05-04-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો -
ભોળાનાથ મોસ્ટ બિલવેડ ( સૌથી પ્રિય ) બાપ તમારાં સમ્મુખ બેઠાં છે , તમે પ્રેમ થી
યાદ કરો તો લગન વધતી જશે , વિઘ્ન ખતમ થઇ જશે”
પ્રશ્ન :-
બ્રાહ્મણ બાળકો
ને કઈ વાત સદા યાદ રહે તો ક્યારેય પણ વિકર્મ ન થાય?
ઉત્તર :-
જે કર્મ અમે કરીશું, અમને જોઈ બીજા પણ કરશે - આ યાદ રહે તો વિકર્મ નહીં થશે. જો કોઈ
છુપાવીને પણ પાપ કર્મ કરે તો ધર્મરાજ થી છુપાઈ નથી શકતું, તરત તેની સજા મળશે. આગળ
ચાલી બીજા પણ માર્શલ લો (કડક કાયદા) થઈ જશે. આ ઇન્દ્ર સભામાં કોઇ પતિત છુપાઈને બેસી
ન શકે.
ગીત :-
ભોલેનાથ સે નિરાલા…
ઓમ શાંતિ!
મીઠા-મીઠા
રુહાની બાળકો જાણે છે કે હવે રુહાની બાપ અમને આ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન
સંભળાવી રહ્યાં છે. એમનું નામ જ છે ભોળાનાથ. બાપ ખૂબ ભોળા હોય છે, કેટલી તકલીફ સહન
કરીને પણ બાળકો ને ભણાવે છે. સંભાળે છે. પછી જ્યારે મોટા થાય છે તો બધું તેમને આપી
પોતે વાનપ્રસ્થ અવસ્થા લઈ લે છે. સમજે છે કે મેં ફર્જ અદાઈ (જવાબદારી) પૂરી કરી, હવે
બાળકો જાણે. તો બાપ ભોળા થયાં ને. આ પણ હમણાં તમને બાપ સમજાવે છે કારણ કે પોતે
ભોળાનાથ છે. તો હદનાં બાપ માટે પણ સમજાવે છે કે તે કેટલાં ભોળા છે. તે થયા હદનાં
ભોળા. આ પછી છે બેહદનાં ભોળાનાથ બાપ. પરમધામ થી આવે છે, જૂની દુનિયા, જૂનાં શરીરમાં
એટલે મનુષ્ય સમજે છે કે જૂનાં પતિત શરીરમાં કેવી રીતે આવવાનું થશે. ન સમજવાનાં કારણે
પાવન શરીર વાળા કૃષ્ણનું નામ નાખી દીધું છે. આ જ ગીતા, વેદ, શાસ્ત્ર વગેરે ફરી પણ
બનશે. જુઓ, શિવબાબા કેટલાં ભોળા છે. આવે છે તો પણ ભાસના એવી આપે છે - જેમ કે બાપ
અહીંયા જ બેઠા છે. આ સાકાર બાબા પણ ભોળા છે ને. કોઈ દુપટ્ટો નહીં, કોઈ તિલક વગેરે
નહીં. પરંતુ સાધારણ બાબા તો બાબા જ છે. બાળકો જાણે છે - કેટલું આ બધું નોલેજ શિવબાબા
જ આપે છે બીજા કોઈની તાકાત નથી જે આપી શકે. દિવસ-પ્રતિદિવસ બાળકોની લગન વધતી જાય
છે. જેટલું બાપ ને યાદ કરશે એટલો પ્રેમ વધશે. બિલવેડ મોસ્ટ (સૌથી પ્રિય) બાપ છે ને.
ન ફક્ત હમણાં પરંતુ ભક્તિમાર્ગ માં પણ તમે બિલવેડ મોસ્ટ સમજતાં હતાં. કહેતા હતાં -
બાબા જ્યારે આપ આવશો તો બીજા બધાથી પ્રેમ છોડીને એક બાપની સાથે પ્રેમ રાખીશું. તમે
હમણાં જાણો પણ છો, પરંતુ માયા એટલો પ્રેમ કરવા દેતી નથી. માયા ઇચ્છતી નથી કે આ મને
છોડી બાપ ને યાદ કરે. તે ઈચ્છે છે કે દેહ-અભિમાની થઈ મને પ્રેમ કરે. આ જ માયા ઈચ્છે
છે એટલે કેટલાં વિઘ્ન નાખે છે. તમારે વિઘ્નો ને પાર કરવાનાં છે. બાળકોએ કંઈ તો
મહેનત કરવી જોઈએ ને. પુરુષાર્થ થી જ તમે પોતાની પ્રાલબ્ધ પામો છો. બાળકો જાણે છે,
ઉંચ પદ પામવા માટે કેટલો પુરુષાર્થ કરવાનો છે. એક તો વિકારોનું દાન આપવાનું છે, બીજું
બાપ થી જે અવિનાશી જ્ઞાન રત્નોનું ધન મળે છે, તે દાન કરવાનું છે. જે અવિનાશી ધન થી
જ તમે આટલાં ધનવાન બનો છો. નોલેજ છે સોર્સ ઓફ ઈનકમ (આવકનું સાધન). તે છે શાસ્ત્રો
ની ફિલોસોફી (તત્વજ્ઞાન), આ છે સ્પ્રીચ્યુઅલ નોલેજ (આધ્યાત્મિકજ્ઞાન). શાસ્ત્ર વગેરે
વાંચીને પણ ખૂબ કમાય છે. એક કોઠી માં ગ્રંથ વગેરે રાખી દીધાં, થોડું-ઘણું સંભળાવ્યું
બસ આવક થઈ જશે. તે કોઈ યથાર્થ જ્ઞાન નથી. યથાર્થ જ્ઞાન એક બાપ જ આપે છે. જ્યાં સુધી
કોઈને આ રુહાની નોલેજ નથી મળ્યું ત્યાં સુધી તે શાસ્ત્રોની ફિલોસોફી બુદ્ધિમાં છે.
તમારી વાત સાંભળતા નથી. તમે છો ખૂબ થોડાંક. આ તો ૧૦૦ ટકા નિશ્ચિત છે કે આ રુહાની
નોલેજ બાળકોએ રુહાની બાપ થી લીધું છે. નોલેજ સોર્સ ઓફ ઈનકમ છે. ખૂબ ધન મળે છે. યોગ
થી સોર્સ ઓફ હેલ્થ અર્થાંત્ નિરોગી કાયા મળે છે. જ્ઞાન થી વેલ્થ (સંપત્તિ). આ છે બે
મુખ્ય વિષય. પછી કોઈ સારી રીતે ધારણ કરે છે, કોઈ ઓછું ધારણ કરે છે. તો વેલ્થ પણ ઓછી
નંબરવાર મળે છે. સજાઓ વગેરે ખાઈ પદ પામે છે. પૂરું યાદ કરતા નથી તો વિકર્મ વિનાશ થતાં
નથી. પછી સજાઓ ખાવી પડે. પદ પણ ભ્રષ્ટ થઇ જાય છે. જેમ સ્કૂલમાં થાય છે. આ છે બેહદનું
નોલેજ, આનાથી બેડો પાર થઈ જાય છે. તે નોલેજ માં બેરિસ્ટરી, ડોક્ટરી, એન્જિનિયરિંગ
ભણવું પડે છે. આ તો એક જ ભણતર છે. યોગ અને જ્ઞાન થી અવરહેલ્દી (સદા સ્વસ્થ), વેલ્દી
(સદા સંપન્ન) બને છે. પ્રિન્સ (રાજકુમાર) બની જાય છે. ત્યાં સ્વર્ગમાં કોઈ બેરિસ્ટર,
જજ વગેરે હોતાં નથી. ત્યાં ધર્મરાજ ની પણ દરકાર હોતી નથી. ન ગર્ભ જેલમાં સજા, ન
ધર્મરાજપુરી ની સજા મળે છે. ગર્ભ મહેલ માં પણ ખૂબ સુખી રહે છે. અહીંયા તો ગર્ભ જેલ
માં સજાઓ ખાવી પડે છે. આ બધી વાતો ને આપ બાળકો જ હવે સમજો છો. બાકી શાસ્ત્રો માં,
સંસ્કૃત માં શ્લોક વગેરે મનુષ્યોએ બનાવ્યાં છે. પૂછે છે સતયુગ માં ભાષા કઈ હશે? બાપ
સમજાવે છે - જે દેવતાઓની ભાષા હશે, એ જ ચાલશે. ત્યાંની જે ભાષા હશે તે ક્યાંય ન હોઈ
શકે. એવું થઇ ન શકે કે ત્યાં સંસ્કૃત ભાષા હોય. દેવતાઓ અને પતિત મનુષ્યોની એક ભાષા
હોઈ ન શકે. ત્યાંની જે ભાષા હશે એજ ચાલશે. આ પૂછવાનું હોતું નથી. પહેલાં બાપ થી
વારસો તો લઈ લો. જે કલ્પ પહેલાં થયું હશે એજ થશે. પહેલાં વારસો લો, બીજી કોઈ વાત
પૂછો જ નહીં. અચ્છા, ૮૪ જન્મ નથી, ૮૦ કે ૮૨ હોય, આ વાતો ને તમે છોડી દો. બાપ કહે
છે, અલ્ફ ને યાદ કરો. સ્વર્ગની બાદશાહી બરાબર મળે છે ને. અનેક વખત તમે સ્વર્ગની
બાદશાહી લીધી છે. ચઢાણ થી ઉતરવાનું પણ તો છે. હમણાં તમે માસ્ટર જ્ઞાન સાગર, માસ્ટર
સુખનાં સાગર બનો છો. તમે પુરુષાર્થી છો. બાબા તો કમ્પલીટ (સંપૂર્ણ) છે. બાપમાં જે
નોલેજ છે તે બાળકોમાં છે. પરંતુ તમને સાગર નહીં કહેશે. સાગર તો એક હોય છે ફક્ત અનેક
નામ રાખી દીધાં છે. બાકી તમે છો જ્ઞાનસાગર થી નીકળેલી નદીઓ. તમે છો માનસરોવર, નદીઓ.
નદીઓ પર નામ પણ છે. બ્રહ્મપુત્રા ખૂબ મોટી નદી છે. કલકત્તામાં નદી અને સાગર નો સંગમ
છે. તેનું નામ પણ છે, ડાયમંડ હાર્બર. આપ બ્રહ્મા મુખ વંશાવલી, હીરા જેવાં બનો છો.
ખુબ ભારે મેળો લાગે છે. બાબા આ બ્રહ્મા તનમાં આવીને બાળકો થી મળે છે. આ બધી વાતો
સમજવાની છે. છતાં પણ બાબા કહે છે મનમનાભવ. બાબા ને યાદ કરતાં રહો. એ મોસ્ટ બિલવેડ,
સર્વ સંબંધો ની સેક્રીન (મીઠાશ)છે. તે બધાં સબંધી છે વિકારી. એમનાથી દુઃખ મળે છે.
બાબા તમને બધાનું વળતર આપી દે છે. બધાં સંબંધો નો પ્રેમ આપે છે, કેટલું સુખ આપે છે.
બીજા કોઈ આટલું સુખ નથી આપી શકતાં. કોઈ આપે છે તો અલ્પકાળ માટે. જેને સંન્યાસી કાગ
વિષ્ટાનાં સમાન સુખ કહે છે. દુઃખધામ માં તો જરુર દુઃખ જ હશે. આપ બાળકો જાણો છો આપણે
આ અનેક વખત પાર્ટ ભજવ્યો છે. પરંતુ આપણે ઉંચ પદ કેવી રીતે પામીએ, તેની ચિંતા રહેવી
જોઈએ. ખૂબ પુરુષાર્થ કરવાનો છે કે આપણે ત્યાં ફેલ ન થઈ જઈએ. સારા નંબરથી પાસ થઈશું
તો ઉંચ પદ પામીશું અને તેમને ખુશી પણ થશે. બધાં એક સમાન હોઇ ન શકે, જેટલો યોગ હશે.
ઘણી ગોપિકાઓ છે જે ક્યારેય મળી પણ નથી. બાપ થી મળવા માટે તડપે છે. સાધુ-સંન્યાસીઓની
પાસે તડપવાની વાત નથી રહેતી. અહીંયા તો શિવબાબા થી મળવા માટે આવે છે. વન્ડરફુલ વાત
છે ને. ઘરમાં બેસીને યાદ કરે છે, શિવબાબા અમે તમારા બાળકો છીએ. આત્માને સ્મૃતિ આવે
છે. આપ બાળકો જાણો છો આપણે શિવબાબા થી કલ્પ-કલ્પ વારસો લઈએ છીએ. એ જ બાપ, કલ્પ બાદ
આવેલા છે. તો જોયા વગર રહી ન શકે. આત્મા જાણે છે બાબા આવ્યાં છે. શિવ જયંતી પણ મનાવે
છે, પરંતુ જાણતાં કાંઈ પણ નથી. શિવબાબા આવી ને ભણાવે છે, આ કાંઈ પણ જાણતાં નથી. નામ
માત્ર શિવ જયંતી મનાવે છે. છુટ્ટી પણ નથી કરતાં. વારસો જેમણે આપ્યો, એમનું કાંઈ
મહત્વ નથી. અને જેમને વારસો આપ્યો (કૃષ્ણ ને) તેનું નામ પ્રસિદ્ધ કરી દીધું છે. ખાસ
ભારતને આવીને હેવન (સ્વર્ગ) બનાવ્યું છે. બાકી બધાને મુક્તિ આપે છે. ઈચ્છે પણ બધાં
છે. તમે જાણો છો મુક્તિ પછી જીવનમુક્તિ મળશે. બાપ આવીને માયાનાં બંધન થી મુક્ત કરાવે
છે. બાપને કહેવાય છે સર્વ નાં સદ્દગતિ દાતા. જીવનમુક્તિ તો બધાને મળે છે. નંબરવાર
પુરુષાર્થ અનુસાર. બાપ કહે છે, આ છે પતિત દુનિયા દુઃખધામ. સતયુગ માં તમને કેટલું
સુખ મળે છે. એને કહે છે બહિશ્ત (સ્વર્ગ). અલ્લાહએ બહિશ્ત શેના માટે રચ્યું? શું
ફક્ત મુસલમાનો માટે રચ્યું? પોત-પોતાની ભાષામાં કોઈ સ્વર્ગ કહે છે, કોઈ બહિશ્ત કહે
છે. તમે જાણો છો હેવન માં ફક્ત ભારત જ હોય છે. આ બધી વાતો આપ બાળકોની બુદ્ધિમાં
નંબરવાર પુરુષાર્થ અનુસાર બેઠી છે. એક મુસલમાન પણ કહેતા હતાં અમે અલ્લાહનાં ગાર્ડન
માં ગયાં. આ બધાં સાક્ષાત્કાર થાય છે. ડ્રામા માં પહેલાથી જ નોંધાયેલું છે. ડ્રામા
માં જે થાય છે, સેકન્ડ પસાર થઇ કહેશે કલ્પ પહેલાં પણ થઇ હતી. કાલે શું થવાનું છે, આ
ખબર નથી. ડ્રામા પર નિશ્ચય જોઈએ, જેમાં કોઈ ચિંતા નહીં રહેશે. આપણને તો બાબાએ હુકમ
આપ્યો છે - મામેકમ્ યાદ કરો અને પોતાનાં વારસા ને યાદ કરો. ખતમ તો બધાએ થવાનું જ
છે. કોઈ એક-બીજા માટે રડી પણ નહીં શકશે. મોત આવ્યું અને ગયાં, રડવાની ફુરસત રહેશે
નહીં. અવાજ જ નીકળશે નહીં. આજકાલ તો મનુષ્ય રાખ પણ લઈને કેટલી પરિક્રમા કરે છે. ભાવ
બેઠેલો છે. બધું વેસ્ટ ઓફ ટાઈમ…. આમાં રાખ્યું જ શું છે. માટી, માટી માં મળી જશે.
આનાથી ભારત પવિત્ર બની જશે શું? પતિત દુનિયામાં જે કામ કરે છે, પતિત જ કરશે.
દાન-પુણ્ય વગેરે પણ કરતાં આવ્યાં છે. શું ભારત પાવન બન્યું છે? સીડી ઉતરવાની જ છે.
સતયુગ માં સૂર્યવંશી બન્યાં. પછી સીડી ઉતરવી પડે, ધીરે-ધીરે ઉતરે છે. ભલે કેટલાં પણ
યજ્ઞ-તપ વગેરે કરે છતાં પણ બીજા જન્મમાં અલ્પકાળ નું ફળ મળે છે. કોઈ ખરાબ કર્મ કરે
છે તો તેનું પણ ફળ તેમને મળે છે. બેહદનાં બાપ જાણે છે બાળકો ને ભણાવવા આવ્યાં છે.
તન પણ સાધારણ લીધું છે. કોઈ તિલક વગેરે લગાવવાની દરકાર નથી. તિલક તો ભક્ત લોકો
મોટા-મોટા કરે છે, પરંતુ ઠગે કેટલું છે. બાબાએ કહ્યું છે, હું સાધારણ તનમાં આવું
છું, આવીને બાળકોને ભણાવું છું, વાનપ્રસ્થ અવસ્થા થઇ. કૃષ્ણનું નામ કેમ નાખ્યું?
અહીંયા જજ કરવાની પણ બુદ્ધિ નથી. હમણાં બાબાએ રાઈટ-રોંગ (સાચું-ખોટું) જજ કરવાની
બુદ્ધિ આપી છે.
બાપ કહે છે, તમે યજ્ઞ-તપ, દાન-પુણ્ય કરતાં, શાસ્ત્ર ભણતાં આવ્યાં. શું તે શાસ્ત્રોમાં
કાંઈ છે? મેં તો તમને રાજયોગ શીખવાડીને વિશ્વની બાદશાહી આપી કે કૃષ્ણએ આપી? જજ કરો.
કહે છે - બાબા આપે જ સંભળાવ્યું હતું. કૃષ્ણ તો નાનો પ્રિન્સ છે, તે કેવી રીતે
સંભળાવશે! બાબા તમારા જ રાજયોગ થી અમે આ બનીએ છીએ. બાપ કહે છે, શરીર પર ભરોસો નથી.
ખૂબ પુરુષાર્થ કરવાનો છે. બાબાને સમાચાર સંભળાવે છે ફલાણા ખૂબ સારા નિશ્ચય બુદ્ધિ
છે. હું કહું છું બિલકુલ નિશ્ચય નથી, જેમને ખૂબ પ્રેમ કર્યો તે આજે છે નહીં. બાબા
તો બધાની સાથે પ્રેમ થી ચાલે છે. જેવાં કર્મ હું કરીશ, મને જોઈ બીજા કરશે. ઘણાં તો
વિકાર માં જઈ, પછી છુપાઈને આવી બેસે છે. બાબા તો ઝટ સંદેશી ને બતાવી દે છે. એવાં
કર્મ કરવા વાળા ખૂબ નાજુક થતાં જશે. આગળ ચાલી નહીં શકશે. અંત નાં નાજુક સમયે કોઈ
કાંઈ કરે છે તો એકદમ માર્શલ લો (કડક કાયદો) ચલાવે છે. આગળ ચાલી તમે ખૂબ જોશો. બાબા
શું-શું કરે છે. બાબા થોડી સજા આપશે, ધર્મરાજ દ્વારા અપાવે છે. જ્ઞાનમાં પ્રેરણાની
વાત નથી. ભગવાન ને તો બધાં મનુષ્ય કહે છે હેં પતિત-પાવન આવો, અમને આવીને પાવન બનાવો.
બધી આત્માઓ ઓર્ગન્સ (અવયવો) દ્વારા પોકારે છે. બાપ છે જ્ઞાન નાં સાગર. એમની પાસે
ખૂબ વખર (વિવિધ સામાન) છે. આવો વખર પછી કોઈની પાસે છે નહીં. કૃષ્ણની મહિમા બિલકુલ
અલગ છે. બાપની શિક્ષા થી આ (લક્ષ્મી-નારાયણ) કેવી રીતે બન્યાં? બનાવવા વાળા તો બાપ
જ છે. બાપ આવીને કર્મ, અકર્મ, વિકર્મ ની ગતિ સમજાવે છે. હવે તમારું ત્રીજું નેત્ર
ખુલ્યું છે. તમે જાણો છો ૫ હજાર વર્ષની વાત છે. હવે ઘરે જવાનું છે, પાર્ટ ભજવવાનો
છે. આ સ્વદર્શન ચક્ર છે ને. તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી, બ્રાહ્મણ કુળ ભૂષણ,
પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ. લાખોનાં અંદાજ માં સ્વદર્શન ચક્રધારી બનશે. તમે
કેટલું નોલેજ ભણો છો. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમય ખૂબ
જ નાજુક છે એટલે કોઈ પણ ઉલ્ટુ કર્મ નથી કરવાનું. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ ને
ધ્યાનમાં રાખી સદા શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે.
2. યોગ થી સદા માટે પોતાની કાયા નિરોગી બનાવવાની છે. એક બિલવેડ મોસ્ટ (સૌથી પ્રિય)
બાપ ને જ યાદ કરવાનાં છે. બાપ થી જે અવિનાશી જ્ઞાન નું ધન મળે છે, તે દાન કરવાનું
છે.
વરદાન :-
સ્વમાન માં
સ્થિત રહી વિશ્વ દ્વારા સમ્માન પ્રાપ્ત કરવા વાળા , દેહ - અભિમાન મુક્ત ભવ
ભણતર નું મૂળ લક્ષ્ય
છે - દેહ-અભિમાન થી ન્યારા થઈ દેહી-અભિમાની બનવું. આ દેહ-અભિમાન થી ન્યારા અથવા
મુક્ત થવાની વિધિ જ છે - સદા સ્વમાનમાં સ્થિત રહેવું. સંગમયુગનાં અને ભવિષ્યનાં જે
અનેક પ્રકારનાં સ્વમાન છે એમાં કોઈ એક પણ સ્વમાન માં સ્થિત રહેવાથી દેહ-અભિમાન મટતું
જશે. જે સ્વમાન માં સ્થિત રહે છે તેમને સ્વતઃ માન પ્રાપ્ત થાય છે. સદા સ્વમાન માં
રહેવા વાળા જ વિશ્વ મહારાજન બને છે અને વિશ્વ તેમને સમ્માન આપે છે.
સ્લોગન :-
જેવો સમય તેવાં
પોતાને મોલ્ડ કરી લેવાં - આ જ છે રીયલ ગોલ્ડ બનવું.