04-10-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  29.03.86    બાપદાદા મધુબન


ડબલ વિદેશી બાળકોથી બાપદાદાની રુહ - રિહાન
 


આજે બાપદાદા ચારે તરફનાં ડબલ વિદેશી બાળકો ને વતન માં ઈમર્જ (જાગૃત) કરી બધાં બાળકોની વિશેષતાઓને જોઈ રહ્યાં હતાં કારણ કે બધાં બાળકો વિશેષ આત્માઓ છે ત્યારે જ બાપનાં બન્યા છે અર્થાત્ શ્રેષ્ઠ ભાગ્યવાન બન્યાં છે. વિશેષ બધાં છે તો પણ નંબરવાર તો કહેશે. તો આજે બાપદાદા ડબલ વિદેશી બાળકોને વિશેષ રુપથી જોઈ રહ્યાં હતાં. થોડા સમય માં ચારે તરફની ભિન્ન-ભિન્ન રીત-રિવાજ અથવા માન્યતા હોવા છતાં પણ એક માન્યતા નાં એકમત વાળા બની ગયાં છે. બાપદાદા વિશેષ બે વિશેષતાઓ મેજોરીટી (અધિકાંશ) માં જોઈ રહ્યાં છે. એક તો સ્નેહનાં સંબંધ માં ખુબ જલદી બંધાઈ ગયાં છે. સ્નેહનાં સંબંધ માં, ઈશ્વરીય પરિવારનાં બનવામાં, બાપનાં બનવામાં સારો સહયોગ આપ્યો છે. તો એક સ્નેહમાં આવવાની વિશેષતા, બીજું સ્નેહનાં કારણે પરિવર્તન-શક્તિ સહજ પ્રેક્ટિકલમાં લાવ્યાં. સ્વ-પરિવર્તન અને સાથે-સાથે હમજીન્સ નાં પરિવર્તનમાં સારી લગન થી આગળ વધી રહ્યાં છે. તો સ્નેહની શક્તિ અને પરિવર્તન કરવાની શક્તિ આ બંને વિશેષતાઓને હિંમત થી ધારણ કરી સારું સબૂત દેખાડી રહ્યાં છે.

આજે વતન માં બાપદાદા પરસ્પર બાળકોની વિશેષતાઓ પર રુહ-રિહાન કરી રહ્યાં હતાં. હવે આ વર્ષ નાં અવ્યક્ત ને વ્યક્તમાં મળવાની સીઝન (ઋતુ) કહો કે મિલન મેળો કહો સમાપ્ત થઈ રહ્યો છે, તો બાપદાદા બધાનાં રિઝલ્ટ (પરિણામ) ને જોઈ રહ્યાં હતાં. આમ તો અવ્યક્ત રુપ થી અવ્યક્ત સ્થિતિ થી સદા નું મિલન છે જ અને સદા રહેશે. પરંતુ સાકાર રુપ દ્વારા મિલન નો સમય નિશ્ચિત કરવો પડે છે અને એમાં સમયની હદ રાખવી પડે છે. અવ્યક્ત રુપનાં મિલન માં સમયની હદ નથી, જે જેટલું ઈચ્છે મિલન મનાવી શકે છે. અવ્યક્ત શક્તિની અનુભૂતિ કરી સ્વયં ને, સેવાને સદા આગળ વધારી શકે છે. છતાં પણ નિશ્ચિત સમય નાં પ્રમાણે આ વર્ષ ની આ સીઝન સમાપ્ત થઈ રહી છે. પરંતુ સમાપ્ત નહિં સંપન્ન બની રહ્યાં છો. મળવું અર્થાત્ સમાન બનવું. સમાન બન્યાં ને. તો સમાપ્તિ નથી, ભલે સીઝન નો સમય તો સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ સ્વયં સમાન અને સંપન્ન બની ગયાં એટલે બાપદાદા ચારે તરફનાં ડબલ વિદેશી બાળકોને વતનમાં જોઈ હર્ષિત થઇ રહ્યાં હતાં કારણ કે સાકાર માં તો કોઈ આવી શકે, કોઈ ન પણ આવી શકે, એટલે પોતાનું ચિત્ર અથવા પત્ર મોકલી દે છે. પરંતુ અવ્યક્ત રુપમાં બાપદાદા ચારે તરફનાં સંગઠન ને સહજ ઇમર્જ કરી શકે છે. જો અહીંયા બધાં ને બોલાવે તો પણ રહેવા, વગેરે નાં બધાં સાધન જોઈએ. અવ્યક્ત વતનમાં તો આ સ્થૂળ સાધનોની કોઈ આવશ્યકતા નથી. ત્યાં તો ફક્ત ડબલ વિદેશી શું પરંતુ આખાં ભારતનાં બાળકો પણ ભેગાં કરો તો એવું લાગશે જેમ બેહદનું અવ્યક્ત વતન છે. ત્યાં ભલે કેટલાં પણ લાખ હોય તો પણ એવું જ લાગશે જેમ નાનું એવું સંગઠન દેખાઈ રહ્યું છે. તો આજે વતન માં ફક્ત ડબલ વિદેશીઓને ઇમર્જ કર્યા હતાં.

બાપદાદા જોઈ રહ્યાં હતાં કે ભિન્ન રીત-રિવાજ હોવા છતાં પણ દૃઢ સંકલ્પ થી પ્રગતિ સારી કરી છે. મેજોરીટી ઉમંગ-ઉત્સાહ માં ચાલી રહ્યાં છે. કોઈ-કોઈ ખેલ દેખાડવા વાળા હોય જ છે પરંતુ રિઝલ્ટ માં આ અંતર જોયું કે ગયા વર્ષ સુધી કન્ફ્યુઝ (મુઝાયેલાં) વધારે થતાં હતાં. પરંતુ આ વર્ષ નાં રિઝલ્ટ (પરિણામ) માં ઘણાં બાળકો પહેલે થી જ મજબૂત જોયાં. કોઈ-કોઈ બાપદાદા ને ખેલ દેખાડવા વાળા બાળકો પણ જોયાં. કન્ફ્યુઝ થવાનો પણ ખેલ કરે છે ને. એ સમય નો વિડીયો નીકાળી બેસીને જુઓ તો તમને બિલકુલ ડ્રામા લાગશે. પરંતુ પહેલા થી અંતર છે. હમણાં અનુભવી બનેલાં ગંભીર પણ બની રહ્યાં છે. તો આ રિઝલ્ટ જોયું કે ભણતર થી પ્રેમ અને યાદ માં રહેવાનો ઉમંગ, ભિન્ન રીત-રીવાજ માન્યતા ને સહજ બદલી દે છે. ભારતવાસીઓને પરિવર્તન થવામાં સહજ છે. દેવતાઓને જાણે છે, શાસ્ત્રોનાં મિક્સ જ્ઞાન ને જાણે છે તો માન્યતાઓ ભારતવાસીઓનાં માટે એટલી નવી નથી. તો પણ ટોટલ ચારે બાજુનાં બાળકોમાં એવી નિશ્ચયબુદ્ધિ, અટલ, અચળ આત્માઓ જોઈ. એવાં નિશ્ચયબુદ્ધિ બીજાઓને પણ નિશ્ચયબુદ્ધિ બનાવવામાં એક્ઝામ્પલ (ઉદાહરણ) બનેલાં છે. પ્રવૃત્તિ માં રહેતાં પણ પાવરફુલ (શક્તિશાળી) સંકલ્પ થી દૃષ્ટિ, વૃત્તિ પરિવર્તન કરી લે છે. એ પણ વિશેષ રત્ન જોયાં. ઘણાં એવાં પણ બાળકો છે જે જેટલાં પોતાની રીત પ્રમાણ અલગ પ્રકારનાં સાધનો માં, અલપકાળનાં સુખો માં મસ્ત હતાં, એવાં પણ રાત-દિવસ નાં પરિવર્તન માં સારા તીવ્ર પુરુષાર્થીઓની લાઈન માં ચાલી રહ્યાં છે. ભલે વધારે અંદાજ ન પણ હોય પરંતુ તો પણ સારા છે. જેમ બાપદાદા ઝાટકૂ નું દૃષ્ટાંત આપે છે. એમ મન થી ત્યાગનો સંકલ્પ કર્યા પછી ફરી આંખ પણ ન ડૂબે એવાં પણ છે. આજ ટોટલ રિઝલ્ટ જોઈ રહ્યાં હતાં. શક્તિશાળી આત્માઓને જોઈ બાપદાદા હર્ષિત થઇ રુહ-રિહાન કરી રહ્યાં હતાં કે બ્રહ્માની રચના બે પ્રકારની ગવાયેલી છે. એક બ્રહ્માનાં મુખ થી બ્રાહ્મણ નીકળ્યાં. અને બીજી રચના - બ્રહ્માએ સંકલ્પ થી સૃષ્ટિ રચી. તો બ્રહ્મા બાપે કેટલાં સમય થી શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પ કર્યો! છે તો બાપદાદા બંનેવ જ, તો પણ રચના માટે શિવ ની રચના નહીં કહેશે. શિવવંશી કહેશે. શિવકુમાર શિવકુમારી નહીં કહેશે. બ્રહ્માકુમારી-કુમારી કહેશે. તો બ્રહ્માએ વિશેષ શ્રેષ્ઠ સંકલ્પ થી આહવાન કર્યુ અર્થાત્ રચના રચી. આ બ્રહ્માનાં શક્તિશાળી સંકલ્પ થી, આહવાન થી સાકાર માં પહોંચી ગયાં છે.

સંકલ્પ ની રચના પણ ઓછી નથી. જેમ સંકલ્પ શક્તિશાળી છે તો દૂર થી ભિન્ન પડદાની અંદર થી બાળકો પોતાનાં પરિવાર માં લાવવાના હતાં, શ્રેષ્ઠ શક્તિશાળી સંકલ્પે પ્રેરી ને નજીક લાવ્યાં, એટલે આ શક્તિશાળી સંકલ્પ ની રચના પણ શક્તિશાળી છે. ઘણાઓનો અનુભવ પણ છે - જેમ બુદ્ધિને વિશેષ કોઇ પ્રેરી ને સમીપ લાવી રહ્યું છે. બ્રહ્માનાં શક્તિશાળી સંકલ્પ નાં કારણે બ્રહ્માનાં ચિત્રને જોતાં જ ચૈતન્યતા નો અનુભવ થાય છે. ચૈતન્ય સંબંધ નાં અનુભવ થી આગળ વધી રહ્યાં છે. તો બાપદાદા રચના ને જોઇ હર્ષિત થઇ રહ્યાં છે. હવે આગળ હજું પણ શક્તિશાળી રચના નાં પ્રત્યક્ષ સબૂત આપતાં રહેશે. ડબલ વિદેશીઓની સેવાનાં સમય નાં હિસાબ થી હવે બાળપણનો સમય સમાપ્ત થયો. હવે અનુભવી બની બીજાઓને પણ અચળ અડોલ બનાવવાનો, અનુભવ કરાવવાનો સમય છે. હવે ખેલ કરવાનો સમય સમાપ્ત થયો. હવે સદા સમર્થ બની નિર્બળ આત્માઓને સમર્થ બનાવતાં ચાલો. તમારા લોકોમાં નિર્બળતા નાં સંસ્કાર હશે તો બીજાઓને પણ નિર્બળ બનાવશો. સમય ઓછો છે અને રચના વધુ થી વધુ આવવાવાળી છે. આટલી સંખ્યા માં જ ખુશ નહીં થઈ જતાં કે બહુજ થઈ ગયાં. હવે તો સંખ્યા વધવાની જ છે. પરતું જેમ તમે આટલો સમય પાલના લીધી અને જે વિધિ થી તમે લોકોએ પાલના લીધી, હવે તે પરિવર્તન થતું જશે.

જેમ ૫૦ વર્ષો ની પાલના વાળા ગોલ્ડન જુબલીવાળા માં અને સિલ્વર જુબલીવાળા માં અંતર રહ્યું છે ને. એમ પાછળ આવવા વાળા માં અંતર થતું જશે. તો થોડાં સમયમાં તેમને શક્તિશાળી બનાવવાનાં છે. સ્વયં તેમની શ્રેષ્ઠ ભાવના તો હશે જ. પરંતુ આપ સર્વે પણ આવાં થોડા સમય માં આગળ વધવાવાળા બાળકોને પોતાનાં સંબંધ અને સંપર્ક નો સહયોગ આપવાનો જ છે, જેનાથી તેમને સહજ આગળ વધવાનો ઉમંગ અને હિંમત થાય. હવે આ સેવા બહુ જ થવાની છે. ફક્ત પોતાનાં માટે શક્તિઓ જમા કરવાનો સમય નથી. પરંતુ પોતાની સાથે બીજાઓનાં પ્રતિ પણ શક્તિઓ એટલી જમા કરવાની છે જે બીજાઓને પણ સહયોગ આપી શકો. ફક્ત સહયોગ લેવાવાળા નહીં પરંતુ આપવાવાળા બનવાનું છે. જેમને બે વર્ષ પણ થઈ ગયાં છે એમનાં માટે બે વર્ષ પણ ઓછાં નથી. થોડાં સમયમાં બધાં અનુભવ કરવાનાં છે. જેમ વૃક્ષમાં દેખાડો છે ને, છેલ્લે આવવાવાળી આત્મા પણ ૪ સ્ટેજ (અવસ્થા) થી પાસ જરુર થાય છે. પછી ભલે ૧૦-૧૨ જન્મ પણ હોય કે કેટલાં પણ હોય. તો પાછળ આવવા વાળા ને પણ થોડાં સમયમાં સર્વ શક્તિઓનો અનુભવ કરવાનો જ છે. વિદ્યાર્થી જીવન નો પણ અને સાથે-સાથે સેવાધારી નો પણ અનુભવ કરવાનો છે. સેવાધારીએ ફક્ત કોર્સ કરાવવાનો કે ભાષણ કરવાનું નથી. સેવાધારી અર્થાત્ સદા ઉમંગ-ઉત્સાહ નો સહયોગ આપવો. શક્તિશાળી બનાવવાનો સહયોગ આપવો. થોડાં સમયમાં બધાં વિષય પાસ કરવાનાં છે. એટલી તીવ્ર ગતિ થી કરશો ત્યારે તો પહોંચશો ને, એટલે એક-બીજા નાં સહયોગી બનવાનું છે. એક-બીજા નાં યોગી નહીં બનતાં. એક-બીજા થી યોગ લગાડવાનું શરું નહીં કરતાં. સહયોગી આત્મા સદા સહયોગ થી બાપનાં સમીપ અને સમાન બનાવી દે છે. આપ સમાન નહીં પરંતુ બાપ સમાન બનાવવાનાં છે. જે પણ પોતાનામાં કમજોરી છે તેને અહીંયા જ છોડી જજો. વિદેશ માં નહિં લઈ જતાં. શક્તિશાળી આત્મા બની શક્તિશાળી બનાવવાનાં છે. આ જ વિશેષ દૃઢ સંકલ્પ સદા સ્મૃતિ માં હોય. અચ્છા!

ચારે તરફ નાં બધાં બાળકોને વિશેષ સ્નેહ સંપન્ન યાદપ્યાર આપી રહ્યાં છે. સદા સ્નેહી, સદા સહયોગી અને શક્તિશાળી એવી શ્રેષ્ઠ આત્માઓને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.

બધાને આ ખુશી છે ને કે વેરાયટી (વિવિધતા) હોવાં છતાં પણ એક નાં બની ગયાં. હવે અલગ-અલગ મત નથી. એક જ ઈશ્વરીય મત પર ચાલવાવાળી શ્રેષ્ઠ આત્માઓ છે. બ્રાહ્મણોની ભાષા પણ એક જ છે. એક બાપ નાં છો અને બાપનું જ્ઞાન બીજાઓને પણ આપી સર્વને એક બાપનાં બનાવવાનાં છે. કેટલો મોટો શ્રેષ્ઠ પરિવાર છે. જ્યાં જાઓ, જે પણ દેશમાં જાઓ તો આ નશો છે કે અમારું પોતાનું ઘર છે. સેવા સ્થાન અર્થાત્ પોતાનું ઘર. એવું કોઈ પણ નહીં હશે જેનાં આટલાં ઘર હોય. જો તમને લોકોને કોઈ પૂછે - તમારાં પરિચિત ક્યાં-ક્યાં રહે છે? તો કહેશો આખી દુનિયામાં. જ્યાં જાઓ પોતાનો જ પરિવાર છે. કેટલાં બેહદનાં અધિકારી થઈ ગયાં. સેવાધારી થઈ ગયાં. સેવાધારી બનવું અર્થાત્ અધિકારી બનવું. આ બેહદની રુહાની ખુશી છે. હવે દરેક સ્થાન પોતાની શક્તિશાળી સ્થિતિ થી વિસ્તાર ને પ્રાપ્ત થઈ રહ્યું છે. પહેલાં થોડી મહેનત લાગે છે. પછી થોડા એક્ઝામ્પલ (ઉદાહરણ) બની જાય તો તેમને જોઈ બીજા સહજ આગળ વધતાં રહે.

બાપદાદા બધાં બાળકોને આ જ શ્રેષ્ઠ સંકલ્પ વારંવાર સ્મૃતિમાં અપાવે છે કે સદા સ્વયં પણ યાદ અને સેવા નાં ઉમંગ-ઉત્સાહ માં રહો, ખુશી-ખુશી થી આગળ તીવ્રગતિ થી વધતાં ચાલો અને બીજાને પણ એવાં જ ઉમંગ-ઉત્સાહ થી વધારતાં ચાલો, અને ચારે બાજુ નાં જે સાકાર માં નથી પહોંચ્યા તેમનાં પણ ચિત્ર અને પત્ર બધાં પહોંચ્યા છે. બધાં નાં રિસ્પોન્સ (પ્રતિઉત્તર) માં બાપદાદા બધાને પદ્માપદમ ગુણા દિલ થી યાદ-પ્યાર પણ આપી રહ્યાં છે. જેટલો હમણાં ઉમંગ-ઉત્સાહ, ખુશી છે એનાથી હજું પદમગુણા વધારો. કોઈ-કોઈએ પોતાની કમજોરીઓનાં સમાચાર પણ લખ્યાં છે, તેમનાં માટે બાપદાદા કહે છે, લખ્યું અર્થાત્ બાપ ને આપ્યું. આપેલી વસ્તુ પછી પોતાની પાસે ન રહી શકે. કમજોરી આપી દીધી પછી તેને સંકલ્પ માં પણ નહીં લાવતાં. ત્રીજી વાત ક્યારેય પણ કોઈ પણ સ્વયં નાં સંસ્કાર કે સંગઠ્ઠન નાં સંસ્કારો અથવા વાયુમંડળ નાં હલચલ થી દિલશિકસ્ત નહીં થતાં. સદા બાપને કમ્બાઇન્ડ (સાથી) રુપમાં અનુભવ કરી દિલશિકસ્ત થી શક્તિશાળી બની આગળ ઉડતાં રહો. હિસાબ-કિતાબ ચુક્તું થયો અર્થાત્ બોજ ઉતર્યો. ખુશી-ખુશી થી પાછલાં બોજ ને ભસ્મ કરતાં જાઓ. બાપદાદા સદા બાળકોનાં સહયોગી છે. વધારે વિચારો પણ નહીં. વ્યર્થ વિચાર પણ કમજોર કરી દે છે. જેમનાં વ્યર્થ સંકલ્પ વધારે ચાલે છે તો બે-ચાર વખત મુરલી વાંચો. મનન કરો, વાંચતા જાઓ. કોઈને કોઈ પોઇન્ટ (વાત) બુદ્ધિમાં બેસી જશે. શુદ્ધ સંકલ્પો ની શક્તિ જમા કરતા જાઓ તો વ્યર્થ ખતમ થઇ જશે. સમજ્યાં.

બાપદાદાની વિશેષ પ્રેરણાઓ :-

ચારે તરફ ભલે દેશ, ભલે વિદેશ માં ઘણાં એવાં નાનાં-નાનાં સ્થાન છે. આ સમયનાં પ્રમાણે સાધારણ છે પરંતુ માલામાલ બાળકો છે. તો એવાં પણ ઘણાં છે જે નિમિત્ત બનેલાં બાળકો ને પોતાની તરફ ચક્કર લગાડવાની આશા લાંબા સમયથી જોઈ રહ્યાં છે. પરંતુ આશ પૂરી થઈ નથી રહી. તે પણ બાપદાદા આશ પૂરી કરી રહ્યાં છે. વિશેષ મહારથી બાળકોએ પ્લાન (યોજના) બનાવીને ચારે તરફ જેમની આશા નાં દીપક બનેલાં રાખ્યાં છે, તે જગાડવાં જવાનું છે. આશા નાં દીપક જગાડવાં માટે બાપદાદા વિશેષ સમય આપી રહ્યાં છે. બધાં મહારથી મળીને ભિન્ન-ભિન્ન સ્થાન (ક્ષેત્ર) વહેંચો, ગામ નાં બાળકો, જેમનાં પાસે સમયનાં કારણે નથી જઈ શક્યાં તેમની આશ પૂરી કરવાની છે. મુખ્ય સ્થાનો પર તો મુખ્ય પ્રોગ્રામ નાં કારણે જાઓ જ છો પરંતુ જે નાનાં-નાનાં સ્થાન છે, તેઓનાં યથાશક્તિ પ્રોગ્રામ જ મોટા પ્રોગ્રામ છે. તેઓની ભાવના જ સૌથી મોટું ફંકશન (પ્રસંગ) છે. બાપદાદાની પાસે એવાં ઘણાં બાળકોની લાંબા સમય થી અરજીઓ ફાઇલ માં પડેલી છે. આ ફાઇલ પણ બાપદાદા પૂરી કરવાં ઈચ્છે છે. મહારથી બાળકોને ચક્રવર્તી બનવાનો વિશેષ ચાન્સ (તક) આપી રહ્યાં છે. પછી એવું નહીં કહેતાં - બધી જગ્યાએ દાદી જાય. ના, જો એક જ દાદી બધી જગ્યાએ જાય, પછી તો પાંચ વર્ષ લાગી જાય. અને પછી પાંચ વર્ષ બાપદાદા ન આવે મંજુર છે? બાપદાદા ની સીઝન અહીં હોય અને દાદી ચક્કર પર જાય, આ પણ સારું નહીં લાગશે એટલે મહારથીઓનો પ્રોગ્રામ બનાવો. જ્યાં કોઈ નથી ગયું ત્યાં જવાનો બનાવો અને વિશેષ આ વર્ષે જ્યાં પણ જાઓ તો એક દિવસ બહાર ની સેવા, એક દિવસ બ્રાહ્મણોની તપસ્યા નો પ્રોગ્રામ - આ બંને પ્રોગ્રામ જરુર હોય. ફક્ત ફંકશન માં જઈ ભાગદોડ કરી નથી આવવાનું. જેટલું થઈ શકે એવાં પ્રોગ્રામ બનાવો જેમાં બ્રાહ્મણોની વિશેષ રિફ્રેશમેન્ટ હોય. અને સાથે-સાથે એવો પ્રોગ્રામ હોય જેનાથી વી.આઇ.પી. નો પણ સંપર્ક થઈ જાય પરંતુ નાનો પ્રોગ્રામ હોય. પહેલાં થી જ એવો પ્રોગ્રામ બનાવો જેમાં બ્રાહ્મણોને પણ વિશેષ ઉમંગ-ઉત્સાહ ની શક્તિ મળે. નિર્વિઘ્ન બનવાની હિંમત-ઉલ્લાસ ભરાય. તો ચારે તરફનાં ચક્ર નો પ્રોગ્રામ બનાવવા માટે પણ વિશેષ સમય આપી રહ્યાં છે કારણ કે સમય પ્રમાણે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે અને બદલાતી રહેશે એટલે ફાઈલ ને ખતમ કરવાની છે. અચ્છા.

વરદાન :-
રુહાનિયત ની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા વાતાવરણ ને રુહાની બનાવવા વાળા સહજ પુરુષાર્થી ભવ .

રુહાનિયત ની સ્થિતિ દ્વારા પોતાનાં સેવાકેન્દ્ર નું એવું રુહાની વાતાવરણ બનાવો જેનાથી સ્વયંની અને આવવા વાળી આત્માઓની સહજ ઉન્નતિ થઈ શકે કારણ કે જે પણ બહારનાં વાતાવરણ થી થાકેલાં આવે છે તેમને એક્સ્ટ્રા સહયોગ ની આવશ્યકતા હોય છે એટલે તેમને રુહાની વાયુમંડળ નો સહયોગ આપો. સહજ પુરુષાર્થી બનો અને બનાવો. દરેક આવવા વાળી આત્મા અનુભવ કરે કે આ સ્થાન સહજ જ ઉન્નતિ પ્રાપ્ત કરવાનું છે.

સ્લોગન :-
વરદાનની બની શુભભાવના અને શુભકામના નું વરદાન આપતાં રહો.