05-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - ભક્તો
પર જ્યારે ભીડ પડી છે , મુશ્કેલી આવી છે ત્યારે બાપ આવ્યાં છે , જ્ઞાન થી ગતિ
સદ્દગતિ કરવાં”
પ્રશ્ન :-
વિકર્માજીત કોણ બને છે? વિકર્માજીત બનવા વાળાની નિશાની કઈ હશે?
ઉત્તર :-
વિકર્માજીત તે જ બનશે જે કર્મ-અકર્મ અને વિકર્મ ની ગતિને જાણી શ્રેષ્ઠ કર્મ કરે છે.
વિકર્માજીત બનવા વાળા ક્યારેય પણ કર્મ કુટતાં નથી. એમના કર્મ વિકર્મ નથી બનતાં.
પ્રશ્ન :-
આ સમયે બાપ
ડબલ સર્વિસ કઈ કરે છે?
ઉત્તર :-
આત્મા અને શરીર બંનેને પાવન પણ બનાવે અને પછી પોતાની સાથે પાછા ઘરે પણ લઈ જાય છે.
ચરિત્ર એક બાપનું છે. મનુષ્યો નું હોઈ ન શકે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
આ ગીત બાળકોએ
સાંભળ્યું. જે પણ ભક્તિ માર્ગવાળા છે, તે આ ગીત ગાય છે. ઘોર અંધારા થી અજવાળું ઈચ્છે
છે અને દુઃખ થી છૂટવા માટે પોકાર કરતાં રહે છે. તમે તો છો શિવવંશી બ્રહ્માકુમાર
કુમારીઓ. આ તો સમજવાની વાત છે. આટલા બાળકો કુખ વંશાવલી તો હોઈ ન શકે. જરુર મુખ
વંશાવલી હશે. શ્રીકૃષ્ણ ને આટલી રાણીઓ અથવા બાળકો નહોતાં. ગીતાનાં ભગવાન તો રાજ્યોગ
શીખવાડે છે, તો જરુર મુખ વંશાવલી હશે. પ્રજાપિતા શબ્દ તો નામીગ્રામી છે. આમનાં મુખથી
બાપ આવીને બ્રાહ્મણ ધર્મ રચે છે. પ્રજાપિતા નામ બાપ નું શોભે છે. હવે તમે
પ્રેક્ટિકલ માં એ બાપનાં બન્યાં છો. તે કહી દે છે શ્રીકૃષ્ણ પણ ભગવાન હતાં, શિવ પણ
ભગવાન હતાં. રુદ્ર ભગવાન ની બદલે શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. કહે પણ છે શંકર
પાર્વતી, રુદ્ર પાર્વતી નહીં કહેવાશે. શિવ શંકર મહાદેવ કહે છે. હવે શ્રીકૃષ્ણને
રુદ્ર કે શંકર તો નહીં કહેશે. ભક્ત ગાય છે પરંતુ ભગવાન ને નથી જાણતાં. ભારતમાં
હકીકતમાં સાચાં-સાચાં ભક્ત છે, જે પૂજ્ય હતાં તે જ પુજારી બન્યાં છે. એમાં પણ
નંબરવાર છે. તમારામાં પણ નંબરવાર છે. તમે છો બ્રાહ્મણ, તે છે શૂદ્ર. દેવતા ધર્મ વાળા
જ ખૂબ દુઃખી થાય છે કારણ કે એમણે ખૂબ સુખ પણ જોયું છે. હવે તમારું દર-દર ભટકવાનું
બંધ થઈ ગયું છે, અડધાકલ્પ માટે. આ રહસ્ય પણ તમે બ્રાહ્મણ જ જાણો છો, તે પણ નંબરવાર.
જેમણે કલ્પ પહેલાં જેટલો પુરુષાર્થ કર્યો હતો એટલો જ હવે કરે છે. એવું નહીં જે
ડ્રામા માં હશે, છતાં પણ પુરુષાર્થ નું નામ આવે છે. ડ્રામા ને બાળકોથી પુરુષાર્થ
કરાવવાનો જ છે. જેવો પુરુષાર્થ એવું પદ મળશે. આપણે જાણીએ છીએ કલ્પ પહેલાં પણ એવો
પુરુષાર્થ કર્યો હતો. એવાં સિતમ થયા હતાં, યજ્ઞ માં વિઘ્ન પડ્યા હતાં.
આપ બાળકો જાણો છો બાબા
ફરીથી આવેલાં છે. કલ્પ પહેલાં પણ આ જ સમયે આવ્યાં હતાં જ્યારે કે અંગ્રેજોનું રાજ્ય
હતું. જેમનાથી કોંગ્રેસે રાજ્ય લીધું પછી પાકિસ્તાન થયું. આ કલ્પ પહેલાં પણ થયું હતું.
ગીતામાં આ વાતો નથી. છેવટે સમજી જશે કે બરાબર હવે આ જ સમય છે. કોઈ-કોઈ સમજે છે કે
ઈશ્વર આવી ગયાં છે. જ્યારે મહાભારી લડાઈ લાગી હતી તો ભગવાન આવ્યાં હતાં. કહે છે ઠીક
છે, ફક્ત નામ બદલી દીધું છે. રુદ્ર નામ લે તો પણ સમજીએ કે ઠીક છે. રુદ્રે જ્ઞાન
યજ્ઞ રચ્યો હતો, જેનાથી દુનિયાની મુશ્કેલીઓ ટળી હતી. આ પણ ધીરે-ધીરે તમારા દ્વારા
ખબર પડી જશે. આમાં હમણાં સમય છે. નહીં તો અહીં એવી ભીડ મચી જાય જે તમે ભણી પણ ન શકો.
અહીં ભીડ નો કાયદો નથી. ગુપ્તવેશ માં કામ ચાલતું રહેશે. હવે કોઈ મોટા વ્યક્તિ અહીં
આવે તો કહે છે આમનું માથું ખરાબ છે. આ તો બાપ આપ બાળકોને ભણાવી રહ્યાં છે. દેવતા
ધર્મ તો ભગવાન આવીને રચશે ને. એ હવે આવ્યાં છે નવી દુનિયા રચવા, ભક્તોની ભીડ (મુશ્કેલી)
ઉતારવા. વિનાશ નાં પછી તો કોઈ દુઃખ હશે નહીં. ત્યાં સતયુગમાં ભક્ત હોતા નથી. ન કોઈ
એવું કર્મ કરશે જે દુઃખી થાય.
(મુંબઈ થી રમેશભાઈ નો
ફોન આવ્યો) બાપદાદા ચાલ્યાં આવે છે તો બાળકો ઉદાસ થાય છે. જેમ સ્ત્રી નો પતિ વિદેશમાં
જાય છે તો યાદ માં રડી પડે છે. તે છે શારીરિક સંબંધ. અહીં બાબાની સાથે રુહાની સબંધ
છે. બાબાથી વિખુટા પડીએ છીએ તો પ્રેમ નાં આંસુ આવી જાય છે. જે સેવાધારી બાળકો છે,
બાબાને એમની કદર છે. સપૂત બાળકોને પછી બાપની કદર રહે છે. શિવબાબાનો તો ખૂબ ઊંચામાં
ઊંચો સંબંધ છે. એનાથી ઊંચો સંબંધ તો કોઈ હોતો નથી. શિવબાબા તો બાળકોને પોતાનાથી પણ
ઊંચા બનાવે છે. પાવન તો તમે બનો છો, પરંતુ બાપ સમાન એવર પાવન નથી થઈ શકતાં. હા પાવન
દેવતા બનો છો. બાપ તો જ્ઞાન નાં સાગર છે. આપણે કેટલું પણ સાંભળીએ તો પણ જ્ઞાન સાગર
નથી બની શકતાં. એ જ્ઞાન નાં સાગર, આનંદનાં સાગર, બાળકોને આનંદમય બનાવે છે. બીજા તો
ફક્ત નામ રાખે છે. આ સમયે દુનિયામાં ભક્ત માળા મોટી લાંબી પહોળી છે. તમારી છે ૧૬૧૦૮
ની માળા. ભક્તો તો કરોડો છે. અહીં ભક્તિની વાત નથી. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. હવે
તમને ભક્તિની જંજીરો થી છોડાવાય છે. બાબા કહે છે બધાં ભક્તો પર જ્યારે ભીડ થાય છે
ત્યારે મારે આવવું પડે છે, બધાંની ગતિ સદ્દગતિ કરવાં. સ્વર્ગનાં દેવતાઓએ જરુર એવાં
કર્મ કર્યા છે ત્યારે આટલું ઊંચ પદ મેળવ્યું છે. કર્મ તો મનુષ્યો નાં ચાલતાં આવે
છે. પરંતુ ત્યાં કર્મ કુટતાં નથી. અહીં કર્મ વિકર્મ બને છે કારણ કે માયા છે. ત્યાં
માયા હોતી નથી. તમે વિકર્માજીત બનો છો, જે બાળકોને હમણાં કર્મ અકર્મ અને વિકર્મ ની
ગતિ સમજાવું છું તે જ વિકર્માજીત બનશે. કલ્પ પહેલાં પણ આપ બાળકોએ રાજ્યોગ શીખ્યો હતો,
એ જ હવે પણ શીખવાડી રહ્યો છું. કોંગ્રેસીઓએ ફિરંગીઓ (અંગ્રેજો) ને કાઢી રાજાઓથી
રાજાઈ છીનવી લીધી અને રાજા નામ જ ગુમ કરી દીધું. ૫ હજાર વર્ષ પહેલાં ભારત રાજસ્થાન
હતું, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. દેવતાઓનું રાજ્ય હતું તો પરિસ્તાન હતું. જરુર
એમને ભગવાને રાજયોગ શીખવાડ્યો હશે ત્યારે એમનું નામ ભગવતી ભગવાન પડ્યું છે. પરંતુ
હમણાં આપણા માં જ્ઞાન છે તો આપણે ભગવતી ભગવાન ન કહી શકીએ. નહીં તો યથા રાજા રાણી તથા
પ્રજા પણ ભગવતી ભગવાન હોવાં જોઈએ. પરંતુ એવું હોઈ ન શકે. લક્ષ્મી-નારાયણનું નામ પણ
પ્રજામાં કોઈ પોતાનાં ઉપર રાખી ન શકે, લો (કાયદો) નથી. વિદેશમાં પણ રાજા નું નામ
કોઈ પોતાનાં પર નથી રાખતાં. એમની ખૂબ ઇજ્જત કરે છે. તો બાળકો સમજે છે ૫ હજાર વર્ષ
પહેલાં બાપ આવ્યાં હતાં. હમણાં પણ બાપ આવ્યાં છે - દૈવી રાજસ્થાન સ્થાપન કરવાં.
શિવબાબા ને આવવાનું પણ હમણાં છે. એ છે પાંડવો નાં પતિ, ન કે શ્રીકૃષ્ણ. બાપ પંડા
બનીને આવ્યાં છે પાછા લઈ જવા માટે અને નવી સતયુગી દુનિયા રચવા માટે. તો જરુર બ્રહ્મા
દ્વારા જ બ્રાહ્મણ રચશે. મુખ્ય ગીતા ને જ ખંડન કરી દીધી છે. હવે બાપ સમજાવે છે હું
શ્રીકૃષ્ણ નથી. મને રુદ્ર કે સોમનાથ કહી શકો છો. તમને જ્ઞાન સોમરસ પીવડાવી રહ્યો
છું. બાકી લડાઈ વગેરે ની કોઈ વાત નથી. તમને યોગબળ થી રાજાઈ નું માખણ મળી જાય છે.
શ્રીકૃષ્ણ ને માખણ જરુર મળે છે. આ છે શ્રીકૃષ્ણનાં અંતિમ જન્મ નો આત્મા. આમને (બ્રહ્મા
સરસ્વતીને) પણ બાપ એવાં કર્મ શીખવાડી રહ્યાં છે જે ભવિષ્ય માં લક્ષ્મી-નારાયણ બની
જાય છે. આ લક્ષ્મી-નારાયણ જ નાનપણ માં રાધા-કૃષ્ણ છે એટલે લક્ષ્મી-નારાયણ ની સાથે
રાધે-કૃષ્ણનું પણ ચિત્ર આપેલું છે. બાકી આમની કોઈ મોટાઈ નથી. ચરિત્ર છે એક ગીતા નાં
ભગવાનનું. એ શિવબાબા બાળકોને ભિન્ન-ભિન્ન સાક્ષાત્કાર કરાવે છે. બાકી મનુષ્ય નાં
કોઈ ચરિત્ર નથી. ક્રાઈસ્ટ વગેરેએ પણ આવીને ધર્મસ્થાપન કર્યા તે તો બધાંને પોતાનો
પાર્ટ ભજવવાનો જ છે, આમાં ચરિત્રની તો કોઈ વાત જ નથી. તે કોઈને ગતિ આપી ન શકે. હવે
બેહદનાં બાપ કહે છે કે હું આપ બાળકોની ડબલ સર્વિસ કરવાં આવ્યો છું, જેનાથી તમારા
આત્મા અને શરીર બંને પવિત્ર થઈ જશે. બધાંને પાછા ઘરે મુક્તિધામ માં લઈ જાઉં છું. પછી
ત્યાંથી પોત-પોતાનો પાર્ટ ભજવવા આવશો. કેટલું સારી રીતે બાળકોને સમજાવે છે. આ
લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવવું ખૂબ સહજ છે. ત્રિમૂર્તિ અને શિવબાબા નાં
ચિત્ર પણ છે. કોઈ કહે છે ત્રિમૂર્તિ ન હોય, જેમ કોઈ કહે છે શ્રીકૃષ્ણનાં ચિત્ર માં
૮૪ જન્મો ની કહાણી ન હોય. પરંતુ અમે તો સિદ્ધ કરી બતાવીએ છીએ, જરુર પહેલાં નંબરવાળા
શ્રીકૃષ્ણએ સૌથી વધારે જન્મ લેવા પડશે. નવી-નવી પોઈન્ટસ રોજ આવે છે, પરંતુ ધારણા પણ
હોવી જોઈએ. બધાંથી સહજ છે લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પર સમજાવવાનું. મનુષ્ય થોડી કોઈ
પણ ચિત્ર નો અર્થ સમજે છે. ઉલ્ટા-સુલ્ટા ચિત્ર બનાવી દે છે. નારાયણ ની બે ભુજાઓ તો
લક્ષ્મી ને ૪ ભુજાઓ આપી દે છે. સતયુગ માં આટલી ભુજાઓ હોતી નથી. સૂક્ષ્મવતન માં તો
છે જ બ્રહ્મા વિષ્ણુ શંકર. એમની પણ આટલી ભુજાઓ હોય ન શકે. મૂળવતન માં છે જ નિરાકારી
આત્માઓ. પછી આ ૮-૧૦ ભુજાવાળા ક્યાંના રહેવાવાળા છે. મનુષ્ય સૃષ્ટિમાં રહેવાવાળા
પહેલાં-પહેલાં છે લક્ષ્મી-નારાયણ, બેભુજા વાળા. પરંતુ એમને ૪ ભુજાઓ આપી દીધી છે.
નારાયણ ને શ્યામ તો લક્ષ્મી ને ગોરા દેખાડે છે. તો એમનાં જે બાળકો હશે તે કેવા અને
કેટલી ભુજાઓ વાળા હશે? શું બાળકોને ૪ ભુજા, બાળકીને બેભુજા હશે શું? એવાં-એવાં
પ્રશ્ન પૂછી શકો છો. બાળકોને સમજાવાય છે હંમેશા એવું સમજો કે અમને શિવબાબા મોરલી
સંભળાવે છે. ક્યારેક આ (બ્રહ્મા) પણ સંભળાવે છે. શિવબાબા કહે છે હું ગાઈડ (માર્ગદર્શક)
બનીને આવ્યો છું. આ બ્રહ્મા છે મારો મોટું બાળક. કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા.
ત્રિમૂર્તિ શંકર કે વિષ્ણુ નહીં કહેવાય. મહાદેવ શંકર ને કહે છે. પછી ત્રિમૂર્તિ
બ્રહ્મા કેમ કહે છે? આમણે પ્રજા રચી છે તો આ એમની (શિવબાબા) ની વન્ની (યુગલ) બને
છે. શંકર કે વિષ્ણુ ને વન્ની નહીં કહેવાય. આ ખૂબ વન્ડરફુલ વાતો સમજવાની છે. અહીં
ફક્ત બાપ અને વારસા ને યાદ કરવાનાં છે. બસ આમાં જ મહેનત છે. હમણાં તમે કેટલાં
સમજદાર બન્યાં છો. બેહદનાં બાપ દ્વારા તમે બેહદનાં માલિક બનો છો. આ ધરતી, આ આકાશ બધું
તમારું થઈ જશે. બ્રહ્માંડ પણ તમારું થઈ જશે. ઓલમાઈટી ઓથોરિટી રાજ્ય હશે. એક
ગવર્મેન્ટ હશે. જ્યારે સૂર્યવંશી ગવર્મેન્ટ હતી તો ચંદ્રવંશી નહોતી. પછી ચંદ્રવંશી
હોય છે તો સૂર્યવંશી નથી. તે પાસ્ટ થઈ ગયું. ડ્રામા પલટાઈ ગયો. આ ખૂબ વન્ડરફુલ વાતો
છે. બાળકોને કેટલો ખુશી નો પારો ચઢવો જોઈએ. બેહદનાં બાપથી અમે બેહદનો વારસો જરુર
લઈશું. તે પતિ ને કેટલાં યાદ કરો છો. આ બેહદ ની બાદશાહી આપવા વાળા છે. આવાં પતિઓનાં
પતિ ને કેટલાં યાદ કરવા પડે. કેટલી ભારી પ્રાપ્તિ થાય છે. ત્યાં તમે કોઈથી ક્યારેય
ભીખ નથી માંગતા. ત્યાં ગરીબ હોતાં નથી. બેહદ નાં બાપ ભારતની ઝોલી ભરી દે છે.
લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ને ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) કહેવાય છે. હવે છે આયરન એજ (કળિયુગ),
ફરક જુઓ કેટલો છે. બાપ કહે છે હું બાળકોને રાજ્યોગ શીખવાડી રહ્યો છું. તમે તો
દેવી-દેવતા હતાં પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બન્યાં છો, હવે ફરી તમે બ્રાહ્મણ બનો
છો, ફરી સો (એ જ) દેવતા બનશો. આ ૮૪ નાં ચક્ર ને તમે યાદ કરો. ચિત્રો પર સમજાવવું
ખૂબ સહજ છે. જ્યારે દેવી-દેવતાઓનું રાજ્ય હતું ત્યારે બીજું કોઈ રાજ્ય નહોતું. એક જ
રાજ્ય હતું, ખૂબ થોડા હતાં. એમને કહેવાય છે સ્વર્ગ, ત્યાં પવિત્રતા પણ હતી, સુખ
શાંતિ પણ હતી. પુનર્જન્મ લેતા-લેતા નીચે આવ્યાં છો. ૮૪ જન્મ પણ આમણે લીધાં છે, આ જ
તમોપ્રધાન બની જાય છે. પછી આમણે જ સતોપ્રધાન થવાનું છે. સતોપ્રધાન કેવી રીતે બનીએ,
જરુર શીખવાડવા વાળા જોઈએ. સિવાય બાપ નાં કોઈ શીખવાડી ન શકે. તમે જાણો છો શિવબાબા
આમનાં અનેક જન્મો નાં અંત નાં શરીરમાં પ્રવેશ કરે છે. કેટલું સ્પષ્ટ કરીને સમજાવે
છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ થી
જ સર્વ રુહાની સંબંધ રાખવાનાં છે. સેવાધારી બાળકોની કદર રાખવાની છે. આપ સમાન
બનાવવાની સેવા કરવાની છે.
2. બેહદનાં બાપ દ્વારા
આપણને બેહદ વિશ્વનું રાજ્ય ભાગ્ય મળી રહ્યું છે. ધરતી આકાશ બધાં પર આપણો અધિકાર હશે
આ નશા અને ખુશી માં રહેવાનું છે. બાપ અને વારસાને યાદ કરવાનાં છે.
વરદાન :-
બાળક અને
માલિકપણા નાં બેલેન્સ ( સંતુલન ) થી પુરુષાર્થ અને સેવા માં સદા સફળતામૂર્ત ભવ
સદા આ નશો રાખો કે
બેહદનાં બાપ અને બેહદ વારસા નો બાળક સો માલિક છું પરંતુ જ્યારે કોઈ સલાહ આપવાની છે,
પ્લાન વિચારવાનો છે, કાર્ય કરવાનું છે તો માલિક થઈને કરો અને જ્યારે મેજોરીટી દ્વારા
કે નિમિત્ત બનેલા આત્માઓ દ્વારા કોઈ પણ વાત ફાઇનલ થઈ જાય છે તો એ સમયે બાળક બની જાઓ.
કયા સમયે રાય બહાદુર બનવાનું છે, અને કયા સમયે રાય માનવાવાળા - આ રીત શીખી લો તો
પુરુષાર્થ અને સેવા બંનેમાં સફળ રહેશો.
સ્લોગન :-
નિમિત્ત અને
નિર્માણચિત બનવા માટે મન અને બુદ્ધિને પ્રભુ અર્પણ કરી દો.