04-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પાવન બની ગતિ - સદ્દગતિ ને લાયક બનો . પતિત આત્મા ગતિ - સદ્દગતિ ને લાયક નથી . બેહદનાં બાપ તમને બેહદનાં લાયક બનાવે છે”

પ્રશ્ન :-
પિતાવ્રતા કોને કહેવાશે? એમની મુખ્ય નિશાની સંભળાવો.

ઉત્તર :-
પિતાવ્રતા તે છે જે બાપની શ્રીમત પર પૂરાં ચાલે છે, અશરીરી બનવાનો અભ્યાસ કરે છે, અવ્યભિચારી યાદ માં રહે છે, એવાં સપૂત બાળકો જ દરેક વાત ની ધારણા કરી શકશે. એમનાં ખ્યાલાત સેવા પ્રત્યે સદા ચાલતાં રહેશે. એમનું બુદ્ધિ રુપી વાસણ પવિત્ર થતું જાય છે. તે ક્યારેય પણ ફારકતિ નથી આપી શકતાં/આપતાં.

ગીત :-
મુજકો સહારા દેને વાલે…

ઓમ શાંતિ!
બાળકો શુક્રિયા (આભાર) માને છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. બધાં એક જેવો આભાર નથી માનતાં, જે સારા નિશ્ચયબુદ્ધિ હશે અને જે બાપની સર્વિસ (સેવા) પર દિલ તથા જાન, સિક તથા પ્રેમ થી ઉપસ્થિત છે, તે જ અંદર થી આભાર માને છે - બાબા કમાલ છે તમારી, અમે તો કંઈ નહોતાં જાણતાં. અમે તો લાયક નહોતાં - તમને મળવાને. તો તે બરોબર છે, માયાએ બધાને ના-લાયક બનાવી દીધાં છે. એમને ખબર જ નથી કે સ્વર્ગ ને લાયક કોણ બનાવે છે અને પછી નર્ક ને લાયક કોણ બનાવે છે? તે તો સમજે છે કે ગતિ અને સદ્દગતિ બંને નાં લાયક બનાવે છે બાપ. નહીં તો ત્યાનાં લાયક કોઈ જ નથી. પોતે પણ કહે છે અમે પતિત છીએ. આ દુનિયા જ પતિત છે. સાધુ-સંત વગેરે કોઈ પણ બાપ ને નથી જાણતાં. હમણાં બાપે આપ બાળકોને પોતાનો પરિચય આપ્યો છે. કાયદો પણ છે બાપે જ આવીને પરિચય આપવાનો છે. અહીં જ આવીને લાયક બનાવવાનાં છે, પાવન બનાવવાનાં છે. ત્યાં બેસીને જો પાવન બનાવી શકત તો પછી આટલાં ના-લાયક બનત જ કેમ?

આપ બાળકોમાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જ નિશ્ચયબુદ્ધિ છે. બાપ નો પરિચય કેવી રીતે આપવો જોઈએ? આ પણ અક્કલ હોવી જોઈએ. શિવાય નમઃ પણ જરુર છે. તે જ માતા-પિતા ઊંચા માં ઊંચા છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર તો રચના છે. એમને ક્રિયેટ કરવા (રચવા) વાળા જરુર બાપ હશે, મા પણ હોવી જોઈએ. બધાનાં ગોડ ફાધર તો એક છે જરુર. નિરાકાર ને જ ગોડ કહેવાય છે. ક્રિયેટર (રચયિતા) હંમેશા એક જ હોય છે. પહેલાં-પહેલાં તો પરિચય આપવો પડે અલ્ફ નો. આ યુક્તિયુક્ત પરિચય કેવી રીતે અપાય-તે પણ સમજવાનું છે. ભગવાન જ જ્ઞાન નાં સાગર છે, એમણે જ આવીને રાજયોગ શીખવાડ્યો. એ ભગવાન કોણ છે? પહેલાં અલ્ફ નો પરિચય આપવાનો છે. બાપ પણ નિરાકાર છે, આત્મા પણ નિરાકાર છે. એ નિરાકાર બાપ આવીને બાળકોને વારસો આપે છે. કોઈનાં દ્વારા તો સમજાવશે ને? નહીં તો રાજાઓનાં રાજા કેવી રીતે બનાવ્યાં? સતયુગી રાજ્ય કોણે સ્થાપન કર્યુ? હેવન નાં રચયિતા કોણ છે? જરુર હેવિનલી ગોડ ફાધર જ હશે. એ નિરાકાર હોવા જોઈએ. પહેલાં-પહેલાં ફાધરનો પરિચય આપવો પડે છે. શ્રીકૃષ્ણ ને અને બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને ફાધર નહીં કહેવાશે. એમને તો રચાય છે. જ્યારે સૂક્ષ્મવતન વાળાને પણ રચાય છે, તે પણ ક્રિયેશન (રચના) છે પછી સ્થૂળવતન વાળા ને ભગવાન કેવી રીતે કહેવાશે? ગવાય છે દેવતાય નમઃ, એ છે શિવાય નમઃ, મુખ્ય છે જ આ વાત. હવે પ્રદર્શન માં તો વારંવાર એક વાત નહીં સમજાવશે. આ તો એક-એક ને સારી રીતે સમજાવવું પડે. નિશ્ચય કરાવવો પડે. જે પણ આવે, એમને પહેલાં બતાવવાનું (કહેવાનું) છે કે આવો તો તમને ફાધર નો સાક્ષાત્કાર કરાવીએ. ફાધર થી જ તમને વારસો મળવાનો છે. ફાધરે જ ગીતામાં રાજયોગ શીખવાડ્યો છે. શ્રી કૃષ્ણએ નથી શીખવાડ્યો. બાપ જ ગીતાનાં ભગવાન છે. નંબરવન વાત છે આ. શ્રીકૃષ્ણ ભગવાનુવાચ નથી. રુદ્ર ભગવાનુવાચ અથવા સોમનાથ, શિવ ભગવાનુવાચ કહેવાય છે. દરેક મનુષ્યની જીવન કહાણી પોત-પોતાની છે. એક ન મળે બીજા સાથે. તો જે પણ આવે તો પહેલાં-પહેલાં આ વાત પર સમજાવવાનું છે. મૂળ વાત સમજાવવાની આ છે. પરમપિતા પરમાત્મા નું ઓક્યુપેશન (કર્તવ્ય) આ છે. એ બાપ છે, આ બાળક છે. એ હેવિનલી ગોડ ફાધર છે, આ હેવિનલી પ્રિન્સ છે. આ બિલકુલ ક્લિયર (સ્પષ્ટ) કરીને સમજાવવાનું છે. મુખ્ય છે ગીતા, એનાં આધાર પર જ બીજા શાસ્ત્ર છે. સર્વશાસ્ત્રમઈ શિરોમણી ભગવદ્ ગીતા છે. મનુષ્ય કહે છે તમે શાસ્ત્ર, વેદ વગેરે ને માનો છો? અરે, દરેક પોતાનાં ધર્મશાસ્ત્ર ને માનશે. બધાં શાસ્ત્રો ને થોડી માનશે? હા, બધાં શાસ્ત્ર છે જરુર. પરંતુ શાસ્ત્રો ને જાણતાં પહેલાં પણ મુખ્ય વાત છે બાપને જાણવાં, જેમની પાસેથી વારસો મળે છે. વારસો શાસ્ત્રો થી નહીં મળે, વારસો મળે છે બાપ પાસે થી. બાપ જે નોલેજ આપે છે, વારસો આપે છે, એનું પુસ્તક બનેલું છે. પહેલાં-પહેલાં તો ગીતા ને ઉઠાવવી પડે. ગીતા નાં ભગવાન કોણ છે? એમાં જ રાજયોગ ની વાત આવે છે. રાજયોગ જરુર નવી દુનિયા માટે જ હશે. ભગવાન આવીને પતિત તો નહીં બનાવશે? એમણે તો પાવન મહારાજા બનાવવાનાં છે. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપી અને આ લખાવો-બરોબર હું નિશ્ચય કરું છું આ મારા બાપ છે. પહેલાં-પહેલાં સમજાવવાનું છે શિવાય નમઃ, તુમ માત-પિતા… મહિમા પણ એ બાપની જ છે. ભગવાને ભક્તિનું ફળ પણ અહીં આવીને આપવાનું છે. ભક્તિનું ફળ શું છે? આ તમે સમજી ગયા છો. જેમણે બહુજ ભક્તિ કરી છે, એમને જ ફળ મળશે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે. સમજાવાય છે તમારા બેહદનાં મા-બાપ એ છે. જગત અંબા, જગત પિતા પણ ગવાય છે. એડમ અને ઈવ તો મનુષ્ય ને સમજે છે. ઈવ ને મધર કહી દે છે. રાઈટ વે (હકીકતમાં) માં ઈવ કોણ છે? આ તો કોઈ નથી જાણતાં. બાપ બેસી સમજાવે છે. હા, કોઈ ફટ થી તો નહીં સમજી જશે. ભણતર માં સમય લાગે છે. ભણતાં-ભણતાં આવીને બેરિસ્ટર બની જાય છે. મુખ્ય લક્ષ જરુર છે, દેવતા બનવું છે તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. ગાય પણ છે તુમ માત-પિતા… અને બીજું પછી કહે છે પતિત-પાવન આવો. તો પતિત દુનિયા અને પાવન દુનિયા કોને કહેવાય છે, શું કળિયુગ હજી ૪૦ હજાર વર્ષ વધારે રહેશે? અચ્છા, ભલા પાવન બનાવવા વાળા તો એ એક બાપ છે ને? હેવન સ્થાપન કરવા વાળા છે ગોડ ફાધર. શ્રીકૃષ્ણ તો હોઈ ન શકે, તે તો વારસો લીધેલા છે. તે શ્રીકૃષ્ણ હેવન નાં પ્રિન્સ છે અને શિવબાબા હેવન નાં ક્રિયેટર છે. તે છે ક્રિયેશન, ફર્સ્ટ પ્રિન્સ. આ પણ ક્લિયર કરી મોટા-મોટા શબ્દો માં લખવું જોઈએ તો તમને સમજાવવા માં સહજ થશે. રચયિતા અને રચનાની ખબર પડી જશે. ક્રિયેટર જ નોલેજફુલ છે. એ જ રાજયોગ શીખવાડે છે. એ કોઈ રાજા નથી, એ રાજયોગ શીખવાડી રાજાઓનાં રાજા બનાવે છે. ભગવાને રાજયોગ શીખવાડ્યો છે, શ્રીકૃષ્ણએ રાજ્ય પદ મેળવ્યું છે, એમણે જ ગુમાવ્યું છે, એમણે જ ફરી મેળવવાનું છે. ચિત્રો દ્વારા ખૂબ સારું સમજાવી શકાય છે. બાપનું ઓક્યુપેશન જરુર જોઈએ. શ્રીકૃષ્ણનું નામ નાખવાથી (લખવાથી) ભારત કોડી જેવું બની ગયું છે. શિવબાબા ને જાણવાથી ભારત હીરા જેવું બને છે. પરંતુ જ્યારે બુદ્ધિમાં બેસે કે આ અમારા બાપ છે. બાપે જ પહેલાં-પહેલાં નવાં સ્વર્ગની રચના રચી. હમણાં તો જૂની દુનિયા છે. ગીતા માં છે રાજયોગ. વિદેશ વાળા પણ ઈચ્છે છે કે રાજયોગ શીખીએ. ગીતા થી જ શીખે છે. હમણાં તમે જાણી ગયા છો, કોશિશ કરો છો બીજાઓને પણ સમજાવીએ કે ફાધર કોણ છે? એ સર્વવ્યાપી નથી. જો સર્વવ્યાપી છે તો પછી રાજયોગ કેવી રીતે શીખવાડશે? આ ભૂલ પર ખૂબ ખ્યાલ ચાલવો જોઈએ. જે સર્વિસ પર તત્પર હશે એમનાં જ ખ્યાલાત ચાલશે. ધારણા પણ ત્યારે થશે જ્યારે બાપની શ્રીમત પર ચાલશે, અશરીરી ભવ, મનમનાભવ થઈને રહે, પતિવ્રતા તથા પિતાવ્રતા બને અથવા સપૂત બાળક બને.

બાપ ફરમાન (આજ્ઞા) કરે છે જેટલું થઈ શકે યાદ ને વધારતા રહો. દેહ-અભિમાન માં આવવાથી તમે યાદ નથી કરતાં, નથી બુદ્ધિ પવિત્ર બનતી. સિંહણ નાં દૂધ માટે કહેવાય છે સોનાનું વાસણ જોઈએ. આમાં પણ પિતાવ્રતા વાસણ જોઈએ. અવ્યભિચારી પિતાવ્રતા ખૂબ થોડા છે. કોઈ તો બિલકુલ જાણતાં નથી. જેવી રીતે નાના બાળકો છે. બેઠાં ભલે અહીં છે પરંતુ કંઈ પણ સમજતા નથી. જેવી રીતે બાળકોને નાનપણ માં જ લગ્ન કરાવી દે છે ને? ખોળામાં બાળક લઈ લગ્ન કરાવાય છે. એક-બીજા નાં મિત્ર હોય છે. બહુજ પ્રેમ હોય છે તો ઝટ લગ્ન કરાવી દે છે તો આ પણ એવું જ છે. સગાઈ કરી લીધી છે પરંતુ સમજતા કંઈ પણ નથી. અમે મમ્મા-બાબા નાં બન્યા છીએ, એમની પાસેથી વારસો લેવાનો છે. કંઈ પણ નથી જાણતાં. વન્ડર છે ને? ૫-૬ વર્ષ રહીને પણ પછી બાપ ને અથવા પતિ ને ફારકતિ આપી દે છે. માયા કેટલી હેરાન કરે છે.

તો પહેલાં-પહેલાં સંભળાવવું જોઈએ-શિવાય નમઃ. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ રચયિતા આ છે. જ્ઞાન નાં સાગર આ શિવ છે. તો હવે શું કરવું જોઈએ? ત્રિમૂર્તિ ની બાજુમાં જગ્યા પડી છે, એનાં પર લખવું જોઈએ કે શિવબાબા અને શ્રીકૃષ્ણ બંને નાં ઓક્યુપેશન જ અલગ છે. પહેલી વાત આ જ્યારે સમજાવો ત્યારે કબાટ ખુલે. અને ભણતર છે ભવિષ્ય માટે. આવું ભણતર કોઈ હોતું નથી. શાસ્ત્રો થી આ અનુભવ નથી થઈ શકતો. તમારી બુદ્ધિમાં છે કે અમે ભણીએ છીએ સતયુગ આદિ માટે. સ્કૂલ પૂરી થશે અને અમારું ફાઈનલ પેપર થશે. જઈને રાજ્ય કરીશું. ગીતા સંભળાવવા વાળા એવી વાતો સમજાવી નથી શકતાં. પહેલાં તો બાપ ને જાણવાનાં છે. બાપ પાસેથી વારસો લેવાનો છે. બાપ જ ત્રિકાળદર્શી છે, બીજા કોઈ મનુષ્ય દુનિયામાં ત્રિકાળદર્શી નથી. હકીકત માં જે પૂજ્ય છે તે જ પછી પુજારી બને છે. ભક્તિ પણ તમે કરી છે, બીજું કોઈ નથી જાણતું. જેમણે ભક્તિ કરી છે તે જ પહેલાં નંબર માં બ્રહ્મા પછી બ્રહ્મા મુખ વંશાવલી છે. પોતે જ પૂજ્ય પણ આ બને છે. પહેલાં નંબર માં પૂજ્ય જ પછી પહેલાં નંબરમાં પુજારી બને છે, ફરી પૂજ્ય બનશે. ભક્તિનું ફળ પણ પહેલાં એમને મળશે. બ્રાહ્મણ જ ભણીને પછી દેવતા બને છે - આ ક્યાંય લખેલું નથી. ભીષ્મ પિતામહ વગેરે ને ખબર તો પડે છે ને કે એમનાં દ્વારા જ્ઞાન-બાણ મરાવવા વાળા કોઈ બીજા છે. એવું સમજશે કે જરુર કોઈ તાકાત છે. હમણાં પણ કહે છે કોઈ તાકાત છે જે એમને શીખવાડે છે.

બાબા જુએ છે કે આ બધાં મારા બાળકો છે. આ આંખો થી જ જોશે. જેવી રીતે પિતૃ (શ્રાદ્ધ) ખવડાવે છે તો આત્મા આવે છે અને જુએ છે - આ ફલાણા છે. ખાશે તો આંખો વગેરે એમનાં જેવી બની જશે. ટેમ્પરરી લોન (આધાર) લે છે. આ ભારતમાં જ થાય છે. પ્રાચીન ભારતમાં પહેલાં-પહેલાં રાધા-કૃષ્ણ થયાં. એમને જન્મ આપવા વાળા ઊંચ નહીં ગણાશે. તે તો ઓછા પાસ થયા છે ને? મહિમા શરુ થાય છે શ્રીકૃષ્ણ થી. રાધા-કૃષ્ણ બંને પોત-પોતાની રાજધાની માં આવે છે. એમનાં મા-બાપ થી બાળકોનું નામ વધારે છે. કેટલી વન્ડરફુલ વાતો છે? ગુપ્ત ખુશી રહે છે. બાપ કહે છે હું સાધારણ તન માં જ આવું છું. આટલી માતાઓનું ટોળું સંભાળવાનું છે એટલે સાધારણ તન લીધું છે, જેનાથી ખર્ચો ચાલતો રહે. શિવબાબા નો ભંડારો છે. ભોળા ભંડારી, અવિનાશી જ્ઞાન રત્નો નાં પણ છે અને પછી એડોપ્ટેડ બાળકો છે, એમની પણ સંભાળ થતી આવે છે. આ તો બાળકો જ જાણે. પહેલાં-પહેલાં જ્યારે શરુ કરો તો બોલો શિવ ભગવાનુવાચ-એ જ બધાનાં રચયિતા છે પછી શ્રીકૃષ્ણને જ્ઞાન સાગર, ગોડ ફાધર કેવી રીતે કહી શકાય? લખાણ એટલું ક્લિયર હોય જે વાંચવાથી સારી રીતે બુદ્ધિમાં બેસે. કોઈ-કોઈ ને તો બે-ત્રણ વર્ષ લાગે છે સમજવામાં. ભગવાને આવીને ભક્તિનું ફળ આપવાનું છે. બ્રહ્મા દ્વારા બાપે યજ્ઞ રચ્યો. બ્રાહ્મણો ને ભણાવ્યાં, બ્રાહ્મણો થી દેવતા બનાવ્યાં. પછી નીચે આવવાનું જ છે. ખૂબ સારું સમજાવવાનું છે. પહેલાં આ સિદ્ધ કરીને બતાવવાનું છે-શ્રીકૃષ્ણ હેવનલી પ્રિન્સ છે, હેવનલી ગોડફાધર નથી. સર્વવ્યાપી નાં જ્ઞાન થી બિલકુલ જ તમોપ્રધાન બની ગયા છે. જેમણે બાદશાહી આપી, એમને ભૂલી ગયા છે. કલ્પ-કલ્પ બાબા રાજ્ય આપે છે અને આપણે પછી બાબા ને ભૂલી જઈએ છીએ. ખૂબ વન્ડર લાગે છે! આખો દિવસ ખુશીમાં નાચવું જોઈએ. બાબા આપણને વિશ્વનાં માલિક બનાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અવ્યભિચારી પિતાવ્રતા થઈ રહેવાનું છે. યાદ ને વધારતાં બુદ્ધિને પવિત્ર બનાવવાની છે.

2. બાપ નો યુક્તિયુક્ત પરિચય આપવાની વિધિ કાઢવાની છે. વિચાર સાગર મંથન કરી અલ્ફ ને સિદ્ધ કરવાનાં છે. નિશ્ચયબુદ્ધિ બની સેવા કરવાની છે.

વરદાન :-
સ્વ - પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન નાં નિમિત્ત બનવા વાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ

આપ બાળકોએ સ્વપરિવર્તન થી વિશ્વ પરિવર્તન કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે. સ્વ-પરિવર્તન જ વિશ્વ પરિવર્તન નો આધાર છે. વગર સ્વ-પરિવર્તન કોઈ પણ આત્મા પ્રત્યે કેટલી પણ મહેનત કરો, પરિવર્તન નથી થઈ શકતું કારણ કે આજકાલ નાં સમય માં ફક્ત સાંભળવાથી નથી બદલાતાં, પરંતુ જોવાથી બદલાય છે. ઘણાં બંધન નાખવા વાળા પણ જીવનનું પરિવર્તન જોઈને બદલાઈ જાય છે. તો કરીને દેખાડવું, બદલાઈને દેખાડવું જ શ્રેષ્ઠ સેવાધારી બનવું છે.

સ્લોગન :-
સમય, સંકલ્પ અને બોલની એનર્જી ને વેસ્ટ માંથી બેસ્ટ માં ચેન્જ કરી દો તો શક્તિશાળી બની જશો.