05-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  30.03.85    બાપદાદા મધુબન


ત્રણ - ત્રણ વાતો નો પાઠ
 


આજે બાપદાદા પોતાનાં સદાનાં સાથી બાળકો થી મળવાં આવ્યાં છે. બાળકો જ બાપનાં સદા સાથી છે, સહયોગી છે, કારણકે અતિસ્નેહી છે. જ્યાં સ્નેહ હોય છે તેમનાં જ સદા સહયોગી સાથી બને છે. તો સ્નેહી બાળકો હોવાનાં કારણે બાપ બાળકો નાં વગર કોઈ કાર્ય કરી નથી શકતાં. અને બાળકો બાપ નાં સિવાય કોઈ કાર્ય કરી નથી શકતાં. એટલે સ્થાપના નાં આદિથી બાપએ બ્રહ્માની સાથે બ્રાહ્મણ બાળકો રચ્યાં. એકલાં બ્રહ્મા નહીં. બ્રહ્માની સાથે બ્રાહ્મણ બાળકો પણ જન્મ્યાં. શા માટે? બાળકો સહયોગી સાથી છે એટલે જ્યારે બાપની જયંતી મનાવો છો તો સાથે શું કહો છો? શિવજયંતી સો બ્રહ્માની જયંતી, બ્રાહ્મણો ની જયંતી. તો સાથે-સાથે બાપદાદા અને બાળકો સર્વની આદિ રચના થઈ અને આદિથી જ બાપનાં સહયોગી સાથી બન્યાં. તો બાપ પોતાનાં સહયોગી સાથીઓથી મળી રહ્યાં છે. સાથી અર્થાત્ દરેક કદમ માં, દરેક સંકલ્પ માં, બોલ માં સાથ નિભાવવા વાળા. ફોલો (અનુકરણ) કરવું અર્થાત્ સાથ નિભાવવો. એવાં દરેક કદમ માં સાથ નિભાવવા વાળા અર્થાત્ ફોલો ફાધર કરવાવાળા સાચાં સાથી છે. અવિનાશી સાથી છે. જે સાચાં સાથી છે તેમનાં દરેક કદમ સ્વતઃ જ બાપ સમાન ચાલતાં રહે છે. અહિયાં-ત્યાં થઈ નથી શકતાં. સાચાં સાથીને મહેનત નથી કરવી પડતી. આ કદમ આમ ઉઠાવું કે તેમ ઉઠાવું. સ્વતઃ જ બાપનાં કદમ પર કદમ રાખવાનાં સિવાય જરા પણ અહીંયા-ત્યાં થઇ ન શકે. આવાં સાચાં સાથી બાળકોનાં મનમાં, બુદ્ધિમાં, દિલમાં શું સમાયેલું છે? હું બાપનો, બાપ મારાં. બુદ્ધિમાં છે જે બાપનાં બેહદનાં ખજાનાનો વારસો છે તે મારો. દિલમાં દિલારામ અને દિલ, બીજું કંઈ હોઈ ન શકે. તો જ્યારે બાપ જ યાદ રુપમાં સમાયેલા છે તો જેવી સ્મૃતિ તેવી સ્થિતિ અને તેવાં જ કર્મ સ્વતઃ થાય છે. જેમ ભક્તિમાર્ગમાં પણ ભક્ત નિશ્ચય દેખાડવાનાં માટે એજ કહે છે કે જુઓ અમારા દિલમાં કોણ છે! તમે કહેતા નથી પરંતુ સ્વતઃજ તમારાં દિલથી દિલારામ જ બધાને અનુભવ થાય અર્થાત્ દેખાય છે. તો સાચાં સાથી દરેક કદમમાં બાપ સમાન માસ્ટર સર્વશક્તિવાન છે.

આજે બાપદાદા બાળકોને શુભેચ્છા આપવાં આવ્યાં છે. બધાં સહયોગી સાથી બાળકો પોત-પોતાનાં ઉમંગ-ઉત્સાહ થી યાદમાં, સેવામાં આગળ વધતા જઈ રહ્યાં છે. દરેક નાં મનમાં એક જ દૃઢ સંકલ્પ છે કે વિજયનો ઝંડો લહેરાવવો જ છે. આખાં વિશ્વમાં એક રુહાની બાપની પ્રત્યક્ષતાનો ઝંડો લહેરાવવાનો જ છે. જે ઉંચા ઝંડાની નીચે આખાં વિશ્વની આત્માઓ આ ગીત ગાશે એક બાપ આવી ગયાં. જેમ હમણાં આપ લોકો ઝંડો લહેરાવો છો તો બધાં ઝંડા ની નીચે ગીત ગાઓ છો અને પછી શું થાય છે! ઝંડો લહેરાવવાથી બધાની ઉપર ફૂલોની વર્ષા થાય છે. એવી રીતે બધાનાં દિલથી આ ગીત સ્વતઃ જ નીકળશે. સર્વનાં એક બાપ. ગતિ સદ્દગતિ દાતા એક બાપ. આવાં ગીત ગાતા જ અવિનાશી સુખ-શાંતિ નો વારસો, પુષ્પોની વર્ષા સમાન અનુભવ કરશે. બાપ કહ્યું અને વારસાનો અનુભવ કર્યો. તો બધાનાં મનમાં આ એક જ ઉમંગ ઉત્સાહ છે એટલે બાપદાદા બાળકોનાં ઉમંગ ઉત્સાહ પર બાળકોને શુભેચ્છા આપે છે. વિદાય તો નહીં આપે ને. શુભેચ્છા. સંગમયુગનો દરેક સમય શુભેચ્છા નો સમય છે. તો મનની લગન પર, સેવાની લગન પર બાપદાદા બધાં બાળકોને શુભેચ્છા આપી રહ્યાં છે. સેવામાં સદા આગળ વધવાનો બધાને ઉમંગ છે. એવું કોઈ નહીં હોય જેમને સેવામાં આગળ વધવાનો ઉમંગ ન હોય. જો ઉમંગ ન હોત તો અહીંયા કેવી રીતે આવત! આ પણ ઉમંગ ની નિશાની છે ને! ઉમંગ-ઉત્સાહ છે અને સદા રહેશે. સાથે-સાથે ઉમંગ-ઉત્સાહથી આગળ વધતાં સેવામાં સદા નિર્વિઘ્ન છે? ઉમંગ ઉત્સાહ તો ખુબ સારો છે, પરંતુ નિર્વિઘ્ન સેવા અને વિઘ્ન પાર કરતાં-કરતાં સેવા કરવી, એમાં અંતર છે. નિર્વિઘ્ન અર્થાત્ ન કોઈનાં માટે વિઘ્નરુપ બને અને ન કોઈનાં વિઘ્ન સ્વરુપ થી ગભરાય. આ વિશેષતા ઉમંગ-ઉત્સાહ ની સાથે-સાથે અનુભવ કરો છો? કે વિઘ્ન આવે છે? એક છે વિઘ્ન પાઠ ભણાવવા આવે, બીજું છે વિઘ્ન હલાવવાં આવે છે. જો પાઠ ભણીને પાક્કા થઇ ગયા તો તે વિઘ્ન લગન માં પરિવર્તન થઈ જાય. જો વિઘ્નમાં ગભરાઈ જાય છે તો રજીસ્ટર માં ડાઘ પડી જાય છે. ફરક થયો ને.

બ્રાહ્મણ બનવું એટલે માયાને ચેલેન્જ (પડકાર) કરવી કે વિઘ્ન ભલે આવો. અમે વિજયી છીએ. તમે કાંઈ કરી નહી શકો. પહેલાં માયાનાં ફ્રેન્ડ્સ (મિત્ર) હતાં. હવે ચેલેન્જ કરો છો કે માયાજીત બનશું. ચેલેન્જ કરો છો ને. નહીં તો વિજયી કોનાં પર બનો છો? પોતાનાં ઉપર? વિજય રત્ન બનો છો તો વિજય માયા પર જ પ્રાપ્ત કરો છો ને! વિજય માળામાં પરોવાઓ છો, પૂજાઓ છો. તો માયાજીત બનવું અર્થાત્ વિજયી બનવું છે. બ્રાહ્મણ બનવું અર્થાત્ માયાને ચેલેન્જ કરવી. ચેલેન્જ કરવાવાળા રમત કરે છે. આવી અને ગઈ. દૂરથી જ જાણી લે છે, દૂરથી જ ભગાવી દે છે. સમય ખોટી નથી કરતાં. સેવામાં તો બધાં બહુજ સારા છો. સેવાની સાથે-સાથે નિર્વિઘ્ન સેવાનો રેકોર્ડ હોય. જેમ પવિત્રતાનો આદિ થી રેકોર્ડ રાખો છો ને. એવાં કોણ છે જે સંકલ્પ માં પણ આદિ થી હમણાં સુધી અપવિત્ર નથી બન્યાં? તો આ વિશેષતા જુઓ છો ને. ફક્ત આ એક પવિત્રતા ની વાત થી પાસ વિથ ઓનર તો નહીં થશો. પરંતુ સેવામાં, સ્વસ્થિતિમાં, સંપર્ક, સંબંધમાં, યાદમાં, બધામાં જે આદિથી હમણાં સુધી અચલ છે, હલચલ માં નથી આવ્યાં, વિઘ્નોનાં વશીભૂત નથી થયાં. સંભળાવ્યું ને કે ન વિઘ્નો નાં વશ થવાનું છે ન સ્વયં કોઈની આગળ વિઘ્ન રુપ બનવાનું છે. આનાં પણ માર્ક (ટકા) જમા થાય છે. એક પ્યોરિટી (પવિત્રતા), બીજી અવ્યભિચારી યાદ. યાદની વચમાં જરા પણ કોઈ વિઘ્ન ન હોય. આજ રીતે સેવામાં સદા નિર્વિઘ્ન છો અને ગુણોમાં સદા સંતુષ્ટ છો અને સંતુષ્ટ કરવાવાળા છો. સંતુષ્ટતાનો ગુણ બધાં ગુણોની ધારણાનો દર્પણ છે. તો ગુણોમાં સંતુષ્ટતા નું સ્વ પ્રતિ અને બીજાઓ થી સર્ટિફિકેટ લેવાનું હોય. આ છે પાસ વિથ ઓનરની નિશાની, અષ્ટ રત્નોની નિશાની. બધામાં નંબર લેવાવાળા છો ને કે બસ એકમાં જ ઠીક છે. સેવામાં સારો છું. શુભેચ્છા તો બાપદાદા આપી જ રહ્યાં છે. અષ્ટ બનવાનું છે, ઇષ્ટ બનાવવાનું છે. અષ્ટ બનશો તો ઇષ્ટ પણ એટલાં જ મહાન બનશો. તેનાં માટે ત્રણ વાતો આખું વર્ષ યાદ રાખજો અને તપાસ કરજો. અને આ ત્રણેય વાતો જો જરા પણ સંકલ્પ માત્રમાં રહેલી હોય તો વિદાય આપી દેજો. આજે શુભેચ્છા નો દિવસ છે ને. જ્યારે રજા આપો છો તો વિદાય માં શું કરો છો? (મિશ્રી, બદામ, ઈલાયચી આપે છે) તેમાં ત્રણ ચીજ હોય છે. તો બાપદાદાને પણ ત્રણ ચીજો આપશો ને. વિદાય નથી બધાઈ (શુભેચ્છા) છે ત્યારે તો મુખ મીઠું કરાવો છો. તો જેમ અહીંયા ત્રણ ચીજો શેનાં માટે આપો છો? ફરી જલ્દી આવવાની યાદ રહેશે. બાપદાદા પણ આજે ત્રણ વાતો બતાવી રહ્યા છે, જે સેવામાં ક્યારેક-ક્યારેક વિઘ્ર રુપ પણ બની જાય છે. તો ત્રણ વાતો ની ઉપર વિશેષ ફરીથી બાપદાદા અટેન્શન (ધ્યાન) અપાવી રહ્યા છે, જે અટેન્શન થી સ્વતઃ જ પાસ વિથ ઓનર બની જ જશો.

એક વાત - કોઈ પણ પ્રકારનો હદનો લગાવ ન હોય. બાપ થી લગાવ બીજી ચીજ છે પરંતુ હદનો લગાવ ન હોય. બીજું - કોઈપણ પ્રકારનો સ્વયંનો સ્વયંથી કે કોઈ બીજાથી તનાવ અર્થાત્ ખેંચાતાણ ન હોય. લગાવ ન હોય, માયા થી યુદ્ધનાં બદલે આપસમાં ખેંચાતાણ ન હોય. ત્રીજું - કોઈપણ પ્રકારનો કમજોર સ્વભાવ ન હોય. લગાવ, તનાવ અને કમજોર સ્વભાવ. હકીકતમાં સ્વભાવ શબ્દ બહુજ સરસ છે. સ્વભાવ અર્થાત્ સ્વનો ભાવ. સ્વ શ્રેષ્ઠ ને કહેવાય છે. શ્રેષ્ઠ ભાવ છે, સ્વનો ભાવ છે, આત્મ-અભિમાન છે. પરંતુ ભાવ-સ્વભાવ, ભાવ-સ્વભાવ શબ્દ બહુજ બોલો છો ને. તો આ કમજોર સ્વભાવ છે. જે સમય પ્રતિ સમય ઉડતી કળા માં વિઘ્ન રુપ બની જાય છે. જેને તમે લોકો રોયલ રુપમાં કહો છો મારી નેચર (સ્વભાવ) આવી છે. નેચર શ્રેષ્ઠ છે તો બાપ સમાન છે. વિઘ્નરુપ બને છે તો કમજોર સ્વભાવ છે. તો ત્રણેય શબ્દોનો અર્થ જાણો છો ને. અનેક પ્રકારનાં તનાવ છે, તનાવ નું કારણ છે હું-પણું. મેં આ કર્યું. હું આ કરી શકું છું! હું જ કરીશ! આ જે હું-પણું છે, આ તનાવ પેદા કરે છે. હું આ દેહ-અભિમાન નો છે. એક છે હું શ્રેષ્ઠ આત્મા છું. એક છે હું ફલાણી છું, હું સમજદાર છું, હું યોગી છું, હું જ્ઞાની છું. હું સેવામાં નંબર આગળ છું. આ હું-પણું તનાવ પેદા કરે છે. આનાં કારણે સેવામાં ક્યાંક-ક્યાંક જે તીવ્રગતિ હોવી જોઈએ તે તીવ્ર નાં બદલે ધીમી ગતિ થઈ જાય છે. ચાલતાં રહે છે પરંતુ સ્પીડ (ઝડપ) નથી થઈ શકતી. સ્પીડ તીવ્ર કરવાનો આધાર છે-બીજાને આગળ વધતા જોઈ સદા બીજાને વધારવાં જ સ્વયંનું આગળ વધવું છે. સમજો છો ને સેવામાં શું હું-પણું આવે છે? આ હું-પણું જ તીવ્રગતિ ને સમાપ્ત કરી દે છે. સમજ્યા!

આ ત્રણ વાતો તો આપશો ને કે પછી સાથે લઈ જશો. આને કહેવાય છે ત્યાગ થી મળેલું ભાગ્ય. સદા વહેંચી ને ખાઓ અને વધારો. આ ત્યાગ નું ભાગ્ય મળ્યું છે. સેવાનું સાધન આ ત્યાગ નું ભાગ્ય છે. પરંતુ આ ભાગ્ય ને હું-પણા માં સીમિત રાખશો તો વધશે નહીં. સદા ત્યાગ નાં ભાગ્યનાં ફળને બીજાઓને પણ સહયોગી બનાવી વહેંચી ને આગળ વધો. ફક્ત હું, હું નહિ કરો, તમે પણ ખાઓ વહેંચી એકબીજાથી હાથ મળાવીને આગળ વધો. હમણાં સેવાનાં વચમાં આ વાયબ્રેશન દેખાય છે. તો આમાં ફરાખદીલ (વિશાળ હૃદય) થઈ જાઓ. આને કહે છે જે ઓટે સો અર્જુન. એકબીજાને નહીં જુઓ. આ પણ તો આવું કરે છે ને! આ તો થાય જ છે, પરંતુ હું વિશેષતા દેખાડવાનાં નિમિત્ત બની જાઉં. બ્રહ્મા બાપની વિશેષતા શું રહી! સદા બાળકોને આગળ રાખ્યાં. મારાથી બાળકો હોશિયાર છે. બાળકો કરશે! આટલાં સુધી ત્યાગનાં ભાગ્ય નો ત્યાગ કર્યો. જો કોઈ પ્રેમનાં કારણે પ્રાપ્તિનાં કારણે બ્રહ્માની મહિમા કરતા હતાં તો તેમને પણ બાપની યાદ અપાવતા હતાં. બ્રહ્માથી વારસો નહીં મળશે. બ્રહ્માનો ફોટો નથી રાખવાનો. બ્રહ્માને બધું જ નથી સમજવાનું. તો આને કહે છે ત્યાગનાં ભાગ્યનો પણ ત્યાગ કરી સેવામાં લાગી જવું. આમાં ડબલ મહાદાની થઈ જતાં. બીજા ઓફર (રજૂઆત) કરે સ્વયં પોતાની તરફ ન ખેંચે. જો સ્વયં પોતાની મહિમા કરે છે, પોતાની તરફ ખેંચે છે તો તેમને શું શબ્દ કહેવાય છે! મુરલીયો માં સાંભળ્યું છે ને. એવાં નહિ બનતાં. કોઈપણ વાતને સ્વયં પોતાની તરફ ખેંચવાની ખેંચાતાણ ક્યારેય નહીં કરો. સહજ મળે તે શ્રેષ્ઠ ભાગ્ય છે. ખેંચીને લેવાવાળું આને શ્રેષ્ઠ ભાગ્ય નહીં કહેવાશે. તેમાં સિદ્ધિ નથી હોતી. મહેનત વધારે સફળતા ઓછી કારણકે બધાનાં આશીર્વાદ નથી મળતાં. જે સહજ મળે છે તેમાં બધાનાં આશીર્વાદ ભરેલા છે. સમજ્યા!

તનાવ શું છે! લગાવને તો તે દિવસે સ્પષ્ટ કર્યુ હતું. કોઈપણ કમજોર સ્વભાવ ન હોય. એવું પણ નહીં સમજો હું તો આ દેશનો રહેવાવાળો છું એટલે મારો સ્વભાવ, મારું ચાલવાનું, મારું રહેવાનું આવું છે, નહીં. દેશનાં કારણે, ધર્મનાં કારણે, સંગનાં કારણે આવો મારો સ્વભાવ છે. આ નહિ. તમે કયા દેશવાળા છો! આ તો સેવાનાં માટે નિમિત્ત સ્થાન મળ્યાં છે. ન કોઈ વિદેશી છે, ન આ નશો હોય કે હું ભારતવાસી છું. બધાં એક બાપનાં છે. ભારતવાસી પણ બ્રાહ્મણ આત્માઓ છે. વિદેશમાં રહેવાવાળા પણ બ્રાહ્મણ આત્માઓ છે. અંતર નથી. એવું નથી ભારતવાસી આવાં છે, વિદેશી આવાં છે. આ શબ્દ પણ ક્યારેય નહીં બોલો. બધી બ્રાહ્મણ આત્માઓ છે. આ તો સેવાનાં માટે સ્થાન છે. સંભળાવ્યું હતું ને કે તમે વિદેશમાં કેમ પહોંચ્યા છો? ત્યાં કેમ જન્મ લીધો? ભારતમાં કેમ નથી લીધો? ત્યાં ગયા છો સેવા સ્થાન ખોલવાનાં માટે. નહિ તો ભારતવાસીઓને વિઝાનો કેટલો પ્રોબ્લેમ (સમસ્યા) છે. તમે બધાં તો સહજ રહેલાં છો. કેટલાં દેશોમાં સેવા થઈ રહી છે! તો સેવાનાં માટે વિદેશમાં ગયાં છો. બાકી છો બધી બ્રાહ્મણ આત્માઓ એટલે કોઈપણ કોઈ આધારમાં સ્વભાવ નહીં બનાવતાં. જે બાપનો સ્વભાવ તે બાળકોનો સ્વભાવ. બાપનો સ્વભાવ શું છે? સદા દરેક આત્માનાં પ્રતિ કલ્યાણ કે રહેમની ભાવનાનો સ્વભાવ. દરેકને ઊંચા ઉઠાવવાનો સ્વભાવ, મધુરતાનો સ્વભાવ, નિર્માણતાનો સ્વભાવ. મારો સ્વભાવ આવો છે આ ક્યારેય નહીં બોલતાં. મારો ક્યાંથી આવ્યું. મારો તેજ બોલવાનો સ્વભાવ છે, મારો આવેશમાં આવવાનો સ્વભાવ છે. સ્વભાવ નાં કારણે થઈ જાય છે. આ માયા છે. ઘણાંને અભિમાનનો સ્વભાવ, ઇર્ષાનો, આવેશમાં આવવાનો સ્વભાવ હોય છે, દિલશિકસ્ત થવાનો સ્વભાવ હોય છે. સારા હોવા છતાં પણ સ્વયંને સારા નથી સમજતાં. સદેવ સ્વયંને કમજોર જ સમજશે. હું આગળ જઈ નથી શકતી. કરી નથી શકતી. આ દિલશિકસ્ત સ્વભાવ આ પણ ખોટું છે. અભિમાનમાં નહિ આવો. પરંતુ સ્વમાનમાં રહો તો આ પ્રકારનાં સ્વભાવને કહેવાય છે કમજોર સ્વભાવ. તો ત્રણે વાતોનું અટેન્શન આખું વર્ષ રાખજો. આ ત્રણે વાતોથી સુરક્ષિત રહેવાનું છે. મુશ્કેલ તો નથી ને. સાથી આદિથી અંત સુધી સહયોગી સાથી છે. સાથી તો સમાન જોઈએ ને. જો સાથીઓ માં સમાનતા નહીં હોય તો સાથી પ્રીતની રીત નિભાવી ન શકે. અચ્છા આ તો ત્રણ વાતો અટેન્શન માં રાખશો. પરંતુ આ ત્રણ વાતોથી સદા કિનારો કરવાં માટે બીજી ૩ વાતો યાદ રાખવાની છે. આજે ત્રણનો પાઠ ભણાવી રહ્યા છે. સદા સ્વયંનાં જીવનમાં એક બેલેન્સ (સંતુલન) રાખવાનું છે. બધી વાતોમાં બેલેન્સ હોય. યાદ અને સેવામાં બેલેન્સ. સ્વમાન, અભિમાનને સમાપ્ત કરે. સ્વમાન માં સ્થિત રહેવું. આ બધી વાતો સ્મૃતિમાં રહે. વધારે રમણીક પણ નહીં, વધારે ગંભીર પણ નહીં, બેલેન્સ હોય. સમય પર રમણીક, સમય પર ગંભીર. તો એક છે-બેલેન્સ. બીજું-સદા અમૃતવેલા એ બાપથી વિશેષ બ્લેસિંગ (આશીર્વાદ) લેવાની છે! રોજ અમૃતવેલા બાપદાદા બાળકો પ્રતિ બ્લેસિંગની ઝોલી ખોલે છે. એમનાથી જેટલું લેવાં ઈચ્છો એટલું લઈ શકો છો. તો બેલેન્સ, બ્લેસિંગ ત્રીજું બ્લિસફુલ લાઈફ (આનંદમય જીવન). ત્રણે વાતો સ્મૃતિમાં રહેવાથી તે ત્રણેય વાતો જે અટેન્શન (ધ્યાન) આપવાની છે, તે સ્વતઃ જ સમાપ્ત થઈ જશે. સમજ્યા! અચ્છા બીજી ત્રણ વાતો સાંભળો!

લક્ષ રુપમાં કે ધારણાનાં રુપમાં વિશેષ ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની છે. તે છોડવાની છે અને આ ધારણ કરવાની છે. છોડવા વાળી તો છોડી દીધી ને સદાનાં માટે, તેને યાદ કરવાની જરુરત નહીં પડશે. પરંતુ આ ત્રણ વાતો જે સંભળાવી આ સ્મૃતિમાં રાખજો અને ધારણા સ્વરુપમાં વિશેષ યાદ રાખજો. એક - બધી વાતોમાં રીયલ્ટી (સત્યતા) હોય, મિશ્રણ નહી. આને કહે છે - રીયલ્ટી. સંકલ્પમાં, બોલમાં, બધી વાતોમાં રીયલ. સાચાં દિલ પર સાહેબ રાજી. સાચાં ની નિશાની શું હશે? સચ તો બિઠો નચ. જે સાચાં હશે તે સદા ખુશીમાં નાચતાં રહેશે. તો એક રીયલ્ટી, બીજું - રોયલ્ટી. નાની-નાની વાતમાં ક્યારે પણ બુદ્ધિ ઝુકાવ માં ન આવે. જેમ રોયલ બાળકો હોય છે તો તેમની ક્યારેય નાની એવી ચીજ પર નજર નહીં જશે. જો નજર ગઈ તો તેને રોયલ નહીં કહેવાય. કોઈપણ નાની-નાની વાતોમાં બુદ્ધિનો ઝુકાવ થઈ જાય તો તેને રોયલ્ટી નહીં કહેવાય. જે રોયલ હોય છે તે સદા પ્રાપ્તિ સ્વરુપ હોય છે. ક્યાંય આંખ અથવા બુદ્ધિ નથી જતી. તો આ છે રુહાની રોયલ્ટી. કપડાની રોયલ્ટી નહી. તો રીયલ્ટી, રોયલ્ટી અને ત્રીજું યુનિટી (એકતા). દરેક વાતમાં, સંકલ્પમાં, બોલમાં, કર્મમાં પણ સદા એક-બીજા માં યુનિટી દેખાય. બ્રાહ્મણ એટલે જ એક. લાખ નહીં એક. આને કહેવાય છે યુનિટી. ત્યાં અનેક સ્થિતિનાં કારણે એક પણ અનેક થઈ જાય છે અને અહિયાં અનેક હોવા છતાં પણ એક છે. આને કહેવાય છે યુનિટી. બીજાને નથી જોવાનાં. અમે ઈચ્છીએ છે યુનિટી કરીએ પરંતુ આ નથી કરતાં. જો તમે કરતા રહેશો તો તેમને ડિસયુનિટી નો ચાન્સ (તક) જ નહીં મળશે. કોઈ હાથ આવી રીતે કરે, બીજો ન કરે તો અવાજ નહીં થશે. જો કોઈ ડિસયુનિટી નું કોઈ પણ કાર્ય કરે છે, તમે યુનિટીમાં રહો તો ડિસયુનિટી વાળા ક્યારેય ડિસયુનિટીનું કામ કરી નહી શકશે. યુનિટીમાં આવવું જ પડશે એટલે ત્રણ વાતો - રિયલ્ટી, રોયલ્ટી અને યુનિટી. આ ત્રણેય વાતો સદા બાપસમાન બનાવવામાં સહયોગી બનશે. સમજ્યા - આજે ત્રણ નો પાઠ ભણી લીધો ને. બાપને તો બાળકો પર નાઝ (ગર્વ) છે. આટલાં યોગ્ય બાળકો અને યોગી બાળકો કોઈ બાપનાં હોઈ જ ન શકે. યોગ્ય પણ છો, યોગી પણ છો અને એક-એક પદ્માપદમ ભાગ્યવાન છો. આખાં કલ્પમાં આટલાં અને આવાં બાળકો હોઈ જ ન શકે. એટલે વિશેષ અમૃતવેલાનો સમય બાપદાદાએ બ્રાહ્મણ બાળકોનાં માટે કેમ રાખ્યો છે? કારણકે વિશેષ બાપદાદા દરેક બાળકની વિશેષતાને, સેવાને, ગુણોને સદા સામે લાવે છે. બીજું શું કરે છે? જે દરેક બાળકની વિશેષતા છે, ગુણ છે, સેવા છે, તેને વિશેષ વરદાન થી અવિનાશી બનાવે છે એટલે ખાસ આ સમય બાળકોનાં માટે રાખ્યો છે. અમૃતવેલાની વિશેષ પાલના છે. દરેકને બાપદાદા સ્નેહનાં સહયોગની, વરદાનની પાલના આપે છે. સમજ્યા - શું કરે છે અને તમે લોકો શું કરો છો? શિવબાબા સુખદાતા છે, શાંતિદાતા છે... આવું કહો છો ને. અને બાપ પાલના આપે છે. જેમ મા-બાપ બાળકોને સવારે તૈયાર કરી, સાફ સુથરા કરીને પછી કહે છે હવે આખો દિવસ ખાવો પીવો ભણો. બાપદાદા પણ અમૃતવેલા આ પાલના આપે અર્થાત્ આખાં દિવસ માટે શક્તિ ભરી દે છે. વિશેષ પાલનાનો આ સમય છે. આ એકસ્ટ્રા વરદાનનો, પાલનાનો સમય છે. અમૃતવેલા એ વરદાનોની ઝોલી ખુલે છે. જેટલાં જે વરદાન લેવા ઇચ્છે સાચાં દિલથી, મતલબ થી નહીં. જ્યારે મતલબ હશે ત્યારે કહેશે અમને આ આપો, જે મતલબ થી માંગે છે તો બાપદાદા શું કરે છે! તેમનો મતલબ સિદ્ધ કરવાં માટે તેટલી શક્તિ આપે છે, મતલબ પૂરો થયો અને ખતમ. છતાં પણ બાળકો છે, ના તો નહિ કરશે. પરંતુ સદા વરદાનો થી પલતાં રહો, ચાલતાં રહો, ઉડતાં રહો તેનાં માટે જેટલું અમૃતવેલા શક્તિશાળી બનાવશો એટલું આખો દિવસ સહજ થશે. સમજ્યા.

સદા સ્વયંને પાસ વિથ ઓનર બનવાનાં લક્ષ અને લક્ષણમાં ચલાવવા વાળા, સદા સ્વયંને બ્રહ્મા બાપ સમાન ત્યાગનું ભાગ્ય વહેંચવા વાળા, નંબરવન ત્યાગી શ્રેષ્ઠ ભાગ્ય બનાવવા વાળા, સદા સહજ પ્રાપ્તિનાં અધિકારી બની સ્વ ઉન્નતી અને સેવાની ઉન્નતી કરવાવાળા, સદા દરેક કદમમાં સહયોગી, સાથી બની આગળ વધવા વાળા, સ્મૃતિ, સ્થિતિ શક્તિશાળી બનાવવાથી સદા બાપને ફોલો કરવાવાળા, આવાં સદા સહયોગી સાથી, ફરમાનબરદાર, આજ્ઞાકારી, સંતુષ્ટ રહેવાવાળા, સર્વને રાજી કરવાનાં રાઝને જાણવાવાળા, આવી શ્રેષ્ઠ આત્માઓને, મહાન પુણ્ય આત્માઓને, ડબલ મહાદાની બાળકોને બાપદાદાનાં યાદપ્યાર અને નમસ્તે.

વરદાન :-
મન્સા બંધનોથી મુક્ત , અતીન્દ્રિય સુખની અનુભૂતિ કરવાવાળા મુક્તિદાતા ભવ

અતીન્દ્રિય સુખમાં ઝૂલવું-આ સંગમયુગી બ્રાહ્મણોની વિશેષતા છે. પરંતુ મન્સા સંકલ્પોનાં બંધન આંતરિક ખુશી અથવા અતીન્દ્રિય સુખનો અનુભવ કરવા નથી દેતાં. વ્યર્થ સંકલ્પો, ઈર્ષા, અલબેલાપન કે આળસ્યનાં સંકલ્પોનાં બંધનમાં બંધાવું જ મન્સા બંધન છે, એવી આત્મા અભિમાન નાં વશ બીજાનાં જ દોષ વિચારતી રહે છે, તેમની મહેસૂસતા શક્તિ સમાપ્ત થઈ જાય છે એટલે આ સૂક્ષ્મ બંધનથી મુક્ત બનો ત્યારે મુક્તિદાતા બની શકશો.

સ્લોગન :-
એવાં ખુશીઓની ખાણથી સંપન્ન રહો જે તમારાં પાસે દુઃખની લહેર પણ ન આવે.
 


અવ્યક્ત સ્થિતિ અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
તમારી સામે કોઈ કેટલું પણ વ્યર્થ બોલે પરંતુ તમે વ્યર્થને સમર્થ માં પરિવર્તન કરી દો. વ્યર્થને પોતાની બુદ્ધિમાં સ્વીકાર નહીં કરો. જો એક પણ વ્યર્થ બોલ સ્વીકાર કરી લીધો તો એક વ્યર્થ અનેક વ્યર્થને જન્મ દેશે. પોતાનાં બોલ પર પણ પૂરું ધ્યાન આપો, ઓછું બોલો, ધીરે બોલો અને મીઠું બોલો તો અવ્યક્ત સ્થિતિ સહજ બની જશે.