04-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બાપ ને યાદ કરવાની ભિન્ન - ભિન્ન યુક્તિઓ રચો , પુરુષાર્થ કરી ચાર્ટ રાખો , થાકો નહીં , તોફાનો માં અડોલ રહો

પ્રશ્ન :-
બાળકોએ પોતાનો કયો અનુભવ પરસ્પર એક-બીજા ને સંભળાવવો જોઈએ?

ઉત્તર :-
અમે બાપને કેટલો સમય અને કેવી રીતે યાદ કરીએ છીએ! ભોજન નાં સમયે બાપ ની યાદ રહે છે કે અનેક પ્રકાર નાં વિચારો આવી જાય છે! બાબા કહે છે બાળકો ટ્રાય (પ્રયત્ન) કરીને જુઓ. ભોજન પર બાપ નાં સિવાય બીજું કાંઈ યાદ તો નથી આવતું! પછી પરસ્પર એક-બીજા ને અનુભવ સંભળાવો. ૨. કોઈ પણ દર્દભર્યા દૃશ્ય જોતાં અમારી સ્થિતિ કેવી રહી! આનો પણ અનુભવ સંભળાવવો જોઈએ.

ગીત :-
લાખ જમાને વાલે.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા બાળકો હવે બેહદ બાપ ને કેવી રીતે ભૂલશે, જેમનાથી બેહદ નો વારસો મળે છે. જેમને અડધાકલ્પ થી યાદ કરતાં હતાં. આ તો સમજાવ્યું છે કે મનુષ્ય ને ક્યારેય ભગવાન ન કહેવાય. તો હવે જ્યારે કે બેહદ નાં બાપ મળ્યાં છે, એમની યાદ માં જ કરામત છે. જેટલાં પતિત-પાવન બાપ ને યાદ કરશો, એટલાં પાવન બનતાં જશો. તમે પોતાને હમણાં પાવન કહી ન શકો, જ્યાં સુધી અંત થાય. જ્યારે સંપૂર્ણ પાવન બની જશો તો આ શરીર છોડી જઈ સંપૂર્ણ પવિત્ર શરીર લેશો. જ્યારે સતયુગ માં નવું શરીર મળે ત્યારે સંપૂર્ણ કહેશે. પછી રાવણ નો વિનાશ થઈ જાય છે. સતયુગ માં રાવણની એફીજી (પૂતળું) નથી બનાવાતી. તો આપ બાળકો જ્યારે બેસો છો, ચાલો-ફરો છો તો આ બુદ્ધિ માં આ યાદ રહે. હમણાં અમે ૮૪ નું ચક્ર પૂરું કર્યું છે નવું ચક્ર શરું થાય છે. તે છે જ નવી પવિત્ર દુનિયા, નવું ભારત નવું દિલ્હી. બાળકો જાણે છે પહેલાં જમુના નો કાંઠો છે, જેનાં પર પરિસ્તાન (સ્વર્ગ) બનવાનું છે. બાળકોને બહુજ સારી રીતે સમજાવાય છે, પહેલાં-પહેલાં તો બાપ ને યાદ કરો. ભગવાન બાપ ભણાવે છે. તે જ બાપ શિક્ષક ગુરુ છે, આ બધું યાદ રાખો. બાબાએ આ પણ સમજાવ્યું હતું કે તમે બાજોલી રમો છો. વર્ણ નું ચિત્ર પણ બહુ જ જરુરી છે. સૌથી ઊપર છે શિવબાબા પછી ચોટી બ્રાહ્મણ. આ સમજાવવા માટે બાબા કહે છે. અચ્છા, આ બુદ્ધિ માં રાખો કે આપણે ૮૪ જન્મો ની બાજોલી રમીએ છીએ. હમણાં સંગમ છે, બાપ વધારે સમય નથી રહેતાં. તો પણ ૧૦૦ વર્ષ તો લાગે છે. ઉથલ પાથલ પૂરી થાય પછી રાજ્ય શરું થઈ જાય છે. મહાભારત લડાઈ તો તે જ છે, જેમાં અનેક ધર્મ વિનાશ, એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે. તમારી કળાબાજી તો વન્ડરફુલ (અદ્દભુત) છે. તમને ખબર છે ફકીર લોકો કળાબાજી રમે, તીર્થો પર જાય છે. મનુષ્યો ની શ્રદ્ધા તો રહે છે ને. તો એમને કાંઈ ને કાંઈ આપી દે છે. પરવરિશ એમની થતી રહે છે કારણ કે એવાં મનુષ્ય પોતાની સાથે શું ઉઠાવશે. બાબા તો આ બધી વાતો નાં અનુભવી છે. બાબાએ અનુભવી રથ લીધો છે. ગુરુ પણ કર્યા. જોયું પણ ઘણું બધું. તીર્થ પણ કર્યાં છે. હવે બાબા કહે છે બાજોલી તો યાદ કરી શકો છો. આપણે હમણાં બ્રાહ્મણ છીએ પછી દેવતા, ક્ષત્રિય બનીશું. આ છે આખી ભારત ની વાત. બાપે એવું સમજાવ્યું છે બીજા ધર્મ તો જેમ બાઈપ્લોટ (થોડો સમય) છે. બાપે તમને જ તમારા ૮૪ જન્મો ની કહાની (કથા) બતાવી છે. સેન્સિબલ (સમજદાર) જે છે તે હિસાબ થી સમજી શકે છે. ઈસ્લામી આવશે તો એવરેજ કેટલાં જન્મ લેશે. એક્યુરેટ (ચોક્કસ) હિસાબની તો દરકાર નથી. એ વાતોમાં તો કોઈ ચિંતા ની વાત નથી. સૌથી વધારે ચિંતા આ રહે છે કે આપણે બાબા ને યાદ કરતાં રહીએ. બસ એક જ ચિંતા છે, એક ને યાદ કરવાની. ઘડી-ઘડી માયા વધારે ચિંતામાં નાખી દે છે, આમાં માયા ચિંતા માં બહુજ નાખે છે. બાળકોએ યાદ કરવું જ જોઈએ. હવે આપણે ઘરે જવાનું છે. સ્વીટ હોમ કોઈને યાદ નહીં આવશે. માંગે પણ છે શાંતિ દેવા. ભગવાન ને કહે છે - અમને શાંતિ આપો.

હવે આપ બાળકો આ તો જાણો છો આ જૂની દુનિયા ખતમ થઈ જવાની છે. આ પણ તમારી બુદ્ધિ માં છે અને મનુષ્ય તો ઘોર અંધારા માં છે. શાંતિ સતયુગ માં જ હોય છે. એક ધર્મ, એક ભાષા, રીત-રિવાજ પણ એક જ છે. ત્યાં છે જ શાંતિ નું રાજ્ય. અદ્વૈત ની વાત જ નથી. ત્યાં તો એક જ રાજાઈ હોય છે અને સતોપ્રધાન છે. રાવણરાજ્ય છે નહીં જે લડાઈ થાય. તો આપ બાળકોને ખુશી નો પારો ચઢવો જોઈએ. શાસ્ત્રો માં જે ગાયન છે અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓથી પૂછો. ગોપ-ગોપીઓ તો તમે છો ને. તમે સામે બેઠાં છો. તમારી પાસે પણ નંબરવાર છે જેમને યાદ રહે છે કે બાબા અમારા બાબા પણ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. આ તો વન્ડર (અદ્દભુત) છે ને. લાઈફ (જીવન) સુધી સાથ આપે છે. ગોદ માં (ખોળે) લીધાં અને ભણતર શરું કરી દીધું. તો આ યાદ રહેવાથી પણ ખુશી બહુજ રહેશે. પરંતુ માયા છતાં આ પણ ભુલાવી દે છે. મનુષ્યોને આ પણ સમજાવવાનું હોય છે, મનુષ્ય પૂછે છે, બાકી થોડો સમય કહે છે, શું પ્રુફ (સાબિતી) છે? બોલો, જુઓ આમાં લખેલું છે ભગવાનુવાચ. યજ્ઞ પણ રચેલો છે. યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. હમણાં કૃષ્ણ તો યજ્ઞ રચી ન શકે.

બાળકોને આ પણ બુદ્ધિ માં રહેવું જોઈએ કે અમે બ્રાહ્મણ આ બેહદ યજ્ઞ નાં છીએ. બાબાએ અમને નિમિત્ત બનાવ્યાં છે. જ્યારે તમે સારી રીતે જ્ઞાન અને યોગ ની ધારણા કરો છો, આત્મા સંપૂર્ણ બની જાય છે ત્યારે આ ભંભોર ને આગ લાગશે. મનુષ્યો ને જ ખબર હોય છે ને કે આ બેહદનું કર્મક્ષેત્ર છે, જ્યાં બધાં આવીને રમત કરે છે. બન્યું-બનેલ બની રહ્યું.બાપ કહે છે બાળકો ચિંતા એની કરાય જે અનહોની થાય. થઈ ગયું તે ડ્રામા માં હતું પછી એનું ચિંતન શા માટે કરો. આપણે ડ્રામા ને જોઈએ છીએ. ડ્રામા માં જ્યારે કોઈ એવું દર્દભર્યું દૃશ્ય હોય છે તો મનુષ્ય જોઈને રડે છે. હવે તે તો થયો જુઠ્ઠો ડ્રામા. આ તો સાચ્ચો ડ્રામા છે. સાચ્ચો-સાચ્ચો કરે છે. પરતું તમને કોઈ દુઃખનાં આંસુ ન આવવાં જોઈએ. સાક્ષી થઈને તમારે જોવાનું છે. જાણો છો આ ડ્રામા છે, એમાં રડવાની શું દરકાર છે. પાસ્ટ ઈઝ પાસ્ટ (વીતી ગયું તે વીતી ગયું). ક્યારેય વિચાર પણ ન કરવો જોઈએ. તમે આગળ વધતાં બાપ ને યાદ કરતાં રહો અને બધાંને રસ્તો બતાવતાં રહો. બાબા તો સલાહ આપતાં રહે છે. ત્રિમૂર્તિ નાં ચિત્ર તમારી પાસે બહુ છે. સ્પષ્ટ લખેલું છે એ શિવબાબા, આ વારસો. આપ બાળકોને આ ચિત્ર જોવાથી બહુજ ખુશી થવી જોઈએ. બાબા થી અમને વિષ્ણુપુરી નો વારસો મળે છે. જૂની દુનિયા તો ખતમ થવાની છે. બસ આ ચિત્ર સામે રાખી દો, એમાં ખર્ચો તો કાંઈ પણ નથી. ઝાડ પણ ખૂબ સારું છે. રોજ સવારે ઉઠીને વિચાર સાગર મંથન કરો. સ્વયં નાં શિક્ષક સ્વયં જ બનીને ભણો. બુદ્ધિ તો બધાંને છે. ચિત્ર પોતાનાં ઘર માં રાખી દો. દરેક ચિત્ર માં ફર્સ્ટ ક્લાસ (ખૂબ સરસ) જ્ઞાન છે. કહે છે વિનાશ થશે તો તમારી બાપની સાથે પ્રીત છે ને. કહે પણ છે સદ્દગુરુ મળ્યાં દલાલ નાં રુપ માં...તો તમને કેટલી સારી-સારી વાતો સમજવા-સમજાવવા માટે મળી છે. તો પણ માયા નો પામ્પ (પ્રભાવ) ખૂબ છે. ૧૦૦ વર્ષ પહેલાં આ વીજળી, ગેસ વગેરે થોડી હતાં. પહેલાં વાઇસરોય વગેરે ૪ ઘોડા ની, ૮ ઘોડા ની ગાડી માં આવતાં હતાં. પહેલાં સાહૂકાર લોકો ગાડીમાં ચઢતાં હતાં. હવે તો વિમાન વગેરે નીકળી પડ્યાં છે. આગળ આ કાંઈ નહોતું. ૧૦૦ વર્ષ ની અંદર આ શું થઈ ગયું છે. મનુષ્ય સમજે છે કે આ જ સ્વર્ગ છે. હમણાં આપ બાળકો જાણો છો સ્વર્ગ તો સ્વર્ગ છે. આ બધી પાઈ પૈસા ની વસ્તુ છે, આને આર્ટિફિશિયલ પોમ્પ (બનાવટી પ્રભાવ) કહેવાય છે. હમણાં આપ બાળકોને આ જ એક ફુરણા (નશો) જોઈએ કે અમે બાપ ને યાદ કરીએ, જેમાં જ માયા વિઘ્ન નાંખે છે. બાબા પોતાનું દૃષ્ટાંત પણ બતાવે છે. ભોજન ખાઉં છું, બહુજ કોશિશ કરું છું - યાદ માં રહી ખાઉં તો પણ ભૂલી જાઉં છું. તો સમજું છું બાળકોને તો મહેનત બહુજ થતી હશે. સારું, બાળકો તમે પ્રયત્ન કરીને જુઓ. બાબા ની યાદ માં રહી ને દેખાડો. જુઓ પૂરો સમય યાદ રહી શકે છે. અનુભવ સંભળાવવો જોઈએ. બાબા પૂરો સમય યાદ રહી નથી શકતી. બહુ જ જુદી-જુદી વાતો યાદ આવી જાય છે. બાબા સ્વયં પોતાનો અનુભવ બતાવે છે. બાબાએ જેમાં પ્રવેશ કર્યો એ પણ પુરુષાર્થી છે, એમનાં પર તો બહુજ ઝંઝટ છે. મોટું કહેવડાવવું, મોટું દુઃખ પામવું. કેટલાં સમાચાર આવે છે. વિકારો નાં કારણે કેટલું મારે છે. ઘરે થી નીકાળી દે છે. બાળકીઓ કહે છે હું ઈશ્વર ની શરણમાં આવી છું. કેટલાં વિઘ્ન પડે છે. કોઈની પાસે શાંતિ નથી. આપ બાળકોને ખાતરી (વિશ્વાસ) છે. હમણાં પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલી શાંતિ માં રહો છો. આ બાબાએ અહીંયા પણ ઘણાં એવાં ઘર જોયાં છે જ્યાં પરસ્પર મેળ-મેળાપ માં બહુજ રહે છે. બધાં મોટાઓની આજ્ઞા માં ચાલે છે. કહે છે અમારી પાસે તો જેમ સ્વર્ગ જ છે.

હવે બાબા તમને એવાં સ્વર્ગ માં લઈ જાય છે. જ્યાં બધાં પ્રકારનાં સુખ છે. દેવતાઓનાં ૩૬ પ્રકારનાં ભોજન ગવાયેલાં છે. હમણાં તમે સ્વર્ગ નો વારસો બાપ થી લો છો. ત્યાં તો કેટલાં સ્વાદિષ્ટ વૈભવ ખાતાં રહેશો અને પવિત્ર હશો. હવે તમે તે દુનિયાનાં માલિક બનો છો. રાજા-રાણી, પ્રજા માં ફરક હશે ને. આગળ રાજા લોકો બહુ જ ભપકા માં રહેતાં હતાં. આ તો રહ્યાં પતિત અને રાવણ નાં રાજ્ય માં, તો વિચાર કરો સતયુગ માં શું હશે. સામે ચિત્ર લક્ષ્મી-નારાયણ નું રાખ્યું છે. કૃષ્ણ નાં માટે જુઠ્ઠી વાતો લખી બદનામી કરી દીધી છે. જુઠ્ઠું એટલે જુઠ્ઠું, સાચાં ની રત્તી (કણ) નથી. હમણાં તમે સમજો છો અમે સ્વર્ગ નાં માલિક હતાં ફરી ૮૪ જન્મ લઈ બિલકુલ શૂદ્ર બુદ્ધિ બની ગયાં છીએ. શું હાલ થઈ ગયો છે. હવે ફરી પુરુષાર્થ કરી શું બનો છો! બાબા પુછે પણ છે ને કે તમે શું બનશો? તો બધાં હાથ ઉઠાવે છે સૂર્યવંશી બનીશું. અમે તો માતા-પિતા ને પૂરું ફોલો (અનુકરણ) કરશું. ઓછો પુરુષાર્થ થોડી કરશું. બધી મહેનત યાદ અને આપ સમાન બનાવવાનાં પર છે એટલે બાપ કહે છે જેટલું થઈ શકે સર્વિસ (સેવા) કરવાનું શીખો. છે બહુજ સહજ. આ શિવબાબા, આ વિષ્ણુપુરી, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે. આ તો બહુજ અનુભવી છે. સીડી પર તમે સમજાવી શકો છો. આપ બાળકોને આ ઝાડ, ચક્ર જોવાથી જ બુદ્ધિ માં પૂરું જ્ઞાન આવી જવું જોઈએ. આ જે લક્ષ્મી-નારાયણ છે એમની રાજધાની ક્યાં ચાલી ગઈ! કોણે લડાઈ કરી! જેનાથી હરાવ્યાં. હમણાં તો તે રાજ્ય છે નહીં. આ ઈશ્વરીય વાતો ને કાંઈ નથી જાણતા. આપ બાળકોને આ પણ સાક્ષાત્કાર થયો છે. કેવી રીતે ગુફાઓ, ખાણો થી જઈને સોના, હીરા વગેરે લઈ આવે છે. આ વિજ્ઞાન તમારા સુખ નાં માટે હશે. અહીંયા છે દુઃખ નાં માટે, ત્યાં એરોપ્લેન પણ ફુલપ્રૂફ હશે. બાળકોએ શરું-શરું માં આ બધો જ સાક્ષાત્કાર કરેલો છે. અંતમાં પણ તમે બહુજ સાક્ષાત્કાર કરશો. આ પણ તમે સાક્ષાત્કાર કર્યો છે. ચોર લૂંટવા આવે છે, પછી તમારી શક્તિનું રુપ જોઈ ભાગી જાય છે. તે બધી વાતો અંત ની છે. ચોર લૂંટવા તો આવશે, તમે બાપ ની યાદ માં ઉભાં હશો તો તે એકદમ ભાગી જશે.

હમણાં બાપ કહે છે બાળકો ખૂબ પુરુષાર્થ કરો. મુખ્ય વાત છે પવિત્રતા ની. એક જન્મ પવિત્ર બનવાનું છે. મોત તો સામે છે. કુદરતી આપદાઓ બહુજ આકરી આવશે, જેમાં બધું ખતમ થઈ જશે. શિવબાબા આમનાં દ્વારા સમજાવે છે, આમની આત્મા પણ સાંભળે છે. આ બાબા બધું બતાવે છે. શિવબાબા ને તો અનુભવ નથી. બાળકોને અનુભવ થાય છે. માયા નાં તોફાન કેવી રીતે આવે છે. પહેલાં નંબરમાં આ છે, તો એમને બધો અનુભવ હશે. તો એમાં ડરવાનું નથી, અડોલ રહેવાનું છે. બાપ ની યાદ માં રહેવાથી જ શક્તિ મળે છે. કોઈ બાળકો ચાર્ટ લખે છે પછી ચાલતાં-ચાલતાં બંધ કરી દે છે. બાબા સમજી જાય છે થાકી ગયાં છે. પારલૌકિક બાપ જેનાથી આટલો મોટો વારસો મળે છે એવાં બાપને ક્યારેય પત્ર પણ નથી લખતાં. યાદ જ નથી કરતાં! એવાં બાપને તો કેટલાં યાદ કરવાં જોઈએ. શિવબાબા અમે તમને બહુજ યાદ કરીએ છીએ. બાબા તમારી યાદ વગર અમે ભલા કેવી રીતે રહી શકીએ! જે બાપ થી વિશ્વની બાદશાહી મળે છે, એવાં બાપ ને કેવી રીતે ભૂલશું. એક કાર્ડ લખ્યું તે પણ તો યાદ કર્યાં ને. લૌકિક બાપ પણ બાળકોને પત્ર લખે છે - નૂરે રત્ન... સ્ત્રી, પતિને કેવી રીતે પત્ર લખે છે! અહીંયા તો બંને સંબંધ છે. આ પણ યાદ કરવાની યુક્તિ છે. કેટલાં મીઠા બાબા છે! આપણાથી શું માંગે છે? કાંઈ પણ નહીં. એ તો દાતા છે, આપવા વાળા છે ને. આ લેવા વાળા નથી. કહે છે સ્વીટ ચિલ્ડ્રન (મીઠા બાળકો) હું આવ્યો છું, ભારતને સુગંધિત બગીચો બનાવીને જાઉં છું. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સૂર્યવંશી બનવાનાં માટે માતા-પિતા ને પૂરે-પૂરું ફોલો કરવાનું છે. યાદમાં રહેવાની અને આપ સમાન બનાવવાની મહેનત કરવાની છે.

2. પુરુષાર્થ કરી શ્રીમત પર ચાલી શાંત રહેવાનું છે. મોટાઓની આજ્ઞા માનવાની છે.

વરદાન :-
સ્વયં ને સેવાધારી સમજીને ઝૂકવા અને સર્વ ને ઝૂકાવવા વાળા નિમિત્ત અને નમ્રચિત્ત ભવ

નિમિત્ત એને કહેવાય - જે પોતાનાં દરેક સંકલ્પ તથા દરેક કર્મ ને બાપનાં આગળ અર્પણ કરી દે છે. નિમિત્ત બનવું અર્થાત્ અર્પણ થવું અને નમ્રચિત તે છે જે નમે છે, જેટલાં સંસ્કારો માં, સંકલ્પો માં નમશો એટલું વિશ્વ તમારી આગળ નમશે. નમવું અર્થાત્ નમાવવું. આ સંકલ્પ પણ ન હોય કે બીજા પણ અમારી આગળ થોડાં તો નમે. જે સાચાં સેવાધારી હોય છે - તે સદૈવ નમે છે. ક્યારેય પોતાનો રોબ નથી બતાવતાં.

સ્લોગન :-
હવે સમસ્યા સ્વરુપ નહીં, સમાધાન સ્વરુપ બનો.