05-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમારે આ જૂની દુનિયા , જૂનાં શરીર થી જીવતે જીવ મરીને ઘરે જવાનું છે , એટલે દેહ - અભિમાન છોડી દેહી - અભિમાની બનો

પ્રશ્ન :-
સારા-સારા પુરુષાર્થી બાળકો ની નિશાની શું હશે?

ઉત્તર :-
જે સારા પુરુષાર્થી છે તે સવારે-સવારે ઊઠીને દેહી-અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. તેઓ એક બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરશે. તેમનું લક્ષ્ય રહે કે બીજું કોઈ દેહધારી યાદ ન આવે, નિરંતર બાપ અને ૮૪નાં ચક્ર ની યાદ રહે. આ પણ અહો સૌભાગ્ય કહેશું.

ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો જીવતે જીવ મરેલાં છો. કેવી રીતે મર્યા છો? દેહનાં અભિમાનને છોડી દીધું તો બાકી રહી આત્મા. શરીર તો ખતમ થઈ જાય છે. આત્મા નથી મરતી. બાપ કહે છે જીવતે જીવ સ્વયંને આત્મા સમજો અને પરમપિતા પરમાત્મા ની સાથે યોગ લગાવવાથી આત્મા પવિત્ર થઈ જશે. જ્યાં સુધી આત્મા બિલકુલ પવિત્ર નથી બની ત્યાં સુધી પવિત્ર શરીર મળી ન શકે. આત્મા પવિત્ર બની ગઈ તો પછી આ જૂનું શરીર જાતે જ છૂટી જશે, જેમ સાપની ખાલ (ચામડી) ઓટોમેટિકલી (આપોઆપ) ઉતરી જાય છે, તેનાથી મમત્વ મટી જાય છે, તે જાણે છે મને નવી ખાલ મળે છે, જૂની ઉતરી જશે. દરેક ને પોત-પોતાની બુદ્ધિ તો હોય છે ને. હમણાં આપ બાળકો સમજો છો અમે જીવતે જીવ આ જૂની દુનિયાથી, જૂનાં શરીરથી મરી ચૂક્યાં છીએ પછી તમે આત્માઓ પણ શરીર છોડી ક્યાં જશો? પોતાનાં ઘરે. પહેલાં-પહેલાં તો આ પાક્કું યાદ કરવાનું છે-આપણે આત્મા છીએ, શરીર નહીં. આત્મા કહે છે-બાબા, અમે તમારાં થઈ ચૂક્યાં, જીવતે જીવ મરી ચૂક્યાં છીએં. હવે આત્માને ફરમાન મળેલું છે કે મુજ બાપને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ યાદ નો અભ્યાસ પાક્કો જોઈએ. આત્મા કહે છે-બાબા, તમે આવ્યાં છો તો અમે તમારાં જ બનશું. આત્મા મેલ (પુરુષ) છે, ન કે ફિમેલ (સ્ત્રી). હંમેશા કહે છે આપણે ભાઈ-ભાઈ છીએં, એવું થોડી કહે કે અમે બધાં સિસ્ટર્સ (બહેનો) છીએં, બધાં બાળકો છે. બધાં બાળકોને વારસો મળવાનો છે. જો પોતાને બાળકી કહેશો તો વારસો કેવી રીતે મળશે? આત્માઓ બધી ભાઈ-ભાઈ છે. બાપ બધાને કહે છે-રુહાની બાળકો મને યાદ કરો. આત્મા કેટલી નાની છે. આ છે બહુજ મહીન (સુક્ષ્મ) સમજવાની વાતો. બાળકોને યાદ સ્થાઈ રહેતી નથી. સન્યાસી લોકો દૃષ્ટાંત આપે છે-હું ભેંસ છું, ભેંસ છું.....એવું કહેવાથી પછી ભેંસ બની જાય છે. હવે હકીકતમાં ભેંસ કોઈ બનતું થોડી હોય. બાપ તો કહે છે સ્વયંને આત્મા સમજો. આ આત્મા અને પરમાત્માનું જ્ઞાન તો કોઈ ને છે નહીં એટલે એવી-એવી વાતો કહી દે છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે, આપણે આત્મા છીએ, આ જૂનું શરીર છોડી આપણે જઈ નવું લેવાનું છે. મનુષ્ય મુખથી કહે પણ છે કે આ આત્મા સ્ટાર (તારો) છે, ભ્રકુટીની વચમાં રહે છે, પછી કહી દે છે અંગુષ્ઠ (અંગૂઠા) માફક છે. હવે તારો ક્યાં, અંગુઠો ક્યાં! અને પછી માટીનાં સાલિગ્રામ બેસીને બનાવે છે, આટલી મોટી આત્મા તો હોઈ ન શકે. મનુષ્ય દેહ-અભિમાની છે ને બનાવે પણ મોટા રુપમાં છે. આ તો બહુજ સૂક્ષ્મ મહીનતા ની વાતો છે. ભક્તિ પણ મનુષ્ય એકાંતમાં, કોઠી માં બેસી કરે છે. તમારે તો ગૃહસ્થ વ્યવહારમાં, ધંધા વગેરેમાં રહેવાં છતાં બુદ્ધિમાં આ પાક્કું કરવાનું છે-અમે આત્મા છીએ. બાપ કહે છે-હું તમારો બાપ પણ આટલું નાનું બિંદુ છું. એવું નથી કે હું મોટો છું. મારામાં બધું જ્ઞાન છે. આત્મા અને પરમાત્મા બંને એક જેવાં જ છે, ફક્ત એમને સુપ્રીમ કહેવાય છે. આ ડ્રામામાં નોંધ છે. બાપ કહે છે-હું તો અમર છું. હું અમર ન હોત તો તમને પાવન કેવી રીતે બનાવત. તમને સ્વીટ ચિલ્ડ્રન (મીઠા બાળકો) કેવી રીતે કહું. આત્મા જ બધું કરે છે. બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે, આમાં જ મહેનત છે. બાપ કહે છે-મને યાદ કરો, બીજા કોઈને યાદ ન કરો. યોગી તો દુનિયામાં બહુજ છે. કન્યા ની સગાઈ થાય છે તો પછી પતિની સાથે યોગ લાગી જાય છે ને. પહેલા થોડી હતો. પતિને જોયાં ફરી તેમની યાદમાં રહે છે. હવે બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. આ બહુજ સારી પ્રેક્ટિસ (અભ્યાસ) જોઈએ. જે સારા-સારા પુરુષાર્થી બાળકો છે તે સવારે-સવારે ઊઠીને દેહી-અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. ભક્તિ પણ સવારે કરે છે ને. પોત-પોતાનાં ઇષ્ટ દેવને યાદ કરે છે. હનુમાનની પણ કેટલી પૂજા કરે છે પરંતુ જાણતા કાંઈ પણ નથી. બાપ આવી ને સમજાવે છે-તમારી બુદ્ધિ વાંદરા માફક થઈ ગઈ છે. હવે ફરી તમે દેવતા બનો છો. હવે આ છે પતિત તમોપ્રધાન દુનિયા. હમણાં તમે આવ્યાં છો બેહદનાં બાપ ની પાસે. હું તો પુનર્જન્મ રહિત છું. આ શરીર આ દાદાનું છે. મારું કોઈ શરીર નું નામ નથી. મારું નામ જ છે કલ્યાણકારી શિવ. આપ બાળકો જાણો છો શિવબાબા કલ્યાણકારી આવીને નર્કને સ્વર્ગ બનાવે છે. કેટલું કલ્યાણ કરે છે. નર્કનો એકદમ વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હમણાં સ્થાપના થઇ રહી છે. આ છે પ્રજાપિતા બ્રહ્મા મુખ વંશાવલી. ચાલતાં-ફરતાં એક-બીજાને સાવધાન કરવાનાં છે-મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પતિત-પાવન તો બાપ છે ને. તેમણે ભૂલથી ભગવાનુવાચ નાં બદલે કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. ભગવાન તો નિરાકાર છે, એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. એમનું નામ છે શિવ. શિવની પૂજા પણ બહુજ થાય છે. શિવકાશી, શિવકાશી કહેતાં રહે છે. ભક્તિમાર્ગમાં અનેક પ્રકારનાં નામ રાખી દીધાં છે. કમાણીનાં માટે અનેક મંદિર બનાવ્યાં છે. અસલ નામ છે શિવ. પછી સોમનાથ રાખ્યું છે, સોમનાથ, સોમરસ પીવડાવે છે, જ્ઞાન ધન આપે છે. પછી જ્યારે પૂજારી બને છે તો કેટલાં ખર્ચા કરે છે એમનાં મંદિર બનાવવા પર કારણ કે સોમરસ આપ્યો છે ને. સોમનાથ ની સાથે સોમનાથીની પણ હશે! યથા રાજા રાણી તથા પ્રજા બધાં સોમનાથ સોમનાથીની છે. તમે સોનાની દુનિયામાં જાઓ છો. ત્યાં સોનાની ઇંટો હોય છે. નહીં તો દિવાલ વગેરે કેવી રીતે બને! બહુજ સોનુ હોય છે એટલે તેને સોનાની દુનિયા કહેવાય છે. આ છે લોખંડ, પથ્થરોની દુનિયા. સ્વર્ગનું નામ સાંભળીને જ મુખમાં પાણી આવી જાય છે. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ અલગ-અલગ બનશે ને. તમે વિષ્ણુપુરીનાં માલિક બનો છો. હમણાં તમે છો રાવણપુરીમાં. તો હવે બાપ કહે છે ફક્ત સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. બાપ પણ પરમધામમાં રહે છે, આપ આત્માઓ પણ પરમધામમાં રહો છો. બાપ કહે છે તમને કોઈ તકલીફ નથી આપતો. બહુજ સહજ છે. બાકી આ રાવણ દુશ્મન તમારી સામે ઊભો છે. આ વિઘ્ન નાખે છે. જ્ઞાનમાં વિઘ્ન નથી પડતાં, વિઘ્ન પડે છે યાદમાં. ઘડી-ઘડી માયા યાદ ભુલાવી દે છે. દેહ-અભિમાનમાં લઈ આવે છે. બાપ ને યાદ કરવાં નથી દેતી, આ યુદ્ધ ચાલે છે. બાપ કહે છે તમે કર્મયોગી તો છો જ. અચ્છા, દિવસમાં યાદ નથી કરી સકતા તો રાતનાં યાદ કરો. રાત નો અભ્યાસ દિવસમાં કામ આવશે.

નિરંતર સ્મૃતિ રહે-જે બાપ આપણને વિશ્વનાં માલિક બનાવે છે, આપણે એને યાદ કરીએ છીએ! બાપ ની યાદ અને ૮૪ જન્મોનાં ચક્રની યાદ રહે તો અહો સૌભાગ્ય. બીજાઓને પણ સંભળાવવાનું છે-બહેનો અને ભાઈઓ, હવે કળયુગ પૂરો થઈ સતયુગ આવે છે. બાપ આવ્યાં છે, સતયુગનાં માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. કળયુગનાં પછી સતયુગ આવવાનો છે. એક બાપનાં સિવાય બીજા કોઇને યાદ નથી કરવાનાં. વાનપ્રસ્થી જે હોય છે તે સંન્યાસીઓનો જઈને સંગ કરે છે. વાનપ્રસ્થ, ત્યાં વાણીનું કામ નથી. આત્મા શાંત રહે છે. લીન તો થઈ નથી શકતી. ડ્રામાથી કોઈપણ એક્ટર નીકળી નથી શકતો. આ પણ બાપ એ સમજાવ્યું છે-એક બાપનાં સિવાય બીજા કોઈને યાદ નથી કરવાનાં. જોવાં છતાં પણ યાદ ન કરો. આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે, કબ્રિસ્તાન છે ને. મડદા ને ક્યારેય યાદ કરાય છે કે શું! બાપ કહે છે આ બધાં મરેલાં છે. હું આવ્યો છું, પતિતો ને પાવન બનાવી લઈ જાઉં છું. અહીંયા આ બધાં ખતમ થઈ જશે. આજકાલ બોમ્બસ વગેરે જે પણ બનાવે છે, બહુજ તીખા-તીખા (શક્તિશાળી) બનાવતાં રહે છે. કહે છે અહીંયા બેસીને જેનાં પર છોડશું તેનાં પર જ પડશે. આ નોંધ છે, ફરીથી વિનાશ થવાનો છે. ભગવાન આવે છે, નવી દુનિયાનાં માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ મહાભારત લડાઈ છે, જે શાસ્ત્રોમાં ગવાયેલી છે. બરાબર ભગવાન આવ્યાં છે-સ્થાપના અને વિનાશ કરવાં. ચિત્ર પણ ક્લિયર (સ્પષ્ટ) છે. તમે સાક્ષાત્કાર કરી રહ્યાં છો-અમે આ બનશું. અહિયાં નું આ ભણતર ખતમ થઇ જશે. ત્યાં તો બેરિસ્ટર, ડોક્ટર વગેરેની દરકાર નથી હોતી. તમે તો અહીંયા નો વારસો લઈ જાઓ છો. હુન્નર (કળાઓ) પણ બધાં અહીંયાથી લઈ જશે. મકાન વગેરે બનાવવા વાળા ફર્સ્ટ ક્લાસ હશે તો ત્યાં પણ બનાવશે. બજાર વગેરે પણ તો હશે ને. કામ તો ચાલશે. અહીંયાથી શીખીને અક્કલ લઈ જાય છે. વિજ્ઞાન થી પણ સારું હુન્નર શીખે છે. તે બધું ત્યાં કામ આવશે. પ્રજામાં જશે. આપ બાળકોને તો પ્રજામાં નથી આવવાનું. તમે આવ્યાં જ છો બાબા-મમ્માનાં તખ્તનશીન બનવાં. બાપ જે શ્રીમત આપે છે, તેનાં પર ચાલવાનું છે. ફર્સ્ટ ક્લાસ શ્રીમત તો એક જ આપે છે કે મને યાદ કરો. કોઈનું ભાગ્ય અનાયાસે પણ ખૂલી જાય છે. કોઈ કારણ નિમિત્ત બની જાય છે. કુમારીઓને પણ બાબા કહે છે લગ્ન તો બરબાદી થઇ જશે. આ ગટરમાં નહીં પડો. શું તમે બાપનું નહીં માનશો! સ્વર્ગની મહારાણી નહીં બનો! પોતાની સાથે પ્રણ કરવું જોઈએ કે અમે તે દુનિયામાં ક્યારેય નહીં જઈશું. તે દુનિયાને યાદ પણ નહીં કરશું. શમશાન ને ક્યારેય યાદ કરાય છે શું! અહીંયા તો તમે કહો છો ક્યાં આ શરીર છૂટે તો અમે સ્વર્ગમાં જઈએ. હવે ૮૪ જન્મ પુરા થયાં, હવે અમે પોતાનાં ઘરે જઈએ છીએં. બીજાઓને પણ આજ સંભળાવવાનું છે. આ પણ સમજો છો-બાબા વગર સતયુગની રાજાઈ કોઈ આપી નથી શકતું.

આ રથને પણ કર્મભોગ તો હોય છે ને. બાપદાદાની પણ પરસ્પર ક્યારેક રુહરિહાન ચાલે છે-આ બાબા કહે છે બાબા આશીર્વાદ કરી દો. ઉધરસનાં માટે કોઇ દવા કરો અથવા છું-મંત્ર થી ઉડાવી દો. કહે છે-નહીં, આ તો ભોગવવાનું જ છે. આ તમારો રથ લઉં છું, તેનાં બદલામાં તો આપું જ છું, બાકી આ તો તમારો હિસાબ-કિતાબ છે. અંત સુધી કાંઈને કાંઈ થતું રહેશે. તમારાં પર આશીર્વાદ કરું તો બધાં પર કરવા પડે. આજે આ બાળકી અહીંયા બેસી છે, કાલે ટ્રેનમાં એક્સિડન્ટ (અકસ્માત) થઈ જાય છે, મરી જાય છે, બાબા કહેશે ડ્રામા. એવું થોડી કહી શકાય કે બાબાએ પહેલાં કેમ નહિ બતાવ્યું. એવો કાયદો નથી. હું તો આવું છું પતિત થી પાવન બનાવવાં. આ બતાવવાં થોડી આવ્યો છું. આ હિસાબ-કિતાબ તો તમારે પોતાનાં ચૂકતું કરવાનાં છે. આમાં આશીર્વાદ ની વાત નથી. તેનાં માટે જાઓ સન્યાસીઓની પાસે. બાબા તો વાત જ એક બતાવે છે. મને બોલાવ્યો જ એટલે કે અમને આવીને નર્ક થી સ્વર્ગમાં લઈ જાઓ. ગાએ પણ છે પતિત-પાવન સીતારામ. પરંતુ અર્થ ઊલટો નિકાળી દીધો છે. પછી રામની બેસી મહિમા કરે છે-રઘુપતિ રાઘવ રાજારામ બાપ કહે છે આ ભક્તિમાર્ગમાં તમે કેટલાં પૈસા ગુમાવ્યાં છે. એક ગીત પણ છે ને-ક્યાં કૌતુક દેખા...દેવીઓની મૂર્તિઓ બનાવી પૂજા કરી પછી સમુદ્રમાં ડુબાડી દે છે. હવે સમજમાં આવે છે - કેટલાં પૈસા બરબાદ કરે છે, છતાં પણ આ થશે. સતયુગમાં તો આવું કામ થતું જ નથી. સેકન્ડ બાદ સેકન્ડની નોંધ છે. કલ્પ પછી ફરી આજ વાત રિપીટ (પુનરાવર્તન) થશે. ડ્રામાને બહુજ સારી રીતે સમજવો જોઈએ. અચ્છા, કોઈ વધારે નથી યાદ કરી શકતાં તો બાપ કહે છે ફક્ત અલ્ફ અને બે, બાપ અને બાદશાહી ને યાદ કરો. અંદરમાં આજ ધૂન લગાવી દો કે અમે આત્મા કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવીને આવ્યાં છીએં. ચિત્રો પર સમજાવો, બહુજ સહજ છે. આ છે રુહાની બાળકોથી રુહરિહાન. બાપ રુહરિહાન કરે જ છે બાળકો થી. બીજા કોઈથી તો કરી ન શકે. બાપ કહે છે-સ્વયંને આત્મા સમજો. આત્મા જ બધું કરે છે. બાપ યાદ અપાવે છે, તમે ૮૪ જન્મ લીધાં છે. મનુષ્ય જ બન્યાં છો. જેમ બાપ ઓર્ડીનેન્સ (કાયદો) નીકાળે છે કે વિકારમાં નથી જવાનું, એમ આ પણ ઓર્ડીનેન્સ નીકાળે છે કે કોઈએ રડવાનું નથી. સતયુગ-ત્રેતા માં ક્યારેય કોઈ રડતાં નથી, નાનાં બાળકો પણ નથી રડતાં. રડવાનો હુકમ નથી. તે છે હર્ષિત રહેવાની દુનિયા. તેની પ્રેક્ટિસ બધી અહિયાં કરવાની છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ થી આશીર્વાદ માંગવાનાં બદલે યાદની યાત્રાથી પોતાનાં બધાં હિસાબ ચૂકતું કરવાનાં છે. પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ડ્રામાને યથાર્થ રીતે સમજવાનો છે.

2. આ જૂની દુનિયાને જોવાં છતાં પણ યાદ નથી કરવાની. કર્મયોગી બનવાનું છે. સદા હર્ષિત રહેવાનો અભ્યાસ કરવાનો છે. ક્યારેય પણ રડવાનું નથી.

વરદાન :-
સર્વનાં પ્રતિ શુભ ભાવ અને શ્રેષ્ઠ ભાવના ધારણ કરવાવાળા હંસ બુદ્ધિ હોલીહંસ ભવ

હંસ બુદ્ધિ અર્થાત્ સદા દરેક આત્માનાં પ્રતિ શ્રેષ્ઠ અને શુભ વિચારવા વાળા. પહેલાં દરેક આત્માનાં ભાવને પારખવા વાળા અને પછી ધારણ કરવાવાળા. ક્યારેય પણ બુદ્ધિમાં કોઈ પણ આત્માનાં પ્રતિ અશુભ અથવા સાધારણ ભાવ ધારણ ન હોય. સદા શુભ ભાવ અને શુભભાવના રાખવા વાળા જ હોલીહંસ છે. તે કોઈ પણ આત્માની અકલ્યાણની વાતો સાંભળતાં, જોતાં પણ અકલ્યાણને કલ્યાણની વૃત્તિથી બદલી દેશે. તેમની દૃષ્ટિ દરેક આત્માનાં પ્રતિ શ્રેષ્ઠ શુદ્ધ સ્નેહની હશે.

સ્લોગન :-
પ્રેમથી ભરપૂર એવી ગંગા બનો જે તમારાં થી પ્રેમનાં સાગર બાપ દેખાય.