગ પર જ હું આવું છું, પતિતો ને પાવન બનાવવાં. સમજણ કેટલી સારી છે.

અચ્છા - દિવસે-પ્રતિદિવસે સેવા ની વૃદ્ધિ માટે નવી-નવી યુક્તિઓ નીકળતી રહેશે. સારા-સારા ચિત્ર બનતાં જશે. કહે છે ને-વિલંબ પછી કામ દુરસ્ત થાય છે. તૈયાર માલ મળે છે, જેનાથી જલ્દી થી કોઈ સમજી જાય. સીડી બહુજ સારી છે. આ સમયે કોઈ આ ન કહી શકે કે અમે પાવન છીએ. પાવન દુનિયા સતયુગ ને જ કહેવાય છે. પાવન દુનિયાનાં માલિક આ લક્ષ્મી-નારાયણ છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જરા પણ કોઈ મોટું અથવા સૂક્ષ્મ પાપ ન થાય, એનું બહુજ-બહુજ ધ્યાન રાખવાનું છે. ક્યારેય કોઈ વસ્તુ છુપાવીને નથી લેવાની. લોભ મોહ થી પણ સાવધાન રહેવાનું છે.

2. અશુદ્ધ અહંકાર જે સત્યનાશ કરવા વાળો છે, એને ત્યાગવાનો છે. એક બાપ નાં સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે, આ જ પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સૂક્ષ્મ સંકલ્પો નાં બંધન થી પણ મુક્ત બની ઊંચી સ્ટેજ નો અનુભવ કરવા વાળા નિર્બંધન ભવ

જે બાળકો જેટલાં નિર્બંધન છે એટલાં ઊંચી સ્ટેજ પર સ્થિત રહી શકે છે, એટલે ચેક કરો કે મન્સા-વાચા કે કર્મણા માં કોઈ સૂક્ષ્મ માં પણ દોરી જોડાયેલી તો નથી! એક બાપ નાં સિવાય બીજું કોઈ યાદ ન આવે. પોતાનું દેહ પણ યાદ આવ્યું તો દેહ ની સાથે દેહ નાં સંબંધ, પદાર્થ, દુનિયા બધું એક નાં પાછળ આવી જશે. હું નિર્બંધન છું - આ વરદાન ને સ્મૃતિ માં રાખી આખી દુનિયાને માયાની જાળ થી મુક્ત કરવાની સેવા કરો.

સ્લોગન :-
દેહી-અભિમાની સ્થિતિ દ્વારા તન અને મન ની હલચલ ને સમાપ્ત કરવા વાળા જ અચળ રહે છે.